શું Bahubali (2015) ફિલ્મની સ્ટોરી સૌથી અલગ, unique હતી? આ પ્રકારની સ્ટોરી અગાઉ કોઈ ફિલ્મમાં આવી નહતી? શું Dangal (2016) જેવી sport subject ની ફિલ્મ હજુ સુધી આવીજ નથી? શું PK (2014) ફિલ્મની સ્ટોરી જેવી અન્ય કોઈ ફિલ્મ બની નથી?
હકીકતમાં આ પ્રકારની સ્ટોરી ઉપરથી અનેક ફિલ્મો બની ગઈ છે, છતાં પણ આ ફિલ્મો સુપર હીટ કેમ ગઈ? અને આટલો બધો business કેમ કર્યો? તેનું કારણ છે ડિરેક્શન. આ ફિલ્મોનું સફળ થવાનું મુખ્ય કારણ તેની સ્ટોરી નહી પણ ફિલ્મનું ડિરેક્શન છે.
કોઈપણ ફિલ્મ તેના ડિરેક્શનના કારણે જ હીટ અથવા ફ્લોપ થતી હોય છે
કોઈપણ ફિલ્મ તેના ડિરેક્શનના કારણે જ ચાલતી હોય છે, ડિરેક્શનના કારણે જ હીટ થતી હોય છે અથવા ફ્લોપ થતી હોય છે, પછી તે ફિલ્મનું genre, subject કોઈપણ હોય, ફિલ્મની સ્ટોરી પણ ગમે તે હોઈ, તેનાથી કોઈ ફર્ક પડતો નથી હોતો. ડિરેક્શન ઉપર જ સૌથી પહેલા ફિલ્મનો હીટ અથવા ફ્લોપ થવાનો સૌથી વધુ આધાર રહેલો હોય છે.
Audience ની પસંદ બદલાતી હોવાથી હવેની ફિલ્મોમાં ડિરેક્શનનું મહત્વ પહેલા કરતા ઘણું વધ્યું છે
1950, 1960 ના દાયકામાં ફિલ્મો ફક્ત તેના songs ના કારણે ચાલતી હતી, ત્યારબાદ 1970, 1980 માં ફિલ્મોમાં songs ની સાથે સ્ટોરીનું મહત્વ વધ્યું. 1990 પછી ફિલ્મોમાં modernization આવવા લાગ્યું. 2000, 2010 પછી ફિલ્મોમાં reality ની નજીક વિષયોને લઈને અનેક પ્રકારના નવા experiments થવા લાગ્યા.
2020 ના ટાઈમમાં ફિલ્મોમાં unique ડિરેક્શન ધરાવતી ફિલ્મોનું મહત્વ પહેલા કરતા વધવા લાગ્યું છે. ફિલ્મોમાં હવે સ્ટોરીના નામ ઉપર કંઇ ખાસ નવું બચ્યું નથી, જેથી હવે quality સાથે advance અને unique ડિરેક્શન ધરાવતી ફિલ્મો વધુ ચાલે છે.
અત્યારના audience ને ફિલ્મોમાં કંઇક અલગ જોઈએ છે જે ફક્ત ડિરેક્શન દ્વારા જ આપી શકાય છે
બદલતા સમયની સાથે audience નો ફિલ્મો જોવાનો ટેસ્ટ હવે almost બદલાઈ ગયો છે, આજના audience ની માંગ કંઇક અલગ અને હટકે છે. તેમને typical ફિલ્મો કરતા હવે કઈંક નવું અને અલગ જોઈએ છે, જો તેમને કંઇક advance, unique નહિ આપો તો મોટા એક્ટર્સ અથવા મોટા બજેટની ફિલ્મો પણ reject કરી દેશે.
જેથી આજના ટાઈમમાં ડિરેક્શનનું મહત્વ પહેલા કરતા ખુબ જ વધી ગયું છે. અત્યારે જો ફિલ્મ proper ડિરેક્ટ થઇ હશે તો જ audience તેને accept કરશે. ભવિષ્યમાં પણ જો કોઈપણ ફિલ્મનું ડિરેક્શન મજબુત હશે તો જ ફિલ્મ ચાલવાની છે.
Unique અને Advance ડિરેક્શન ધરાવતી ફિલ્મો આજના audience ની first choice છે
સામાન્ય audience ને ફિલ્મ ડિરેક્શનની કોઈપણ પ્રકારની સમજ નથી હોતી, અને તે તેમનો વિષય પણ નથી, પણ બે ફિલ્મોની વચ્ચે રહેલા ડિરેક્શનના અંતરને તેઓ ખુબ સારી રીતે જોઈ અને સમજી શકે છે.
આજની audience smart છે, work અને quality work ને તેઓ સારી રીતે સમજી શકે છે. જેથી અત્યારની ફિલ્મોમાં અત્યારના ટાઈમ પ્રમાણેનું advance, unique અને અલગ પ્રકારનું ડિરેક્શન compulsory બની ગયું છે. આવનાર ટાઈમમાં ફક્ત quality ડિરેક્શન ધરાવતી ફિલ્મો જ વધુ ચાલશે, તેનું example છે આજની હોલીવુડ ફિલ્મો.
ડિરેક્શનના કારણે જ હોલીવુડ ફિલ્મો હવે વધુ જોવાય છે
India માં હોલીવુડની ફિલ્મો હવે પહેલા કરતા વધુ જોવાય છે, અને India માં બીઝનેસ પણ વધુ કરે છે. શા માટે હોલીવુડની ફિલ્મો અત્યારના audience ની પસંદ બનતી જાય છે? તેનું સૌથી મોટું કારણ છે ડિરેક્શન.
હોલીવુડની ફિલ્મો ડિરેક્શનના એક proper structure દ્વારા બનેલી હોય છે. ખાસ કરીને હોલીવુડની commercial ફિલ્મોનું ડિરેક્શન ફક્ત audience ની પસંદને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવે છે. આ ડિરેક્શનના કારણે ફિલ્મ almost દરેક પ્રકારના audience ને તે પસંદ આવતી હોય છે.
Perfect ડિરેક્શન, high standard અને quality ફિલ્મ કેવી રીતે ડિરેક્ટ કરી શકાય?
આ blog માં હવે details માં જાણીએ અને સમજીએ કે… હોલીવુડ જેવું perfect અને strong ડિરેક્શન ધરાવતી ફિલ્મ કેવી રીતે ડિરેક્ટ કરી શકાય? High standard અને quality ફિલ્મ કેવી રીતે બનાવી શકાય? Complete ફિલ્મ ડિરેક્શન એટલે શું?
Perfect ડિરેક્શન ધરાવતી ફિલ્મ main 4 પ્રકારની cinematic techniques દ્વારા બને છે
Complete ફિલ્મ ડિરેક્શન main 4 cinematic techniques નું બનેલું છે, આ 4 cinematic techniques હકીકતમાં ફિલ્મ ડિરેક્શનનો એક base છે, જેમાં almost creative ડિરેક્શન આવી જાય છે. કોઈપણ ફિલ્મને આ 4 cinematic techniques દ્વારા જ ડિરેક્ટ કરવામાં આવે છે, જેમકે…
(1). Storytelling presentation – સ્ટોરીને ફિલ્મમાં onscreen present કરવાની technique.
(2). Scene presentation – સ્ટોરીની કોઈપણ situation, incident ને ફિલ્મ સીનમાં convert, present કરવાની technique.
(3). Scene direction techniques – એક સીનને અલગ અલગ cinematic elements થી ડિરેક્ટ કરવાની technique.
(4). Direction treatment – Complete ફિલ્મને creative elements દ્વારા ડિરેક્ટ કરવાની technique.
આ 4 અલગ અલગ cinematic techniques દ્વારા complete ફિલ્મ કેવી રીતે ડિરેક્ટ કરવામાં આવે છે તેના વિષે details માં જાણીએ અને સમજીએ.
01. Storytelling Presentation

ફિલ્મ ડિરેક્શનની શરૂઆત સૌથી પહેલા storytelling presentation દ્વારા થાય છે. ફિલ્મની basic સ્ટોરી final કર્યા પછી આ સ્ટોરીને storytelling presentation દ્વારા એક ફિલ્મનું structure આપીને સ્ટોરીને final ઓપ આપવામાં આવે છે.
Storytelling presentation એટલે શું?
Storytelling presentation એટલે એક સ્ટોરીને ફિલ્મના પરદા ઉપર રજૂ કરવાની રીત. કોઈપણ સ્ટોરીને એક ફિલ્મના structure, format માં present કરવાની ચોક્કસ techniques હોય છે, જેને storytelling presentation કહેવામાં આવે છે.
સ્ટોરી ગમે તે subject, genre હોય, પણ ફિલ્મમાં આ સ્ટોરીને બતાવવાની ચોક્કસ રીત હોય છે, આ સ્ટોરીને ફિલ્મમાં present કરવાની specific techniques હોય છે, જેને storytelling presentation, story presentation, story treatment અથવા screen presentation વગેરે કહેવાય છે.
કોઈ એક સ્ટોરીને ફિલ્મમાં અલગ અલગ રીતે present કરી શકાય છે
કોઈપણ સ્ટોરીને પરદા ઉપર રજુ કરવાની અનેક રીતો હોય છે, કોઈ એક સ્ટોરીને ફિલ્મમાં અલગ અલગ અનેક રીતે present કરી શકાય છે, અને storytelling presentation દ્વારા સ્ટોરીને અલગ અલગ રીતે present કરવા માટેની અલગ અલગ 11 techniques છે.
સ્ટોરીને present કરવાની 11 techniques – કોઈપણ સ્ટોરીને અલગ અલગ 11 techniques દ્વારા present કરી શકાય છે
કોઈપણ સ્ટોરીને આ અલગ અલગ 11 techniques દ્વારા ફિલ્મમાં present કરી શકાય છે, જેમકે… (1). Easy understandable presentation – આસાનીથી સમજમાં આવે તેવી સ્ટોરી. (2). Depth story presentation – જલ્દી સમજમાં ના આવે તેવી ખુબ ઊંડાણ ધરાવતી સ્ટોરી. (3). Very complicated, intellectual presentation – ખુબ જ જટિલ અને સમજવામાં ખુબ અઘરી પડે તેવી સ્ટોરી.
(4). Comic-way presentation – કોમેડી way દ્વારા દર્શાવવામાં આવતી સ્ટોરી. (5). Fast moving presentation – જડપથી આગળ વધતી અને સતત up and down થતી સ્ટોરી. (6). Quite slow presentation – એકદમ ધીમી સ્ટોરી. (7). Dramatic presentation – ડ્રામા બેઝ ધરાવતી સ્ટોરી.
(8). Slow but steady pace presentation – ધીમી શરૂઆત બાદ મક્કમ ગતિએ આગળ વધતી સ્ટોરી. (9). Totally entertainment presentation – ખુબ enjoy કરી શકાય તેવી સ્ટોરી. (10). Boring presentation – સારો subject પણ બોરિંગ સ્ટોરી. (11). Strong engaging presentation – ફિલ્મ સાથે એકદમ મજબુતીથી જકડી રાખતી સ્ટોરી.
Storytelling presentation નું best example

ફિલ્મ હિસ્ટ્રીમાં એવી અનેક ફિલ્મો છે જેમાં કોઈ બે ફિલ્મોની સ્ટોરી લગભગ એક સરખી જ હોય છે, પણ બંને ફિલ્મોનું storytelling presentation અલગ અલગ હોય છે. For example: ફિલ્મ Evan Almighty (2007) અને Noah (2014) બંને ફિલ્મોની main સ્ટોરી same છે, બસ તેનું storytelling અલગ અલગ છે.
Evan Almighty (2007) ફિલ્મનું storytelling, easy understandable અને entertainment way માં present કરવામાં આવ્યું છે. જેથી ફિલ્મ જોવામાં interesting લાગે છે. ફિલ્મનો ટાઈમ પણ અત્યારનો બતાવ્યો છે, જેથી ફિલ્મ સાથે જલ્દી connect થઇ જવાય છે.
જયારે Noah (2014) ફિલ્મનું storytelling થોડું slow, little bit boring અને depth story base presentation છે, ફિલ્મનો ટાઈમ ખુબ પહેલાનો છે, ફિલ્મ સાથે connect થવામાં ઘણો ટાઈમ લાગે છે.
Storytelling presentation ને સમજવા માટે આ બંને ફિલ્મો ખાસ જુવો, ત્યારબાદ તેને આસાનીથી સમજી શકશો કે એક main સ્ટોરીને અલગ અલગ way માં કેવી રીતે present કરી શકાય છે.
Story presentations ના 11 પ્રકારમાંથી કોઈ એક પસંદ કરીને સ્ટોરી ફાયનલ કરો
હોલીવુડ અથવા બોલીવુડની મોટાભાગની કોઈપણ ફિલ્મનું example જોઇ લો, તે ફિલ્મ storytelling presentation ના 11 પ્રકારમાંથી જ કોઈ એક હશે. જેથી આ 11 પ્રકારના story presentation માંથી કોઈ એક presentation પસંદ કરી તેમાં સ્ટોરીને convert કરીને સ્ટોરી ફાયનલ કરો.
02. Scene Presentation

Storytelling presentation દ્વારા ફિલ્મની સ્ટોરી ફાયનલ કર્યા પછીનું કામ છે અલગ અલગ સીન્સ બનાવવા, સ્ટોરીની અલગ અલગ situations, events માંથી અલગ અલગ પ્રકારના સીન્સ create કરવા.
સીન presentation એટલે શું?
સીન presentation એટલે સ્ટોરીની કોઈપણ ઘટનાને એક સીન દ્વારા દર્શાવવી. ફિલ્મની કોઈ ચોક્કસ ઘટના અથવા તેની situation ને કોઈપણ સીન દ્વારા ખુબ અસરકારક રીતે રજુ કરવી. સ્ટોરીની કોઈપણ ઘટનાને ફિલ્મ સીન દ્વારા present કરવાની technique ને સીન presentation કહેવાય છે.
સીન presentation માં સ્ટોરીના સીન્સ બનાવવામાં આવે છે
સીન presentation માટે સૌથી પહેલા સ્ટોરીની અલગ અલગ situation માંથી અલગ અલગ પ્રકારના સીન્સ બનાવવામાં આવે છે. ફિલ્મમાં કેવા અને ક્યા ક્યા સીન બનાવવા તે ફિલ્મની storytelling presentation ઉપર આધાર રાખે છે.
કોઇપણ ફિલ્મ 5 પ્રકારના સીન્સ દ્વારા બનતી હોય છે
કોઈપણ ફિલ્મ આ 5 પ્રકારના અલગ અલગ સીન્સ દ્વારા બનતી હોય છે જેમકે, (1). સ્ટોરીને step by step આગળ વધારતા સીન્સ. (2). સ્ટોરી related અને સ્ટોરી આસપાસના સીન્સ. (3). ડિરેક્ટરનું vision, thoughts, choice પ્રમાણેના સીન્સ. (4). Storytelling અને ડિરેક્શન treatment ધરાવતા ફિલ્મી સીન્સ. (5). ફિલ્મની quality, standard અને richness વધારતા અને critics choice સીન્સ.
કોઈપણ ફિલ્મમાં આ 27 સીન્સ almost હોવા જોઈએ
ફિલ્મની સ્ટોરી, subject, genre પ્રમાણે કોઈપણ ફિલ્મમાં આ 27 પ્રકારના સીન્સ almost હોવા જોઈએ. સ્ટોરીની કોઈપણ situations ને આ 27 સીન્સ દ્વારા present કરી શકાય છે, જેમકે…
(1). Strong opening scene. (2). Characterization showing scene. (3). એક્ટર્સ background showing scene. (4). Establishing scene. (5). Soft, light, normal scene. (6). Montage sequence. (7). Daily work, regular activity, routine situation દ્વારા. (8). Fast communication ધરાવતા સીન. (9). Slow communication ધરાવતા સીન.
(10). Sign, gesture language, nonverbal communication. (11). Nonverbal action, event. (12). Background music. (13). Without music. (14). Few lines of song. (15). Slow motion scene. (16). Dream sequence scene. (17). Micro, insert scenes. (18). Characters ના light & strong expression અને reaction scene, Effect of situation.
(19). Feelings, emotions ને show, express કરતા scene. (20). Human emotions ને touch કરતા scene. (21). Visually beautiful scene. (22). Unique cinematography base scene. (23). Creativity base scene. (24). Filmy scene. (25). Interesting, thrilling, exciting scene. (26). Climax scene. (27). Closing scene વગેરે.
Scene presentation માં ફિલ્મ હિસ્ટ્રીના “Most Iconic Scenes”ના best example

હોલીવુડ અને બોલીવુડની ઘણી ફિલ્મોના અમુક સીન્સ એવા છે જે તે ફિલ્મની ઓળખ બની ગયા છે. સીન presentation દ્વારા અમુક સીન એવી રીતે ડિરેક્ટ કરો જેથી ફિલ્મ હિસ્ટ્રીમાં તે સીન અમર થઇ જાય like…
Psycho (1960) ફિલ્મમાં જેનેટ લેઈગનો શાવર લેતી વખતે થતા મર્ડરનો સીન, Rocky (1976) માં Philadelphia Art Museum ની બહાર બંને હાથ ઉંચા કરી feeling show કરતો સિલવેસ્ટર સ્ટેલોનનો સીન, E. T. the extra-terrestrial (1982) માં ચંદ્રના background માં હેન્રી થોમસ અને એલિયનનો સાઇકલ ઉપરનો સીન.
Basic Instinct (1992) માં પગ ઉપર પગ ચડાવીને બેસેલ શેરોન સ્ટોનનો સીન, Jurassic Park (1993) માં ડાયનાસોરને પહેલી વખત જોતા સેમ નીલ અને લૌરા ડર્નનો સીન, Titanic (1997) નો લિયોનાર્દો અને કેટનો ડેક પરનો આઇકોનિક સીન, વગેરે.
Creativity, imagination, presentation અને સીનના પોતાના આગવા મહત્વના કારણે આ બધા જ સીન હોલીવુડના most iconic scenes માંથી એક છે, જે સીન તે ફિલ્મોની એક identy બની ગયા છે.
એક complete ફિલ્મ અલગ અલગ સીન્સના એક perfect combination દ્વારા બનતી હોય છે
ફિલ્મની સ્ટોરી મુજબ અલગ અલગ પ્રકારના સીન્સમાંથી ફિલ્મને અનુકુળ થઇ શકે તેવા સૌથી best સીન્સ પસંદ કરો, અને ત્યારબાદ અલગ અલગ સીન્સનું એક perfect combination બનાવો. કોઈપણ ફિલ્મ અલગ અલગ સીન્સના એક combination દ્વારા જ બનતી હોય છે.
03. Scene Direction Techniques

ફિલ્મના કોઈ એક સીનને શૂટ કરવાની technique ને સીન ડિરેક્શન કહેવાય છે. કોઈપણ સીનને ડિરેક્ટ કરવા માટે ફિલ્મમેકિંગના અલગ અલગ અનેક elements હોય છે. આ elements દ્વારા કોઈપણ સીનને અલગ અલગ technique દ્વારા ડિરેક્ટ કરી શકાય છે.
કોઈપણ સીનને આ 7 cinematic elements નો યુઝ કરીને ડિરેક્ટ કરી શકાય છે
કોઈપણ સીનને આ 7 cinematic elements દ્વારા અને ડિરેક્શન માટેની અલગ અલગ techniques દ્વારા ડિરેક્ટ કરી શકાય છે. (1). Locations. (2). Camera Shots. (3). Lighting. (4). Props. (5). Actor activities. (6). Editing techniques. (7). Colors.
સીન ડિરેક્શનના અલગ અલગ options માંથી સૌથી best option શોધીને સીન ડિરેક્ટ કરો
કોઈ પણ સીનને હંમેશા best imagine કરીને ડિરેક્ટ કરવો જેથી તે બીજા કરતા કઈંક અલગ અને advance લાગે. સીનની requirement મુજબ તેમાં જરૂરી અલગ અલગ elements ઉમેરો like, અમુક સીનમાં જરૂરી human emotion & felling જે heart ને touch કરે, અને સીનની effectiveness અને richness વધી જાય, અને જોનારને long time સુધી યાદ રહી જાય.
Scene Direction Techniques નું best example
3 Idiots (2009), PK (2014), Dangal (2016) ફિલ્મોના almost સીન્સ જુવો, આ સીન્સ એકદમ અલગ રીતે બનાવ્યા છે અને તેનું presentation પણ એકદમ unique રીતે કરવામાં આવ્યું છે. આવું presentation ત્યારે જ possible છે જયારે તેની પાછળ special સારો એવો ટાઈમ આપવામાં આવે.
04. Direction Treatment

ડિરેક્શન treatment ફિલ્મના genre અને subject ઉપર પણ આધાર રાખે છે, અને દરેક ડિરેક્ટરની પોતાની એક અલગ ડિરેક્શન ની choice પણ હોય છે. ડિરેક્શન treatment નો motto એક જ હોવો જોઈએ “ફિલ્મ એવી treatment દ્વારા ડિરેક્ટર કરવી જેથી audience ફિલ્મને વધારામાં વધારે enjoy કરી શકે”.
ડિરેક્શન treatment એટલે શું?
એક complete ફિલ્મને અલગ અલગ creative cinematic elements દ્વારા ડિરેક્ટ કરવાની technique ને ડિરેક્શન treatment કહેવાય છે.
ફિલ્મને કેવી treatment દ્વારા બનાવવી છે? ક્યા પ્રકારના ડિરેક્શન દ્વારા પરદા ઉપર રજુ કરવી છે? અને ક્યા ક્યા cinematic elements નો use કરી ડિરેક્ટ કરવી છે? તેની specific techniques ને ડિરેક્શન treatment કહેવાય છે.
ડિરેક્શન treatment ક્યા ક્યા creative elements દ્વારા બને છે?
ફિલ્મની ડિરેક્શન treatment ફાયનલ કરવા માટે આટલા 10 points ધ્યાનમાં રાખવા, આ 10 points હકીકતમાં ડિરેક્શન treatmentને lead કરે છે.
(1). Storytelling – સ્ટોરીને દર્શાવવાની રીત. (2). Test, flavor – અલગ અલગ વ્યક્તિગત પસંદગી. (3). Speed, rhythm, flow – સ્ટોરીની આગળ વધવાની ગતી અને તેનો પ્રવાહ. (4). Ups & downs, Variation – સ્ટોરીમાં થઇ રહેલ સતત બદલાવ, inconstancy. (5). Curiosity – શું થયું, શું થઇ રહ્યું છે અને હવે શું થશે તેની સતત ઉત્કંઠના.
(6). Psychological effect – કોઈપણ ઘટના, લોકેશન, દેખાવ અને અન્ય points ની mind ઉપર પેદા થતી એક અસર. (7). Music – Mind ઉપર અસર પેદા કરનાર અને mood બનાવનાર સૌથી મોટું element. (8). Atmosphere – ચોક્કસ ઘટનાનું એક વાતાવરણ ઉભું થવું. (9). Concentration – ફિલ્મ અને audience બંને વચ્ચેનું connection. (10). Attachment – ફિલ્મ જોવાનો mood અને interest પેદા કરનાર elements.
આ અલગ અલગ creative elements નો best યુઝ કરીને ફિલ્મ કેવી રીતે બનાવવી?
ફિલ્માં આ અલગ અલગ creative elements નો best યુઝ કેવી રીતે કરવો? તેનો best યુઝ કરીને ફિલ્મ કેવી રીતે બનાવવી? તે ફિલ્મના ડિરેક્ટર ઉપર આધાર રાખે છે, કે તેની પસંદગી શું છે? તેનું vision શું છે?
આ 10 creative elements ને ફિલ્મના દરેક સીનમાં અને ત્યારબાદ સંપૂર્ણ ફિલ્મમાં તેને યુઝ કરો. તમારી ફિલ્મની ડિરેક્શન treatment almost રેડી થઇ જશે.
ફિલ્મને આ creative elements દ્વારા જ completely ડિરેક્ટ કરવામાં આવે છે
એક ફિલ્મ બનવા માટે ડિરેક્શનના આટલા elements નો જ યુઝ થતો હોય છે, કોઈપણ ફિલ્મ આ creative elements દ્વારા જ completely ડિરેક્ટ કરવામાં આવે છે. હવે આ 10 creative elements નો કેવો અને કેટલો યુઝ કરવો તે ડિરેક્ટર ઉપર આધાર રાખે છે, જેમાં અલગ અલગ ડિરેક્ટરની અલગ અલગ choice હોય છે.
ડિરેક્શન treatment નું best example

ડિરેક્શન treatment નુ best example છે જેમ્સ કેમેરૂનની ફિલ્મ Titanic (1997). સ્ટોરીને present કેવી રીતે કરવી? ખાસ કરીને એક એવી સ્ટોરી જેના ઉપરથી અનેક ફિલ્મો બની ગઈ હોય તેવી સ્ટોરીનુ presentation કેવી રીતે કરવું? તેનું best example છે ફિલ્મ Titanic (1997).
1912 માં ટાઈટેનિક નામનું જહાજ તેની પહેલી સફરમાં જ Atlantic મહાસાગરમાં ડૂબી જાય છે, અને તેમાં 1500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. આ ફિલ્મની main સ્ટોરી છે જેના ઉપરથી અત્યાર સુધીમાં હોલીવુડમા કુલ 7 ફિલ્મો બની ગઈ છે, જેવી કે…
Titanic (1943), Titanic (1953), A Night to Remember (1958), S.O.S. Titanic (1979), Raise The Titanic (1980), Titanic (1996) અને સૌથી છેલ્લે જેમ્સ કેમેરૂનની ફિલ્મ Titanic (1997).
આ બધી ફિલ્મોની main theme એક જ છે, જેમાં છેલ્લે જહાંજ ડુબે છે, છતાં પણ આ બધી ફિલ્મોમાંથી સૌથી છેલ્લે આવેલી જેમ્સ કેમેરૂનની Titanic (1997) ફિલ્મ અન્ય Titanic ફિલ્મો કરતા એકદમ અલગ પડે છે, તેનું સૌથી મોટું કારણ છે ફિલ્મનું storytelling presentation અને ડિરેક્શન treatment.
Titanic (1997) ફિલ્મની ડિરેક્શન treatment
ફિલ્મની ડિરેક્શન treatment વિષે જાણીએ અને સમજીએ. સૌ પહેલા ફિલ્મની main સ્ટોરી જે એક લવ સ્ટોરી છે, અને લવ સ્ટોરી હંમેશા audience નો favorite evergreen subject રહ્યો છે. એક character અમીર અને એક ગરીબ, જેના કારણે character ને audience નો મળતો soft corner.
ફિલ્મમાં સતત અલગ અલગ ઘટના બનતી રહે છે, જે audience ને ફિલ્મ સાથે જકડી રાખે છે. ત્યાર બાદ જહાંજની ડૂબવાની ઘટના અને ડૂબતા જહાંજને બચાવવા અને જીવ બચાવવા માટેના પ્રયત્નો, જેમાં audience ને સતત curiosity પેદા થાય છે. છેલ્લે બે પ્રેમીઓમાંથી એક મરી જાય છે, આ સાથે human emotions ફિલ્મ સાથે ખુબ સારી રીતે જોડી દીધા છે.
Love story, adventure, curiosity, thriller, emotions સાથેનુ બેસ્ટ ડિરેક્શન અને treatment ના કારણે જેમ્સ કેમેરૂનની Titanic અન્ય Titanic ફિલ્મો કરતા એકદમ અલગ પડે છે. જેના કારણે કુલ 7 Titanic ફિલ્મોમાંથી જેમ્સ કેમેરૂનની Titanic ફક્ત હોલીવુડમાં જ નહિ પણ world wide સૌથી સફળ થઇ છે.
જયારે અન્ય Titanic ફિલ્મોને એક પ્રકારે documentary તરીકે બતાવી છે, જે જોવામાં થોડું પણ interesting નથી લાગતું.
આ 4 cinematic techniques દ્વારા જ almost ફિલ્મ ડિરેક્શન બને છે, અને એક complete ફિલ્મ ડિરેક્ટ થાય છે
ફિલ્મ ડિરેક્શન હકીકતમાં technical કરતા creative side વધુ છે, અને આ 4 cinematic techniques માં almost creative ફિલ્મ ડિરેક્શન આવી જાય છે. ફિલ્મના pre-production માં આ 4 cinematic techniques દ્વારા ફિલ્મનું complete ડિરેક્શન ફાયનલ કરવામાં આવે છે.
Conclusion
એક ફિલ્મને સફળ બનાવવા માટે ડિરેક્શનનું સૌથી મોટું contribution હોય છે. આ 4 cinematic techniques તે complete ફિલ્મ ડિરેક્શનનો base છે, જેને complete ડિરેક્શન કહેવામાં આવે છે, અને જેના ઉપરથી ફિલ્મ શૂટ કરવામાં આવે છે.
જો આ 4 cinematic techniques દ્વારા ફિલ્મ ડિરેક્ટ કરવામાં આવે તો એક perfect અને strong ડિરેક્શન ધરાવતી, high standard level, અને quality ફિલ્મ બની શકે છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.