Latest Posts:

Our Journey of Making this Website

નાનપણથી ફિલ્મો જોવાનો ખુબ જ શોખ હોવાથી ફિલ્મોને ખુબ ધ્યાનથી જોતો, અને ફિલ્મોના અનેક પોઈન્ટ્સને ખુબ ધ્યાન પૂર્વક notice પણ કરતો હતો, મોટા થઈને સમજ આવી કે હકીકતમાં તે ફિલ્મ ડિરેક્શનનું passion છે.

2008 to 2014

લાઈફના આ ટાઈમ પીરીયડ દરમ્યાન ફક્ત એક જ vision હતું, પોતાની કેરિયર, પ્રોફેશનમાં ખુબ મહેનત કરવી, અને તેમાંથી refreshment મેળવવા ફિલ્મો જોવી.

જેથી 2008થી લઈને 2015 સુધીમાં લગભગ 2000થી પણ વધારે જૂની નવી ફિલ્મો જોઈ, અને સાથે સાથે ફિલ્મોનું ખુબ મોટું collection પણ બનાવ્યું, અને આ બંને શોખ આજે પણ છે.

અલગ અલગ જોનરની ફિલ્મો જોવાના કારણે, ધીમે ધીમે ફિલ્મો વિશેની એક સમજ પેદા થવા લાગી. ફિલ્મો પ્રત્યેનું passion નાનપણથી જ હતું, જે હવે ધીમે ધીમે વધવા લાગ્યું, એક stage ઉપર આવીને લાગ્યું કે એક ફિલ્મમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરીને ફિલ્મ ડિરેક્શન શીખવું જોઈએ.

2015 – Got enter in Gujarati film industry

ફિલ્મમેકિંગ અને ડિરેક્શનનો practical experience મેળવવા માટે Chhello Divas (2015) ફિલ્મમાં કૃષ્ણદેવ યાગ્નિકને આસિસ્ટ કરવાનું આ એક જ vision હતું.

જયારે કોઈપણ વિષયનું ગાંડપણની હદે passion હોય, ત્યારે mind તે વિષય વિષે કંઇકને કંઇક જાણવાનો સતત પ્રયત્ન કર્યા કરે છે, અને જેઓ ખરેખર knowledge ભૂખ્યા હોય છે, તેઓ કોઈની help વગર પણ જાતે પણ તે વિષયને પૂરેપૂરું જાણીને શીખીને, તેના ઉપર માસ્ટરી પણ મેળવી શકતા હોય છે.

બસ આજ રીતે જાતે ડિરેક્શન શીખવાનાં પ્રયત્નો કર્યા, જે અત્યારે પણ ચાલુ છે. આ અનુભવ વિશેનો એક બ્લોગ લખ્યો છે ‘ફિલ્મો જોઇને ડિરેક્શન કેવી રીતે શીખી શકાય? ફિલ્મો દ્વારા ડિરેક્શનનું creative knowledge કેવી રીતે મેળવી અને વધારી શકાય?

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં career બનવા ઇચ્છતા વ્યક્તિઓને કોઈપણ પ્રકારનું knowledge નથી

2015માં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં career બનાવવા માંગતા મોટાભાગના વ્યક્તિઓમાં 2 points ખાસ notice કર્યા.

જેમકે… (1). જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માંગે છે, તેઓને તે અંગેની કોઈપણ જાણકારી નથી. ડિરેક્ટર, એક્ટર, સ્ક્રીનપ્લે રાઈટર, સિનેમેટોગ્રાફર, એડિટર કેવી રીતે બની શકાય? તેના માટે શરૂઆત ક્યાંથી કરવી? તેની કોઈ માહિતી તેમની પાસે નથી.

(2). કેરિયર બનાવવા માટેની સાચી માહિતી ન હોવાના કારણે, તેઓ ખોટા રસ્તે, અને ખોટી રીતે પ્રયત્નો કરે છે, તેથી તેઓ સફળ થઇ શકતા નથી.

For example

જેઓને ડિરેક્શનમાં interest છે, તેઓ ડિરેક્શન શીખવા, અથવા કોઈ professional ડિરેક્ટરને આસિસ્ટ કરવાની જગ્યાએ ફક્ત પ્રોડ્યુસર, ફાઈનાન્સર શોધે છે. તેઓ માને છે, કે જો પ્રોડ્યુસર મળી શકશે, તો તેઓ ડિરેક્ટર બની શકશે, જેથી તેઓનું complete focus ફક્ત પ્રોડ્યુસર, ફાઈનાન્સર શોધવા ઉપર જ હોય છે, ડિરેક્શન શીખવા ઉપર બિલકુલ નહી.

તે સિવાય, જેઓને એક્ટર બનવું છે, તેઓ એક્ટિંગ શીખવા, અથવા એક્ટર કેવી રીતે બની શકાય? તેની process જાણવાના બદલે ફક્ત તે જાણવાનો પ્રયત્ન કરે છે, કે ઓડીશન ક્યાં છે? આમ એક્ટર બનવા માટે તેઓ ફક્ત ઓડીશન વિષે જ વિચારે છે. તેઓ સમજે છે, કે જો ઓડીશનમાં પાસ થઇ ગયા તો ફિલ્મમાં કામ મળશે.

ચોક્કસપણે ફિલ્મ બનાવવા માટે પ્રોડ્યુસર, ફાઈનાન્સર, અને એક્ટર બનવા માટે ઓડીશન જરૂરી છે. પણ આ બંને stage તો પછીના છે, તેની પહેલા સૌથી પહેલાના stages clear કરવા ખુબ જરૂરી છે, એટલે કે ડિરેક્શન શીખવું, એક્ટિંગ શીખવી વગેરે, તેના વગર પ્રોડ્યુસર, ફાઈનાન્સરને convince કરવા, અને ઓડીશનમાં પાસ થવું ખુબ જ અઘરું, અથવા અશક્ય પણ છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં career બનાવનાર માટે એક free platform હોવું જોઈએ

આ સમયે એવો વિચાર આવ્યો કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં career બનાવવા માટે એક free platform હોવું જોઈએ, જેનો કોઈપણ વ્યક્તિ free ઉપયોગ કરી શકે.

કોઈપણ ફિલ્ડમાં career બનાવવા, તેના વિષે study કરવા, તે ફિલ્ડમાં entry મેળવવા, તેમાં સૌ પ્રથમ કામ મેળવવા, ત્યારબાદ regular કામ મેળવવા, ત્યારબાદ તેમાં set થવા, અને છેલ્લે તેમાં successful બનવા માટે સતત guidanceની જરૂર પડતી હોય છે.

આ knowledge અને guidance મળી શકે, તે માટે ગુજરાતીમાં એક website હોવી જોઈએ, જ્યાંથી basicથી લઈને advance level સુધીની દરેક પ્રકારની જરૂરી information મળી શકે.

2016 – ફિલ્મ ડિરેક્શન subject ઉપર આર્ટીકલ લખવાનું શરુ કર્યું

ફિલ્મનો most important અને responsible person એટલે ડિરેક્ટર, જો ડિરેક્ટર strong હશે તો ફિલ્મ પણ સારી બનશે, તેથી સૌથી પહેલા ડિરેક્શન ઉપર આર્ટીકલ લખવામાં વધુ focus કર્યું.

જેમકે… (1). ફિલ્મ ડિરેક્ટર કેવી રીતે બની શકાય? (2). ડિરેક્ટર બનવા માટે ક્યા પ્રકારનું knowledge હોવું જોઈએ? (3). ફિલ્મો જોઇને ડિરેક્શન કેવી રીતે શીખી શકાય? વગેરે વગેરે.

એક્ટિંગ અને અન્ય subject ઉપર આર્ટીકલ લખવાનું શરુ કર્યું

Chhello Divas (2015) ફિલ્મ પછી લગભગ દરેક કોલેજીયન્સને અચાનક એક્ટિંગમાં interest પડવા લાગ્યો હતો, જેથી ડિરેક્શન બાદ એક્ટિંગ વિષે લખવાનું શરુ કર્યું, જેમકે… (1). એક્ટર કેવી રીતે બની શકાય? (2). ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter કેવી રીતે થઇ શકાય? (3). ઓડીશન કેવી રીતે આપવું? વગેરે વગેરે.

ત્યારબાદ ફિલ્મમેકિંગના બાકીના અલગ અલગ વિષયો ઉપર આર્ટીકલ લખવાનું શરુ કર્યું, જેમકે સ્ક્રિપ્ટ રાઈટીંગ, સિનેમેટોગ્રાફી, ફિલ્મ એડીટીંગ, ફિલ્મમેકિંગ વગેરે.

2020 – gujaratifilmmaking.com વેબસાઈટ શરુ કરી

2016થી લઇને 2019 સુધી આ રીતે આર્ટીકલ્સ લખ્યા બાદ 2020માં www.gujaratifilmmaking.com વેબસાઈટ શરુ કરી, અને અત્યાર સુધી લખેલા આર્ટીકલ્સને બ્લોગ દ્વારા આ website ઉપર post કરવાનું શરુ કર્યું. સાથે સાથે એ પણ ખુબ સારી રીતે જાણતો હતો, કે આ વેબસાઈટનો સાચો use ખુબ જ ઓછા વ્યક્તિઓ કરશે.

આ website દરેક વ્યક્તિ માટે નથી

આજના સમયમાં વાંચીને information મેળવવી તે ખુબ જ ઓછા વ્યક્તિઓ પસંદ કરે છે. કારણ કે આજે મોટાભાગના વ્યક્તિઓને ready-made અને instant result જોઈએ છે, પણ તે result મેળવવા પાછળની મહેનત કરવામાં મોટાભાગના વ્યક્તિઓને interest નથી હોતો. ફિલ્મોમાં career ઘણા બનાવવા માંગે છે, પણ તેના પાછળની મહેનત ખુબ જ ઓછા વ્યક્તિઓ કરી શકે છે.

જેથી આ બ્લોગ તે વ્યક્તિઓ માટે છે, જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં career બનાવવા માટે, સૌથી પહેલા કંઇક શીખવા, જાણવા માંગે છે, જેઓને એક genuine guidanceની જરૂર છે, અને એટલા માટે જ આ બ્લોગની tagline છે, “A study blog about Film direction, Filmmaking and Acting, for Passionate and Intellectual Minds

ફક્ત passionate વ્યક્તિને જ આ વેબસાઈટ helpful થઇ શકે છે

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેઓ અત્યારે સફળ છે, જેઓનું ખુબ મોટું નામ છે, તેઓનો nature, mindset અને thoughts પહેલેથી જ અન્ય કરતા એકદમ અલગ જ હોય છે, જેઓ સારી રીતે જાણે છે કે ‘સફળતા મેળવવી તે 100% આપણા હાથમાં નથી, પણ સફળતા મેળવવા માટે મહેનત કરવી, તે ચોક્કસ આપણા હાથમાં જ છે.‘ આખરે આવા વ્યક્તિઓ જ વધુ સફળ થાય છે

આમ આ website ફક્ત તેમના માટે છે, જેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેરિયર બનાવવા માટે મહેનત કરવા માંગે છે, પોતાને update અને improve કરવા માંગે છે, તેમને આ પ્લેટફોર્મ ખરેખર helpful થઇ શકે છે.