ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઘણા વ્યક્તિઓની ડ્રીમ ફિલ્ડ હોય છે, ફિલ્મમાં એક્ટર તરીકે કામ કરવાનો શોખ નાના મોટા અનેક વ્યક્તિઓને હોય છે. પણ આ ફિલ્ડમાં enter થવું એટલું આસાન નથી, તેના માટે ખુબ સારા અને high level ના contacts હોવા જોઈએ.
એક્ટર અથવા એક્ટ્રેસ બનવા માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌ પહેલા enter થવું પડે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવવી તે આસાન task બિલકુલ નથી.
પણ ફિલ્મની એક designation એવી છે જેના દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ મુશ્કેલી વગર આસાનીથી enter થઇ શકાય છે, અને તે designation છે આસિસ્ટન્ટ ડિરેક્ટર.
આસિસ્ટન્ટ ડિરેક્ટર એટલે શું?

ફિલ્મ બનાવતી વખતે ડિરેક્ટરે ડિરેક્શન related ઘણા બધા કામો કરવાના હોય છે, તેમાંથી દરેક નાના મોટા કામો તેઓ જાતે અને એક સાથે નથી કરી શકતા હોતા, જેથી અમુક કામો માટે ડિરેક્ટર અમુક આસિસ્ટન્ટને hire કરતા હોય છે, જેના દ્વારા ડિરેક્શનના અનેક કામો એક સાથે થઇ શકે છે. આમ ડિરેક્ટરના under માં કામ કરતા આસિસ્ટન્ટને “આસિસ્ટન્ટ ડિરેક્ટર” કહેવાય છે.
આસિસ્ટન્ટ work બે પ્રકારના વ્યક્તિઓ કરતા હોય છે, એક જેમને ડિરેક્શનમાં interest છે અને ડિરેક્ટર બનવું છે, બીજું જેમને એક્ટિંગમાં interest છે અને એક્ટર બનવું છે.
એક્ટર બનતા પહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટરનો experience લેવો શા માટે જરૂરી છે?
એક્ટર બનતા પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફિલ્મમેકિંગ અને એક્ટિંગ કેરિયર વિષે જાણવું અને સમજવું ખુબ જરૂરી છે, અને તેના વિષે અમુક knowledge ચોક્કસ હોવું જોઈએ, જેમ કે… ફિલ્મ કેવી રીતે બને છે? ફિલ્મમાં ક્યા વ્યક્તિની કઈ responsibilities હોય છે? ફિલ્મમાં એક્ટર્સ કેવી રીતે એક્ટિંગ કરે છે? એક ફિલ્મમાં એક્ટર્સની કઈ કઈ responsibilities હોય છે? વગેરે વગેરે.
આ જાણકારી તમને એક્ટર તરીકે કેરિયર બનાવવામાં ખુબ જ મોટી help કરશે, આ knowledge ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમને ખુબ જલ્દી establish કરી શકશે. પણ જો આ knowledge નહી હોય તો એક્ટર બનવામાં અનેક ભૂલો કરશો, જેના કારણે એક્ટર બનવામાં ખુબ problem આવશે અને ખુબ ટાઈમ પણ લાગશે.
ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આ બધું જ શીખવાડવામાં આવે છે, પણ આ બધાનો practical experience મેળવવા માટે ડિરેક્ટરના આસિસ્ટન્ટ તરીકે કામ કરવું પડે છે.
ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર એકમાત્ર એવી designation છે જેના દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી enter થઇ શકાય છે
કોઈપણ વ્યક્તિ માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter થવું ખુબ મુશ્કેલ હોય છે, મોટા contact, talent અને luck વગર એક્ટર તરીકે ફિલ્મમાં select થવાના chance તો ખુબ જ ઓછા હોય છે.
ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની designation એકમાત્ર એવી designation છે જેના દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી entry મેળવી શકાય છે. કારણ કે ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની designation માં select થવા માટે કોઈપણ પ્રકારની competition નથી હોતી, જેના કારણે ફિલ્મમાં selection chance વધુ હોય છે.
જયારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અન્ય કોઈપણ designation માં તે સહેજ પણ possible નથી, અને તેમાં પણ એક્ટર તરીકે તો સૌથી ખાસ.
ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગ, ફિલ્મમેકિંગ complete કર્યા પછી આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે એક્ટિંગ કેરિયરની શરુઆત કરો

ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એક્ટિંગ અને ફિલ્મમેકિંગ complete કર્યા પછી મોટાભાગના ઇન્સ્ટિટ્યૂટ students ને કોઈ ફિલ્મમાં ફિલ્મમેકિંગનો experience મેળવવા માટે placement આપતા હોય છે.
જો તમે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક્ટિંગ અને ફિલ્મમેકિંગ શીખ્યા હશો, તો તમે આસિસ્ટન્ટ ડિરેક્ટર માટે જલ્દી select થઇ શકો છો, કારણ કે ડિરેક્ટર એકદમ ફ્રેશર જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું knowledge ના હોય તેવા આસિસ્ટન્ટ કરતા ફિલ્મમેકિંગ સ્ટડી કરેલા આસિસ્ટન્ટને જલ્દી select કરતા હોય છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટરના selection માટેની કોઈ ખાસ competition ના હોવાથી તમે જલ્દી select પણ થઇ શકશો. આ થઇ તમારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry, જે ખુબ ઓછાને જલ્દીથી મળે છે, હવે તમે એક ફિલ્મના official part છો.
ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની શું responsibilities હોય છે?
એક budget ફિલ્મમાં 8 થી 10 male female આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ હોય છે અને દરેક આસિસ્ટન્ટ્સની અલગ અલગ responsibility હોય છે જેમ કે…
Pre-production દરમ્યાનની responsibilities: સ્ક્રિપ્ટ breakdown કરવી. પેપરવર્ક તૈયાર કરવા. લોકેશન visit કરવા. લોકેશન ફોટોગ્રાફી. જરૂરી data collect કરવા. ફિલ્મ શીડ્યુલ બનાવવું. ડિરેક્ટર અને અન્ય આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ સાથે પ્રી-પ્રોડક્શનના અન્ય કામ manage કરવા. પ્રોડક્શન ઓફિસના કામ હેન્ડલ કરવા.
Shooting દરમ્યાનની responsibilities: ડિરેક્ટરને આસિસ્ટ કરવા. ફિલ્મના ક્રુ-મેમ્બર્સ અને અન્ય ટેકનિશિયન્સ જોડે communicate કરીને શૂટ preparation કરવી. સીન અને શોટ મેનેજમેન્ટ કરવું. સ્ટોરીબોર્ડ સેટઅપ કરવો. એક્ટર્સને ready કરાવવા. Scene continuity હેન્ડલ કરવી. કલેપ બોર્ડ દ્વારા ક્લેપીંગ કરવું અને તેનો રિપોર્ટ બનાવવો. સ્ક્રિપ્ટ પ્રોમટીંગ કરવી, પ્રોપર્ટી manage કરવી. શૂટના આગળના દિવસની તૈયારી કરવી વગેરે.
જેઓ ફિલ્મમેકિંગ શીખ્યા નથી તેમના માટે આ responsibilities ને સમજવી થોડી અઘરી થઇ શકે છે, પણ જેઓ ફિલ્મમેકિંગ શીખ્યા છે તેમના ખરેખર આસાન છે.
ફિલ્મ દરમ્યાન આસિસ્ટન્ટ ડિરેક્ટરે શીખવા જેવા Most Important Things

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને એક એક્ટરની લાઈફ જાણવા માટે આસિસ્ટન્ટ ડિરેક્ટરની designation સૌથી best છે. આસિસ્ટન્ટ તરીકે ફિલ્મમાં કામ કરતી વખતે તમને ઘણું બધું નવું શીખવા મળશે, જેમ કે…
(1) એક ફિલ્મ કેવી રીતે બને છે? ફિલ્મમાં ક્યા ટેકનિશિયન્સની કઈ કઈ responsibilities હોય છે? (2) ફિલ્મમાં એક્ટર selection કેઈ રીતે થાય છે? અને ક્યા ક્યા points દ્વારા થાય છે? (3) એક્ટર્સ ફિલ્મમાં કેવી રીતે એક્ટિંગ કરતા હોય છે? (3) ડિરેક્ટર એક્ટર પાસે કેવી રીતે એક્ટિંગ કઢાવે છે? (4) એક્ટર્સને એક્ટિંગ કરતી વખતી ક્યા ક્યા problems આવે છે? અને તેને solve કેવી રીતે કરે છે?
ફિલ્મ દરમ્યાન તમને સમજાશે કે અત્યાર સુધી તમે આવી ઘણી બધી બાબતોથી એકદમ અજાણ્યા હતા. ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં તમે અત્યાર સુધી જે જે સ્ટડી કર્યું હતું તે બધાનો અત્યારે practical experience મળશે. એક્ટર બનતા પહેલાનો આ તમારો એ experience છે, જે તમને એક્ટર બનવા માટે future માં ખુબ કામ આવશે.
ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો experience અન્ય કોઈપણ ફિલ્ડ કરતા એકદમ અલગ હોય છે
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કરતી વખતે તમને રોજ નવા નવા અલગ અલગ પ્રકારના અનેક experiences થયા કરશે, જેમ કે…
(1) અલગ અલગ ફિલ્ડના અલગ અલગ designation ધરાવતા અનેક વ્યક્તિઓ સાથે કામ કરવાનો experience. (2) અલગ અલગ locations ઉપર દિવસ અથવા રાત કોઈપણ ટાઈમે કામ કરવાનો experience. (3) ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે સતત નવું નવું અને અલગ અલગ જાણવાનો અનુભવ. (4) રૂટીન લાઈફ છોડીને થોડા દિવસો સુધી એક અલગ જ પ્રકારની લાઈફ જીવવાનો experience વગેરે.
આ experience બીજી કોઈપણ ફિલ્ડ કરતા એકદમ અલગ, unique અને ખાસ કરીને exciting હોય છે, જે તમને ફક્ત તેના અનુભવ દ્વારા જ સમજાશે.
ફિલ્મમાં આસિસ્ટન્ટડિરેક્ટરનો આ experience એક્ટર્સ, એક્ટિંગ ફિલ્ડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે તમારી thinking change કરી દેશે

આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મમાં કામ કરતી વખતે એક્ટર્સ, એક્ટિંગ કેરિયર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષેની તમારી દ્રષ્ટી અને તમારા વિચારો એકદમ બદલાઈ જશે, સાથે સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક misunderstanding પણ દુર થશે.
(1) એક્ટર્સની real લાઈફ કેવી હોય છે? તેને જોવાનો અનુભવ. એક્ટર્સની લાઈફ કેવી struggle ધરાવતી હોય છે? તેને જાણવાનો અનુભવ.
(2) ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહાર સામાન્ય audience માં એક્ટર્સનું સૌથી વધારે મહત્વ હોય છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ મહત્વ ડિરેક્ટરનું અને પ્રોડ્યુસરનું હોય છે. કારણ કે ફિલ્મ હકીકતમાં ડિરેક્ટરના કારણે હીટ બને છે, એક્ટર્સના કારણે નહી. એક્ટર્સ ફક્ત ડિરેક્ટરના vision મુજબ એક્ટિંગ કરનાર વ્યક્તિઓ છે, જયારે હકીકતમાં ફિલ્મમાં ખરી મહેનત તો ડિરેક્ટરની હોય છે.
(3) એક ફિલ્મમાં એકટર્સની એક્ટિંગ સિવાય પણ અલગ અલગ અનેક responsibilities હોય છે, તે સમજાશે. (4) એક્ટર બનવા માટે સૌથી પહેલા look નહી પણ એક્ટિંગ ટેલેન્ટ હોવું જરૂરી છે. (5) ફિલ્મમાં કેમેરાની પાછળ કામ કરનાર ટેકનિશિયન્સનું ફિલ્મમાં એક ખાસ મહત્વ હોય છે, વગેરે.
ફિલ્મ દરમ્યાન સૌથી પહેલા ડિરેક્ટર સાથે permanent contact બનાવો
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણીવાર અને ખાસ કરીને કેરિયરની શરૂઆતમાં talent કરતા પણ એક સારા contact દ્વારા વધુ કામ મળી શકે છે. પણ સાથે સાથે એ વાત પણ ના ભૂલો કે સારા contact દ્વારા ફક્ત બે ત્રણ વખત જ કામ મળી શકે છે, ત્યારબાદ તો તમારા talent દ્વારા જ કામ મળે છે.
માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter થયા પછી સૌ પહેલા professional ડિરેક્ટર જોડે એક permanent contact બનાવો, કારણ કે તમને એક એક્ટર તરીકે સૌથી પહેલા તો એક ડિરેક્ટર જ select કરવાના છે. એટલે ડિરેક્ટર સાથે સારા contact તમને જલ્દી નહિ પણ લાંબા ટાઈમે ચોક્કસ ફાયદો કરાવશે.
ત્યાર બાદ ટેકનિશિયન્સ ટીમ, જેમાં રાઇટર, સિનેમેટોગ્રાફર, પ્રોડક્શન મેનેજર, મેકઅપ મેન, કોસ્ચ્યુમ ડિઝાઈનર વગેરે વગેરે. કદાચ નવાઈ લાગશે પણ ફિલ્મના ટેકનિશિયન ટીમ દ્વારા તમને અન્ય ફિલ્મ મળવાના chance ખુબ વધારે છે કારણ કે મોટા ભાગની ટેકનિશિયન્સ ટીમ એક પછી બીજી ફિલ્મમાં સતત કામ કરતી જ હોય છે જેથી અનેક ડિરેક્ટર્સના તેઓ contact માં હોય છે.
ડિરેક્ટર્સને જોઈતા એક્ટર્સ માટે ઘણીવાર આ ટેકનિશિયન્સની help, suggestion અને review લેતા હોય છે, માટે એક્ટર્સ requirement માટેની જાણ તેઓને જલ્દી થાય છે.
ડિરેક્ટર બાદ ફિલ્મના ટેકનિશિયન્સ જોડે contact બનાવો
મોટા ભાગના આસિસ્ટન્ટ એવું વિચારતા હોય છે કે એક્ટર્સના contact માં રહેવાથી ફિલ્મમાં કામ મળી શકશે, પણ આ તેમની સૌથી મોટી ભૂલ છે
અહીં મોટા ભાગના આસિસ્ટન્ટ આ ભૂલ કરી જાય છે, તેઓ ટેકનિશિયન્સ કરતા એક્ટર્સના contact માં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે, કારણ કે મોટાભાગનાને એક્ટિંગનો શોખ હોય છે એટલે તેઓ ફક્ત ફિલ્મના એક્ટર્સ ઉપર જ ધ્યાન આપતા હોય છે.
જયારે હકીકત એ છે કે એક્ટર્સ પણ પોતાના માટે કામ સતત શોધતા હોય છે, અને તેઓ પણ કામ મેળવવા માટે ફિલ્મના ડિરેક્ટર અને ટેકનિશિયન્સ ઉપર આધાર રાખતા હોય છે, અને તેઓ બીજા એક્ટર્સનો reference એટલા માટે નથી આપતા કે કદાચ તેમની જગ્યાએ બીજાનું selection થઇ જવાનો એક ડર પણ તેમને હોય છે.
અને આ એક એવી હકીકત છે જેને કોઈ પણ એક્ટર્સ accept નહી કરે. માટે ફિલ્મોમાં કામ મેળવવા અન્ય એક્ટર્સ ઉપર આધાર રાખવો એક મોટી ભૂલ છે. એક ડિરેક્ટર એક એક્ટર માટે teacher, coach, boss છે. જયારે એક એક્ટર અન્ય એક્ટર માટે એક competitor છે, આ હકીકત એક્ટર બન્યા પછી જ સમજમાં આવશે.
પોતાની દરેક responsibility proper નિભાવો
આ બધામાં તે ખાસ યાદ રાખો કે તમે એક ફિલ્મમાં એક આસિસ્ટન્ટ પણ છો અને તમને કેટલીક responsibility પણ છે, એટલે તમે જ્યાં સુધી આસિસ્ટન્ટ તરીકે ફિલ્મમાં કામ કરો છો ત્યાં સુધી આસિસ્ટન્ટની responsibility ખુબ સારી રીતે નિભાવો.
જો ડિરેક્ટર તમારા કામથી ખુશ હશે તો બીજી ફિલ્મમાં પણ તમે તે ફિલ્મના part બની શકો છો. અને તમારું suggestion અન્ય વ્યક્તિઓ સામે પણ કરશે. નહી તો કોઈ નવો આસિસ્ટન્ટ તમને આ ફિલ્મમાં replace પણ કરી શકે છે.
આસિસ્ટન્ટ તરીકે ફિલ્મમાં કામ કર્યા પછીના planning
આસિસ્ટન્ટ તરીકે કામ કર્યા પછી તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફિલ્મમેકિંગ અને એક્ટિંગ વિશેનું ઘણું knowledge મેળવી લીધું હશે, જેથી તમારો confidence વધી ગયો હશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા અમુક contacts પણ થઇ ગયા હશે. તમે તે બાબતે એકદમ clear થઇ ગયા હશો કે તમારે પોતે હવે આગળ શું કરવું છે.
હવે next તમારી પાસે 2 options છે, (1) તમારા contacts દ્વારા એક્ટર તરીકે કેરિયર બનાવવાના try કરો. (2) અથવા જ્યાં સુધી એક્ટર તરીકે ફિલ્મમાં કામ ના મળે ત્યાં સુધી આસિસ્ટન્ટ તરીકે કામ કરતા રહો જેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકીને રહી શકશો.
બોલીવુડના અનેક એક્ટર્સે ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે કેરિયરની શરૂઆત કરી છે

બોલીવુડના અનેક એક્ટર્સે તેની એક્ટિંગ કેરિયર આસિસ્ટન્ટ ડિરેક્ટર દ્વારા કામ કરીને શરુ કરી છે, અને ત્યારબાદ તેઓએ એક્ટર તરીકે ફિલ્મોમાં શરૂઆત કરી છે, જેમ કે…
વીકી કૌશલે ફિલ્મ Gangs of Wasseypur (2012). વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ My Name is Khan (2010). અર્જુન કપૂરે Salaam-E-Ishq (2007). Kal Ho Naa Ho (2003). સોનમ કપૂર Black (2005). રણવીર સિંહે Bunty Aur Babli (2005).
રણબીર કપૂરે Black (2005), Aa Ab Laut Chalen (1999) અને Prem Granth (1996). ડેઈઝી શાહે Khakhi (2004) અને Zameen (2003). ઇમરાન હાશ્મીએ Raaz (2002). હ્રિતિક રોશને Koyla (1997) અને Karan Arjun (1994). ફરહાન અખ્તરે Himalay Putra (1997) માં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટરનો experience મેળવ્યા બાદ એક્ટર તરીકે કેરિયર શરુ કરો
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યા પછી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા ઘણા contact થઇ ગયા હશે. ડિરેક્ટર, પ્રોડ્યુસર, રાઈટર, સીનેમેટોગ્રાફર, પ્રોડક્શન મેનેજર, મેકઅપ મેન, કોસ્ચ્યુમ ડિઝાઈનર વગેરે. હવે તમારું knowledge, તમારો experience અને આ contact ની help દ્વારા એક્ટર બનવાની શરૂઆત કરો.
Conclusion
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનો સૌથી પહેલો ફાયદો એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી enter થઇ શકાય છે, જે chance ખુબ ઓછા વ્યક્તિઓને મળે છે.
ત્યારબાદ એક્ટર્સની લાઈફને નજીકથી જોવા જાણવા અને સમજવા મળે છે. આ experience તમને એક્ટર તરીકે કેરિયર શરુ કરો ત્યારે ખુબ કામમાં આવશે.
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટોપના વ્યક્તિઓ સાથે contact બની શકશે. આ contact ની help દ્વારા અને આસિસ્ટન્ટ ડિરેક્ટર આ experience દ્વારા future માં તમે એક એક્ટર તરીકે સફળ કેરિયર બનાવી શકો છો.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.
