Latest Posts:

The Aviator (2004) ફિલ્મમાં લિયોનાર્ડો ડી કેપ્રિયો એક ડિરેક્ટર છે અને તે ફિલ્મ બનાવી રહ્યો છે, ફિલ્મના એક સીનમાં લિયોનાર્ડો, જ્હોન રેઇલીને કહે છે “તમારી લાસ્ટ જોબની સેલેરી 5200 હતી, હું તમને 10,000 આપીશ” ત્યારે જ્હોન રેઇલી ખુશ થઈને કહે છે “તો હું બે ગણી મહેનત કરીશ” પણ સામે લિયોનાર્ડો કહે છે “તમે 4 ગણી મેહનત કરશો, મેં તમને અડધી કિંમતમાં ખરીદી લીધા છે”

આ સીનનો મતલબ એ છે કે જો તમારે best quality work ની જરૂર હોય, તો સૌ પહેલા એવા વ્યક્તિને પસંદ કરો જે ખરેખર talent ધરાવતો હોય અને તેના કામમાં best quality આપી શકતો હોય, અને ત્યારબાદ તેને એટલું વળતર એટલું આપો કે જે કે જેથી તે quality work આપી શકે, અને તમે તેની પાસેથી પોતાની expectation મુજબનું કામ કઢાવી પણ શકો.

એક ફિલ્મ બનાવવા માટે ઘણા બધા ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સની જરૂર પડતી હોય છે

એક ફિલ્મ બનાવવા માટે ઘણા બધા ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સની જરૂર પડતી હોય છે, જેવા કે ડિરેક્ટર, રાઈટર, સિનેમેટોગ્રાફર, કેમેરામેન, મેકઅપ મેન, હેર ડ્રેસર, પ્રોડક્શન મેનેજર, મ્યુઝિક ડિરેક્ટર, સિંગર્સ, કોસ્ચ્યુમ ડિઝાઈન, આર્ટ ડિરેક્ટર, કોરીઓગ્રાફર વગેરે વગેરે… જેના દ્વારા જ એક ફિલ્મ બને છે.

ફિલ્મ બનાવવા માટે જેવા ટેકનિશિયન્સ પસંદ કરવા?

ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ અલગ અલગ પ્રકારના હોય છે, અને અલગ અલગ ટેકનિશિયન્સ પ્રમાણે તેમનું passion, talent, knowledge, experience, working system અને તેની work quality માં પણ ઘણો બધો ફર્ક હોય છે. માટે ફિલ્મ બનાવવા માટે કેવા ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ select કરવા તે પણ એક genuine question છે.

તમારી requirement કેવી છે? તેના ઉપર depend કરે છે કે તમારે કેવા ટેકનિશિયન્સની જરૂર છે

સૌ પહેલા તે નક્કી કરો કે તમારી requirement કેવી છે? ફિલ્મ માટે ક્યા ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ પસંદ કરવા તે હકીકતમાં તમારા પોતાના ઉપર depend કરે છે. સામાન્ય રીતે આ requirements 3 પ્રકારની હોય છે.

(1). અમુક વ્યક્તિઓને ફિલ્મમાં high quality જોઈએ છે, તેમની requirements high quality work છે. (2). અમુક વ્યક્તિઓને medium quality work જોઈતું હોય છે. (3). અમુક વ્યક્તિઓ ફક્ત કામ કરાવવા માંગતા હોય છે, બસ તેમનું કામ થવું જોઈએ, તેમને quality સાથે કોઈ લેવા દેવા હોતી નથી.

ટેકનિશિયન્સ અલગ અલગ 5 પ્રકારના હોય છે

01. Chance શોધનાર fresh ટેકનિશિયન

તેઓને કામની જરૂર છે, જેથી તે કોઈપણ કિંમતે કામ કરશે, અથવા છેલ્લે ફ્રિમાં પણ કામ કરશે, તેઓને હજી પોતાની કેરિયર શરુ કરવાની અને ત્યારબાદ કેરિયર બનાવવાની બાકી છે. અને તેમને હજી ઘણું બધું શીખવાનું અને જાણવાનું પણ બાકી છે.

02. કામ કરતા વધુ ફીસ માંગનાર immature ટેકનિશિયન્સ

તેઓ થોડાક અનુભવ પછી પોતાની ફીસ ખુબ વધારી દે છે, તેઓ અન્ય professional ટેકનિશિયન્સની ફીસનું example આપીને વધુ ફીસ માંગતા હોય છે. પણ સામેં તેમનું કામ, તેમની quality તેમની ફીસ પ્રમાણે બિલકુલ નથી હોતી. આવા ટેકનિશિયન્સને છેલ્લે પોતાની ફીસ ઓછી કરવી પડતી હોય છે, નહી તો તેમને કામ ઓછું મળવા લાગે છે અથવા તો મળતું બંધ થઇ જાય છે.

03. અનુભવી પણ એક જ પ્રકારે કામ કરનાર less talented ટેકનિશિયન

અનુભવીનું કામ સારું જ હોય તે જરૂરી નથી, કારણ કે અમુક  ટેકનિશિયન્સને કામનો અનુભવ છે, પણ તેમના કામમાં verity અથવા quality work થોડું પણ હોતું નથી. તેમની કામ કરવાની પદ્ધતિ એક જ પ્રકારની છે, તેઓ કામમાં કૈંક નવું ક્યારેય નહિ આપી શકે, કારણ કે તે માટેનું talent તેમનામાં નથી, અને તેમને નવું શીખવામાં અને અપડેટ થવામાં કોઈપણ પ્રકારનો interest પણ નથી.

04. અનુભવી અને talented પણ payment પ્રમાણે કામ કરનાર flexible ટેકનિશિયન

આવા ટેકનિશિયન્સ પેયમેંટ જોઇને કામ કરે છે, (1). જો સારું પેયમેંટ મળતું હોય તો તેઓ ખરેખર મહેનત કરીને ખુબ સારું કામ કરશે. (2). સામાન્ય પેયમેંટ હશે તો તેઓ ઓછી મહેનતે સામાન્ય કામ કરશે. (3). ઓછું પેયમેંટ હશે તો નામની મહેનત કરીને કામને બને એટલું જલ્દી ખત્મ કરશે. તેઓ કોઈપણ રીતે કામ તો ચોક્કસ કરશે પણ કામને અને પૈસા કમાવવાની તક તેઓ કોઈપણ રીતે જતી નહી કરે.

05. ફક્ત selected અને quality work કરનાર over talented અને professional ટેકનિશિયન

તેઓ ફક્ત selected કામ જ કરતા હોય છે, કારણ કે તેમના માટે કામની quality મહત્વની હોય છે. તેઓ ખુબ મોટી ફીસ લેતા હોય છે, પણ તેની સામે best quality work આપતા હોય છે. તેઓ પોતાના કામમાં ખુબ professional હોય છે, તેઓ કામમાં quality સાથે ઘણી વિવિધતા પણ આપી શકે છે, તેઓનું કામ દરેકને પસંદ આવે તેવું હોય છે, પણ તેમની ફીસ દરેકને અનુકુળ નથી આવતી હોતી.

આમ આ 5 પ્રકારના ટેકનિશિયન્સ માંથી તમે કેવા ટેકનિશિયન્સની પસંદ કરશો? તે આખરે તમારી ઉપર આધાર રાખે છે કે તમારી જરૂરિયાત કેવી છે?

અલગ અલગ ટેકનિશિયન્સનું passion, talent, knowledge, experience પ્રમાણે તેમનું quality work અને fees પણ અલગ અલગ હોય છે

ફિલ્મ બનાવવા માટે તમારે કેમેરામેનની જરૂર છે અને તમારી પાસે 4 options છે, (1). જો તમે લગ્નના શૂટ કરનાર કેમેરામેનને hire કરશો તો તે ખુબ જ ઓછી ફીસમાં કામ કરવા તૈયાર થઇ જશે. (2). ગુજરાતી ફિલ્મોના best સિનેમેટોગ્રાફરને hire કરશો તો તે તેના કરતા વધુ ફીસ લેશે. (3). જો તમે બોલીવુડના best સિનેમેટોગ્રાફરને hire કરશો તો તે તેના કરતા પણ વધુ ફીસ લેશે. (4). જો તમે હોલીવુડના સિનેમેટોગ્રાફરને hire કરશો તો તે બધા જ કરતા સૌથી વધુ ફીસ લેશે.

પણ main point એ છે કે જે લગ્નના શૂટ કરનાર કેમેરામેન કરતા હોલીવુડના સિનેમેટોગ્રાફર સૌથી વધુ quality આપશે. અને છેલ્લે ફરી મહત્વની વાત, તમારે ફક્ત ચલાવી લેવું છે? કામ કરાવવું છે? સારું કામ કરાવવું છે? કે પછી best quality કામ કરાવવું છે?

ફિલ્મ માટે ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સને કેવી રીતે? અને ક્યા base ઉપર select કરવા?

જો તમે ડિરેક્ટર, પ્રોડ્યુસર હોવ અને પોતાની ફિલ્મ માટે ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ કેવા પસંદ કરવા? ક્યા base ઉપર પસંદ કરવા? કેવી રીતે પસંદ કરવા? તેમને ક્યા ક્યા points દ્વારા પસંદ કરવા? તેના વિષે જાણીએ.

કોઈપણ ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સને આ 7 points પ્રમાણે select કરવા

01. Passion, dedication

કોઈપણ ટેકનિશિયન્સમાં કામ કરવા માટેના જોશ અને ઉત્સાહ કેવા છે, તેના ઉપરથી તે કેવી રીતે કામ કરશે તે નક્કી થાય છે. માટે ટેકનિશિયન્સમાં કામ કરવા માટેનું તેમનું passion અને dedication સૌથી પહેલા જોવું. Passion અને dedication તે હંમેશા વ્યક્તિના nature માં હોય છે, જે એકદમ આસાનીથી દેખાઈ આવે છે.

02. Talent

ટેકનિશિયન્સમાં talent ખાસ હોવું જોઈએ, જો તેમનાંમાં talent હશે તો જ કામમાં high quality આપી શકશે. જેથી અમુક ટેકનિશિયન્સ પોતાજી જાતને સતત upgrade કરીને પોતાના talent ને સતત વધારતા રહેતા હોય છે.

03. Quality work

ટેકનિશિયન્સ પોતાના કામમાં હંમેશા best અને high quality work આપી શકતા હોવા જોઈએ. આ quality work દ્વારા જ તેની કિંમત નક્કી થાય છે. મોટાભાગે કોઈપણ ટેકનિશિયન્સ પોતાના કામમાં કેવું અને કેટલું quality work આપે છે? તેના દ્વારા તેની કામની કિંમત થતી હોય છે.

04. Professionalism

ટેકનિશિયન્સ professional હોવાથી તેમની working system એકદમ proper અને result oriented હશે. કામમાં તેઓ professional હોવાના કારણે તેઓ વ્યક્તિગત રીતે વધુ ભરોસા પાત્ર બની શકશે.

05. Knowledge

ટેકનિશિયન્સમાં તેના ફિલ્ડ અને વિષય વિષેનું vast અને advance knowledge હોવું જોઈએ. Knowledge હોવાના કારણે તેઓ પોતે દરેક બાબત ઉપર હંમેશા clear mind હશે, પોતાને શું કરવું છે? અને શું નથી કરવું? તે ખુબ સારી રીતે જાણતા હશે.

06. Experience

ટેકનિશિયન્સને એક સારો કહી શકાય તેવો કામનો અનુભવ હોવો જોઈએ, આ અનુભવ દ્વારા એક અલગ લેવલ મુજબનું કામ કરશે, આ અનુભવ જ છે જેના દ્વારા તેઓ પોતાને prove કરી શકે છે, કામનો અનુભવ હોવાથી કોઈપણ વ્યક્તિ તેઓના કામ ઉપર આસાનીથી ભરોસો કરી શકશે.

ટેકનિશિયન્સ selection તે ફિલ્મ ડિરેક્શનનો એક most important point છે

ટેકનિશિયન્સ selection તે ફિલ્મ ડિરેક્શનનો એક most important point છે, કારણ કે આ ટેકનિશિયન્સ દ્વારા જ એક ફિલ્મ બને છે, ટેકનિશિયન્સના કામ પ્રમાણે ફિલ્મની quality અને standard નક્કી થતું હોય છે. કોઈપણ ડિરેક્ટર તેમને અનુકુળ ટેકનિશિયન્સ હશે તો જ તે એક quality ફિલ્મ બનાવી શકશે.

Conclusion

એક quality ફિલ્મ બનાવવા માટે ટેકનિશિયન્સ ટીમ ખુબ જ મહત્વની હોય છે, અને ટેકનિશિયન્સ અલગ અલગ અનેક પ્રકારના હોય છે, તેમાંથી તમારે કેવા પ્રકારના ટેકનિશિયન્સની જરૂર છે? તે તમે કેવું કામ કરાવવા માંગો છો? કેવું result મેળવવા માંગો છો તેના ઉપર આધાર રાખે છે.

ફિલ્મમાં ટેકનિશિયન્સ કરતી વખતે ફક્ત તેમનો અનુભવ અને ફીસ ઉપરથી તેમને judge ના કરો, પણ passion, talent, quality work, knowledge, professionalism, experience વગેરે ખાસ જુવો અને તેના દ્વારા તેમનું ફિલ્મમાં selection કરો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment