Latest Posts:

ફિલ્મ એક્ટરનું મુખ્ય કામ છે એક્ટિંગ કરવી, અને આ તેનો profession છે, ફિલ્મમાં ડિરેક્ટરની instructions follow કરીને પોતાના તરફથી best એક્ટિંગ perform આપવા સિવાય પણ એક્ટરની કેટલીક અન્ય responsibilities હોય છે. અને ફિલ્મમાં શૂટિંગ સિવાય પણ એક્ટરના અલગ અલગ work phase હોય છે.

Definitely, ફિલ્મમાં એક્ટર selection થી લઈને ફિલ્મ રીલીઝ ત્યાં સુધીના અલગ અલગ phase દરમ્યાન એક્ટરે અનેક કામો સાથે અનેક responsibilities નિભાવવાની હોય છે. જેના વિષે experienced એકટર્સ જ જાણતા હોય છે, પણ ફ્રેશ એક્ટર્સને તેના વિષે વધુ idea નથી હોતો.

ફિલ્મમાં એક્ટર selection થી લઈને ફિલ્મ રીલીઝ સુધી એક્ટરના ક્યા ક્યા work phase હોય છે? અને તેમાં એક્ટરની કઈ કઈ responsibilities હોય છે?

મોટાભાગના ફ્રેશ એક્ટર્સ માટે ફિલ્મમાં કામ કરવું એટલે શૂટિંગ કરવું, પણ શૂટિંગ હકીકતમાં ફિલ્મનો એક phase છે, શૂટિંગ સિવાય પણ એક ફિલ્મમાં એક્ટરના ભાગે અનેક work responsibilities આવતી હોય છે.

આ blog માં જાણીએ, એક્ટર selection થી લઈને ફિલ્મ રીલીઝ સુધીની એક્ટરની લાઈફ કેવી હોય છે? તેમાં તેના ક્યા ક્યા work phase હોય છે? ફિલ્મમેકિંગ દરમ્યાન એક્ટર્સે કઈ કઈ work phase માંથી પાસ થવાનું હોય છે? ફિલ્મમાં એક્ટર્સની કઈ કઈ responsibilities હોય છે? ફિલ્મમાં કામ કરતી વખતે અલગ અલગ phase દરમ્યાન એક્ટરે ક્યા ક્યા points વિષે ધ્યાન રાખવું? તે દરેક points વિષે details માં જાણીએ.

એક ફિલ્મમાં એકટર્સના 5 પ્રકારના અલગ અલગ work phase હોય છે, જેમાં તેની અલગ અલગ responsibility હોય છે

(1). Pre-production: સ્ક્રિપ્ટને સમજવી, character સમજવું, character preparation કરવી, workshop એટેન્ડ કરવો.

(2). Production (Shooting): ફિલ્મનું શૂટિંગ કરવું.

(3). Post-production (Dubbing): ડબિંગ કરવું.

(4). Marketing and promotion: ફિલ્મનું માર્કેટિંગ અને પ્રમોશન કરવું.

(5). Premiere show and film release: પ્રીમિયર શો attend કરવો.

હવે ફિલ્મમાં એક્ટરના ભાગે આવતા દરેક work phase અને તેની responsibilities વિષે જાણીએ અને સમજીએ.

01. PRE-PRODUCTION

એક્ટર્સ selection પછી દરેક એક્ટર્સ સાથે ફિલ્મ contract કરવામાં આવે છે

ફિલ્મ production house અને એક્ટર વચ્ચે એક legal contract કરવામાં આવે છે, જેમાં એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવા માટેની અલગ અલગ terms & conditions હોય છે. મોટા ભાગે production house એક્ટર્સને આ આ 5 પ્રકારની work phase ચુકવે છે. (1) ફિલ્મ વર્કશોપ. (2) ફિલ્મ શૂટિંગ. (3) ફોટો-સેશન. (4) ડબિંગ. (5) માર્કેટિંગ અને પ્રમોશન વગેરે.

Contract માં જે પણ mention કર્યું હોય તેને strictly follow કરવું તે તમારી responsibility છે. આ contract પછી હવે તમે legally એક ફિલ્મના official part છો. ફિલ્મ production house અને ડિરેક્ટરનો right છે કે એક્ટર select કર્યા પછી પણ કોઈ કારણસર અથવા કોઈ કારણ વગર પણ પાછળથી તેઓ એક્ટર્સને reject પણ કરી શકે છે, અને આ એક ખુબજ સામાન્ય terms & conditions છે.

પણ મોટા ભાગે એક્ટર્સને select કર્યા પછી તેને reject કરતા નથી, સિવાય કે કોઈ major problem અથવા issue હોય.

સૌથી પહેલા સ્ક્રિપ્ટને proper સમજો

સૌથી પહેલા ફિલ્મના genres વિષે જાણો, કે ક્યાં ફિલ્મનું genres ની છે? જેમકે, કોમેડી, ડ્રામા, રોમાન્સ, એક્શન, સસ્પેન્સ, થ્રીલર વગેરે. ફિલ્મના genres પ્રમાણે ફિલ્મની સ્ટોરી હશે, અને સ્ટોરી પ્રમાણે તમારું character હશે.

સ્ક્રિપ્ટને એકથી વધુ વાર વાંચી જાવ

સ્ક્રિપ્ટને પહેલી વખતથી જ ધ્યાનથી વાંચવાની શરુ કરો અને સ્ક્રિપ્ટને સમજો. કોઈપણ સ્ક્રિપ્ટને પહેલી વાર વાંચવાથી તેના વિષે સંપૂર્ણ પણે જાણી શકાશે નહી, અથવા ત્યારે જ તેનું મહત્વ સમજી શકાશે નહી. માટે સ્ક્રિપ્ટને થોડું અંતર રાખી અનેક વાર વાંચી જાવ.

સ્ક્રિપ્ટને અનેક વાર વાંચીને તેને સમજો અને તેનું મહત્વ જાણો

સ્ક્રિપ્ટને અનેક વાર વાંચીને ફિલ્મની સ્ટોરીને સમજો, સ્ટોરીના મહત્વને સમજો અને જાણો. સ્ક્રિપ્ટનું મહત્વ જાણ્યા પછી તમે clear થશો. જેમ ટાઈમ જશે તેમ તમે વધુ clear થતા જશો.

ઘણી વાર સ્ટોરી કે એકથી વધુ વાર સ્ક્રિપ્ટ વાંચ્યા પછી પણ એક્ટર્સના mind માં એ clear નથી થતું કે સ્ટોરીનું મહત્વ શું છે? અથવા સ્ટોરી શું કહેવા માંગે છે? સ્ક્રિપ્ટની માંગ શું છે? આવા ટાઈમે ડિરેક્ટરને પૂછો, ડિરેક્ટર દ્વારા સ્ટોરીને સાંભળો, જેમાં એવું ઘણું અલગ હશે જે તમે સ્ક્રિપ્ટમાં વાચ્યું હશે પણ તેનું મહત્વ સમજ્યા નહી હોવ. સ્ક્રિપ્ટમાં આવા અમુક points ચોક્કસ હશે જ.

સ્ક્રિપ્ટને પહેલી વાર વાંચીને જ ક્યારેય એનું valuation ના કરો

First impression is the last impression ઘણી વાર ખોટી misunderstanding ઉભી કરતી હોય છે. માટે જ સ્ક્રિપ્ટને જયારે તમે પહેલી વાર વાચો ત્યારે જ તેના વિષે કોઈ strong opinion ના બાંધી લો. જો આવું કરશો તો તમે કદાચ ખોટા પણ પડી શકશો.

પોતાના character ને completely જાણો અને સમજો

સ્ક્રિપ્ટ વાચ્યા બાદ અને તેને proper સમજ્યા બાદ એક્ટર્સે સૌથી જરૂરી કામ એ કરવાનું છે કે પોતાના character વિષે જાણો અને સમજો.

ફિલ્મ સ્ક્રિપ્ટમાં તમારું પોતાનું એક character છે જેને તમારે ઓનસ્ક્રીન નિભાવવાનું છે. આ character નો nature શું છે? તે કેવી રીતે બોલે છે, કેવી રીતે વર્તે છે, ફિલ્મમાં તેનું overall characterization ક્યા પ્રકારનું છે તેના વિષે દરેક પ્રકારની નાનામાં નાની માહિતી પણ મેળવી લો.

જેથી તમને સૌ પહેલા character માં enter થવાનો ખ્યાલ આવે, અને ત્યાર બાદ તેને perform કરવામાં આસાની રહે, અને એક વાર પોતાના character વિષે જાણી લીધા બાદ એક્ટર માટે તેના character માં ઉતરવું અને તેની એક્ટિંગ કરવી આસાન બનશે.

Character preparation

ડિરેક્ટર દ્વારા એક્ટર્સને તેના ફિલ્મી character અને તેના characterization વિષે details માં proper સમજાવ્યા બાદ, એક્ટર્સ ને character પ્રમાણે completely prepare કરવામાં આવે છે, જેથી એક્ટર તેના character ને વધુ સારી રીતે જાણી શકે અને સમજી શકે. આ ટાઈમમાં એક્ટર્સને physically અને mentally એમ બંને રીતે તૈયાર કરવામાં આવે છે.

Character ની advance preparation

ઘણી વાર આ preparation સામાન્ય હોય છે તો ઘણી વાર આ preparation ખુબ hard હોય છે, જેમકે વજન વધારવું ઘટાડવું, six pack બનાવવા, કોઈ ચોક્કસ પ્રકારના characterization માટે કોઈ special skill શીખવી, કોઈ અલગ language અને તેનું pronunciation શીખવું.

જો કોઈ historical character નિભાવવાનું હોય તો તેના જેવો look બનાવવો. કોઈ famous celebrity નું character નિભાવવાનું હોય તો તેમની સ્ટાઈલ અપનાવવી, તેમના જેવું બોલવું, ઉઠવું બેસવું, હાવભાવ શીખવા વગેરે વેગેરે તૈયારીઓ કરવી પડતી હોય છે.

ડેનિયલ ડે લુઇસ તેના character preparation માટે 1 થી 2 વર્ષનો ટાઈમ લેતા હતા, The Boxer (1997) ફિલ્મ માટે તેમને સૌથી વધુ 3 વર્ષનો ટાઈમ લીધો હતો.

ડિરેક્ટર એક એક્ટર માટે teacher, coach, boss હોય છે, માટે ડિરેક્ટરના vision ને proper સમજો

Next ખુબ જ જરૂરી કામ ડિરેક્ટરના vision ને proper સમજવાનું છે. ઘણી વાર એક્ટરને આ vision તરત નહી સમજાય, તેના માટે થોડો ટાઈમ લાગશે, બની શકે તો ડિરેક્ટરને પૂછો કે તેમનું vision શું છે? જો એક્ટર આ vision ને proper સમજી જશે તો ત્યાર બાદ તેના માટે ફિલ્મના ઘણા કામ આસાન થઇ જશે. આ એક એવો points છે જે કદાચ તમને જલ્દી નહિ પણ ધીમે ધીમે સમજાશે.

For example, રણબીર કપૂરે તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે Barfi (2012) ફિલ્મના શૂટિંગમાં મને કઈ ખબર જ નહોતી પડતી કે શૂટિંગમાં શું થઇ રહ્યું છે? પણ ફિલ્મ રિલીઝ થઇ અને જયારે મેં જોઈ ત્યારે મને સમજાયું કે ડિરેક્ટર ફિલ્મમાં શું બતાવવા માંગતા હતા.

મતલબ કે રણબીર કપૂર જેવા professional experienced એક્ટરને પણ આ પ્રકારનો problem face કરવો પડતો હોય છે.

આમ ઘણી વાર એક્ટર્સ ડિરેક્ટરની instructions સમજ્યા વગર blindly follow કરતા હોય છે. જે ઘણી વાર નુકશાન કારક સાબિત થઇ શકે છે. માટે ડિરેક્ટર સાથે નાનામાં નાની વાત ઉપર પણ કોઈપણ જાતના hesitation વગર clear discuss કરો.

ડિરેક્ટરને તમારા પ્રશ્નો પૂછતા રહો અને તેમની સાથે discuss કરતા રહો

ફિલ્મમાં ડિરેક્ટર તમારા માટે એક teacher, coach અને boss તરીકે કામ કરતા હોય છે, જેથી એક્ટર તરીકે તેમની સાથે તમારા દરેક પ્રશ્નો, quiry વિષે પૂછતા રહો. ફિલ્મના character, સીન્સ અને દરેક જરૂરી points ઉપર ખુલ્લા મનથી discuss કરતા રહો, અને તેમની દરેક વાતને સમજવાનો tray કરો.

ફિલ્મમાં એક નાનામાં નાની વસ્તુ પણ તેમને પૂછતાં રહો, જેથી તમે તેની proper reason જાણી શકશો અને તમે પોતે clear થશો. ડિરેક્ટર સાથે કોઈપણ વાત પૂછતા, share કરતા ક્યારેય પણ ખચકાશો નહી.

ફિલ્મ વર્કશોપ

ફિલ્મના શૂટિંગ પહેલા એક્ટર્સે વર્કશોપ કરવો પડે છે, જેમાં સૌથી પહેલા એક્ટર્સને સાથે મિટિંગ કરાવવામાં આવે છે, ત્યાર બાદ તેમને સ્ક્રિપ્ટ આપીને અમુક ટાઈમ સુધી સ્ક્રિપ્ટ રીડીંગ કરાવવામાં આવે છે.

સ્ક્રિપ્ટ રીડીંગ complete કર્યા પછી ફિલ્મના દરેક એક્ટર્સને લઈને દરેક સીનના rehearsal કરાવવામાં આવે છે. જેથી એક્ટર્સ ફિલ્મમાં તેમની બેસ્ટ એક્ટિંગ આપી શકે અને શૂટિંગ વખતે વધુ retake ના થાય અને વધુ time spend ના થાય.

એક્ટરના mind માં ફિલ્મ અથવા અન્ય character ને લગતી કોઈપણ વધારાની query હોય તે અહી વર્કશોપમા solve થાય છે, વર્કશોપ ખત્મ થયા બાદ ફિલ્મનું શૂટ શરુ થાય છે.

પહેલી ફિલ્મ અને એક્ટર્સની ભૂલો

પહેલી ફિલ્મમાં લગભગ દરેક એક્ટર્સ ભણી બધી ભૂલો કરતા હોય છે જેમકે, વધુ પડતા ઉત્સાહમાં આવી જવું, ખુબ ઉત્સાહમાં આવવાથી કામ ઉપરથી ધ્યાન હટી જવું, પોતાના character ને પૂરેપૂરું ના સમજવું, personal અને professional life મિક્સ કરવી, અન્ય એક્ટર્સની company માં આવી જઈને કામ પરથી focus હટાવવું, પોતાનામાં ego આવી જવો, પોતાને સ્ટાર celebrity સમજવા લાગવું, professionalism નો અભાવ દેખાવો વગેરે વગેરે.

શરૂઆતમાં સામાન્ય લાગતી આ ભૂલો તમારા એક્ટિંગ કેરિયર ઉપર ખુબ negative અસર ઉભી કરી શકે છે, માટે આવી ભૂલો ના થાય તેનું બને તેટલું ધ્યાન રાખીને normal અને down to earth રહીને ફક્ત કામ ઉપર જ focus કરવું. કારણ કે ક્યારેક આ ભૂલો તમને ફિલ્મમાંથી બહાર પણ કરાવી શકે છે.

શૂટિંગનું final schedule

શૂટિંગ શરુ થતા પહેલા શૂટિંગના day by day schedule ની final copy દરેક એક્ટર્સને આપવામાં આવે છે. જેમાં કઈ તારીખે ક્યા લોકેશન ઉપર ક્યાં સીન્સ શૂટ થવાના છે, ક્યા સીન્સમાં ક્યા ક્યા એક્ટર્સ છે, તેમાં કઈ કઈ property use કરવાની છે, એક્ટર્સના ક્યા કોસ્ચ્યુમ્સ છે, તેનું બધાનું એક લીસ્ટ હોય છે.

જેથી દરેક એક્ટર્સ શૂટ માટે પહેલેથી prepare રહે. મોટાભાગે આ schedule અને dates માં થોડો ઘણો change આવતો જ હોય છે, જે ફિલ્મમેકિંગમાં એક સામાન્ય બાબત છે.

02. PRODUCTION (SHOOTING)

ફિલ્મ શૂટિંગ

Chhello Divaas (2015) movie shooting

ડિરેક્ટર, ક્રૂ-મેમ્બર્સ, ટેક્નિશિયન્સ અને એક્ટર્સને લઈને શૂટ લોકેશન ઉપર ફિલ્મનું શૂટની તૈયારીઓ શરુ થાય છે. જેમાં સૌથી પહેલા દરેક એક્ટર્સને સીનની જરૂરિયાત મુજબ કોસ્ચ્યુમ, મેક-અપ અને હેર સ્ટાઈલ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે દરમ્યાન વચ્ચે એક્ટર્સ જરૂર પડે ત્યાં સ્ક્રિપ્ટ dialogues રીડ કરી લે છે.

શોટ રેડી થયા બાદ ડિરેક્ટરની instructions દ્વારા જે તે સીનનુ શૂટ શરુ થશે. સીન શરુ થતા પહેલા કયો શોટ લેવામાં આવવાનો છે અને તે સિવાયની અન્ય જરૂરી instructions એક્ટર્સને જણાવવામાં આવે છે. જરૂર લાગે તો શૂટ કરતા પહેલા તે લોકેશન ઉપર જ એક બે વાર rehearsal પણ કરવામાં આવે છે.

હવે સીન પ્રમાણે ફિલ્મના દરેક સીન અલગ અલગ કેમેરા-શોટ્સ દ્વારા શૂટ થશે. જેમાં એક્ટર્સ જે તે સીનની requirement પ્રમાણેને એક્ટિંગ કરે છે, જો કોઈ ભૂલ પડે અથવા ડિરેક્ટરના vision પ્રમાણે શૂટ ના થતું હોય તો તે સીનને કટ કરીને ફરીથી take લેવામાં આવે છે.

જ્યાં સુધી તે સીનનો final take ઓકે ના થાય ત્યાં સુધી તે સીનને શૂટ કરવામાં આવે છે, અને આવા એક સીનના ઓછામાં ઓછા 3 final takes લેવામાં આવે છે, તે પણ અલગ અલગ એન્ગલ અને શોટથી. ત્યાર બાદ તે સીનમાં રહેલા દરેક એક્ટર્સના reaction શોટ લેવામાં આવે છે. આવી રીતે ફિલ્મો એક સીન ખત્મ થયા બાદ અન્ય લોકેશન ઉપર અન્ય સીન શૂટ કરવામાં આવે છે.

પેકઅપ ટાઈમ

પેક-અપ એટલે કે શૂટ ખત્મ થાય તે વખતે ડિરેક્ટર અને એક્ટર્સની નાની મિટિંગ થાય છે, જેમાં next day નુ planning અને preparation ઉપર જરૂરી discuss થાય છે. છેલ્લે એક્ટર્સને બીજા દિવસની કોલ શીટ આપવામાં આવે છે. આમ એક્ટર્સ માટે ફિલ્મના શૂટનો એક દિવસ આવી રીતે ખત્મ થાય છે.

શૂટિંગ scheduling

ગુજરાતી ફિલ્મોમાં અત્યારે મોટાભાગે 12 કલાક આસપાસ શૂટિંગ ચાલતું હોય છે. આટલા ટાઈમમાં 2 થી 4 સીન શૂટ કરવામાં આવે છે, normally ગુજરાતી ફિલ્મનુ શૂટિંગ આશરે 25 થી 35 દિવસમાં ખત્મ થતું હોય છે. ક્યારેક ક્યારેક સળંગ દિવસોમાં તો ક્યારેક ક્યારેય થોડા થોડા દિવસોનો ગેપ રાખીને શૂટિંગ થતું હોય છે.

જયારે હિન્દી ફિલ્મનું શૂટિંગ મોટાભાગે 3 ભાગમાં divide કરીને થતું હોય છે. પહેલા ભાગના શૂટિંગ પછી અમુક દિવસ અથવા મહિનાનો ગેપ રાખીને બીજા ભાગનું શૂટ અને ત્યારબાદ ત્રીજા ભાગનું શૂટ થાય છે. ટોટલ 40 થી 50 દિવસનું શૂટ અને આશરે 3 થી 6 મહિનામાં ખત્મ કરવામાં આવે છે.

શૂટિંગ દરમ્યાનની એક એક મિનીટ કિંમતી હોય છે

શૂટિંગ દરમ્યાન દરેક કામો ટાઈમ ના બગડે તેવી રીતે હંમેશા જલ્દી જલ્દી કરવામાં આવતા હોય છે, કારણ કે શૂટિંગ દરમ્યાનની એક એક મિનીટ ખુબ કિંમતી હોય છે. શીડ્યુલ પ્રમાણે એક દિવસના શૂટમાં અમુક નક્કી કરેલા સીન્સ ખત્મ કરવાના હોય છે. જો આ સીન્સ તેના ચોક્કસ ટાઈમમાં ખત્મ નહિ થાય તો શૂટિંગના દિવસો વધી શકે છે, અને જો શૂટિંગના દિવસો વધે તો ફિલ્મનું બજેટ વધે છે.

માટે પ્રોડક્શન ટીમ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે શૂટિંગ દરમ્યાન વધુ ટાઈમ ના બગડે, એક્ટર્સના વધુ retake ના થાય. એક સીન ખત્મ થયા પછી બીજા સીન માટે મેકઅપ અને કોસ્ચ્યુમ્સ દ્વારા જલ્દી prepare કરવામાં આવે. અને આ બધા માટે એક્ટરે હંમેશા mentally prepare રહેવું.

શૂટિંગ ટાઈમનું વાતાવરણ આસાન અને enjoy કરી શકાય તેવો ક્યારેય પણ નથી હોતું

ઘણી ફિલ્મના એન્ડમાં શૂટિંગ દરમ્યાન એક્ટરે કરેલી ભૂલોને અને શૂટ ટાઈમની મજાક મસ્તી બતાવવામાં આવે છે, તે જોઇને audience ને એવું લાગતું  હોય છે કે ફિલ્મ શૂટિંગ હંમેશા આવા વાતાવરણમાં જ થતું હોય છે.

હકીકતમાં આવી moment શૂટિંગ દરમ્યાન ખુબ જ ઓછી આવતી હોય છે. મોટાભાગે શૂટનું વાતાવરણ હંમેશા ગંભીર જ હોય છે. આમ શૂટિંગ ટાઈમ આસાનીથી enjoy કરી શકાય તેવો ક્યારેય પણ હોતો નથી.

03. POST PRODUCTION

શૂટિંગ બાદ એક્ટર દ્વારા વોઈસ ડબિંગ કરવામાં આવશે

Malhar Thakar at dubbing studeo

ફિલ્મનું complete શૂટિંગ ખત્મ થયા બાદ તેનું એડીટીંગ કરવામાં આવે છે, અને એડીટીંગ ખત્મ થયા બાદ વોઈસ ડબિંગ શરુ થાય છે.

શૂટીંગમાં દરેક સીનમાં એક્ટર્સ જે જે dialogues બોલ્યા હોય છે તે હવે ડબ થશે. ડબિંગ સ્ટુડીઓમાં સાઉન્ડ પ્રૂફ કેબીનમાં એક્ટરે હેડફોન લગાવીને માઈક ઉપર dialogues બોલીને ડબિંગ કરવાનું હોય છે, સામાન્ય રીતે એક એક્ટરનું મોટાભાગે 2 થી 5 દિવસમાં ડબિંગ થઇ જતું હોય છે.

શૂટ દરમ્યાન તેવા વાતાવરણમાં અને બીજા એક્ટર્સ સાથે તે situation ને feel કરીને તમે તે dialogues આસાનીથી બોલી શકશો પણ અહી એક કેબીનમાં તે feeling સાથે dialogues બોલવા થોડા અઘરા થઇ શકે છે, કારણ કે અહી તમને શૂટ ટાઈમનુ એ વાતાવરણ અને તેની feeling નહિ મળી શકે. પણ ધીમે ધીમે તમને તેની આદત પડી જશે, ત્યારબાદ problem નહી આવે.

એક્ટર્સ ફોટો સેશન

ફિલ્મના પોસ્ટર્સ માટે ડિરેક્ટર અને તેની સાથે મેક-અપ આર્ટીસ્ટ, હેર ડ્રેસર, કોસ્ચ્યુમ ડિઝાઈનર અને ફેશન સ્ટાઇલિસ્ટ વગેરે દ્વારા એક્ટર્સને ચોક્કસ પ્રકારના કોસ્ચ્યુમ, મેક-અપ, હેર સ્ટાઈલ અને એસેસરીઝ દ્વારા તૈયાર કર્યા બાદ, અમુક લોકેશન્સ ઉપર ફોટોગ્રાફર દ્વારા અલગ અલગ પ્રકારની સ્ટીલ ફોટોગ્રાફી કરવામાં આવે છે.

આ ફોટોસને એડિટ કરીને તેમાંથી ફિલ્મના અલગ અલગ પોસ્ટર્સ ડીઝાઈન કરવામાં આવે છે, જેને માર્કેટિંગ માટે use કરવામાં આવે છે.

04. MARKETING AND PROMOTION

ફિલ્મ માર્કેટીંગ અને પ્રમોશન, Press conference, એક્ટર ઈન્ટરવ્યુ

Director Krishnadev Yagnik with Cheif Guest Subhash Ghai launched The Trailer of Days of Tafree (2016)

ડિરેક્ટર, પ્રોડ્યુસર અને જરૂરી એક્ટર્સ દ્વારા અલગ અલગ cities, events, TV shows, અન્ય public places વગેરેમાં માં જઈને ફિલ્મનું માર્કેટીંગ અને પ્રમોશન કરવામાં આવે છે. તેની સાથે સાથે ફિલ્મ સોન્ગ્સ, પોસ્ટર્સ અને ટ્રેઇલરને launch કરવામાં આવે છે. ફિલ્મ information ને અલગ અલગ સોશિયલ મીડિયા, વેબ સાઇટ્સ ઉપર પોસ્ટ કરીને માર્કેટિંગ કરવામાં છે.

એક્ટરે જાતે માર્કેટિંગ કરતી વખતે શું ધ્યાન રાખવું?

એક્ટર્સે સોશિયલ મીડિયા ઉપર જાતે માર્કેટિંગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ફિલ્મની એવી કોઈ sensitive information ભૂલથી પણ share થઇ ના જાય, માટે એક્ટર્સે જાતે માર્કેટિંગ કરતી વખતે પ્રોડક્શન હાઉસ તરફથી તેમના દરેક પોસ્ટ પાસ કરાવીને જ તેને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરવું જેથી અજાણતામાં કોઈ ભૂલ ના થાય.

એક્ટર્સ માટે આ ટાઈમ સૌથી busy હશે

માર્કેટિંગ અને પ્રમોશન દરમ્યાન ઘણી અલગ અલગ જગ્યાએ જવાનું થશે, અને આ બધાનો શીડ્યુલ પહેલેથી કદાચ નક્કી નહિ પણ હોય, કેટલાક કાર્યક્રમ એકદમ અચાનક જ નક્કી થઇ જશે, તેના માટે mentally prepare રહેવું પડશે, આ સમયે તમારી personal અને professional life ભેગી થવાની શક્યતા વધારે છે.

આ time period એક્ટર્સને celebrity હોવાનું feel કરાવશે

આ ટાઈમ દરમ્યાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને અલગ અલગ ફિલ્ડના અનેક વ્યક્તિઓ, celebrities સાથે મળવાનું થશે, શરુ શરૂઆતમાં તમને અલગ અલગ જગ્યાએ જઈને અલગ અલગ વ્યક્તિઓને મળવા દરમ્યાન તમને celebrity હોવાનું feel થશે. અમુક્ ટાઈમે તમને સારું લાગશે, તો અમુક ટાઈમે કદાચ કંટાળશો પણ. તેના પછી ધીમે ધીમે તેનાથી ટેવાઈ જશો.

આ time period તમારા માટે સારો, ખુબ જ સારો અથવા થોડો ઘણો બોરિંગ પણ હોય શકે છે, પણ એક ફિલ્મ અને એકટરની કેરિયર માટે તે ખુબ જરૂરી છે, અને એક એક્ટર તરીકે તે તમારી એક responsibility પણ છે.

Press conference

ફિલ્મના માર્કેટિંગ માટે press conference યોજવામાં આવે છે, જેમાં press ને invite કરીને તેમને ફિલ્મ વિષે જરૂરી information આપવામાં આવે છે, જેથી તેઓ ફિલ્મ વિષે news paper માં news, article લખી શકે. જેના દ્વારા મીડિયાને આવનાર ફિલ્મ વિષે જાણકારી મળે. છેલ્લે press દ્વારા અહી જરૂરી ફોટો સેશન થાય છે.

Press conference માં એક્ટર્સને મોટાભાગે તેમના characters, ફિલ્મમાં કામ કરવાનો અનુભવ, ફિલ્મ વિશે અને ફિલ્મની અન્ય information વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે, અને એક્ટર્સ તેમનો યોગ્ય reply આપે છે.

Press conference માં એક્ટર્સે દરેક reply ખુબ ધ્યાન પૂર્વક સમજી વિચારી આપવા

Press conference માં એક્ટર્સે mind એકદમ cool રાખીને, દરેક પ્રશ્નના reply સમજી વિચારીને આપવા, ફિલ્મ વિષે ભૂલથી વધુ પડતું, કંઇક અલગ અથવા negative થઇ શકે તેવું બોલી ના જવાય, અથવા એવું કઈ ના બોલાય જાય કે જેથી તેમને છાપવા માટે કંઇક અલગ જ વિષય, ન્યુઝ અથવા મસાલો મળી શકે.

કારણ કે ઘણીવાર હકીકત ગમે તે હોઈ પણ ન્યુઝને અમુક રીતે તોડી મરોડી જોડીને કંઇક અલગ રીતે જ present કરવામાં આવે છે.

નવા એક્ટર્સને આ અનુભવ ના હોવાથી press conference પહેલા દરેક એક્ટર્સને શું બોલવું, કેવી રીતે speech આપવી તેના વિષે શીખવવામાં પણ આવે છે. ફિલ્મ વિષે કેવી અને ખાસ કરીને કેટલી માહિતી આપવી તેના માટે પણ તેમને ખાસ તૈયાર કરવામાં પણ આવે છે.

એક્ટર ઈન્ટરવ્યુ

ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર અને જરૂરી એક્ટર્સને લઈને પ્રેસ, મેગેઝીન, મીડિયા, TV channels, FM channels વગેરેને ઈન્ટરવ્યું આપવામાં આવે છે. જેમાં ડિરેક્ટર અને એક્ટર્સને પ્રશ્નો પૂછવામાં આવે છે, અને ડિરેક્ટર અને એક્ટર્સ દ્વારા તે પ્રશ્નોના યોગ્ય જવાબ આપવામાં આવે છે.

એક્ટર્સના ઈન્ટરવ્યું દ્વારા media માં તેની એક image બને છે

વિડિઓ ઈન્ટરવ્યું દરમ્યાન એક્ટર્સે ખાસ એકદમ polite behavior દ્વારા દરેક પ્રશ્નનો નમ્રતાથી sophisticated અને professional language માં reply આપવા. તેનાથી તમારી એક positive image બનશે.  

માટે ઈન્ટરવ્યું દરમ્યાન ખાસ ધ્યાન એ રાખવું કે કોઈપણ પ્રશ્નને પુરેપુરો સમજ્યા પછી જ તેનો reply આપવો, જેથી પાછળથી કોઈ misunderstanding અથવા issue ઉભા ના થાય.

ઈન્ટરવ્યું હંમેશા practical બનો

ઈન્ટરવ્યુમાં એક્ટર્સે practical બનવું ખાસ જરૂરી છે. એક્ટર તરીકે ફિલ્મમાં તમારો અનુભવ અને ફિલ્મ વિષે તમારા personal thoughts ગમે તે હોઈ શકે, પણ ઈન્ટરવ્યુંમાં તમારે તે જ બોલવાનું છે જે સાંભળવું સારું લાગે અને ફિલ્મ માટે પણ સારું સાબિત થાય.

દરેક પ્રશ્નોના smartly reply આપવા અને અમુક પ્રશ્નો smartly ignore કરવા

ઈન્ટરવ્યુ દરમ્યાન એક્ટરે દરેક પ્રશ્નોના smartly reply આપવા. તે સિવાય ઈન્ટરવ્યુમાં કોઈપણ પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે, તેમાંથી અમુક પ્રશ્નોનો જવાબ આપવા આસાન નહિ હોય, અથવા જેમના reply આપવા અઘરા પણ થઇ શકે છે. આવા પ્રશ્નોને smartly avoid કરવા અથવા જેના reply આપવા ફરજીયાત હોય તેના diplomatic reply આપવા.

Intelligent communication અને smartly reply આપવો એક આર્ટ છે, શું બોલવું? શું ના બોલવું? કેવું બોલવું? અને કેટલું બોલવું? તે એક્ટર્સની smartness ઉપર આધાર રાખે છે. એક્ટર તરીકે આ બધું પણ સારી રીતે શીખવું ખુબ જરૂરી છે.

05. Premiere show and film release

પ્રીમિયર શો અને ફિલ્મ રીલીઝ

Director Krishnadev Yagnik with actors at premier of Chhello Divas (2015)

ફિલ્મ રીલીઝ થવાના પહેલા ફિલ્મના ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર્સ, ટેકનિશિયન્સ, ગેસ્ટ, પત્રકાર, TV channels અને મીડિયાના અન્ય વ્યક્તિઓ વગેરે માટે ફિલ્મનો એક ખાસ શો રાખવામાં આવતો હોય છે. જેને પ્રીમિયર શો કહેવાય છે. આ પ્રીમિયર શો અને ફિલ્મ વિશે news paper માં છપાય છે.

ફિલ્મમાં બસ આ એક જ ટાઈમ એવો હોય છે જે ફક્ત enjoy કરવા માટેનો હોય છે

પ્રીમિયર શોમાં કશું ખાસ કરવાનું હોતું નથી, બસ ફિલ્મનો શો જોઈને, એક મીની ગેટ ટુ ગેધર પાર્ટી જેવા વાતાવરણને enjoy કરવાનું હોય છે. અન્ય લોકો દ્વારા ડિરેક્ટર, પ્રોડ્યુસરને congrats કરવામાં આવે છે અને ફિલ્મ હીટ જાય તે માટેની best wishes આપવામાં આવે છે. હકીકતમાં એક ફિલ્મમાં બસ આ એક જ ટાઈમ એવો હોય છે જે ખરેખર enjoy કરવા માટેનો હોય છે.

ફિલ્મ રીલીઝ

પ્રીમિયર શોના થોડાક જ દિવસ પછી ફિલ્મ રીલીઝ કરવામાં આવે છે. ફિલ્મ રીલીઝ થવાની સાથે જ અહી ફિલ્મમાંથી એક એક્ટર તરીકેનું કામ અને તેની દરેક official responsibilities હવે ખત્મ થાય છે.

આ ફિલ્મ એક પ્રકારે એક્ટર્સનું future પણ નક્કી કરતું હોય છે. જો ફિલ્મ હીટ થશે તો આગળ સારી તક મળી શકે છે, અને જો ફિલ્મ ફ્લોપ જશે તો એક્ટરની કેરિયર વિષેના અનેક પણ પ્રશ્નો ઉભા થઇ શકે છે.

એક ફિલ્મમાં એક્ટર તરીકે કામ કરવાનો અનુભવ

એક્ટર તરીકે એક ફિલ્મમાં તમને દરેક પ્રકારના અનુભવો મળશે, સારા, ખરાબ, confidence વધારનાર ઘટાડનાર, યાદ રાખવા જેવા અને ભૂલવા જેવા, અલગ અલગ પ્રકારના લોકોના અનુભવ, અને તે સિવાય ઘણી બધી ભૂલો પણ થશે, અને આ બધા જ અનુભવોમાંથી તમને ઘણું બધું નવું જાણવા અને શીખવા પણ મળશે.

આ અનુભવો તમને આગળ future માં ઘણા કામ લાગશે. આવા અલગ અલગ અનુભવોથી તમે એક્ટર તરીકે ધીમે ધીમે ઘડાશો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે તૈયાર થશો.

એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment