વિડીઓ એડીટીંગ process માં cuts and transitions તે બે વિડીઓને જોડવા માટેની એક ખુબજ મહત્વની techniques છે, જેના દ્વારા એક professional level નું ફિલ્મ એડીટીંગ થઇ શકે છે.
ફિલ્મનો એક સીન જયારે ખત્મ થાય અને બીજો સીન જયારે શરુ થતો હોય ત્યારે આ બે વિડીઓને cuts and transitions techniques દ્વારા અલગ અલગ effects આપીને તે બંને અલગ અલગ સીન્સને જોડવામાં આવે છે.
એક high quality professional એડીટીંગની ઘણી બધી technical process દ્વારા બને છે. ફિલ્મ એડીટીંગ એ ફિલ્મના subject ઉપર પણ થોડો ઘણો depend કરે છે, ફિલ્મ એડિટ કરતા પહેલા એડિટરે ફિલ્મની સ્ટોરી અને સ્ક્રિપ્ટ સારી રીતે સમજવી ખુબ જરૂરી છે.
આ Blog માં ફિલ્મ એડીટીંગની કેટલી મહત્વની technical process વિષે જાણીએ અને સમજીએ જેના દ્વારા એક professional ફિલ્મ એડીટીંગ કરવામાં આવે છે.
12 Cuts – જેના દ્વારા બે સીન્સને જોડવામાં આવે છે
01. સ્ટેન્ડર્ડ કટ
ફિલ્મ એડીટીંગની સૌથી basic cut એટલે standard cut, જેમાં ફિલ્મના અલગ અલગ સીન્સના વિડીઓને એડિટ કરીને જોડીને, ફિલ્મની એક complete video file બનાવવામાં આવે છે, તેને રફ કટ અને હાર્ડ કટ પણ કહેવાય છે.
જેમાં ફિલ્મના પહેલા સીનની વિડીઓ કલીપ ખત્મ થાય અને બીજા સીનની વિડીઓ કલીપ ત્યાંથી શરુ થાય, ત્યાંથી લઈને એક પછી એક સીનની કલીપ જોડીને તેને એક સંપૂર્ણ વિડીઓ બનાવવામાં આવે છે.
02. ચીટ કટ
Cheat cuts એ એક સળંગ સીનના અલગ અલગ કટ્સ માંનો એક કટ છે, જે સીનના સ્થાન અને ટાઈમ સાથે મેચ નથી થતો છતાં પણ તે સીનનો એક ભાગ છે, ફિલ્મ એડીટીંગ દરમ્યાન એક સળંગ સીનમાં કોઈ અલગ જગ્યા અને ટાઈમ સાથેનો કટ તે સીનમાં ઉમેરીને તેને એક સળંગ સીનનો part બનાવવામાં બનાવવામાં આવે તેને cheat cuts કહે છે. જે કટ સીનની continuity break કરે છે.
03. મેચ કટ
એક સીનના end માં જે action થઇ રહી હોય, તેવી જ action દ્વારા બીજો સીન શરુ થતો હોય, તે પ્રકારના બે અલગ સીનના કટને જોડીને બનાવવામાં આવતા સીનને match cut કહે છે.
04. જમ્પ કટ
સીનમાં જે action થઇ રહી હોય, તે action ને પહેલેથી છેલ્લે સુધી પૂરો ટાઈમ આપીને સળંગ બતાવ્યા વગર, વચ્ચે વચ્ચે કટ કરીને ઓછા ટાઈમમાં action ને આગળ વધતી બતાવવામાં આવે તેને jump cut કહેવાય.
05. સ્મેશ કટ
કોઈ એક સીન જે ખુબ મોટા અવાજ સાથે શરુ થાય છે અને ધીમે ધીમે અથવા અચાનક જ તે શાંત થઇ જાય છે, અથવા તેનાથી એક્દમ અલગ કોઈ શાંત સીન અચાનક અથવા ધીમે ધીમે લાઉડ સીનમાં કન્વર્ટ થાય તેને Smash Cut, Gilligan Cut કહેવાય છે.
બે completely એકદમ અલગ સીન્સ, emotions ને કન્વર્ટ કરવા હોય ત્યારે smash cut નો ઉપયોગ કરી શકાય છે.
06. ઈનવિઝીબલ કટ
આસાનીથી જેને દેખી ના શકાય, તેને પકડી ના શકાય તેવી creative cuts ને Invisible cut કહેવાય છે. જેમાં એડિટરની creativity નો વધુ યુઝ થાય છે, જેમાં ડીઝોલ્વ, લાઈટીંગ શેડ્સ વગેરે main છે. Birdman (2014) ફિલ્મમાં Invisible cuts નો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવ્યો છે.
07. L કટ અને J કટ
કોઈ એક સીન ખત્મ થઇ ગયો હોય પણ તેનો ઓડીઓ બીજા સીનના વિડીઓમાં પણ સાંભળી શકાય તે technique ને L કટ કહે છે. J કટ તેના કરતા એકદમ opposite છે, વિડીઓ શરુ થતા પહેલા તેનો ઓડીઓ સંભળાય તે technique ને J કટ કહે છે.
08. કટ ઈન
ચાલુ સીનની વચ્ચે character અને subject related કોઈ અન્ય સીનનો નાનો કટ બતાવવામાં આવે તેને cut in shot કહે છે.
09. કટ અવે
ચાલુ સીનની વચ્ચે subject અને situation થી એકદમ દૂરનો subject અને situation નો થોડો મોટો કટ details માં બતાવવામાં આવે તેને cut away shot કહે છે.
10. કટિંગ ઓન એક્શન
કોઈ એક લોંગ સીનના અલગ અલગ locations અને એન્ગલના શોટ્સને એડિટ કરીને તેને એક સંપૂર્ણ સીન બનાવવો એટલે Cutting on action.
11. ક્રોસ કટિંગ, પેરેલલ કટિંગ
કોઈ એક ટાઈમે બે અલગ અલગ locations ઉપર ઘટના થઇ રહી હોય, અને એક ફ્રેમને બે ભાગ કરીને બંને ભાગમા બંને ઘટનાને એક સાથે બતાવવામાં આવે તેને cross cutting / parallel cutting કહે છે.
12. મોન્ટાજ
Montage એક એવી એડીટીંગ ટેકનિક્સ છે જેમાં અલગ અલગ નાના નાના સીન્સને કોઈ એક જ ઘટના અને વિષય ને લગતા હોય છે, કોઈ એક મોટી ઘટનાને બતાવવા, નાના નાના વિડીઓ અલગ અલગ ટાઈમ પીરીયડ દરમ્યાન
ફિલ્મ Rocky (1976) માં સિલ્વેસ્ટર સ્ટેલોન બોક્ષિન્ગ મેચની તૈયારીઓ કરે છે, તેને અલગ અલગ નાના નાના શોટમાં બતાવ્યો છે, જે મોન્ટાજ છે. મોન્ટાજ મોટાભાગે ઓછા dialogues અને background music દ્વારા બતાવવામાં આવે છે.
5 Transitions – જેના દ્વારા બે સીન્સને જોડવામાં આવે છે
01. ડિઝોલ્વ
કોઈ એક સીન ખત્મ થાય તે પહેલા તે સીન એકદમ જાંખો થઈને disappears થાય, તેની સાથે જ બીજો સીન શરુ થાય, અને આ ટાઈમે એક ફ્રેમમા બંને સીન સુપરપોઝિશનમાં ભળી જાય તેને Dissolve કહે છે.
02. IRIS
એક રાઉન્ડ શટર, જેના દ્વારા સીન શરુ થાય અથવા જેના દ્વારા સીન ખત્મ થાય, શરૂઆતની ફિલ્મો અને ખાસ કરીને બ્લેક એન્ડ વાઈટ ફિલ્મમાં તેનો ખુબ ઉપયોગ ખુબ થતો હતો, આજના મોર્ડન ફિલ્મોમાં તેનો યુઝ થતો નથી.
03. સુપરપોઝિશન
એક ફ્રેમમાં ચાલુ સીન સાથે જ અન્ય સીનને કોઈપણ કટ વગર બંને સીનને એક સાથે એક ફ્રેમમાં બતાવવામાં આવે તેને superimposition કહેવાય છે, જે મોટાભાગે જૂની ફિલ્મોમાં આ ટેકનિક્સ વધુ યુઝ થતી હતી, આજની ફિલ્મોમાં યુઝ નથી થતી.
04. વીપ
ફ્રેમમાં એક સીન પછી બીજા સીનને left to right અથવા right to left move કરાવીને, કોઈ એક સીન બનાવવામાં આવે તેને wipe કહે છે.
05. ફેડ ઇન, ફેડ આઉટ
કોઈ એક સીન તેના એન્ડમાં કોઈ એક સિંગલ કલરમાં કન્વર્ટ થઈને ખત્મ થાય તેને Fade Out કહે છે. અને તેવી જ રીતે તે સિંગલ કલર બ્લર થઈને નવો સીન શરુ થાય તેને Fade In કહે છે.
Conclusion
વિડીઓ એડીટીંગ process માં cuts and transitions techniques તે next level નું વિડીઓ એડીટીંગ ગણાય છે, જેથી ફિલ્મમાં જો આ techniques નો use કરવામાં આવે તો ફિલ્મનું એડીટીંગ professional level તરીકે ગણાશે.
