2005 માં ડિરેક્ટર વિપુલ શર્માએ Love is Blind નામની ગુજરાતી ફિલ્મ બનાવીને મોર્ડન ગુજરાતી ફિલ્મોની શરૂઆત કરી હતી, આ ફિલ્મમાં બોલીવુડ એક્ટ્રેસ સોનાલી કુલકર્ણી અને સુધા ચંદ્રને કામ કર્યું હતું. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે multiplex theater માં રીલીઝ થઇ હતી.
ત્યાર પછી 2012 માં અભિષેક જૈને Kevi Rite Jaish ફિલ્મ બનાવી. જેમાં marketing strategy તરીકે આ ફિલ્મને “અર્બન ગુજરાતી ફિલ્મ” નામ આપ્યું. આ ફિલ્મની સફળતા પછી આ પ્રકારની મોર્ડન ગુજરાતી ફિલ્મો બનાવવાનો એક ટ્રેડ શરુ થયો.
2015 માં કૃષ્ણદેવ યાજ્ઞીકે Chello Divas ફિલ્મ બનાવીને ગુજરાતી ઓડીયન્સને ફરીથી ગુજરાતી ફિલ્મો જોતા શરુ કર્યા અને અન્ય ડિરેક્ટર્સ માટે સફળતાનો એક ખુબ અઘરો milestone ઉભો કર્યો, અને આ ફિલ્મની સફળતા પછી ગુજરાતી ફિલ્મ બનાવવાની રીતસરની એક competition જ શરુ થઇ.
ફિલ્મ આટલી સફળ કેમ થઇ? ફિલ્મના હીટ થવાના main 3 reasons
(1). ફિલ્મનો fresh content અને different concept જે teenager અને youth ને ખુબ ગમ્યો
ફિલ્મ હિટ જવાનું main reason ફિલ્મનું fresh content અને different concept હતો, જે ગુજરાતી ફિલ્મોમાં એકદમ નવો જ હતો. સાથે સાથે young generation ના routine life dialogues અને થોડી ઘણી adult comedy હતી, જે તેમને ખુબ પસંદ આવી.
(2). A complete youth film
ફિલ્મનો subject special youth ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો હતો, ફિલ્મ કોલેજીયન અને young generation ને જ ધ્યાનમાં રાખીને લખાઈ હતી, જે એક experiment હતો, કારણ કે ગુજરાતીમાં આ પ્રકારની કોઈ ફિલ્મ અગાઉ આવી નહતી.
(3). ફિલ્મની strong mouth publicity
ફિલ્મ હિટ થવાના ઘણા બધા reasons માંથી એક reason ફિલ્મની mouth publicity પણ છે. એકદમ fresh content અને dialogues ના કારણે મીડિયા અને પબ્લિકમાં ફિલ્મ વિશે જે પ્રકારના discussion થયા, અને તેના કારણે જે mouth publicity થઈ હતી, તેવું હજી સુધી અન્ય કોઈ ગુજરાતી ફિલ્મ માટે થયું નથી.
કોલેજીયન્સ અને યુથને આ ફિલ્મ પોતાના આસપાસની લાગી
3 કારણોથી teenagers અને youth ને આ ફિલ્મ પોતાના આસપાસની લાગી.
(1). આજના દરેક કોલેજીયનને પોતાની જ વાર્તા અને પોતાનો કોલેજ ટાઈમ આ ફિલ્મમાં દેખાયો, જેના કારણે ફિલ્મ સાથે તેઓ બહુ જલ્દી connect થઇ ગયા.
(2). આજની young generation જે પ્રકારની life-style છે તેને આ ફિલ્મમાં કોઈપણ જાતની formality વગર બતાવવામાં આવી છે, જેના કારણે કોલેજીયન્સને આ ફિલ્મ પોતાની લાગી, જેથી તેમને ફિલ્મ વારંવાર enjoy કરીને જોઈ.
(3). ફિલ્મના દરેક characters તેમને પોતાની life આસપાસના જ લાગ્યા. ફિલ્મનો સૌથી main plus point એ છે કે ફિલ્મ જોતી વખતે તેમને એવું લાગતુ જ નહોતું કે તેઓ ફિલ્મ જોઈ રહ્યા છે, બસ પોતાની આસપાસની જ કોઈ ઘટનાઓ જોઈ રહ્યા હોય એવું લાગ્યું.
આ ફિલ્મમાં young audience માટે ઘણું નવું હતું
ફિલ્મમાં થોડી adult comedy અને double meaning dialogues છે, પણ તે આજની young generation ની routine life નો જ એક ભાગ છે. આ બધું ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધી આવ્યું નહતું તેથી audience ને થોડું નવું ચોક્કસ લાગ્યું, ફિલ્મમાં આજના ટાઈમની reality છે.
છેલ્લો દિવસ ફિલ્મના 10 achievements

(1). 20th Nov. 2015, આ ફિલ્મ રીલીઝ થઈ તેના આગલા દિવસે જ મોટાભાગના cinema hall માં એડવાન્સમાં બધી ટિકિટ વેચાઈ ગયી હતી, પહેલો દિવસ દરેક સિનેમા હોલમાં houseful હતો.
(2). 1st week થી લઈને 4th week સુધી મોટાભાગના cinema hall માં ફિલ્મ houseful હતી.
(3). રિલીઝના 1st week માં IMDB ઉપર 10 માંથી 9.8 points મળ્યા, અત્યાર સુધીમાં દુનિયાની ફક્ત 3 એવી ફિલ્મ છે જેમને આટલા points મળ્યા હોય.
(4). મોટા ભાગના કોલેજીયનોએ આ ફિલ્મ cinema hall માં એકથી વધુ વાર જોઈ છે.
(5). લાખો ટીન-એજર્સે પહેલી વાર કોઈ ગુજરાતી ફિલ્મ જોઈ, અથવા પહેલી વાર ગુજરાતી ફિલ્મ cinema hall માં જોઈ.
(6). ફિલ્મની સફળતા જોઇને ફિલ્મ વિષે ગુજરાતના લગભગ દરેક ન્યુઝપેપરમાં અનેક articles લખાયા.
(7). કાજલ ઓઝા વૈધે પણ “કોફી કેમ મંગાવી” ટોપિક પર women nature વિષે દિવ્ય ભાસ્કરમાં તેમની કોલમ “એક બીજાને ગમતા રહીએ” માં article લખ્યો. લલિત લાડે ગુજરાત સમાચારમાં મન્નુ શેખચિલ્લી તરીકેની તેમની કોલમમાં આ ફિલ્મ વિષે ખાસ લખ્યું.
(8). આ ફિલ્મ વિષે positive અને negative એમ બંને ખુબ લખાયું, ખુબ બોલાયું અને તેના ખુબ ડિસ્કશન પણ થયા.
(9). આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી ફિલ્મ છે જેને ગુજરાતની young generation ને ગુજરાતી ફિલ્મ તરફ attract કર્યા અને ગુજરાતી ફિલ્મ જોતા શરુ કર્યા.
(10). Chello Divas ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તે સમયે બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી (જો sensor copy લીક ના થઇ હોત તો તે ટાઈમે કદાચ સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ પણ બની શકત).
ફિલ્મની સ્ક્રિપ્ટ શરૂઆતમાં ઘણા વ્યક્તિઓને એટલી ખાસ પસંદ નહોતી આવી
ફિલ્મના કાસ્ટીંગ ડિરેક્ટર અભિષેક શાહે સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને કહ્યું હતું કે “આવી ફિલ્મ ન બનાવાય“. ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર ચિન્મય પરમારે પણ કૃષ્ણદેવ યાજ્ઞિકને કહ્યું હતું કે “આ ફિલ્મ કેમ બનાવવા માંગો છો?” એક્ટર્સ પણ સ્ક્રિપ્ટ વિષે કંઇ વધુ positive નહોતા.
પણ કૃષ્ણદેવ યાજ્ઞિક પોતાના vision ઉપર એકદમ clear હતા, જેથી તેમને કોઈપણના suggestion ધ્યાનમા ના લીધા.
ડિરેક્શન અને ફિલ્મમેકિંગ વિષે જાણવા માટે મેં આ ફિલ્મ જોઈન કરી હતી
નાનપણથી જ ફિલ્મ ડિરેક્શનનું passion હોવાથી અને ફિલ્મમેકિંગ જાણવા શીખવા માટે આ ફિલ્મ મેં જોઈન કરી હતી. જે માટે હું કૃષ્ણદેવ યાજ્ઞિક અને વૈશલ શાહને રૂબરૂ મળ્યો, અને તેમને ખુબ જ clearly કહ્યું કે “ફિલ્મ ડિરેક્શનનું શીખવા માટે હું આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવા માંગું છું” અને થોડા દિવસ પછી મારું selection થયું.
કૃષ્ણદેવ યાજ્ઞિક અને વૈશલ શાહ બંને childhood friends, જેના કારણે બંને વચ્ચે ખુબજ સારી bonding અને understanding. બંનેને પહેલી વાર મળ્યો ત્યારે તેમની working system જોઇને ખ્યાલ આવી ગયો કે they are very professional in work. બંને તેમના planning માં એકદમ clear છે, અને પુરેપુરી preparation કરીને જ ફિલ્મ બનાવી રહ્યા છે, જેથી ફિલ્મમાં કામ કરવાની વધુ ઈચ્છા થઇ.
ફિલ્મમાં પહેલો દિવસ
25 એપ્રિલ 2015, મેં ફિલ્મ join કરી. પહેલા દિવસે પ્રોડક્શન હાઉસ Belveders Films ની ઓફીસ જવા માટે Titanium City Center ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લીફ્ટની વેઇટ કરી રહ્યો હતો, લીફ્ટ આવી અને તેમાંથી વૈશલ શાહે બહાર આવીને કહ્યું કે તમે Club House જાઓ, બધા ત્યાં જ છે.
Titanium City Center ના Club House માં કૃષ્ણદેવ યાજ્ઞિક, એસોસિયેટ ડિરેક્ટર અર્ચના સાથે અન્ય 2, 3 આસિસ્ટન્ટ્સ હતા. તે દિવસે બધા એક્ટર્સ, મલ્હાર, યશ, જાનકી, કિંજલ, મિત્ર, આર્જવ, રાહુલ વગેરે સ્ક્રિપ્ટ riding અને rehearsal કરી રહ્યા હતા.
હું દરવાજો ખોલી રૂમમાં enter થયો ત્યારે યશ ફિલ્મના છેલ્લા સીનનો dialogue બોલી રહ્યો હતો, “હવે બીજા કોઈને કોઈપણ જાતની લવારી કરવાની બાકી છે?” ફિલ્મનો આ first dialogue ત્યારે સાંભળ્યો.
પહેલી વાર ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચીને confusion થયું હતું
અર્ચનાએ સ્ક્રિપ્ટ આપી અને મેં સ્ક્રિપ્ટ વાચવાનું શરુ કર્યું, જેમ જેમ વાંચતો ગયો તેમ સમજમાં આવતું નહોતું કે સ્ટોરીમાં શું થઇ રહ્યું છે? એટલે વધુ focus આપીને ફરીથી સ્ક્રિપ્ટ વાચવાની શરુ કરી. થોડે પેજ વાચ્યા પછી મને લાગ્યું કે ફિલ્મ કોમેડી પણ ડ્રામા જોનરની લાગે છે, જેમાં કોઈ main સ્ટોરી નથી.
પૂરી સ્ક્રિપ્ટ વાંચ્યા પછી હજી પણ હજુ થોડું ઘણું confusion હતું, એટલે ફરી વાચી. સ્ક્રિપ્ટ complete કરી અને ત્યાજ અર્ચનાએ પૂછ્યું “કેવી લાગી સ્ક્રિપ્ટ?” કદાચ તેમને quick reaction જાણવું હશે. સ્ક્રિપ્ટમાં મને comedy વધુ લાગી એટલે મેં reply આપ્યો “Good, પણ સ્ટોરી clear ના થઇ.”
સ્ક્રિપ્ટ વાંચીને પણ લીડ એક્ટર વિષે ખ્યાલ ના આવ્યો એટલે મેં મલ્હારને પૂછ્યું કે “ફિલ્મના લીડ તમે કરો છો?” મલ્હારે યશ તરફ ઈશારો કરીને કહ્યું “આ મિત્ર લીડ કરી રહ્યો છે, અને હું સેકંડ લીડ કરૂ છું.”
ફિલ્મની સ્ક્રિપ્ટ થોડી ઘણી હોલીવુડ ફિલ્મ Dirty Movie (2011) જેવી લાગી
એક્ટર્સ સ્ક્રિપ્ટ reading કરી રહ્યા હતા તે સાંભળીને સ્ક્રિપ્ટ હોલીવુડ ફિલ્મ Dirty Movie (2011) જેવી લાગી, જેથી ઘરે જઈને YIFY વેબસાઈટ ઉપરથી આ ફિલ્મ download કરીને જોઈ. બંને ફિલ્મમાં એ જ similarity હતી કે બંનેમાં adult comedy હતી, અને કોઈ ખાસ સ્ટોરી હતી નહી.
ફિલ્મના બે strong leader, ડિરેક્ટર અને ક્રિએટીવ પ્રોડ્યુસર
ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક એકદમ cool minded person. તેમને first time મળ્યો ત્યારે જ almost ખ્યાલ આવી ગયો હતો કે he is very serious in his work, પણ તેનો અનુભવ પછીથી થયો.
શૂટિંગ શરુ થવાના 2, 3 દિવસ પહેલા એક દિવસ પ્રોડક્શન ઓફીસથી સાંજે 7 આસપાસ હું ઘરે જવા નીકળ્યો ત્યારે કૃષ્ણદેવ યાજ્ઞિક PC ઉપર કંઇક કામ કરતા હતા, બીજા દિવસે સવારે હું 9 આસપાસ ઓફીસ આવ્યો, ત્યારે પણ તેઓ ગઈ સાંજની જેમ જ PC ઉપર કામ કરી રહ્યા હતા.
થોડા ટાઈમ પછી ખ્યાલ આવ્યો કે તેમણે લગભગ આખી રાત PC ઉપર સ્ક્રિપ્ટ એડિટ કરી અને final schedule change કર્યું હતું. જેથી તેમના આ hard work અને dedication ઉપર ખરેખર respect થયું.
વૈશલ શાહ ફિલ્મના creative producer અને એક effective leader, ખુબ જ active person. Deal કરવામાં, planning માં અને માર્કેટીંગમાં તેમની માસ્ટરી, તેમનો corporate experience ખુબ strong, જેનો ઉપયોગ તેમને ફિલ્મમાં ખુબ જ સારી રીતે કર્યો.
બંને આ ફિલ્મ વિષે જ સતત વિચારી રહ્યા હતા, તેના સિવાય કોઈ વિચાર તેમના મગજમાં ચાલતો નહતો.
Professional & experienced team members
ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર અભિષેક શાહ, જેઓ અગાઉ અભિષેક જૈનની ફિલ્મ Bey Yaar માં કાસ્ટિંગ કરી ચુક્યા હતા (જેમણે Hellaro (2019) ફિલ્મ બનાવી હતી). એસોસિએટ ડિરેક્ટર અર્ચના USA થી ફિલ્મમેકિંગ શીખ્યા હતા. ચિન્મય પરમાર જે Gujjubhai the Great માં 1st આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા.
અન્ય technicians માં, સિનેમેટોગ્રાફર એલેક્સ મેકવાન FTI passout છે જેમને અગાઉ Kookh નામની ફિલ્મ કરી હતી. હેતુલ તપોધન જેમને Kevi Rite Jaish અને Bey Yaar માં મેકઅપ ડિઝાઇન કરી હતી. કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશી જેમને અગાઉ Bey Yaar અને Bas Ek Chance માં કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા હતા. ગેફર અને લાઈટ ટીમ મુંબઈની હતી જેમને અગાઉ ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.
આ આખી ટીમ તેમના વર્કમાં બેસ્ટ હતી જ, અને તેના કરતા પણ મહત્વની વાત કે તેમની પાસેથી ખુબ જ સારું કહી શકાય તેવું કામ લેવામાં આવ્યું હતું.
ફિલ્મના એક્ટર્સ
Almost એક્ટર્સને ડ્રામાનો સારો experience હતો. મોટાભાગના એક્ટર્સની આ પહેલી ફિલ્મ હતી એટલે તેમનામાં dedication ખુબ જ હતું. એક્ટર્સને જે પણ કહેવામાં આવતું તેને પોતાની responsibility સમજીને તેઓ તેને proper follow કરતા હતા. તેમના તરફથી કોઈપણ પ્રકારના problem અથવા issue બિલકુલ નહતા. આ તે ટાઈમ હતો જયારે બધા જ એક્ટર્સ સ્ટાર અથવા પોપ્યુલર નહોતા બન્યા.
ફિલ્મની બંને લીડ એક્ટ્રેસીસ બંને લીડ એક્ટર્સ કરતા 1 વર્ષ મોટી હતી, May 2015 માં શૂટિંગ વખતે જાનકી 19 વર્ષની હતી અને યશ 18 વર્ષનો, કિંજલ 26 વર્ષની અને મલ્હાર 25 વર્ષનો હતો.
9th May 2015, ફિલ્મ શૂટિંગ શરુ થયુ

9th may 2015, ફિલ્મનું શૂટ શરુ થયું, શૂટિંગના પહેલા દિવસનો સીન ફિલ્મનો છેલ્લો સીન હતો. Shanti Business School ના મેઈન ગેટ પાસે ફિલ્મનો છેલ્લો સીન શૂટ થયો હતો. (જે પાછળથી કેન્સલ કરવામાં આવ્યો).
ફિલ્મમાં કોલેજનું શૂટ બોપલની Shanti Business School માં થયું હતું. રાતનો ટેરેસનો સીન Zydus Hospital ના 15th floor ઉપર શૂટ થયો હતો જ્યાંથી અમદાવાદનો રાતનો top view એકદમ clear દેખાતો હતો. મલ્હારનો accident જે કારથી થાય છે તે કાર વૈશલ શાહે ચલાવી હતી, જેમાં almost 5 ટેક્સમાં આ શોટ પૂરો થયો હતો.
2nd June જે મારી birth date હતી, તે દિવસે 3 સીન શૂટ થયા. સવારે સરદાર પટેલ સ્ટેડીયમના sports club માં શૂટ હતું, જ્યાં સ્વીમીંગ પુલ પાસે યશ જાનકીને ફોન કરે છે તે સીન હતો. ત્યાર બાદ પૂલ ટેબલનો સીન હતો અને સાંજે જયારે યશ શોપમાં જાનકી માટે flowers ખરીદે છે તે સીન શૂટ થયો હતો.
ફિલ્મનું નામ 2 વાર બદલવામાં આવ્યું
સૌથી પહેલા પ્રિ-પ્રોડક્શન દરમ્યાન ફિલ્મનું નામ Canteen time હતું, તે પછી શૂટિંગ દરમ્યાન ATKT રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ છેલ્લે એટલે કે શૂટિંગના અડધા schedule પછી Chhello Divas નામ ફાયનલ થયું.
ફિલ્મમાં કૃષ્ણદેવ યાજ્ઞિકના અનેક decisions સામે ઘણા વ્યક્તિઓ agree નહતા
ફિલ્મ દરમ્યાન એક વાત મેં ખાસ note કરી. આ ફિલ્મમાં કૃષ્ણદેવ યાજ્ઞિકના ઘણા decisions સામે ફિલ્મના ઘણા વ્યક્તિઓ agree નહતા.
શરૂઆતમાં સ્ક્રિપ્ટ બાબતે, તેમની working system બાબતે અને ફિલ્મના નામ બાબતે પણ અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ opinions હતા. પણ કૃષ્ણદેવ યાજ્ઞિક દરેક point ઉપર પોતે એકદમ clear હતા કે તેમની requirement શું છે?
પણ professional ટીમ members ની main responsibilities માંથી એક છે પોતાના thoughts જે હોય, પણ છેલ્લે ડિરેક્ટરના vision, thoughts અને planning ને strictly follow કરવા, અને અહી પણ એમજ થયું હતું. જેથી ફિલ્મ દરમ્યાન કોઈપણ પ્રકારના problems ક્યારેય ઉભા થયા નહી.
ફિલ્મ હિટ જશે તેવું સૌથી પહેલા ફિલ્મના cinematographer એલેક્સ મેકવાને મજાકમાં કહ્યું હતું
ફિલ્મ હિટ જશે તેવું સૌથી પહેલા કદાચ ફિલ્મના cinematographer એલેક્સ મેકવાને મજાકમાં કહ્યું હતું.
એક વાર શૂટિંગના ફ્રી ટાઈમમાં અમે બંને જયારે કેમેરા વિષે discuss કરી રહ્યા હતા, ત્યારે તેમને કહ્યું કે ફિલ્મમાં જે કેમેરા use થઇ રહ્યો છે તે “Epic-X Red dragon” અગાઉ ફિલ્મ Fukrey, Bhag Milkha Bhag, Kick અને PK માં પણ use થયો હતો. અને તે બધી જ ફિલ્મો હિટ ગયી છે, એટલે આ ફિલ્મ પણ હિટ જશે.
તેમની આ મજાક તે ટાઈમે ખુબ જ enjoy કરી હતી. પણ બંનેને બિલકુલ ખ્યાલ નહોતો કે તે ટાઈમે ફક્ત મજાકમાં કહેલી આ વાત future ખરેખર સાચી સાબિત થશે.
ફિલ્મના 5 strong points
(1). પ્રિ-પ્રોડકશનથી લઈને રિલીઝ સુધીનું બધું જ વર્ક એક professionally way માં થઇ રહ્યું હતું. (2). દરેક કામ માટે enough ટાઈમ આપીને પુરતી મહેનત કરવામાં આવી હતી. (3). દરેક કામ માટે પ્રોપર ટેકનિશિયન્સને હાયર કરવામાં આવ્યા હતા. (4). ટીમમાં દિલથી કામ કરવાની ધગશ અને ઉત્સાહ હતો. (5). Financial ક્યાંય પણ કરકસર કરવામાં આવી નહતી.
ડિરેક્ટરની પહેલી ફિલ્મ હોવા છતાં પણ તેઓ કોઈ બાબતે confuse બિલકુલ નહોતા, તેમની requirement માં તેઓ એકદમ clear હતા. જો કોઈ weak point ગણવામાં આવે તો તે ફિલ્મની સ્ટોરી હતી.
ફિલ્મમેકિંગ દરમ્યાન એકદમ proper મહેનત કરવામાં આવી હતી
ફિલ્મ શૂટિંગ શરુ થવાના આગળના દિવસ સુધી કૃષ્ણદેવ યાજ્ઞિક સ્ક્રિપ્ટમાં કંઇકને કંઇક એડિટ કરી રહ્યા હતા. જેનો મતલબ કે તેઓ maximum result મેળવવા ઇચ્છતા હતા.
હોસ્પીટલમાં સાંજે સીન શૂટ કરી રહ્યા હતા, ત્યારે almost બધા જ એટલા થાકી ગયા હતા, હું એક જગ્યા ઉપર આવીને બેસી ગયો, અને મારી બાજુ માંજ એક આસિસ્ટન્ટ આવીને બેઠો, અને આંખો બંધ કરી લગભગ સુઈ જ ગયો, લગભગ કલાક પછી તે જાગ્યો અને ચાલી રહેલ સીનને જોઇને કહ્યું “હજુ સીન ખત્મ થયો નથી? મજાક થઇ રહી છે કે શું? KD sir શું કરી રહ્યા છે?“
તેનાં એકદમ strong અને confused reaction ખરેખર જોવા લાયક હતા. પણ હા કૃષ્ણદેવ યાજ્ઞિક ખુબ સારો એવો ટાઈમ લઈને સીન ડિરેક્ટ કરી રહ્યા હતા, જે તેમનો એક plus point હતો, પણ તેમને સમજવા અને તેમના આ plus point ને સમજવો તે અન્ય માટે તે ટાઈમે શક્ય નહતું.
11th Jun 2015, ફિલ્મ શૂટિંગ ખત્મ થયું
11th Jun. 2015, ફિલ્મના શૂટિંગનો છેલ્લો દિવસ, છેલ્લો સીન વડોદરામાં શૂટ થયો હતો. આ સીન ખત્મ થતા જ શૂટિંગ ખત્મ થવાનું એક નાનું celebration કર્યું હતું. ત્યારે ફિલ્મના creative producer વૈશલ શાહે બસ એમજ મને પૂછ્યું, “ફિલ્મ સુપરહિટ જશે ને?” મેં કહ્યું “કેમ નહિ”
પણ હકીકતમાં ત્યારે ફક્ત તેમનું માન રાખવા માટે જ કહ્યું હતું, બાકી ફિલ્મ સફળ થશે તેના વિષે કોઈ ખાસ પોઝીટીવ વિચાર ત્યારે આવ્યા નહતા.
કોઈપણ પ્રકારના problems વગર શૂટ ખત્મ થયું
Normally ફિલ્મના શૂટમાં કેટલાય problems આવતા હોય છે, પણ આ ફિલ્મનું શૂટ કોઈ પણ જાતના problem વગર આસાનીથી પૂરું થયું. તેનું મુખ્ય કારણ એ હતું કે અન્ય ફિલ્મ શૂટિંગ જેવું atmosphere અહી બિલકુલ નહોતું. ઈર્ષા કે politics જેવું કંઇ હતુ જ નહી.
ફિલ્મમાં ડિરેક્ટરથી લઈને એક્ટર્સ કે crew member માંથી કોઈ નાનું મોટું નહતું, દરેક વ્યક્તિને enough respect મળતું હતું. અનેક વ્યક્તિઓની આ પહેલી ફિલ્મ હતી, જેથી ego clash અથવા internal problem ઉભા થવાનો કોઈપણ પ્રસંગ બન્યો જ નહતો, જે એક ફિલ્મ માટે ખુબ સારો point હતો.
ફિલ્મનું એક્સ્ટ્રા સ્ટ્રોંગ માર્કેટિંગ

ફિલ્મનું માર્કેટિંગ ખુબજ strong કરવામાં આવ્યું હતું. અને તેની પાછળ ખુબ મોટું budget use કરવામાં આવ્યું હતું. ડિજિટલ માર્કેટિંગ, પ્રિન્ટ મીડિયા. ફિલ્મ પોસ્ટરના giant hoardings લગભગ દરેક aria અને public places ઉપર આસાનીથી જોવા મળતા હતા.
તે સમયે અમદાવાદના કોઈપણ area માં જાઓ ત્યારે આ ફિલ્મનું પોસ્ટર ચોકસ જોવા મળતું હતું. પહેલી વખત કોઈ ગુજરાતી ફિલ્મના પોસ્ટર કોઈ corporate places ઉપર પણ જોવા મળ્યા, જે અગાઉ ક્યારેય જોયા નહોતા.
ડિરેક્ટર અને એક્ટર્સે ગુજરાતમાં અલગ અલગ cities, અલગ અલગ colleges અને events માં, F.M. channel ઉપર ફિલ્મનું ખુબ માર્કેટિંગ અને પ્રમોશન કર્યું.
ફિલ્મનું Trailer રીલીઝ થયું અને talk of the state બન્યું – Trailer નો unexpected & unbelievable response
આટલું માર્કેટિંગ કદાચ ના કર્યું હોત તો પણ એક રીતે ચાલી જ જાત કારણ કે 5th Oct. ફિલ્મનું trailer રિલીઝ કરવામાં આવ્યું, અને ત્યારથી જ ફિલ્મની પોઝીટીવ અસરની શરૂઆત થવા લાગી.
આ trailer કોલેજીયન અને youth માં રાતોરાત એટલું બધુ popular થયું કે તેમને discuss કરવા માટે એક નવો subject મળી ગયો. સ્કૂલ્સ, કોલેજીસ અને corporate ઓફિસીસમાં પણ trailer વિષે પબ્લિકમાં discuss થવા લાગ્યું.
Even તે ટાઈમે કોઈ public place ઉપર જાઓ તો આ ફિલ્મ વિશે discuss જરૂર સાંભળવા મળતું. 4 અલગ અલગ જગ્યા ઉપર ફિલ્મ વિષેના discuss સાંભળવાનો મારો વ્યક્તિગત અનુભવ હતો, આ જોઇને વિચાર ચોક્કસ આવતો કે ફિલ્મ કેવું perform કરશે?
Trailer નો response ખુબ સારો હતો પણ ફિલ્મ કેવી ચાલશે તે આવનાર ટાઈમ કહેશે
Trailer નો response જોઈને વિચાર આવતો કે ફિલ્મની mouth publicity ખુબ સારી રીતે થઇ રહી છે, જે પ્રકારે ફિલ્મનું માર્કેટિંગ થવું જોઈતું હતું તેના કરતા પણ વધુ સારું થઇ રહ્યું છે, મીડિયામાં ફિલ્મનો response પણ ખુબ જ સારો મળી રહ્યો છે, આ ટાઈમે ફિલ્મ માટે બધું જ સારું થઇ રહ્યું હતું, બસ હવે ફક્ત એ જોવાનું હતું કે ફિલ્મ કેવી ચાલે છે?
ફિલ્મ રિલીઝ થાય ત્યારે audience ની આ expectation fail થઇ શકે છે, કારણ કે ફિલ્મમાં સ્ટોરી જ નહતી જે ફિલ્મનો સૌથી મોટો weak point હતો, જે ફિલ્મને ફ્લોપ કરી શકે તેમ હતો, અને મોટાભાગના વ્યક્તિઓ એવું માનતા પણ હતા.
ફિલ્મ હીટ જશે તેવી expectation ખુબ જ ઓછા વ્યક્તિઓને હતી
ફિલ્મ પાછળ ખુબ મહેનત કરવામાં આવી હતી, મેકિંગ અને માર્કેટિંગ પાછળ ખુબ મોટું budget ખર્ચવામાં આવ્યું હતું, છતાં પણ ફિલ્મ ચાલે તેવી ખુબ ઓછા વ્યક્તિઓને આશા હતી, કારણ કે ડિરેક્ટરનું real vision લગભગ કોઈ સમજી શક્યું જ નહતું.
ફિલ્મના અમુક members માનતા હતા કે હસવા માટે ફિલ્મમાં ઘણું બધું છે, પણ ફિલ્મ સૌથી પહેલા એક સારી સ્ટોરીના કારણે ચાલતી હોય છે, પણ જો ફિલ્મમાં સ્ટોરી જ ના હોય તો તે ફિલ્મ કેવી કેવી રીતે ચાલશે? આ એક genuine પ્રશ્ન હતો.
કૃષ્ણદેવ યાજ્ઞિક, વૈશલ શાહ અને ફિલ્મમાં invest કરનાર પ્રોડ્યુસર્સ સિવાય ફિલ્મ રિલીઝ થઇ તેના આગળના દિવસ સુધી કોઈને એવી કંઈ ખાસ આશા નહતી કે ફિલ્મ હિટ થશે. પણ ફિલ્મ રિલીઝ થઇ અને અચાનક આખી situation એકદમ change થઇ ગઈ.
ફિલ્મ રીલીઝ થવાના એક દિવસ પહેલા જ એડવાન્સ બુકિંગમાં ફિલ્મની તમામ ટીકીટ વેચાઈ ગઈ. આ સમાચાર માનવામાં આવે તેવા બિલકુલ નહતા, શું ગુજરાતી ફિલ્મનો પહેલો શો રીલીઝ થવાના એક દિવસ અગાઉ જ હાઉસફૂલ પણ બની શકે? પણ ફિલ્મ રીલીઝ બાદ એવું ઘણું બધું બન્યું જે મોટાભાગે અશક્ય હતું.
ફિલ્મ રિલીઝ થઇ અને એક history બની

20 Nov. 2015 ફિલ્મ રીલીઝ થઇ, અને ફિલ્મ રિલીઝના પહેલા દિવસના પહેલા શો દ્વારા જ ફિલ્મને એવો unexpected response મળ્યો કે audience ફિલ્મ પાછળ રીતસર crazy થવા લાગી. Cinema hall માં ફિલ્મના એક એક સીન ઉપર audience હસતા હતા.
ફિલ્મ જોઈને આવ્યા પછી ખાસ કરીને teenagers માં રીતસર ફિલ્મનો નશો દેખાઈ આવતો હતો. Mouth publicity એટલી બધી થઇ રહી હતી કે જે ફિલ્મ જોઈને આવતું તે ફિલ્મની એવી વાતો કહેતુ જેને સાંભળી બીજા લોકો પણ ફિલ્મ જોવા માટે જવા લાગ્યા. Audience ના response થી પહેલા દિવસથી જ almost નક્કી થઇ ગયું કે ફિલ્મ સફળ છે.
પબ્લિક એક વાર ફિલ્મ જોયા પછી પણ વારંવાર ફિલ્મ જોવા જતી જેના કારણે 2nd week, 3rd અને 4th week સુધી ફિલ્મ houseful ચાલી.
ફિલ્મની સ્ક્રિપ્ટ, જેને ફિલ્મનો સૌથી weak point માનવામાં આવતો હતો, તેજ ફિલ્મનો સૌથી strong point સાબિત થયો, જેના કારણે ફિલ્મ હીટ થઇ.
ફિલ્મ 84 થીયેટરમાં રીલીઝ થઇ હતી, પણ બીજા week માં થીયેટર વધીને 221 થયા
મોટાભાગે કોઈપણ ફિલ્મ રીલીઝ થાય ત્યારે તે પહેલા વીકમાં જ કમાઈ લેતી હોય છે, જયારે બીજા વીકમાં થીયેટર ઓછા થઇ જાય છે, જેનાથી business પણ ઓછો થઇ જતો હોય છે. પણ આ ફિલ્મ માટે તેનાથી એકદમ ઉલટું થયું.
ફિલ્મ રીલીઝના પહેલા વીક કરતા બીજા વીકમાં થીયેટર ઘટવાના બદલે વધ્યા, ફિલ્મ પહેલા વીકમાં 84 થીયેટરમાં રીલીઝ થઇ હતી, પણ ફિલ્મની સફળતા અને તેનો craze હોવાથી બીજા વિકમાં થીયેટર અઢી ગણા વધીને 221 થયા.
એક ફિલ્મ હીટ થઇ તે નવું નથી, પણ ફિલ્મ આટલી popular બની અને તેનો આટલો craze થવો તે ચોક્કસ નવું હતું

ફિલ્મ સુપરહિટ થઇ, અને ફિલ્મે ખુબ business કર્યો તે કોઈ નવી વાત નથી, પણ audience માં ફિલ્મનો આટલો બધો craze હોવો એ અલગ અને totally unexpected હતું. ફિલ્મ જોનાર ખાસ કરીને યંગ ઓડીયન્સ ઉપર ખરેખર અમુક ટાઈમ સુધી ફિલ્મનો નશો છવાઈ જતો, અને તેઓ ફિલ્મની effect માં આવી જતા હતા, તે ચોક્કસ નવું હતું
છેલ્લો દિવસ ફિલ્મ જેવી popularity મળી છે તેવી અન્ય ગુજરાતી ફિલ્મને છેલ્લા અનેક વર્ષોમાં નથી મળી, મીડિયામાં આ ફિલ્મ જેટલી notice થઇ છે, જેટલી ધ્યાન ખેચ્યું છે તેવું અન્ય ફિલ્મોએ નથી ખેચ્યું.
ફિલ્મ સકસેસની ક્રેડીટ દરેકને આપવામાં આવી
ફિલ્મ રિલીઝના બીજા દિવસે મેં કૃષ્ણદેવ યાજ્ઞિકને congratulation કહેવા જયારે ફોન કર્યો, ત્યારે તેમને ફિલ્મ success ની ક્રેડિટ ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિને share કરતા ખુબ જ સહજતાથી કહ્યું કે “આ તો આપણા બધાની મેહનત હતી, અને તે સફળ થઇ“.
આ સાંભળીને ફરી તેમના ઉપર respect થયુ. કારણ કે almost ડિરેક્ટર directly અથવા indirectly ફિલ્મના સકસેસની ક્રેડીટ સૌથી પહેલા પોતાને આપવાનું પસંદ કરતા હોય છે, તેનાં બદલે તેમણે ફિલ્મ સકસેસની ક્રેડિટ અન્યને પણ આપી.
ફિલ્મના એક્ટર્સને overnight success મળી

ફિલ્મ રિલીઝ પછી ફિલ્મના એક્ટર્સ રાતો રાત સ્ટાર બની ગયા. ફિલ્મના નાના મોટા દરેક એક્ટર્સને budget ફિલ્મો ઓફર થવા લાગી. રિલીઝ પછી તેઓની lifestyle એકદમ change થઇ ગયી, એક સામાન્ય વ્યક્તિમાંથી તેઓ અચાનક celebrity બની ગયા, અને જાહેરમાં બહાર નીકળવું તેમના માટે મુશ્કેલ થઇ ગયું. જે તેમના માટે totally unexpected હતું.
એક્ટર્સને events મા ગેસ્ટ તરીકે ઓફર થવા લાગી. Inauguration અને નવરાત્રીમાં સેલિબ્રિટી તરીકે demand થવા લાગી. એક event માં 15 મિનિટ હાજરી આપવાના ખુબ સારી amount મળવા લાગી. ફિલ્મમાં જે amount તેમને મળી તેના કરતા પણ વધારે amount તેમને events માંથી મળવા લાગી.
દરેક એક્ટર્સના ઇન્ટરવ્યૂ છપાયા. વીકી, લોય, ધુલો, નરેશ, વંદના, તેલનો ડબ્બો વગેરે characters તે વખતે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં most popular characters બની ગયા હતા.
જાનકીની last speech દરેકને પોતાનો કોલેજ ટાઈમ યાદ કરાવી દે તેવી heart touched હતી. ફિલ્મમાં અનિતા અને માઈકલના ફક્ત 2, 3 સીન હતા પણ પબ્લિકે તેમને પણ ખુબ જ પસન્દ કર્યા.
ફિલ્મમાં 50 આસપાસ જુનિયર આર્ટિસ્ટ્સ હતા, તેમાંથી ઘણાને ડ્રામાંનો experience હતો. મીડિયામાં ફિલ્મનો craze અને effect એટલી strong હતી કે ફિલ્મ હિટ ગઈ ગયા પછી ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ્સ તરીકે કામ કરનારને પણ વ્યક્તિગત રીતે સારું respect મળવા લાગ્યું.
એક્ટર્સે પણ ફિલ્મ આટલી હીટ થવા વિષે વિચાર્યું નહતું
ફિલ્મનું શૂટ પૂરું થવાના 3 દિવસ પહેલા જાનકીએ ફક્ત મજાકમાં કહ્યું હતું કે “બસ હવે ફક્ત 3 દિવસ જ as an actress આ માન મળવાનું છે” મતલબ કે ખુદ જાનકીને પણ એટલો ખ્યાલ નહતો કે ફિલ્મ આટલી સફળ થશે, અને હકીકતમાં ફિલ્મ રિલીઝ થયા પછી તેને અત્યાર કરતા પણ વધારે respect મળવાનું છે.
આ ફિલ્મ દ્વારા અનેક વ્યક્તિઓની કેરિયર બની
આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક new generation ના ડિરેક્ટર મળ્યા, મોર્ડન ગુજરાતી ફિલ્મોને એક નવો સુપરસ્ટાર મળ્યો. આ ફિલ્મના અન્ય એક્ટર અને સાથે સાથે અન્ય crew members અને technician team ને પણ અનેક ફિલ્મો ઓફર થવા લાગી. ટૂંકમાં છેલ્લો દિવસ ફિલ્મ ઘણા બધાની કેરિયર માટે turning point સાબિત થઇ. આ ફિલ્મે ઘણા બધાને ઘણું બધું આપ્યું.
આ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાને એક સ્ટાર મળ્યો
કોઈપણ સિનેમામાં અમુક એવા સ્ટાર, સુપર સ્ટાર હોવા જ જોઈએ, જેને આમ પબ્લિક તેના નામની ખુબ સારી રીતે ઓળખતી હોય, છેલ્લો દિવસ ફિલ્મ દ્વારા ગુજરાતી સિનેમાને આ પ્રકારનો એક સ્ટાર મળ્યો,
Fecebook અને social media ઉપર ફિલ્મ અને તેના related ઢગલો comments અને review મળ્યા

ફિલ્મ રિલીઝ થઇ તેના પછી મોટા ભાગના એક્ટર્સના નામથી fecebook પર fake profile બની, ફિલ્મના અનેક fan pages બન્યા. ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક અને એક્ટર્સની facebook profile પર comments નો ઢગલો થયો.
જેઓ પણ ફિલ્મ જોઈને આવતા તેઓ ફિલ્મ વિષે કૈંકને કૈંક social media અને whatsapp પર જરૂર લખતા, જેના કારણે ફિલ્મની publicity સતતને સતત વધતી જતી હતી. 20th Nov. થી Dec. મહિનો fecebook અને social sites ઉપર આ ફિલ્મ અને તેને related દરેક વાત પર media રીતસરનું તૂટી પડ્યું.
ડિરેક્ટર અભિષેક જૈને ફિલ્મ વિષે તેમના facebook post ઉપર લખ્યું હતું કે “અલા આ ફિલ્મ તો college ના lectures bunk કરીને જોવા જેવી છે.”
પહેલી વાર એક ગુજરાતી ફિલ્મે James Bond અને સલમાનની ફિલ્મને સિનેમા હોલમાં beat કરી

આ ફિલ્મે James Bond ની ફિલ્મ Spectre અને સલમાન ખાનની ફિલ્મ Prem Ratan Dhan Payo ને કેટલી હદે ટક્કર આપી છે તે ઉપરના ફોટામાં clearly જોઈ શકાય છે.
આ pic જોઈ વિચાર આવતો કે આ possible છે કે દુનિયાની સૌથી જૂની Bond ફિલ્મ સિરીઝ અને સલમાનના ફિલ્મની ટિકિટ મળે અને એક ગુજરાતી ફિલ્મની બધી ટિકિટ વહેંચાય જાય?
Unbelievable, આજે પણ એક ગુજરાતી ફિલ્મ માટે આવું achievement ફક્ત વિચારી જ શકાય તેમ છે. ઓડીયન્સે ફિલ્મને આટલી હદે પસંદ કરી છે તે ખરેખર માની શકાય તેવું જ નહતું. કોઈપણ ગુજરાતી ફિલ્મ માટેનો આવો craze વિચારી શકાય તેમ જ નહતો.
ફિલ્મ ઉપરથી કેટલાયે jokes બન્યા
ગુજરાતી પબ્લિક બાહુબલીના joke ને ભૂલી ગઈ, તેના બદલે “કોફી કેમ મંગાવી?“, નરેશનો “અમોને તમોને” dialogue, તેમજ ફિલ્મના ઘણા બધા dialogue પરથી ઘણા બધા jokes facebook અને whatsapp પર ફરતા થયા.
Yehi hai right choice baby
અત્યારના મોટાભાગના કોલેજીયન્સને ખ્યાલ નહી આવ્યો હોય કે આ slogan શું છે? ખુદ યશને પણ ખબર નહોતી, આ સીનના શૂટ વખતે મે યશને special પૂછ્યું હતું, પણ તેને તેનો મતલબ ખબર નહોતો.
Actually તે Pepsi ની એડનું આ slogan છે. સચિન તેન્દુલકર અને વિનોદ કામ્બલીની આ એડ ટીવી ઉપર નાનપણમાં ઘણી વાર જોઈ હતી. તે ટાઈમના kids અને youth ને તો આ slogan ખુબ જ સારી રીતે યાદ હશે.
ફિલ્મ બનાવતી વખતે કૃષ્ણદેવ યાજ્ઞિક 29 વર્ષના હતા, મતલબ કે તેમણે 1990 ના દાયકામાં childhood જોયું હશે, કદાચ તેમણે તેમની આ personal choice અથવા childhood memory એક creative element તરીકે ફિલ્મમાં add કરી હતી.
ફિલ્મના અમુક સીન્સ કટ કરવામાં આવ્યા હતા
3 થી 4 જેટલા સીન જે શૂટ કર્યા હતા તે ફિલ્મમાં બતાવ્યા નથી. ફિલ્મની length વધી જતી હોવાથી તે એડિટિંગમાં cut કર્યા, જો બતાવ્યા હોત તો audience ને કદાચ વધુ entertainment મળી શકત.
ફિલ્મ વિશે negative પણ ખુબ જ લખાયુ
ફિલ્મ વિશે negative પણ ખુબ જ લખાયુ, કારણ કે આ audience ની પસંદગીની ફિલ્મ હતી critics ની પસંદગીની નહિ. બંનેમાં ઘણો difference છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો અમુક વર્ગ એવો પણ છે જે આજે પણ આ ફિલ્મની વિરુદ્ધમાં છે. ઘણા લોકો કહે છે કે છેલ્લો દિવસ ફિલ્મ જ નથી, આવી ફિલ્મો ના બનાવવી જોઈએ, તેનાથી આપણું culture બગડે, ફિલ્મ ફેમિલી સાથે બેસીને જોવાય તેવી નથી વગેરે વગેરે.
આમ અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ thoughts. Both are acceptable. આ ફિલ્મ પ્રત્યે લગભગ દરેક વ્યક્તિ judgmental બની ગયા.
એક ફિલ્મના કારણે અનેક ફાયદાઓ થતા હોય, તો તેવી ફિલ્મ ચોક્કસ ફિલ્મ બનવી જ જોઈએ
એક એવી ફિલ્મ જેમાં invest કરનાર પ્રોડ્યુસર્સને સારો profit થયો, ફિલ્મના ડિરેક્ટર, એક્ટર્સને ફાયદો થયો, technician team અને ફિલ્મ સાથેના દરેક associates ને ફાયદો થયો, એક ફિલ્મના લીધે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફરી speed પકડવા લાગી, અને ફિલ્મ audience (young generation) ને ખુબ જ ગમી. જો એક ફિલ્મથી આટલા બધા ફાયદા થતા હોય તો આવી ફિલ્મો બનવી જોઈએ.
Critics ને આ ફિલ્મ પસંદ નથી આવી
આ ફિલ્મ હકીકતમાં critics માટે હતી જ નહી, જેથી તેમને પસંદ ના આવે તે ખુબ સામાન્ય છે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક unofficial critics છે જેઓ પોતાના personal thoughts દ્વારા નક્કી કરે છે કે ફિલ્મ કેવી હોવી જોઈએ?
પણ actually ફિલ્મ કેવી છે તે જાણવું હોય તો audience ને પૂછવું જોઈએ કે ફિલ્મ કેવી છે? તેમને ફિલ્મ ગમી કે નહીં?, કારણ કે ફિલ્મ audience માટે બને છે. તેની સામે પણ પ્રશ્ન ઉભો થાય છે કે શું આવી ફિલ્મો આજના audience ની પસંદ છે?
અહી પ્રશ્ન એ નથી કે આવી ફિલ્મ બનવી જોઈએ કે નહી? પણ પ્રશ્ન એ છે કે એક ફિલ્મ હિટ બની અને હીટ થયેલ ફિલ્મ ગમે તેવી હોય, પણ આખરે એક હીટ થયેલ ફિલ્મને accept કરવી જોઈએ કે નહી?
અમુક વ્યક્તિઓ એમ પણ કહે છે કે ફિલ્મ હીટ ગઈ હોવાથી અમુક critics આ ફિલ્મ વિષે ઈચ્છા હોવા છતાં પણ negative લખી શકતા નથી, જે એક હકીકત છે.
Intellectual વ્યક્તિઓને પણ આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી
આ ફિલ્મને નાપસંદ કરનારની સંખ્યા પણ ઘણી છે. અમુક intellectual વ્યક્તિઓને આ ફિલ્મ બિલકુલ પસંદ નથી આવી, અને આવું થવું તે ખુબ common છે, એક ફિલ્મ દરેક પ્રકારની વ્યક્તિઓને પસંદ આવે તે જરૂર બિલકુલ નથી.
Teenager અને youth ને છોડીને અન્ય વ્યક્તિઓ માટે આ ફિલ્મ હકીકતમાં તેમના કોલેજ ટાઈમની memories ને ફક્ત refresh કરવા માટેની હતી, તે સિવાય તેમના માટે આ ફિલ્મમાં કંઇ ખાસ નહતું, જેથી અનેક વ્યક્તિઓને આ ફિલ્મ પસંદ નથી આવી.
આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટું revolution આવ્યું

આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું મોટું અને દરેક પ્રકારે revolution આવ્યું. પબ્લિક અને મીડિયા, ગુજરાતી ફિલ્મોને seriously લેતા થયા. Investors ગુજરાતી ફિલ્મોમા invest કરવા લાગ્યા જેના કારણે મોટા budget ની ગુજરાતી ફિલ્મો બનવા લાગી.
ઘણા બોલીવુડ એક્ટર્સ પણ ગુજરાતી ફિલ્મ તરફ attract થયા. આ ફિલ્મ જોયા બાદ young generation ને ગુજરાતી ફિલ્મોમાં એક્ટિંગ કરવાનો શોખ જાગ્યો, જે પહેલા બોલીવુડ ફિલ્મો માટે જ હતો. ફિલ્મની સફળતા દ્વારા ઘણા નવા અને young ડિરેક્ટર્સને ગુજરાતી ફિલ્મ બનાવવાની inspiration મળી.
આ ફિલ્મ પછી ઘણી બધી ગુજરાતી ફિલ્મો બનવા લાગી જેથી ઘણા નવા એક્ટર્સ, ટેકનીશીયનને ફિલ્મોમાં કામ મળવા લાગ્યું. અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જે એકદમ ધીમે ધીમે ચાલી રહી હતી તે હવે પુરી સ્પીડ પકડવા લાગી.
આ ફિલ્મ પછી ગુજરાતી ફિલ્મોમાં જડમુળથી પરિવર્તન આવ્યું
આ ફિલ્મના રીલીઝ થયા પછી ગુજરાતી ફિલ્મોમાં ઘણું પરિવર્તન આવવા લાગ્યું, કોમેડી ફિલ્મો વધુ બનવા લાગી. કોલેજ અને ફ્રેન્ડસ ગ્રુપ ફિલ્મોમાં ખાસ દેખાવા લાગ્યા, ફિલ્મોમાં ફ્રેન્ડસનું મહત્વ વધવા લાગ્યું. Young generation અને કોલેજીયન્સ જે ગુજરાતી ફિલ્મોમાં પહેલા લગભગ હતા જ નહિ, આ ફિલ્મ પછી તેમને related ફિલ્મો બનવા લાગી.
આમાંથી ઘણા પરિવર્તન ગુજરાતી ફિલ્મો માટે ખુબ જ સારા અને જરૂરી પણ હતા, તો તેની બીજી સાઈડમાં નુકશાન કરનાર પરિવર્તન પણ અનેક હતા. આમ આ ફિલ્મે ગુજરાતી ફિલ્મમેકિંગની definition ને almost change કરી દીધી.
આમાંથી ઘણા પરિવર્તન ગુજરાતી ફિલ્મો માટે ખુબ જ સારા અને જરૂરી પણ હતા, તો તેની બીજી તરફ એક પ્રશ્ન હતો કે આખરે આ પરિવર્તન ફાયદાકારક સાબિત થયા કે નુકશાનકારક?. આ પ્રશ્નમાં ઊંડા ઉતર્યા વગર એક વાત તો clear હતી કે આ ફિલ્મે ગુજરાતી ફિલ્મમેકિંગની definition ને almost change કરી દીધી હતી.
આ ફિલ્મ કોઈપણ એક્ટર્સ માટે dream ફિલ્મ અને ડિરેક્ટર્સ માટે milestone ફિલ્મ બની
તે સમયે આ ફિલ્મનો એટલો craze હતો કે આ ફિલ્મની સફળતા કોઈ પણ એક્ટર્સ માટે એક dream ફિલ્મ બની ગઈ હતી. ત્યારે almost એક્ટર્સ ઈચ્છતા હતા કે તેઓ છેલ્લો દિવસ જેવી એક બ્લોકબસ્ટર હિટ ફિલ્મમાં કામ કરે.
અને કોઈપણ ડિરેક્ટર્સ ફિલ્મ બનાવતી વખતે ઈચ્છતા કે તેમની ફિલ્મ છેલ્લો દિવસ જેવી હિટ થાય. આમ આ ફિલ્મ ત્યારે એક્ટર્સ અને ડિરેક્ટર્સ માટે એક milestone ફિલ્મ બની ગઈ હતી.
ફિલ્મમેકિંગના almost rules regulations આ ફિલ્મ માટે ખોટા સાબિત થયા
એક ફિલ્મ હકીકતમાં ફિલ્મમેકિંગના અનેક rules regulations દ્વારા બનતી હોય છે. પણ આ ફિલ્મે ફિલ્મમેકિંગના almost rules regulations ને ખોટા સાબિત કર્યા. ફિલ્મ બ્લોકબસ્ટર હિટ ગઈ જેને કારણે તેના અમુક minus points છુપાઈ ગયા. બાકી જો આ ફિલ્મ ફ્લોપ ગઈ હોત તો ઘણા બધા પ્રશ્નો ઉભા થયા હોત.
છેલ્લો દિવસ હકીકતમાં એક experimental ફિલ્મ હતી

Chello Divas એક પ્રકારની experimental ફિલ્મ હતી. ફિલ્મમેકર્સનું vision એકદમ clear હતું કે આજના ટાઈમના straightforward young generation ની routine અને real life વિશે ફિલ્મ બનાવવી. જેમાં ફિલ્મીપણું નહિ પણ reality હોય, અને આ experiment માં તેઓ 100% success થયા.
એક હીટ ફિલ્મના part બનવાથી લાઈફમાં ઘણા positive changes આવે છે
જયારે એક હીટ ફિલ્મના part બનો ત્યારે લોકોની તમારા તરફ જોવાની દ્રષ્ટી એકદમ જ બદલાઈ જાય છે, આ personal experience છે, જેના ફાયદા અને નુકશાન બંને છે.
એક હીટ ફિલ્મના part બનવું, અને ખાસ કરીને પહેલી જ ફિલ્મ હીટ થવી તેની ખુશી કંઇક અલગ જ હોય છે. સફળતા કોઈપણ પ્રકારની હોય તે અંદરથી એક અલગ પ્રકારની happiness ચોક્કસ આપે છે.
એક success ફિલ્મના part તરીકે એકદમ અજાણ્યા લોકો પણ respect આપે છે, અને તેમાં પણ by true heart મળતી respect ની આ feeling ખરેખર કંઇક અલગ જ હોય છે, જે અંદરથી ખુશી આપે છે, અને સાથે confidence પણ વધારે છે.
ફિલ્મમાં કામ કર્યા બાદ ફિલ્મો જોવાનું vision એકદમ change થઇ જાય છે
આ ફિલ્મ કર્યા પછી મારી પોતાની લાઈફમાં સૌથી મોટું personal change એ આવ્યુ કે, હવે મારું પોતાનું ફિલ્મો જોવાનું આખું vision જ change થઇ ગયું હતું.
હવે audience તરીકે નહિ પણ filmmaker તરીકે ફિલ્મ જોતો અને સમજતો થયો, બંનેમાં બહુ difference છે. હવે ફિલ્મ જોતી વખતે ડિરેક્શન, સ્ટોરી, એક્ટિંગ, સિનેમેટોગ્રાફી, એડીટીંગ વગેરે જેવા અનેક points જાતે notice થઇ જતા હતા. હવે ફિલ્મોમાં art અને creativity વિષે વધુ સમજતો થયો, અને તે પ્રમાણે ફિલ્મને મહત્વ આપતો અને તેની value કરતા શીખ્યો.
ફિલ્મ પછીના personal future planning
મારી કેરિયરની શરૂઆત મારી પોતાની IT firm શરુ કરીને, એટલે કે Marvel Infomatics દ્વારા કરી હતી, જે મારો main profession અને business identity છે.
વર્ષ 2015 સુધીમાં હું મારા આ profession માં એકદમ set થઇ ગયો હતો, અને આ ટાઈમ દરમ્યાન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ growth કરી રહી હતી, જેથી હવે મારા main passion એટલે કે ફિલ્મ ડિરેક્શનમાં interest સતત વધવા લાગ્યો હતો.
નાનપણથી જ ડિરેક્શન પ્રત્યે passion હોવાથી ફિલ્મમેકિંગનો practical experience મેળવવા અને ફિલ્મ ડિરેક્શન શીખવા માટે મેં આ ફિલ્મ જોઈન કરી હતી. જેથી આ ફિલ્મ દ્વારા સારી રીતે જાણી અને શીખી લીધું કે technically ફિલ્મ કેવી રીતે અને કઈ process દ્વારા બને છે?
Future માં ડિરેક્શનનો plan છે
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર દરેક વ્યક્તિ એક vision લઈને આવતી હોય છે કે તેને future માં શું કરવું છે. પહેલેથી જ ડિરેક્શનનું passion હોવાથી future માં પોતાના vision, thoughts અને planning પ્રમાણે અને સારો એવો ટાઈમ લઈને ગુજરાતી ફિલ્મ અથવા વેબ સીરીઝ ડિરેક્ટ કરવાનો plan ચોક્કસ છે.
ફિલ્મમેકિંગ અને એક્ટિંગ subject ઉપર website શરુ કરવી છે
જેમને ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર, સિનેમેટોગ્રાફર, એડિટર બનવું છે, તેમને કેરિયર કેવી રીતે શરુ કરવી તેનું proper અને true knowledge નથી. જેથી ગુજરાતીમાં એક website શરુ કરવી છે, જેમાં ફિલ્મમેકિંગના દરેક subjects ની દરેક પ્રકારની જરૂરી information મળી શકે.
A memorable event
મેં ફિલ્મ જોઈન કરી તેનો બીજો અથવા ત્રીજો દિવસ હતો, જયારે અભિષેક શાહ ઓફીસ આવ્યા, તેમને જોઈને લાગ્યું કે અગાઉ તેમને મળેલો છું, પણ ક્યાં તે યાદ નથી, એજ સમયે અભિષેક શાહે કહ્યું “આપણે ક્યાય મળેલા છીએ એવું લાગે છે, પણ યાદ નથી”
આ સાંભળીને વૈશલ શાહ જેઓ સોફા ઉપર આરામ કરી રહ્યા હતા તેઓ બેઠા થઈને interest થી અભિષેક શાહને કહ્યું “તેમને ડિરેક્શનમાં ખુબ સારું passion છે”
મારા માટે તેમનું આ વાક્ય એટલા માટે મહત્વનું હતું કે વધુ પરિચય વગર પણ વૈશલ શાહે મારામાં જે પણ કંઇક નોટીસ કર્યું, અને મારા વિષે જે કહ્યું, તે મારા માટે એક testimonial હતું. કારણ કે આજ કારણ હતું જેના લીધે ફિલ્મમાં મારું selection થયું હતું.
આ ફિલ્મ દ્વારા personally અને professionally ઘણું બધુ શીખવા મળ્યું
(1). છેલ્લો દિવસ મારા માટે એ ફિલ્મ હતી જેના દ્વારા સૌથી પહેલા એ જાણ્યું કે, એક professional feature film ફિલ્મ કેવી રીતે બને છે?
(2). કૃષ્ણદેવ યાજ્ઞિક પાસેથી ખાસ શીખવા મળ્યું કે “દરેક વ્યક્તિ તમારા thoughts ને proper સમજે તે જરૂરી નથી, જો તમે 100% confident હોવ અને તમારું vision એકદમ clear હોય તો બસ પોતાના vision પર strongly લાગ્યા રહો”.
કારણ કે દરેક વ્યક્તિઓ તમારા thoughts ને ક્યારેય સમજી નહી શકે (ખાસ કરીને ફિલ્મના creative અને artistic points ક્યારેય કોઈ બીજી વ્યક્તિને 100% proper સમજાવી શકાતા નથી, તેને ફક્ત ફિલ્મ ડિરેક્ટર જ સમજતા હોય છે.)
(3). ત્રીજો point, જો main vision commercial success ફિલ્મ બનાવવાનું હોય તો ફિલ્મ one time watchable નહીં પણ rewatcheble વધુ હોવી જોઈએ. Audience ફિલ્મને એક વાર જોઇને જ completely satisfied ના થવી જોઈએ, audience ને ફિલ્મ વારંવાર જોવાની ઈચ્છા થાય તેવા અનેક points ફિલ્મમાં હોવા જોઈએ.
Audience ફિલ્મને વધુ વાર જોશે, અને જેટલી વધારે જોશે તેમ ફિલ્મના હીટ થવાના chance એટલા વધુ છે. આ સિવાય પણ આ ફિલ્મ દ્વારા personally અને professionally ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું, જે અહી 5725 wordings ના blog માં પણ લખી શકાય તેમ નથી.
છેલ્લો દિવસ ફિલ્મની બીજી સાઈડ
Chhello Divas ચોક્કસ એક successful અને most popular ગુજરાતી ફિલ્મ છે, આ ફિલ્મ young generation ની પસંદગીની ફિલ્મ છે, આ ફિલ્મથી ઘણા વ્યક્તિઓની કેરિયર બની છે, સાથે સાથે આ ફિલ્મના કારણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક રીતે ફાયદો પણ થયો છે, ફિલ્મના આ plus points છે.
પણ તેની સાથે આ ફિલ્મની બીજી સાઈડ વિષે જાણીએ, તો જો શોધીએ તો આ ફિલ્મ દ્વારા indirectly અમુક ગેરફાયદાઓ પણ થયા જ છે, જેમકે…
(1). આ ફિલ્મની પ્રચંડ સફળતાને લીધે અનેક ફિલ્મમેકર્સ હવે ફિલ્મમેકિંગને આર્ટના બદલે મની મેકિંગ બિઝનેસ તરીકે જોવા લાગ્યા. જેના કારણે ફિલ્મોમાં આર્ટ અને ક્રિએટીવીટી ભૂલાવા લાગી અને ફિલ્મોની ગુણવત્તાનું સ્તર નીચું જવા લાગ્યું.
(2). આ ફિલ્મથી અમુક ફિલ્મમેકર્સે એવું સમજી લીધું કે સફળ ફિલ્મ બનાવવા માટે વાર્તા જરૂરી નથી, અને ફિલ્મોમાં વાર્તાનું મહત્વ ઓછું થવા લાગ્યું, જેના કારણે આ ત્યારબાદની અનેક ગુજરાતી ફિલ્મોની નબળી વાર્તાએ ગુજરાતી સિનેમાનું સત્યાનાશ વાળ્યું. ઘણી ફિલ્મોના સેન્ટરમાં વાર્તાની જગ્યાએ કોમેડી જ છે.
(3). અનેક ફિલ્મમેકર્સ સ્ક્રિનપ્લેનું ચોક્કસ structure, format ભૂલવા લાગ્યા.
(5). આ ફિલ્મ જોઇને અનેક ટીનએજર્સ એવી ગેરસમજ બનાવી લીધી કે આ ફિલ્મના લાંબા લાંબા ડાઈલોગ્સને જ હકીકતમાં એક્ટિંગ કહેવાય છે, અને આવા ડાઈલોગ્સ બોલીને તેઓ પણ એક્ટર બની શકે છે.
આમ આ ફિલ્મ દ્વારા અનેક ફાયદાઓની સામે અનેક ગેરફાયદાઓ પણ છે, જે સિક્કાની બીજી બાજુ છે.
આ ફિલ્મથી ગુજરાતી ફિલ્મોની સ્થિતિ ચોક્કસ બદલાઈ છે, પણ આ બદલાયેલી સ્થિતિ એટલી ફાયદા કારક પણ નથી. પણ હા આ ફિલ્મ દ્વારા એક આશા તો ઉભી થઇ છે, કે કદાચ હવે ગુજરાતી સિનેમાનો સારો ટાઈમ આવશે, આપણી ફિલ્મો પણ નેશનલ અને કદાચ ઇન્ટરનેશનલ લેવલે નામ બનાવે.
Conclusion
2015માં ગુજરાતી સિનેમાને એક એવી ફિલ્મની જરૂર હતી, જે યંગ ઓડીયન્સને ગુજરાતી ફિલ્મો પ્રત્યે આકર્ષી શકે અને જેના દ્વારા ગુજરાતી ફિલ્મોને એક નવી દિશા મળી શકે. આ જરૂરીયાત આ ફિલ્મે તે સમયે ખુબ જ સારી રીતે પૂરી કરી હતી.
ફિલ્મમેકર્સ અને ફિલ્મમાં કામ કરનાર દરેક વ્યક્તિઓ માટે આ ફિલ્મ એક life changing experience રહ્યો છે.
છેલ્લે અહી new generation ને એક advise આપવા માંગીશ, જો ડિરેક્શન અને ફિલ્મમેકિંગ શીખવું હોય? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter થવું હોય? ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર, સિનેમેટોગ્રાફર, ફિલ્મ એડિટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવી હોય? તો એક professional ડિરેક્ટરના under માં આસિસ્ટન્ટ તરીકે ફિલ્મમાં કામ કરવાનો experience મેળવો.
આ experience દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને નજીકથી જોવા, જાણવા અને સમજવાનો એક chance મળશે, આ experience ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.