એક ફિલ્મ બનાવવા માટે આ અલગ અલગ વ્યક્તિઓ એટલે કે અલગ અલગ ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સની જરૂરી પડતી હોય છે. આ અલગ અલગ ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સની ફિલ્મમાં અલગ અલગ responsibilities હોય છે, આ દરેક ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સનું ફિલ્મમાં એક ખાસ મહત્વ હોય છે, જેના contribution દ્વારા એક complete ફિલ્મ બને છે.
એક ફિલ્મ ક્યા ક્યા ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ દ્વારા બને છે?
એક ફિલ્મમાં કેમેરાની સામે કરતા એક્ટર્સ કરતા કેમેરાની પાછળ કામ કરનાર ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સની સંખ્યા વધુ હોય છે. જેમ કે ડિરેક્ટર, આસિસ્ટંટ ડિરેક્ટર, સીનેમેટોગ્રાફર, કેમેરા મેન, કેમેરા એટેન્ડંટ, ગેફર, લાઇટ ટીમ, સાઉન્ડ મિક્સર, પ્રોડક્શન ટીમ, મેકઅપ ટીમ, હેર ડ્રેસર, કોસ્ચ્યુમ ડિઝાઈનર, આર્ટ ડિરેક્ટર, કોરિઓગ્રાફર વગેરે વગેરે. ફિલ્મના શૂટિંગ દરમ્યાન કેમેરાની પાછળ 50 થી વધુ વ્યક્તિઓ કામ કરતા હોય છે.
તે સીવાય ફિલ્મના પ્રિ-પ્રોડક્શન, પોસ્ટ-પ્રોડક્શન, માર્કેટિંગ અને પ્રમોશનના અને ફિલ્મ રીલીઝ સુધીના કામ માટે અલગ અલગ ટીમ, અલગ અલગ વ્યક્તિઓ અને ટેકનિશિયન્સ હોય છે.
ફિલ્મમાં ક્યા ક્યા ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ હોય છે? અને તેમની work responsibilities શું હોય છે?
એક ડિરેક્ટરે ફિલ્મના દરેક ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ સાથે લેવાનું હોય છે, જયારે એક એક્ટરે તેમાંથી અનેક ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ સાથે કામ કરવાનું હોય છે. માટે એક ડિરેક્ટર અને એક્ટર બનતા પહેલા તે જાણવું ખુબ જરૂરી છે કે, એક ફિલ્મમાં ક્યા ક્યા ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સની હોય છે? અને તેમની responsibilities શું હોય છે?
એક ફિલ્મમાં આટલા ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ કામ કરતા હોય છે.
01. ડિરેક્ટર
એક ફિલ્મમાં સૌથી મોટી designation અને સૌથી વધુ responsibilities ધરાવનાર સૌથી મહત્વની વ્યક્તિ એટલે ફિલ્મ ડિરેક્ટર. જેમની under માં ફિલ્મના દરેક ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સે કામ કરવાનું હોય છે.
ડિરેક્ટરનું મુખ્ય કામ છે, પોતાના vision, thoughts અને planning પ્રમાણે, એક્ટર્સ અને ટેકનિશિયનના talent ની સાથે સાથે પોતાની imagination અને creativity દ્વારા એક complete ફિલ્મ બનાવવી. ફિલ્મમાં ડિરેક્ટરનું કામ સ્ક્રિપ્ટ તૈયાર કરાવવાથી લઈને ફિલ્મ એડિટ કરાવવા સુધીનું હોય છે.
02. પ્રોડ્યુસર
ફિલ્મમાં ફાઇનાન્સ કરનાર વ્યક્તિને ફાઇનાન્સર અથવા પ્રોડ્યુસર કહેવાય છે, તેમનું મુખ્ય કામ ફક્ત ડિરેક્ટર, એક્ઝ્યુંકેટીવ પ્રોડ્યુસર અને ક્રિએટિવ પ્રોડ્યૂસર સાથે હોય છે.
તે સિવાય ફિલ્મ બની ગયા પછી ડિસ્ટ્રીબ્યુટર્સ જોડે deal કરીને ફિલ્મને સેલ કરવી અથવા રીલીઝ કરાવવી અને સૌથી છેલ્લે ફિલ્મના અલગ અલગ rights માટે deal કરવી વગેરે કામો પ્રોડ્યુસરના હોય છે.
03. એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર
ફિલ્મનું financial account manage કરનાર વ્યક્તિ, ફિલ્મમાં બનાવવાની શરૂઆતથી લઈને રીલીઝ થવા સુધીમાં દરેક કામોમાં કેટલી amount ની જરૂર પડશે તેનું complete management એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કરે છે.
04. ક્રિએટિવ પ્રોડ્યૂસર
ડિરેક્શન related વર્ક સિવાય ફિલ્મમાં પ્રિ-પ્રોડક્શનથી લઈને રિલીઝ સુધીનું દરેક કામના પ્લાનિંગ નક્કી કરીને દરેક કામ આગળ વધારવા, ક્રૂ-મેમ્બર્સ, ટેક્નિશિયન્સ અને એક્ટર્સ અને દરેક વ્યક્તિ જોડે deal કરવી. માર્કેટિંગ અને પ્રમોશન manage કરવું અને પ્રોડ્યુસર સાથે રહીને ફિલ્મ રીલીઝની માટેની દરેક process અને deal કરવી વગેરે કામ ક્રિએટિવ પ્રોડ્યૂસર કરે છે.
05. સ્ક્રીનપ્લે રાઈટર
ડિરેક્ટરની requirement મુજબ સ્ટોરીનો synopsis બનાવી ત્યારબાદ ફિલ્મની સ્ટોરી, dialogues અને screenplay લખનાર વ્યક્તિને સ્ક્રીપ્ટ રાઈટર અથવા સ્ક્રીનપ્લે રાઈટર કહેવાય છે. તેમનું મુખ્ય કામ ફક્ત ડિરેક્ટર સાથે હોય છે.
06. આસિસ્ટન્ટ ડિરેક્ટર
ફિલ્મમાં ડિરેક્ટરની under માં ફિલ્મમેકિંગ વર્કના અલગ અલગ કામ કરનાર વ્યક્તિઓ એટલે આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ. જેઓના ફિલ્મમાં ઘણા બધા અલગ અલગ કામો હોય છે, જેમ કે પ્રી-પ્રોડક્શનના દરેક કામ manage કરવા, સ્ક્રિપ્ટ breakdown કરવી. પેપરવર્ક તૈયાર કરવા, જરૂરી data collect કરવા.
તે સિવાય શૂટિંગ દરમ્યાન ડિરેક્ટર અને અન્ય આસિસ્ટન્ટ સાથે સીન કન્ટ્યુંનિટી, કોચ્યુમ કન્ટ્યુંનિટી, સ્ક્રીપ્ટ પ્રોમ્પટીન્ગ, ફિલ્મ પ્રોપર્ટી, કલેપીંગ વગેરે વગેરે કામો કરવાના હોય છે.
07. યુનિટ પ્રોડક્શન મેનેજર, પ્રોડક્શન કન્ટ્રોલર, લાઈન પ્રોડ્યુસર
પ્રિ-પ્રોડક્શનથી લઈને ફિલ્મ એડીટીંગ અને ડબિંગ સુધીનું દરેક production work manage કરનાર, જેમકે… શૂટિંગનું final schedule બનાવવું, ફિલ્મના લોકેશન શોધવા, લોકેશન પરમિશન મેળવવી, સીનમાં જરૂરી property manage કરવી.
શૂટિંગ દરમ્યાન એક્ટર્સ, ક્રૂ-મેમ્બર્સ અને ટેકનીશીયન ટીમ વગેરેને કોલશીટ આપવી, તેમને રહેવા જમવાની વ્યવસ્થા manage કરવી, શૂટિંગનું દરેક કામ લાઈન-અપ કરવું, સેટ ઉપરની દરેક requirement પૂરી કરવી, સેટ ઉપર દરેક પ્રકારનું management કરવું, અને પોસ્ટ-પ્રોડક્શન વર્ક લાઈન-અપ કરવું વગેરે વગેરે.
08. પ્રોડક્શન આસિસ્ટન્ટ
યુનિટ પ્રોડક્શન મેનેજર, પ્રોડક્શન કન્ટ્રોલર, લાઈન પ્રોડ્યુસરના under માં પ્રિ-પ્રોડક્શનથી લઈને ફિલ્મ એડીટીંગ અને ડબિંગ સુધીના દરેક નાના મોટા production work કરનાર વ્યક્તિ એટલે પ્રોડક્શન આસિસ્ટન્ટ.
09. કાસ્ટિંગ ડિરેક્ટર
ડિરેક્ટરને ફિલ્મની requirement પ્રમાણે એક્ટર્સ provide કરનાર વ્યક્તિને કાસ્ટિંગ ડિરેક્ટર કહેવાય છે. જોકે દરેક ફિલ્મમાં કાસ્ટિંગ ડિરેક્ટર હોતા નથી, મોટા ભાગે એક્ટર્સનો કોન્ટેક્ટ કરીને તેમને કાસ્ટ કરવામાં આવે છે.
10. D.O.P. (ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી), સીનેમેટોગ્રાફર
ફિલ્મની requirement અને ડિરેક્ટરના vision પ્રમાણે ફિલ્મની સિનેમેટોગ્રાફી, એટલે કે ફિલ્મને કેવી રીતે શૂટ કરવી છે તે ફાયનલ કરનાર વ્યક્તિને D.O.P. અથવા સિનેમેટોગ્રાફર કહેવાય છે. તેમની ટીમમાં કેમેરામેન, ફોકસ પુલર, અન્ય કેમેરા એટેન્ડન્ટ અને આસિસ્ટન્ટ હોય છે.
11. કેમેરામેન
ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફરે ફાયનલ કરેલ ફિલ્મની સિનેમેટોગ્રાફી મુજબ, સિનેમેટોગ્રાફરની instruction પ્રમાણે ફિલ્મને કેમરાથી શૂટ કરનાર ટેકનિશિયન એટલે કેમેરામેન, તેનું મુખ્ય કામ કેમેરા ઓપરેટ કરવાનું હોય છે.
12. ફોકસ પૂલર
ફોકસ પૂલર એટલે 1st આસિસ્ટન્ટ કેમેરા, જેમનું મુખ્ય કામ કેમેરા જે વીડિઓ કેપ્ચર કરે છે તેમાં focus અને sharpness maintain કરવાનું છે. કારણ કે સિનેમા કેમેરામાં auto focus system નથી હોતું.
13. કેમેરા એટેન્ડન્ટ
સિનેમેટોગ્રાફર અને કેમેરામેનની instruction મુજબ કેમેરા અને લેન્સીસ સેટ કરનાર વ્યક્તિને કેમેરા એટેન્ડન્ટ કહેવાય છે.
14. ગેફર
ફિલ્મના સીનમાં ક્યાં, કેટલી અને કઈ લાઈટ use થશે તે manage કરનાર, લાઈટીંગ ટીમ પાસે લાઈટ સેટઅપ કરાવનાર, અને લાઈટીંગ ડીપાર્ટમેન્ટને હેન્ડલ કરનાર ટેકનિશિયન.
15. લાઇટમેન
ગેફરની instruction મુજબ લાઈટની requirement પ્રમાણે લાઇટિંગ સેટઅપ કરનાર ટેકનિશિયન્સ એટલે લાઈટમેન. લાઈટ ટીમ members માં 15, 20 આસપાસ લાઈટ્સમેન હોય છે.
16. સાઉન્ડ મિક્સર
શૂટિંગના દરમ્યાન એક્ટર્સે બોલેલા dialogues અને અન્ય અલગ અલગ સાઉન્ડને સાઉન્ડ રેકોર્ડીંગ ડીવાઈસ દ્વારા રેકોર્ડ કરનાર ટેકનિશિયન એટલે સાઉન્ડ મિક્સર.
17. બૂમ ઓપરેટર
સેટ ઉપર સાઉન્ડ રેકોર્ડીંગ દરમ્યાન બૂમ માઈક પકડીને જરૂરી સાઉન્ડ રેકોર્ડ કરનાર વ્યક્તિ, જે સાઉન્ડ મિક્સરના આસિસ્ટન્ટ તરીકે પણ કામ કરે છે.
18. મેકઅપ મેન
ફિલ્મના અલગ અલગ સીનમાં એક્ટર્સનો મેકઅપ કેવો હશે તે ડિરેક્ટર સાથે મળીને ફાયનલ કરી, સીનની જરૂરિયાત પ્રમાણે એક્ટર્સનો મેકઅપ કરનાર વ્યક્તિને મેકઅપ મેન કહેવાય છે. અને તેમના આસિસ્ટન્ટને મેકઅપ આસિસ્ટન્ટ કહેવાય છે.
19. હેર ડ્રેસર
ફિલ્મના અલગ અલગ સીનમાં એક્ટર્સની હેર સ્ટાઈલ કેવી હશે તે તે ડિરેક્ટર સાથે મળીને ફાયનલ કરી, સીનની જરૂરિયાત પ્રમાણે એક્ટર્સની હેર સ્ટાઈલ બનાવનાર વ્યક્તિને હેર ડ્રેસર અથવા હેર સ્ટાઇલિસ્ટ કહેવાય છે. અને તેમના આસિસ્ટન્ટને હેર ડ્રેસર આસિસ્ટન્ટ કહેવાય છે.
20. કોસ્ચ્યુમ ડિઝાઈનર
ફિલ્મના અલગ અલગ સીનમાં એક્ટર્સના કોસ્ચ્યુમ કેવા હશે તે ડિરેક્ટર સાથે મળીને ફાયનલ કરી, જરૂરિયાત પ્રમાણે કોચ્યુમ બનાવી આપી, કોસ્ચ્યુમ્સ ડિપાર્ટમેન્ટને હેન્ડલ કરનાર ટેકનિશિયન એટલે કોસ્ચ્યુમ ડિઝાઈનર.
21. ફેશન સ્ટાઇલિસ્ટ
ડિરેક્ટરની instruction મુજબ ફિલ્મના અલગ અલગ સીનમાં અને એક્ટર્સનો complete physical look બનાવનાર વ્યક્તિને ફેશન સ્ટાઇલિસ્ટ કહે છે.
22. આર્ટ ડિરેક્ટર, સેટ ડિઝાઈનર
સીનની જરૂરિયાત મુજબનો નકલી સેટ બનાવનાર અને સીનના લોકેશન્સને ડેકોરેટ કરાવી આપનાર ટેકનિશિયન એટલે આર્ટ ડિરેક્ટર અથવા સેટ ડિઝાઈનર. તેમનું મુખ્ય કામ ફિલ્મનો creative visual look ફાયનલ કરવાનું છે.
23. પ્રોડક્શન ડિઝાઈનર
આર્ટ ડિરેક્ટર, સેટ ડિઝાઈનર જોડે ફિલ્મનો visual look બનાવવો, સેટ આર્ટ ડિઝાઈનર અને પ્રોડક્શન ડિઝાઈનર બંનેનું કામ almost એક્સરખું જ હોય છે.
24. સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટ
ડિરેક્ટરની instruction મુજબ ફિલ્મના દરેક સીનને પેપર ઉપર ડ્રોઈંગ કરીને સ્ટોરીબોર્ડ તૈયાર કરનાર વ્યક્તિને સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટ કહેવાય છે.
25. સ્ક્રિપ્ટ સુપરવાઈઝર
ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક્ટર્સ જયારે dialogues બોલતા હોય ત્યારે સ્ક્રિપ્ટમાંથી જોઈને એક્ટર્સે બોલેલા dialogues ને ચેક કરનાર વ્યક્તિ એટલે સ્ક્રિપ્ટ સુપરવાઈઝર. મોટાભાગે આ કામ આસિસ્ટન્ટ ડિરેક્ટર કરતા હોય છે.
26. પ્રોપર્ટી મેનેજર
ફિલ્મના અલગ અલગ સીનમાં યુઝ થતી નાની મોટી દરેક પ્રકારની વસ્તુઓને manage કરનાર અને જયારે સીનમાં જરૂર પડે ત્યારે આપનાર વ્યક્તિ. મોટાભાગે આ કામ પ્રોડક્શન આસિસ્ટન્ટ કરતા હોય છે.
27. ફોટોગ્રાફર
સેટ પર ચાલતા શૂટિંગ સાથે અન્ય દરેક પ્રકારની activity ની ફોટોગ્રાફી કરનાર ટેકનિશિયન. ફોટોગ્રાફીની સાથે તેઓ ફિલ્મના મેકિંગના વીડિઓ પણ શૂટ કરતા હોય છે.
28. મ્યુઝિક ડિરેક્ટર
મ્યુઝિક ડિરેક્ટરનું મુખ્ય કામ ડિરેક્ટરની instruction મુજબ ફિલ્મની requirement પ્રમાણે ફિલ્મના ગીતોનું મ્યુઝિક તૈયાર કરાવવું.
29. લિરિક્સ રાઇટર
ફિલ્મની requirement પ્રમાણે ફિલ્મના અલગ અલગ ગીતો લખનાર વ્યક્તિને રીલીક્સ રાઈટર અથવા સોંગ રાઈટર કહેવાય છે.
30. સિંગર
ફિલ્મના સોન્ગ્સમાં એક્ટર્સને પોતાનો અવાજ આપનાર, એટલે કે ફિલ્મના સોન્ગ્સ ગાનાર male female ને playback સિંગર કહેવાય છે.
31. કોરિયોગ્રાફર
ફિલ્મના સોન્ગ્સ પ્રમાણે તે સોન્ગ્સની ડાન્સ ડિઝાઈન નક્કી કરી, શૂટિંગ દરમ્યાન એક્ટર્સને ડાન્સ શીખવાડી ડાન્સ ડિરેક્શન કરનાર ટેકનિશિયન ને કોરિયોગ્રાફર કહે છે.
32. ફિલ્મ એડિટર
શૂટિંગના અલગ અલગ વીડિઓને મુજબ એડિટ કરીને ફિલ્મના સીન્સ પ્રમાણે ક્રમમાં merge કરીને ત્યારબાદ અલગ અલગ એડીટીંગ process કરીને તેમાંથી એક સંપૂર્ણ ફિલ્મ બનાવનાર ટેકનિશિયન એટલે ફિલ્મ એડિટર.
33. સાઉન્ડ, મ્યુઝીક કમ્પોઝર
ડિરેક્ટર સાથે મળીને ફિલ્મની requirement પ્રમાણે ફિલ્મનું અને background મ્યુઝિક ફાયનલ કરીને મ્યુઝિક કમ્પોઝ કરનાર ટેકનિશિયન એટલે સાઉન્ડ કમ્પોઝર અથવા મ્યુઝીક કમ્પોઝર.
34. સાઉન્ડ, મ્યુઝીક એડિટર
ફિલ્મ એડીટીંગ process માં જરૂરિયાત મુજબનો સાઉન્ડ અને મ્યુઝીકને એડિટ કરનાર ટેકનિશિયનને સાઉન્ડ એડિટર અથવા મ્યુઝીક એડિટર કહે છે.
35. વિઝ્યુઅલ ઈફેક્ટ આર્ટિસ્ટ
ફિલ્મના subject અને સ્ટોરીની જરૂરિયાત મુજબ વિસ્યુઅલ ઈફેક્ટ બનાવનાર ટેકનિશિયન એટલે વિઝ્યુઅલ ઈફેક્ટ આર્ટીસ્ટ.
36. ડબિંગ આર્ટિસ્ટ, વોઈસ ઓવર આર્ટિસ્ટ
ફિલ્મમાં જો કોઈ એક્ટરનો વોઈસ ડિરેક્ટરને યોગ્ય ના લાગતો હોય તો તેનો વોઈસ કોઈ બીજા ટેકનિશિયન દ્વારા ડબ કરવામાં આવે છે, જેને ડબિંગ આર્ટિસ્ટ કહેવાય છે. એવી જ રીતે ફિલ્મમાં કોઈ ચોક્કસ સીનના background માં વોઈસ આપનાર વ્યક્તિ એટલે વોઈસ ઓવર આર્ટિસ્ટ.
37. કલરિસ્ટ
ફિલ્મ એડીટીંગ process માં ફિલ્મના અલગ અલગ સીનને color correction process દ્વારા એડિટ કરનાર, અને color grading process દ્વારા ફિલ્મને કોઈ એક ચોક્કસ ટોન આપનાર ટેકનિશિયનને કલરિસ્ટ કહેવાય છે.
38. એક્ટર્સ
ફિલ્મમાં અલગ અલગ પ્રકારના male, female characters નિભાવનાર અલગ અલગ આર્ટિસ્ટ એટલે એક્ટર્સ, જેઓ ફિલ્મના પરદા ઉપર દેખાય છે, અને જેઓ audience માં સૌથી વધારે popular હોય છે.
39. P. R. O.
Public Relation Officer જેમનું મુખ્ય કામ છે અલગ અલગ activities, event દ્વારા ફિલ્મને audience અને media સુધી લાવવી. જેના દ્વારા ફિલ્મનું એક પ્રકારે માર્કેટિંગ અને પ્રમોશન થાય છે.
40. ડિસ્ટ્રીબ્યુટર્સ
ફિલ્મને રિલીઝ કરવા માટે પ્રોડ્યુસર અને સિનેમા હોલ વચ્ચેની deal કરાવનાર વ્યક્તિ એટલે ડિસ્ટ્રીબ્યુટર્સ, ફિલ્મને ક્યા ક્યા અને કેટલા સિનેમા હોલમાં show આપવા તે કામ ડિસ્ટ્રીબ્યુટર્સ કરે છે.
ફિલ્મના સૌથી મહત્વના 3 વ્યક્તિઓ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ આ 3 વ્યક્તિઓનું મહત્વ હોય છે, (1). ફિલ્મ બનાવનાર ડિરેક્ટર્સ. (2). ફિલ્મમાં ફાઈનાન્સ કરનાર પ્રોડ્યુસર્સ. (3). ફિલ્મ રીલીઝ કરનાર ડિસ્ટ્રીબ્યુટર્સ, અને ત્યારબાદ આવે છે એક્ટર્સ, તે પણ વર્ષોથી ફિલ્મોમાં કામ કરતા સુપરસ્ટાર એક્ટર્સ.
કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી મહત્વના 3 કામો છે, ફિલ્મ બનાવવી, ફિલ્મમાં ફાયનાન્સ કરવું, અને ફિલ્મને રીલીઝ કરવી, જેના કારણે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે. આ 3 કામો કરે છે ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ જેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનું સૌથી વધુ મહત્વ હોય છે.
Note: This blog content has been copyright by author.