Latest Posts:

ફિલ્મ એડીટીંગની કુલ 5 processes માં વિડીઓ એડીટીંગ ખત્મ થયા પછીનો second phase છે સાઉન્ડ એડીટીંગ અને સાઉન્ડ મિક્સિંગ. ફિલ્મની વાર્તા કહેવાની અને અસર ઉભી કરવામાં માટે સાઉન્ડ ખરેખર શક્તિશાળી element છે.

આ બંને process અલગ અલગ છે. આ બંને process માં અલગ અલગ અવાજ, ડાઈલોગ, સાઉન્ડ ઈફેક્ટસ, મ્યુઝીક વગેરેને અલગ અલગ process દ્વારા design, create, merge, edit, mix કરીને છેલ્લે એક ફાઈનલ audio track બનાવે છે, જેને ફિલ્મના video track સાથે merge કરવામાં આવે છે.

આ blog માં જાણીએ કે સાઉન્ડ એડીટીંગ અને સાઉન્ડ મિક્સિંગ એટલે શું? તે કઈ અલગ અલગ processes દ્વારા કરવામાં આવે છે?

01. સાઉન્ડ એડીટીંગ

સાઉન્ડ એડીટીંગમાં ફિલ્મ માટે જરૂરી સાઉન્ડ, dialogues અને મ્યુઝીકને design, compose, create એને એડિટ કરવામાં આવે છે.

(1) Dialogues એડીટીંગ

સાઉન્ડ એન્જીનીયર દ્વારા લોકેશન ઉપર જયારે એક્ટર્સના dialogues રેકોર્ડ કરવામાં આવે છે ત્યારે રેકોર્ડીંગ ડીવાઈઝ એક્ટર્સના dialogues સાથે સાથે દરેક પ્રકારના સાઉન્ડ રેકોર્ડ કરતુ હોય છે, જેવાકે હવા, એક્ટર્સની મુવમેન્ટ, અન્ય સાઉન્ડ વગેરે. પોસ્ટ પ્રોડક્શનમાં એડિટર દ્વારા આ dialogues માંથી તે બિનજરૂરી અવાજો remove કરીને ઓડીયો ટ્રેકને એકદમ clear કરવામાં આવે છે.

(2) ADR (Automated Dialog Replacement)

શૂટ લોકેશન ઉપર રેકોર્ડ થયેલ દરેક સાઉન્ડ યુઝ કરવા માટે નથી હોતા, આવા dialogues ને ફરી રેકોર્ડ કરવામાં આવે છે, જેમાં એક્ટર્સ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં શૂટ દરમ્યાન dialogues ફરી બોલે છે અને તેને રેકોર્ડ કરવામાં આવે છે, છેલ્લે ADR એન્જીનીયર દ્વારા તેને વિડિઓ સાથે મેચ કરવામાં આવે છે. આ process ને ડબિંગ પણ કહેવામાં આવે છે.

(3) સાઉન્ડ ડિઝાઇન

સાઉન્ડ ડિઝાઇન process એટલે ફિલ્મના દરેક અલગ અલગ સીન્સ માટે જરૂરી સાઉન્ડ ઈફેક્ટ નક્કી કરવી. ડિરેક્ટર અને સાઉન્ડ ડિઝાઇનર સાથે મળીને ક્યા સીન્સમાં કેવા સાઉન્ડ હોવો જોઈએ તે ફાયનલ કરે છે. એક વાર સાઉન્ડ ડિઝાઇન નક્કી થયા પછી તે ડિઝાઇન પ્રમાણે સાઉન્ડ રેકોર્ડ કરવામાં આવે છે, ઉપરાંત સાઉન્ડ લાઈબ્રેરીમાંથી ફિલ્મ માટે જરૂરી અમુક સાઉન્ડ પણ collect કરવા પણ આવે છે.

(4) સાઉન્ડ રેકોર્ડીંગ

સાઉન્ડ ડિઝાઇન નક્કી થયા બાદ સાઉન્ડને રેકોર્ડ કરવામાં આવે છે. સાઉન્ડ રેકોર્ડીંગ બે રીતે કરવામાં આવે છે, (1) ઓન સેટ શૂટિંગ દરમ્યાન જેમાં સાઉન્ડ એન્જીનીયર એક્ટર્સના dialogues ની સાથે સાથે જરૂરી reference સાઉન્ડ અને અન્ય સાઉન્ડને રેકોર્ડ કરે છે, જેને પોસ્ટ પ્રોડક્શનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. (2) ઓફલાઈન રેકોર્ડીંગ સ્ટુડીઓમાં જ્યાં અલગ અલગ સાઉન્ડ instrument દ્વારા અને ફોલી સાઉન્ડ દ્વારા સાઉન્ડ રેકોર્ડ કરવામાં આવે છે.

(5) ફોલી સાઉન્ડ

સાઉન્ડ-ઇફેક્ટ્સના મહાન ડેવલપર જેક ફોલીના નામ ઉપરથી ફોલી સાઉન્ડ શબ્દ popular થયો છે. સાઉન્ડ પ્રૂફ સ્ટુડીઓમાં બેકગ્રાઉન્ડ સાઉન્ડ આર્ટીસ્ટ (foley artists) પોતે અલગ અલગ પ્રકારના અવાજ કાઢે છે, અથવા કોઈપણ અન્ય પદાર્થો દ્વારા જોઈતો સાઉન્ડ ઉત્પન કરવામાં આવે છે, અને સાઉન્ડ મિક્સર દ્વારા તેને રેકોર્ડ કરવામાં આવે છે, ત્યારબાદ સાઉન્ડ એડિટર દ્વારા તેને પોલીશ કરીને યુઝ માટે લેવામાં આવે છે.

(6) મ્યુઝીક કમ્પોઝીંગ

મ્યુઝીક કમ્પોઝર દ્વારા ફિલ્મના દરેક સીન્સ માટે જરૂરી બેકગ્રાઉન્ડ, મ્યુઝીક થીમ મ્યુઝીક અને ફિલ્મ માટે જરૂરી દરેક મ્યુઝીક કમ્પોઝ કરવામાં આવે છે. (અમુક સીન્સમાં અન્ય રેડીમેડ મ્યુઝીક પણ સિલેક્ટ કરવામાં આવે છે), જેમાં અલગ અલગ મ્યુઝિશિયન્સ અને ટેકનિશિયન્સ દ્વારા રેકોર્ડીંગ કરવામાં આવે છે. આ પ્રોસેસને બેકગ્રાઉન્ડ મ્યુઝીક, બેકગ્રાઉન્ડ સ્કોર, ફિલ્મ સ્કોર વગેરે પણ કહેવામાં આવે છે.

02. સાઉન્ડ મિક્સિંગ

સાઉન્ડ મિક્સિંગ process માં ફિલ્મના અલગ અલગ બધાજ સાઉન્ડ ટ્રેકના લેયરના લેવલને સાઉન્ડ મિક્સર દ્વારા યોગ્ય રીતે mix, adjust કરી તેને balance કરવામાં આવે છે, અને છેલ્લે તેમાંથી ફાયનલ audio track બનાવવામાં આવે છે

આ process માં સૌથી પહેલા સાઉન્ડ એડિટરે રેકોર્ડ કરેલ અને બનાવેલ અલગ અલગ સાઉન્ડ લેયર, dialogues ટ્રેક, અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વગેરે અલગ અલગ સાઉન્ડ લેયરના લેવલ ફિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ dialogues, બેકગ્રાઉન્ડ મ્યુઝીક, બેકગ્રાઉન્ડ સાઉન્ડ, સાઉન્ડ ઈફેક્ટસ વગેરેને યોગ્ય પ્રમાણે reduce, increase અથવા loud કરીને તેને balance કરાવામાં આવે છે.

ઓડિયો એડિટર દ્વારા છેલ્લે ફિલ્મની દરેક footage ચકાસવામાં આવે છે કે dialogues clear અને સમજી શકાય તેવા છે કે નહિ? ફિલ્મમાં બેકગ્રાઉન્ડના દરેક અવાજો યોગ્ય રીતે સંભળાય છે કે નહિ? મ્યુઝીક તીવ્રતા યોગ્ય છે કે નહિ? વગેરે વગેરે. ત્યારબાદ જો જરૂર લાગે તો ડિરેક્ટરની requirement પ્રમાણે ફરીથી જરૂરી changes કરવામા આવે છે, અને સૌથી છેલ્લે આ બધાનો એક ફાઈનલ ટ્રેક બનાવવામાં આવે છે.

સાઉન્ડ મિક્સિંગ process માં કોઈ creative rules regulations નથી હોતા, for example અમુક ફિલ્મોના સીનમાં જયારે એક્ટર્સ કારમાં હોય છે ત્યારે અમુક સીનમાં કાર બહારનો અવાજ પણ સભળાય છે, જયારે અમુક સીન્સમાં બહારનો કોઈપણ અવાજ કારની અંદર સંભળાતો નથી. આમ આ બધાની પસંદગી એડિટર અને ડિરેક્ટર ઉપર depend કરે છે.

Conclusion

સાઉન્ડ એડીટીંગ અને મિક્સિંગ process માં બંનેમાં એક સરખા tools નો ઉપયોગ કરવામાં આવે છે, છતાં પણ બંને ઘણી અલગ અલગ process છે. પોસ્ટ-પ્રોડક્શનમાં આ બંને process ખુબ મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment