2015 માં Chhello Divas ફિલ્મ રીલીઝ થઇ, અને ત્યારબાદ આવેલા અનેક પરિવર્તનોમાં એક એ હતું કે આ ફિલ્મ જોયા પછી, અને ખાસ કરીને આ ફિલ્મના એક્ટર્સને મળેલ overnight success જોઇને ઘણા youngster ને પણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનો craze જાગ્યો, જે craze પહેલા હિન્દી ફિલ્મો માટે જ હતો.
એક્ટિંગનો શોખ છે, talent પણ છે… પણ એક્ટર બનવા માટેનું knowledge અને guidance નથી
ફિલ્મોમાં એક્ટર તરીકે કામ કરવાનો શોખ, dream, passion ઘણા teenagers અને youth ને છે, પણ તેમના માટે problem એ છે કે એક્ટર કેવી રીતે બની શકાય? તે માટેનું કોઈપણ પ્રકારનું knowledge તેમની પાસે નથી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter કેવી રીતે થઇ શકાય? અને ફિલ્મોમાં કામ કેવી રીતે મેળવી શકાય? તેનું કોઈ proper guidance તેમની પાસે નથી, અને તેમની પાસે એવા કોઈ contacts પણ નથી જેમના દ્વારા આ knowledge મેળવી શકાય.
બોલીવુડ એક્ટર્સ કેવી રીતે ફિલ્મોમાં પોતાની કેરિયર શરુ કરતા હોય છે?
એક્ટર બનવા માંગતા વ્યક્તિના મનમાં આ બે પ્રશ્ન ખાસ હોય છે, (1). બોલીવુડ એક્ટર્સ કેવી રીતે ફિલ્મોમાં એક્ટિંગ કેરિયર શરુ કરતા હોય છે? (2). ફિલ્મી background ન ધરાવતા એક્ટર્સે પણ કેવી રીતે ફિલ્મોમાં entry મેળવી? અને ફિલ્મોમાં કામ મેળવ્યું?
એક્ટર કેવી રીતે બની શકાય? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter કેવી રીતે થવું? એક્ટર તરીકે પહેલી ફિલ્મ કેવી રીતે મેળવવી?
એક્ટિંગ blog સીરીઝના આ પહેલા blog દ્વારા જાણીએ કે… એક્ટર કેવી રીતે બની શકાય? ગુજરાતી ફિલ્મ એક્ટર રીતે બની શકાય? એક્ટર બનવા માટે કઈ કઈ preparation કરવી? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter કેવી રીતે થવું? એક્ટર તરીકે ફિલ્મમાં કામ કેવી રીતે મેળવવું? એક્ટર તરીકે પહેલી ફિલ્મ કેવી રીતે મેળવવી?
ઉપરાંત બોલીવુડ એક્ટર્સ કઈ preparation અને planning ને follow કરીને ફિલ્મોમાં કેરિયર બનાવે છે? વગેરે, હવે આ દરેક points વિષે આ blog માં details માં જાણીએ અને સમજીએ.
10 preparations અને plannings – જેને follow કરીને મોટાભાગના એક્ટર્સ ફિલ્મોમાં કેરિયર બનાવે છે
01. એક્ટિંગ અને ફિલ્મમેકિંગ વર્કશોપ દ્વારા એક્ટિંગ કેરિયર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું complete knowledge મેળવો

એક્ટિંગ અને ફિલ્મમેકિંગ વર્કશોપ join કરવો શા માટે જરૂરી છે?
કોઈ પણ ફિલ્ડમાં કેરિયર બનાવતા પહેલા તે ફિલ્ડનું basic knowledge હોવું જ જોઈએ. જો તમે એક્ટર બનવા માંગતા હોવ તો તમને એક્ટિંગ કેરિયર શું છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રી શું છે? એ ખ્યાલ હોવો જોઈએ. માટે આ બંને વિષેનું proper knowledge મેળવવા માટે આ વર્કશોપ જરૂરી છે.
વર્કશોપમાં એક્ટિંગ કેરિયર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષેનું proper guidance આપવામાં આવે છે
આ વર્કશોપમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક misunderstanding ને દુર કરીને એક્ટિંગ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ફિલ્મમેકિંગનું દરેક પ્રકારનું proper guidance, true knowledge આપવામાં આવે છે, જેમકે…
(1). એક્ટિંગ એટલે શું? તેના કેટલા અને ક્યા ક્યા પ્રકારો હોય છે. (2). ફિલ્મ કેવી રીતે બને છે? ફિલ્મમાં ક્યા ક્યા ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ હોય છે? અને તેમની responsibilities શું હોય છે? (3). ફિલ્મ માટે ઓડીશન કેવી રીતે આપવું?
(4). એક્ટર બનવા માટે કઈ કઈ preparation અને planning કરવા? (5). ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter કેવી રીતે થવું? (6). ફિલ્મમાં એક્ટર્સ selection કેવી રીતે? અને ક્યા base ઉપર થાય છે? (7). એક ફિલ્મમાં એક્ટર્સની કઈ કઈ work responsibilities હોય છે?
(8). ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું atmosphere, તેમાં કામ કરવાની રીત અને તેની etiquette. (9). ફિલ્મોમાં successful એક્ટર કેવી રીતે બની શકાય? (10). ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે એક long term કેરિયર કેવી રીતે બનાવવી? વગેરે. આમ એક્ટર બનવા માટે આટલી જાણકારી હોવી જરૂરી છે.
એક્ટિંગ અને ફિલ્મમેકિંગ વર્કશોપ કર્યા પછી
આ વર્કશોપ દ્વારા આટલું knowledge મેળવ્યા પછી તમે એકદમ clear થઇ ગયા હશો, એક્ટિંગ ફિલ્ડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિષે તમારા દરેક પ્રશ્નોનું solution મળી ગયું હશે, જેથી તમારો confidence વધી ગયો હશે.
વર્કશોપ કર્યા બાદ જો તમને લાગે કે એક્ટિંગ કેરિયર બનાવવામાં તમને ખરેખર interest છે, તો હવે next step માં તમારે એક્ટિંગ શીખવી પડશે. વર્કશોપમાં એક્ટિંગ કેરિયર અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશેનું guidance આપવામાં આવે છે જયારે એક્ટિંગ શીખવા માટે એક્ટિંગ સ્કૂલ join કરવી પડશે.
02. એક્ટિંગ શીખવા માટે સૌ પહેલા એક્ટિંગ institute join કરો

એક્ટિંગ ફિલ્ડમાં કેરિયર બનાવવા માટે હવે એક્ટિંગ શીખવી અને એક્ટિંગનું complete technical knowledge મેળવવું પડશે, માટે એક્ટિંગ સ્કૂલ join કરો.
એક્ટિંગ સ્કુલમાં લગભગ 3 મહિનાથી લઈને 3 વર્ષ સુધીના અલગ અલગ એક્ટિંગ અને ફિલ્મમેકિંગ કોર્ષમાં acting techniques, characterization preparation, body language, expressions, emotion, voice/speech, camera facing, improvisation, audition, career tips, basic filmmaking, industry facts અને અન્ય techniques શીખવાડવામાં આવે છે.
તે સિવાય મુંબઈની કેટલીક મોટી ફિલ્મ સ્કુલમાં swimming, horse riding જેવી અન્ય activities પણ શીખવાડે છે. એક્ટિંગ સ્કુલ join કરવાથી તમે એક્ટર તરીકે technically strong બનશો.
મોટાભાગના બોલીવુડ એક્ટર્સ ફિલ્મ institute દ્વારા એક્ટિંગ શીખતા હોય છે
શાહરૂખ ખાન, હ્રીતિક રોશન, કરીના કપૂર, જોન અબ્રાહમ, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણે, અનુષ્કા શર્મા, રણવીર સિંહ, વરુણ ધવન, ટાઈગર શ્રોફ, જેવા અનેક બોલીવુડ એક્ટર્સ પણ ફિલ્મ સ્કૂલમાં જ એક્ટિંગ શીખ્યા છે. મોટાભાગના એક્ટર્સ એક્ટિંગ અને ફિલ્મમેકિંગનું almost knowledge મેળવ્યા પછી ફિલ્મોમાં કેરિયર શરુ કરતા હોય છે.
એક્ટિંગ કેરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટરના experience દ્વારા કરો
એક્ટિંગ કેરિઅર શરુ કરવા માટે 2, 3 ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરો. એક્ટિંગ સ્કૂલમાં તમે એક્ટિંગનું theoretical knowledge મેળવ્યું, પણ એક્ટિંગ સ્કૂલ તમને ફિલ્મનું atmosphere provide નહી કરી શકે. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તમે એક્ટિંગ કેરિયરનો practical experience ખુબ જ સારી રીતે મેળવી શકો છો.
03. ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે work શરુ કરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવો

હવે તમારો next target છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવવા માટેનો, જે ખુબ જ અઘરો છે. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવવાનો સૌથી આસાન રસ્તો છે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે work શરુ કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવો. આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાના 2 સૌથી મોટા ફાયદાઓ છે.
(1). આસિસ્ટન્ટ ડિરેક્ટરની post દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી entry મેળવી શકાય છે
એક્ટર બનવા માટે સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવવી જરૂરી છે. આમ તો કોઈપણ નવા ફિલ્ડમાં entry મેળવવી ખુબ જ અઘરી છે, તેમાં પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો સૌથી ખાસ. પણ આસિસ્ટન્ટ ડિરેક્ટર એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એકમાત્ર એવી designation છે જેમાં કોઈ ખાસ competition ના હોવાથી તમે આસાનીથી ફિલ્મમાં select થઇ શકો છો, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી entry મેળવી શકો છો.
(2). આસિસ્ટન્ટ ડિરેક્ટરની post દ્વારા ફિલ્મમેકિંગ અને એક્ટિંગ કેરિયરનો real experience મેળવી શકાય છે
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાથી એક્ટિંગ શું છે? ફિલ્મમાં એક્ટર્સ કેવી રીતે એક્ટિંગ કરે છે? ડિરેક્ટર એક્ટર્સ પાસેથી એક્ટિંગ કેવી રીતે કરાવે છે? એક્ટિંગ કરતી વખતે એક્ટર્સને કેવા કેવા problems આવે છે? અને તે solve કેવી રીતે કરે છે? આ બધાનો live experience મેળવી શકશો.
આ experience એક્ટર બનવા માટે ભવિષ્યમાં ખુબ કામ લાગશે. આમ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અને ખાસ કરીને એક્ટરની લાઈફને નજીકથી જોવા, જાણવા અને સમજવાનો અનુભવ મળે છે.
બોલીવુડના અનેક એક્ટર્સ આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કેરિયરની શરૂઆત કરતા હોય છે
બોલિવૂડમાં રાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધીના લગભગ મોટાભાગના એક્ટર્સે પણ તેમની એક્ટિંગની કેરિયરની શરૂઆત આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જ કરી છે, સમજી લો કે આસિસ્ટન્ટ ડિરેક્ટર work એ એક્ટિંગ ફિલ્ડ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં entry મેળવવા માટેનો entrance gate છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટરનો experience મેળવ્યા પછી
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યા પછી હવે તમારા માટે આખી situation change થઇ ગયી હશે. હવે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ભાગ છો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા અમુક contact બની ગયા હશે, જેના કારણે અમુક help તમને આસાનીથી મળી શકે છે.
એક્ટિંગ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હવે તમને ખુબ સારો experience થઇ ગયો હશે, જે experience તમને એક્ટિંગ કેરિયર બનાવવામાં હવે આગળ ખુબ કામ લાગશે.
04. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter થયા બાદ એક્ટિંગ કેરિયર બનાવવા માટેની step by step શરુઆત કરો
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યા પછી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા ઘણા contact થઇ ગયા હશે. ડિરેક્ટર, પ્રોડ્યુસર, રાઈટર, સીનેમેટોગ્રાફર, પ્રોડક્શન મેનેજર, મેકઅપ મેન, કોસ્ચ્યુમ ડિઝાઈનર વગેરે. હવે તમારું knowledge, experience અને આ contact ની help દ્વારા એક્ટર બનવાની શરૂઆત કરો, જેના માટે સૌથી પહેલા એક્ટર profile બનાવો.
એક્ટર profile એટલે શું?
એક્ટર તરીકે કેરિયર સ્ટાર્ટ કરવા હવે તમારો એક complete profile બનાવવી પડશે. જેમ એક જોબ માટે resume મહત્વનું હોય છે, તેમ એક્ટર માટે આ profile પણ એટલી જ મહત્વની છે.
જયારે કોઈ ફિલ્મ માટે એક્ટર્સ requirement હોય છે ત્યારે ડિરેક્ટર દ્વારા આ એક્ટર profile મંગાવવામાં આવતી હોય છે, માટે તમારી એક્ટર profile બને તેટલી strong અને professional હોવી જોઈએ. એક્ટર profile 3 વસ્તુ દ્વારા બને છે. (1) એક્ટર bio-data. (2) એક્ટર portfolio. (3) એક્ટિંગ videos.
(1). એક્ટર bio-data બનાવો
એક્ટર bio-data માં સૌથી પહેલા તમારું નામ, ડેટ ઓફ બર્થ, height, weight, શોખ, અને તમારી દરેક information વિષે details માં લખો. આ થઇ તમારી basic profile.
(2). Professional portfolio બનાવો
એક્ટર portfolio જેમાં અલગ અલગ look અને કોસ્ચુમ્સ સાથે અલગ અલગ પોઝમાં 30, 40 જેટલા photo shoot કરાવો, જેમાં તમારો look આસાનીથી દેખાઈ શકે. અને આ portfolio જાતે નહી પણ ફક્ત professional ફોટોગ્રાફર દ્વારા જ બનાવો.
(3). એક્ટિંગ અને ઓડીશનના videos બનાવો
અલગ અલગ પ્રકારના characters ની એક્ટિંગના અલગ અલગ 10, 15 videos બનાવો, જે videos દ્વારા તમારી એક્ટિંગ skill દેખાઈ શકે. આ videos જાતે બનાવવા કરતા કોઈ professional ડિરેક્ટર પાસે જ બનાવડાવો તો ચોક્કસ ફાયદો થશે, નહી તો ફાયદા કરતા નુકશાન થવાની પણ શક્યતા છે.
આ થઇ તમારી એક complete એક્ટર profile, હવે આ એક્ટર profile અલગ અલગ વ્યક્તિઓને send કરવાની છે.
એક્ટર profile ને અલગ અલગ વ્યક્તિઓને send કરો
સૌ પહેલા તમે જે ડિરેક્ટરના under માં આસિસ્ટન્ટ ડિરેક્ટરનો experience મેળવ્યો હોય, તેમને આ profile details send કરો. તે સિવાય અન્ય ડિરેક્ટર્સ, તમારા contact માં હોય તેવા ફિલ્મ ટેકનિશિયન્સને, અલગ અલગ production house અને casting agency ને તમારી આ profile send કરો.
જો આ ટાઈમે કોઈ એક્ટર requirement હશે, અને તમારી profile suitable હશે તો તમને contact કરવામાં આવશે અને તમને ઓડીશન માટે બોલાવવામાં આવશે.
Quick reply ની special wait ના કરો
એક્ટર profile send કર્યા બાદ ક્યારેય quick reply ની special wait ના કરો. જો તે સમયે કોઈ requirement હશે તો સામેથી call આવશે, અને જો requirement નહી હોય, અથવા એક્ટર requirement માં તમારી profile મેચ નહી થતી હોય તો reply નહીં આવે.
અથવા future માં જયારે પણ એક્ટર્સની requirement હશે, અને જો તમે તેમાં ફીટ બેસતા હશો ત્યારે મિટિંગ માટે અથવા ઓડીશન માટે call આવશે.
05. ફિલ્મમાં selection માટે ઓડીશન regular આપતા રહો

Next step, ફિલ્મમાં રોલ મેળવવા માટે તમારે ઓડીશન આપવા પડશે. ઓડીશન એટલે જેમાં તમારે અમુક dialogues ઉપર એક્ટિંગ પરફોર્મ કરવાનું હોય છે, અથવા ફિલ્મના કોઈ સીન ઉપર એક્ટિંગ કરવાની હોય છે. ગુજરાતી ફિલ્મો માટે મોટાભાગે અમદાવાદ અને બોલીવુડ ફિલ્મોમાં માટે મુંબઈમાં ઓડીશન થાય છે.
YouTube ઉપર બોલીવુડના અનેક એક્ટર્સના ઓડીશન વિડીઓ તમને જોવા મળશે, જેઓ આજે બોલીવુડના સ્ટાર એક્ટર છે, તેઓ પણ એક ટાઈમે લાંબી લાઈનમાં ઉભા રહીને ઓડીશન આપતા હતા.
ફક્ત genuine ઓડીશન આપો
હંમેશા genuine ઓડીશન જ આપો, હકીકતમાં genuine ઓડીશન ખુબ ઓછા હોય છે. ઘણા WhatsApp ગ્રુપમાં લગભગ રોજ ઓડીશનના મેસેજ આવતા હોય છે, તે બધાજ ઓડીશન genuine નથી હોતા. Genuine ઓડીશનની જાણ તમને ડિરેક્ટર, ફિલ્મ ટેકનિશિયન્સ, casting agency અને ફિલ્મ સ્કૂલ દ્વારા મળી શકશે.
અલગ અલગ ડિરેક્ટર્સને મળો
અલગ અલગ ડિરેક્ટર્સને મળો, જો તમે ફિલ્મના કોઈ character માં શૂટ થતા હશો તો તમે ફિલ્મમાં select થઇ શકો છો. અને સૌથી જરૂરી point, કોઈપણ ડિરેક્ટર્સને નહિ પણ ફક્ત professional ડિરેક્ટર્સને જ મળો, જેનાથી તમને કંઇક ફાયદો થઇ શકે.
સામેથી કામ માંગો
ઓડીશન આપવાની સાથે professionally કામ પણ માંગો, અને કામ માંગતા ક્યારેય શરમાશો નહિ. જો માંગશો તો કદાચ કામ મળી પણ શકશે, તે તમારા approach ઉપર depend કરે છે, અને હા કામ માંગવાનો એક professional way ચોક્કસ હોય છે.
Social media ઉપર તમેં ગમે તેટલા popular હશો, તમારા ગમે તેટલા followers હશે, અનેક comments, likes મળતી હશે, પણ તે mentality માંથી બહાર આવી, ફિલ્મ માટે તો સામેથી કામ માંગવું પડશે.
જો તમને આ ટેવ નહી હોય તો ટેવ પાડવી પડશે, જો આ તમારા nature માં નહી હોય તો nature બદલવો પડશે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા example છે જેમાં એક્ટરે સામેથી કામ માગ્યું હોય અથવા કામ મેળવવાના અનેક પ્રયત્નો કર્યા હોય, અને તેમને મળ્યું પણ હોય.
ફિલ્મમાં કામ મેળવવા માટેનો સંઘર્ષ હવે શરુ થાય છે
ફિલ્મમાં કામ મેળવવા માટેનો સાચો સંઘર્ષ હવે શરુ થાય છે. આ સંઘર્ષનો ટાઈમ લાંબો પણ ચાલી શકે છે, અને ગમે ત્યારે ખત્મ પણ થઇ શકે છે. તે તમારા ઉપર depend છે કે તમે એક્ટર તરીકે કેટલા strong છો, જેમાં luck પણ કામ કરે છે. માટે જ્યાં સુધી ફિલ્મમાં તમારું selection ના થાય ત્યાં સુધી સતત ઓડીશન આપતા રહો.
06. તકને ઓળખતા શીખો… મળેલી તકનો ફાયદો ઉઠાવો… અને અમુક તક જાતે ઉભી કરો
ફિલ્મમાં selection મેળવવા માટે ફક્ત ઓડીશન ઉપર જ આધાર રાખવો તે પણ એક ભૂલ છે. જેથી ફિલ્મમાં selection મેળવવા માટે ઓડીશન આપવા સિવાય પણ તમારે કંઇક extra advance પ્રયત્નો કરવા જ પડશે, જેના માટે સૌથી પહેલા, કોઈપણ opportunity ને ઓળખતા શીખો… મળેલી opportunity નો ફાયદો ઉઠાવો… અને અમુક opportunity જાતે ઉભી કરો.
Opportunity ને ઓળખતા શીખો
જયારે એક્ટર ફિલ્મ મેળવવા ટ્રાય કરી રહ્યા હોય છે, ત્યારે તેમને અમુક opportunity મળી પણ હશે, પણ experience, knowledge અને professionalism ની કમીના કારણે જાણતા અજાણતા તેઓ આ opportunity ગુમાવતા હોય છે, અને આ ભૂલ કેરિયરની શરૂઆતમાં લગભગ બધા જ એક્ટર્સ કરતા હોય છે.
ખાસ કરીને ફ્રેશ એક્ટર્સ આ stage ઉપર એ ભૂલ કરતા હોય છે કે જયારે પણ એક સારી તક મળતી હોય છે ત્યારે મોટાભાગના એક્ટર્સ તે તકને ઓળખી શકતા નથી હોતા, અથવા અમુક તે તકને ઓળખી શકે છે પણ તે તકનો ફાયદો નથી ઉઠાવી શકતા.
માટે એક્ટર બનવા માટે સૌ પહેલા તો તકને ઓળખતા શીખો, મળેલ તકનો ફાયદો ઉઠાવો અને ક્યારેક આવી તકો જાતે ઉભી પણ કરો.
મળેલી opportunity નો ફાયદો ઉઠાવો
જયારે તમે ઓડીશન આપો છો ત્યારે તમને એક તક તો છે, પણ જયારે તમને ઓડીશન અથવા મિટિંગ માટે સામેથી બોલાવવામાં આવે ત્યારે સૌથી મોટી તક છે. અમુક ફ્રેશ એક્ટરને જયારે સામેથી કોલ આવે ત્યારે તેને ખુબ લાઈટલી લઇ લે છે. હકીકતમાં સામેથી કોલ આવે છે તેનો મતલબ કે 50% તેઓ interested છે.
જયારે કોઈ ડિરેક્ટર અથવા પ્રોડક્શન હાઉસ તરફથી call આવે અને મળવા માટે બોલાવે ત્યારે પોતાના અન્ય અગત્યના કામો એક તરફ કરીને સૌથી પહેલા આ મિટિંગ attend કરી લો. બની શકે તમારું luck કામ કરતુ હોય અને તમે select પણ થાવ. માટે આવી opportunity ક્યારેય પણ miss ના કરો.
પણ જો તમે એ ટાઈમેં મોડા થયા અથવા ચુકી ગયા તો તમારી જગ્યાએ અન્ય એક્ટર select થઇ શકે છે, અને તમે એક opportunity miss કરી. અને આવી ભૂલ અનેક એક્ટર્સ કરતા હોય છે.
તમારું luck ક્યારે કામ કરશે તે તમને પણ ખબર નહી હોય, માટે જ્યાં સુધી select ના થાવ ત્યાં સુધી ઓડીશન આપતા રહો, ક્યા ઓડીશન દ્વારા તમને રોલ મળશે તે તમને પણ નહી ખબર હોય માટે એક પણ તક miss ના કરો
Opportunity જાતે ઉભી કરો
જો તમે સ્ટોરી, સ્ક્રિપ્ટ લખી શકતા હોવ તો ફિલ્મ સ્ક્રિપ્ટ લખવાનું શરુ કરો, અને ત્યારબાદ કોઈ પ્રોડ્યુસરને ફિલ્મમાં ફાઈનાન્સ કરવા માટે convince કરો. જો આ સ્ક્રિપ્ટ કોઈ પ્રોડ્યુસરને પસંદ આવી જશે તો તમારી એક્ટિંગ કેરિયર જલ્દી શરુ થઇ શકે છે.
હોલીવુડમાં સિલ્વેસ્ટર સ્ટેલોન, મેટ્ટ ડેમન, બેન એફ્ફ્લેક, ઓવેન વિલ્સન જેવા અનેક સ્ટાર એક્ટર્સે પોતાની કેરિયરની શરૂઆતમાં આવી રીતે જાતે સ્ક્રિપ્ટ લખીને ફિલ્મો મેળવી છે. આમ પોતાના તરફથી પણ આવી અમુક opportunity જાતે ઉભી કરો.
07. Professional contacts અને relations બનાવો, અને તેને maintain કરો
ફિલ્મમાં selection માટે ઓડીશન સિવાય પણ તમારે હજુ કંઇક extra ordinary કરવું પડશે, જેમકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા contact બનાવવા, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા વ્યક્તિઓ સુધી પહોચવું.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા contact વગર કામ મળતુ નથી
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટા contact વગર કામ મળતુ નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી હકીકત એ છે કે એક્ટર તરીકે તમે કેટલા પણ strong કે weak હોવ, પણ એક સારા contact દ્વારા તમને એક ફિલ્મમાં કામ મળી શકે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી મોટા contact એટલે professional ડિરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સ. માટે આ બંને વ્યક્તિઓ સાથે હંમેશા સારા contact બનાવીને રાખો. જો કોઈ professional ડિરેક્ટર્સ, પ્રોડ્યૂસર્સ સાથે તમારો contact હોય, તો તેમની સાથે long term નો professional relation maintain પણ કરો. જો તમારામાં ખરેખર talent હશે તો આ contact તમને future માં ચોક્કસ કામ લાગશે.
સૌથી મહત્વની વાત એ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈપણ ડિરેક્ટર, પ્રોડ્યુસર કરતા હંમેશા એક professional ડિરેક્ટર, પ્રોડ્યુસર સાથેના contact દ્વારા જ તમને ફાયદો થઇ શકે છે, નહી તો ટાઈમ પાસ થવાની શક્યતા વધુ છે.
એક્ટર્સ કરતા ટેકનિશિયન ટીમ સાથે contact બનાવો
Professional contact બનાવવામાં અહી મોટાભાગના ફ્રેશ એક્ટર્સ ભૂલ કરી જાય છે. તેઓ ફિલ્મોમાં કામ કરતા અન્ય એક્ટર્સ સાથે contact બનાવીને ફિલ્મોમાં કામ મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે. તેઓ વિચારતા હોય છે કે એક્ટર સાથે contact રાખવાથી ફિલ્મમાં કામ મળી શકે છે, જે એક સૌથી મોટી ભૂલ છે.
હકીકતમાં ફિલ્મોમાં કામ કરતી ટેક્નીશિયન્સ ટીમ સાથેનો contact દ્વારા જ તમને ફાયદો થઇ શકે છે, જેવા કે ડિરેક્ટર, પ્રોડ્યુસર બાદ રાઈટર, સિનેમેટોગ્રાફર, પ્રોડક્શન મેનેજર, મેકઅપ મેન, કોસ્ચ્યુમ ડિઝાઈનર વગેરે.
જાણીને નવાઈ લાગશે પણ એક્ટર્સ પણ પોતે ફિલ્મમાં એક્ટર્સ requirement માટે આ ટેક્નીશિયન્સ ઉપર આધાર રાખતા હોય છે, અને તેમના regular contact માં રહેતા હોય છે. કારણ કે એક્ટર કરતા ટેક્નીશિયન્સની કેરિયર વધારે stable હોય છે, તેઓ regular ફિલ્મ કરતા હોય છે, જેથી તેમના જાણ મુજબની એક્ટર requirement એકદમ genuine હોય છે.
હકીકતમાં એક્ટર પોતે પણ સતત કામની શોધમાં હોય છે, તેઓ પણ ક્યાયને ક્યાંક સેટ થવાનો પ્રયત્ન કરતા હોય છે, જયારે કોઈ requirement આવે તો સૌ પહેલા પોતાને સેટ કરવાના પ્રયત્નો કરશે બીજાને નહિ, અને તેમાં એક્ટર્સનો વાંક નથી, ફિલ્મમાં selection એક પ્રકારની competition છે અને competition માં બીજાને પોતાના કરતા કોણ આગળ વધવા દેશે?
ક્યારેય ક્યારેક insecurity, jealousy ના કારણે પણ એક્ટર્સ એકબીજાને એટલી help નથી કરતા હોતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ બાબતે પોલીટીક્સ જ છે. માટે ફિલ્મમાં એક્ટર્સ requirement માટે હંમેશા ટેક્નીશિયન્સ ટીમ સાથે contact બનાવો, જેના દ્વારા તમને ચોક્કસ ફાયદો થશે.
08. એક્ટર બનવા માટે mentor અથવા godfather બનાવો
કોઈપણ ફિલ્ડમાં એક ગુરુ, કોચની help વગર આગળ આવવું ખુબ જ અઘરું છે, બસ તેવી જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ વ્યક્તિના support, help વગર એકલા આગળ આવવું ખરેખર મુશ્કેલ છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter થવા માટે, એક્ટર તરીકે કેરિયર બનાવવા, ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ એક્ટર બનવા માટે, દરેક એક્ટરને એક એવા ગુરુ, કોચ જરૂર પડતી હોય છે, જેઓ તેની help અને support કરે, આવા વ્યક્તિને mentor અથવા godfather કહેવાય છે.
બોલીવુડના દરેક એક્ટર્સને પણ એક mentor, godfather ની જરૂર પડતી હોય છે
બોલીવુડમાં નાના મોટા દરેક એક્ટર્સને કોઈ mentor, godfather હોય જ છે, જેમની હેલ્પ દ્વારા તેઓ આગળ આવ્યા છે. જેમ કે આલિયા ભટ્ટના મેન્ટર કારણ જોહર છે, સલમાનના સંજય લીલા ભનસાલી, શ્રદ્ધા કપૂરના આદિત્ય ચોપડા વગેરે વગેરે.
મોટાભાગના એક્ટર્સ પોતાના ડિરેક્ટર્સને mentor, godfather બનાવતા હોય છે કારણ કે ડિરેક્ટર અને એક્ટરનો relation એટલે હકીકતમાં teacher અને student નો relation.
09. ફિલ્મ મિટિંગમાં professional એક્ટર તરીકે પોતાને best prove કરો
તમારા ઓડીશન દ્વારા અથવા તમારી send કરેલ profile દ્વ્ર્રારા તમે ફિલ્મના કોઈપણ character માં જો એક્ટર તરીકે તમે થોડા ઘણા પણ suit થતા હશો, તો ડિરેક્ટર તરફથી તમને મિટિંગ માટે બોલાવવામાં આવશે.
ફિલ્મ મિટિંગમાં પોતાને best prove કરો
મોટાભાગે આ મિટીંગમાં ડિરેક્ટર પોતાની રીતે જજ કરી લેતા હોય છે કે ફિલ્મના character માટે તમે ખરેખર ફીટ છો કે નહી. જેથી આ મિટીંગ ઉપર almost depend કરે છે કે તમે ફિલ્મના કેરેક્ટર માટે select થાવ છો કે નહી.
હકીકતમાં ફિલ્મના એક character માટે ડિરેક્ટરે એક કરતા વધુ એક્ટર્સના option વિચારીને રાખ્યા હોય છે. માટે આવી મિટિંગ અન્ય એક્ટર્સ સાથે પણ થવાની છે, અને તે બધા માંથી છેલ્લે કોઈ એક એક્ટરનું selection ફિલ્મના કોઈ એક character માટે થશે.
માટે આ મિટીંગમાં તમારે પોતાની જાતને અન્ય એક્ટર્સ કરતા પણ વધુ best prove કરવાની છે, પણ તેની જગ્યા ઘણા એક્ટર્સ અજાણતા જ અનેક ભૂલો કરતા હોય છે.
મિટિંગ દરમ્યાન વધારાની inquiry ના કરો
અમુક એક્ટર્સ આ મિટિંગમાં ડિરેક્ટરને પોતાના મનમાં જે પણ પ્રશ્નો હોય તેને પૂછવા લાગે છે, તેઓ ભૂલી જાય છે કે selection તેમનું થવાનું છે, જેથી પ્રશ્નો ડિરેક્ટરે પૂછવાના હોય છે.
મિટિંગ દરમ્યાન ડિરેક્ટર, પ્રોડ્યૂસરને અમુક પ્રશ્નો ક્યારેય ના પૂછો. અમુક એક્ટર્સ select થયા વગર જ પૂછી લે છે કે “payment કેટલું છે?” જ્યાં સુધી તમે ફિલ્મમાં select ના થાવ ત્યાં સુધી payment વિષે ક્યારેય ના પૂછો.
Payment હંમેશામાં એક્ટર્સ પ્રમાણે અલગ અલગ હોય છે. બધા એક્ટર્સ માટે કોઈ એક ફિક્સ amount નક્કી કરેલી નથી હોતી. જો એક્ટર નવો હશે તો તેનું payment ઓછું હશે, અને જો અનુભવી હશે તો તેના experience પ્રમાણે payment હોય છે.
ફ્રેશ એક્ટરની પહેલી ફિલ્મમાં શું fees હોય છે?
ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહારની વ્યક્તિઓને એવી misunderstanding હોય છે કે એક્ટર તરીકે કામ કરવા માટે લાખો, કરોડો મળે છે. પણ તે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી કામ કરતા સુપર સ્ટાર એક્ટર્સને જ મળે છે. ફ્રેશ એક્ટર્સને પહેલી ફિલ્મ માટે એક સારી જોબમાં મળતી સેલેરી જેટલી જ fees મળતી હોય છે.
ફ્રેશ એક્ટર્સને ક્યારેય તેમની fees પૂછવામાં નથી આવતી, તેમને fees ઓફર થાય છે, કારણ કે ફ્રેશર એક્ટરનું payment મોટાભાગે પહેલેથી જ નક્કી હોય છે.
એક્ટર્સ payment ક્યા ક્યા points ઉપર depend કરે છે?
ફિલ્મમાં એક્ટર્સની fees કેટલી હોવી જોઈએ તે સૌથી પહેલા એક્ટરની, એક્ટિંગ skill અને એક્ટરની હીટ ફિલ્મોની સંખ્યા ઉપર આધાર રાખે છે, અને ત્યારબાદ એક્ટરનો experience, market value, image, popularity ઉપરાંત તે એક્ટરને ફિલ્મમાં લેવાથી ફિલ્મને કેટલો ફાયદો થશે? તે બધા points ઉપર depend કરે છે.
એકટરની expectation મુજબનું payment ક્યારે મળી શકે?
જો એક્ટર સ્ટાર અથવા સુપરસ્ટાર હોય, તેને ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું હોય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે ખુબ જ જાણીતા એક્ટર હોય, તેના huge fan followers હોય અને એક એક્ટર તરીકે તેને એક સામાન્ય વ્યક્તિ પણ ઓળખતો હોય, ત્યારે જ એક્ટરે માંગેલ fees તેને મળી શકે છે. નહિ તો એક્ટર પાસે 2 options છે, જે payment ઓફર થાય તેને accept કરવી અથવા reject કરવી.
ગુજરાતી ફિલ્મોમાં મળતું payment
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે ફિલ્મના budget પ્રમાણે જ એક્ટર selection થાય છે. Medium budget ની ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મમાં 25,000 થી લઈને વધુમાં વધુ 50,000 જેટલું payment મળે છે, અને સપોર્ટિંગ fresher એક્ટર્સને ફિલ્મમાં જેટલા સીન અથવા જેટલા દિવસો હોય તેટલું payment મળે છે.
ગુજરાતના મોટા ફિલ્મ પ્રોડક્શન હાઉસની good budget ની ફિલ્મોમાં લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મમાં 75,000 થી લઈને વધુ માં વધુ 1,00,000 જેટલું payment મળે છે. અમુક low budget ફિલ્મોમાં નવા લીડ એક્ટરને 10,000 થી 20,000 માં પણ ફિલ્મ ઓફર થાય છે અને આ નવા એક્ટર્સ આટલામાં કામ પણ કરે છે.
અને આ amount થઇ એક્ટર્સની, એક્ટ્રેસીસને એક્ટર્સ કરતા ઘણું બધું ઓછું payment મળે છે, જે ઇન્ડસ્ટ્રીનો એક વર્ષો જુનો અને strange rule છે. અમુક એક્ટર્સ તેને મજબુરી સમજે છે તો અમુક એમ પણ માને છે કે એક ફિલ્મમાં chance મળવો સૌથી જરૂરી છે પૈસા તો કેરિયર સેટ થઇ ગયા પછી પણ બનાવી શકાય છે.
10. Finally selection – જો એક્ટર તરીકે તમે આ 3 requirement માં perfect feet થતા હશો, તો ફિલ્મમાં select થશો અને પહેલી ફિલ્મ મેળવશો
આટલી મહેનત કરીને આટલા stage સુધી આવ્યા બાદ હવે ફિલ્મમાં એક્ટર તરીકે તમારું selection 3 points ઉપર આધાર રાખે છે.
(1). સૌ પહેલા જો એક્ટર તરીકે તમે ફિલ્મના character માં એકદમ perfect રીતે suit થાઓ છો. (2). તમે એક strong એક્ટર છો અને તમારી એક્ટિંગ એકદમ natural છે. (3). ફિલ્મના દરેક rules & regulations તમે agree કરો છો.
આ ત્રણેય stage માં જો તમે successfully pass થાઓ, તો એક ફિલ્મમાં તમારું finally selection થાય છે, અને તમે એક એક્ટર તરીકે પહેલી ફિલ્મ મેળવો છો. એક એક્ટર તરીકે તમારી કેરિયર હવે શરુ થાય છે. આમ પહેલી ફિલ્મ મેળવવા તમારે આટલા stages cross કરવા પડતા હોય છે.
એક્ટર બનવામાં instant success મોટાભાગે નથી મળતી, માટે જલ્દી હાર ના માનો
અમુક એક્ટર્સ અનેક વખત reject થઈને એકદમ નિરાશ થઇ જતા હોય છે. અને તેમનામાં temporary negativity આવી જતી હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા સુપરસ્ટાર એક્ટર્સને પણ ફિલ્મોમાં instant success નથી મળી માટે જલ્દી હાર ના માનો.
આમીર ખાને 1984 માં તેની પહેલી ફિલ્મ Holi માં કામ કર્યું હતું, ત્યારબાદ 4 વર્ષ સ્ટ્રગલ કર્યા પછી તેને 1988 માં Qayamat Se Qayamat Tak માં change મળ્યો.
અક્ષય કુમારે તેની પહેલી ફિલ્મ Aaj (1987) માં ફક્ત એક જ સીન કર્યો હતો, 4 વર્ષના સ્ટ્રગલ બાદ તેને લીડ એક્ટર તરીકે પહેલી ફિલ્મ Saugandh (1991) મળી હતી.
શાહરૂખ ખાને એક્ટિંગ કેરિયરની શરૂઆત 1988 માં Fauji સીરીયલ દ્વારા કરી હતી, 1992 માં તેને પહેલી ફિલ્મ Deewana માં કામ કર્યું, તેને પહેલી ફિલ્મ મેળવતા 4 વર્ષ લાગ્યા હતા.
આ બોલીવુડના સુપરસ્ટાર એક્ટર્સના example છે, તેમને પણ કેરિયરની શરૂઆતમાં ખુબ સ્ટ્રગલ કરવો પડ્યો હતો ત્યાર બાદ તેઓ સુપરસ્ટાર બન્યા છે, માટે એક્ટર બનવા માટે જલ્દી હાર ના માનો અને સતત ટ્રાય કરતા રહો.
ગુજરાતી ફિલ્મોમાં એક્ટર તરીકે કેરિયર બનાવવા માટે અત્યારે golden chance છે

Kevi Rite Jaish (2012), Gujjubhai the Great (2015), Chhello Divas (2015) જેવી અનેક સફળ ફિલ્મો દ્વારા ગુજરાતી ફિલ્મોનું standard level ઊંચું આવ્યું છે. દર વર્ષે 50 કરતા પણ વધુ ગુજરાતી ફિલ્મો બને છે, જેથી ગુજરાતી ફિલ્મોમાં એક્ટર બનવા માટે આ ટાઈમ સૌથી બેસ્ટ છે.
બોલીવુડ ફિલ્મ કરતા ગુજરાતી ફિલ્મોમાં એક્ટર તરીકે કેરિયર બનાવવી ઘણી આસાન છે. કારણ કે એક તો અહી competition ઓછી છે, હિન્દી ફિલ્મોમાં એક્ટર selection જેટલું hard અહી નથી, અને એક્ટર બનવાનો chance તમને ગુજરાતમાંથી જ મળી શકે છે. અમદાવાદ, વડોદરા, સુરત જેવા સીટીમાં ગુજરાતી ફિલ્મોના ઘણા ઓડીશન થાય છે.
ગુજરાતી ફિલ્મોમાં અત્યારે પ્રતિક ગાંધી, મલ્હાર ઠાકર, યશ સોની, કિંજલ રાજપ્રિયા, દીક્ષા જોશી, આરોહી પટેલ, શ્રદ્ધા ડાંગર જેવા અનેક popular એક્ટર્સ છે.
વેબ સીરીઝમાં એક્ટર selection વધુ આસાન હોવાથી ફ્રેશ એક્ટર્સ અને નાના એક્ટર્સ માટે best option છે
વેબ સીરીઝ વધુ જોવાતી હોવાના કારણે અત્યારે ફિલ્મો કરતા પણ વેબ સીરીઝનું માર્કેટ ઘણું બ્રાઈટ છે. બોલીવુડ અને ટીવી સીરીયલ્સના મોટાભાગના નવા અને અનુભવી એક્ટર્સ પણ વેબ સીરીઝમાં કામ કરે છે. જેથી ફિલ્મ અને વેબ સીરીઝ વચ્ચે quality બાબતે વધુ ફર્ક રહ્યો નહી.
તેમ છતાં પણ ફિલ્મ કરતા વેબ સીરીઝમાં select થવું વધુ આસાન છે. કારણ કે વેબ સીરીઝમાં એક્ટર કાસ્ટિંગમાં નાનામાં નાની બાબતો જોવામાં આવતી નથી. માટે નવા પણ ટેલેન્ટેડ એક્ટર્સ જેમને એક્ટિંગનો કોઈ અનુભવ નથી, તેમના માટે વેબ સીરીઝ વધુ easy option છે.
Conclusion
એક્ટર બનવું તે task નહી પણ એક process છે, જેમકે… (1). એક્ટિંગ કેરિયરનું complete knowledge મેળવવું. (2). એક્ટિંગ શીખવી. (3). આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ મેળવવો. (4). એક્ટર બનવાની preparation અને planning કરવી. (5). ઓડીશન આપવા (6). ત્યારબાદ પહેલી ફિલ્મ મેળવવી.
એક્ટર બનવા માટેની આ સૌથી genuine, result oriented અને proper method છે, જેના દ્વારા બોલીવુડ એક્ટર્સ પોતાની કેરિયર બનાવતા હોય છે. જો તમે એક્ટિંગનો શોખ ધરાવતા હોવ, તો એક્ટર બનવા માટેનો હાલનો ટાઈમ સૌથી બેસ્ટ છે.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.