Latest Posts:

જ્યારે તમે કોઈ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા હોવ, ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન મુખ્ય ડિરેક્શન કાર્યો પર કેન્દ્રિત હોય છે. આવા સમયે, ઘણીવાર કેટલીક નાની બાબતો અને નિર્ણાયક મુદ્દાઓ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી, જેને લીધે ઘણી વાર ભવિષ્યમાં ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે.

આથી, જો ફિલ્મ ડિરેક્ટ કરતી વખતે કેટલીક અતિ મહત્ત્વપૂર્ણ અને સ્માર્ટ ટિપ્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે, તો ઘણા કાર્યો સરળતાથી પાર પડી શકે છે. આનાથી તમે સંભવિત સમસ્યાઓથી બચી શકશો અને ઇચ્છિત પરિણામો મેળવીને એક શ્રેષ્ઠ, અસરકારક અને સ્માર્ટ લીડર તરીકે પોતાને સાબિત કરી શકશો.

ડિરેક્ટરે ફિલ્મ બનાવતી વખતે કઈ કઈ tips ને strictly follow કરવી? ડિરેક્ટર તરીકે એક best, effective અને smart leader કેવી રીતે બનવું?

ફિલ્મ ડિરેક્શનમાં ઘણી નાની-મોટી બાબતો એવી હોય છે જે પુસ્તકોમાં કે તાલીમમાં શીખવવામાં આવતી નથી, પરંતુ તે માત્ર અનુભવથી જ શીખી શકાય છે.

આ બ્લોગમાં એકદમ ડીટેઈલ્સમાં જાણીએ અને સમજીએ કે, જયારે તમે ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા હોવ ત્યારે કઈ કઈ બાબતો વિષે પહેલેથી clear રહેવું? ફિલ્મ ડિરેક્ટ કરતી વખતે creative અને technical બાબતો સિવાય પણ અન્ય ક્યા ક્યા points પહેલેથી ધ્યાનમાં રાખવા? એક smart ડિરેક્ટર બનવા માટે ડિરેક્શનની કઈ કઈ tips follow કરવી?

Pre-production થી લઈને શૂટિંગ સુધી આ 40 tips follow કરવાથી તમે એક best, effective અને smart ડિરેક્ટર prove થઇ શકશો

01. ફિલ્મમેકિંગ એક art છે, માટે ફિલ્મના creative કામોમાં enough time આપો

Christopher Nolan in, Interstellar (2014)

ફિલ્મ ડિરેક્શન એક કલા છે, માટે ફિલ્મના creative અને artistic work ક્યારેય કોઈ ચોક્કસ સમયગાળામાં જ થઇ શકતા નથી હોતા, માટે આ કામોમાં કોઈ ચોક્કસ ટાઈમ લીમીટના બાંધો.

જો ફિલ્મમેકિંગના કોઈ પણ કામમાં તમે 100% satisfied ના હોવ, અને તમારી expectation પ્રમાણે રીઝલ્ટ ના આવતું હોય, તો ચોક્કસ વધુ સમય લો. ફિલ્મ બનાવવા માટે ચોક્કસ સમય આપો, જેટલો વધુ ટાઈમ ફિલ્મ પાછળ આપશો, ફિલ્મ તેટલી વધુ સારી બનશે.

જયારે ઉતાવળમાં તમે તમારું 100% best નહીં આપી શકો, જેના કારણે quality ઉપર અસર થશે, અને છેલ્લે તમારે જોઇને તેવું best result ક્યારેય નહી મેળવી શકો.

02. એક success ફિલ્મ બનાવવી તે ડિરેક્ટરની first responsibility છે, ફિલ્મને સફળ બનાવવા માટે બધા જ પ્રયત્નો કરો

ફિલ્મ કોઈ પણ વ્યક્તિ બનાવી શકે છે, પણ એક quality અને success ફિલ્મ બનાવવી તે દરેક વ્યક્તિનું કામ નથી. એક success ફિલ્મ બનાવવી તે ડિરેક્ટરની સૌથી પહેલી અને સૌથી મોટી responsibility છે. જેને ડિરેક્ટરની main strength ગણવામાં આવે છે. માટે એક success ફિલ્મ બનાવવા માટે ડિરેક્ટરે જેટલો સમય, જેટલી મહેનત, ઉપરાંત જે પણ કરવું પડે તે બધુ જ કરો, અને કોઈપણ ભોગે ફિલ્મને સફળ બનાવવાના પ્રયત્નો કરો.

03. ડિરેક્ટરના first priorityના કામો ઉપર સૌથી વધુ ધ્યાન આપો

ફિલ્મ ડિરેક્શનમાં એક ડિરેક્ટરે અનેક પ્રકારના કામોમાંથી સૌથી મહત્વના કામો છે, ફિલ્મને art અને creativity પ્રોવાઈડ કરવી, ફિલ્મની quality gain કરવી, ફિલ્મનું standard level ઊંચું લાવવું, અને આ બધા work એટલે storytelling, screen presentation, scene imagination, scene visualization, scene presentation, scene direction techniques, direction treatment, વગેરે.

આ બધા ફિલ્મ ડિરેક્શનના creative અને most important work હોવાથી તે ફિલ્મ ડિરેક્ટરના first priority ના work ગણાય છે, જેના દ્વારા ફિલ્મ સફળ થઇ શકે. માટે આ કાર્યો પાછળ બને એટલી વધુ મહેનત કરો.

04. ફિલ્મમેકિંગના દરેક કામોને જાતે observe કરતા રહો

Roland Emmerich in, White House Down (2013)

ડિરેક્ટર તરીકે ફિલ્મમેકિંગના દરેક કામ, દરેક ઘટના અને દરેક પરિસ્થિતિને observe કરતા રહો. તમારી ટીમ દ્વારા થતા કામ, તમારા પોતાના થઇ રહેલ કામને પણ observe કરો. ત્યારબાદ દરેક કામો perfect છે કે નહિ? અને તેનાથી પણ વધુ better થઇ શકે છે કે નહીં? તે પણ વિચારો.

એક ડિરેક્ટર તરીકે તમારું observation બને તેટલું perfect હોવું જોઈએ. Best observation માટે ક્યારેક positive અને negative એમ બંને રીતે વિચારો.

આ observation કરવાથી તમે ઘણી ભૂલો સુધારી શકશો, ઘણી વસ્તુઓ improve અને વધુ better કરી શકશો, અને કામના રીઝલ્ટની quality વધારી શકશો.

05. ડિરેક્ટર તરીકે સતત કંઇક નવું જાણતા, શીખતાં રહો, પોતાનું knowledge વધારતા રહો, પોતાને update અને improve કરતા રહો

ડિરેક્ટર તરીકે તમારા કેરિયરની શરૂઆત હોય, ડિરેક્ટર તરીકે થોડો ઘણો અનુભવ હોય, અથવા તમે established ડિરેક્ટર હોવ, કે પછી ટોપના ડિરેક્ટર હોવ, પણ એક ડિરેક્ટર તરીકે તમારી કેરિયરના દરેક stage ઉપર તમને હંમેશા અલગ અલગ પ્રકારના વિષયો અને તેના નોલેજની સતત જરૂર પડશે.

માટે હંમેશા કંઈક નવું જાણતા અને શીખતા રહો, Latest news, current affairs, history, science, upcoming technology, literature, ઉપરાંત ફિલ્મોનું knowledge, technical knowledge, creative knowledge સાથે અલગ અલગ વિષયોનું જરૂરી નોલેજ અને જાણકારી મેળવતા અને વધારતા રહો.

એક ડિરેક્ટર તરીકે તમારી પાસે નોલેજનો સારો એવો ખજાનો હોવો જોઈએ. જો ડિરેક્ટર તરીકે તમે સતત update અને improve થતા રહેશો, તો પોતાના ફિલ્ડમાં ક્યારેય out of date નહી થાવ.

06. ડિરેક્ટર તરીકેની પોતાની creativity સતત વધારતા રહો

ડિરેક્ટર માટે creativity સૌથી કિંમતી મૂડી છે, creativity ઉપરથી મોટાભાગે ડિરેક્ટરનું talent પણ આંકવામાં આવે છે.

(1) Creativity વધારવા માટે અલગ અલગ પ્રકારની જૂની અને નવી ફિલ્મો જોવાની શરુ કરો, એક ડિરેક્ટર માટે અલગ અલગ જોનર અને વિષયો ઉપરની ફિલ્મો જોવી તે creative વધારવા માટેનો સૌથી best option છે.

(2) Reading કરો, જે અલગ અલગ વિષયોનું કોઈપણ પ્રકારનું knowledge તે creativity વધારવા માટેનો second best option છે, જો અલગ અલગ વિષયની જાણકારી તમારી પાસે હશે, તો તમે ડિરેક્ટર તરીકે ઘણુ બધું નવું કરી શકો છો.

(3) રાઈટીંગ દ્વારા તમે તમારા વિચારોને વધુ સારી રીતે develop કરીને present કરી શકશો. (4) દરેક વસ્તુને એકદમ અલગ નજરથી, અને તેની અન્ય સાઈડને પણ જોવા, જાણવા, સમજવાનો પ્રયત્ન કરો.

(5) છેલ્લે ડિરેક્શન ફિલ્ડમાં mind હંમેશા active રાખીને, ડિરેક્શન વિષે સતત નવું જાણતા અને શીખતા રહો. આ પ્રકારની અલગ અલગ activities ડિરેક્ટર તરીકે તમારી creativity improve કરવામાં help કરશે.

07. પોતાના અનુભવો અને ભૂલોમાંથી કંઇક શીખતાં રહો

પોતાના અનુભવો અને ભૂલો દ્વારા સૌથી વધુ શીખ મળી શકે છે, માટે પોતાના દરેક અનુભવો અને દરેક ભૂલોમાંથી કંઇકને કંઇક હંમેશા શીખતા રહો.

જો તમે creative હશો, અને તમારા પ્રોફેશનમાં કંઇક નવું, advance અને experiments કરતા હશો, તો મોટાભાગે ભૂલો થવાની શક્યતા વધારે છે. અન્ય મહત્વની વાત, smart people એક વાર ભૂલ થયા બાદ તે ભૂલ ફરીથી રીપીટના થાય તેનું હંમેશા ધ્યાન રાખતા હોય છે.

08. કંઇક different કરવા માટે ક્યારેક risk પણ ઉઠાવો

એક ડિરેક્ટર તરીકે ગાડરિયા પ્રવાહના વિચારો પ્રમાણે કામ કરવાના બદલે, હંમેશા કંઇક નવું અને different વિચારો, કંઇક unique કરો, અને કંઇક નવું અલગ કરવામાં જરૂર લાગે, તો ક્યારેક થોડું જોખમ પણ ઉઠાવો.

જોખમ લીધા વગર તમે ક્યારેય પણ કંઈક unique નહી કરી શકો, દુનિયાના દરેક મહાન વ્યક્તિઓ એક રીતે જોખમ લઈને જ મહાન બન્યા છે, અને સફળ થયા છે. પણ આ જોખમના result વિષે વિચારીને જો તમે 100% sure હોવ તો જ લો, just experiment માટે ના લો, અને જોખમ લો તો તેની એક safe side વિચારીને પણ રાખો.

09. Passionate, Talented, Professional અને Experienced ટીમ પસંદ કરો

Ridley Scott and Russell Crowe in, A Good Year (2006)

ડિરેક્ટર ભલે ગમે તેટલો મહાન હોય, પરંતુ જો તેની પાસે talented અને capable ટીમ ન હોય, તો તે તેના વિઝનને સફળતાપૂર્વક સાકાર કરી શકતો નથી. કેમ કે ડિરેક્ટરનું કામ છે, તેની ટીમ પાસેથી best કામ કઢાવવું, તેની ટીમના ટેલેન્ટનો best use કરવો, પણ તેમાં talent પેદા કરવું નહી.

માટે passionate, talented, professional experienced અને knowledgeable ટીમ પસંદ કરો, જેનાથી ફિલ્મને best quality મળી શકે, અને સાથે તમારી પોતાની અમુક responsibility ઓછી થઇ શકે.

ટીમ પસંદ કરતી વખતે સૌથી પહેલા તેમનું passion, talent, professionalism, experience અને knowledge ચેક કરો, અને ત્યાર બાદ કામ માટેનું તેમનું dedication જુવો. ટેકનિશિયન્સ અને ટીમ મેમ્બર્સ એવા પસંદ કરો જે પોતાનું best work આપી શકે.

Passion અને dedication હોવાથી તેમનામાં કૈંક નવું કરવાનો જોશ હશે. Talent હોવાને કારણે best quality મળી શકશે. Professional હોવાને કારણે દરેક કામ એકદમ યોગ્ય અને proper રીતે થશે. Experienced હોવાને કારણે પોતાની responsibilities સારી રીતે સમજતા હશે, અને અમુક ભૂલો નહિ થાય.

10. અલગ અલગ વ્યક્તિના ટેલેન્ટમાં ઘણો ફર્ક હોય છે, માટે ટીમ selection માં હંમેશા ટેલેન્ટને priority આપો

દરેક અલગ અલગ વ્યક્તિના ટેલેન્ટમાં ઘણો ફર્ક હોય છે, For example: જો તમારા કોન્ટેક્ટમાં 10 સિનેમેટોગ્રાફર હશે, તો તે દરેકના ટેલેન્ટમાં ઘણો ફર્ક હશે, તેમજ આ 10 વ્યક્તિઓના ટેલેન્ટની ટકાવારી પણ અલગ અલગ હશે. માટે અલગ અલગ વ્યક્તિઓની ટીમમાંથી best talent ધરાવતી ટીમને જ priority આપો, અને best talent ધરાવતી ટીમ જ પસંદ કરો.

ટીમ ઘણી મળશે, પણ જે તે વિષયોમાં natural talent ધરાવતા હોય તેવા ટેકનિશિયન્સ અને ટીમ મેમ્બર્સ ખુબ જ ઓછા હશે. એક વધુ અને ઓછા talented ટેકનિશિયન દ્વારા ફિલ્મની ક્વાલીટીમાં ઘણો ફર્ક પડતો હોય છે.

11. ટીમ પાસેથી તેમનું best work કઢાવો

ડિરેક્ટરના અનેક મહત્વના કામમાંથી એક કામ છે ટેકનિશિયન્સ અને ટીમ મેમ્બર્સ પાસેથી પોતાના thoughts અને પોતાના vision પ્રમાણે તેમનું best work કઢાવવું. તેના માટે અલગ અલગ ડિરેક્ટર્સની અલગ અલગ ટેકનીક્સ હોય છે.

ફિલ્મને best result ત્યારે વધુ મળી શકે, જયારે ડિરેક્ટર અને ટીમ વચ્ચે સારું bonding અને understanding હોય. પણ દરેક વ્યક્તિ સાથે આ પ્રકારનું bonding અને understanding થવી શક્ય નથી, તે અમુક વ્યક્તિ સાથે કુદરતી રીતે થઇ જાય છે.

12. પોતાના સાથે good understanding અને bonding ધરાવતી એક permanent ટીમ બનાવો

દરેક professional ડિરેક્ટરના કામ કરવાના પોતાના thoughts, vision, choice અને rules & regulation હોય છે. માટે આ બધું સમજી શકે, અને તે પ્રમાણે કામ કરી શકે તેવી એક permanent ટીમ બનાવો,

પોતાના thoughts, vision સમજી શકતી અને પોતાની સાથે good understanding, bonding ધરાવતી એક permanent ટીમ બનાવો (જેમાં રાઈટર, સિનેમેટોગ્રાફર, આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ, એડિટર, મ્યુઝિશિયન વગેરે હોય) કારણ બે વ્યક્તિ વચ્ચે જો chemistry મેચ થતી હોય તો તેનાથી ઘણા better કામો થઇ શકે છે.

13. નવા, બિનઅનુભવી ઉપર પણ trust કરો અને તેમને chance આપો

ક્યારેક નવા લોકો ઉપર પણ વિશ્વાસ મુકો. ઘણી વાર એવું પણ બને, કે ટીમમાં અનુભવી વ્યક્તિઓ દ્વારા એક particular way અને પેકેજમાં જ કામ થતું હોય છે (અને આવું ત્યારે ખાસ થાય જયારે ફક્ત income માટે જ કામ થતું હોય).

જો બિનઅનુભવી વ્યક્તિ હશે તો તેમનામાં કામ માટેનો ઉત્સાહ ખુબ હશે, જેથી તે કંઇક different કરી શકશે, કંઇક અલગ અલગ experiment કરી શકશે, કઇંક વિશેષ પ્રયાસો પણ કરશે. જેથી ટીમમાં અનુભવીની સાથે આવા કેટલાક બિનઅનુભવીને પણ chance આપવો.

14. ટીમ selection બાદ, સૌથી પહેલા ટીમ સાથે એકદમ ખુલ્લીને પોતાનું vision, thoughts અને planning જણાવો

ટીમ selection કર્યા પછી, દરેક ટીમ મેમ્બર્સને સૌથી પહેલા ફિલ્મ બનાવવા માટેનો તમારૂ vision, goal અને motto સમજાવો છે?

ત્યારબાદ ફિલ્મ બનાવવા પાછળના પોતાના, thoughts અને planning સમજાવવા, કે તમે ફિલ્મ કેવી રીતે બનાવવા માંગો છો? કેવી system દ્વારા કામ કરવા માંગો છો? કામમાં તમારી requirement શું છે? અને તેમાં કેવું result અને quality મેળવવા ઈચ્છો છો? આટલા points વિષે એકદમ ખુલીને પોતાની ટીમ સાથે clear discuss કરો.

યાદ રાખો આ discussion ખુબ જ જરૂરી છે. જેથી તમારી ટીમ તમને proper સમજી શકે, કે તેઓએ કેવા ડિરેક્ટર સાથે કામ કરવાનું છે, અને કેવી રીતે કામ કરવાનું છે.

અનુભવી ટીમ જલ્દી સમજશે, નવી ટીમને થોડો ટાઈમ લાગશે, જયારે અમુક ટીમ મેમ્બર્સ આ discussionનું મહત્વ બિલકુલ નહી સમજે. જેથી તેઓના કામ ઉપર તમારે ખાસ ધ્યાન આપવું પડશે.

15. ટીમ ફક્ત ડિરેક્ટરના vision પ્રમાણે જ કામ કરતી હોવી જોઈએ

Quentin Tarantino in, Reservoir Dogs (1992)

ડિરેક્ટર તરીકે તમારુ vision, goal, thoughts અને planning શું છે? તે તમારી ટીમ ખુબ સારી રીતે જાણતી હોવી જોઈએ, જેથી તેઓ તમારા according કામ કરી શકે.

ઘણી વાર ટીમ એક ચોક્કસ way માં, અગાઉના અનુભવ પ્રમાણે જ કામ કરતી હોય છે. અથવા ટીમ પોતાની રીતે કંઇક વિચારીને ખુબ મહેનત કરીને કામ કરતી હોય છે પણ તમારી requirement તેના કરતા એકદમ અલગ હોય, અને તેનું result એ આવશે કે કામ કંઇક અલગ way માં જ થતું હશે.

માટે સૌથી પહેલા તમારા vision, goal, thoughts અને planning વિષે તમારી ટીમને સમજાવો. અને ત્યારબાદ તેમને તે પ્રમાણે જ કામ કરાવવન પ્રયત્નો કરો.

16. તમારી ટીમને motivate કરો, તેમનો ઉત્સાહ વધારો

તમારી ટીમ શું કામ કરી રહી છે? અને કેવી રીતે કરી રહી છે? તે ખાસ જુવો, અને વધુ better result કેવી રીતે મેળવી શકાય? તેના વિષે પણ ખાસ advise આપો.

તમારી ટીમમાં એક positive working atmosphere create કરો. ટીમમાં confidence, જોશ અને જુસ્સો ભરો. તેમના સારા કામના ચોક્કસ વખાણ કરો અને તેમની ભૂલો તેમને સમજાય તેવી રીતે તેમને treat કરો.

ટીમ જોડે regular meeting કરો, ટીમ મેમ્બર્સના મગજમાં જે query હોય તેને solve કરી તેમને એકદમ clear બનાવો. Clear mind અને confidence દ્વારા દરેક કામો સારા જ થતા હોય છે.

તે સિવાય તમારી ટીમ તમારા માટે કામ રહી છે, માટે તેને સારી રીતે સાચવો તેમની care પણ કરો, કારણ કે મનથી થતું કામ અને responsibilityથી થતું કામ, આ બંનેમાં ઘણો difference હોય છે.

17. ટીમ જોડે યોગ્ય પ્રકારનું distance maintain પણ કરો

તમારી ટીમ સાથે એટલા close ના બનો કે તે ભૂલી જાય કે તમે બોસ છો, અને તમારી વાતોને એકદમ lightly લેઈ, અને એટલું distance પણ ના બનાવો કે તમને કોઈપણ જરૂરી વાત કહેતા, અથવા પોતાનો opinion કહેતા તમારાથી ખચકાટ અનુભવે.

તમારી ટીમને તમારા માટે respect અને સાથે એક લીડર તરીકેનો થોડો ડર પણ હોવો જોઈએ. એક બોસ તરીકે ક્યારેક dominate બનો અને ક્યારેક down પણ બનો.

18. જરૂર હોય ત્યાં strict પણ બનો

એક ડિરેક્ટર તરીકે જરૂર પડ્યે કેટલીક વાર strict પણ બનવું પડશે, કારણ કે તમે દર વખતે જો cool & calm બનશો તો કદાચ તમારી ટીમ તમને lightly લઇ શકે છે.

જો કોઈ ટીમ મેમ્બર vision કરતા તેનાથી અલગ જ કામ કરતો હોય, તો તેને ત્યારે જ રોકો, અમુક પ્રકારનો ખુલાસો ત્યારે જ કરી લો. ટીમમાં discipline ચોક્કસ હોવું જોઈએ, આ disciplineથી કોઈપણ ભટકે નહી તેનું ખાસ ધ્યાન રાખો. આ સિવાય ફિલ્મના હિત માટે ક્યારેક કેટલાક hard decisions પણ લેવા પડશે.

19. કોઈપણ જરૂરી વાતને પહેલાથી જ clear કરો, તેને temporary ignore ના કરો, અથવા ક્યારેય ભવિષ્ય ઉપર પણ ના ટાળો

કોઈપણ એકદમ જરૂરી વાત અથવા વસ્તુને પહેલેથી જ એકદમ clear કરો, પછી તે કોઈપણ હોય. ટીમની અમુક ભૂલ જે ફિલ્મ માટે યોગ્ય ના હોય, અથવા જે તમને ઠીક ના લાગતી હોય તો તેને ત્યારે જ તેનો વિરોધ કરો, તેને ક્યારેય ignore ના કરો. અમુક problem ને શરૂઆતથી જડમૂળમાંથી જ તેને અટકાવો, નહિ તો ભવિષ્યમાં તે મોટો problem ઉભો કરી શકે છે.

કારણ કે અમુક વખતે શરૂઆતમાં જેને આપણે સામાન્ય વાત સમજીને ignore કરતા હોઈએ છીએ, તે ધીમે ધીમે અથવા ભવિષ્યમાં અમુક મોટા problem સર્જતા હોય છે, જેના વિશે આપણે વિચાર્યું પણ નથી હોતું. માટે હંમેશા કંઈપણ પહેલથી જ clear કરવાની ટેવ અપનાવો.

20. શરમ સંકોચ રાખ્યા વગર ચોખ્ખી ના પણ કહો

તમારી ટીમ સાથે ક્યારેય કોઈપણ પ્રકારની શરમ અથવા સંકોચ ના રાખો, કારણ કે આ એક મોટી ભૂલ હશે, જે અત્યારે નહિ પણ ભવિષ્યમાં સમજાશે. અમુક points ઉપર ટીમને ચોખ્ખી ના કહો અથવા ત્યારે તેનો વિરોધ પણ કરો.

21. પોતાની ટીમ સાથે એકદમ ખુલીને બોલો અને discuss કરો

Steven Spielberg in, Indiana Jones and the Last Crusade (1989)

તમારી ટીમ સાથે હંમેશા એકદમ ખુલીને બોલો, તમારી choice, તમારી expectation, requirement તે દરેક બાબતે તેમની સાથે એકદમ ખુલીને discuss કરો. નાની નાની કોઈ પણ વાત ઉપર પણ તેમની સાથે communication કરતા રહો, જેથી તેઓ તમારી દરેક instructions proper follow કરી શકે.

તમારા કહ્યા વગર જ ટીમ જાતે સમજી જશે તેવું સમજવાની ભૂલ ક્યારેય ના કરો. ખાસ કરીને નવા વ્યક્તિઓ સાથે પહેલી વાર સાથે કામ કરી રહ્યા હોય ત્યારે, ડિરેક્ટર અને તેમની ટીમ વચ્ચે થોડો પણ communication gape ના હોવો જોઈએ.

22. ઉતાવળમાં ક્યારેય કામ ના કરો અને કોઈ decision પણ ના લો

કોઈપણ કામ ક્યારેય ઉતાવળમાં ના કરો, કારણ કે ઉતાવળમાં કરેલ માંથી best result, high quality નહી મળી શકે. માટે કોઈપણ કામ હંમેશા પુરતો ટાઈમ આપીને કરો.

ઉતાવળમાં ક્યારેય કોઈ decision પણ ના લો. જયારે તમે કોઈ decision લેવામાં થોડા પણ confuse હોવ, ત્યારે થોડો time pass થઇ જવા દો, અને આરામથી fresh mind સાથે વિચારો, જેથી તમારું mind એકદમ clear થઇ જશે કે તમારે શું કરવું છે, અને ત્યારબાદ decision લો.

દરેક બાબત વિષે પૂરું વિચારીને કોઈ decision લેવાથી તેનું result મોટાભાગે positive અને ફાયદાકારક વધુ આવતું હોય છે.

23. તમારા દરેક decisions પાછળ ચોક્કસ reasons હોવા જોઈએ

ડિરેક્ટર તરીકે તમારા દરેક decisions પાછળ specific reasons હોવા જોઈએ. દરેક decisions અંગેના પ્રશ્નોના તમારી પાસે ચોક્કસ જવાબ હોવા જોઈએ. બસ પોતાને ગમ્યું એટલે decision લીધો તેવું personal thinking ના હોવું જોઈએ, અને આ દરેક decision ફિલ્મ માટે ફાયદાકારક સાબીત થવા જોઈએ.

કારણ કે વ્યક્તિગત રીતે પસંદ આવેલા decision ફિલ્મ માટે પણ સારા હોય તે બિલકુલ જરૂરી નથી. ફિલ્મ હકીકતમાં વ્યક્તિગત પસંદગીના નિર્ણયો ઉપર નહી, પણ ફિલ્મમેકિંગના ચોક્કસ rules & regulations ઉપર બનતી હોય છે.

આ decisions પાછળના specific reasonsથી તમે પોતે વધારે clear બનશો, બીજાને પણ clear કરી શકશો અને તેમને આસાનીથી સમજાવી પણ શકશો.

24. ચોક્કસ reason દ્વારા સમજાવો

Ridley Scott and Julianne Moore in, Hannibal (2001)

ઘણી વાર એવું પણ થશે કે તમારી ટીમ, ખાસ કરીને એક્ટર્સ, તમારા નિર્ણયને પ્રોપર સમજ્યા નહીં હોય, એટલે તમારા requirement મુજબ કામ નહી કરતા હોય, અથવા result નહી આપતા હોય. જેના કારણે કદાચ તેઓ decision માં તમારી સાથે નહિ હોય, અથવા વિરુદ્ધમાં પણ હશે.

આવા ટાઈમે સૌ પહેલા તમારી ટીમના મગજમાં ક્યાં પ્રશ્નો છે, તે જાણી લો, અને ત્યારબાદ તમારામાં દરેક decision પાછળના ચોક્કસ reasons આપીને તેમને સારી રીતે સમજાવો. જેથી તે point ઉપર તેઓ clear થાય. સમજાવવા માટે તમારી પાસે perfect reasons હોવા જોઈએ.

25. દરેક વ્યક્તિ તમારા દરેક thoughts, planning, vision સમજી નહિ શકે

તમારા દરેક નિર્ણયમાં તમારી ટીમના દરેક વ્યક્તિઓ agree હોય તે જરૂરી નથી. તમારી સાથે કામ કરનાર દરેક વ્યક્તિ તમારા દરેક thoughts, planning અને vision, પ્રોપર નહિ સમજી શકે. ક્યારેક આવો ટાઈમ ચોક્કસ આવશે, જયારે તમારી ટીમમાંથી એક બે વ્યક્તિઓ ચોક્કસ હશે જ, જેમને દરેક રીતે સમજાવવા છતાં પણ તેઓ નહી સમજ્યા હોય.

જયારે આવું થાય ત્યારે તેમને એક લીમીટથી વધુ સમજાવા માટે પ્રયત્નો ના કરો. આ point ઉપર વધુ ધ્યાન આપ્યા વગર આગળ વધો, કારણ કે દરેક વ્યક્તિ તમને અને તમારા વિચારોને દર વખતે સમજે તે જરૂરી બિલકુલ નથી.

Chello Divas (2015) ફિલ્મ દરમ્યાન આ points ખાસ note કર્યો હતો. જયારે ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકના અનેક નિર્ણયો સાથે ટીમ agree નહોતી, અને આવું થવું સામાન્ય છે, it’s a part of work.

26. જરૂર ના હોય ત્યા explain ના કરો

એક ડિરેક્ટર તરીકે તમે without explanations કોઈ પણ decision લેવાનો અને કોઈને પણ ચોખ્ખી હા અથવા ના કહી શકવાનો right ધરાવો છો. એટલે દર વખતે બધાને સમજાવવાની કે explain કરવાની જરૂરી નથી, ખાસ કરીને creative અને artistic reasons ઉપર.

આમ પણ ડિરેક્ટરની અન્ડરમાં કામ કરતી દરેક વ્યક્તિની responsibility છે, કે તે ડિરેક્ટરના vision, thoughts, અને planningને follow કરીને પોતે કામ કરે.

26. ડિરેક્ટર તરીકેનું standard level maintain કરો

ફિલ્મમેકિંગ દરમ્યાન દરેક વ્યક્તિ તેમની સમજણ શક્તિ પ્રમાણે, પોતાની રીતે તમને judge કરતા હશે like, તમારી skills, knowledge, તમારી કામ કરવાની રીત, તમારો attitude, તમારું talent વગેરે, જો તમે ભૂલ કરશો તો તમારી પાછળ વાતો પણ ચોક્કસ થશે.

ફિલ્મમાં એક ડિરેક્ટરે એક leader તરીકેની responsibility નિભાવવાની હોય છે. જો તમારું working standard ઊંચું હશે, તો દરેક વ્યક્તિ તમારા decision follow કરશે, એટલે એક ડિરેક્ટર તરીકે એક level સુધીનું standard નક્કી કરો અને તેને maintain કરો. ઉપરાંત ડિરેક્ટરમાં એક positive attitude હોવો જોઈએ, જે તેને lead કરવામાં help કરે.

27. હંમેશા professionally કામ કરો અને એક positive image બનાવો

હંમેશા professionally જ કામ કરો, અને તમારા ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ ટીમ સામે professional working atmosphere ઉભું કરો, જેના દ્વારા તમારી પણ એક positive image બનશે.

દરેક વ્યક્તિની કામ કરવાની અલગ અલગ રીત હોય છે, તમારા ટેકનિશિયન્સ, ટીમને જો તમારી work system professional લાગશે, તો પોતે પણ professionally અને ખાસ કરીને દિલથી કામ કરશે, પોતાના extra effort લગાવીને maximum સારું result આપવાનો પ્રયત્નો કરશે.

પણ જો તેમને તમારી work system unprofessional લાગશે, અથવા તેમાં અનેક problems દેખાશે, અને આ બધાના કારણે એકવાર જો તમારી negative image બની ગઈ, તો પછી તેઓ ગમે તેમ રીતે કામ ફક્ત પૂરું કરવા વિષે જ વિચારશે.

અને એક સારી ફિલ્મ બનાવવા માટે જરૂરી છે કે, દરેક ટીમ મેમ્બર્સ passion થી કામ કરે, દિલથી કામ કરે, જવાબદારી સમજીને professionally કામ કરે અને better result માટે કામ કરે.

સાથે સાથે જો તમે professionally કામ કરશો તો આ professional image ના કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ડિરેક્ટર તરીકે તમને એક અલગ identy મળશે, જે હકીકતમાં ખુબ ઓછા ડિરેક્ટર્સની હોય છે.

એક વ્યક્તિ ઉપર ક્યારેય depended ના રહો

ફિલ્મમેકિંગના કોઈપણ કામમાં કોઈ એક વ્યક્તિ ઉપર ક્યારેય પુરેપુરા depended ના રહો, કારણ કે એક વ્યક્તિ ઉપર depended રહેવાથી ક્યારેક ક્યારેક કામ અટકી શકે છે, બગડી શકે છે અથવા તેના સિવાય પણ ઘણા problems ઉભા થઇ શકે છે. માટે દરેક વ્યક્તિનો option તમારી પાસે હોવો જ જોઈએ.

Strong business network બનાવો

તમારું business network એકદમ strong બનાવો, પોતાની ફિલ્ડના અનેક વ્યક્તિઓને મળો, social media networking strong બનાવો. કારણ કે સારા contacts થી મોટાભાગના દરેક કામો easy થઇ જતા હોય છે. જ્યાં તમે પોતે કંઈ કરી શકતા નાં હોવ ત્યાં તમારા સારા contacts દ્વારા પણ કામ થઇ શકે છે.

માટે તમારું business network એટલું strong બનાવો જેથી તમારા contacts દ્વારા તમારા કોઈપણ કામ થઇ શકે.

આવનાર દરેક પ્રકારના problems, મુશ્કેલી, પડકારનો સામનો કરવા તૈયાર રહો

James Cameroon and Kate Winslet in Titanic (1997)

ફિલ્મ ડિરેક્શન profession હકીકતમાં અનેક problems થી ભરેલો profession છે. ફિલ્મ દરમ્યાન તમારા કોઈપણ કામમાં, planning માં, તમને જોઈતા result મેળવવામાં, ગમે ત્યારે અને ગમે તે પ્રકારના અનેક problems અને મુશ્કેલીઓ આવતી હોય છે.

આ problems અને મુશ્કેલીઓ ગમે તે પ્રકારની હોઈ શકે છે, administrative, management, logically, physically, mentally, અથવા કોઈ વ્યક્તિ દ્વારા ઉભી થયેલ વગેરે. ઉપરાંત જે બાબતે તમે એકદમ sure હશો, તેમાં પણ ગમે ત્યારે કોઈપણ પ્રકારનો issue આવી શકે છે, જે તમે ક્યારેય વિચાર્યો પણ નહી હોય.

આ સિવાય ફિલ્મમાં ઘણી મોટી ટીમ કામ કરતી હોવાથી ઘણી વાર ટીમ મેમ્બર્સ વચ્ચેના problems. એક્ટર્સ વચ્ચેના problems. ખાસ કરીને જયારે બે વ્યક્તિ સાથે કામ કરતી હોય ત્યારે તેમના ego ના કારણે જે problems આવતા હોય તે ego problems ને solve કરવા ક્યારેય easy નથી હોતા.

એક ફિલ્મ એટલે પણ સેંકડો પ્રકારના problems, અલગ અલગ પ્રકારના અને અલગ અલગ category ના અનેક problems. માટે ડિરેક્ટર તરીકે આવનાર દરેક પ્રકારના problem, પડકાર અને મુશ્કેલીનો સામનો કરવા હંમેશા ready રહો.

દરેક problems નું solution મેળવી આગળ વધો

ફિલ્મમેકિંગ દરમ્યાન ઉભા થઇ રહેલ problems ને તમે રોકી નહી શકો, પણ તેનું solution લાવવું તે તમારા હાથમાં ચોક્કસ છે.

Problems દરમ્યાન તમારી પાસે બે options હોય છે, tension કરો અથવા problem ને solve કરવાના પ્રયત્નો કરો, અને smart people હંમેશા problems દરમ્યાન tension માં આવવાને બદલે તેને solve કરવાનો try કરતા હોય છે. માટે ફિલ્મમેકિંગ દરમ્યાન આવતા દરેક problems નું solution મેળવીને આગળ વધતા રહો.

દરેક વ્યક્તિના nature સાથે set થઈને કામ કરો

ફિલ્મમાં તમારે દરેક પ્રકારના વ્યક્તિઓ સાથે કામ કરવાનું થશે, જેમ કે experienced, inexperienced, senior, junior, down to earth, egoist, political minded વગેરે. દરેક વ્યક્તિઓ સાથે તમારો nature set થઇ નહિ શકે.

ફિલ્મમાં ઘણા એવા વ્યક્તિઓ હશે જેમનો સ્વભાવ તમને મેચ નહિ થતો હોય, છતાં પણ તમારે તેમની સાથે કામ કરવું પડતું હોય છે. માટે આવી situations માં દરેક વ્યક્તિના nature સાથે અનુકુળ થવાનો પ્રયત્ન કરો. જો તમે તેમના nature સાથે અનુકુળ નહિ થાવ તો તેની સીધી અસર તમારા કામ ઉપર પણ પડી શકે છે.

દરેક situations માં mental status steady રાખો

ફિલ્મમેકિંગ દરમ્યાન એક ડિરેક્ટર તરીકે તમારા દરેક દિવસો એક સરખા નહીં હોય.

ફિલ્મમેકિંગના અનેક કામોમાં, અલગ અલગ અને નવી નવી બનતી ઘટનાઓમાં, અલગ અલગ દરેક પ્રકારના વ્યક્તિઓને મળવામાં, અનેક decision લેવામાં, અનેક પ્રકારના problems માં તમારું mental status ક્યારેક high level હશે તો ક્યારેક low level હશે, ક્યારેક તમે એકદમ ખુશ mood માં હશો, તો ક્યારેક tension માં હશો, ક્યારેક પુરા confidence માં હશો તો ક્યારેક confuse પણ હશો.

ફિલ્મમેકિંગના કામો જ એવા હોય છે કે તમે રોજ અલગ અલગ feelings અનુભવતા રહેશો. આ બધાના લીધે અમુક negative effect તમારા ઉપર ના પડે, એટલા માટે જરૂરી છે કે દરેક situations માં તમે તમારું mental status હંમેશા steady રાખો, mind જેટલું cool અને fresh રાખશો તેટલું કામ better થઇ શકશે.

Politics થી દુર રહો

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં politics ખુબ મોટા પ્રમાણમાં છે. જો તમે આ ફિલ્ડમાં નવા હશો ત્યારે politics નો સારો એવો સામનો કરવો પડી શકે છે. તમારી સાથે કામ કરનાર અથવા જે વ્યક્તિને તમે help કરી હશે તે વ્યક્તિ પણ તેના ફાયદા માટે તમારો use કરી લેશે અથવા તમારું ખોટુ કરી શકશે અને તમને ખ્યાલ પણ નહી આવે.

જે વ્યક્તિનું behavior તમારી સામે જેવું હશે તેનો real nature તેનાથી opposite પણ હોઈ શકે છે, માટે પોતાની જાતને આ બધા માટે prepare રાખો અને આવા લોકોથી એક distance બનાવો.

વધારાના unofficial critics ને ignore કરો

દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેટલાક unofficial critics અને judgmental વ્યક્તિઓ હોય જ છે, જેમને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અન્ય વ્યક્તિઓ વિષે negative વાતો કરવી, તેમના minus points જોવામાં અને તેમના વિષે gossip કરવામાં વધુ interest હોય છે. તેમંજ અન્ય વ્યક્તિઓને પોતાની નજરથી judge કરવા તેમનું મુખ્ય કામ અને શોખ હોય છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવા વ્યક્તિઓની વાતોથી વિચલિત ક્યારેય ના થાવ. અહી કોઈપણ વ્યક્તિઓના plus points કરતા minus points વિશે વધુ discuss કરવામાં આંવે છે. જો તમે કોઈપણ ભૂલ કરશો તો આ પ્રકારના વ્યક્તિઓ તમારા પર રીતસરના તૂટી પડશે..

અમુક વ્યક્તિઓને અન્યની ભૂલો અને weak points શોધવામાં જાણવામાં અને discuss વધુ interest હોય છે

તમારા mind માં શું છે? તમારું vision શું છે? તમે શું શું કર્યું? તમે શું કરવાના છો? તે જાણવામાં આ પ્રકારના વ્યક્તિઓને કોઈ જ interest નથી, બસ તમે શું ભૂલ કરી? તેમા તેમને વધુ interest છે. આવા વ્યક્તિઓને તમારા strong points નહીં પણ weak points જોવામાં, શોધવામાં અને તેને discuss કરવામાં જ interest છે..

જો તમને તેઓ સમજી ના શકે, તો તમારા વિષે તેઓ કંઈપણ ધારી લેશે

તમારા thoughts, તમારું vision તેઓ સમજી ના શકે, અથવા સમજી શકવાની capability ના હોય તો તમે ખોટા, અને તેમના મનમાં તમારા વિષે જે પણ negative વિચાર આવ્યો તે જ સાચો, પછી તે વિચાર સાચો છે કે ખોટો તે વિષે જાણવાનો તેઓ tray બિલકુલ નહિ કરે. કારણ કે આવા લોકોને પોતાની misunderstanding ઉપર એટલો બધો trust હોય છે કે truth જાણવામાં તેમને બિલકુલ interest જ નથી.

અમુક વ્યક્તિઓ પોતાના mind માં અન્ય વિષેનો negative વિચાર જલ્દી accept કરી લે છે

Logic ની વાત કરીયે તો અમુક લોકો પોતાના mind માં ખાસ કરીને કોઈ negative વિચાર આવે તો તેને જલ્દી accept કરી લે છે, કારણ કે mind ની નીચે કોઈ હાઈ કોર્ટ નથી હોતી કે જ્યાંથી કોઈ વિચાર સાચો છે કે ખોટો તે decide થઇ mind માં આવે, બસ પોતાના mind માં કોઈ negative વિચાર આવ્યો તે universal truth.

જેઓના mind માં કોઈ કામ નથી તેવો આવા કામ વધુ કરે છે

સૌથી મહત્વની એક વાત યાદ રાખો કે જે લોકો professional છે, જે લોકો genuinely ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે તેઓ આ બધી બાબતોમાં પડતા નથી હોતા, કારણ કે આ બધા માટે તેમની પાસે ટાઈમ હોતો નથી, તેઓને ફક્ત પોતાના કામથી જ મતલબ હોય છે.

આ બધું કામ એ category ના લોકોનું છે જેમની પાસે બીજું કોઈ કામ જ નથી, જેમની પાસે ફ્રી ટાઈમ ખુબ જ છે, જેમની લાઈફનો કોઈ ખાસ goal, target, vision અથવા planning નથી, માટે તેઓને આવા કામોમાં વધુ interest હોય છે, જેમાં તેમને ઘણી ખુશી મળે છે.

આવા critics ને ignore કરી આગળ વધો     

આવા વ્યક્તિઓને માફ કરવા કારણ કે તેઓ પોતાની maturity, mindset અને understanding પ્રમાણે જ વાતો કરતા હોય છે, સમજતા હોય છે અને value કરતા હોય છે. માટે આવા વધારાના અને unofficial critics ને ignore કરો અને આગળ વધો.

હોલીવુડમાં સ્ટીવન સ્પીલબર્ગ જેવા વલ્ડ ક્લાસ ડિરેક્ટરને પણ શરૂઆતમાં ક્રિટીક્સ દ્વારા ડિરેક્ટર તરીકે ગણવામાં જ નહોતા આવ્યા, Jaws (1975) ફિલ્મની સફળતા પછી તેમને ડિરેક્ટર તરીકે accept કરવા પડ્યા.

હંમેશા પૂરેપૂરું જાણ્યા પછી જ કંઇક કહો, opinion આપો, react કરો અથવા judge કરો

કોઈપણ વસ્તુ, વ્યક્તિ અથવા ઘટના વિષે બોલતા, opinion આપતા, react કરતા અથવા judge કરતા પહેલા તેના વિષે 100% જાણી લેવું, અને હંમેશા પૂરેપૂરું જાણ્યા અને સમજ્યા પછી જ કઇંક કહેવું, પોતાનો opinion આપવો, react કરવું અથવા judge કરવું.

નહી તો તમે ખોટા પણ પડી થઇ શકો છો, અધુરી જાણકારી સાથે અને સમજ્યા વગર કંઈપણ કહેશો તો પાછળથી તમે ચોક્કસ ખોટા સાબિત થશો.

ક્યારેક તમારા best thoughts, efforts fail થવાની નિરાશ ના થાવ, અને તેમાંથી જલ્દી બહાર નીકળો

ઘણીવાર એવું બની શકે છે કે તમે તમારો dream project ઉપર કામ કરી રહ્યા હોવ, જેમાં તમારા best idea, thought પરથી ફિલ્મ બનાવતા હોવ, જેમાં તમે ખુબ જ મહેનત કરી હોય, તમે તમારું best આપ્યું હોય છતાં પણ ફિલ્મ સફળ ના થાય.

For example, રાજ કપૂરે ઘણા વર્ષોની મહેનત, ખુબ મોટી સ્ટાર કાસ્ટ અને પોતાનું લગભગ બધુ જ ગીરવે મુકીને big budget ફિલ્મ Mera Naam Joker (1970) બનાવી હતી, પણ કમનસીબે આ ફિલ્મ ચાલી નહિ અને રાજ કપૂર મોટા દેવામાં ડૂબી ગયા અને તેમને માનસિક આઘાત પણ ખુબ લાગ્યો (પાછળથી આ ફિલ્મની ગણતરી cult classic ફિલ્મોમાં થવા લાગી).

આ ઘોર નિષ્ફળતા બાદ તેમણે પોતાના પુત્ર રિશી કપૂરને લોન્ચ કરવા એક હલ્કી ફુલ્કી teenage romantic ફિલ્મ Bobby (1972) બનાવી, જે ખુબ જ હીટ ગઈ, અને તેમને recovery મેળવી.

આવું થવું સામાન્ય છે, આવો સમય દરેક ડિરેક્ટર સાથે આવે જ છે, દુનિયાના best ડિરેકટર્સને પણ ક્યારેકને ક્યારેક આવી નિષ્ફળતા મળી જ છે. બસ આ સમયે ક્યાં ભૂલ થઇ છે તે જુવો, next time તે ભૂલ repeat ના થાય તેવું ધ્યાન રાખો, અને તેમાંથી જેમ બને તેટલા જલ્દી બહાર નીકળી ભવિષ્યના કામ ઉપર ધ્યાન આપો.

ડિરેક્શન સિવાય ફિલ્મના અન્ય કામો પણ જુવો

ડિરેક્ટર ફિલ્મમેકિંગની શરૂઆતથી end સુધીના દરેક કામોમાં જોડાયેલો હોય છે, ડિરેક્શનની સાથે સાથે ફિલ્મના અન્ય કામોમાં પણ ડિરેક્ટરની સારી ફાવટ અને સારું knowledge હોવું જોઈએ, જેમ કે ફિલ્મ business, માર્કેટિંગ, યોગ્ય time ઉપર ફિલ્મ release વગેરે, કારણ કે આખરે ફિલ્મ એક ડિરેક્ટરની જ કહેવાય છે, માટે તે ફિલ્મના દરેક phases સાથે well connected હોવો જોઈએ.

Conclusion

એક ફિલ્મ ડિરેક્ટર કરતી વખતે ડિરેક્ટરે એક સાથે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી પડતી હોય છે, ઘણી બધી accuracy રાખવી પડતી હોય છે. જો તેમાં સહેજ પણ ચુક્યા તો અનેક problems ઉભા થઇ શકે છે, અને ક્યારેય ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

માટે ડિરેક્ટર તરીકે જો પહેલાથી જ અમુક વસ્તુ ધ્યાનમાં રાખશો તો અનેક મુશ્કેલીઓ અને problems થી બચી શકશો, અને તમારું કામ સરળતાથી થશે અને તેનું result પણ સારું જ આવશે.

આમ ફિલ્મ ડિરેક્ટર માટેની આ most important & smart tips દ્વારા ડિરેક્ટર તરીકે તમે એક best અને effective leader prove થઇ શકશો.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... My true passion lies in the world of movies and film direction... I express my perspective on filmmaking, direction, and acting through my blog, GujaratiFilmmaking.com. Additionally, I share my thoughts on film reviews and analysis on GujaratiFilmreview.com.

1 Comment

Write A Comment