Latest Posts:

ફિલ્મનો પહેલો સીન જેને ઓપનીંગ સીન કહેવામાં આવે છે, જેના દ્વારા ફિલ્મ શરુ થાય છે, આ ઓપનીંગ સીન કેવો હોવો જોઈએ? ઓપનીંગ સીનને કેવી રીતે? અને સ્ટોરીની કઈ કઈ situations દ્વારા બનાવી શકાય? તે વિચાર હકીકતમાં ખુબ મહેનત માંગી લે તેવો છે.

કારણ કે ઓપનીંગ માટે ફિલ્મ ડિરેક્શનમાં કોઈ ચોક્કસ rules regulations નથી. ઉપરાંત ઓપનીંગ સીન કેવો હોવો જોઈએ? અને કેવી રીતે બનાવવો જોઈએ? તેના માટે એક ફિલ્મમાં અનેક options હોય છે.

મોટાભાગે તે ડિરેક્ટરની choice ઉપર depend કરે છે, કે ડિરેક્ટર પોતાના vision પ્રમાણે ફિલ્મની કઈ situation ને ઓપનીંગ સીન તરીકે બતાવવા માંગે છે, આ સીનને કેવી રીતે દર્શાવવા માંગે છે.

ફિલ્મનો ઓપનીંગ સીન ડિરેક્શનના vision થી ખુબ important ધરાવે છે

ફિલ્મ ડિરેક્શનમાં ફિલ્મનો ઓપનીંગ સીન ખુબ importance ધરાવતો હોય છે, કારણ કે તે સીન ફિલ્મનો mirror છે, જે ફિલ્મને reflect કરે છે. જે સ્ટોરીને અથવા ફિલ્મના subject ને એક પ્રકારે represent કરતો હોય છે, માટે આ સીન બનાવવા પાછળ ચોક્કસ strong reasons હોય છે.

સામાન્ય audience ને આ ઓપનીંગ સીનમાં બહુ interest નહી પડે, અને તેનું મહત્વ પણ નહિ સમજાય. પણ ડિરેક્શન અને ક્રિટીક્સની દ્રષ્ટીએ દરેક ફિલ્મોના ઓપનીંગ સીન ખુબ જ મહત્વનો વિષય છે, આ ઓપનીંગ સીનને એક ડિરેક્ટર અથવા ક્રિટીક્સ જ વધુ સારી રીતે સમજી શકે છે.

ફિલ્મનો strong ઓપનીંગ સીન કેવી રીતે બનાવવો? ફિલ્મનો ઓપનીંગ સીન કેવો હોવો જોઈએ?

ફિલ્મના ઓપનીંગ સીન માટેનો કોઈ ચોક્કસ નિયમો નથી, પણ first impression is the last impression (અમુક અપવાદને બાદ કરતા) ના નિયમ પ્રમાણે આ સીન એટલો strong હોવો જોઈએ જેથી audience ને ફિલ્મ જોવામાં interest પેદા થાય.

આ blog માં સમજીએ કે ઓપનીંગ સીન કેવો હોવો જોઈએ? ફિલ્મની શરૂઆત ક્યા ક્યા સીનથી કરી શકાય? એક strong ઓપનીંગ સીન કેવી રીતે અને કઈ કઈ situations દ્વારા બનાવી શકાય? ઓપનીંગ સીન બનાવવા માટેના ક્યા ક્યા અલગ અલગ options હોય છે?

15 Techniques – જેના દ્વારા ફિલ્મનો ઓપનીંગ સીન બનાવી શકાય છે

01. Story overview based ઓપનીંગ સીન

ફિલ્મના ઓપનીંગ સીનમાં સ્ટોરીનો overview દર્શાવવો, ફિલ્મ સ્ટોરીનો subject, theme શું છે તે clear કરતો સીન, ફિલ્મ સ્ટોરીને represent કરતો સીન.

આ પ્રકારના ઓપનીંગ સીન ફિલ્મમાં એટલા માટે પસંદ કરવામાં આવે છે જેથી આ એક સીન દ્વારા જ audience ના mind માં ફિલ્મનો subject, સ્ટોરી આસાનીથી clear થઇ શકે.

Jaws (1975)

એમિટી આઇલેન્ડના બીચ ટાઉનમાં ક્રિસી વોટકિન્સ દરિયામાં તરવા જાય છે ત્યારે પાણીમાં તેના ઉપર કોઈ પ્રાણી દ્વારા હુમલો થાય છે, હુમલો કોણ કરે છે તે રહસ્ય છે. ફિલ્મના 3:52 મિનીટના આ ઓપનીંગ સીન દ્વારા ફિલ્મ સ્ટોરીનો overview clear થાય છે કે કોઈ દરિયાઈ જીવ ફિલ્મનો મુખ્ય subject છે.

Rocky (1976)

ફિલ્મનો 3 મિનીટ લાંબો બોક્સિંગ મેચનો ઓપનીંગ સીન. જેમાં સિલ્વેસ્ટર સ્ટેલોન બોક્સિંગ રીંગમાં મેચ રમે છે અને જીતે છે. ફિલ્મના આ ઓપનીંગ સીન દ્વારા clear થાય છે કે ફિલ્મનો main subject sport, boxing છે.

02. Genres based ઓપનીંગ સીન

Genre related કોઈપણ ઘટના દ્વારા ફિલ્મ શરુ થવી, જેમકે comedy genre ની ફિલ્મનો કોઈ એવા સીન જેના દ્વારા comedy ઘટના ઘટતી હોય. Drama genre માં અમુક characters વચ્ચેનો લાંબા dialogues ધરાવતો સીન. Suspense genre ની ફિલ્મોના પહેલા સીન દ્વારા જ audience ના mind માં કોઈપણ પ્રકારની જીજ્ઞાસા જાગે તે પ્રકારનો સીન, વગેરે.

Scream (1996)

ડ્રુ બેરીમોર ઘરે એકલી હોય છે અને અજાણ્યો ફોન આવે છે, જેને તે ignore કરે છે, પણ ફોન બીજી વાર આવતા તેની સાથે હોરર ફિલ્મો વિષે ડિસ્કસ શરુ કરે છે, આગળ જતા ફોન કરનાર વ્યક્તિ તેના ઘરમાં ઘૂસીને તેનું ખુન કરે છે. ફિલ્મના 12:25 મીનીટ લાંબા ઓપનીંગ સીન દ્વારા ખ્યાલ આવે છે કે ફિલ્મ mystery genre ની છે.

The Ring (2002)

ફિલ્મની શરૂઆતમાં બે ફ્રેન્ડસ એક શ્રાપિત વીડિઓ ટેપ વિષે discuss કરે છે, જેને જોયા પછી એક ફોન આવે છે, સામેથી સાત દિવસ કહે છે, અને સાત દિવસ પછી તે ટેપ જોનાર વ્યક્તિનું મોત થઇ જાય છે. 7:03 મીનીટના આ ઓપનીંગ સીન દ્વારા clear થાય છે કે ફિલ્મ horror genre ની છે.

Alien (1979)

સ્પેસમાં ટ્રાવેલ કરતી spaceship ની અંદર hypersleep chamber માં સુતેલા 7 astronomers અચાનક કોમ્પ્યુટર ઓન થઇ થઇ જવાથી hypersleep માંથી જાગી જાય છે. આ એક લાંબા ઓપનીંગ સીન દ્વારા ખ્યાલ છે કે ફિલ્મ science fiction છે, ઓપનીંગ સીનના 6:45 મિનીટ કોઈ dialogues નથી.

03. Character introduction based ઓપનીંગ સીન

ફિલ્મમાં કોઈ મહત્વના character નું characterization દર્શાવતો ઓપનીંગ સીન. જેના દ્વારા audience તે character નું characterization આસાનીથી સમજી શકે. આ સીન પણ સ્ટોરી related અથવા સ્ટોરીને આગળ વધારતો હોય તે જરૂરી નથી, આ સીન દ્વારા ફક્ત તેનું characterization clear થવું જોઈએ.

Hot Fuzz (2007)

પોલીસ સાઈમન પેગનું એજ્યુકેશન, તેની ટ્રેઈનીંગ, ફિલ્ડ એક્સરસાઈઝ, તેની skill, તેના achievements, awards, તેના record, વગેરેની એકદમ detailing information દ્વારા તેનું એક ખુબ જ strong, qualified અને dedicated પોલીસ અધિકારી તરીકેનું character introduce થાય છે.

Hitch (2005)

વિલ સ્મીથ એક love guru તરીકે અલગ અલગ couple ને તેમના love interest સાથે મળાવવાનું કામ કરે છે. ફિલ્મના 6:03 મિનીટના આ ઓપનીંગ સીન દ્વારા વિલ સ્મીથનું એક honest અને trustable love guru તરીકેનું character introduce થાય છે.

50 First Dates (2004)

અલગ અલગ characters એડમ સેન્ડલર સાથેના પોતાના romantic relation ના experience share કરે છે, જેના દ્વારા ફિલ્મના લીડ એક્ટર એડમ સેન્ડલરનું romantic characterization introduce થાય છે.

04. Beginning of story

ફિલ્મના ઓપનીંગ સીન દ્વારા જ ફિલ્મની સ્ટોરી શરુ થઇ રહી હોય. ફિલ્મ જ્યાંથી શરુ થાય ત્યાર પહેલાના ટાઈમની કોઈપણ ઘટનાને, ફિલ્મ શરુ થયા બાદની કોઈપણ ઘટના સાથે કોઈ connection નથી, તે પ્રકારે ફિલ્મની શરૂઆત થવી. ફિલ્મ શરુ કરવા માટેની આ એકદમ simple અને સરળ રીત છે.

E.T. the Extra-Terrestrial (1982)

એલીયનનું એક spaceship કેલીફોર્નીયાના જંગલમાં લેન્ડ થાય છે, જેને જોઇને ત્યાં પોલીસ આવી જાય છે, અને બધા એલીયન્સ spaceship માં પાછા ફરે છે, પણ એક એલીયન ભૂલથી ત્યાંજ રહી જાય છે. ફિલ્મના 6:38 મિનીટના ઓપનીંગ સીનની આ ઘટના દ્વારા ફિલ્મની સ્ટોરી શરુ થાય છે.

A Few Good Men (1992)

ફિલ્મની શરૂઆતમાં બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ક્યુબામાં ગુઆન્ટાનામો બે નેવલ બેઝ પર સાથી મરીન વિલિયમ સેન્ટિયાગોની હત્યા કરવામાં આવે છે. 1:32 મિનીટના આ ઓપનીંગ સીનની આ ઘટના ફિલ્મ સ્ટોરીનો મુખ્ય આધાર છે.

05. Pre-event based ઓપનીંગ સીન

મુખ્ય સ્ટોરીની pre-event related ઓપનીંગ સીન. ફિલ્મની સ્ટોરી શરુ થાય તે પહેલા અમુક મહત્વની ઘટનાઓ બનેલી હોય છે, જે ઘટનાઓ હાલની સ્ટોરી સાથે એકદમ સીધું connection ધરાવે છે, અને આ ઘટનાઓ અત્યારની સ્ટોરીને ખુબ અસર કરતી હોય છે.

The Lord of the Rings: The Fellowship of the Ring (2001)

ફિલ્મની શરૂઆતમાં middle-earth ના second age દરમ્યાન ડાર્ક લોર્ડ સૌરોન એક powerful રીંગ બનાવે છે, ત્યારબાદ આ રીંગના ઈતિહાસનો વર્ણન કરતો 7 મિનીટ લાંબો ઓપનીંગ સિક્વન્સ. 3000 વર્ષ પછી present time માં બિલ્બો બેગિન્સ નામના હોબિટને તે રીંગ મળે છે અને અહીંથી ફિલ્મની સ્ટોરી શરુ થાય છે.

06. Main event based ઓપનીંગ સીન

ફિલ્મની સૌથી મહત્વની ઘટના બનવા જઈ રહી હોય, અથવા એવી ઘટના જેના કારણે પછીથી ફિલ્મની સ્ટોરી બને છે, આ મહત્વની ઘટના દ્વારા શરુ થતો ઓપનીંગ સીન.

Vertigo (1958)

ડિટેક્ટીવ જેમ્સ સ્ટુઅર્ટ અને તેના પોલીસ પાર્ટનર દ્વારા એક વ્યક્તિનો પીછા કરતી વખતે, જેમ્સને બચાવવા જતા તેના પાર્ટનરનું છત ઉપરથી પડી જવાના કારણે મૃત્યુ થાય છે, આ ઘટનાની ખુબ ઊંડી અસર જેમ્સ ઉપર પડે છે, અને તેના મનમાં ઊંચાઈનો (acrophobia) એક ડર બેસી જાય છે.

The Sixth Sense (1999)

બાળકોના સાયકોલોજીસ્ટ માલ્કમ ક્રોના (બ્રુસ વિલિસ) ઘરમાં ઘૂસીને તેના એક પેશન્ટ વિન્સેન્ટ ગ્રે પોતાની નિષ્ફળતાનું કારણ માલ્કમ ક્રો હોવાનો આરોપ મુકીને તેના ઉપર ગોળી ચલાવીને તેની હત્યા કરે છે, જેના કારણે માલ્કમ ક્રો ઘોસ્ટ બને છે.

Batman the Dark Knight (2008)

જોકરના માસ્ક પહેરેલા કેટલાક વ્યક્તિઓ ગોથમ સિટીમાં માફિયાની માલિકીની બેંક લૂંટે છે, સાથે સાથે પોતાના જ અન્ય સાથીઓની હત્યા કરે છે, કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે જેટલા વ્યક્તિઓ ઓછા હશે હિસ્સો એટલોજ વધુ મળશે. તે બધા માંથી છેલ્લે બચી ગયેલો જોકર પોતાને માસ્ટરમાઇન્ડ તરીકે જાહેર કરે છે અને લૂટના બધી રકમ લઈને નાસી જાય છે.

07. Mid event based ઓપનીંગ સીન

ફિલ્મની કોઈપણ વચ્ચેની એક ઘટના દ્વારા શરુ થતો ઓપનીંગ સીન. ત્યારબાદ તે સ્ટોરીનું background અને ત્યારબાદ ફિલ્મની સ્ટોરી આગળ વધે છે.

Forrest Gump (1994)

Bus-stop ની બેંચ ઉપર બેઠેલ ટોમ હેન્કસ વર્ષો પછી તેની બેસ્ટ ફ્રેન્ડને મળવા જઈ રહ્યો છે, તેની બાજુમાં બેસેલા વ્યક્તિઓને તે પોતાની life ના અમુક પ્રસંગો કહેવાનું શરુ કરે છે, અહીંથી સ્ટોરી flashback માં જાય છે.

Eternal Sunshine of the Spotless Mind (2004)

પોતાની યાદ શક્તિ ડિલીટ કરાવીને સવારે જાગતા જીમ કેરીનો ઓપનીંગ સીન, ત્યારબાદ સ્ટોરી flashback માં જઈને શરુ થાય છે. આ સીન્સ સ્ટોરીના વચ્ચેનો છે.

Fight Club (1999)

એડવર્ડ નોર્ટનને ખુરસી સાથે બાંધીને તેને તરફ gun point કરી રહેલ બ્રાડ પિટ સાથેનો ઓપનીંગ સીન, અહીંથી આખી સ્ટોરી flashback માં શરુ થાય છે.

08. Curiosity create કરતો ઓપનીંગ સીન

ફિલ્મનો કોઈ એવો સીન જેના દ્વારા audience માં curiosity અથવા suspense પેદા થાય, કંઈ ખાસ સમજમાં ના આવે અને audience વિચારતી થઇ જાય. આ પહેલા સીન દ્વારા તેમનું mind active થઇ જાય, જેના કારણે આ ઓપનીંગ સીન દ્વારા જ ફિલ્મ સાથે જલ્દી connect થઇ શકાય.

Jurassic Park (1993)

જુરાસિક પાર્કમાં એક ડાઈનાસોરના પાંજરાને ટ્રાન્સફર કરતી વખતે પાર્કના એક વર્કરને ડાઈનાસોર પાંજરાની અંદર ખેંચી લે છે. આ ઓપનીંગ સીનમાં ડાઈનાસોરને બતાવ્યું નથી, જેથી કે audience ને સમજમાં નથી આવતું કે પાંજરામાં શું છે? અને આખી ઘટનામાં શું થઇ રહ્યું છે?

Anaconda (1997)

ફિલ્મમાં એમેઝોન નદીમાં પોતાની બોટ ઉપર ડેની ટ્રેજો રેડીઓ ટ્રાન્સમીટર ઉપર પોતાને બચાવવા માટે હેલ્પ માંગે છે, કે કોઈ પ્રાણી તેની બોટમાં છુપાઈને તેની ઉપર હુમલો કરે છે, જેનાથી બચવા તે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરે છે.

આ બંને સીન્સમાં audience ને કંઈ ખાસ સમજમાં નથી આવતી નથી કે શું થઇ રહ્યું છે. બંને સીન્સમાં પ્રાણીને છુપાવીને તેનો ડર બતાવવામાં આવ્યો છે.

09. Story narration based ઓપનીંગ સીન

વોઈસ ઓવર દ્વારા story, backstory અથવા કોઈપણ situation વિષેનું introduction અથવા એકદમ details explanation દ્વારા શરુ થતો ઓપનીંગ સીન.

જયારે story માં કોઈપણ પ્રકારનું એકદમ details માં વર્ણન કરવાની જરૂર હોય, મેઈન સ્ટોરી પહેલાની કોઈ પ્રી-સ્ટોરી હોય, સ્ટોરી જલ્દી સમજમાં ના આવે તેવી હોય અથવા અથવા થોડી ઘણી complicated હોય ત્યારે ખાસ આ પ્રકારે સીન શરુ થતો હોય છે.

Terminator 2. Judgment Day (1991)

વર્ષ 2029 માં લિંડા હેમિલ્ટન દ્વારા 1997 ના વર્ષમાં થયેલ human અને machine ની લડાઈ, સ્કાયનેટ કમ્પ્યુટરે મોકલેલા બે ટર્મિનેટર અને તેની સાથે connected પોતાની સ્ટોરીનું વર્ણન કરતો ઓપનીંગ સીન.

The Big Lebowski (1998)

1990 ના દાયકાની શરૂઆતમાં લોસ એન્જલેસના જેફ લેબોવ્સકીના interesting character વિષે વોઈસ ઓવર દ્વારા વર્ણન કરતો ઓપનીંગ સીન.

Let’s Make Love (1960)

જીન-માર્ક ક્લેમેન્ટની પહેલાની જનરેશનના અલગ અલગ બીઝનેસ પ્રોફેશન વિષે એકદમ details માં વોઈસ ઓવર દ્વારા વર્ણન કરતો ઓપનીંગ સીન.

10. Strong atmosphere, deep influence, effect create કરતો ઓપનીંગ સીન

ફિલ્મની શરૂઆતમાં જ એક strong atmosphere બનાવતો સીન. ફિલ્મના કોઈપણ elements દ્વારા, જેમકે મ્યુઝીક, સોંગ, location અથવા ચોક્કસ ઘટના દ્વારા એક ચોક્કસ atmosphere બનાવવામાં આવે છે. અમુક વખતે આ atmosphere એટલું strong બનાવવામાં આવતું હોય છે કે audience તેના deep influence માં આવી જાય છે.

આવી અમુક ઘટના એટલી strong અને deep influence effect ઉભી કરતા હોય છે કે audience ને તેની અસરમાંથી બહાર આવતા થોડો ટાઈમ લાગે છે.

It Chapter One (2017)

ફિલ્મના 8:30 મિનીટના ઓપનીંગ સીનમાં, છ વર્ષનો જ્યોર્જી કાગળની હોળી લઈને બહાર વરસાદમાં રમવા જાય છે, અને હોળી ગટરમાં પડી જાય છે, જ્યાં એક clown છે, જે જ્યોર્જીને હોળી પાછી આપવા નજીક આવવા લલચાવે છે, જ્યોર્જી નજીક આવતા જ તેનો હાથ કાપીને તેને ગટરમાં ખેંચી લે છે.

The Greatest Showman (2017)

ફિલ્મના ઓપનીંગ સીનમાં હ્યુ જેકમેન પોતાના અન્ય સાથીઓ સાથે circus ના show દ્વારા audience ને entertain કરી રહ્યો છે. આ ઓપનીંગ સીનમાં circus ના show દ્વારા એક strong effect ઉભી કરવામાં આવે છે.

Notting Hill (1999)

ફિલ્મમાં ઓપનીંગ સીનમાં, હોલીવુડની ટોપની એક્ટ્રેસ એના સ્કોટનો (જુલિયા રોબર્ટ્સ) 1:45 મિનીટનો montage છે, જેમાં તેને એક famous એક્ટ્રેસ તરીકે એક glamour atmosphere ઉભું કરવામાં આવ્યું છે.

11. Light, soft event based ઓપનીંગ સીન

ફિલ્મ related અથવા કોઈપણ હલ્કી-ફુલ્કી ઘટના ધરાવતો light, soft સીન. અમુક ડિરેક્ટર ફિલ્મની શરૂઆત ખુબ હલકા ફૂલકા સીન પસંદ કરતા હોય છે. જયારે સ્ટોરીને ધીરે ધીરે establish કરવી હોય ત્યારે આ પ્રકારનો ઓપનીંગ સીન ખાસ એડ કરવામાં આવે છે.

Deadpool (2016)

ફિલ્મમાં રાયન રેનોલ્ડ્સ કેબ ડ્રાઈવર કરન સોનીને લાઈફમાં પ્રેમનું મહત્વ અને પોતે કરેલ ભૂલો તે ના કરે તેના વિષે એકદમ ટૂંકમાં સમજાવે છે. આ એક soft સીન દ્વારા એક્શન ફિલ્મની શરૂઆત થાય છે.

Patch Adams (1998)

હન્ટર એડમ્સ (રોબીન વિલિયમ) ડીપ્રેશનમાં છે તેને સુસાઈડના વિચારો આવવાની જાતે જ એક સાઈક્રેટીક હોસ્પિટલમાં એડ્મિટ થાય છે. આ ગંભીર ઘટનાને એકદમ soft way માં convert કરીને ઓપનીંગ સીન બનાવ્યો છે.

12. Childhood event based ઓપનીંગ સીન

ફિલ્મના લીડ એક્ટરના નાનપણની કોઈપણ ઘટના દ્વારા શરુ થતો ઓપનીંગ સીન્સ. એક્ટરના નાનપણની આ ઘટના ભવિષ્યની સ્ટોરી સાથે ઘણો સીધો સબંધ ધરાવે છે.

Batman Begins (2005)

ફિલ્મમાં ઓપનીંગ સીનમાં, બ્રુસ વેઈન નાનપણમાં એક કુવામાં પડે છે, જ્યાં ચામાચીડિયાના ટોળા દ્વારા હુમલો કરવામાં આવે છે. બ્રુસ વેઈનના નાનપણના સીન્સ દ્વારા શરુ થતો ઓપનીંગ સીન.

The Aviator (2004)

હ્યુસ્ટનમાં 1913 દરમિયાન, જ્યારે આઠ વર્ષના હોવર્ડ હ્યુજીસની (લિયોનાર્ડો ડી કેપ્રિઓ) માતા તેને સ્નાન કરાવે છે, અને તેને “ક્વોરેન્ટાઇન” નો સ્પેલિંગ શીખવી, હ્યુસ્ટનમાં કોલેરા ફાટી નીકળ્યા હોવાથી તેના વિશે ચેતવણી આપે છે.

13. Long discussion based ઓપનીંગ સીન

ફિલ્મના પહેલા સીનમાં કોઈ પણ characters વચ્ચેના જરૂરી long discussion દર્શાવતો સીન. આ discussion દ્વારા ફિલ્મનો subject દર્શાવવો, સ્ટોરીનો problem દર્શાવવો અથવા situation દર્શાવી. ઘણીવાર આ પ્રકારના discussion audience ને જલ્દી સમજમાં આવતા નથી હોતા.

The Social Network (2010)

ફિલ્મમાં જેસી આઈઝનબર્ગ અને રૂની મારા વચ્ચે પોતાના thoughts related 5 મિનીટ લાંબા discussion નો ઓપનીંગ સીન, જેના એન્ડમાં બંનેનું break-up થઇ જાય છે.

Swordfish (2001)

ફિલ્મમાં જ્હોન ટ્રેવોલ્ટાનો 3:46 મિનીટ લાંબો speech & discussion નો ઓપનીંગ સીન. જેમાં ખુબ લાંબા dialogues સાથેનું discussion છે.

Reservoir Dogs (1992)

જો કેબોટ (લોરેન્સ ટિર્ની) તેનો પુત્ર એડી અને તેની ગેંગના અન્ય 6 સાથીઓ ડીનર કરતા મેડોનાનું સોંગ “like a virgin” ઉપરથી discussion શરુ કરે છે, અને ત્યારબાદ આ topic less discussion ખુબ લાંબુ ચાલે છે. 7:27 મિનીટ લાંબો ઓપનીંગ સીન.

14. Song, theme song, theme music based ઓપનીંગ સીન

ફિલ્મની શરૂઆત કોઈ song, theme song અથવા theme music દ્વારા શરુ થતો ઓપનીંગ સીન. દરેક ફિલ્મોના ઓપનીંગ સીનમાં કોઈને કોઈ music તો જરૂર હોય જ છે, પણ આ પ્રકારના ઓપનીંગ સીનનું main intention ચોક્કસ પ્રકારના song, theme song અથવા theme music દ્વારા ફિલ્મ શરુ કરવાનો હોય છે.

Saturday Night Fever (1978)

ફિલ્મમાં તેનું એવરગ્રીન સોંગ “Stayin’ Alive” થી શરુ થતો ઓપનીંગ સીન. પાછળથી આ સોંગ ખુબ ખુબ popular બન્યું.

Legally Blonde (2001)

રીઝ વિધરસ્પૂન ડેટ ઉપર જવા માટે તૈયાર થઇ રહી છે, અને તેના background માં “On this perfect day” સોંગ દ્વારા શરુ થતો ઓપનીંગ સીન.

ફિલ્મ જોતી વખતે ફિલ્મના ઓપનીંગ સીનને હંમેશા ખુબ ધ્યાનથી note કરો

કોઈપણ ફિલ્મ જોતી વખતે ફિલ્મનો ઓપનીંગ સીન હંમેશા ખુબ ધ્યાનથી જુવો અને તેને note કરો. આ ઓપનીંગ સીન દ્વારા ફિલ્મ વિષે ઘણું બધું જાણવા લાયક અને સમજવા લાયક મળી શકે છે. ઓપનીંગ સીન પાછળ ચોક્કસ કારણો હોય છે, અને ફિલ્મ ડિરેક્શનમાં તેનું ખાસ મહત્વ હોય છે. માટે ફિલ્મ જોતી વખતે તેનો ઓપનીંગ સીન ખાસ ધ્યાનથી જોવો, અને તેને study, analysis પણ કરવો.

ફિલ્મના ઓપનીંગ સીન માટે કોઈ specific rules regulations નથી હોતા

ફિલ્મમાં ઓપનીંગ સીન દર્શાવવાની અલગ અલગ techniques હોય છે, અને તેમાં ઘણા બધા options હોય છે. ઓપનીંગ સીન બનાવવા માટેના કોઈ ચોક્કસ technical અથવા creative rules regulations નથી હોતા, જેને strictly follow કરવા જરૂરી છે, પણ હા અમુક elements ફિલ્મના ઓપનીંગ સીનમાં ચોક્કસ હોવા જ જોઈએ.

ફિલ્મના ઓપનીંગ સીનમાં શું શું હોવું જોઈએ?

ફિલ્મનો ઓપનીંગ સીન ફિલ્મની સ્ટોરી દર્શાવતો, creativity ધરાવતો અથવા ફિલ્મના genre અને subject ને represent કરતો હોવો જોઈએ. ફિલ્મના ઓપનીંગ સીનમાં એક spark હોવું જોઈએ, attraction હોવું જોઈએ, જેથી આ સીન દ્વારા audience ને આગળ ફિલ્મ જોવામાં interest બને.

આગળ જણાવ્યા મુજબ ઓપનીંગ સીનના કોઈ ચોક્કસ નિયમો નથી હોતા, માટે તે 100% ડિરેક્ટર ઉપર આધાર રાખે છે.

ફિલ્મનો ઓપનીંગ સીન કેવો બનાવવો? તે ડિરેક્ટરની imagination અને creativity ઉપર આધાર રાખે છે

ફિલ્મનો ઓપનીંગ સીન કેવો હોવો જોઈએ? તે ફિલ્મની કઈ ઘટના દ્વારા બનવો જોઈએ? તે ફક્ત અને ફક્ત ફિલ્મના ડિરેક્ટર ઉપર આધાર રાખે છે, કે ડિરેક્ટરનું vision શું છે? તેની choice શું છે?

ત્યારબાદ આ ઓપનીંગ સીનને કેવી રીતે ડિરેક્ટ કરવો? તેને onscreen કેવી રીતે present કરવો? તે ડિરેક્ટરની imagination અને creativity ઉપર આધાર રાખે છે. ડિરેક્ટરની imagination અને creativity જેટલી વધુ હશે, ઓપનીંગ સીન પણ એટલો જ વધુ strong અને effective બનશે.

Conclusion

ફિલ્મનો ઓપનીંગ સીન ફિલ્મ ડિરેક્શનમાં ખુબ મહત્વનો હોય છે, કારણ કે આ સીન ફિલ્મને એક રીતે represent કરે છે. આ સીન દ્વારા ફિલ્મ કેવી છે? તેનો ખ્યાલ આવી શકે છે. આ સીન ઉપર depend કરે છે કે audience ને ફિલ્મમાં interest પેદા થાય છે કે નહી.

આ ઓપનીંગ સીન અનેક રીતે બનાવી શકાય છે, અને તેને ડિરેક્ટ કરી શકાય છે. આ સીન 100% ડિરેક્ટરની creativity અને કલ્પના શક્તિ ઉપર આધાર રાખે છે. માટે તેને કેવો બનાવવો? કેવી રીતે બનાવવો? તે ફક્ત અને ફક્ત ડિરેક્ટરની choice ઉપર depend કરે છે.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... My true passion lies in the world of movies and film direction... I express my perspective on filmmaking, direction, and acting through my blog, GujaratiFilmmaking.com. Additionally, I share my thoughts on film reviews and analysis on GujaratiFilmreview.com.

Write A Comment