ફિલ્મ ડિરેક્ટર બનવા માટે અને ફિલ્મ ડિરેક્ટ કરવા માટે, ડિરેક્શનના મુખ્ય બે પ્રકારના knowledgeની જરૂર પડતી હોય છે, (1). Technical knowledge. (2). Creative knowledge.
જેમાંથી technical knowledge વિષે જાણવું અને સમજવું આસાન છે, અને તે ઓછા ટાઈમમાં પણ જલ્દી શીખી શકાય છે. ફિલ્મોનું technical knowledge ફિલ્મ Institutes દ્વારા, જાતે books વાંચીને અથવા અન્ય કોઈપણ વ્યક્તિના guidance દ્વારા પણ આસાનીથી મેળવી શકાય છે.
જયારે creative knowledge વિષે જાણવું, સમજવું આસાન સહેજ પણ નથી, સૌથી પહેલા તેને શીખવામાં, સમજવામાં જ ખુબ સારો એવો ટાઈમ પણ લાગી શકે છે. કારણ કે ફિલ્મોનું creative knowledge ફિલ્મો જોઇને, ફિલ્મોને study, research, analysis કરીને, ફિલ્મો વિષેની સમજ કેળવીને, અને ફિલ્મ બનાવવાના પોતાના અનુભવો દ્વારા જ મેળવી શકાય છે.
ડિરેક્ટરમાં ડિરેક્શન માટેનું ક્યા ક્યા પ્રકારનું technical અને creative knowledge હોવું જોઈએ?
જો તમારામાં ફિલ્મ ડિરેક્શનનું passion હોય, ઉપરાંત કંઇક શીખવા માટેની પ્રબળ ઈચ્છા, સાથે મહેનત કરવાની ધગશ અને પુરેપુરી તૈયારી હોય, તો તમારા માટે આ બંને knowledge મેળવવા તે અન્ય કરતા આસાન છે.
આ બ્લોગમાં જાણીએ કે એક ફિલ્મ ડિરેક્ટરમાં ક્યા ક્યા પ્રકારનું knowledge હોવું જોઈએ? ફિલ્મ ડિરેક્ટરમાં ડિરેક્શનનું ક્યા ક્યા પ્રકારનું technical અને creative knowledge હોવું જોઈએ?
ફિલ્મ ડિરેક્ટરમાં ડિરેક્શન માટેનું આ 6 પ્રકારનું technical અને creative knowledge હોવું જોઈએ
01. સ્ક્રીનપ્લે
Technical knowledge: (1) ફિલ્મ જેનર (Genres): જુદા જુદા પ્રકારની ફિલ્મો જેમ કે રોમાન્સ, થ્રિલર, કોમેડી, ડ્રામા વગેરેનું જ્ઞાન. (2) Storyline, plot, synopsis: ફિલ્મની મૂળ વાર્તા, તેનો ક્રમબદ્ધ વિકાસ અને ટૂંકો સારાંશ. (3) Character, characterization, character development: પાત્રો, તેમના વ્યક્તિત્વ અને સમય જતાં તેમનામાં આવતા ફેરફારોનું ઊંડું જ્ઞાન.
(4) Dialogues, voice over: ફિલ્મના અલગ અલગ પ્રકારના સંવાદો અને પૃષ્ઠભૂમિમાં બોલાતા અવાજની સમજ. (5) Scene, sequence. (6) Screenplay development: પટકથાને વિકસિત કરવાની પ્રક્રિયા. (7) Script study & analysis: સંપૂર્ણ સ્ક્રિપ્ટનો અભ્યાસ અને તેનું બારીકાઇથી વિશ્લેષણ.
Creative knowledge: (1) ફિલ્મ સ્ટોરીને cinematic structure ના formatમાં કેવી રીતે લખવી? (2) ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી? એક professional સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી? (3) એક strong character અને તેનું characterization કેવી રીતે બનાવવું?
(4) ફિલ્મ સ્ક્રિપ્ટના dialogues કેવા અને ક્યા પ્રકારના હોવા જોઈએ? (5) સ્ક્રિપ્ટ લખતી વખતે તેમાં ક્યા creative points add કરવા? ફિલ્મનો સ્ક્રીનપ્લે કેવી રીતે લખવો? એક professional સ્ક્રીનપ્લે ક્યા formatમાં લખવો?
02. ડિરેક્શન
Technical knowledge: (1) શોટ ડિવીઝન: અલગ અલગ સીન્સને જુદા જુદા શોટમાં વિભાજિત કરવા. (2) સીન બ્લોકીંગ: પાત્રોની ગોઠવણી અને ગતિવિધિનું નિર્ધારણ. (3) ક્લેપીંગ. (4) સીન કન્ટિન્યુટી: ચાલુ સીનની ટેકનિકલ બાબતો.
Creative knowledge: (1) એક સ્ટોરીને ફિલ્મમાં અલગ અલગ રીતે present કેવી રીતે કરી શકાય? (2) ફિલ્મની ડિરેક્શન treatment કેવી રીતે? અને ક્યા creative elements દ્વારા આપી શકાય? (3) ઓડીયન્સને આકર્ષે તેવો ફિલ્મનો મજબુત ઓપનીંગ સીન કેવી રીતે બનાવવો?
(4) સ્ટોરીની કોઇપણ ઘટનાને ફિલ્મ સીનમાં કેવી રીતે present કરી શકાય? એક ફિલ્મમાં ક્યા ક્યા સીન્સ હોવા જોઈએ? (5) એક સીનને અલગ અલગ cinematic techniques થી ડિરેક્ટ કેવી રીતે કરી શકાય? (6) કોઈપણ સીનને ડિરેક્શનના ક્યા 5 technical elements દ્વારા ડિરેક્ટ કરવો?
(7) Audience ને ફિલ્મ સાથે કેવી રીતે connect કરવી? Audience ની feelings અને emotions ને ફિલ્મના સાથે attach કેવી રીતે કરવા? (8) ફિલ્મની quality અને standard level કેવી રીતે વધારવું? (9) ફિલ્મને critics claimed કેવી રીતે બનાવવી? (10) એક્ટર્સ અને ટેકનિશિયન્સનું best perform કેવી રીતે કઢાવવું?
03. એક્ટિંગ
Technical knowledge: (1) કલાકારોની પસંદગી માટેની પ્રક્રિયા: ઓડીશન, સ્ક્રિન ટેસ્ટ. (2) સંવાદો બોલવાની રીત અને અવાજ પરનું નિયંત્રણ: Dialogues delivery, voice speech. (3) ભાવ, પ્રતિક્રિયાઓ અને શારીરિક હલનચલન: Expressions, reactions, body language. (4) વિવિધ પ્રકારની એક્ટિંગ શૈલીઓ: ડ્રામા એક્ટિંગ, ફિલ્મ એક્ટિંગ, Mono એક્ટિંગ, Method એક્ટિંગ. (5) એક્ટર રીડિંગ: કલાકારની વાચન શક્તિ અને સમજણનું પરીક્ષણ.
Creative knowledge: (1) એક્ટર્સ selection કેવી રીતે અને ક્યા base ઉપર કરવું? (2) એક્ટર્સને ફિલ્મના character પ્રમાણે prepare કેવી રીતે કરવા? (3) એક્ટર્સને શૂટ પહેલા કેવી રીતે prepare કરવા? (4) એક્ટર્સ પાસેથી તેમની બેસ્ટ એક્ટિંગ કેવી રીતે કઢાવવી? (5) એક્ટર વર્કશોપ: શૂટિંગ પહેલા કલાકારો સાથે વર્કશોપનું આયોજન કરવું, જેથી તેઓ તેમના પાત્રને વધુ સારી રીતે સમજી શકે. (6) પાત્રની સાયકોલોજી: પાત્રની માનસિકતા અને મનોવિજ્ઞાનને સમજવા અને કલાકારને તે પ્રમાણે માર્ગદર્શન આપવું.
04. સિનેમેટોગ્રાફી
Technical knowledge: (1) કેમેરાના ટેકનિકલ પાસાં: Exposure, Aperture, Shutter speed, I.S.O. (2) ફોકસના વિવિધ પ્રકારો: ડીપ ફોકસ, સોફ્ટ ફોકસ, શેલો ફોકસ, ટિલ્ટ શિફ્ટ ફોકસ શોટ, રેક ફોકસ, પુલ ફોકસ, સ્પ્લિટ ડાયોપ્ટર. (3) ઇમેજની ગુણવત્તા સાથે જોડાયેલા ટેકનિકલ પાસાં: ડેપ્થ ઓફ ફિલ્ડ, ડાયનામિક રેંજ, ફ્રેમ રેટ. (4) સીનને શૂટ કરવાની ટેકનિક: ફ્રેમીંગ અને કમ્પોઝીશન, કેમેરા એન્ગલ, કેમેરા મુવમેન્ટ. (5) કેમેરા લેન્સીસ અને તેના પ્રકારો.
Creative knowledge: (1) કોઈપણ સીનનું બેસ્ટ shot division કેવી રીતે કરવું? (2) સીનનું ફ્રેમીંગ અને કમ્પોઝીશન કેવી રીતે કરવું? (3) કોઈપણ સીનને ક્યા કેમેરા શોટ્સ, ક્યા કેમેરા એન્ગલ અને કઈ કેમેરા મુવમેન્ટ દ્વારા શૂટ કરવો?
(4) વિઝ્યુઅલ થીમ અને સિમ્બોલિઝમ: દ્રશ્યોમાં પ્રતીકો (symbols) અને વિશિષ્ટ રંગોનો ઉપયોગ કરીને લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવા. (5) વિઝ્યુઅલ સ્ટોરીટેલિંગ: કેમેરાનો ઉપયોગ કરીને વાર્તા કહેવી. (6) શોટ ડિવિઝન અને લેન્સની પસંદગી: દ્રશ્યની લાગણી અને વાતાવરણને અનુરૂપ શોટ અને લેન્સનો ઉપયોગ કરવો.
05. લાઈટીંગ
Technical knowledge: (1) Lighting equipments: જુદા જુદા પ્રકારના લાઇટિંગ સાધનો અને તેમનો ઉપયોગ (2) ફિલ્મ લાઈટીંગના અલગ અલગ પ્રકારો. (3) ફિલ્મ લાઈટીંગ ટેકનીક્સ: દ્રશ્યમાં પ્રકાશ અને પડછાયાનો ઉપયોગ કેવી રીતે કરવો.
Creative knowledge: (1) Three way lighting structure. (2) Cinematic લાઈટીંગ ટેકનીક્સ. (3) લાઈટીંગ દ્વારા કોઈપણ સીન્સને અલગ effect કેવી રીતે આપી શકાય?? (4) લાઈટીંગ દ્વારા mood, atmosphere કેવી રીતે બનાવી શકાય? (5) લાઈટીંગનો creative use કેવી રીતે કરવો?
(6) સિનેમેટિક લાઇટિંગની થીમ: ફિલ્મની શૈલી (genre) અને મૂડ પ્રમાણે લાઇટિંગની થીમ નક્કી કરવી. ઉદાહરણ તરીકે, હોરર ફિલ્મમાં ડાર્ક લાઇટિંગ અને રોમેન્ટિક ફિલ્મમાં સોફ્ટ લાઇટિંગ. (7) મૂડ અને એટમોસ્ફીયર: લાઇટિંગ દ્વારા દ્રશ્યમાં ખુશી, ઉદાસી, રહસ્ય કે ડરનો મૂડ ઊભો કરવો. (8) સિનેમેટિક લાઈટિંગ: વાર્તાને વધુ અસરકારક બનાવવા માટે લાઇટિંગનો કલાત્મક ઉપયોગ.
06. ફિલ્મ એડીટીંગ
Technical knowledge: (1) ફિલ્મ સીન્સને કાપવા અને તેમને જોડવાની ટેકનિક: વિડીઓ એડીટીંગ, Cuts and transitions techniques. (2) ડબિંગ ફિલ્મના અવાજને સુધારવો અને તેને યોગ્ય રીતે ગોઠવવો. (3) સાઉન્ડ એડીટીંગ અને સાઉન્ડ મિક્સિંગ. (4) કલર કરેકશન. (5) કલર ગ્રેડિંગ. (6) Cinematic કલર પેટર્ન. (7) VFX, વિઝ્યુલ ઈફેક્ટસ, સ્પેશિયલ ઈફેક્ટસ. (8) એડિટિંગ સોફ્ટવેરનું જ્ઞાન: પ્રચલિત એડિટિંગ સોફ્ટવેર જેમ કે એડોબ પ્રીમિયર પ્રો, ફાઈનલ કટ પ્રો, ડાવિન્ચી રિઝોલ્વ વગેરેની બેઝિક સમજ.
Creative knowledge: (1) કોઈપણ બે સીન્સને કઈ cuts and transitions techniques દ્વારા જોડવા? (2) ફિલ્મને cinematic look કેવી રીતે આપવો? (3) Cinematic Look: કલર ગ્રેડિંગ દ્વારા ફિલ્મને ખાસ પ્રકારનો દેખાવ આપવો. (3) ફિલ્મમાં અલગ અલગ કલર્સ અને તેના ટોનનો use કેવી રીતે કરવા? (4) અલગ અલગ સીન્સ, situations પ્રમાણે કલર ટોન કેવી રીતે use કરવો? ફિલ્મના ક્યા સીન્સ દ્વારા ફિલ્મનું trailer બનાવવું?
(5) સાઉન્ડ ડિઝાઇન: સંગીત ઉપરાંત, વાતાવરણના અવાજો અને સાઉન્ડ ઇફેક્ટ્સનો ઉપયોગ કરીને વાર્તાને વધુ જીવંત બનાવવી. (6) પ્રેક્ષકોનો પ્રતિભાવ: એડિટિંગ દરમિયાન પ્રેક્ષકોના સંભવિત પ્રતિભાવને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવા. (7) ફિલ્મની ગતિ (Pacing): એડિટિંગ દ્વારા ફિલ્મની ગતિને ઝડપી કે ધીમી કરવી.
Conclusion
એક ફિલ્મ બનાવતા પહેલા પ્રોફેશનલ ડિરેક્ટર પાસે આટલા પ્રકારનું knowledge હોવુ જ જોઈએ, તેના વગર સફળ ફિલ્મ બનાવવી શક્ય જ નથી.
એક strong, high standard, અને quality ડિરેક્શન ધરાવતી ફિલ્મ બનાવવા માટે, ડિરેક્ટરમાં આ બંને પ્રકારના technical knowledge અને creative knowledge ચોક્કસ હોવા જ જોઈએ.
ઉપરાંત એક success, talented, qualified, knowledgeable અને professional ડિરેક્ટર બનવા માટે આ બંને પ્રકારના knowledge વિષે સતત જાણતા અને શીખતા રહો, અને પોતાના ડિરેક્શન નોલેજને સતત વધારતા રહીને, ડિરેક્ટર તરીકે પોતાને update કરતા રહો.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.
