ઘણી વાર એક સરખી સ્ટોરી ધરાવતી અલગ અલગ ફિલ્મો જોતા હોઈએ ત્યારે same સ્ટોરી હોવા છતાં અમુક ફિલ્મ પસંદ આવે છે અમુક નથી આવતી. અમુક ફિલ્મો અને તેની sequel ની સ્ટોરી એક સરખી જ હોય છે, છતાં બંનેમાંથી એક ફિલ્મ જ audience પસંદ આવતી હોય છે.
તેના અનેક કારણ માંથી મુખ્ય એક કારણ છે ફિલ્મની storytelling અને screen presentation, જે બંને ફિલ્મોમાં અલગ અલગ હોય છે, જેના કારણે એક ફિલ્મ હીટ બને છે જયારે બીજી નથી બની શકતી.
Storytelling presentation એટલે શું?
Storytelling presentation એટલે એક સ્ટોરીને પરદા ઉપર રજૂઆત કરવાની રીત. કોઈપણ સ્ટોરીને પરદા ઉપર રજુ કરવાની અનેક રીત, technique હોય છે, અને આ technique દ્વારા કોઈ એક સ્ટોરીને ફિલ્મ દ્વારા અલગ અલગ રીતે present કરી શકાય છે.
આમ સ્ટોરીને ફિલ્મ દ્વારા present કરવાની આ technique ને storytelling, story presentation, story treatment અથવા screen presentation પણ કહેવાય છે.
ફિલ્મમાં અને ડિરેક્શનમાં storytelling presentation નું ખુબ મહત્વ હોય છે
ફિલ્મની સ્ટોરી કોઈપણ genre અથવા subject ની હોઈ, પણ તે સ્ટોરીને ફિલ્મમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે, તેના ઉપર ફિલ્મની સફળતાનો ઘણો આધાર રહેલો હોય છે, બસ આ સ્ટોરીને દર્શાવવાની રીત audience ને પસંદ આવવી જોઈએ. ફિલ્મમાં storytelling presentation નું આટલું મહત્વ હોય છે, જેનાથી ફિલ્મ હીટ અથવા ફ્લોપ પણ થઇ શકે છે.
Storytelling presentation કેવી રીતે બનાવવામાં આવે છે?
Storytelling & screen presentation હકીકતમાં સ્ટોરીનો plot લખતી વખતે કરવામાં આવતી process છે, જે મોટાભાગે સ્ક્રીનરાઈટર અથવા ડિરેક્ટર દ્વારા થતી હોય છે.
ફિલ્મની basic સ્ટોરી લખાયા બાદ, plot લખતી વખતે ફિલ્મના subject પ્રમાણે અને storytelling presentation પ્રમાણે ફિલ્મનો plot લખવામાં આવે છે, કે plot ને કેવા presentation દ્વારા લખવો છે, ફિલ્મને કેવી treatment આપીને બનાવવી છે તે નક્કી થાય છે, જેને storytelling, story presentation અથવા screen presentation કહેવાય છે.
Storytelling presentation સૌથી પહેલા ફિલ્મના genre અને subject ઉપર depend કરે છે
મોટાભાગની ફિલ્મોનો genre અને subject ઉપરથી ફિલ્મની storytelling & screen presentation નક્કી થાય છે, આ એક ખુબ easy techniques છે. ત્યાર બાદ બીજા પ્રકારમાં ફિલ્મનો main genre અને subject કોઈપણ હોય તેને એક અલગ જ techniques દ્વારા present કરવામાં આવે છે.
Storytelling presentation બે પ્રકારે થઇ શકે છે
(1) મોટાભાગની ફિલ્મોનો genre અને subject ઉપરથી ફિલ્મની storytelling presentation નક્કી થાય છે, આ એક ખુબ easy techniques છે.
(2) આ સિવાય સ્ટોરીનો main genre જે મોટાભાગે પહેલેથી ફાયનલ હોય હોય છે, ત્યારબાદ તેનો sub genre કેવો રાખવો તે નક્કી કરવામાં આવે છે, અને આ sub genre દ્વારા storytelling presentation નક્કી કરવામાં આવે છે.
For example: Stree (2018) ફિલ્મ, જેનો main genre હોરર છે, અને sub genre કોમેડી છે. મતલબ કે ફિલ્મનો વિષય હોરર છે પણ તેનું સ્ટોરી presentation કોમેડી way માં કરવામાં આવ્યું છે.
એક સ્ટોરીને ફિલ્મમાં અલગ અલગ રીતે present કેવી રીતે કરી શકાય?
કોઈપણ એક સ્ટોરીને પરદા ઉપર અનેક રીતે present કરી શકાય છે. એક સ્ટોરીને present કરવાની અલગ અલગ techniques હોય છે. આ અલગ અલગ techniques દ્વારા સ્ટોરીને કેવી રીતે present કરવી તે આખરે એક ડિરેક્ટર ઉપર depend કરે છે.
અમુક ફિલ્મનું presentation ખુબ સરળ અને જલ્દી સમજી શકાય તેવું હોય છે, જયારે અમુક ફિલ્મો ખુબ ધ્યાનથી જોવી પડે છે,
અમુક ફિલ્મોની શરૂઆત ફાસ્ટ સ્ટોરી અને ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓથી થતા હોય છે પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે તેમ ફિલ્મ સ્લો અને બોરિંગ થતી જાય છે. અમુક ફિલ્મો શરૂઆતમાં જકડી રાખે છે, ત્યાર બાદ જેમ ફિલ્મો આગળ વધતી જાય તેમ તેમ તે પક્કડ ગુમાવતી જાય છે.
અમુક ફિલ્મમાં નાની મોટી ઘણી બધી ઘટનાઓ બનતી હોય, તેના અલગ અલગ ઘણા બધા સીન્સ હોય, ઓલમોસ્ટ ફિલ્મ ફાસ્ટ હોય. અમુક ફિલ્મની સ્ટોરી slow હોય, આવી ફિલ્મો reality base ઉપર વધારે હોય છે. અમુક ફિલ્મને સમજવામાં વાર લાગે, આસાનીથી સમજવામાં ના આવે તેવી સ્ટોરી, વગેરે વગેરે.
કોઈપણ genres ની સ્ટોરીને અલગ અલગ 10 techniques દ્વારા present કરી શકાય છે
01. Easy understandable presentation – આસાનીથી સમજમાં આવે તેવી સ્ટોરી

આસાનીથી સમજમાં આવે તેવી સ્ટોરી, એક સામાન્ય audience પણ આસાનીથી સમજી શકે તેવી સ્ટોરી. અમુક સ્ટોરીનું presentation ખુબ જ આસાનીથી audience ના સમજમાં આવે તેવું simple બનાવવામાં આવતું હોય છે.
અમુક ફિલ્મનો subject normal હોય છે જેના કારણે તેનું સ્ટોરી presentation એકદમ સરળ હોય છે. જયારે અમુક ફિલ્મનો subject ખુબ અઘરો હોવા છતાં પણ તેની સ્ટોરીને આસાનીથી સમજમાં આવે તેવું સ્ટોરી presentation બનાવવામાં આવતું હોય છે, જેથી audience ને સમજવામાં આસાની રહે.
The Martian (2015)
ફિલ્મ સાયંસ ફિક્શન હોવા છતાં પણ ફિલ્મનું presentation એક સામાન્ય વ્યક્તિ પણ તેને આસાનીથી સમજી શકે તેવું એકદમ આસાન છે. ફિલ્મના દરેક સીન, situations, events ને આસાનીથી સમજી શકાય તેવા છે, ના સમજાય અથવા ખુબ ધ્યાનથી સમજવું પડે તેવું કંઈપણ ફિલ્મમાં નથી.
આ પ્રકારના presentation માં સ્ટોરી સેન્ટરમાં હોય છે, સ્ટોરી-બેઝ ફિલ્મો
02. Depth story presentation – જલ્દી સમજમાં ના આવે તેવી ખુબ ઊંડાણ ધરાવતી સ્ટોરી

અમુક ફિલ્મો એવી હોય છે જેની basic, almost સ્ટોરી તમે સમજી શકશો, પણ સ્ટોરીને proper details માં 100% નહી સમજી શકો. સ્ટોરીમાં એવી ઘણી situations આવશે જેને સમજવા માટે ફિલ્મને બીજી વાર જોવી પડે છે. અમુક ફિલ્મો એવી હોય છે જેને પૂરેપૂરી સમજવા માટે બીજી વાર જોવી પડતી હોય છે.
અમુક ફિલ્મો એવી હોય છે જેને જોતી વખતે તેને enjoy કરી શકશો, પણ ફિલ્મ પૂરી થયા પછી તેને કોઈ આગળ પુરેપુરી explain નહિ કરી શકો. અમુક ફિલ્મોનો subject એવો હોય છે, તો અમુક ફિલ્મોની સ્ટોરી, અથવા અમુક ફિલ્મો આવા presentation દ્વારા જ બનાવવામાં આવતી હોય છે.
The Lord of the Rings સીરીઝ
ફિલ્મની basic સ્ટોરી સમજમાં આવે છે કે એક powerful રીંગને નાશ કરવા તેને એક જગ્યા ઉપર લઇ જવામાં આવી રહી છે, પણ તે દરમ્યાન શું શું થઇ રહ્યું છે? ફિલ્મમાં કેટલા characters છે, તે બધા જ characters એક બીજા સાથે કઈ રીતે connected છે? તે પહેલી વાર ફિલ્મ જોવાથી સમજમાં નહી આવે.
Good Will Hunting (1997)
ફિલ્મની દરેક ઘટના સમજમાં આવી હોવા છતાં પણ ફિલ્મ શું કહેવા માંગે છે? સ્ટોરીનો essence શું છે તે સામાન્ય audience ને સમજાશે નથી. ફિલ્મ જોયા પછી ઘણું બધું આસાનીથી clear થશે નહી, કંઇક મિસિંગ થયું હોય તેવું ફિલ થાય છે. ફિલ્મમાં ઘણા લાંબા લાંબા dialogues conversation છે, જેમાં ખ્યાલ નથી આવતો કે તેનો clear meaning શું થાય છે.
Eternal Sunshine of the Spotless Mind (2004)
એક રોમાન્ટિક ફિલ્મ હોવા છતાં ફિલ્મ સમજમાં નથી આવતી. બે અલગ અલગ nature ધરાવતા વ્યક્તિઓ પ્રેમમાં પડે છે, પણ થોડા ટાઈમ પછી તેમનો relation બગડવા લાગતો હોવાથી તેઓ પોતાની memory delete કરાવવાનું નક્કી કરે છે.
ફિલ્મ હકીકતમાં સ્ટોરીની વચ્ચેથી શરુ થાય છે, થોડી વાર પછી flashback માં સ્ટોરી જાય છે, ત્યારબાદ flashback અને present ટાઈમ બંનેની parallel સ્ટોરી એક સાથે ચાલે છે, જેમાં audience confuse થાય છે, સ્ટોરી clear થતી નથી અને કંઇ ખાસ સમજી નથી શકાતું.
03. Very complicated, intellectual presentation – ખુબ જ જટિલ અને સમજવામાં ખુબ જ અઘરી સ્ટોરી

ખુબ જ અઘરા વિષય ઘરાવતી ફિલ્મો, આવું presentation ધરાવતી ફિલ્મોનો subject extra ordinary હોય છે, ખૂજબ ધ્યાનથી જોવી પડતી હોય છે, અથવા એકથી વધુ વાર જોવી પડે છે, ત્યારબાદ ખ્યાલ આવે છે કે ફિલ્મની સ્ટોરી શું છે?
સ્ટોરીનો એક point જો તમે સમજવામાં મિસ કરી ગયા તો ત્યાર પછીની ફિલ્મ વધુ confusion પેદા કરે છે. સામાન્ય audience ને સમજવામાં અઘરી સાબિત થઇ શકે તેવું presentation, અમુક ફિલ્મો સામાન્ય audience માટે નહી પણ intellectual audience માટે બનતી હોય છે.
Tenet (2020)
શરૂઆતની અમુક મીનીટસ તમે ફિલ્મને proper સમજી શકશો, પણ જેમ જેમ ફિલ્મ આગળ વધે તેમે તેમ તમે ગૂંચવાતા જશો. વચ્ચે વચ્ચે અમુક એક્શન સીન્સના કારણે તમે કંટાળશો નહી પણ તમારું mind clear નહી થાય કે સ્ટોરીમાં શું થઇ રહ્યું છે? ફિલ્મ પૂરી થયા બાદ તમારા mind માં અનેક પ્રશ્નો હશે, જેનો જવાબ નહી મળે.
Interstellar (2014)
ફિલ્મ science fiction હોવાથી સ્ટોરીમાં time travel, black hole, black hole, binary code જેવી અઘરી થીયરીના કારણે સામાન્ય audience સમજી જ નહી શકે કે ફિલ્મની real સ્ટોરી શું છે? હકીકતમાં આ ફિલ્મને સમજવા માટે science ને સમજવું જરૂરી છે.
Memento (2000)
સૌથી પહેલા ફિલ્મની સ્ટોરી ક્યાંથી શરુ થાય છે તે તમે પકડી નહી શકો, ફિલ્મ જેમ જેમ આગળ વધે તેમ તેમ તમે વધુ ગુચવાતા જશો. ફિલ્મ જયારે પૂરી થશે ત્યારે તમે તેની અલગ અલગ ઘટનાઓને જોડીને ફિલ્મને સમજવાનો ટ્રાય કરશો. છતાં પણ ફિલ્મને સમજવા માટે તમારે ફિલ્મને બીજી વાર જોવી પડશે.
04. Comic-way presentation – કોમેડી way દ્વારા દર્શાવવામાં આવતી સ્ટોરી

અમુક ફિલ્મનો main genre ગમે તે હોય, પણ તેને comic-way માં બતાવવામાં આવે છે. જરૂર નથી કે ફિલ્મ કોમેડી હોય તોજ તેને comic-way માં બતાવી શકાય, અન્ય genre ની ફિલ્મોને પણ comic-way માં આસાનીથી બતાવી શકાય છે. આ પ્રકારનું presentation audience વધુ પસંદ કરે છે.
The Pink Panther ફિલ્મ સીરીઝ એક એક્શન, સસ્પેન્સ ફિલ્મ સીરીઝ છે, પણ તેને comic-way માં બતાવવામાં આવી છે. Johnny English (2003), Get Smart (2008) વગેરે પણ એક્શન ફિલ્મો છે તેને પણ તેનો sub genre કોમેડી છે. આ ફિલ્મોને જેમ્સ બોન્ડની ફિલ્મોની જેમ serious એક્શન ફિલ્મ પણ બનાવી શકાત.
બસ તેવીજ રીતે Stree (2018) ફિલ્મનો મુખ્ય subject, genre હોરર છે, પણ તેનું presentation comic-way માં છે. આ ફિલ્મ એકદમ serious હોરર પણ બની શકત.
05. Fast moving presentation – જડપથી આગળ વધતી અને સતત up and down થતી સ્ટોરી

આ પ્રકારની સ્ટોરીમાં નાની મોટી અનેક ઘટનાઓ બનતી રહે છે, જેના કારણે સ્ટોરીમાં સતત ups and downs આવ્યા જ કરે છે, અને સ્ટોરી જડપથી આગળ વધતી હોય છે, જેથી ફિલ્મની સ્પીડ ફાસ્ટ લાગતી હોય છે
એક્શન ફિલ્મોમાં આ પ્રકારનું presentation ખુબ સામાન્ય છે, પણ એક્શન ફિલ્મો સિવાય અન્ય genres ની અનેક ફિલ્મો એવી હોય છે જે આ પ્રકારના presentation મુજબ બનેલી હોય છે, અને ફાસ્ટ સ્પીડના કારણે ફિલ્મ જોવામાં ટાઈમ ક્યા પાસ થઇ જાય તેનો ખ્યાલ નથી આવતો.
આ પ્રકારના presentation સાથે audience જલ્દી attach થાય છે, અને તેમને કંટાળો બિલકુલ નથી આવતો, આવી ફિલ્મો જોતી વખતે મોટાભાગે mind માં કોઈ અન્ય વિચાર જલ્દી આવી શકતા નથી.
Forrest Gump (1994)
ફિલ્મની કોઈ specific સ્ટોરી નથી, એક બાયોગ્રાફી પણ કહી શકાય. છતાં પણ ફિલ્મ જોવાની એક મજા છે. અલગ અલગ ઘટના ક્રમ, જેના કારણે ફિલ્મ ક્યાય પણ અટકતી નથી. એક પછી એક emotional, inspiration અને challenging situations જે audience ને સતત વિચારતી રાખે છે. અને ટોમ હેન્કનું character અને તેની ગ્રેટ એક્ટિંગ, જે audience ને તેની સાથે સતત connected રાખે છે.
The Girl Next Door (2004)
ફિલ્મ શરુ થાય ત્યારબાદ એક પછી એક અનેક ઘટનાઓ બનતી જ જાય છે, અને સ્ટોરી ખુબ જલ્દી આગળ વધતી જાય છે, સ્ટોરીમાં કંઇકને કંઈક twist and turn આવ્યા જ કરે છે.
Friends with Benefits (2011)
ફિલ્મના ઓપનીંગ સીન દ્વારા જ સ્ટોરી સાથે જલ્દી attach થઇ જવાય છે. ફિલ્મની easy સ્ટોરી અને આસાનીથી સમજમાં આવે તેવી situations ના કારણે ફિલ્મ ખુબ સારી રીતે enjoy કરીને જોઈ શકાય છે. ફિલ્મ ક્યાય અટકતી નથી, જેના કારણે ફિલ્મ ફાસ્ટ લાગે છે. ફિલ્મ દરમ્યાન વધુ વિચારવાનો ટાઈમ મળતો નથી.
06. Quite slow presentation – એકદમ ધીમી ગતિએ આગળ વધતી સ્ટોરી

એકદમ ધીમી સ્ટોરી, ધીમી ફિલ્મો. ઘણી ફિલ્મો એકદમ slow સ્પીડમાં આગળ વધતી હોય છે, ઉપરથી તેમાં કંઇક ખાસ ઘટનાઓ ઘટની પણ નથી હોતી, આવી ફિલ્મો જોવા માટે હિમ્મત અને ધીરજ બંને ખાસ જોઈએ.
સ્ટોરી એ હદે dramatic હોય છે કે એક stage પછી તેને જોવામાં interest ઓછો થઇ જાય છે. મોટાભાગની audience અથવા movie lovers પણ આ પ્રકારની ફિલ્મો જોવાનું પસંદ નથી કરતા હોતા.
Phantom Thread (2017)
2 કલાક 10 મીનીટની આ ફિલ્મ એટલી ધીમી છે કે audience ને ઊંઘ આવી જાય, ફિલ્મની સ્ટોરી પણ 1950 ના દાયકાના લંડનના એક ફેશન ડિઝાઈનરની છે જે તેના કરતા ઓછી ઉમરની સ્ત્રીના પ્રેમમાં છે. જેમાં અનેક ઉતર ચઢાવ આવે છે.
The Revenant (2015)
ફિલ્મની શરૂઆતમાં 6 મિનીટનો એક fight sequence છે, જેને જોઇને લાગે છે કે ફિલ્મ interesting બનશે, પણ ત્યારબાદ ફિલ્મ અચાનક slow બનતી જાય છે. ફિલ્મની સ્ટોરી આગળ વધે છે પણ તેમાં અનેક ઘટનાઓ પણ બને છે, છતાં ફિલ્મ ઘણી slow લાગે છે.
અમુક ફિલ્મો તેના વિષય અને સ્ટોરીના કારણે ધીમી લાગે છે, જેમકે Paranormal Activity ફિલ્મ સીરીઝ, Personal Shopper (2016) વગેરે ફિલ્મો અત્યંત ધીમી છે.
07. Dramatic presentation – ડ્રામા બેઝ ધરાવતી સ્ટોરી

ફિલ્મની કોઈ મુખ્ય સ્ટોરી ના હોય અને ફિલ્મમાં કોઈ ખાસ ઘટના પણ ના બનતી હોય, જેમાંથી મોટાભાગની ડ્રામાં ફિલ્મો હોય છે. તેમાંથી અમુક ડ્રામાં ફિલ્મો એવી હોય છે કે તમે વચ્ચે 20 મિનીટ ફિલ્મ ના જુવો અને ફરી જોવાનું શરુ કરો તો પણ સ્ટોરી almost તમારા સમજમાં આવી જશે, સ્ટોરી ઉપર કંઇ વધુ ફર્ક નહી પડે.
ફિલ્મની સ્ટોરી કોઈપણ હોય તેને dramatic રીતે તેનું presentation કરવામાં આવ્યું હોય. ક્રિટીક્સ માટે આવી ફિલ્મો તેમની first choice હોય છે.
Before Sunshine (1995)
ફિલ્મની શરૂઆતમાં એક છોકરી એક છોકરાને મળે છે, છોકરો તેને બીજા દિવસ સુધી તેને company આપવાનું કહે છે અને છોકરી માની જાય છે, ત્યારબાદ બંને એક દિવસનો ટાઈમ એકબીજા સાથે spend કરે છે, આ એક દિવસની ઘટનામાં બંને એકબીજા સાથે ખુબ વાતો કરે છે, અને એકબીજાને જાણે છે, અને છેલ્લે એકબીજાના પ્રેમમાં પડે છે.
પણ આ દરમ્યાન કોઈપણ ખાસ ઘટના બનતી નથી. ફિલ્મની સ્ટોરી બસ આટલી જ છે, છતાં ફિલ્મની ગણતરી કલ્ટ ક્લાસિક રોમેન્ટિક ફિલ્મોમાં થાય છે.
08. Slow start but pace presentation – ધીમી શરૂઆત બાદ મક્કમ ગતિએ આગળ વધતી સ્ટોરી

અમુક ફિલ્મોની શરૂઆતમાં સ્ટોરીનો એક proper base બનાવવામાં આવે છે, present situation બતાવવામાં આવે છે, characters introduction કરવામાં આવે છે, ધીમે ધીમે સ્ટોરી આગળ વધે છે. અને ત્યાર બાદ ફિલ્મ interesting બને છે.
અથવા આવી અમુક ફિલ્મો શરૂઆતમાં slow હોય છે, ધીમે ધીમે પછી સ્ટોરીમાં ગતી પકડે છે અને ત્યારબાદ ફિલ્મને જોવામાં interest પેદા થાય છે.
Life of Pi (2012)
ફિલ્મની શરૂઆતની 35 મિનીટ ફિલ્મની સ્ટોરીનો base બનાવવામાં આવ્યો છે, ત્યાં સુધી એવું લાગે છે કે આ એક normal ડ્રામા ફિલ્મ છે, 35 મિનીટ પછી ધીમે ધીમે સ્ટોરી આગળ વઘતી જાય છે, અને ત્યાર બાદ જ હકીકતમાં ફિલ્મ જોવા લાયક (Indian audience માટે) બને છે.
The Curious Case of Benjamin Button (2008)
ફિલ્મની શરૂઆતમાં એવું લાગે છે આ ફિલ્મ આખી જોઈ નહી શકાય, 50 મિનીટ સુધી ફિલ્મ જેમ તેમ કરીને જોવી પડે છે, અને તે દરમ્યાન એવું બિલકુલ લાગતું નથી કે ફિલ્મ રોમાન્સ genre ની છે. લગભગ એક કલાક પછી ધીમે ધીમે ફિલ્મની સ્ટોરી interesting થવા લાગે છે.
Catch Me If You Can (2002)
ફિલ્મની શરૂઆત slow થાય છે. અને audience ને ફિલ્મ જોવામાં કઈ ખાસ interest ના પડે તે પ્રકારની છે, પણ જેમ જેમ ફિલ્મ પાસ થતી જાય તેમ તેમ સ્ટોરી clear થતી જાય છે, અને ફિલ્મને જોવામાં interest પેદા થાય છે.
09. Totally entertainment presentation – ખુબ જ enjoy કરી શકાય તેવી interesting સ્ટોરી

આ પ્રકારની presentation ધરાવતી સ્ટોરી entertainment, અને તેને ખુબ enjoy કરીને જોઈ શકાય તેવું હોય છે, audience ને પસંદ આવે તેવું દરેક વસ્તુ આ સ્ટોરીમાં ખાસ add કરવામાં આવ્યું હોય છે. એક commercial ફિલ્મ માટે જે જે મસાલો હોવો જોઈએ તે દરેક મસાલો આ ફિલ્મમાં હોય છે.
કોઈપણ genres ની સ્ટોરી સાથે થોડી છૂટછાટ લઈને તેને કોઈપણ ભોગે તેને entertainment બનાવવામાં આવે તેવું commercial presentation.
Back to the Future (1985)
ફિલ્મ સીરીઝનો મુખ્ય subject ટાઈમ ટ્રાવેલ અને સાયંસ ફિક્શન છે, છતા ફિલ્મને ખુબ enjoy કરીને જોઈ શકાય તેવી છે. એકદમ નવો વિષય, એક પછી એક interesting બનતી ઘટનાઓ, સતત curiosity થાય તેવી situations, આસાનીથી સમજાય તેવી સ્ટોરી હોવાના કારણે ફિલ્મ presentation totally entertainment છે.
Pirates of the Caribbean (2003)
ફિલ્મના અલગ અલગ પ્રકારના અનેક characters, દરેકની એક back story, સતત up and down થતો સ્ટોરી સ્કેલ, સ્ટોરીમાં થોડા થોડા અંતરે બનતી interesting ઘટનાઓ, અને સાથે સાથે adventure, comedy અને action નું એક perfect combination ધરાવતું સ્ટોરી presentation. આ ફિલ્મ સીરીઝ કોઈપણ audience ને પસંદ આવી શકે છે.
Spider-Man (2002)
સિમ્પલ હિરો, હિરોઈન, વિલન, રોમાન્સ, ફ્રેન્ડશીપ, એક્શન, સુપરહીરો, એક commercial ફિલ્મ માટેનો perfect મસાલા ધરાવતું સ્ટોરી presentation.
10. Boring presentation – સારો subject પણ બોરિંગ સ્ટોરી

ફિલ્મનો subject સારો હોવા છતાં, સ્ટોરીમાં અનેક ઘટનાઓ ઘટતી હોવા છતાં પણ ફિલ્મ જોતી વખતે કોઈપણ રીતે audience કંટાળી જાય અને ફિલ્મ જોતા જોતા કદાચ ઊંઘ પણ આવી જાય તે પ્રકારનું બોરિંગ સ્ટોરી presentation.
બોરિંગ presentation હોવા છતાં આમાંની ઘણી ગ્રેટ અને કલ્ટ ક્લાસિક ફિલ્મો છે. હોલીવુડમાં આ પ્રકારનું presentation સામાન્ય છે પણ તેનાથી Indian audience ચોક્કસ બોર થઇ શકે છે.
હોલીવુડની એવી ઘણી ગ્રેટ ફિલ્મો છે જે જોવામાં ખરેખર બોરિંગ છે. જો ફિલ્મો જોવાનું passion ના હોય તો ખરેખર આવી ફિલ્મો જોઈજ ના શકાય, અથવા જોવાનું શરુ કરો પણ ફિલ્મને પૂરી ના કરી શકો.
Reservoir Dogs (1992)
6 ઠગ હીરાની લૂંટનો plan બનાવે છે. આ પ્રકારની સ્ટોરી હોવા છતાં ફિલ્મનુ presentation સારું એવું બોરિંગ છે, સહન કરવાની શક્તિ ખત્મ થઇ જાય તેવા ખુબ લાંબા લાંબા ખેંચાતા સીન્સ (ઓછા બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથેના સીન્સ) અને કટ કરી શકાય તેવા ડાયલોગ્સ, છતાં પણ ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની આ ફિલ્મ હોલીવુડની કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં ગણતરી થાય છે. આ ફિલ્મ ઉપરથી બોલીવુડમાં Kaante (2002) બની હતી.
Noah (2014)
ભગવાન દ્વારા નોહને એક મહત્વપૂર્ણ મિશન માટે પસંદ કરવામાં આવ્યો છે. એક કાલ્પનિક subject ધરાવતી આ ફિલ્મ અને Evan Almighty (2007) ફિલ્મ બંનેની સ્ટોરી એક સરખી જ છે (બંને હીટ ફિલ્મો છે, અને બંનેયે એક સરખો જ બીઝનેસ કર્યો છે.) છતાં બંનેના presentation માં ઘણો બધો ફર્ક છે, આ ફિલ્મનું presentation થોડું કંટાળા જનક છે, જેમાં વાર્તાને વધુ ગંભીરતા પૂર્વક કહેવામાં આવી છે, અને ફિલ્મ ખુબ જ ધીમી છે.
Blade Runner 2049 (2017)
K એક human robot છે, જેને 30 વર્ષ જુના એક secret ને solve કરવાનું assignment સોપવામાં આવે છે. આખી ફિલ્મ દરમ્યાન characters વચ્ચે એકદમ slow communication થાય છે, આસાનીથી સમજમાં નાં આવે તેવી અનેક ઘટનાઓ અને ફિલ્મની એકદમ ધીમી સ્પીડ વગેરે મળીને ફિલ્મને બોરિંગ બનાવે છે. ઉપરથી ફિલ્મના VFX, CGI સીન્સ audience નું confusion વધારવાનું કામ કરે છે. એક Indian audience માટે આ ફિલ્મ ખુબ જ કંટાળા જનક બની શકે છે.
11. Strong engaging presentation – ફિલ્મ સાથે એકદમ મજબુતીથી જકડી રાખતી સ્ટોરી

Audience ફિલ્મ જોવાનું શરુ કરે અને ત્યારબાદ થીમે ધીમે ફિલ્મ જોવામાં involve થતી જાય, ફિલ્મ જોતી વખતે audience સતત વિચારતી રહે કે હવે શું થશે? ફિલ્મ જોતી વખતે જગ્યા ઉપરથી હટવાનું મન ના થાય તે પ્રકારે audience ને ફિલ્મ સાથે એકદમ મજબુતીથી જકડી રાખતું presentation.
Psycho (1960)
ફિલ્મના characters ખુબ ઓછા છે, સુપર suspense ફિલ્મ હોવા છતાં પણ કોઈ એવી ખાસ કે મહત્વની ઘટના બનતી નથી, કે પછી excite કરી મૂકે તેવા કોઈ સીન્સ પણ નથી. ફિલ્મની ખાસ speed પણ નથી, એક ચોક્કસ ગતિથી બનતી ઘટનાઓ હોવા છતાં પણ આ ફિલ્મ જોતી વખતે તમે તેમાં એટલા ડૂબી જાઓ છો કે ત્યારે બીજો કોઈ વિચાર તમારા મનમાં આવી શકતો નથી.
Phone Booth (2002)
Almost આખી ફિલ્મ એક મોટા લોકેશન ઉપર હોવાથી ફિલ્મમાં બનતી નાની નાની ઘટનાઓ અને બે characters વચ્ચેના અસરકારક communication ધરાવતા dialogues જ audience ને ફિલ્મ સાથે એક strong grip બનાવીને જકડી રાખે છે.
આ 11 પ્રકારના storytelling presentations માંથી કોઈ એક પસંદ કરો
એક ફિલ્મ આટલા પ્રકારના presentation માંથી એક હોવી જોઈએ. હોલીવુડ અથવા બોલીવુડની મોટાભાગની ફિલ્મોનું example જોઇ લો, તે આ 11 presentation માંથી જ કોઈ એક હશે.
ફિલ્મનું presentation કેવું હોવું જોઈએ તે ડિરેક્ટરની પોતાની choice ઉપર depend કરે છે. તમારી ફિલ્મ તમે કેવી રીતે present કરવા માંગો છો તે ફક્ત તમારા પોતાના ઉપર જ આધાર રાખે છે.
Conclusion
એક ફિલ્મ સ્ટોરીને ઘણી અલગ અલગ રીતે present કરી શકાય છે. ફિલ્મ કોઈપણ genre અને subject ની હોય, એક ડિરેક્ટરે ફિલ્મને કેવી રીતે present કરવી છે તેને storytelling & screen presentation દ્વારા નક્કી કરી શકાય છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.