એક ફિલ્મમાં સૌથી મોટી designation, અને ફિલ્મમાં સૌથી વધુ responsibilities ધરાવનાર વ્યક્તિ એટલે ફિલ્મ ડિરેક્ટર. એક ડિરેક્ટરે ફિલ્મના અલગ અલગ ડીપાર્ટમેન્ટમાં અનેક પ્રકારના કામો કરવાના હોય છે, અને અલગ અલગ પ્રકારની સેકડો responsibilities નિભાવવાની હોય છે.
માટે એક ડિરેક્ટર તરીકે કેરિયર શરુ કરતા પહેલા, અને એક ફિલ્મ ડિરેક્ટ કરતા પહેલા, તે જાણવું ખુબ જરૂરી છે, કે ફિલ્મમાં એક ડિરેક્ટરની કઈ કઈ work responsibilities હોય છે? ફિલ્મમાં ડિરેક્ટરે ક્યા ક્યા કામો કરવાના હોય છે? ફિલ્મમાં ડિરેક્ટરના ભાગે ક્યા ક્યા કામો આવતા હોય છે?
એક ફિલ્મમાં પ્રી-પ્રોડક્શનથી લઈને ફિલ્મ રીલીઝ સુધી ડિરેક્ટરની મુખ્ય 4 પ્રકારની અલગ અલગ works responsibilities હોય છે
એક ફિલ્મમાં પ્રી-પ્રોડક્શનથી લઈને ફિલ્મ રીલીઝ સુધીના દરેક કામોમાં મોટાભાગે ડિરેક્ટરની આ 4 પ્રકારની અલગ અલગ work responsibilities હોય છે, જેમકે:
(1) Technical responsibilities. (2) Creative responsibilities. (3) Leadership responsibilities. (4) Management work responsibilities વગેરે.
આ બ્લોગ દ્વારા આપણે, એક ડિરેક્ટરે ફિલ્મમાં કયા કયા કાર્યો કરવાના હોય છે? અને કઈ કઈ જવાબદારીઓ નિભાવવાની હોય છે? તે વિશે વિગતવાર જાણીશું અને સમજીશું.
ફિલ્મમાં એક ડિરેક્ટરની અલગ અલગ work responsibilities
01. Script development

Pre-preparation
(1) ફિલ્મના વિષય પર ઊંડાણપૂર્વક study, research અને analysis કરવું, ફિઅને તે સંબંધિત સંપૂર્ણ માહિતી એકત્રિત કરવી. (2) ફિલ્મનો complete project report બનાવવો. (3) સ્ક્રિપ્ટ રાઈટીંગ માટે ફિલ્મ ડિરેક્શન related પોતાની દરેક જરૂરિયાતોનું લીસ્ટ બનાવવું.
Script development
(4) Screenplay રાઈટર દ્વારા સ્ટોરીલાઈન લખાવવી. (5) Characters develop કરાવવા. (6) સ્ટોરી plot તૈયાર કરાવવો. (7) સીન્સ બનાવવા. (8) Dialogues લખાવવા. (9) સ્ટોરીનો flow ચેક કરાવવો. (10) દરેક સીન્સ અને dialogues ને improve કરાવવા. (11) Screenplay ડેવલપ કરાવવો. (12) સ્ક્રિપ્ટ analysis કરવી. (13) સ્ક્રિપ્ટનો final draft તૈયાર કરાવવો.
02. Pre-production

(14) એક્ઝેક્યુટીવ, ક્રિએટિવ પ્રોડ્યુસર અને પ્રોડક્શન મેનેજર સાથે કોઓર્ડીનેટ કરીને pre-production start કરવું, જરૂરી management કરવું. અને પ્રોડ્યુસરને work, progress report send કરવો.
Storytelling, Scene presentation and Direction treatment
(15) Storytelling, screen presentation બનાવવું. (16) સીન imagination & visualization દ્વારા સીન presentation બનાવવું. (17) ફિલ્મ ડિરેક્શન treatment બનાવવી. (18) ફિલ્મની overall quality અને standard level વધારવું.
આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ
(19) આસિસ્ટન્ટ ડિરેક્ટર્સની ટીમ select કરવી, અને ટીમને prepare કરવી. દરેક આસિસ્ટન્ટને તેનું individual work અને responsibilities સમજાવવી. (20) શૂટિંગનું tentative schedule તૈયાર કરાવવું. (21) સ્ક્રિપ્ટ બ્રેકડાઉન કરાવવી. (22) પેપરવર્ક તૈયાર કરાવવા.
ટીમ selection
(23) ડિરેક્શનની ટેકનિશિયન્સ ટીમ select કરવી. Talented, professional અને experienced, knowledgeable અને passionate ટીમ select કરવી. (24) ટીમને પોતાના vision, thoughts અને planning proper સમજાવી, તેમને તે પ્રમાણે કામ કરવા માટે prepare કરાવવા.
Locations selection
(25) ફિલ્મના દરેક સીન્સ પ્રમાણે લોકેશન્સનું લીસ્ટ તૈયાર કરાવવું. (26) લોકેશન્સ visit કરવા અને લોકેશન્સ પ્રમાણે બેઝીક સીન ડિઝાઇન નક્કી કરવી. (27) દરેક સીન્સના લોકેશન્સ select કરવા.
Songs તૈયાર કરાવવા
(28) Lyrics રાઈટર દ્વારા ફિલ્મના સોન્ગ્સ લખાવવા. (29) મ્યુઝિક ડિરેક્ટરને ફિલ્મની requirement સમજાવી મ્યુઝિક compose કરાવવું. (30) સ્ટુડીઓ દ્વારા સિંગર્સ પાસે સોન્ગ્સ ગવડાવી, સોન્ગ્સ રેકોર્ડ કરાવી, સોન્ગ્સના ફાયનલ ટ્રેક તૈયાર કરાવવા. (31) કોરીઓગ્રાફર સાથે સોન્ગ્સની કોરીઓગ્રાફી ડીઝાઈન ફાઈનલ કરવી.
સિનેમેટોગ્રાફી ડિઝાઈન અને શોટ ડિવિઝન
(32) સિનેમેટોગ્રાફર સાથે જરૂરીયાત મુજબ સીન્સ ડીઝાઇન ફાયનલ કરવી. (33) લોકેશન્સ પ્રમાણે અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા શોટ ડિવિઝન કરવું.
સ્ટોરીબોર્ડ અને પ્રોડક્શન ડિઝાઈન
(34) પ્રોડક્શન ડિઝાઈનર અને આર્ટ ડિરેક્ટર જોડે ફિલ્મના દરેક સીનના visual looks ફાયનલ કરવા. (35) સ્ટોરીબોર્ડ આર્ટિસ્ટને દરેક સીન્સ સમજાવી સ્ટોરીબોર્ડ તૈયાર કરાવવા.
એક્ટર્સ મેકઅપ, હેર સ્ટાઇલ, કોસ્ચ્યુમ્સ અને લૂક ફાયનલ કરવો
(36) મેકઅપ-મેન અને હેર ડ્રેસર જોડે એક્ટર્સનો મેકઅપ અને હેર ડિઝાઇન તૈયાર કરાવવી, અને એક્ટર્સનો જરૂરી look ટેસ્ટ કરાવવો. (37) કોસ્ચ્યુમ ડિઝાઈનર જોડે અલગ અલગ સીન્સ પ્રમાણે એક્ટર્સના કોસ્ચ્યુમ ફાઈનલ કરવા. (38) ફેશન સ્ટાઇલિસ્ટ જોડે ફિલ્મમાં એક્ટર્સનો physical look ફાઈનલ કરવો.
એક્ટર્સ વર્કશોપ લેવો
(39) ફિલ્મના characters પ્રમાણે suit થતા એક્ટર્સ select કરવા. (40) એક્ટિંગ વર્કશોપ લેવો, એક્ટર્સને proper સ્ટોરી સમજાવવી, તેનું character સમજાવવું. એક્ટર્સને character પ્રમાણે prepare કરાવવા. (41) સ્ક્રિપ્ટ રીડીંગ કરાવવી અને દરેક સીન્સના proper rehearsal કરાવવા.
Advance responsibilities
(42) ફિલ્મના દરેક કામોને observe કરવા. (43) ટીમને motivate કરવી. ટીમના દરેક પ્રશ્નો અને problems solve કરવા. (44) Business network બનાવવું. (45) ડિરેક્ટર તરીકેનું standard level maintain કરવું. (46) કોઈપણ ટેકનિશિયન્સના talent વિષે જાણીને, ફિલ્મમાં તેના talent, experience, knowledgeનો best use કરવો. (47) જરૂરી દરેક કામોનું કોઈપણ રીતે result મેળવવું.
Other work
(48) પ્રોડક્શન મેનેજર દ્વારા તેમના દરેક કામનો regular follow-up લેવો. (49) ફસ્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર દ્વારા તેમના દરેક કામનો regular follow-up લેવો. (50) પ્રોડક્શન મેનેજર દ્વારા શૂટિંગનું final schedule તૈયાર કરાવવું, દરેક ટેકનિશિયન્સને તેની કોપી અપાવવી. (51) પ્રી-પ્રોડક્શનના દરેક કામો અને activitiesના ફોટોને social media પર post કરાવવા.
03. Production (શૂટિંગ)

(52) એક્ટર્સ અને દરેક ટેકનિશિયન્સને લઈને ફિલ્મ શૂટ શરુ કરાવવું. (53) સીન બ્લોકીંગ કરવો. (54) સીન ડિરેક્ટ કરવો. (55) સીનનો final take લેવો. (56) એક્ટર્સ પાસે તેમની બેસ્ટ એક્ટિંગ કઢાવવી. (57) ટેકનિશિયન્સ પાસેથી તેમનું બેસ્ટ વર્ક કઢાવવું.
(58) એક્ઝેક્યુટીવ, ક્રિએટિવ પ્રોડ્યુસર અને પ્રોડક્શન મેનેજર સાથે કોઓર્ડીનેટ કરી schedule આગળ વધારવું. (59) બીજા દિવસના શૂટની preparation કરાવવી.
04. Post Production (ફિલ્મ એડીટીંગ)

(60) ફિલ્મ એડિટર જોડે ફિલ્મની rough copy તૈયાર કરાવવી. (61) ડબિંગ કરાવવું. (62) ફિલ્મનું background music તૈયાર કરાવવું. (63) એડિટર જોડે complete ફિલ્મ એડિટ કરાવવી. (64) Colorist જોડે ફિલ્મનું કલર કરેકશન કરાવવું. (65) ફિલ્મના genre પ્રમાણે ફિલ્મનું કલર ગ્રેડિંગ કરાવવું. (66) ફિલ્મની credit list ચેક કરાવવી. (67) ફિલ્મની final copy તૈયાર કરાવવી. (68) ફિલ્મનું trailer તૈયાર કરાવવું.
05. Marketing and promotion

(69) ફિલ્મના અલગ અલગ posters તૈયાર કરાવવા. (70) Press conference attend કરવી. (71) માર્કેટિંગ અને પ્રમોશન events attend કરવી.
06. Pre-release & release process

(72) એક્ઝેક્યુટીવ, ક્રિએટિવ પ્રોડ્યુસર સાથે pre-release & releaseની દરેક પ્રક્રિયાઓમાં કોઓર્ડીનેટ કરવું. (73) ફિલ્મ sell કરાવવામાં help, support કરવો. (74) એક્ઝેક્યુટીવ, ક્રિએટિવ પ્રોડ્યુસર દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેટની process અને deal કરાવવી. (75) પ્રીમિયર શો attend કરવો.
Conclusion
ફિલ્મ શરુ થાય ત્યાંથી લઈને પૂરી થાય, ત્યાં સુધીમાં ડિરેક્ટરની અનેક પ્રકારની જવાબદારીઓ હોય છે. ફિલ્મમાં તેમને અસંખ્ય technical અને creative કાર્યો કરવાના હોય છે, અનેક પ્રકારના decisions લેવાના હોય છે, અનેક વ્યક્તિઓ પાસેથી તેમનું best work કઢાવવાનું હોય છે.
ત્યારબાદ સૌથી છેલ્લે, આ ફિલ્મ દ્વારા પોતાની creativity, imagination અને talent ફિલ્મના પરદા ઉપર prove કરીને, ફિલ્મને સફળ બનાવાની હોય છે, જે ડિરેક્ટરની સૌથી મોટી responsibility હોય છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.
