Latest Posts:

ફિલ્મ ડિરેક્ટર્સ અલગ અલગ પ્રકારના હોય છે, અમુક ડિરેક્ટર passion ના કારણે ફિલ્મો બનાવે છે, અમુક પૈસા કમાવવા ફિલ્મો બનાવે છે, અને અમુક ફક્ત શોખના કારણે ફિલ્મો બનાવે છે, દરેક ડિરેક્ટરનું ફિલ્મ બનાવવાનું vision અલગ અલગ હોય છે.

ફિલ્મ કેવી બનશે તે ડિરેક્ટર ઉપર depend કરે છે, ડિરેક્ટર જેટલો strong હશે ફિલ્મ એટલી strong બનશે

ફિલ્મ ડિરેક્શન એટલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું સૌથી વધુ responsibility, hard work અને creativity ધરાવતું work છે, અને ડિરેક્ટર ફિલ્મનો પહેલો responsible person હોય છે, માટે ફિલ્મ કેવી બનશે? તે સૌથી પહેલા એક ડિરેક્ટર ઉપર depend કરે છે, કારણ કે ફિલ્મ એ ફક્ત ડિરેક્ટરના vision, thoughts અને planning પ્રમાણે જ બનતી હોય છે. માટે ડિરેક્ટર જેટલો technically અને creatively strong હશે, ફિલ્મ પણ એટલી જ વધુ strong બનશે.

અને એક strong ડિરેક્શન ધરાવતી ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરમાં અનેક પ્રકારની qualities અને skills હોવી જોઈએ.

ફિલ્મ બનાવવી આસાન છે, પણ એક quality ફિલ્મ બનાવવી તે અઘરું અને challenging task છે

ફિલ્મ કોઈપણ ડિરેક્ટર બનાવી શકે છે, હકીકતમાં એક ફિલ્મ બનાવવી તે અઘરું કામ બિલકુલ નથી પણ એક quality અને success ફિલ્મ બનાવવી તે અઘરું અને challenging task છે. ફિલ્મ બનાવવી તે plus point નથી, પણ એક quality ફિલ્મ બનાવવી તે real plus point છે.

અમુક ડિરેક્ટર્સ ફિલ્મો ચોક્કસ બનાવે છે પણ તેમની ફિલ્મોમાં એક પણ plus point હોતો નથી, જે તે ફિલ્મની quality વધારી શકે, અને તેમની ફિલ્મોમાં એક પણ એવું reason નથી હોતું જેના કારણે ફિલ્મ success થઇ શકે.

માટે એક quality ફિલ્મ બનાવવા માટે, સૌ પહેલા તે ફિલ્મ બનાવનાર ડિરેક્ટરમાં અનેક પ્રકારની qualities, skills અને talent હોવું જોઈએ. જેના દ્વારા એક સારી ફિલ્મ બની શકે.

એક high quality ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરમાં દરેક પ્રકારની qualities, અને skills હોવી જોઈએ

એક well directed, high quality અને success ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરમાં અનેક પ્રકારની qualities, skills અને talent હોવું જોઈએ. અને આ qualities, skills અને talent દરેક ડિરેક્ટર્સમાં નથી હોતું પણ ખુબ જ ઓછા ડિરેક્ટરમાં હોય છે.

કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અને ફિલ્મ બનાવતા દરેક ડિરેક્ટર્સ એટલા highly talented નથી હોતા. ડિરેક્ટરના અલગ અલગ પ્રકારો હોય છે, જેથી અલગ અલગ ડિરેક્ટર્સના talent માં પણ ઘણો ફર્ક હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અમુક ડિરેક્ટર્સ જ professional હોય છે, જેઓ ફિલ્મો બનાવવાનું real passion ધરાવતા હોય છે, અને આ પ્રકારની qualities, skills અને talent ધરાવતા હોય છે.

એક ડિરેક્ટરમાં કઈ કઈ qualities & skills જોવી જોઈએ? જે તેને success અને great બનાવે છે

આ blog માં જાણીએ અને સમજીએ કે, એક perfect direction ધરાવતી quality ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટર કેવો હોવો જોઈએ? એક successful ડિરેક્ટર બનવા માટે ડિરેક્ટરમાં કઈ કઈ qualities હોવી જોઈએ? એક ડિરેક્ટરની અંદર રહેલ કઈ કઈ skills તેને great બનાવે છે? તે દરેક points વિષે એકદમ details માં જાણીએ.

કોઈપણ ડિરેક્ટર આ 3 points દ્વારા success અને great બની શકે છે

(1) ડિરેક્ટરનો nature.

(2) ડિરેક્ટરનું knowledge.

(3) ડિરેક્ટરની qualities અને skills.

કોઈપણ ડિરેક્ટર આ 3 points દ્વારા જ success અને great ડિરેક્ટર બની શકે છે, આ 3 points વિષે હવે details માં જાણીએ.

01. ડિરેક્ટરનો nature

(Passion, Cool mind, Calm nature, Steady mind, Clear mind, Broad mind, Open mind, Curious, Mind controller, Mentally strong, Hard worker, Dedicated, Ego-less, Down to earth)

એક success અને great ડિરેક્ટર બનવા માટે સૌથી પહેલા તેના nature ઉપર depend કરે છે, success અને great બનવા માટે ડિરેક્ટરનો nature કેવો હોવો જોઈએ તેના વિષે જાણીએ.

ડિરેક્ટરને ફિલ્મ ડિરેક્શનનું passion હોવું જોઈએ

દુનિયામાં ફક્ત અમુક વ્યક્તિઓ જ એવા હોય છે, જેમને પોતાના પસંદગીના ફિલ્ડમાં ખુબ અઘરી મહેનત કરવામાં ખુબ મજા આવે છે, અને આ તેમનો ફક્ત શોખ નહિ પણ passion છે. અને અમુક તો તેનાથી પણ બે કદમ આગળ વધી જીવના જોખમે પોતાનું passion પુરુ કરવાની મજા લેતા હોય છે.

જેમ કે, એકલા જ બોટ ઉપર મહાસાગર પાર કરવો, હિમાલયની ટોચ ઉપર એકલા ચડવું, આકાશમાં 30,000 ફીટની ઉંચાઈથી વિમાનમાંથી પેરેશુટ લઈને કુદકો મારવો, ઉંચી બે બિલ્ડીંગ્સ વચ્ચે દોરડા બાંધી તેના ઉપર ચાલવું, વગેરે વગેરે.

આવા વ્યક્તિઓ તેમના passion માટે ગમે તેટલી મહેનત કરવા અને ટાઈમ આપવા તૈયાર જ હોય છે. આવા passion lover વ્યક્તિઓને પોતાના passion પુરા કર્યા વગર ચાલતું નથી, તેના વગર લાઈફમાં કંઇક અધૂરું feel કરતા હોય છે, કારણ કે આ passion તેમના જન્મથી જ તેમના સ્વભાવમાં હોય છે.

બસ આવી જ રીતે એક success અને great ડિરેક્ટર હંમેશા ફિલ્મ ડિરેક્શનનું passion ધરાવતા હોય છે, passion હોવાથી તે ફિલ્મ માટે ગમે તેટલો ટાઈમ આપી કોઇપણ પ્રકારનું extra ordinary hard work કરી શકશે. માટે સૌથી પહેલા એક ડિરેક્ટરમાં ફિલ્મ ડિરેક્શનનું passion હોવું જોઈએ.

ડિરેક્ટરનો nature એકદમ cool અને calm હોવો જોઈએ

ડિરેક્શન હકીકતમાં અનેક પ્રકારના problems, issue ધરાવતો profession છે. ફિલ્મમેકિંગ દરમ્યાન આ પ્રકારની situation ગમે ત્યારે આવી શકે છે, માટે ફિલ્મ ડિરેક્શનના almost task એકદમ accuracy રાખીને, મગજ શાંત રાખીને અને ધીરજ રાખીને કરવા પડતા હોય છે, અને દરેક decisions પણ મગજ ઠંડુ રાખીને ધ્યાન પૂર્વક લેવા પડતા હોય છે, જે ત્યારે possible છે જયારે ડિરેક્ટરનો nature cool અને calm હોય.

Steady minded હોવો જોઈએ

ડિરેક્ટર હંમેશા steady mind ધરાવતો હોવો જોઈએ, તેના દરેક thoughts અને planning એકદમ સ્થિર અને લાંબા ટાઈમ માટેના હોવા જરૂરી છે, જેમાં તે એકદમ clear હોવો જોઈએ. પોતાના દરેક કામ, પસંદગી, નિર્ણય વગેરે points ઉપર પણ તે એકદમ steady હોવો જોઈએ.

કારણ કે વારંવાર thoughts, plannings અને decision બદલવાનો મતલબ છે કે તે પોતે પોતાના કામમાં હજી prepare અને confident નથી, જે એક ફિલ્મ માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. માટે ડિરેક્ટર હંમેશા steady minded હોવો જોઈએ.

Clear mind હોવો જોઈએ

ડિરેક્ટર પોતાના vision, thoughts, planning ઉપર હંમેશા એકદમ clear હોવો જોઈએ, કે ડિરેક્ટર તરીકે તેને શું કરવું છે, અને શું નથી કરવું તે ખુબ સારી રીતે સમજતો હોવો જોઈએ.

જેમકે, કેવી ફિલ્મો બનાવવી છે? ફિલ્મ પાછળ કેવી અને કેટલી મેહનત કરવી છે? કેવી working system દ્વારા કામ કરવું છે? કેવા planning સાથે કામ કરવું છે, ક્યા rules & regulation ને follow કરીને કામ કરવું છે. શું કરવાથી ફિલ્મને ફાયદો થઇ શકે છે અને શું કરવાથી નુકશાન, વગેરે દરેક બાબતે તે એકદમ clear mind હોવો જોઈએ.

Curious હોવો જોઈએ

ડિરેક્ટર curious mind હોવો જોઈએ. તેનામાં નવું નવું જાણવાની એક ઉત્કઠના હોવી જોઈએ. પોતાના વિષય સિવાય પણ અલગ અલગ વિષયો વિષે જાણવાનો તેને શોખ હોવો જોઈએ. શું છે? કેમ છે? અને કેવી રીતે છે? તે પ્રકારની તેનામાં ખાસ જીજ્ઞાશા હોવી જોઈએ. આ પ્રકારનો curious nature તેને ચોક્કસ એક intelligent person બનાવે છે.

Mind ઉપર સારો control ધરાવતો હોવો જોઈએ

ડિરેક્ટર કોઈપણ situation માં mind ઉપર control ધરાવનાર હોવો જોઈએ, કારણ કે ફિલ્મમેકિંગ દરમ્યાન ઘણી વખતે અનેક પ્રકારની અલગ અલગ critical situations ઉભી થતી હોય છે, ઘણી વાર mind એકદમ hang થઇ જાય તેવી conditions પણ આવતી હોય છે.

ખાસ કરીને જયારે તમારી expectation પ્રમાણે કામ ના થતું હોય અથવા તમારી expectation થી એકદમ opposite કામ થતું હોય. કોઈપણ કામમાં ખુબ જ ટાઈમ લાગતો હોય, ખુબ જ રાહ જોવી પડતી હોય. જોઈતું result મળતું ના હોય વગેરે.

આવી situations માં જો ડિરેક્ટર mind ઉપર સારો control ધરાવતો હશે તો સૌથી પહેલા તો આવા ટાઈમે situation અને કામ બગડશે નહી, જેથી અમુક પ્રકારના direct અથવા indirect નુકશાન માંથી બચી શકાશે, જે એક પ્રકારે ફાયદો જ છે. તે સિવાય આવી situation ને સારી રીતે handle કરવામાં આવે તો તેનું સારું result પણ મેળવી શકાય છે.

ડિરેક્ટર mentally strong હોવો જોઈએ

ડિરેક્ટર mentally strong હોવો જોઈએ. નાની નાની વાતોની તેના ઉપર અસર ના થવી જોઈએ. ફિલ્મમેકિંગ દરમ્યાન અનેક negative things અને confidence down કરતી અનેક ઘટનાઓ બન્યા કરશે, જેની negative અસર ડિરેક્ટર ઉપર બિલકુલ ના થવી જોઈએ.

Hard worker અને dedicated હોવો જોઈએ

અમુક વ્યક્તિઓ એવા હોય છે જે કોઈપણ મહત્વના કામમાં અન્યની help વગર પોતે એકલા જ જોડાઈને કામની શરુઆત કરતા હોય છે. ડિરેક્ટર પોતે આવા hard work માં માનતો હોવો જોઈએ. પોતાની ફિલ્મ માટે પોતે અન્યને example આપી શકાય તે પ્રકારે મહેનત કરી શકતો અને ફિલ્મમાં પોતાનું best work આપી શકતો હોવો જોઈએ. ડિરેક્શનના દરેક નાના નાના work માં પણ તે 100% dedicated હોવો જોઈએ.

જયારે leader પોતે અઘરી મહેનત કરતો હોય, ત્યારે તેની ટીમ પણ તેને ચોક્કસ follow કરીને પોતાના તરફથી best આપવાનો પ્રયત્ન કરતી હોય છે.

Egoless અને down to earth હોવો જોઈએ

ડિરેક્ટર ego-less અને down to earth હોવો જોઈએ, આ nature તેને સૌથી પહેલા તો એક personally good human being બનાવશે, જેનાં કારણે લોકો તેની respect કરશે, અને આ nature મોટાભાગે તેને કોઈપણ પ્રકારના વ્યક્તિગત issue અને problem થી દુર રાખી શકશે. Ego-less અને down to earth વ્યક્તિ સાથે કામ કરવાનું દરેક વ્યક્તિઓ પસંદ કરે છે.

02. ડિરેક્ટરનું knowledge

(Movies knowledge, Subjects knowledge, News & Current affairs knowledge, Technical knowledge, Creative knowledge, Artistic knowledge)

ડિરેક્ટર પાસે ડિરેક્શન related top level નું knowledge હોવું જોઈએ, અને અમુક શોખ એવા હોવા જોઈએ જેના દ્વારા તેનું knowledge વધે, જે તેના profession મા helpful થઈને તેને success અને great ડિરેક્ટર બનાંવી શકે.

ડિરેક્ટર, ફિલ્મ ડિરેક્શનનું complete technical અને creative knowledge ધરાવતો હોવો જોઈએ

એક ડિરેક્ટરમાં ફિલ્મ ડિરેક્શન માટે જરૂરી દરેક પ્રકારનું technical અને creative knowledge હોવું જોઈએ, કારણ કે આ knowledge સૌથી પહેલા ડિરેક્શન માટેનો એક base છે, આ knowledge દ્વારા જ એક professional ફિલ્મ ડિરેક્ટર બની શકાય છે, અને એક strong ડિરેક્શન ધરાવતી ફિલ્મ બનાવી શકાય છે.

ડિરેક્ટરને ફિલ્મો જોવાનો શોખ હોવો જોઈએ

ડિરેક્ટરને ફિલ્મો જોવાનો શોખ હોવો જોઈએ, કારણ કે અલગ અલગ પ્રકારની ફિલ્મો માંથી ઘણું બધું શીખવા અને જાણવા મળે છે.

ફિલ્મો જોવાથી ડિરેક્ટર તરીકે તમારું technical અને creative knowledge વધશે, જેના દ્વારા ડિરેક્શનમા variation લાવી શકશો, અને ડિરેક્શન માટેના નવા unique thoughts પણ develop થઇ શકશે. તમારો confidence વધશે, અલગ અલગ genres અને subjects ની ફિલ્મોમાંથી હંમેશા કંઇકને કંઇક શીખવા મળી શકે છે.

જેમ્સ કેમેરુને 1991 માં A Night to Remember (1958) ફિલ્મ જોયા બાદ તેમને Titanic (1997) ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

ડિરેક્ટરને ફિલ્મોનું deep knowledge હોવું જોઈએ

ડિરેક્ટરને ફિલ્મો જોવાનો શોખ હશે તો તેની સાથે સાથે ફિલ્મોનું knowledge પણ ચોક્કસ હશે. ફિલ્મો અને તેની આસપાસની જાણકારી ડિરેક્ટરને વધુ strong બનાવે છે. આ knowledge એક ડિરેક્ટરને તેના profession માં ગમે ત્યારે અને કોઈપણ સ્ટેજ ઉપર કામ લાગી શકે છે.

માટે ડિરેક્ટરને હોલીવુડ અને બોલીવુડની નવી અને, જૂની અલગ અલગ પ્રકારની અને દરેક વિષયની ફિલ્મોનું ખુબ સારું knowledge હોવું જોઈએ, ફિલ્મોનું knowledge તેને એક knowledgeable ડિરેક્ટર બનવામાં કામ લાગે છે.

અલગ અલગ subjects નું knowledge હોવું જોઈએ

ડિરેક્ટરને અનેક subject જેમ કે, science, history, literature, general knowledge, sports, politics, entertainment, current affairs, technology વગેરે, almost subjects નું ખુબ સારું knowledge હોવું જોઈએ. અલગ અલગ કોઈપણ વિષયોનું knowledge ડિરેક્ટરને એક પ્રકારે strong બનાવે છે.

કારણ કે અલગ અલગ વિષયોની જાણકારી દ્વારા અલગ અલગ વિષયો ઉપર ફિલ્મ બનાવી શકાય છે, અથવા તો આ  subjects ના knowledge નો ઉપયોગ ફિલ્મોમાં કોઈપણ અન્ય રીતે કરી શકાય છે.

જો તમે ટાઈમ ટ્રાવેલ, બ્લેકહોલ, ડાયનાસોર, એલિયન, લિંકન, ગાંધી વગેરે વિષે કંઇક જાણતા હશો તો તે subject ઉપરથી ફિલ્મ બનાવી શકો છો. પણ જો તમને વધુ વિષયોનું knowledge નહિ હોય તો તમારા માટે ફિલ્મો બનાવવાના subject ખુબ limited હશે.

માટે ડિરેક્ટર જેટલા વધુ વિષયોનો જાણકાર હશે તેટલા વધુ વિષયો ઉપર ફિલ્મ બનાવી શકશે, અને ફિલ્મોમાં તે જાણકારીનો use કરી શકશે.

News અને current affairs નો જાણકાર હોવો જોઈએ

ડિરેક્ટરને દુનિયામાં રોજબરોજની થતી ઘટનાઓની જાણકારી ચોક્કસ હોવી જોઈએ. કારણ કે દુનિયામાં કોઈ પણ મહત્વની ઘટના બને તો તેના ઉપરથી હોલીવુડમાં ઘણી ફિલ્મ બને છે, ટોમ હેન્કસની ફિલ્મ Sully (2016) તેનું latest example છે. બોલીવુડ અને હોલીવુડમાં એવી ઘણી success ફિલ્મો છે જે true events ઉપરથી બની છે.

2018 માં થાઈલેન્ડની થામ લુઆંગની ખતરનાક ગુફામાં ફસાયેલ 12 student અને તેના coach ને બચવાના અઘરા રેસ્ક્યુની ઘટનાએ ત્યારે પૂરી દુનિયાનું ધ્યાન ખેચ્યું હતું. ત્યારે અમુક પ્રોડક્શન હાઉસે આ ઘટના ઉપરથી ફિલ્મ બનાવવાની ઈચ્છા પણ જાહેર કરી હતી.

જો ડિરેક્ટરમાં આવા અલગ અલગ પ્રકારના news અને current affairs information નુ knowledge હશે, તો તે knowledge, event, idea અને તેના વિચારને એક ફિલ્મમાં convert કરી શકશે. ફિલ્મ બનાવવા માટે નવો subject મળશે અથવા ફિલ્મમાં તેનો use પણ થઇ શકશે. માટે ડિરેક્ટર news અને current affairs થી દુનિયાથી સારી રીતે connected હોવો જોઈએ.

Reading અને writing નો શોખ હોવો જોઈએ

ડિરેક્ટરને reading અને writing બંનેનો શોખ હોવો જોઈએ. Reading થી અલગ અલગ subjects ઉપરનું તેનું knowledge વધશે, અને તેને ઘણી બધી અલગ અલગ પ્રકારની જાણકારી મળશે.

Writing દ્વારા પોતાની વાત અને વિચારોને વધુ સારી રીતે શબ્દોમાં present કરી શકશે, કોઈપણ situation ને સારી રીતે explain કરી શકશે. એક ફિલ્મ સ્ક્રિપ્ટ બનાવવા માટે આ બંને શોખ હોવા ખુબ જરૂરી છે.

03. ડિરેક્ટરની qualities, skills અને talent

Director Michael Bay TRANSFORMERS DARK OF THE MOON

(Creative, Imagination strength, Unique thoughts, Unique vision, Positive madness, Multi specialist, Patience, Professionalism, Quick & perfect decision maker, Problem solving skill, Pressure handling skill, Situation handling/tackle skill, Good explainer, Talent connoisseur, Effective leader, Leadership quality, Result oriented, Quality gainer, Business dealing, Administrative skill)

ડિરેક્ટરમાં અમુક પ્રકારની qualities, skills અને talent ચોક્કસ હોવું જોઈએ, જે તેને એક success, અન્યથી અલગ અને great બનવામાં help કરે છે.

ડિરેક્ટર creative અને imaginative હોવો જોઈએ

ડિરેક્ટર બનવા માટેની first qualification છે creativity અને imagination, આ બંને quality god gifted છે, તે જન્મથી જ અમુક વ્યક્તિને કુદરતી રીતે મળેલી હોય છે. માટે તેને કોઈપણ રીતે develop કરી શકાતી નથી, પણ હા તેને અમુક અંશે improve ચોક્કસ કરી શકાય છે.

Film Institutes ફિલ્મ ડિરેક્શનનું ફક્ત technical knowledge આપી શકે છે, પણ creativity અને imagination નથી આપી શકતા. આ બંને qualities તો ડિરેક્ટરની અંદર જ હોવી જોઈએ, એક ડિરેક્ટરની valuation તેનામાં રહેલી creativity અને imagination strength ઉપરથી નક્કી થાય છે.

માટે ડિરેક્ટર જેટલો વધુ creative હશે, અને તેની imagination strength જેટલી વધુ powerful હશે, ડિરેક્ટર તરીકે તે એટલો જ વધુ strong હશે. World’s great ડિરેક્ટર્સ પણ પોતાના આ natural talent ના કારણે જ success અને great ડિરેક્ટર બન્યા છે.

ડિરેક્ટરની first priority તેની ફિલ્મ હોવી જોઈએ

ડિરેક્ટરની first priority તેની ફિલ્મ હોવી જોઈએ, જે તેની responsibility છે, For example… Titanic (1997) ફિલ્મ જયારે એડિટ થઇ ત્યારે ફિલ્મની લંબાઈ 3 કલાક 14 મિનીટની થતી હોવાથી Foxe studio ના એક્ઝિક્યુટિવ્ઝે ફિલ્મમાં 1 કલાકનો કટ suggest કર્યો, તેમને ડર હતો કે ફિલ્મ લાંબી હોવાથી તેની નેગેટીવ અસર થઇ શકે છે.

પણ ડિરેક્ટર જેમ્સ કેમેરુને તેનો ખુબ વિરોધ કર્યો, કારણ કે એક ડિરેક્ટર જ સારી રીતે જાણતા હોય છે કે ફિલ્મના એક એક સીન્સની કિંમત અને મહત્વ શું હોય છે? તેમને ત્યાં સુધી વિરોધ કર્યો કે “જો તમે મારી ફિલ્મને કટ કરવા માંગતા હોવ, તો પહેલા તમારે મને ડિરેક્ટર તરીકે હટાવવો પડશે”, જે કોઈ રીતે possible નહોતું.

ફિલ્મની લંબાઈ કટ ના થાય તે માટે જેમ્સ કેમેરુન પોતાની ફીસ ઓછી કરવા તૈયાર હતા, અને sharing માં પણ પોતાનો profit છોડવા તૈયાર હતા. પણ તેઓ ફિલ્મ કોઈપણ ભોગે કટ કરવા નહોતા માંગતા. આખરે જીત જેમ્સ કેમેરુનની થઇ અને ફિલ્મમાં એક કલાકનો કટ ના થયો.

જેમ્સ કેમેરુની first priority તેની ફિલ્મ હતી, money નહી. હકીકતમાં આવા ડિરેક્ટર ખુબ ઓછા હોય છે જેઓ પોતાના personal profit કરતા પણ તેમની ફિલ્મનો profit તેમના માટે first priority હોય. અને આવા ડિરેક્ટર જ હકીકતમાં great કહેવાને લાયક હોય છે, અને તેઓજ એક great ફિલ્મ બનાવી શકે છે.

ડિરેક્ટરના thoughts અન્યથી different અને unique હોવા જોઈએ

ફિલ્મ ડિરેક્શન એક creativity base, thinking profession છે, જે અન્ય profession કરતા ઘણો challenging છે. જેમાં ડિરેક્ટરે creativity સાથે સૌથી વધુ connect રહેવું પડે છે. માટે ડિરેક્ટરના thoughts અન્ય વ્યક્તિઓ કરતા એકદમ અલગ, unique અને advance હોવા જોઈએ. ડિરેક્ટર તરીકે તેની એક અલગ જ વિચાર શ્રેણી હોવી જોઈએ.

જેથી ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટર પોતાના આ unique thoughts apply કરીને ફિલ્મમાં કંઇક નવું આપી શકે. તેના unique thoughts દ્વારા એક ગાડરિયા પ્રવાહ કરતા એકદમ અલગ અને advance કરી શકે. આ skill તેને અન્ય સામાન્ય વ્યક્તિ કરતા અલગ બનાવે છે.

ડિરેક્ટર દરેક વસ્તુને અલગ રીતે જોવાનું, સમજવાનુ અને વિચારવાનુ vision ધરાવતો હોવો જોઈએ

ડિરેક્ટરમાં કોઈપણ વસ્તુને અન્ય કરતા અલગ રીતે જોવાનું, વિચારવાનું અને સમજવાનું એક અલગ vision હોવું જોઈએ, દરેક વસ્તુ માટે ડિરેક્ટરની પોતાની એક અલગ જ દ્રષ્ટી હોવી જોઈએ, જે તેના profession માટે જરૂરી છે.

તે સિવાય આ quality દ્વારા તે કોઈપણ વસ્તુનું યોગ્ય importance અને value સમજી શકશે, જે તેને લાઈફમાં વધુ સમજદાર અને mature બનાવશે. માટે અન્ય વ્યક્તિઓ કરતા અલગ રીતે જોવા, react કરવા, વિચારવા અને સમજવાનું એક અલગ vision develop કરો. આ quality પણ તેને અન્ય વ્યક્તિઓ કરતા એકદમ અલગ જ category માં મુકે છે.

ડિરેક્ટરમાં એક પ્રકારની positive madness હોવી જોઈએ

ડિરેક્ટર ધૂની હોવો જોઈએ, તેનામાં એક પ્રકારની positive madness હોવી જોઈએ, જેના દ્વારા તે બીજા કરતા કંઇક અલગ કરી શકશે.

For example… સત્યજીત રે 1954 માં જયારે Pather Panchali ફિલ્મ બનાવતા હતા ત્યારે તેમને એક ફૂલનો સીન લેવો હતો, પણ એ ફૂલની season જતી રહી હતી અને ફરીથી season આવતા 1 વર્ષ લાગે તેમ હતું, તેમને એક વર્ષ રાહ જોઈ અને પછી તે સીન શૂટ કર્યો. આ પ્રકારની madness એક ફિલ્મ ડિરેક્ટરમાં હોવી જોઈએ.

ડિરેક્ટરમાં patience હોવી જોઈએ

ફિલ્મમેકિંગ હકીકતમાં એક ટાઈમ ચોક્કસ time limit ધરાવતો profession નથી, માટે ડિરેક્ટરમા ધીરજ ખુબ જ હોવી જોઈએ, કારણ કે ફિલ્મ બનવામાં શરૂઆતથી અંત સુધીના દરેક કામોમાં ગમે તેટલો ટાઈમ લાગી શકે છે.

ડિરેક્શનમાં પોતાને જોઈતું result મેળવવામાં અને દરેક કામો perfect રીતે કરવામાં કેટલો ટાઈમ લાગશે તે પહેલેથી કહી શકાય નહી, કારણ કે ફિલ્મમેકિંગ એ creative અને artistic work છે, એવી ઘણી ફિલ્મો છે જેને બનતા ઘણા વર્ષો લાગ્યા છે, like…

Mughal-e-azam ફિલ્મ બનવાની શરૂઆત 1944 માં થઇ હતી, અને ફિલ્મને બનતા 16 વર્ષ લાગ્યા, 1960 માં ફિલ્મ રીલીઝ થઇ. ડિરેક્ટર રીચાર્ડ લિંકલેટરે 2002 માં Boyhood ફિલ્મ બનાવવાની શરૂઆત કરી હતી, અને 2014 માં ફિલ્મ રીલીઝ થઇ. હકીકતમાં આ ફિલ્મનો subject એ પ્રકારનો હતો જેથી આટલો ટાઈમ લાગ્યો.

અમુક સંજોગોના કારણે ફિલ્મ મોડી બને છે, જેમકે લેની રીફેનસ્ટાહલે 1934 માં Tiefland ફિલ્મ બનાવવાનું શરુ કર્યું હતું 2nd world war ના કારણે ફિલ્મનું કામ વચ્ચે અટકી પડ્યું અને ફરી શરુ થયું અને 1954 માં 20 વર્ષે આ ફિલ્મ release થઇ. જેમ્સ કેમેરૂનની ફિલ્મ Avtar ને બનતા 10 વર્ષ લાગ્યા હતા.

ફિલ્મ બનવામાં સૌથી વધુ ટાઈમ લેવાનો રેકોર્ડ છે The Thief And The Cobbler ફિલ્મનો, જેને બનતા પુરા 28 વર્ષ લાગ્યા હતા, 1964 થી 1993. આવી ફિલ્મોનું list ઘણું લાબું છે જેને બનવામાં 5 થી વધુ વર્ષો લાગ્યા હોય. આટલી ધીરજ ત્યારે જ possible છે જયારે ડિરેક્ટરને ફિલ્મ બનાવવાનુ passion પણ હોય.

Multi specialist હોવો જોઈએ

ફિલ્મ ડિરેક્શન હકીકતમાં multi subject profession છે, જેમાં અલગ અલગ main subjects ની અંદર પણ અનેક subjects આવેલા છે. માટે ડિરેક્ટર multi specialist હોવો જોઈએ, એક સાથે અનેક વિષયો ઉપર તેની સારી grip અને mastery હોવી જોઈએ. ફિલ્મમેકિંગ related અનેક tasks ઉપર તેનો સારો command હોવો જોઈએ, જેથી તે ફિલ્મના અલગ અલગ કામોમાં પોતાનું contribution આપી શકે.

Professional હોવો જોઈએ

ડિરેક્ટર તેના કામમાં એકદમ professional હોવો જોઈએ, તેના દરેક કામો professionalism સાથે થવા જોઈએ. કારણ કે પુરા professionalism સાથે થતા કામોનું result હંમેશા extra ordinary જ આવતું હોય છે. Professionally કામ કરવાથી તેના દરેક કામ problem વગર અને smoothly થતા હોય છે. આ system થી થતા કામ દરેકને પસંદ આવે છે.

ડિરેક્ટરની professional image ના કારણે તેના કામ ઉપર કોઈપણ વ્યક્તિ trust પણ કરી શકશે. જે તેની ફિલ્મ અને તેની કેરિયર બંને માટે ખુબ ફાયદા કારક સાબિત થઇ શકે છે.

Quick & perfect decision maker હોવો જોઈએ

ડિરેક્ટર quick decision લેવાની સારી આવડત હોવી જોઈએ, ફિલ્મમેકિંગ દરમ્યાન ઘણી વાર તમારી પાસે પુરતો ટાઈમ નહી હોય અને તમારે અચાનક જ ખુબ જલ્દી decision લેવા પડશે, અને આવી situations અચાનક અને અનેક વાર આવી શકે છે. જેથી ડિરેક્ટર quick & perfect decision maker હોવો જોઈએ.

ફિલ્મમેકિંગના દરેક કામોમાં તેના દરેક decisions એકદમ perfect હોવા જોઈએ. ખાસ કરીને મગજને ઠંડુ રાખીને decision લેવાની skill, કોઈપણ critical situation માં ઓછા ટાઈમમાં best અને effective decision લેવાની skill ખાસ હોવી જોઈએ.

તેના દરેક decision માં પાછળથી વધુ change ના આવે તેવા ખાસ હોવા જોઈએ. અને સૌથી મહત્વની વાત તેના દરેક decision ફિલ્મ માટે ફાયદા કારક સાબિત થવા જોઈએ.

Problem solving skill

ડિરેક્શન profession હકીકતમાં અનેક પ્રકારના issue અને problem ધરાવતો profession છે, જેથી ડિરેક્ટરે વારંવાર problem નો સામનો કરવો જ પડશે. જેનું solution એક માત્ર એ છે, દરેક આવનાર problems ને solve કરીને આગળ વધો. માટે ડિરેક્ટરમાં કોઈપણ problem અથવા issue ને solve કરવાની skill ખુબ સારા પ્રમાણમાં હોવી જોઈએ.

Pressure handling skill

એક professional ડિરેક્ટર ઉપર અમુક પ્રકારનું direct અથવા indirect pressure જરૂર હોઈ શકે છે, જયારે તમારા ઉપર અનેક responsibilities અને expectations હોય છે ત્યારે થોડું ઘણું pressure આવતું જ હોય છે.

એક ડિરેક્ટર ઉપર સૌથી મોટી responsibility છે એક ફિલ્મને સફળ બનાવવાની, માટે સૌથી પહેલા એક સફળ ફિલ્મ બનાવવાનું pressure. ડિરેક્ટર નવા હોય ત્યારે પોતાનું talent prove કરવાનું pressure. અમુક વખતે એક limited budget માં એક quality ફિલ્મ બનાવવાનું pressure. પ્રોડક્શન હાઉસ અથવા પ્રોડ્યુસર તરફથી કોઈપણ પ્રકારના અન્ય pressure.

તે સિવાય જયારે તમે એક passion થી કામ કરી રહ્યા હોવ ત્યારે તમારા પોતાની expectations સામે પોતે જ ખરા ઉતરવાની expectation નું pressure, જે બિલકુલ અલગ હોય છે. તે સિવાય ફિલ્મના શૂટિંગ દરમ્યાન અમુક પ્રકારની situations ઉભી થવાના કારણે pressure વધવાના chance ઘણા છે.

માટે ડિરેક્ટરમાં pressure ને આસાનીથી handle કરવાની skill હોવી જોઈએ, જેથી તેની negative effect કામ ઉપર ના પડે અને કામ સારી રીતે અને better થઇ શકે.

Situation handling talent

ફિલ્મમેકિંગ એક એવો business છે જેમાં ગમે ત્યારે ગમે તે થઇ શકે છે, કોઈપણ પ્રકારની situation ઉભી થઇ શકે છે, જેમાં અમુક વખતે situation બગડવાના અથવા out of control થવાના chance પણ ખુબ રહેલા છે, જેથી ડિરેક્ટર કોઈપણ રીતે કોઈપણ પ્રકારની situation ને યોગ્ય રીતે handle કરીને તેને સુધારી શકતો હોવા જોઈએ.

ડિરેક્ટર પોતાની વાત અને વિચારો સારી રીતે explain કરીને સમજાવી શકતો હોવો જોઈએ

ડિરેક્ટર પોતાની વાત અને વિચારોને કોઈપણ વ્યક્તિ સામે સારી રીતે explain કરી શકતો હોવો જોઈએ. કારણ કે ફિલ્મમેકિંગ દરમ્યાન તમારી ટીમ સાથે અનેક વિષયો ઉપર અનેક પ્રકારનું discussion અને debate થશે. સાથે સાથે તમારી ટીમના mind માં અનેક પ્રશ્નો પણ ચોક્કસ હશે,

ખાસ કરીને જયારે અનેક નવા વ્યક્તિઓ પહેલી વાર સાથે કામ કરી રહ્યા હોય ત્યારે. કારણ કે આવા ટાઈમે ટીમ વચ્ચે એ level ની understanding હોતી નથી, જેથી તમારી વાત તેઓ જલ્દી અથવા આસાનીથી સમજી જાય. તેમાં પણ ખાસ કરીને એક્ટર્સ, જેઓ અમુક points જલ્દી નહિ સમજે, અથવા પોતાની જાતે નહિ સમજે.

આવા ટાઈમે તમારી વાત અને વિચારોને specially deep માં સારી રીતે explain કરીને સમજાવી શકતા હોવા જોઈએ, અને એટલા clearly સમજાવવા પડશે કે પાછળથી તેમના મનમાં કોઈ confusion, misunderstanding રહે નહી. જેથી તમારા according કામ કરી શકે.

હકીકતમાં સમજવું અથવા ના સમજવું તે 50% સામેની વ્યક્તિ ઉપર પણ આધાર રાખે છે, પણ કેવી રીતે સમજાવવું તે 100% સમજાવનાર વ્યક્તિ ઉપર depend કરે છે.

ડિરેક્ટર કોઈપણ વ્યક્તિના talent ને ઓળખી શકતો હોવો જોઈએ

ફિલ્મમેકિંગ દરમ્યાન અનેક ટેકનિશિયન્સ અને એક્ટર્સને મળવાનું થશે, well experience વ્યક્તિના talent વિષે બધા જાણતા હશે પણ ફ્રેશ, અથવા ઓછા experience વ્યક્તિના talent ને ઓળખવું એટલું આસાન નથી.

જે વ્યક્તિને કદાચ તમે સામાન્ય સમજીને reject કર્યો હશે, તે વ્યક્તિ ખરેખર talented હોઈ પણ શકે છે, જેના talent નો use ના કરી શકવાનો અફસોસ તમને કદાચ પાછળથી થઇ પણ શકે છે.

માટે ડિરેક્ટર સૌથી પહેલા તો કોઈપણ વ્યક્તિની ખામી અને ખૂબી અને talent ને બહુ જલ્દી સમજી શકતો હોવો જોઈએ, અને કોઈપણ વ્યક્તિના talent ને આસાનીથી ઓળખી શકતો હોવો જોઈએ. જેથી ફિલ્મમાં તેના talent નો use કરી શકાય.

ડિરેક્ટર કોઈપણ વ્યક્તિ પાસેથી તેનું best work કઢાવી શકતો હોવો જોઈએ

ડિરેક્ટરના અનેક મહત્વના કામો માંથી એક છે પોતાના ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ પાસેથી તેમનું best work કઢાવવું. કારણ કે ડિરેક્ટર પોતે ગમે તેટલો talented હશે, પણ એક સફળ ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટર સિવાય પણ અનેક વ્યક્તિઓના talent ની જરૂર પડતી હોય છે. માટે ડિરેક્ટરમાં કોઈપણ વ્યક્તિના talent અને experience નો best use કરવાની skill હોવી જોઈએ.

ડિરેક્ટર effective leader હોવો જોઈએ

ડિરેક્ટરની under માં ખુબ મોટી ટીમ કામ કરતી હોય છે, અને આ ટીમમાં દરેક પ્રકારના વ્યક્તિઓ એક સાથે કામ કરતા હોય છે, માટે ડિરેક્ટર leadership ના તમામ ગુણો ધરાવતો હોવો જોઈએ, જેથી ટીમને proper handle કરી શકશે, દરેક વ્યક્તિ પાસેથી પોતાના vision, thought અને planning પ્રમાણે તેમનું best work કઢાવી શકશે, અને better result મેળવી શકશે.

કોઈપણ ફિલ્ડમાં એક યોગ્ય leader થી ખુબ મોટો ફર્ક પડી જતો હોય છે. માટે ડિરેક્ટર દરેક point of view થી એક best leader હોવો જોઈએ, અને ફિલ્મમાં તે effective leader સાબિત પણ થવો જોઈએ.

ડિરેક્ટર result oriented હોવો જોઈએ

ડિરેક્ટર result oriented હોવો જોઈએ. પોતાના દરેક કામોમાં તે ગમે તેટલો ટાઈમ આપી, ગમે તેવી મહેનત કરીને, અથવા અન્ય દ્વારા મહેનત કરાવીને, છેલ્લે કોઈપણ રીતે તેને જોઈતું result મેળવી શકતો હોવો જોઈએ.

તમે કેટલી મહેનત કરો છો? અથવા કરી છે? હકીકતમાં તેનું કોઈ જ મહત્વ નથી હોતું, પણ તમે તેનું result મેળવી શક્યા કે નહિ? તે જ સૌથી મહત્વનું છે. History મહેનતને નહી પણ ફક્ત result ને જ યાદ રાખે છે. માટે ડિરેક્ટર પોતાના દરેક કામમાં result લાવી શકતો હોવો જોઈએ.

ડિરેક્ટર ફિલ્મને high quality provide કરી શકતો હોવો જોઈએ

એક ફિલ્મ બનાવવી અને એક high quality ફિલ્મ બનાવવી તે બંનેમાં બહુ મોટો difference છે. ફિલ્મ કોઈપણ વ્યક્તિ બનાવી શકે છે, પણ એક high quality ફિલ્મ ફક્ત professional, skillful અને talented ડિરેક્ટર જ બનાવી શકે છે.

ફિલ્મને quality કેવી રીતે આપવી તે ડિરેક્ટરનો subject અને responsibility છે. માટે ડિરેક્ટર ખુબ સારી રીતે જાણતો હોવો જોઈએ કે ફિલ્મને quality કેવી રીતે? અને ક્યા ક્યા cinematic અને creative elements દ્વારા આપી શકાય છે? કારણ કે આ quality એક ફિલ્મને સફળ બનાવવામાં મોટો ભાગ ભજવે છે, audience ફક્ત ફિલ્મોને નહિ પણ quality ફિલ્મોને પસંદ કરે છે.

ડિરેક્ટરમાં administrative અને business dealing ની skills હોવી જોઈએ

એક ફિલ્મ હકીકતમાં ડિરેક્ટર માટે એક art હોય છે, પણ ફિલ્મ એડીટીંગ ખત્મ થયા પછી ડિરેક્ટર માટે ફિલ્મ એક business છે. માટે ડિરેક્ટરમાં business administrative અને business dealing ની skills પણ હોવી જોઈએ. પોતાની ફિલ્મ દ્વારા maximum income કેવી રીતે મેળવી શકાય? તેનું proper knowledge પણ ડિરેક્ટરમાં ખાસ હોવું જોઈએ, આખરે પ્રોડ્યુસર માટે તો ફિલ્મ 100% business છે, જેમાંથી તેઓ financial profit મેળવે છે.

Conclusion

કોઈપણ વ્યક્તિ સૌથી પહેલા તેનાં nature, ત્યારબાદ તે ફિલ્ડમાં તેનું knowledge અને તેની અંદર રહેલી qualities, skills અને talent દ્વારા, અને સૌથી છેલ્લે પોતાના ફિલ્ડમાં કરેલી મહેનત દ્વારા તે success અને great બની શકે છે.

એક quality ફિલ્મ બનાવવા માટે, અને એક success અને great ડિરેક્ટર બનવા માટે ડિરેક્ટરની અંદર અલગ અલગ પ્રકારની અનેક qualities, skills અને talent હોવું જરૂરી છે.

માટે એક ડિરેક્ટર તરીકે પોતાને સતત update કરતા રહો, જરૂરી દરેક પ્રકારની qualities, skills develop કરતા રહો, અને પોતાના talent ને સતત maximum improve કરતા.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment