Latest Posts:

ફિલ્મોના અલગ અલગ અનેક પ્રકારો હોય છે, કેટલી ફિલ્મો ફક્ત દર્શકોને પસંદ આવે તેવી entertainment બનાવવામાં આવે છે, તો કેટલીક ફિલ્મો અમુક ચોક્કસ વિષય, ઘટના અથવા વ્યક્તિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતી હોય છે.

કેટલીક ફિલ્મો આપણી આસપાસ બનતી સામાન્ય ઘટનાઓ દેખાડવામાં આવે છે, તો કેટલીક ફિલ્મોમાં real life થી દુર માત્ર કલ્પનાઓ બતાવવામાં આવે છે.

એક ડિરેક્ટર અથવા એક્ટર તરીકે ફિલ્મોમાં કેરિયર બનાવતા પહેલા જાણવું જરૂરી છે કે ફિલ્મોના કેટલા પ્રકાર હોય છે? ફિલ્મો ક્યા ઉધ્યેશથી બનાવવામાં આવે છે? મોટાભાગે ફિલ્મોને મોટાભાગે 7 કેટેગરીમાં મૂકી શકાય છે.

01. Commercial, મસાલા ફિલ્મો

Commercial ફિલ્મો બનાવવાનો ઉધ્યેશ

Audience નુ entertainment કરીને ફક્ત પૈસા કમાવવાના ઉધ્યેશથી બનાવવામાં આવતી ફિલ્મોને commercial ફિલ્મ કહેવાય છે, જેના કારણે ફિલ્મનો subject પણ ખાસ audience ને પસંદ આવે તેવો ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે.

Commercial ફિલ્મોના વિષય, કન્ટેન્ટ, સ્ટોરી

Commercial ફિલ્મોના વિષય, એક્શન, કોમેડી, રોમાન્સ, થીલર, સસ્પેન્સ, હોરર વગેરે હોય છે. આ ફિલ્મોમાં audience ને પસંદ આવે તેવા દરેક મસાલા ફિલ્મમાં નાખવામાં આવે છે જેમ કે ફિલ્મમાં ફાઈટ સીન્સ, ફોરેનના લોકેશન્સ, વગેરે વગેરેને audience ને attract કરવા માટે આવા મસાલો નાખીને ફિલ્મને Totally entertainment બનાવવામાં આવે છે, અને આ બધા elements દ્વારા એક commercial ફિલ્મોનું ચોક્કસ સ્ટ્રક્ચર બનેલું હોય છે.

Commercial ફિલ્મોના characters

આવી ફિલ્મોના લીડ character ને એક સામાન્ય વ્યક્તિ કરતા ખુબ ordinary બતાવ્યા હોય છે, જેની પાસે supernatural power હોય, જે બધા સામે લડી શકતો હોય, ટૂંકમાં આવા character ખુબ powerful હોય છે તે કોઈપણ અશક્ય કામો શક્ય કરી દેતા હોય છે.

Commercial ફિલ્મોનો બોક્ષ-ઓફીસ દેખાવ

Audience ની પસંદગીની આવી ફિલ્મો મોટાભાગે પૈસા કમાવી આપતી હોય છે, જેને કારણે ફિલ્મનું budget પણ high હોઈ શકે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે commercial ફિલ્મો સૌથી વધુ બને છે. અત્યારની commercial ફિલ્મોના commercial એક્ટર્સ એટલે આમીર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર વગેરે જેવા અન્ય popular એક્ટર્સ.

02. Drama (offbeat, art, parallel) ફિલ્મો

Drama ફિલ્મો બનાવવાનો ઉધ્યેશ

મોટાભાગે કોઈ ચોક્કસ ઘટના, વિષય, culture, વાસ્તવિકતા અથવા સમસ્યાને દર્શાવવા માટે આવી ફિલ્મો બનાવવામાં આવે છે.

Drama ફિલ્મોના વિષય, કન્ટેન્ટ, સ્ટોરી

ડ્રામાં, ઓફબીટ અને આર્ટ ફિલ્મોમાં કંઇક મેસેજ, પરિવર્તન, સમાજને બદલવાની ભાવના વગેરે હોય છે, જેના કારણે ક્રિટીક્સ આવી ફિલ્મો વિષે ખુબ positive લખતા હોય છે, આ પ્રકારની ફિલ્મો awards માટે ખાસ સ્થાન પામે છે.

Drama ફિલ્મોના characters

આવી ફિલ્મોના લીડ character એક સામાન્ય વ્યક્તિ હોય છે, જાણે કે આપણી આસપાસનું જ કોઈ character હોય, જેને આપણી જેમજ જીવન જીવવામાં ઘણી બધી તકલીફો પડતી હોય છે. આ ફિલ્મોના character એટલા strong કે powerful નથી હોતા.

આવા character નિભાવનાર એક્ટર્સ મોટાભાગે awards મેળવતા હોય છે, કારણ કે આવા character માં એક્ટિંગ બતાવી શકવાના chance ખુબ જ હોય છે.

Drama ફિલ્મોનો બોક્ષ-ઓફીસ દેખાવ

આવી ફિલ્મો audience ને attract ઓછી કરી શકતી હોવાથી અને audience ની પસંદગીની ઓછી હોવાથી તે business ઓછો કરે છે, અને તેનું budget પણ મોટાભાગે limited હોય છે, અને તેમાં મોટા સ્ટાર એક્ટર્સ કરતા નવા અને ઓછા popular એક્ટર્સ વધુ હોય છે.

03. Experimental ફિલ્મો

Experimental ફિલ્મો બનાવવાનો ઉધ્યેશ

ફિલ્મોનું passion અને કંઇક નવું કરવાના પ્રયોગો અને જોખમ અને કોઈ ચોક્કસ ઉધ્યેશ સાથે બનાવવામાં આવતી ફિલ્મો હોય છે, જેને experimental ફિલ્મો કહેવાય છે. આવી ફિલ્મો એટલે કંઇક નવું કરવા માટેનો એક પ્રકારનો અખતરો, જો તે ફિલ્મ સફળ થઇ તો ઠીક છે નહિ તો…

Experimental ફિલ્મોના વિષય, કન્ટેન્ટ, સ્ટોરી

આવી ફિલ્મોની સ્ટોરી ઘણી અસામાન્ય હોય છે, જે હકીકતમાં ખુબ જુજ અને rare case માં જોવા મળતી હોય છે. જેના કારણે ક્યારેક તે audience ને પસંદ આવે છે તો ક્યારેક નથી પણ આવતી.

Experimental ફિલ્મોના plus points

આવી ફિલ્મો દ્વારા ડિરેક્ટરને અને એક્ટર્સ ખુબ ફાયદો થાય છે. આવી ફિલ્મો દ્વારા જ ડિરેક્ટરને ડિરેક્શનમાં કંઇક નવું બતાવવાનો chance મળતો હોય છે, અને એક્ટર્સને પણ અલગ પ્રકારની એક્ટિંગ બતાવવાનો સારો chance મળતો હોય છે, જેમાં એક્ટર્સની એક્ટિંગ પ્રૂવ થાય છે.

04. Biography ફિલ્મો

Biography ફિલ્મો બનાવવાનો ઉધ્યેશ

કોઈપણ ફિલ્ડના ફેમસ વ્યક્તિનું જીવન ચરિત્ર અથવા તેમની લાઈફના અમુક અંશો audience સામે લાવવા માટેના ઉધ્યેશ સાથે આવી ફિલ્મો બનાવવામાં આવતી હોય છે.

Biography ફિલ્મોના વિષય, કન્ટેન્ટ, સ્ટોરી

આવી ફિલ્મો હકીકતમાં કોઈ ફેમસ વ્યક્તિની બાયોગ્રાફી હોય છે, જે હકીકતમાં real life ઘટનાઓ આધારિત હોવાથી સ્ટોરીમાં ઘણી બધી limitation હોય છે. જેના કારણે real life ની ઘટનાઓ સાથે થોડી ફિલ્મી ઘટનાઓ જોડીને સ્ટોરીને થોડી ઘણી ફિલ્મી treatment આપવામાં આવે છે, જેથી audience તેને વધુ enjoy કરી શકે.

05. Indian-English ફિલ્મો

Indian-English ફિલ્મો બનાવવાનો ઉધ્યેશ

Indian સાથે foreign culture, તેની અસર, તેનો તફાવત, new age, new thoughts, generation problem વગેરે દર્શાવવા માટે મોટાભાગે આ પ્રકારની ફિલ્મો બનતી હોય છે, આવી ફિલ્મો ખુબ જ ઓછી સંખ્યામાં બનતી હોય છે.

Indian-English ફિલ્મોના વિષય, કન્ટેન્ટ, સ્ટોરી

Routine ફિલ્મો કરતા થોડા નવા atmosphere માં Indian અને foreign એમ બંને culture નું combination ધરાવતી ફિલ્મની સ્ટોરી હોય છે. Indian પણ English ભાષાની ફિલ્મો જેમાં Indian અને foreign બંને એક્ટર્સે સાથે કામ કર્યું હોય છે.

06. એનીમેટેડ ફિલ્મો

એનીમેટેડ ફિલ્મો એટલે કાર્ટૂન ફિલ્મો, બોલીવુડમાં આ પ્રકારની એનીમેટેડ ફિલ્મો ખુબ ઓછી સંખ્યામાં બનતી હોય છે, કારણ કે આ પ્રકારની ફિલ્મો ફક્ત નાના બાળકો માટે જ હોવાથી અન્ય ઓડીયન્સ તેમાં કોઈ ખાસ interest લેતી નથી હોતી.

જયારે હોલીવૂડમાં એનીમેટેડ, કાર્ટૂન ફિલ્મોની ઓડીયન્સ એટલી છે, કે અમુક ફિલ્મોએ તો તે વર્ષમાં top 10 highest grossing ફિલ્મોમાં પણ બીઝનેસ કરેલ હોય છે.

07. ડોક્યુમેન્ટ્રી ફિલ્મો

કોઈપણ ઘટનાને સ્ટોરીનું રૂપ આપ્યા વગર અને તેના characters બનાવ્યા વગર જ તે વિષયને ઉજાગર કરવા માટે, તેને મીડિયાની સમક્ષ લાવવા માટે બનતી ફિલ્મો એટલે ડોક્યુમેન્ટ્રી ફિલ્મો. જેમાં મોટા ભાગે voice over દ્વારા વસ્તુ, ઘટનાની information આપવામાં આવે છે, જેમાં વ્યક્તિના interview પણ શામેલ હોય છે.

Conclusion

Bollywood માં દર વર્ષે અસંખ્ય ફિલ્મો બને છે, જેમાંથી મોટા ભાગની ફિલ્મો commercial હોય છે, કારણ કે આ ફિલ્મો વધુ કમાય છે અને આ ફિલ્મો દ્વારા જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે, અને આ ફિલ્મો ઓડીયન્સને વધુ પસંદ આવે છે.

જયારે Hollywood માં દરેક subject ઉપર ફિલ્મો બનતી હોય છે, કારણ કે ત્યાં દરેક subject ની ફિલ્મો જોનાર audience છે, અને દરેક subject ની ફિલ્મો સારો એવો બીઝનેસ પણ કરે છે.

તેની સરખામણીએ બોલીવુડમાં બહુ ઓછા subjects ઉપર ફિલ્મ બને છે, કારણ કે Indian audience મસાલા ફિલ્મો વધુ પસંદ કરે છે, જેના કારણે limited subjects સિવાય ડિરેક્ટર્સ અન્ય subjects ઉપર ફિલ્મો બનાવવાનું ઓછું પસંદ કરે છે.

ફિલ્મોના આ મુખ્ય પ્રકારો અને તેની કેટેગરીઝ છે, અને આ અલગ અલગ ફિલ્મો અલગ અલગ vision દ્વારા બનાવવામાં આવે છે.

Author

Hey there, I am Rahul... My true passion lies in the world of movies and film direction... I express my perspective on filmmaking, direction, and acting through my blog, GujaratiFilmmaking.com. Additionally, I share my thoughts on film reviews and analysis on GujaratiFilmreview.com.

Write A Comment