ફિલ્મ ડિરેક્શન વિષે જાણવા, શીખવા અને તેમાં mastery મેળવવા માટે, સૌથી પહેલા 2 પ્રકારનું knowledge મેળવવું અથવા હોવું compulsory છે, (1) Technical knowledge અને (2) Creative knowledge.
જેમાંથી technical knowledge મેળવવું easy છે, જે ફિલ્મ Institutes દ્વારા અથવા કોઈપણની help વગર જાતે books વાંચીને આસાનીથી શીખી શકાય છે, પણ creative knowledge આ રીતે અને આટલી આસાનીથી નથી શીખી શકાતું.
ફિલ્મ ડિરેક્શન માટેનું જરૂરી creative knowledge ફિલ્મોને study, research અને analysis કરીને જ મેળવી શકાય છે, અને અમુક પ્રકારની creativity ફિલ્મો જોઇને વધારી શકાય છે. હા ફક્ત ફિલ્મો જોઇને પણ ડિરેક્શન ચોક્કસ શીખી શકાય છે, બસ તેના માટે ફિલ્મ ડિરેક્શનનું passion હોવું જોઈએ.
ફિલ્મો જોઇને ડિરેક્શન કેવી રીતે શીખી શકાય? ફિલ્મો દ્વારા ડિરેક્શનનું creative knowledge કેવી રીતે મેળવી અને વધારી શકાય? ડિરેક્શન શીખવાની techniques અને process
ફિલ્મ ડિરેક્શન શીખવા માટે સૌથી પહેલા ડિરેક્શન માટેનું born passion હોવું જોઈએ. જો આ passion તમારામાં હશે, તો તમારા માટે જાતે ડિરેક્શન શીખવું ખુબ જ easy છે. ત્યારબાદ ડિરેક્શન શીખવા માટે ફિલ્મો જોવાની hobby પણ હોવી જોઈએ.
આ blog માં જાણીએ અને સમજીએ કે, ફિલ્મો જોઇને ડિરેક્શન કેવી રીતે શીખી શકાય? ફક્ત ફિલ્મો જોઇને ફિલ્મ ડિરેક્શનનું creative knowledge કેવી રીતે મેળવી શકાય અને વધારી શકાય? જાતે ફિલ્મ ડિરેક્શન શીખવા માટેની techniques અને process.
10 Tips & techniques – જેના દ્વારા ફિલ્મો જોઇને ડિરેક્શન શીખી શકાય છે
01. અલગ અલગ ટાઈમની success ફિલ્મોનું list બનાવી, તેને download કરો, અને ફિલ્મો જોવાનું શરુ કરો

સૌથી પહેલા હોલીવુડની highest grossing movies નું લીસ્ટ બનાવો. શરૂઆત કરો 1960 ના દાયકાથી, For example… 1960 ના વર્ષમાં હોલીવુડમાં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી Let’s Make Love (1960), ત્યાર બાદ Swiss Family Robinson (1960) અને ત્રીજા નંબર હતી આલ્ફ્રેડ હિચકોકની ક્લાસિક ફિલ્મ Psycho (1960).
બસ આજ રીતે દરેક વર્ષની highest grossing movies નું લીસ્ટ બનાવો, ત્યાર બાદ તે ફિલ્મો download કરવાનું શરુ કરો. YIFY ની વેબસાઈટ ઉપરથી તમને 1920 ના દાયકાથી લઈને અત્યારના વર્ષની મોટાભાગની ફિલ્મો આસાનીથી મળી જશે.
ફિલ્મો download કરીને જ જુવો
ફિલ્મો download કરીને જોવાનો મુખ્ય ફાયદો એ છે કે તમે તમારી અનુકુળતા પ્રમાણે ફ્રી ટાઈમમાં અને special mood પ્રમાણે ફિલ્મો જોઈ શકશો. જયારે TV channels ઉપર આવતી ફિલ્મો ટાઈમ કાઢીને ફિલ્મો જોવી પડે છે, અને ડિરેક્શન શીખવા માટે ફિલ્મો કોઈપણ mood માં નહી પણ ખાસ ચોક્કસ mood માં જ જોવી જોઈએ.
હીટ ફિલ્મો જોવાથી હીટ ફિલ્મોના ડિરેક્શન વિષે જાણવા મળશે
હવે સૌથી important point, અલગ અલગ ટાઈમની હીટ ફિલ્મો જોવાથી ફિલ્મોના અલગ અલગ points, elements વિષે જાણવા મળશે, જેમકે…
(1). Audience ની પસંદ શું છે? Audience ને કેવી? ક્યા પ્રકારની અને કેવી quality ની ફિલ્મો ગમે છે? (2). Technically અને creatively તે હીટ ફિલ્મોના ક્યા ક્યા plus points છે? (3). ક્યા કારણોથી તે ફિલ્મો હીટ થઇ છે? ફિલ્મને હીટ બનાવવામાં ક્યા ક્યા elements ભાગ ભજવે છે? (4). અલગ અલગ genres ની હીટ ફિલ્મોના ડિરેક્શનમાં શું ફર્ક હોય છે? વગેરે.
અલગ અલગ ટાઈમની હીટ ફિલ્મો જોવાથી દરેક પ્રકારના ડિરેક્શન વિષે જાણવા મળશે
આ સિવાય અલગ અલગ ટાઈમની હીટ ફિલ્મો જોવાથી ફિલ્મ જે ટાઈમમાં બની હોય તે ટાઈમમાં ચાલતી ડિરેક્શન treatment, storytelling, તે વખતની એક્ટિંગ મેથડ, ત્યારની technology, ત્યારના ફિલ્મોની quality, ત્યારની lifestyle અને latest trends વગેરે વિષે જાણકારી મળશે.
જેના દ્વારા ફિલ્મ ડિરેક્શન વિષે તમારું creative knowledge વધશે, જે એક ડિરેક્ટર માટે સૌથી જરૂરી છે, કારણ કે આ creative knowledge તમને એક qualified અને skillful ડિરેક્ટર બનવામાં help કરે છે.
02. અલગ અલગ categories માં award મેળવેલ ફિલ્મોને download કરી અને તેને જુવો

અલગ અલગ categories માં award મેળવેલ ફિલ્મોને download કરી અને તેને જુવો, જેથી ફિલ્મમેકિંગ અને ડિરેક્શનના અલગ અલગ department વિષે જલ્દી જાણી શકશો, શીખી શકશો, અને ફિલ્મોનું creative knowledge જલ્દી મેળવી શકશો.
અલગ અલગ categories માં award મેળવેલ ફિલ્મોનું લીસ્ટ બનાવો
જેમકે, (1). Best Director. (2). Best Picture. (3). Best Cinematography (4). Best Adapted Screenplay, Best Original Screenplay. (5). Best Production Design. (6). Best Film Editing. (7). Best Sound, Best Original Score. (8). Best Visual Effects. (9). Best Costume Design. (10). Best Makeup and Hairstyling, વગેરે.
દરેક categories ની અલગ અલગ 50 ફિલ્મો download કરીને જુવો
આ અલગ અલગ categories માંથી સૌથી પહેલા કોઈ એક category પસંદ કરો, અને ત્યારબાદ આ એક category ની અલગ અલગ ઓછામાં ઓછી 50 ફિલ્મો download કરો અને તેને જુવો, આવી રીતે એક category ની 50 ફિલ્મો જોવાથી તે વિષયમાં mastery મેળવી શકાશે.
For example
જેમ કે cinematography વિષે જાણવા અને શીખવા માટે Academy Award for Best Cinematography નો award મેળવેલ ફિલ્મોનું લીસ્ટ બનાવી, download કરવાની શરૂઆત કરો, જેમકે…
વર્ષ 2021 માં Mank (2020) ફિલ્મે Best Cinematography નો award મેળવ્યો હતો, તે પહેલાના 5 વર્ષમાં 1917 (2019), Roma (2018), Blade Runner 2049 (2017), La La Land (2016) વગેરે ફિલ્મોએ આ award મેળવ્યો છે. બસ આવી જ રીતે 1980 બાદની Best Cinematography નો award મેળવેલ દરેક ફિલ્મોનું લીસ્ટ બનાવી તેને download કરો.
આ ફિલ્મો download કર્યા બાદ, હવે ફક્ત અને ફક્ત cinematography ને ધ્યાનમાં રાખીને જ આ ફિલ્મો જોવાની શરુ કરો, રોજ એક ફિલ્મ જુવો, અને ફિલ્મ જોવાની સાથે સાથે ફિલ્મની cinematography ને study અને analysis કરતા જાઓ, જો કોઈ સીન ગમી જાય તો તેને કટ કરીને save કરી લો.
આટલી ફિલ્મો જોવાથી ફિલ્મના દરેક subject ઉપર mastery આવી જશે
આવી રીતે કોઈ એક category ની 50 ફિલ્મો જોવાથી, અને અલગ અલગ 10 categories ની 500 ફિલ્મો જોવાથી, ફિલ્મ ડિરેક્શનના દરેક subject ઉપર knowledge અને creativity વધશે. આવી રીતે ફિલ્મો જોવામાં ટાઈમ ચોક્કસ લાગશે પણ તેનાથી જે તે subject ઉપર mastery આવી જશે. ફિલ્મ ડિરેક્શન શીખવાની આ સૌથી easy અને effective technique છે.
03. ફિલ્મ જોતા પહેલા તેની complete details ચેક કરો

ફિલ્મ જોવાની શરુ કરતા પહેલા તેની દરેક પ્રકારની complete information મેળવો. કોઈપણ ફિલ્મ જોતા પહેલા હું IMDB અને Wikipedia માં ફિલ્મની complete details ચેક કરી લઉં છું જેમકે…
(1). સૌથી પહેલા ફિલ્મના ડિરેક્ટર કોણ છે? કારણ કે મોટાભાગે ડિરેક્ટર ઉપર જ depend કરે છે કે તે ફિલ્મ કેવી હશે, અને તેમને કઈ કઈ ફિલ્મો ડિરેક્ટ કરી છે? (2). ફિલ્મના લીડ એક્ટર્સ કોણ છે? તેમને કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે? (3). ફિલ્મ ક્યા વર્ષમાં બની છે?
(4). ફિલ્મ જે વર્ષમાં બની હોય તે વર્ષના Top 100 Highest Grossing Hollywood Movies list માં તેનો કયો નંબર છે? (5). ફિલ્મના અન્ય એક્ટર્સ કોણ કોણ છે? તેમને કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે? (6). ફિલ્મ કોઈ category માટે nominate થઈ છે? અથવા awards મેળવ્યા છે? (7). ત્યારબાદ સૌથી છેલ્લે Movie trivia વાંચવી, જેમાં ફિલ્મની દરેક પ્રકારની નાનામાં નાની details વિષે લખ્યું હોય છે.
આટલી details ચેક કર્યા બાદ હું કોઈપણ ફિલ્મ જોઉં છું. જેથી ફિલ્મના અમુક plus points વિષે પહેલથી ખ્યાલ આવે, અને સૌથી મહત્વની વાત આ technical details દ્વારા તમારું knowledge વધશે, અને તેનું proper importance પણ સમજી શકાશે.
04. ફિલ્મ જોતી વખતે તેના અલગ અલગ cinematic elements ને ખાસ note અને study કરવા

ફિલ્મ જોતી વખતે ફિલ્મના આ cinematic elements ને ચોક્કસ note અને study કરવા, જેમકે…
(1). Screenplay – ફિલ્મનો ઓપનીંગ સીન કેવી રીતે? અને કઈ situation માં બનાવવામાં આવ્યો છે? (2). Characters અને characterization – ફિલ્મમાં એક્ટર્સનું character અને તેનું characterization કેવું develop કરવામાં આવ્યું છે? (3). ફિલ્મમાં કેવા અને ક્યા પ્રકારના dialogues લખવામાં આવ્યા છે? (4). Acting – લીડ અને સપોર્ટીંગ એક્ટર્સની એક્ટિંગ.
(5). Direction – Storytelling, way of screen presentation – ફિલ્મની સ્ટોરીને કેવી રીતે? અને કઈ techniques દ્વારા present કરવામાં આવી છે? (6). સીન presentation – સ્ટોરીની કોઈપણ ઘટનાને ક્યા સીન દ્વારા દર્શાવવામાં આવ્યા છે? (7). ડિરેક્શન treatment – ફિલ્મને કેવી ડિરેક્શન ટ્રીટમેન્ટ આપીને ડિરેક્ટ કરવામાં આવી છે?
(8). Cinematography – ફિલ્મના ક્યા સીન્સને ક્યાં કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવામાં આવ્યા છે? (9). ફિલ્મની લાઈટીંગ techniques. (10). Film editing – કઈ એડીટીંગ techniques દ્વારા ફિલ્મ એડિટ કરવામાં આવી છે, ફિલ્મનું color grading. (11). Production value – ફિલ્મની સેટ ડિઝાઈન્સ, લોકેશન્સ, props, કોસ્ચ્યુમ્સ, overall quality standard. (12). Music, ફિલ્મની art, creativity અને ફિલ્મના અન્ય points, વગેરે.
કોઈપણ ફિલ્મ જોતી વખતે આટલા points ને study કરશો તો ડિરેક્શન બહુ જલ્દી શીખી શકશો. આ રીતે regular ફિલ્મો જોયા બાદ અમુક ટાઈમ પછી તમારું mind ફિલ્મોના આ elements ને પોતાની રીતે જાતે જ sorting કરી લેશે.
05. ફિલ્મોના આ અલગ અલગ cinematic elements નું collection કરો

ફિલ્મ જોતી વખતે ફિલ્મનો કોઈપણ સીન, કેમેરા શોટ્સ, અથવા કોઈ અન્ય technical અને creativity ધરાવતો સીન ગમી જાય તો હું તે સીનને કટ કરીને મારા personal collection માં રાખી લઉં છું, જે self-study માટે future માં કામ લાગી શકે.
બસ આવી જ રીતે ફિલ્મ જોતી વખતે તેના points, elements ગમી જાય તો તે સીનને કટ કરીને તેનું collection કરો. કારણ કે આ collection તે future માં ફિલ્મ ડિરેક્શન related તમારા કોઈપણ problems ને solve કરવામાં definitely help કરશે. આ collection તમારા અનેક questions ના answers તરીકે કામ કરશે.
આ element collection તમારા future ના દરેક problem નું solution સાબિત થશે
ડિરેક્શન profession માં અમુક ટાઈમ એવો આવશે, જ્યાં તમે એક એવા stage ઉપર confuse હશો, જ્યાં તમને તેનો reply અથવા solution આસાનીથી નહી મળતો હોય, આવા ટાઈમે આ collection દ્વારા તમને તમારા problem નું solution ચોક્કસ મળશે, આ point ફક્ત experience દ્વારા જ જાણી શકશો.
06. Audience તરીકે નહિ પણ ડિરેક્ટર તરીકે ફિલ્મો જુવો

Audience તરીકે નહિ પણ ડિરેક્ટર તરીકે ફિલ્મો જુવો, ડિરેક્ટર તરીકે ફિલ્મો જોવાથી ફિલ્મો જોવા માટેની તમારી સંપૂર્ણ દ્રષ્ટી બદલાશે. Audience ફક્ત entertainment માટે ફિલ્મો જુવે છે, જે ફિલ્મ જેટલી વધુ entertainment તે ફિલ્મ તેમને એટલી વધુ ગમશે.
જયારે ડિરેક્ટર એક ફિલ્મને ડિરેક્શનના દરેક દ્રષ્ટિકોણથી, technical અને creative points દ્વારા અને ખાસ કરીને ફિલ્મને જાણવા, સમજવા, study કરવા, research કરવા અને analysis કરવા માટે ફિલ્મ જોતા હોય છે. ફિલ્મો જોવા માટેનું તેમનું પોતાનું એક અલગ vision હોય છે.
07. દરેક genres ની ફિલ્મો જુવો

એક professional અને complete ડિરેક્ટર બનવા માટે બધા જ પ્રકારની ફિલ્મો જુવો. કારણ કે અલગ અલગ genres ની ફિલ્મો અલગ અલગ પ્રકારના Direction treatment દ્વારા બનેલી હોવાથી, તે ફિલ્મોની Storytelling, Scene presentation, Scene direction વગેરે પણ અલગ હોય છે.
આ સિવાય અલગ અલગ genres ની ફિલ્મોના અલગ અલગ cinematic department જેવા કે screenplay, acting, cinematography, lighting, editing વગેરેમાં પણ ઘણો મોટો difference હોય છે. જેથી અલગ અલગ genres ની ફિલ્મોમાંથી દરેક પ્રકારના ડિરેક્શન, સાથે અન્ય cinematic elements વિષે પણ જાણવા, સમજવા, શીખવા મળે છે, માટે દરેક genres ની ફિલ્મો ખાસ જુવો.
અમુક genres ની ફિલ્મો તમે ખુબ enjoy કરીને આસાનીથી જોઈ શકશો, પણ હોલીવુડની ડ્રામાં, બાયોગ્રાફી genres ની ફિલ્મો જોવી આસાન નહિ હોય. આવી ફિલ્મો જોતી વખતે ખુબ જ કંટાળો આવશે, પણ જો આ કંટાળો સહન કરી શકતા હોવ, તો સાથે સાથે તમને ડિરેક્શન લેવલે ઘણું બધું નવું જાણવા મળશે.
08. અમુક ફિલ્મોને એક કરતા વધુ વાર જુવો

હોલીવુડની એવી અનેક ફિલ્મો છે, જેને પહેલી વાર જોતી વખતે તેને ફક્ત સમજવામાં ફિલ્મ પૂરી થઇ જતી હોય છે, જેના કારણે ફિલ્મના ડિરેક્શન અને અલગ અલગ cinematic department ને proper study અને analysis કરી શકાતા નથી.
જેથી આવી ફિલ્મોને એકવાર જોયા પછી અમુક ટાઈમ પછી તેને ફરી જુવો, કારણ કે અમુક ફિલ્મોને બીજી વાર જોતી વખતે તેને વધુ આસાનીથી study અને analysis કરી શકાય છે.
ફિલ્મને બીજી વાર જોવાથી તેને વધુ સારી રીતે study અને analysis કરી શકાય છે
મોટાભાગે પહેલી વાર ફિલ્મ જોતી વખતે તેના ડિરેક્શન અને અલગ અલગ cinematic department ને એક ટાઈમે અને એક સાથે study, analysis કરવા possible નથી હોતા, માટે અમુક ફિલ્મ બીજી વાર જોવી ચોક્કસ જોવી.
મોટાભાગે ફિલ્મને બીજી વાર જોતી વખતે તેને study અને analysis કરવી એટલા માટે આસાન હોય છે, કારણ કે બીજી વાર ફિલ્મ જોતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન ફિલ્મને સમજવા કરતા ડિરેક્શન related points ઉપર વધુ હોય છે, જેથી ફિલ્મને બીજી વાર વધુ આસાનીથી, વધુ સારી રીતે અને વધારે સમજીને તેને study અને analysis કરી શકાય છે.
09. Regular ફિલ્મો જોતા રહો

પોતાની અનુકુળતા પ્રમાણે રોજની એક ફિલ્મ જુવો, રોજની અને regular ફિલ્મો જોવાથી તમારું mind ડિરેક્શન subject માં હંમેશા active રહેશે, જેના કારણે તમે ડિરેક્શન related સતત કંઇકને કંઇક નવું શીખતા રહેશો.
હું મહિનામાં 30 થી વધુ ફિલ્મો જોઉં છુ. અમુક Sunday એવા હોય છે, જેમાં સવારે 10 વાગ્યા આસપાસ ફિલ્મો જોવાનું શરુ કરું, અને સળંગ બે ફિલ્મો જોઈ લઉં, ત્યાર બાદ બપોરે થોડો રેસ્ટ કરી, ફરી ફિલ્મ શરુ કરું, સાંજે 20, 25 મિનીટ પછી ફરી ફિલ્મ શરુ કરું, અને રાતના 11 વાગ્યા સુધી ફિલ્મ જોઉં.
આ એક પ્રકારની madness છે, જે અમુક field અને અમુક profession માં આવી madness હોવી ખુબ જ જરૂરી પણ છે.
10. બોલીવુડ કરતા હોલીવુડની ફિલ્મો વધુ જુવો

ડિરેક્શન શીખવા માટે બોલીવુડ કરતા હોલીવુડની ફિલ્મો વધુ જુવો, કારણ કે હોલીવુડની ફિલ્મો technically અને creatively એક specific structure દ્વારા બનેલી હોય છે. તેમજ હોલીવુડની ફિલ્મો technically અને creatively બંને રીતે બોલીવુડ ફિલ્મો કરતા વધુ strong હોય છે.
આ સિવાય પણ બોલીવુડ હંમેશાથી સ્ટોરી, સીન્સ, ડિરેક્શન અને ફિલ્મોના અન્ય technical elements બાબતે હોલીવુડને follow કરતુ આવ્યું છે (આ વિષય ઉપર એક book લખી શકાય તેમ છે.) આ એક હકીકત છે. માટે ડિરેક્શન શીખવા માટે, અને એક ડિરેક્ટર તરીકે ફિલ્મને study, analysis કરવા માટે હોલીવુડની ફિલ્મો જ બેસ્ટ છે.
આજે પણ India ના અનેક મોટા ફિલ્મ institutes ફિલ્મ સ્ટડીમાં મોટાભાગે હોલીવુડ ફિલ્મો જ ભણાવે છે, જેમાં ક્લાસિક Aerial shots ના example માટે West Side Story (1961) ના ઓપનીંગ સીનના Aerial shot નું જ ઉદાહરણ પહેલા આપવામાં આવે છે.
આ technique દ્વારા ફિલ્મો જોવાથી ડિરેક્શન sense develop થશે, vision clear થશે, અને creative knowledge વધશે
ડિરેક્શન sense develop થશે
આ technique દ્વારા એક લાંબા ટાઈમ સુધી, દરેક પ્રકારની ફિલ્મો જોયા બાદ ધીમે ધીમે automatically તમારામાં ફિલ્મ ડિરેક્શન વિષે એક sense develop થશે. જેના દ્વારા, professionally એક ફિલ્મ કેવી રીતે બનાવવી? કોઈપણ genres, subject ની ફિલ્મોને કેવી રીતે ડિરેક્ટ કરવી? તે દરેક points અને તેના specific reasons ને તમે proper જાણી અને સમજી શકશો.
ડિરેક્શન vision develop થશે
અલગ અલગ ફિલ્મો જોવાના અનુભવના કારણે ફિલ્મ ડિરેક્શનનું તમારું પોતાનું એક vision develop થશે. જેના દ્વારા ડિરેક્શન ફિલ્ડમાં તમારી પોતાની પસંદગી, નાપસંદગી વિષે તમે clear થશો. ડિરેક્ટર તરીકે તમારે શું શું કરવું છે? અને શું શું નથી કરવું, તે દરેક બાબતે તમારું mind clear થશે, અને ડિરેક્શન, ફિલ્મમેકિંગ વિષેના તમારા દરેક પ્રકારના thoughts clear થશે.
ડિરેક્શનનુ creative knowledge વધશે
દરેક પ્રકારની ફિલ્મો દ્વારા ડિરેક્શનનું proper, technical અને creative knowledge વધશે. ડિરેક્શનના દરેક subject ઉપર, અને ખાસ કરીને creative points ઉપર તમારું knowledge વધશે. ડિરેક્શનના કોઈપણ point ઉપર જો તમે અટક્યા હશો તો તમારી જાતે જ તેનું solution મેળવી શકશો તે પ્રકારની high skill તમારામાં develop થશે.
ડિરેક્શન એ life time શીખતા રહેવાનો subject છે
Basic ડિરેક્શન, next level ડિરેક્શન અને master ડિરેક્શન શીખ્યા પછી પણ ડિરેક્શન એ life time શીખતા રહેવાનો subject છે.
કારણ કે સમયની સાથે સાથે ડિરેક્શનમાં સતત change આવતો રહે છે. બોલીવુડ અને હોલીવુડની 1950 થી લઈને અત્યાર સુધીની ફિલ્મોમાં અને તેના ડિરેક્શનમાં સમયની સાથે જે જે બદલાવ આવ્યો છે, તે બદલાવ આગળ પણ આવતો રહેવાનો છે, જે ક્યારેય અટકશે નહી. જેથી ડિરેક્શન વિષે હંમેશા કંઇક નવું, અલગ જાણતા અને શીખતા રહો.
Conclusion
જે skill તમે જાતે self-study દ્વારા શીખી હશે, તે skill long time તમારી અંદર રહેશે, અને જે technique તમે જાતે develop કરી હશે તેમાં તમે આસાનીથી mastery મેળવી શકશો. કારણ કે તે તમારો self-experience છે. જયારે અન્ય દ્વારા શીખેલ skill, technique કદાચ અમુક ટાઈમ પછી ભૂલી પણ શકો છો, કારણ કે તેમાં તમારે યાદ રાખવાનું વધુ આવશે.
ફિલ્મો જોઇને ડિરેક્શન શીખવા માટે, એટલે કે self-study દ્વારા ફિલ્મ ડિરેક્શન શીખવા માટે સૌથી પહેલા બને તેટલી વધુ ફિલ્મો regular જોવાની શરુ કરો, સાથે સાથે ફિલ્મને study, research અને analysis કરતા રહો.
જયારે તમે અલગ અલગ પ્રકારની ફિલ્મો જુવો છો, ત્યારે તમે તે અલગ અલગ ફિલ્મો અને તેના ડિરેક્શન વચ્ચેના ફર્કને સારી રીતે જાણી, સમજી શકશો. Good work અને quality work વચ્ચેના ફર્કને સમજી શકશો. એક જ genres ની અલગ અલગ ફિલ્મોને અને તેની વચ્ચેના ડિરેક્શનના variation ને સમજી શકશો, આ જાણકારી અને સમજદારીના કારણે તમારું ડિરેક્શન knowledge વધશે.
એક ટાઈમ પછી, આ અનુભવ દ્વારા અને આ અનુભવના કારણે તમારું technical, creative અને artistic ત્રણેય પ્રકારનું knowledge વધશે. આ knowledge તમને એક strong direction ધરાવતી ફિલ્મ બનાવવામાં, એક સફળ ફિલ્મ બનાવવામાં, અને એક professional ડિરેક્ટર બનવામાં ખુબ જ help કરશે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.