ફિલ્મ એડીટીંગની શરૂઆત થાય છે વિડીઓ એડીટીંગ process દ્વારા, જેમાં ફિલ્મના અલગ અલગ વિડીઓને અલગ અલગ techniques દ્વારા જોડીને તેમાંથી એક સંપૂર્ણ ફિલ્મ બનાવવામાં આવે છે. મોટાભાગે આ process 3 અલગ અલગ stages દ્વારા કરવામાં આવે છે.
ફિલ્મ એડિટર સૌ પહેલા તો સ્ક્રિપ્ટને વાંચીને તેને study કરી લે છે. સ્ક્રિપ્ટ reading દરમ્યાન જ તેને ખ્યાલ આવે છે કે કયો સીન કેવી રીતે એડિટ થશે. તે પહેલા ડિરેક્ટર સાથે ફિલ્મ એડીટીંગ વિષે complete discussion થયેલ હોય છે, જેમાં ડિરેક્ટરે તેમની પોતાની requirement proper સમજાવેલ હોય છે.
વિડીઓ એડીટીંગ 3 અલગ અલગ process દ્વારા તૈયાર થાય છે
01. ફસ્ટ કટ, રફ કટ, એડિટર કટ
આ ફિલ્મનો પહેલો કટ છે, સામાન્ય રીતે ડિરેક્ટર આ stage માં હાજર હોતા નથી એટલે ફિલ્મ એડિટર પોતાની રીતે જ સ્ક્રિપ્ટ અને storyboard ના reference દ્વારા આ કટ બનાવે છે.
જેમાં ફિલ્મ એડીટીંગ માટે સૌથી પહેલા સ્ક્રિપ્ટ મુજબના સીન્સ અને સિક્વન્સ પ્રમાણે અલગ અલગ વિડીઓને index પ્રમાણે save કરે છે. ત્યારબાદ એક સીન બનાવવા માટે તે સીનના અલગ અલગ વિડીઓને પણ એક ક્રમમાં સેટ કરે છે.
હવે અલગ અલગ સીન્સના વિડીઓને કટ કરીને તેનો એક સંપૂર્ણ સીન બને છે, ત્યાર બાદ અલગ અલગ સીન્સ દ્વારા એક વિડીઓ ફાઈલ બનાવે, તેને ફસ્ટ કટ, રફ કટ અથવા એડિટર કટ કહેવાય છે. આ કટમાં કોઈપણ વધારાના સીનને delete નથી કરાતા હોવાથી આ કટ સૌથી લાંબો બને છે, મતલબ કે આ કટમાં ફિલ્મ ખુબ લાંબી હોય છે.
02. ડિરેક્ટર કટ
ફસ્ટ કટ પછી ડિરેક્ટર ફિલ્મ એડિટર સાથે મળીને પોતાના vision પ્રમાણે ફિલ્મ એડિટ કરાવે છે, જેમાં સૌથી પહેલા ફિલ્મના વધારાના સીન્સને delete કરવામાં આવે છે, જેથી ફિલ્મની લેન્થ ઓછી થાય. ત્યારબાદ તેમાં B-roll વિડીઓને અને stock વિડીઓ add કરવામાં આવે છે, જેવા કે sun set, sun rise વગેરે જેવા અન્ય વિડીઓ.
ત્યારબાદ હવે professional એડીટીંગ તરફ આગળ વધવામાં આવે છે, જેમાં cuts, transitions દ્વારા વિડીઓને જોઈન કરવામાં આવે છે જેમકે, cut in, cut away, jump cut, match cut, cross cut, J cut, L cut, montage વગેરે cuts અને transitions દ્વારા professional એડિટિંગ કરવામાં આવે છે.
Next level નું એડિટિંગ ફિલ્મના subject પર depend કરે છે જેમ કે, ફિલ્મના અમુક સીન્સમાં special effects મુકવી, ગ્રીન સ્ક્રીનમાં શૂટ થયેલ સીન્સ એડીટી કરવા, computer generated effects અને અમુક એવા સીન્સ અને લોકેશન જે special VFX માં બનાવવામાં આવતા હોય તેવા સીન બનાવવા.
03. ફાઈનલ કટ
વિડીઓ એડિટિંગ બાદ, VFX, ડબિંગ ઓડીઓ ફાઈલને વિડીઓ ફાઈલ સાથે merge કરીને, સાઉન્ડ એડીટીંગ અને સાઉન્ડ મિક્સિંગ કરીને, કલર કરેક્શન અને ત્યારબાદ છેલ્લે કલર ગ્રેડિંગ process કર્યા પછી જે કોપી બને તેને ફાયનલ કોપી કહેવાય છે.
અને ફિલ્મની જે કોપી ફિલ્મ સેન્સર સર્ટીફીકેટ મેળવે છે તે કોપીને ફાઈનલ કટ કહેવામાં આવે છે. આ કોપી સિનેમા હોલમાં રજુ થાય છે.
Conclusion
વિડીઓ એડિટિંગ process તે ફિલ્મ એડીટીંગ માટેની સૌથી પહેલી process છે, એડીટીંગ દ્વારા એક ફિલ્મ બનાવવા માટેની સૌથી પહેલા કરવામાં આવતી એક સામાન્ય process છે, જેમાં અલગ અલગ વિડીઓમાંથી એક સીન અને અલગ અલગ સીન્સ દ્વારા એક સંપૂર્ણ ફિલ્મ બનાવવામાં આવે છે.