Latest Posts:

એક્ટર્સ સાથે ઘણી વાર એવું થાય છે કે પહેલી ફિલ્મમાં કામ કર્યા બાદ બીજી ફિલ્મમાં જલ્દી કામ નથી મળતું, પાંચ દસ ફિલ્મોમાં કામ કર્યા પછી એક્ટર્સને આગળ ફિલ્મોમાં કામ વધુ મળવાને બદલે ઓછું થતું જાય છે.

અથવા ઘણી વાર આવી રીતે ધીમે ધીમે કામ મળતું ઓછું થવાને કારણે, અથવા તો કામ મળવાનું બંધ થઇ જવાનાં કારણે એક્ટરની કેરિયર અચાનક જ ખત્મ થઇ જતી હોય છે. આ situations પાછળ કોઈ એક નહિ પણ ઘણા બધા કારણો હોય છે.

કોઈપણ એક્ટર એવું expect ક્યારેય નથી કરતા હોતા કે તેમની કેરિયર જલ્દી ખત્મ થાય, અને આવું ના થાય તે માટે એક્ટરે પહેલેથી જ અમુક બાબતોનું ધ્યાન રાખવું.

જો તમને એક્ટર તરીકે એક ફિલ્મમાં બ્રેક મળી ચુક્યો હોય અથવા પાંચ સાત ફિલ્મોમાં કામ કર્યું હોય અને તમારી કેરિયર હજી શરૂઆતના stage પર હોય, તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક professional એક્ટર તરીકે long term કેરિયર કેવી રીતે બનાવવી? ફિલ્મોમાં લાંબા ટાઈમ સુધી કામ કેવી રીતે કરવું? તે વિષે આ blog માં જાણીયે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક professional એક્ટર તરીકે long term કેરિયર કેવી રીતે બનાવવી?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં long term કેરિયર બનાવીને કામ કરવાનો એકમાત્ર option એ છે કે regular હીટ ફિલ્મ આપતા રહો. કોઈપણ એક્ટર જેટલી વધુ હીટ ફિલ્મ આપશે તેની કેરિયર એટલી વધુ લાંબી ચાલશે. પણ દરેક એક્ટર માટે regular હીટ ફિલ્મ આપવી શક્ય નથી હોતું, તો આ situation માં શું કરવું?

હીટ ફિલ્મ આપ્યા વગર પણ એક્ટર તરીકે ફિલ્મોમાં લાંબા ટાઈમ સુધી કામ મેળવવા શું કરવું?

હીટ ફિલ્મો આપ્યા સિવાય જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે લાંબા ટાઈમ સુધી કામ કરવું હોય, તો એક professional એક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક rules & regulations ને strictly follow કરવા પડે છે. જેના દ્વારા એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટકી શકે છે અને લાંબા ટાઈમ સુધી કામ કરી શકે છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે long time કેરિયર બનાવવા માટે આ 10 rules & regulations ને strictly follow કરો

(1). Professional ડિરેક્ટર્સ સાથે long time ના healthy relation બનાવો.

(2). Agent અને manager hire કરો.

(3). Establish થવા માટે P. R. Company ની help લો.

(4). Professional એક્ટર બનો.

(5). એક્ટર તરીકે પોતાને, પોતાના knowledge ને અને પોતાના talent ને સતત improve અને update કરતા રહો.

(6). એક્ટર તરીકે પોતાને regular highlight કરતા રહો.

(7). મળેલી opportunity ઝડપી લો, સારા chance અને સફળ થવા માટે રાહ જુવો.

(8). જેટલી success મળે તેટલા વધુ નમ્ર અને down to earth બનો.

(9). ડિરેક્ટરની પસંદગીના એક્ટર બનો.

(10). અમુક ભૂલો ના કરો.

હવે આ દરેક points વિષે details માં જાણીએ.

01. Professional ડિરેક્ટર્સ સાથે long time ના healthy relation બનાવો

Aamir Khan with director Rajkumar Hirani

ફિલ્મની સૌથી મોટી designation એટલે ડિરેક્ટર, અને ફિલ્મમાં એક્ટર selection એક ડિરેક્ટર દ્વારા થાય છે, માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા અમુક professional ડિરેક્ટર્સ સાથે contact બનાવો, અને ત્યારબાદ તેમની સાથે long time ના healthy relation બનાવો, જેથી ફિલ્મમાં કામ કરવાની તક મળી શકે.

ડિરેક્ટર સાથે long time ના healthy relation બનાવો

એક્ટર તરીકે ડિરેક્ટર્સ સાથે long time ના healthy relation બનાવો કારણ કે એક એક્ટરની successful કેરિયર બનાવવામાં professional ડિરેક્ટરનું સૌથી મોટું contribution હોય છે.

તમે ફ્રેશ એક્ટર હોવ, અનુભવી એક્ટર હોવ અથવા સ્ટાર એક્ટર હોવ, પણ તમારે એક સફળ કેરિયર બનાવવા professional ડિરેક્ટર્સની હંમેશા જરૂર પડશે જ. એક professional ડિરેક્ટર સાથે તમારા contact તમને લાંબા ટાઈમે અનેક રીતે ફાયદો કરાવશે.

ડિરેક્ટર્સ સાથે contact બનાવવાની પણ એક રીત હોય છે.

Long time ના healthy relation બનાવવાની પણ એક રીત હોય છે. કોઈપણ વ્યક્તિને દિલથી respect કરશો, તો તેનાથી relation હંમેશા માટે સારા રહેશે, કારણ કે તે દેખાઈ આવશે. પણ તેની જગ્યાએ પોતાના ફાયદા માટે જ contact કરશો તો સામેની વ્યક્તિ સમજી જશે.

Contact બનાવવાની ખોટી રીત

લગભગ દરેક એક્ટર્સ એ જ ભૂલ કરે છે, જયારે કોઈ ડિરેક્ટર ફિલ્મ બનાવી રહ્યા હોય અને એક્ટર selection કરી રહ્યા હોય ત્યારે તેઓ ડિરેક્ટર જોડે contact બનાવવાનો ટ્રાય કરતા હોય છે, અને એક્ટર selection પૂરુ થઇ જાય એટલે તેમનો contact ઓછો કરી દે છે, અને જયારે તે ડિરેક્ટર ફરીથી ફિલ્મ બનાવતા હોય ત્યારે ફરીથી તેમની જોડે contact બનાવવાનો ટ્રાય કરતા હોય છે.

હકીકતમાં એક એક્ટર કરતા એક ડિરેક્ટર્સ હંમેશા smart હોય છે, તે ખુબ સારી રીતે સમજતા હોય છે કે તમે ક્યારે તેમનો contact કરો છો. પણ આ વાત એક્ટર્સ સમજતા હોતા નથી કે ફક્ત ફિલ્મોમાં કામ મેળવવા માટે જ contact બનાવવાની આ સ્વાર્થી રીતથી એક્ટર્સની અલગ image બને છે.

માટે contact બનાવવો એટલે ડિરેક્ટર ફિલ્મ બનાવી રહ્યા હોય ત્યારે જ નહિ, તે સિવાય પણ તેમના સાથે regular contact જાળવી રાખશો તો એક્ટર તરીકે તમારી true value થઇ શકશે.

ફક્ત professional ડિરેક્ટર્સનો contact જ ફાયદો કરાવે છે

સૌથી મહત્વની વાત કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્રકારના ડિરેક્ટર્સ હોય છે તેમાંથી ફક્ત professional ડિરેક્ટર્સનો contact જ તમને ફાયદો કરાવશે. Professional ડિરેક્ટર અને એક અન્ય ડિરેક્ટર્સમાં બહુ મોટો ફર્ક હોય છે. માટે જો બની શકે તો એક professional ડિરેક્ટરને પોતાના mentor બનાવો, જે long terms કેરિયર બનાવવા માટે ખુબ જ ઉપયોગી બનશે.

Professional ડિરેક્ટરને mentor બનાવો

દરેક એક્ટરની life માં એક એવા mentor ચોક્કસ હોવા જોઈએ, જેમનાં guidance અને support દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક સફળ એક્ટર બની શકાય, અને એક્ટર માટે એક ડિરેક્ટર best mentor બની શકે છે.

કારણ કે professional ડિરેક્ટર્સ ખુબ સારી રીતે જાણતા હોય છે કે એક એક્ટરનું કેરિયર કેવી રીતે બની શકે? કેવા રોલ કરવાથી કેરિયરમાં ફાયદો થઇ શકે? ફિલ્મમાં એક્ટરની એક્ટિંગ talent નો ઉપયોગ કેવી રીતે કરવો તેમાં તેની mastery હોય છે. Professional ડિરેક્ટર એક એક્ટરનું talent, તેની ખૂબીઓ અને ખામીઓ ખુબ જ સારી રીતે જાણતા હોય છે.

નોટીસ કરજો કે મોટાભાગના એક્ટર્સ તેમની કેરિયર બેસ્ટ એક્ટિંગ ત્યારે જ આપે છે જયારે તેઓ એક ગ્રેટ ડિરેક્ટરની under માં કામ કરતા હોય, અને એક્ટર સફળ પણ ત્યારે જ બને છે જયારે તેઓ એક ગ્રેટ ડિરેક્ટરની under માં કામ કરીને હીટ ફિલ્મ આપી હોય.

આમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં success કેરિયર બનાવવા માટે એક professional ડિરેક્ટર એક એક્ટરના બેસ્ટ mentor બની શકે છે. માટે long time અને success કેરિયર બનાવવા એક professional ડિરેક્ટરને પોતાના mentor બનાવો.

02. Agent અને manager hire કરો

Manager hire કરો

એક એક્ટર પોતાના દરેક professional કામો જાતે મેનેજ તે ખુબ અઘરું task છે, એક work limit પછી પોતાના માટે તમે વધારે કંઇ કરી નહિ શકો, માટે એક એવા મેનેજરને hire કરો જે તમારું schedule સાચવે, day to day activity મેનેજ કરે, તમારા તરફથી અન્ય વ્યક્તિઓ સાથે મિટિંગ કરે અને ફિલ્મ deal કરે. મેનેજર રાખવાથી તમારી image એક professional એક્ટર તરીકેની બનશે.

Agent hire કરો

એક એક્ટર તરીકે કામ કરવા માટે regular ફિલ્મોમાં કરવી જરૂરી છે, માટે agent hire કરો. એક્ટર agent નું મુખ્ય કામ છે એક્ટરને કામ અપાવવું. તેના માટે agent અન્ય ડિરેક્ટર્સ અને પ્રોડક્શન હાઉસ જ્યાં ફિલ્મ બની રહી હોય ત્યાં તમારા contact કરાવશે. જ્યાં તમે પોતે direct contact ના કરી શકતા હોય ત્યાં તમારા તરફથી તે પોતે contact કરી તમને represent કરશે.

બોલીવુડ અને હોલીવુડમાં નાના મોટા દરેક એક્ટર્સને આવા agent હોય છે, જેના દ્વારા તેઓ ફિલ્મો મેળવે છે.

03. એક્ટર તરીકે વધુ establish થવા માટે P. R. Company ની help લો

તમારા એક્ટિંગ passion ને થોડીવાર માટે અહી એક profession અથવા business ની દ્રષ્ટીએ જુવો, જેમ business માં માર્કેટિંગ કરવું ખુબ જરૂરી છે તેવી રીતે એક એક્ટર તરીકે પોતાનું માર્કેટિંગ કરવું પણ ખુબ જરૂરી છે. માટે P. R. company ને hire કરો.

Public relation company નુ મુખ્ય કામ છે એક્ટર્સની image અને reputation બનાવવી. એક્ટર્સને લાઈમલાઈટમાં રાખવા, એક્ટર્સનું માર્કેટિંગ કરવું, એક્ટર્સને promote કરવા. જેથી એક્ટર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં establish થઇ શકે. બોલીવુડના દરેક એક્ટર્સ વધુ establish થવા માટે આ P. R. company ની help લેતા હોય છે.

P. R. company અલગ અલગ activities દ્વારા એક્ટરને establish થવા માટે અનેક રીતે help કરતી હોય છે, જેમકે…

Social media દ્વારા એક્ટરની public image બનાવવી

એક્ટર્સના social media એકાઉન્ટ જેમ કે facebook, Instagram, twitter વગેરે આ P. R. company હેન્ડલ કરતી હોય છે. Social media હકીકતમાં એક્ટર્સની public image બનાવવાનું કામ પણ કરે છે. અને એક્ટર્સની કેવી strong image બનાવવી છે તેના ઉપરથી તેમની social media પોસ્ટ નક્કી થતી હોય છે.

માર્ક કરજો મોટાભાગના એક્ટર્સ અને celebrity ની social media ની પોસ્ટ એકદમ unique જ હોય છે, આ પોસ્ટ તેઓ પોતે નહિ પણ આ P. R. company બનાવતી હોય છે.

Social media માં એક્ટરના follower વધારવા

મોટાભાગના એક્ટર્સના social media માં લાખો કરોડો followers હોય છે. અમુક direct follower સિવાય આવા followers વધારવાનું કામ P. R. company કરતી હોય છે. જેના માટે તેમની અલગ અલગ માર્કેટિંગ strategy બનાવતા હોય છે.

Digital media માં એક્ટરની એક strong image બનાવવી

ઈન્ટરનેટ ઉપરની ફિલ્મી અને entertainment વેબસાઈટ ઉપર એક્ટરની નાનામાં નાની information details, એક્ટર વિશેના આર્ટીકલ્સ પોસ્ટ કરાવવા. તેમની ફિલ્મો અને તેના related દરેક activities ના ફોટોગ્રાફ્સ, પોસ્ટર્સ, વોલપેપર પોસ્ટ કરાવવા વગેરે. જેથી એક્ટર્સની દરેક પ્રકારની information પબ્લીકને મળતી રહે.

Newspaper, magazine, TV channel માં interview દ્વારા એક્ટર્સને લાઈમલાઈટમાં રાખવા

News papers માં એક્ટર્સના personal અને professional life વિષેના રૂટીન news છપાવવા. ફિલ્મી magazines અને TV channel માં એક્ટરના કોઈપણ પ્રકારના interview કરાવવા. જેના દ્વારા તેઓ મીડિયામાં સતત લાઈમલાઈટમાં રહી શકે.

Events અને shows દ્વારા મીડિયામાં એક્ટરને promote કરવા

અલગ અલગ events અને shows માં એક્ટર્સને anchor, participate, judge, guest અથવા કોઈપણ અન્ય રીતે connect કરાવીને તેમને promote કરવા. મોટાભાગના એક્ટર્સને તમે કોઈને કોઈ events અને shows વગેરેમાં સતત જોતા હશો. આ પ્રકારનું માર્કેટિંગ તેની કેરિયર આગળ વધારવામાં help કરતા હોય છે.

આ સિવાય પણ અન્ય ઘણી બધી activities દ્વારા P. R. company તમારું માર્કેટિંગ કરીને તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં establish કરશે. અને જો માર્કેટમાં સતત દેખાતો તો એક્ટર તરીકે લાંબા ટાઈમ સુધી ચાલશો.

04. Professional બનો

Pratik Gandhi

Be professional, કોઈ પણ ફિલ્ડમાં કામ કરવા માટે 2 options હોય છે. એક જે પોતાને માફક આવે તેવો personal way અને બીજો જે તે ફિલ્ડના rules regulations સાથેનો professional way. જો તમે એક professional એક્ટર હશો તો ડિરેક્ટર તમને ફિલ્મમાં select કરવાનું વધુ પસંદ કરશે. અને professional image તમારા કામ દ્વારા વધુ બનતી હોય છે.

એક્ટર તરીકે પોતાની official website બનાવો

Professional એક્ટર તરીકે પોતાની official website હોવી જરૂરી છે, તેમાં તમારી એક એક નાનામાં નાની details પણ હોવી જોઈએ અને પોતાની website ને regular update કરતા રહો. માર્કેટિંગનો આ ખુબ effective અને professional-way છે. આ website માર્કેટિંગ માટે અને professional image બનાવવામાં ખુબ help કરે છે.

Time punctuality follow કરો

ફિલ્મના દરેક schedule જેવા કે… વર્કશોપ, શૂટિંગ, ડબિંગ માર્કેટિંગ અને પ્રમોશન તેમજ ફિલ્મની અન્ય કોઈપણ events વેગેરેની જે ચોક્કસ ડેટ અને ટાઈમ હોય ત્યારે સમયસર હાજર રહો અને time punctuality અપનાવો.

શૂટિંગ ઉપર professional behavior રાખો

એક્ટર તરીકેનું શૂટ ઉપરનું તમારું behavior એક professional એક્ટર તરીકેનું હોવું જોઈએ, કારણ કે એક્ટિંગ એ તમારો profession છે અને તમે એક profession place પર તમારી duty કરી રહ્યા છો, ફિલ્મ શૂટિંગ એ picnic spot નથી. હકીકતમાં ફિલ્મ શૂટિંગ એ enjoy કરતા કરતા નહિ પણ serious થઈને કરવામાં આવતું હોય છે.

ફિલ્મ શૂટિંગનું મહત્વ સમજો, શૂટિંગ પીકનીક સ્પોટ નથી

ફિલ્મ શૂટિંગની એક એક મિનીટ કિંમતી હોય છે. અનુભવી એક્ટર્સ ફિલ્મ શૂટિંગનું મહત્વ સારી રીતે જાણતા હોય છે, પણ ફ્રેશ એક્ટર્સ ઘણી વાર શૂટિંગ લોકેશન ઉપર અન્ય એક્ટર્સની કંપનીમાં આવીને એવું વર્તન કરતા હોય છે જાણે તેઓ પીકનીક માટે આવ્યા હોય, જેથી ઘણીવાર તેઓએ ડિરેક્ટરની નારાજગી સહન પણ કરવી પડતી હોય છે.

દરેક ક્રુમેમ્બર્સ અને ટેકનિશિયન્સને તેમના designation પ્રમાણે respect આપો

શૂટિંગના દરેક ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સને તેમના designation પ્રમાણે enough respect આપો. કારણ કે શૂટિંગમાં દરેક નાનામાં નાના વ્યક્તિનું પણ એક અલગ મહત્વ હોય છે. તેમની સાથે તમારું behavior એવું હોવું જોઈએ કે એક વ્યક્તિ તરીકે તેઓ તમને ચોક્કસ પસંદ કરે, અને તે વ્યક્તિ અન્ય વ્યક્તિઓને પણ તમારા વિષે હંમેશા સારો feedback આપી શકે.

દરેક વ્યક્તિ સાથે respect થી વર્તો અને યોગ્ય response આપો

તમે ફ્રેશ, established અથવા સ્ટાર એક્ટર્સ હોવ, દરેક નાના મોટા વ્યક્તિ સાથે હંમેશા સારી રીતે અને તેમનું respect જળવાઈ તે રીતે behave કરો. દરેકને સારો response આપો. જો વાતચીતથી સારો replay આપશો તો એક સારા વ્યક્તિ તરીકે તમારી positive image બનશે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મળતા દરેક professional message નો યોગ્ય replay પણ આપો. ખાસ વાત એ કે professional communication અને message ના replay માં ક્યારેય સામેની વ્યક્તિને ignore ના કરો નહિ તો તમારી image negative બનશે.

ટાઈમ ગમે ત્યારે change શકે છે, માટે ક્યારેય કોઈ જોડે સંબંધ ના બગાડો

જો આજે તમે ખુબ મોટા સ્ટાર અથવા સીનીઅર એક્ટર હોવ તો તમારી સાથે કામ કરતા દરેક નાના મોટા એક્ટર્સ સાથે સારું behavior રાખો અને તેમને respect આપો. કારણ કે ટાઈમ ગમે ત્યારે બદલી શકે છે.

આજે તમારી સાથે કામ કરતા નાના એક્ટર્સ કદાચ આવતી કાલે ભવિષ્યમાં મોટા સ્ટાર પણ બની શકે છે. જો અત્યારે તમે તેમની સાથે સારું behavior રાખ્યું હશે અને પુરતું respect આપ્યું હશે તો તે પણ તમને તે ટાઈમે એટલું જ respect આપશે.

જે વ્યક્તિ આજે તમારા કરતા નાનો હશે તે આવતી કાલે ભવિષ્યમાં મોટો વ્યક્તિ બની શકે છે, આજે જે વ્યક્તિ તમારી under માં કામ કરતો હશે, કદાચ ભવિષ્યમાં તે વ્યક્તિ ના under તમારે કામ કરવાનું બની શકે છે. જેથી કોઈપણ વ્યક્તિ સાથે ક્યારેય સંબંધ ના બગાડો.

Professional life અને personal life બંને અલગ અલગ રાખો

એક્ટર એ તમારું professional નામ છે અને એક્ટિંગ એ તમારું profession છે. તે સિવાય તમારું ઘર ફેમીલી ફ્રેન્ડસ એ તમારી પોતાની એક અલગ personal life છે. આ બંનેને અલગ અલગ રાખો, બંનેને એવી રીતે ક્યારેય મિક્સ ના કરો જેના કારણે એકને લીધે અન્યને તકલીફ પડે અથવા અન્ય ઉપર ખોટી અસર થાય.

હંમેશા દરેકને સારો reply અને response આપો

ઘણી વાર કોઈ ફિલ્મ project માટે જો તમને message અથવા call કરવામાં આવે અને તે ટાઈમે તમે busy હોવ અથવા કોઈ અન્ય કામમાં હોવ ત્યારે પણ response હંમેશા સારો જ આપવો, અથવા તમે ત્યારે વાત ના કરી શકતા હોવ તો પછીથી સામે call back કરીને તેમને યોગ્ય response આપો.

તમારા behavior અથવા response થી સામેની વ્યક્તીને એવું ના લાગવું જોઈએ કે તેમને ફિલ્મ માટે તમને contact કર્યો પણ તમે યોગ્ય reply ના આપ્યો.

Interested ના હોવ તેવી offer ને respect થી અને politely reject કરો

જો તમને કોઈ ફિલ્મ ઓફર થયેલ હોય અને કોઈપણ કારણોથી તમે ફિલ્મ ના કરી શકતા હોવ તો ના પાડવાની પણ એક રીત હોય છે. સામેની વ્યક્તિને proper reason આપીને એટલા respect થી અને politely ના પાડો કે ભવિષ્યમાં કોઈ બીજા project માટે તમને contact કરવો હોય તો પણ તે આસાનીથી ફરી contact કરી શકે.

અમુક લોકોને જયારે કામમાં interest ના હોય ત્યારે તેઓ careless અથવા lazy જવાબ આપતા હોય છે. તમારા આવા replay થી સામેની વ્યક્તિના mind માં તમારા વિષે કોઈપણ પ્રકારની image બની શકે છે.

એક્ટર તરીકેની image નું હંમેશા ધ્યાન રાખો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા કોઈને કોઈ ટોપિક ઉપર ગોસીપ ચાલતી જ હોય છે, માટે એક એક્ટર તરીકે કોઈ એવી નાની મોટી ભૂલ અથવા misbehavior ના કરો, કોઈપણ પ્રકારનો problem અથવા issue ઉભો ના કરો. કારણ કે આવી એક નાની વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આસાનીથી ફેલાઈ જતી હોય છે, જેનાથી એક્ટરની image down થઇ શકે છે. એક્ટર તરીકે તમારી image એકદમ clear હોવી જોઈએ.

એક્ટર તરીકે public અને media માં એક strong, positive અને professional image બનાવો

જયારે તમે એક એવા profession માં હોવ, જેમાં આમ public અને media તમારા કામને પસંદ અથવા નાપસંદ કરતા હોય ત્યારે તમારે તેમની expectation ઉપર ખરું ઉતરવુ પડતું હોય છે. આ ફિલ્ડમાં તમારે આમ public નો emotional support હોવો ખુબ જરૂરી છે.

આવા profession માં તમારા દરેક કામ, તમારુ દરેક step અને તમારી દરેક movement ઉપરથી તમારી image બનતી હોય છે. તમે જાહેરમાં શું બોલો છો? કેવું બોલો છો? તમારૂ behavior, સોશિયલ મીડિયામાં તમે શું પોસ્ટ કરો છો? કોઈપણ ઘટના ઉપર કેવું react કરો છો? તે બધા જ દ્વારા તમારી એક ચોક્કસ image બને છે.

એક્ટર તરીકે public અને media માં તમારી image positive હોવી જોઈએ. લોકો તમને, તમારા કામને અને ખાસ કરીને એક વ્યક્તિ તરીકે તમને પસંદ કરતા હોવા જોઈએ. આ પ્રકારની positive image બનાવવી ખુબ જ અઘરી છે, કારણ કે તેમાં તમારે public ની expectations પૂરી કરવી પડતી હોય છે.

Professional અને positive image બનાવવા માટે તમારે તમારો nature, habits, attitude, behavior, personal life માં ઘણો બધો change કરવો પડશે, જે આસાન નથી, પણ આ change લાવવો ખુબ જરૂરી છે. આ point એક્ટરની લાઈફમાં ખુબ મોટો ભાગ ભજવે છે, જેથી તેને હળવાશમાં ક્યારેય ના લો.

Negative image થી હંમેશા દુર રહો

જો એક્ટર તરીકે તમારી negative image બની ગઈ તો સમજી લો કે તમારી કેરિયરના end નો શરૂઆત થઇ રહી છે. કારણ કે negative image થી કોઈપણ એક્ટરની ક્યારેય પણ success કેરિયર નથી બની શકતી. એટલા માટે તો બોલીવુડના મોટા સ્ટાર એક્ટર્સ પણ જયારે તેમનાથી કોઈ ભૂલ થઇ જાય ત્યારે તેઓ public ની માફી માંગી લેતા હોય છે.

કારણ કે તમારી negative image હશે તો સૌથી પહેલા તો public તમારી ફિલ્મ જોવા જવાનું પસંદ નહી કરે. અને ડિરેક્ટર્સ negative image ધરાવતા એક્ટર્સને પોતાની ફિલ્મોમાં લેવાનું પસંદ નહી કરે.

05. એક્ટર તરીકે પોતાને, પોતાના knowledge ને અને પોતાના talent ને સતત improve અને update કરતા રહો

Kinjal Rajpriya

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક success એક્ટર બનવા માટે જે preparation અને મહેનત કરવી પડે તે બધુ જ કરો. એક્ટર તરીકે પોતાનામાં જે જે ખામીઓ હોય તેને દૂર કરો, અને પોતાની જાતને perfect એક્ટર બનાવો.

જો તમારામાં full confidence હશે તો કોઈપણ કામ તમારા માટે મુશ્કિલ નહિ હોય. માટે પોતાને સતત improve અને update કરતા રહો.

એક્ટર્સ બે પ્રકારના હોય છે

એક્ટર્સ બે પ્રકારના હોય છે, (1) એક જે એક્ટર તરીકે પોતાને સતત improve કરતા રહીને update થતા રહેતા હોય છે. (2) બીજા જેઓ પોતે જેવા છે જેવા જ રહેવા માંગતા હોય છે, તેમને improve અને update થવામાં સહેજ પણ interest હોતો નથી.

અમુક એક્ટર્સ હંમેશા પોતાના weak points અને પોતાની જે જે ખામીઓ હોય તેને સુધારતા રહેતા હોય છે, પોતાને દરેક points ઉપર વધુમાં વધુ improve કરીને પોતાને વધારેમાં વધારે better અને strong બનાવવાનો ટ્રાય કરતા હોય છે. અને હંમેશા કંઇક નવું શીખતા રહેતા હોય છે. કારણ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે આ બધા દ્વારા તેમને future માં ચોક્કસ ફાયદો થવાનો છે.

એક્ટિંગ અને ફિલ્મમેકિંગનું advance knowledge મેળવો

એક્ટિંગ વિષે શીખવાની જાણવાની કોઈ ચોક્કસ લીમીટ નથી હોતી. 4, 5 ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ તમે તેના વિષે ઘણું advance knowledge મેળવી શકો છો.

એક્ટરને એક્ટિંગ સાથે સાથે ફિલ્મમેકિંગ અને ડિરેક્શનનું પણ knowledge હોવું જોઈએ. કારણ કે જો જાણકારી હશે તો એક્ટર પોતે વધુ clear થઇ શકશે અને કોઈપણ બાબતે confuse નહીં હોય, જો knowledge હશે તો તમારામાં full confidence હશે.

એક્ટિંગ, ફિલ્મમેકિંગ અને ડિરેક્શનની એવી કોઈ પણ જરૂરી બાબત ના હોવી જોઈએ જેના વિષે તમે જાણતા ના હોવ. ઘણા અનુભવી એક્ટર્સને અમુક basic camera shots વિષે પણ ખબર જ નથી હોતી આવા એક્ટર્સ unprofessional માં ગણાય છે. પોતાના ફિલ્ડ વિષેની જરૂરી information એક્ટર્સ પાસે હોવી જ જોઈએ.

Knowledge ની બાબતમાં તમે તમારા અન્ય કો-એક્ટર્સ કરતા હંમેશા આગળ હોવા જોઈએ, અને આ વાત તમે નહી પણ અન્ય લોકો સ્વીકારતા હોવા જોઈએ.

એક્ટિંગ વિષે સતત નવું જાણતા અને શીખતા રહો

એક્ટિંગ ફક્ત શીખી લેવાની નહીં પણ સતત શીખતાં રહેવાનો subject છે, કોઈપણ એક્ટર જેમ જેમ અનુભવ મેળવતો જાય તેમ તમે તેની એક્ટિંગ વધુ improve થતી હોય છે. એક્ટિંગ improve કરવા માટે ફિલ્મો પણ ખુબ help કરી શકે છે.

ગુજરાતી, બોલીવુડ અને હોલીવુડ ફિલ્મોમાં એક્ટિંગનો ખુબ મોટો different હોય છે. જો તમે 1950 ની 1980 ની અને અત્યારની બોલીવુડ ફિલ્મો જોશો તો એ ત્રણેય ટાઈમમાં તમને એક્ટિંગની વિવિધતા જોવા મળશે. ટાઈમ બદલાય છે તેમ ફિલ્મોમાં એક્ટિંગ કરવાની રીત પણ બદલાય છે, અને એક્ટિંગમાં variation પણ ખુબ જ આવતા જાય છે.

હવે આવનાર ટાઈમમાં ફિલ્મોમાં કેવી એક્ટિંગ હશે? અથવા કેવી હોવી જોઈએ? તેના વિષે જાણવા માટે હોલીવુડની latest ફિલ્મો જુવો, જેમાંથી ઘણું નવું જાણવા મળશે. આવનાર advance ટાઈમ સાથે સેટ થઇ શકશો તો ક્યારેય out of date નથી થાવ, માટે હમેશા કંઇકને કંઇક નવું શીખતા અને જાણતા રહો.

એક્ટિંગમાં variation લાવતા રહો

એક great એક્ટર પોતાની એક્ટિંગમાં અનેક પ્રકારના variation આપી શકતા હોય છે. માટે એક્ટિંગમાં સતત variation આપતા શીખો, જેટલું variation આપતા રહેશો એટલા strong એક્ટર બની શકશો.

અમુક એક્ટર્સ અનેક ફિલ્મોમાં લગભગ એક જ પ્રકારની એક્ટિંગ કરતા હોય છે. તેમની એક્ટિંગ એક ફિલ્મમાં જુવો કે બીજી ફિલ્મમાં, તેમાં કંઈ ખાસ ફર્ક દેખાતો નથી હોતો. માટે એક ફિલ્મમાં જે રીતે એક્ટિંગ કરી હોય બીજી ફિલ્મમાં તેનાથી અલગ પ્રકારની એક્ટિંગ કરવાનો ટ્રાય કરો.

આમ તો એક્ટિંગ કેવી કરવી તે તમારા characterization ઉપર depend કરે છે, અને ડિરેક્ટર ઉપર depend કરે છે કે એક્ટર પાસેથી કેવી એક્ટિંગ કઢાવે છે. પણ પોતાના તરફથી દરેક ફિલ્મમાં character પ્રમાણે થોડું variation લાવતા રહો. જો એક્ટિંગમાં variation આપશે તો લાંબી રેસના player બની શકશો.

Method acting પણ અપનાવો

કોઈપણ character ને સમજવા ત્યારબાદ તે character ને ભજવવા માટે તેમાં ઊંડા ઉતરો. મેથડ એક્ટિંગ કરી શકવાનો ટ્રાય કરો, અને તેના માટે best છે કે ડેનિયલ ડે લુઈસની character માં ઉતરવાની પદ્ધતિને થોડી ઘણી પણ follow કરશો તો સફળ એક્ટર બનતા કોઈ રોકી નહી શકે.

Better communication skill develop કરો

જો તમે લીડ એક્ટર તરીકે કામ કરતા હતો તો તમારે ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન માટે પણ જવું પડશે, press conference ને face કરવી પડશે, તેમના પ્રશ્નોના જવાબો પણ આપવા પડશે, જેથી તમારી communication skill ખુબ strong હોવી જોઈએ. એક્ટર તરીકે તમે smartly reply આપી શકતા હોવા જોઈએ. શું બોલવું શું ના બોલવું, કેવું બોલવું અને કેટલું બોલવું તે વિષેની ખુબ સારી સમજ હોવી જરૂરી છે.

Friendly nature બનો

દરેક એક્ટર્સનો સ્વભાવ અલગ અલગ હોય છે. અમુક એક્ટર્સ reserve nature તો અમુક friendly, open minded હોય છે.

જો તમે shy, less speaking અને reserve nature હોવ તો તે change કરવો પડશે, કારણ કે આ nature દ્વારા તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સારા contacts નહિ બનાવી શકો, અને પોતાને ક્યારેય highlight નહિ કરી શકો, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર માટે આ બંને ખુબ જરૂરી છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા જેટલા મોટા contacts હોય તમને એટલી વધુ help મળી શકશે. અહી દરેક વ્યક્તિઓના ગ્રુપ હોય છે, જો તમે આ ગ્રુપમાં નહી ભળો તો outsider થઇ જશો. માટે અહીં કોઈપણ વ્યક્તિઓ સાથે આસાનીથી હળતા ભળતા શીખો, તેમની સાથે વાતચીત કરો ડિસ્કશન પણ કરો, મોટા વ્યક્તિઓને મળો, તેમની સાથે contact બનાવો.

06. એક્ટર તરીકે regular highlight થતા રહો

Diksha Joshi

એક્ટર તરીકે પોતાની જાતને હંમેશા professionally highlight માં રાખો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે પોતાને સતત highlight કરતા રહો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં competition ખુબ જ છે, એટલે જો તમે સતત media ની નજર સમક્ષ નહીં રહો તો public તમને બહુ જલ્દી ભૂલી જશે અને તમે ક્યાંય ખોવાઈ જશો, કારણ કે અહી નવા નવા અનેક એક્ટર્સ પોતાનું કિસ્મત અજમાવવા આવતા હોય છે. જો તમે પોતાની જાતને highlight નહિ કરો તો કોઈ બીજું પોતાને highlight કરશે.

માટે media સામે સતત highlight થતા રહો, ગમે તેમ કરીને નહીં પણ professionally highlight થાઓ, અને તેના માટે professionally જે કરવું પડે તે કરો, એક્ટિંગ profession માં તે જરૂરી છે.

Highlight કેવી રીતે થવું?

સોશિયલ મીડિયા highlight થવાનો એક professional way છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા કોઈપણ global incident વિષે પોતાનો યોગ્ય opinion આપો, અને તેના માટે best option છે Twitter. પોતાના દરેક projects અને activities ની અપડેટ પોતાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ ઉપર પોસ્ટ કરતા રહો.

એક્ટર તરીકે media માં સતત દેખાતા રહો. ઇવેન્ટ શોમાં દેખાવ. પાર્ટી ફંકશનમાં હાજરી આપો લોકોની નજર સામે આવતા રહો, અને ન્યુઝમાં રહો.

જો આ રીતે highlight થશો તો media ની નજરમાં આવશો, ડિરેક્ટર્સ અને ફિલ્મમેકર્સની નજરે આવશો જેથી નવા પ્રોજેક્ટની ઓફર પણ થઇ શકશે.

07. મળેલી opportunity ઝડપી લો… સારા chance અને સફળ થવા માટે રાહ જુવો

એક્ટિંગ એ time consuming profession છે. કેરિયર બનાવવા અને સફળ થવા માટે ખુબ ટાઈમ આપવો પડશે અને ખુબ ખુબ wait પણ કરવો પડશે, સારા chance અને success રાતો રાત નહીં મળે. અને કદાચ by good luck મળી પણ ગઈ તો પણ તે લાંબો ટાઈમ ટકશે નહી.

સફળતા મેળવવા માટે રાહ જુવો

ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરે 2012 માં Kevi Rite Jaish ફિલ્મમાં ફક્ત એક સીન માટે character રોલ કર્યો હતો અને 2015 માં Chhello Divas ફિલ્મમાં લીડ રોલ કર્યો, આમ તેને character રોલમાંથી લીડ રોલમાં આવતા 3 વર્ષ લાગ્યા.

અમિતાભને પોતાની પહેલી હિટ ફિલ્મ આપતા 4 વર્ષ લાગ્યા હતા. ટોમ ક્રુઝને તેની પહેલી હિટ ફિલ્મ આપતા 6 વર્ષ લાગ્યા હતા. માટે એક સારો chance અને success મેળવવા તમારે ખુબ wait કરવી પડશે.

જાતે તક ઉભી કરો

જાતે તક ઉભી કરવા માટે professionally કામ માંગવાનું પણ રાખો.

“મેં ડિરેક્ટ કરેલી Rock On (2008) ફિલ્મ હિટ થઈ અને વખાણાઈ તે પછીય મને એક પણ ઓફર નહોતી મળી. It was shocking, આ લાઈનમાં એવું જ છે. અહીં કોઈ તમને સામેથી ફિલ્મ ઓફર કરતું નથી.” – અભિષેક કપૂર.

આ શબ્દો છે ડિરેક્ટર અભિષેક કપૂરના. બસ તેવી જ રીતે જો તમે ખુબ મોટા સ્ટાર ના હોવ, તો આ ફિલ્ડમાં કામ મળતું નથી પણ કામ મેળવવું પડે છે, અને તેના માટે ભટકવું પણ પડે છે. સામેથી કોઈ કામ આપશે તેવી આશા ઓછી રાખવી અને કામ મેળવવા માટે હંમેશા સામેથી પ્રયત્નો વધુ કરવા.

Opportunity મળતી હોય ત્યારે time waste ના કરો, મળેલો chance ઝડપી લો

આ ઇન્ડસ્ટ્રીમાં મોટાભાગે તક મળતી નથી પણ તક જાતે ઉભી કરવી પડે છે. એટલે જો નસીબ કામ કરતુ હોય અને જો સામેથી કોઈ સારી તક મળી હોય તો સહેજ પણ ટાઈમ બગાડ્યા વગર તેને ઝડપી લો, જો તમે તેમાં થોડા પણ મોડા થયા તો તે તક કોઈ બીજાને મળી જશે, ટાઈમ બદલતા વાર નથી લાગતી. જો તમે chance નહિ ઝડપો તો કોઈ ને કોઈ બીજું ઝડપી લેશે, આખરે કોઈને તો આ chance મળશે જ.

08. જેટલી success મળે તેટલા વધુ નમ્ર અને down to earth બનો

Malhar Thakar

Down to earth વ્યક્તિના best examples છે અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર. જેમની આટલી લાંબી અને success કેરિયર દરમ્યાન કોઈ પણ વિવાદ સાથે તેમને નામ જોડાયુ નથી. પોતે પોતાના ફિલ્ડમાં ખુબ લાંબા ટાઈમ સુધી top ઉપર હોવા છતાં પણ તેઓ ક્યારેય તેમની ગરિમા ગુમાવી નથી, જેના કારણે આજે પણ public તેમને દિલથી respect કરે છે.

નમ્ર બનો પણ નમ્ર હોવાનો દેખાડો ક્યારેય ના કરો

Down to earth સ્વભાવમાં હોવું જોઈએ, તેનો ખોટો દેખાડો ના કરવો જોઈએ, કારણ કે અસલી સ્વભાવ ગમે ત્યારે સામે આવવાનો જ છે. કેટલાક એક્ટર્સ જયારે મોટા crowd સામે હોય છે ત્યારે સારા બનવાનો tray કરતા હોય છે અને ઓછા લોકો વચ્ચે તેઓ તેમના અસલી સ્વભાવમાં આવી જતા હોય છે.

માટે ક્યારેય કોઈ પણ પ્રકારનો ખોટો દેખાડો ના કરો, લોકો ખુબ હોશિયાર હોય છે, તે તમને તમારા સામે નહિ કહે પણ તમારી પાછળ ચોક્કસ વાતો કરશે, એટલે તમારું behavior હંમેશા normal રાખો.

નમ્ર અને down to earth બનશો તો લાંબો ટાઈમ ચાલસો

નમ્ર લોકો દિલથી બધાને ગમતા હોય છે, જો down to earth બનશો તો ફિલ્ડમાં લાંબા ટાઈમ સુધી ચાલસો, કારણ કે આવા લોકો સાથે કામ કરવું સૌને ગમતું હોય છે. જો તમારો નેચર સારો હશે તો કદાચ તમારા અન્ય negative points ને પણ લોકો accept કરી લેશે.

09. ડિરેક્ટરની પસંદગીના એક્ટર બનો

Pratik Gandhi and Shraddha Dangar

ફિલ્મમાં એક્ટરનું selection એક ડિરેક્ટર દ્વારા થાય છે, માટે સૌથી પહેલા ડિરેક્ટરની પસંદગીના એક્ટર બનો, જેથી તમને regular ફિલ્મ મળી શકે અને તમારી કેરિયર લાંબી ચાલી શકે.

દરેક ડિરેક્ટરના પોતાની પસંદગીના અમુક એક્ટર હોય છે

દરેક ડિરેક્ટરના પોતાની પસંદગીના કેટલાક એક્ટર્સ હોય છે, જેમની સાથે તેમની ખુબ સારી understanding અને bonding હોય છે. કારણ કે ઘણી વાર સાથે કામ કરતી વખતે બે વ્યક્તિઓ વચ્ચે આ પ્રકારની bonding અને understanding આપમેળે બની જતી હોય છે.

દરેક ડિરેક્ટર આ પ્રકારની tuning ધરાવતા એક્ટર્સ પાસેથી વધુ સારી રીતે કામ કઢાવી શકતા હોય છે, અને એક્ટર પણ ડિરેક્ટરની expectation કરતા પણ વધુ સારું result આપતા હોય છે.

ડિરેક્ટરને અનુકુળ એક્ટર બનો, ડિરેક્ટરની પસંદગીના એક્ટર કેવી રીતે બનવું?

(1). ડિરેક્ટરની દરેક professional instructions ને strictly follow કરો. (2). પોતાના character માટે ખુબ મહેનત કરો અને એક્ટિંગમાં પોતાનું best આપો. (3). કોઈપણ problem, issue વગર કામ કરો. (4). કામમાં હંમેશા professional બનો. જો આટલું કરશો તો કોઈપણ ડિરેક્ટરનાં પસંદગીના એક્ટર બની શકશો.

ડિરેક્ટર્સ અને તેમના પસંદગીના એક્ટર્સની famous pair

બોલીવુડ અને હોલીવુડમાં એવા ઘણા ડિરેક્ટર્સ અને એક્ટર્સ છે જેમના વચ્ચે good understanding અને bonding હોવાનાં કારણે તેમણે ઘણી બધી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે જેમકે… બોલીવુડમાં કરણ જોહર અને શાહરૂખ ખાન, સૂરજ બડજાત્યા અને સલમાન ખાન, રોહિત શેટ્ટી અને અજય દેવગન વગેરે વગેરે.

જયારે હોલીવુડમાં સ્ટીવન સ્પીલબર્ગ અને ટોમ હેન્કસ, માર્ટીન સ્કોર્સીસ અને લિયોનાર્ડો ડીકેપ્રીયો, ટિમ બર્ટન અને જોની ડેપ, માર્ટિન સ્કોર્સિસ અને રોબર્ટ ડી નિરો વગેરે. મોર્ડન ગુજરાતી ફિલ્મોમાં વિપુલ શર્મા અને તુષાર સાધુ વગેરે.

એક્ટર તરીકે ડિરેક્ટરની permanent ટીમના મેમ્બર બનો

દરેક professional ડિરેક્ટર્સ એક permanent ટીમ સાથે કામ કરવાનું વધુ પસંદ કરતા હોય છે, કારણ કે નવા નવા વ્યક્તિ સાથે કામ કરવામાં ઘણી રીતે સેટ થવું પડતું હોય છે. જેથી દરેક ડિરેક્ટર્સની એક permanent ટીમ હોય છે, જેમાં રાઈટર, સિનેમેટોગ્રાફર, એડિટર વગેરે વગેરેની સાથે સાથે અમુક એક્ટર્સ પણ હોય છે. જો ડિરેક્ટરને તેમની સાથે કામ કરતી ટીમ પસંદ આવે તો તે તેમને ચોક્કસ રીપીટ કરતા હોય છે.

આમ ડિરેક્ટરની પસંદગીના એક્ટર બનશો તો કેરિયર લાંબી ચાલવાના સૌથી વધારે chance છે.

Conclusion

આટલું વાંચ્યા પછી ઘણા રીડર્સના મનમાં પ્રશ્ન થતો હશે કે એક્ટર્સને આટલું બધું કરવું પડે? અથવા આટલું બધું કોણ કરે? પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક profession એક્ટર તરીકે long term કેરીયર બનાવવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા જ rules & regulations ને strictly follow પડતા હોય છે.

આજના ટોપના એક્ટર્સ એટલે આમીર, શાહરૂખ, સલમાન, અક્ષય અને તે સિવાયના પણ અન્ય એક્ટર્સે આ બધું follow કર્યું જ છે, એટલે તો તેઓ આટલા લાંબા ટાઈમથી ટોપ ઉપર રહીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા આવ્યા છે, અને જેમને follow નથી કર્યું તેઓ જલ્દી બહાર ફેંકાઈ ગયા છે.

કોઈપણ વસ્તુને મેળવવા મહેનત કરવી પડે, તેને લાયક બનવું પડે, તેના અનુકુળ થવું પડે, પોતાનામાં ઘણો બદલાવ લાવવો પડે, ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે, ત્યાર બાદ તેને મેળવી શકશો.

આ 10 points ને follow કરશો તો ખરાબ ટાઈમમાં પણ ચાલી જશો, અને professional એક્ટર તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લાંબા ટાઈમ સુધી કામ કરી શકશો.

એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment