ફિલ્મ એડીટીંગ એ પોસ્ટ-પ્રોડક્શનનો એક મહત્વનો part છે, જેમાં ફિલ્મ અલગ અલગ process દ્વારા એડીટીંગ થાય છે એટલે કે ફિલ્મ બનીને તૈયાર થાય છે. કહેવાય છે કે ફિલ્મ ભલે લોકેશન શૂટ થતી પણ તે આખરે બને છે એડીટીંગ ટેબલ ઉપર.
ફિલ્મ એડીટીંગ એટલે શૂટિંગ દરમ્યાન શૂટ થયેલ વિડીઓ data ને અલગ અલગ પ્રકારની અનેક technical અને creative process દ્વારા એડિટ કરીને છેલ્લે તેમાંથી એક complete ફિલ્મ બનાવવી.
એક ફિલ્મ કેવી રીતે? અને કઈ અલગ અલગ process દ્વારા એડીટ થાય છે?
ફિલ્મ એડીટીંગ એ ડિરેક્ટરના vision પ્રમાણે ફિલ્મ એડિટર, સાઉન્ડ એન્જીનીયર, કલરીસ્ટ દ્વારા કરવામાં આવતી process છે. આમ ફિલ્મ એડીટીંગ કોઈ એક નહિ પણ અલગ અલગ process દ્વારા થતું task છે, તો આ complete process ને details માં સમજીએ.
Complete ફિલ્મ 6 અલગ અલગ એડીટીંગ process દ્વારા બને છે
(1). વીડિઓ એડીટીંગ
(2). વિઝ્યુલ ઈફેક્ટસ
(3). ડબિંગ
(4). સાઉન્ડ એડીટીંગ અને સાઉન્ડ મિક્સિંગ
(5). કલર કરેકશન
(6). કલર ગ્રેડિંગ
હવે આ 6 અલગ અલગ process વિષે details માં જાણીએ અને સમજીએ
01. વિડીઓ એડીટીંગ
વિડીઓ એડિટિંગ process માં સૌથી પહેલા ફિલ્મના અલગ અલગ વિડિઓને ફિલ્મના સીન મુજબ એક પછી એક ક્રમમાં set કરવામાં આવે છે, ત્યારબાદ તેને અલગ અલગ techniques દ્વારા જોડીને તેનો એક સીન બનાવવામાં આવે છે, અને આવા અલગ અલગ અનેક સીન્સ દ્વારા એક સંપૂર્ણ ફિલ્મ બને છે.
મોટાભાગે આ process 3 સ્ટેપ દ્વારા કરવામાં આવે છે. (1). ફસ્ટ કટ / રફ કટ / એડિટર કટ. (2). ડિરેક્ટર કટ. (3). ફાઈનલ કટ.
02. વિઝ્યુલ ઈફેક્ટસ (VFX)
Next level એડિટિંગ તે ફિલ્મના subject ઉપર depend કરે છે, જેમ કે ફિલ્મના અમુક સીન્સમાં special effects મુકવી, ગ્રીન સ્ક્રીનમાં શૂટ થયેલ સીન્સ એડીટીંગ, computer generated effects અને ફિલ્મના અમુક એવા સીન્સ અને લોકેશન જે special VFX માંજ બનાવવામાં આવતા હોય છે.
જેમાં એક live-action footage ને અન્ય live-action footage સાથે અથવા અન્ય CGI elements સાથે integration કરીને તેમાંથી એક સંપૂર્ણ visual effects (VFX) બનાવવામાં આવે છે. આ વિઝ્યુલ ઈફેક્ટસ (VFX) ખુબ જ લાંબી અને ખર્ચાળ process છે, જેથી મોટા બજેટની ફિલ્મોમાં તેનો યુઝ વધારે થાય છે.
03. ડબિંગ
એક્ટર્સ ફિલ્મના શૂટિંગ દરમ્યાન જે dialogues બોલ્યા હોય છે, તે dialogues હવે રેકોર્ડીંગ સ્ટુડીઓમાં record કરવામાં આવે છે જેને ડબિંગ કહેવાય છે.
આ process માં રેકોર્ડીંગ સ્ટુડીઓની સાઉન્ડ પ્રૂફ કેબીનમાં એક્ટર્સ દ્વારા તેમના dialogues બોલવામાં આવે છે, જેને record કરવામાં આવે છે, અને આ ઓડીઓ ટેકને ફિલ્મના વિડિઓ ટ્રેક સાથે merge કરવામાં આવે છે.
04. સાઉન્ડ એડીટીંગ અને સાઉન્ડ મિક્સિંગ
સાઉન્ડ એડીટીંગ process માં ફિલ્મ માટે જરૂરી દરેક પ્રકારના background sound ને collect, record અથવા special compose કરવામાં આવે છે, તેમજ background music ને design, compose, record અને ત્યારબાદ છેલ્લે તેને edit કરવામાં આવે છે.
સાઉન્ડ મિક્સિંગ process માં ફિલ્મના અલગ અલગ બધાજ sound layer ના લેવલને ત્રણ ટ્રેકને સાઉન્ડ મિક્સર દ્વારા mix, adjust કરી તેને balance કરવામાં આવે છે.
05. કલર કરેકશન
કલર કરેક્શન process માં વિડીઓના appearance ને creatively વધુ improve કરવામાં આવે છે. જે વિડિઓ ઈમેજને વધુ improve કરવાની technical process છે. કલર કરેક્શન અલગ અલગ 6 પ્રકારનું અન્ય process દ્વારા થાય છે, જેમકે (1). White and black levels. (2). Exposure. (3). ISO/Digital noise. (4). Contrast. (5). White balance. (6). Three way correction વગેરે.
06. કલર ગ્રેડિંગ
કલર કરેક્શન બાદ વિડીઓને ફિલ્મી look આપવા માટે કલર ગ્રેડિંગ process કરવામાં આવે છે. આ process માં ફિલ્મની theme, subject પ્રમાણે આખી ફિલ્મનો એક visual tone/cinematic look set કરવામાં આવે છે. કલર ગ્રેડિંગથી ફિલ્મ જોવામાં વધુ અસરકારક લાગે છે.
ફિલ્મ ટ્રેઇલર
ફિલ્મ એડીટીંગ ખત્મ થયા બાદ ફિલ્મની ફાઈનલ કોપીમાંથી છેલ્લે ફિલ્મની સ્ટોરી પ્રમાણે ડિરેક્ટર અને એડિટર દ્વારા ફિલ્મનું અમુક મીનીટનું ટ્રેઇલર બનાવવામાં આવે છે. આમ પોસ્ટ પ્રોડક્શનની complete process અહી ખત્મ થાય છે.
Conclusion
ફિલ્મ એડીટીંગ તે પોસ્ટ પ્રોડક્શન દરમ્યાન અલગ અલગ technical અને creative task દ્વારા કરવામાં આવતી અલગ અલગ process છે, જેના દ્વારા ફિલ્મની એક final product તૈયાર થાય છે.