ડિરેક્ટર અથવા એક્ટર તરીકે કેરિયર શરુ કરતા પહેલા, એક ફિલ્મ કેવી રીતે બને છે? તે જાણવું ખુબ જરૂરી છે. ડિરેક્ટરે ફિલ્મ બનાવવાની હોવાથી ડિરેક્ટર માટે તે જાણવું compulsory છે.
જયારે એક્ટર ફિલ્મની શરૂઆતથી લઈને ફિલ્મ રીલીઝ સુધીના મોટાભાગના દરેક phases સાથે connected હોય છે. જેથી એક્ટર્સ માટે પણ જાણવું ખુબ જરૂરી છે કે technically ફિલ્મ કેવી રીતે બને છે?
ફિલ્મ કેવી રીતે બને છે? એક ફિલ્મ ક્યા અલગ અલગ tasks, processes, phases દ્વારા બને છે?
આમ public માટે ફિલ્મ એટલે ફક્ત શૂટિંગ, પણ શૂટિંગ તે ફિલ્મમેકિંગનો ફક્ત એક part છે, હકીકતમાં એક ફિલ્મ ઘણા અલગ અલગ technical tasks, processes દ્વારા બને છે.
આ blog માં જાણીએ કે એક ફિલ્મ કેવી રીતે બને છે? ફિલ્મ ક્યા અલગ અલગ phases મા બને છે? અને તે દરેક phases માં ક્યા ક્યા technical tasks કરવામાં આવે છે?
એક ફિલ્મ અલગ અલગ 8 tasks, processes, phases દ્વારા બનતી હોય છે
(1). Script development – સ્ટોરી, ડાઈલોગ્સ, સ્ક્રિનપ્લે રાઈટીંગ (minimum 6 months)
(2). Pre-production – ફિલ્મ બનાવવા માટેની પ્રીપેરેશન (3 to 4 months)
(3). Production – ફિલ્મ શૂટિંગ (25 to 40 days)
(4). Post production – ફિલ્મ એડીટીંગ અને ડબિંગ (2 to 3 months)
(5). Marketing & promotion – ફિલ્મનું માર્કેટિંગ અને પ્રમોશન (1 month)
(6). Pre-release process – ફિલ્મને રીલીઝ કરવા માટેની પ્રોસેસ (1 month)
(7). Film release – ફિલ્મને થીયેટરમાં રીલીઝ કરવી.
(8). After release work – ફિલ્મ રીલીઝ કર્યા પછીના અન્ય કામો.
હવે એક સામાન્ય વ્યક્તિની ભાષામાં સમજીએ કે એક ફિલ્મ કેવી રીતે બને છે? ખાસ કરીને એક ગુજરાતી ફિલ્મ.
પ્રોડ્યુસર અને ડિરેક્ટરના coloration દ્વારા એક ફિલ્મ project શરૂ થાય છે
ડિરેક્ટર અને પ્રોડ્યુસરની mutual understanding અને business coloration દ્વારા ફિલ્મ પ્રોજેક્ટ શરુ થાય છે. જેમાં પ્રોડ્યુસરનું કામ છે ફિલ્મમાં finance, invest કરવું, અને ડિરેક્ટરનું કામ છે પોતાના vision, thoughts અને planning પ્રમાણે એક complete ફિલ્મ બનાવવી.
01. Script development: સ્ટોરી, ડાઈલોગ્સ, સ્ક્રિનપ્લે (10 to 12 months)

ફિલ્મ બનાવવાની શરૂઆત થાય છે સ્ક્રિપ્ટ રાઈટીંગથી. ડિરેક્ટર દ્વારા ફિલ્મની genre, subject, theme પસંદ કર્યા બાદ રાઈટર દ્વારા સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત થાય છે. એક ફિલ્મ સ્ક્રિપ્ટ 3 અલગ અલગ stages દ્વારા બને છે.
Stage 1: Script development
(1) સૌ પહેલા ફિલ્મની storyline લખવામાં આવે છે. (2) ત્યારબાદ સ્ટોરી મુજબ અલગ અલગ characters બનાવવા આવે છે. (3) Storyline ઉપરથી ફિલ્મનો plot લખવામાં આવે છે. (4) Plot ઉપરથી અલગ અલગ સીન્સ બનાવવામાં આવે છે. (5) સીન્સ પ્રમાણે ફિલ્મના dialogues લખવામાં આવે છે.
Stage 2: Script editing & Improvement
(6) સ્ટોરીનો complete flow ચેક કરવામાં આવે છે. (7) દરેક સીન્સને improve કરવામાં આવે છે. (8) દરેક dialogues ને improve કરવામાં આવે છે.
Stage 3: Study & analysis
(9) છેલ્લે સ્ક્રિપ્ટને study અને analysis કરવામાં આવે છે. (10) સ્ક્રિપ્ટને study અને analysis ના અનેક improvisation બાદ એક ફાઈનલ સ્ક્રિપ્ટ બનીને તૈયાર થાય છે, જેના ઉપરથી એક ફિલ્મ બનાવવામાં આવે છે.
02. Pre-production: ફિલ્મ શૂટ માટેની પ્રિપરેશન (3 to 4 months)

સ્ક્રિપ્ટ બની ગયા પછી ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરુ થાય છે જેને પ્રિ-પ્રોડક્શન કહેવાય છે, જેમાં સૌ પહેલા એક્ઝેક્યુટીવ અથવા ક્રિએટિવ પ્રોડ્યુસર અને પ્રોડક્શન મેનેજરને hire કરવામાં આવે છે. ડિરેક્ટર, એક્ઝેક્યુટીવ, ક્રિએટિવ પ્રોડ્યુસર અને પ્રોડક્શન મેનેજર સાથે મળીને ફિલ્મનું planning નક્કી કરે છે, જેમાં ત્રણેય વ્યક્તિઓની અલગ અલગ work responsibilities હોય છે.
ડિરેક્શન ટીમ વર્ક
ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર ટીમ દ્વારા ફિલ્મ પ્રિ-પ્રોડક્શનની શરૂઆત કરે છે, આસિસ્ટન્ટ ડિરેક્ટરની ટીમ દ્વારા સ્ક્રિપ્ટ-બ્રેકડાઉન, ફિલ્મનું tentative schedule બનાવવું, પેપરવર્ક તૈયાર કરવા, અને તે સિવાય ઘણા અન્ય કામો કરવામાં આવે છે.
ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ selection
ફિલ્મના અલગ અલગ કામ માટેની અલગ અલગ ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સની ટીમને hire કરવામાં આવે છે. જેમ કે, સિનેમેટોગ્રાફર, મેક-અપ મેન, હેર ડ્રેસર, કોસ્ચ્યુમ ડિઝાઈનર, આર્ટ ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર, સિંગર્સ, કોરીઓગ્રાફર, એડિટર, કલરિસ્ટ વગેરે.
ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ ટીમ selection થયા બાદ દરેક ટેકનિશિયન્સ ડિરેક્ટરના vision, thoughts, planning પ્રમાણે પોતાના કામની preparations શરુ કરે છે.
સિનેમેટોગ્રાફર અને પ્રોડક્શન ડિઝાઈનર વર્ક
ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર મળીને દરેક સીન્સના શોટ-ડીવીઝન અને location પ્રમાણે સીન ડિઝાઈન બનાવે છે. ડિરેક્ટર, પ્રોડક્શન ડિઝાઈનર અને આર્ટ ડિરેક્ટર જોડે ફિલ્મના દરેક સીનના visual looks ફાયનલ કરે છે. સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટને દરેક સીન્સ સમજાવી સ્ટોરીબોર્ડ તૈયાર કરાવે છે.
પ્રોડક્શન ટીમ વર્ક
પ્રોડક્શન મેનેજર અને તેના આસિસ્ટન્ટ્સ શૂટિંગના locations શોધવા, locations permission મેળવવી, જરૂરી શૂટિંગ equipments અને accessories લાવવી, ફિલ્મની દરેક properties manage કરવી, ફિલ્મનું final schedule બનાવવું, વગેરે કામ કરે છે.
Songs making
લીરીક્સ રાઈટર દ્વારા ફિલ્મના સોન્ગ્સ લખાયા બાદ મ્યુઝીક ડિરેક્ટર દ્વારા સોન્ગ્સનું music compose કરીને, સિંગર દ્વારા સોન્ગ્સ ગવડાવીને, છેલ્લે સોન્ગ્સના final tracks તૈયાર કરાવવામાં આવે છે.
મેકઅપ, હેર સ્ટાઇલ, કોસ્ચ્યુમ્સ ડિઝાઈનર વર્ક
મેકઅપ-મેન અને હેર ડ્રેસર દ્વારા અલગ અલગ સીન્સ પ્રમાણે એક્ટર્સનો મેકઅપ અને હેર ડિઝાઇન ફાઈનલ કરાવવી. કોસ્ચ્યુમ ડિઝાઈનર દ્વારા અલગ અલગ સીન્સ પ્રમાણે એક્ટર્સના કોસ્ચ્યુમ ફાઈનલ કરાવવા. ફેશન સ્ટાઇલિસ્ટ જોડે ફિલ્મમાં એક્ટર્સનો physical look નક્કી કરવામાં આવે છે.
એક્ટર્સ selection અને વર્કશોપ
ફિલ્મના characters પ્રમાણે suit થતા એક્ટર્સ, એક્ટ્રેસીસ, સપોર્ટીંગ એક્ટર્સને select કરવા. ત્યારબાદ એક્ટર્સ કોસ્ચ્યુમ્સ selection, લૂક ટેસ્ટ અને તેમનો વર્કશોપ લેવામાં આવે છે. જેમાં એક્ટર્સને proper સ્ટોરી સમજાવી, તેનું character સમજાવી, એક્ટર્સને character પ્રમાણે prepare કરાવવા, સ્ક્રિપ્ટ રીડીંગ કરાવવી અને દરેક સીન્સના proper rehearsal કરાવવામાં આવે છે.
03. Production: શૂટિંગ (25 to 40 days)

શૂટ લોકેશન ઉપર દરેક ટીમ તેમના કામની શરૂઆત કરે છે
શૂટિંગના location ઉપર આવ્યા બાદ દરેક ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ ટીમ પોતાના કામની શરુઆત કરે છે. જે લોકેશન ઉપર શૂટ કરવાનું હોય તે લોકેશનને પ્રોડક્શન ડિઝાઈનર દ્વારા decorate કરવામાં આવે છે, ત્યારબાદ સીનની requirement પ્રમાણે લાઈટ સેટ કરવામાં આવે છે. ડિરેક્ટર location પ્રમાણે સીન બ્લોકીંગ કરે છે. એક્ટર્સને કોસ્ચ્યુમ્સ, મેકઅપ અને હેર સ્ટાઈલ દ્વારા તૈયાર કરવામાં આવે છે.
Complete preparation પછી શૂટ start કરવામાં આવે છે
ત્યારબાદ ડિરેક્ટરની instructions પ્રમાણે સીનનુ શૂટ સ્ટાર્ટ કરવામાં આવે છે. સિનેમેટોગ્રાફર દ્વારા સીનને અલગ અલગ કેમેરા શોટ્સ અને અલગ અલગ એન્ગલ દ્વારા શૂટ કરવામાં આવે છે. જ્યાં સુધી final take ઓકે ના થાય ત્યાં સુધી તે સીનને શૂટ કરવામાં આવે છે. સીનના 3 final takes લેવાયા બાદ તે સીન ખત્મ થાય છે. હવે location change કરી બીજો સીન શૂટ કરવામાં આવે છે.
પ્રોડક્શન મેનેજર શૂટિંગનું complete management કરે છે જેમ કે transportation, food, shooting accessories. એક્ઝેક્યુટીવ પ્રોડ્યુસર દરેક ખર્ચનો હિસાબ manage કરે છે.
ફિલ્મનું complete શૂટ ખત્મ થયા પછી ફિલ્મના પોસ્ટર બનાવવા માટે જરૂરી એક્ટર્સના ફોટો સેશન કરવામાં આવે છે.
04. Post production: ફિલ્મ એડીટીંગ અને ડબિંગ (2 to 3 months)

ફિલ્મનું શૂટિંગ ખત્મ થયા પછી ફિલ્મનુ એડીટીંગ કરવામાં આવે છે, ફિલ્મ એડીટીંગમાં ઘણી બધી અલગ અલગ technical અને creative process હોય છે.
ફિલ્મ એડીટીંગ
જેમાં સૌ પહેલા ફિલ્મ એડિટર દ્વારા ફિલ્મના અલગ અલગ સીન્સને જોડીને ફિલ્મની એક rough cut તૈયાર કરવામાં આવે છે, તેના પછી ડિરેક્ટર એડિટર સાથે પોતાના vision, thoughts પ્રમાણે professional level નુ ફિલ્મ એડિટ કરાવે છે, જેમાં ફિલ્મની requirement પ્રમાણે cuts and transactions અને જરૂરી visual effect બનાવવામાં આવે છે, જેને director cut કહેવાય છે.
વોઈસ ડબિંગ
ફિલ્મના બધા જ એક્ટર્સ દ્વારા રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ફિલ્મનું વોઈસ ડબિંગ કરવામાં આવે છે. આ ઓડીઓને ફિલ્મના વીડિઓ ફાઈલ સાથે merge કરવામાં આવે છે
Background music
ફિલ્મની requirement પ્રમાણે તૈયાર background music અથવા તો special background music તૈયાર કરાવીને તેને વીડિઓ ફાઈલ સાથે add કરવામાં આવે છે.
કલર કરેકશન અને કલર ગ્રેડિંગ
Next level માં કલરીસ્ટ દ્વારા color correction માં અલગ અલગ process દ્વારા દરેક સીન્સના વીડિઓને વધુ improve કરવામાં આવશે. તેના પછી છેલ્લે color grading process દ્વારા ફિલ્મને એક cinematic look આપવામાં આવે છે.
Final cut
આટલી process કર્યા બાદ છેલ્લે ફિલ્મની final copy બનાવવામાં આવે છે, જેને final cut કહેવામાં આવે છે. આ copy સિનેમા હોલમાં બતાવાય છે. જેમાંથી અમુક મિનીટનુ ટ્રેઇલર બને છે. આવી રીતે એક complete ફિલ્મ એડિટ થઈને તૈયાર થાય છે.
05. Marketing & promotion (1 month)

Film marketing
ફિલ્મ બની ગયા પછી તેનું માર્કેટિંગ અને પ્રમોશન કરવામાં આવે છે. જેના માટે PR કંપનીને hire કરીને તેમના દ્વારા digital marketing, print marketing, media marketing દ્વારા અલગ અલગ રીતે ફિલ્મનું માર્કેટિંગ અને પ્રમોશન કરાવવામાં આવે છે.
તે સિવાય ફિલ્મ songs, poster અને trailer ને launch કરવામાં આવે છે. સાથે સાથે ફિલ્મ information ને અલગ અલગ social media, websites ઉપર post કરીને માર્કેટિંગ કરવામાં છે.
Film promotion
ડિરેક્ટર, પ્રોડ્યુસર અને જરૂરી એક્ટર્સ દ્વારા અલગ અલગ cities, events, TV shows, અન્ય public places વગેરેમાં માં જઈને ફિલ્મનું માર્કેટીંગ અને પ્રમોશન કરવામાં આવે છે. જેમાં તેઓ અલગ અલગ વ્યક્તિઓ અને મીડિયાને મળે છે, એક્ટર્સના interview અને press conference કરવામાં આવે છે.
06. Pre-release process
Censor certificate
પ્રિ-રીલીઝ પ્રોસેસમાં સૌ પહેલા સેન્સર બોર્ડ મેમ્બર્સને ફિલ્મ બતાવવી, ત્યાર બાદ જો જરૂર પડે તો ફિલ્મમાં minor એડીટીંગ કરાવવું, ત્યારબાદ ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા પાસ કરાવવી અને તેનું censor certificate મેળવવું.
Deal with distributes
ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર્સ સાથે ડીલ કરીને સિનેમા હોલ મેળવવા. ફિલ્મ રિલીઝની date નક્કી કરવી. એક્ઝિબિટર્સ (સિનેમા હોલ) જોડે ડીલ કરીને ફિલ્મના શો મેળવવા. ત્યારબાદ ફિલ્મના અલગ અલગ rights માટે અલગ અલગ કંપનીઓ જોડે ડીલ કરવી.
07. Film release

Premiere show
ફિલ્મ રીલીઝ થવાના પહેલા ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર્સ, ટેકનિશિયન્સ, ગેસ્ટ, પત્રકાર, TV channels અને મીડિયાના અન્ય વ્યક્તિઓ માટે ફિલ્મનો એક ખાસ શો રાખવામાં આવતો હોય છે, જેને પ્રીમિયર શો કહેવાય છે.
Film release
પ્રીમિયર શો બાદ ફિલ્મ રીલીઝ date ઉપર સિનેમા હોલમાં ફિલ્મ રીલીઝ થાય છે. ફિલ્મની ટીકીટ જેટલી વધુ સેલ થાય છે ફિલ્મ એટલું વધુ કમાય છે, અને બોક્ષ ઓફીસની આ આવક ઉપરથી જ ફિલ્મ હીટ અથવા ફ્લોપ નક્કી થાય છે.
08. After release
ફિલ્મ બનાવવામાં અત્યાર સુધી invest કર્યું તેની સામે હવે income અને profit મેળવવામાં આવશે. ફિલ્મ રીલીઝ બાદ બોક્ષ ઓફીસ ઉપર ફિલ્મે જેટલો business કર્યો હોય તેમાંથી પ્રોડ્યુસર અને એક્ઝિબિટર્સ વચ્ચે profit sharing થાય છે. આ સિવાય ફિલ્મના અલગ અલગ rights વેચીને પ્રોડ્યુસર તેમાંથી income મેળવે છે.
આમ ડિરેક્ટર, પ્રોડ્યુસર, ટેકનિશિયન્સ અને એક્ટર્સ માટે એક ફિલ્મ એટલે income મેળવવા માટેનો એક business, profession અને audience માટે ફિલ્મ એટલે entertainment, enjoy કરવા માટેનો subject.
એક ફિલ્મને બનતા 1 થી 1.5 વર્ષનો ટાઈમ લાગે છે
એક ફિલ્મ એટલે normally 1 થી 1.5 વર્ષનો પ્રોજેક્ટ. હોલીવુડ, બોલીવુડ અને ગુજરાતી ફિલ્મો અલગ અલગ technical processes, phases અને time period માં બનતી હોય છે.
Note: This blog content has been copyright by author.