Latest Posts:

એક સ્ટોરી ઉપરથી, પોતાના vision, thoughts અને planning મુજબ, એક્ટર્સ અને ટેકનિશિયન્સના સહયોગથી ફિલ્મ બનાવનાર સર્જકને ફિલ્મ ડિરેક્ટર કહેવાય છે. ફિલ્મ ડિરેક્શન એક most creative અને artistic profession છે.

ડિરેક્ટર, ફિલ્મની સૌથી વધુ responsibilities ધરાવતી અને સૌથી મહત્વની designation છે

ડિરેક્ટર, એક ફિલ્મની સૌથી મોટી responsibilities ધરાવતી, અને most important designation છે. જેમાં ડિરેક્ટરે પોતાનું best talent અને creativity ફિલ્મને આપવાની હોય છે, સાથે સેકડો પ્રકારની responsibilities નિભાવવાની હોય છે, હજારો પ્રકારના અતિ મહત્વના decisions લેવાના હોય છે, ખુબ મોટી ટીમ પાસેથી તેમનું best work કઢાવવાનું હોય છે, સાથે એક effective leadership નિભાવવાની હોય છે, અને આ બધાના અંતે ફિલ્મને સફળ બનાવવાની હોય છે.

Professional ફિલ્મ ડિરેક્ટર કેવી રીતે બની શકાય?

ફક્ત ડિરેક્ટર બનવું, અને એક professional, knowledgeable, qualified અને skillful ડિરેક્ટર બનવું, તે બંનેમાં ખુબ જ મોટો difference છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અને ફિલ્મો બનાવતા દરેક ડિરેક્ટર્સ, professional અને talented હોય તે જરૂરી નથી.

કોઈપણ, ફિલ્મ, વેબ સીરીઝ, શોર્ટ ફિલ્મ, સોંગ બનાવીને ક્રેડીટ નેમમાં ડિરેક્ટર તરીકે નામ લખીને, કોઈપણ વ્યક્તિ ડિરેક્ટર બની શકે છે, પણ આપણે આ બ્લોગમાં એક professional ફિલ્મ ડિરેક્ટર કેવી રીતે બની શકાય? તેના વિષે વાત કરી રહ્યા છીએ.

Professional, knowledgeable અને skillful ડિરેક્ટર બનવા માટે ક્યા પ્રકારનું knowledge મેળવવું? ક્યા પ્રકારની preparations કરવી? અને plannings કરવા?

આ બ્લોગમાં એક professional ફિલ્મ ડિરેક્ટર કેવી રીતે બની શકાય? ડિરેક્ટર બનવા માટે ક્યા ક્યા પ્રકારનું knowledge મેળવવુ? કઈ કઈ preparations કરવી? ક્યા ક્યા પ્રકારના plannings બનાવવા? તેના વિષે step by step જાણીએ અને સમજીએ.

Professional, knowledgeable, qualified અને skillful ફિલ્મ ડિરેક્ટર બનવા માટેની 10 step by step preparation અને planning

01. સૌ પહેલા ફિલ્મમેકિંગ અને ફિલ્મ ડિરેક્શનનું technical knowledge મેળવો

ફિલ્મ ડિરેક્ટર બનવા માટે સૌથી પહેલા ફિલ્મમેકિંગ અને ફિલ્મ ડિરેક્શનનું technical knowledge મેળવો. આ technical knowledge ફિલ્મ ઇન્સ્ટીટ્યુટ દ્વારા આસાનીથી મેળવી શકાય છે, તેના સિવાય self study દ્વારા, ફિલ્મ ડિરેક્શનની books વાંચીને, અથવા internet દ્વારા પણ મેળવી શકાય છે.

ફિલ્મ ડિરેક્શનના મુખ્ય 5 departments છે. ફિલ્મ ડિરેક્શનનું technical knowledge મેળવવા માટેનો સૌથી easy way એ છે, કે ફિલ્મને સૌથી પહેલા તેના અલગ અલગ 5 ભાગમાં વહેચી દો, જેમકે… (1). ફિલ્મ ડિરેક્શન. (2). સ્ક્રીનપ્લે. (3). એક્ટિંગ. (4). સિનેમેટોગ્રાફી, લાઈટીંગ. (5). ફિલ્મ એડીટીંગ, વગેરે.

ફિલ્મને અલગ અલગ 5 ભાગમાં વહેચ્યા બાદ, આ મુખ્ય 5 departments અને તેની અંદરના અન્ય અલગ અલગ technical task નું complete knowledge મેળવો. આ technical knowledge જેટલું વધુ મેળવશો, ડિરેક્ટર તરીકે એટલા વધુ technically strong બનશો.

02. ફિલ્મમેકિંગ અને ફિલ્મ ડિરેક્શન શીખવા માટે આસીસ્ટન્ટ ડિરેક્ટરનો experience મેળવો

ફિલ્મમેકિંગ અને ફિલ્મ ડિરેક્શનનું technical knowledge મેળવ્યા બાદ, તેને practically જાણવા અને સમજવા માટે, ફિલ્મમાં આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ શરુ કરો, જેથી ફિલ્મમેકિંગ processનો practical experience મેળવી શકાશે.

આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાથી જાણવા મળશે… (1) એક ફિલ્મ કેવી રીતે બને છે? (2) ફિલ્મ કેવી રીતે ડિરેક્ટ કરવામાં આવે છે? (3) ફિલ્મમાં ડિરેક્ટરના ક્યા ક્યા કામો અને responsibilities હોય છે? (4) ફિલ્મમાં ક્યા ટેકનિશિયન્સ હોય છે, અને તેમની શું responsibilities હોય છે? (5) ફિલ્મ બનાવતી વખતે ક્યા ક્યા problems આવે છે? અને તેને solve કેવી રીતે કરવામાં આવે છે? વગેરે.

In short આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાથી ફિલ્મમેકિંગ અને ફિલ્મ ડિરેક્શન related તમારા દરેક પ્રશ્નોનું solution મેળવી શકશો. મોટાભાગના ડિરેક્ટર્સ શરૂઆતમાં કોઈ અન્ય ડિરેક્ટરની સાથે આસીસ્ટન્ટ તરીકેનો experience મેળવ્યા પછી ડિરેક્ટર તરીકે પોતાની કેરિયર શરુ કરતા હોય છે.

03. ફિલ્મ ડિરેક્શનનું creative knowledge વધારતા રહો

ફિલ્મ ડિરેક્શનનું technical knowledge મેળવ્યા બાદ, અને આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે experience મેળવ્યા બાદ, હવે એક step આગળ વધીને ફિલ્મ ડિરેક્શનનું creative knowledge મેળવો.

એક ડિરેક્ટર માટે creative knowledge મેળવવું તે ખુબ જ જરૂરી છે, કારણ કે હકીકતમાં આ creativity દ્વારા જ ડિરેક્ટરનું talent માપવામાં આવે છે, અને તેમની value કરવામાં આવે છે.

ફિલ્મ ડિરેક્શનનું creative knowledge કેવી રીતે મેળવવું?

ફિલ્મ ડિરેક્શનનું creative knowledge મેળવવાની અનેક રીતો છે. તેમાંથી સૌથી easy રીત છે ફિલ્મો જોઇને creative knowledge મેળવવું.

Creative knowledge માટે બોલીવુડ અને હોલીવુડની અલગ અલગ પ્રકારની નવી, જૂની ફિલ્મો daily અને regular જોવાની શરુ કરો, ફિલ્મોને ફક્ત જુવો જ નહિ, પણ જોવાની સાથે ફિલ્મોને સમજો, જાણો, તેને study પણ કરો. ફિલ્મના અલગ અલગ cinematic elements વિષે deep analysis કરતા રહો, અને ફિલ્મોમાંથી સતત કંઇકને કંઇક regular શીખતા રહો. આ methodથી તમારામાં ફિલ્મોના creative knowledge વિશેની સમજ વધશે.

ફિલ્મ ડિરેક્શનનું top levelનું creative knowledge મેળવવામાં ખુબ સારો એવો ટાઈમ લાગતો હોય છે, કારણ કે તે ફિલ્મો વિષેની તમારી sense દ્વારા, અને તમારી ફિલ્મ analysis દ્વારા મળે છે, જે તમારા પોતાના experiences દ્વારા મળે છે. જેને શીખવા માટે દરેક વ્યક્તિની પોતાની અલગ અલગ self technique પણ હોય છે. જો તમને ફિલ્મ ડિરેક્શનનું passion હશે, અને જો તમે creative હશો, તો જલ્દી શીખી શકશો.

04. Regular ફિલ્મો જુવો અને ફિલ્મો દ્વારા કંઇકને કંઇક શીખતા રહો

ફિલ્મ બનાવતા પહેલા બને એટલી વધુ ફિલ્મો જુવો, ખાસ કરીને એક ડિરેક્ટર તરીકે ફિલ્મો જુવો, અને સાથે સાથે ફિલ્મને study, research, analysis પણ કરતા રહો. જેના દ્વારા તમને એક ડિરેક્ટર તરીકે ઘણું જાણવા , શીખવા અને સમજવા મળશે.

Regular ફિલ્મો જોવાથી ડિરેક્શન અને ફિલ્મમેકિંગના important elements વિષે જાણવા, સમજવા અને શીખવા મળશે

બોલીવુડ અને હોલીવુડની અલગ અલગ ટાઈમમાં બનેલી નવી, જૂની અને સફળ ફિલ્મો જોવાથી ડિરેક્શન અને ફિલ્મમેકિંગના important elements વિષે ઘણું જાણવા, સમજવા અને શીખવા મળશે, જેમકે…

(1). Direction, storytelling, scene presentation, direction treatment. (2). Screenplay, characters, characterization, character development, cinematic story structure, opening scene. (3). Acting. (4). Cinematography, camera shots, lighting. (5). Production value. (6). Film editing, color correction & grading. (7). Art and creativity.

ડિરેક્ટર તરીકે regular ફિલ્મો જોવાથી તમારામાં આ 3 પ્રકારની skills develop થશે

(1). Regular ફિલ્મો જોવાથી, ધીમે ધીમે ફિલ્મ ડિરેક્શન વિષે તમારામાં એક sense પેદા થશે. (2). ફિલ્મ ડિરેક્શનનું તમારું પોતાનું એક vision develop થશે, તમારા પોતાના thoughts clear થશે. (3). ફિલ્મ ડિરેક્શનનું creative knowledge વધશે, જે એક ડિરેક્ટર તરીકે તમને વધુ skillful અને strong બનાવશે.

ફિલ્મ બનાવતા પહેલા સ્ટીવન સ્પીલબર્ગની દરેક ફિલ્મો જોઈ લો

બની શકે તો પહેલી ફિલ્મ ડિરેક્ટ કરતા પહેલા એક વાર સ્ટીવન સ્પીલબર્ગે ડિરેક્ટ કરેલી દરેક ફિલ્મો જોઈ લો. સ્ટીવન સ્પીલબર્ગે બનાવેલ ફિલ્મો હકીકતમાં જોવા કરતા તેને study, research અને analysis કરવા લાયક વધુ હોય છે. તેથી જ સ્પીલબર્ગની ફિલ્મો જોયા બાદ, ડિરેક્શન વિષેનું તમારું સંપૂર્ણ vision બદલાઈ જશે.

05. ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જાણો અને સમજો

જે ફિલ્ડમાં કામ કરવાનું છે, તે ફિલ્ડને સૌથી પહેલા જાણવું અને સમજવું ઘણું જરૂરી છે, માટે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનાર અલગ અલગ professional વ્યક્તિઓને મળો, તેમના દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના વાતાવરણ વિષે જાણો, તેના rules regulation વિષે જાણો, આ ઇન્ડસ્ટ્રીમાં કામ કેવી રીતે થાય છે? તેની working system વિષે જાણો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈ પણ હોય, ગુજરાતી, બોલીવુડ અથવા સાઉથ, દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું atmosphere અને તેની working system અલગ અલગ હોય છે. માટે એક ડિરેક્ટર તરીકે ઇન્ડસ્ટ્રીને જાણવી, સમજવી ખરેખર જરૂરી છે, કારણ કે તેમાં રહીને જ તમારે કામ કરવાનું છે. માટે જેટલું વધુ અને જલ્દી જાણશો, એટલા જલ્દી સેટ થઇને, વધુ સારી રીતે કામ કરી શકશો.

06. ફિલ્મ બીસનેસને સમજો

ફિલ્મ, એક ડિરેક્ટર માટે એક art અને creativityનો વિષય છે, પણ સાથે સાથે તે પ્રોડ્યુસર માટે ફિલ્મ એક business છે, કારણ કે પ્રોડ્યુસર ફિલ્મમાં invest કરે છે.

માટે ફિલ્મ કેવી રીતે કમાઈ શકે? ફિલ્મના કેટલા income sources હોય છે? ફિલ્મના ક્યા ક્યા rights હોય છે? અને તેમાંથી કેટલી income મેળવી શકાય છે? ફિલ્મમાંથી maximum profit કેવી રીતે મેળવવો? આ બધું પણ સારી રીતે જાણો અને સમજો.

ડિરેક્ટરમાં આ પ્રકારનું business knowledge પણ હોવું જોઈએ. કારણ કે તમારી ફિલ્મો જેટલો વધુ business કરશે, ડિરેક્ટર તરીકે તમે તેટલા વધુ success ગણાશો.

07. Success ડિરેક્ટર્સના experience વિષે જાણો

ઘણી વાર અન્ય વ્યક્તિઓના અનુભવો, એ તમારી પોતાની inspiration બની શકે છે, તેમના અનુભવો દ્વારા તમને ઘણું જાણવા અને શીખવા મળી શકે છે. માટે સફળ ફિલ્મ ડિરેક્ટર્સ અને તેમના અનુભવો વિષે ખાસ જાણો.

જેવા કે… હોલીવુડ ડિરેક્ટર્સમાં સ્ટીવન સ્પિલબર્ગ, જેમ્સ કેમેરૂન, ક્રિસ્ટોફર નોલાન, આલ્ફ્રેડ હિચકોક, સ્ટેનલી ક્યુબ્રીક, રીડલી સ્કોટ, માર્ટિન સ્કોર્સિસ, સેમ રેઈમી, કવેન્ટીન ટેરેન્ટીનો, માઇકલ બે, રોમન પોલાન્સ્કી, રોબર્ટ ઝેમેકીસ, વુડી એલન, અલહાન્દ્રો ઈનારિટુ વગેરે.

જયારે બોલીવુડ ડિરેક્ટર્સમાં રાજકુમાર હીરાની, સંજય લીલા ભનસાલી, ઈમ્તિયાઝ અલી, પ્રિયદર્શન, મણી રત્નમ, સુભાષ ઘાઈ, હ્રીશીકેશ મુખર્જી, શ્યામ બેનેગલ, બી આર ચોપરા, યશ ચોપરા, બાસુ ચેટરજી, બિમલ રોય સત્યજીત રે વગેરે વગેરે.

આ ડિરેક્ટર્સની life, struggle અને achievements વિષે જાણો

આ બધા એ મહાન ડિરેક્ટર્સ છે, જેમણે હોલીવુડ અને બોલીવુડમાં અનેક વખત પોતાનું talent prove કરી ચુક્યા છે. તેઓ ડિરેક્ટર કેવી રીતે બન્યા? તેના માટે તેઓએ કેવી મહેનત કરી? તેમની struggle, તેમના achievements વિષે જાણો. તેમને ફિલ્મો બનાવવા પાછળ કરેલી મહેનત અને તેમના experiences વિષે ખાસ જાણો.

કારણ કે આ ડિરેક્ટર્સ જે અનુભવોમાંથી પસાર થઇ ચુક્યા છે, તે અનુભવોમાંથી તમારે હજી પસાર થવાનું બાકી છે, માટે તેમના અનુભવો ચોક્કસ જાણો, તેમના આ અનુભવો તમને guide કરવાનું કામ કરી શકે છે, જે ભવિષ્યમાં તમને ખુબ કામ લાગશે.

Movie trivia વિષે જાણો

કોઈ પણ ફિલ્મ બનાવવા પાછળ અને તેની આસપાસ નાની મોટી અનેક પ્રકારની interesting story હશે જેના વિષે તમે બિલકુલ અજાણ હશો, IMDBમાં કોઈપણ ફિલ્મ વિષેની આવી વાતો ખુબ જ detailsમા લખાય છે.

આ પ્રકારની અલગ information એક ડિરેક્ટર તરીકે તમારું knowledge વધારશે. ફિલ્મ બનાવવા માટે તેની આસપાસની અનેક વાતો જાણવી અને સમજવી ખુબ જરૂરી પણ છે.

08. તમારા dream projects શરુ કરતા પહેલા તેને study, research અને analysis કરો

ફક્ત ફિલ્મ બનાવવી, અને એક Perfect direction, quality, high standard level, critics acclaimed અને success ફિલ્મ બનાવવી, તે બંનેમાં ખુબ જ મોટો difference છે.

કોઇપણ સફળ ફિલ્મ બનાવવા માટે strong pre-planningની જરૂર પડતી હોય છે. તમારા ડ્રીમ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને તમે ફિલ્મ બનાવવાની મહેનત કરી રહ્યા હોવ, તે ડ્રીમ પ્રોજેક્ટ ઉપર સૌથી પહેલા સારો એવો રેગ્યુલર ટાઈમ આપીને તેને study, research અને analysis કરવાનું શરુ કરો.

જેટલું વધુ study, research અને analysis કરશો ફિલ્મ એટલી વધુ સારી બનશે

ફિલ્મ બનાવતા પહેલા તમારા પ્રોજેક્ટ માટે તમે જેટલો વધુ ટાઈમ study, research, analysis માટે આપશો, તમે એટલા વધુ clear mind બનશો, તમારો confidence વધશે, જેથી ફિલ્મ બનવાતી વખતે તમારાથી ભૂલો ખુબ જ ઓછી થશે, અથવા તો થશે જ નહી, અને આ બધાના કારણે એક સારી ફિલ્મ બનશે.

માટે એક સફળ ફિલ્મ બનાવવા માટે, તમારે ફિલ્મ બનાવતા પહેલા તમારા પ્રોજેક્ટ ઉપર study, research અને analysis પાછળ સારો એવો ટાઈમ ચોક્કસ spend કરવો પડશે.

09. ફિલ્મ ડિરેક્શનનું top level નું knowledge મેળવ્યા બાદ, દરેક પ્રકારની preparations અને plannings કર્યા પછી જ ફિલ્મ બનાવવાનું શરુ કરો

અધૂરા knowledge, અધુરી preparation અને ઉતાવળમાં કોઈ ફિલ્મ બનાવશો, તો તેમાં ઘણા બધા problems અને ઘણી તકલીફો પડશે, જેના કારણે best result અને high quality નહી મળે, જેથી આવી ફિલ્મના સફળ થવાના chances ખુબ જ ઓછા હોય છે.

માટે ફિલ્મ ડિરેક્શનનું top levelનું complete knowledge મેળવ્યા બાદ, અને તેની complete preparation કર્યા પછી જ ફિલ્મ પ્રોજેક્ટની શરૂઆત કરો. ફિલ્મ બનાવતી વખતે ડિરેક્શન related કોઈપણ એવો પ્રશ્ન ના હોવો જોઈએ, જેનો જવાબ તમે જાણતા ના હોવ, આટલા હદ સુધીની strong preparations કર્યા પછી જ પોતાનો ફિલ્મ પ્રોજેક્ટ શરુ કરો.

જેમકે… (1). Perfect direction, high standard level ધરાવતી quality ફિલ્મ કેવી રીતે ડિરેક્ટ કરી શકાય? (2). ફિલ્મની ડિરેક્શન treatment કેવી રીતે? અને ક્યા creative elements દ્વારા બનાવવી? (3). એક સ્ટોરીને ફિલ્મમાં અલગ અલગ રીતે present કેવી રીતે કરી શકાય? (4). સ્ટોરીની કોઇપણ ઘટનાને ફિલ્મ સીનમાં કેવી રીતે present કરી શકાય? એક ફિલ્મમાં ક્યા ક્યા સીન્સ હોવા જોઈએ? (5). એક સીનને અલગ અલગ cinematic techniques દ્વારા ડિરેક્ટ કેવી રીતે કરી શકાય? (6). ફિલ્મની quality અને standard level કેવી રીતે વધારવું?

આ પ્રકારનું top levelનું ultra extra knowledge મેળવ્યા પછી, તમે ફિલ્મ બનાવવા માટે પૂરે પુરા ready થઇ ગયા હશો, તમારામાં એ confidence દેખાઈ પણ આવશે. હવે તમારી પહેલી ફિલ્મ બનાવવા માટે તૈયારીઓ શરુ કરો, અને તેની શરૂઆત પ્રોડ્યુસર શોધવાની સાથે કરો.

પ્રોડક્શન હાઉસનો contact કરો અથવા પ્રોડ્યુસર search કરો

પોતાની ફિલ્મ શરુ કરવા માટે હવે પ્રોડક્શન હાઉસનો contact કરો, અને પૂરી preparation સાથે તેમની પોતાની ઓફર સમજાવો. અથવા તમારી ફિલ્મમાં invest કરી શકે તેવા પ્રોડ્યુસર, ફાઈનાન્સર શોધો.

Presentation માટે એક project file બનાવો

પ્રોડક્શન હાઉસ, પ્રોડ્યુસર, ફાઈનાન્સર સાથેની મિટિંગ દરમ્યાન presentation માટે, ફિલ્મ પ્રોજેક્ટની એક ફાઈલ બનાવો, તેમાં ફિલ્મ બજેટ શીટ, ફિલ્મના અલગ અલગ income sources, ફિલ્મના અલગ અલગ rights, ફિલ્મમેકિંગનું complete schedule, જરૂરી ક્રૂ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ લીસ્ટ, વગેરના પેપર વર્ક બનાવો, જેથી presentation માટે તમને આસાની રહે, અને તેઓ પણ ફિલ્મ પ્રોજેક્ટને આસાનીથી સમજી શકે.

ફાઈનાન્સર, પ્રોડ્યુસરને ફિલ્મમેકિંગ project offer કરો

પ્રોડ્યુસર ફાઈનાન્સરના દરેક પ્રશ્નોના એકદમ perfect reply આપી શકો તે પ્રકારની તમારી strong preparations હોવી જોઈએ. જો તેઓ આ ઓફરમાં interested હશે, તો તેઓ ફિલ્મ બનાવવા માટે agree થશે, અને ડિરેક્ટર તરીકે તમારો પહેલી ફિલ્મ શરુ થશે. પણ અહી સુધી પહોચવા માટે તમારે ઘણો struggle કરવો પડશે.

10. ફિલ્મ project શરુ કરતા પહેલા, ડિરેક્ટર તરીકે પોતાના future plan નક્કી કરો, પોતાના goal સેટ કરો અને પોતાનું vision clear કરો

ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ શરુ કરતા પહેલા તમારું mind એકદમ crystal clear હોવું જોઈએ. જો આ બાબતે તમે clear નહી હોવ, તો ઘણી વાર એવું પણ થશે, કે તમે કામ અંગે જે વિચારતા હશો, તેના કરતા કંઇક અલગ જ થઇ રહ્યું હશે, અને શું થઇ રહ્યું હશે, તે તમને પણ ખ્યાલ નહી રહે, અને જયારે ખ્યાલ આવશે ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હશે.

માટે ફિલ્મ શરુ કરતા પહેલા ડિરેક્ટર તરીકે પોતાના future plan, goal અને vision નક્કી કરો. તમારે ક્યા પ્રકારના ડિરેક્ટર બનવું છે? ક્યા visionથી ફિલ્મો બનાવવી છે? તે clear કરો.

ડિરેક્ટર તરીકે પોતાના future plans અને goal સેટ કરો

અલગ અલગ ડિરેક્ટરના અલગ અલગ planning અને goal હોય છે, તેમાંથી તમારી પસંદગીના goal સેટ કરો, જેમકે…

(1). તમારે ક્યા પ્રકારના ડિરેક્ટર બનવું છે? (2). કેવી ફિલ્મો બનાવવી છે? (3). કેવી રીતે ફિલ્મો બનાવવી છે? ફિલ્મ બનાવવા પાછળ કેવી અને કેટલી મેહનત કરવી છે? કેવી working system અને rules & regulations દ્વારા કામ કરવા માંગો છો? (4). ડિરેક્ટર તરીકે શું શું કરવું છે? અને શું શું બિલકુલ નથી કરવું? વગેરે.

આ બધા જ પોઈન્ટ્સના clear plannings સાથેના goal સેટ કરો. તમારા આ plannings અને goal દ્વારા નક્કી થશે કે તમને હકીકતમાં ક્યા પ્રકારના ડિરેક્ટર બનવામાં interest છે, અને તમે ક્યા પ્રકારના ડિરેક્ટર બની શકો છો.

ફિલ્મો બનાવવા પાછળનું પોતાનું vision clear કરો

દરેક ડિરેક્ટરનું ફિલ્મો બનાવવા પાછળનું એક ચોક્કસ vision હોય છે, કે તે શા માટે ફિલ્મો બનાવવા માંગે છે? મોટાભાગે આ 4 કારણોથી ફિલ્મ બનાવી શકાય છે.

(1). ફિલ્મ ડિરેક્શનનું passion હોવાથી ફિલ્મ બનાવવી. (2). ડિરેક્ટર તરીકેના profession, career માટે ફિલ્મ બનાવવી. (3). ફિલ્મ ડિરેક્ટ કરવાનો ખરેખર શોખ હોવાથી ફિલ્મ બનાવવી. (4). Financial profit મેળવવાના vision દ્વારા ફિલ્મ બનાવવી. (5). ડિરેક્ટર બનવાનો અથવા ફિલ્મ બનાવવાનો ફક્ત શોખ હોવાથી ફિલ્મ બનાવવી.

આ સિવાય, કોઈ ડિરેક્ટર પોતાના પસંદગીના વિષયો ઉપર ફિલ્મ બનાવવા માંગતા હોય. તો કોઈ ઓડીયન્સને પસંદ આવે તેવી કોમર્શીયલ ફિલ્મ બનાવવા માંગતા હોય. કોઈ વધુ મહેનત કરીને quality ફિલ્મ બનાવવા માંગતા હોય, તો કોઈ ગમે તેમ કરીને ફક્ત નામની ફિલ્મ. કોઈ ઓછા સમયમાં વધુ ફિલ્મો બનાવવા માંગતા હોય. તો કોઈ વધુમાં વધુ સમય આપીને સારી ફિલ્મ બનાવવા માંગતા હોય છે. આમ અલગ અલગ ડિરેક્ટર્સના અલગ અલગ vision હોઈ શકે છે.

તમારું vision clear કરવાથી ફિલ્મ બનાવવાનો way નક્કી કરી શકશો

ફિલ્મ શરુ કરતા પહેલા ડિરેક્ટર તરીકે તમારું vision clear કરવાથી તમને ખ્યાલ આવશે કે ફિલ્મ પાછળ કેવી? અને કેટલી મહેનત કરવી? કારણ કે અલગ અલગ vision પ્રમાણે ફિલ્મ બનાવવાનો way અને તેની પાછળ કરવામાં આવતી મહેનત પણ અલગ અલગ હોય છે.

માટે ફિલ્મ બનાવતા પહેલા clear mind સાથે ડિરેક્ટર તરીકે પોતાના future plan, goal અને vision નક્કી કરો, ત્યાર પછી તેને achieve કરવા માટે મહેનત શરૂ કરો.

આટલી preparation અને planning કર્યા પછી જ એક professional ફિલ્મ ડિરેક્ટર બની શકાય છે

આમ Step by step આટલી 10 પ્રકારની તૈયારીઓ કર્યા બાદ, એક professional ડિરેક્ટર બની શકાય છે. ડિરેક્ટર બનવા માટેનો આ સૌથી best option છે, અને હવે તમે એક ફિલ્મ ડિરેક્ટ કરવા માટે almost mentally ready થઇ ગયા હશો.

Conclusion

ફિલ્મ ડિરેક્ટર બનવું, તે ખુબ જ મોટી responsibility અને એક long process છે. ફિલ્મ બનાવવા માટે ફક્ત ફાઈનાન્સર હોવાથી, અને અમુક ટેકનિશિયન્સના સંપર્ક હોવાથી જ ફિલ્મ બની શકતી નથી, અથવા ડિરેક્ટર બની શકાતુ નથી.

એક professional ફિલ્મ ડિરેક્ટર બનવા માટે સૌથી પહેલા તેનું complete knowledge મેળવવું, ત્યારબાદ તેની અલગ અલગ preparations, અને અલગ અલગ plannings કરવા, ત્યારબાદ પોતાના future plan, goal અને vision સેટ કર્યા બાદ, છેલ્લે એક professional, knowledgeable અને skillful ફિલ્મ ડિરેક્ટર બની શકાય છે.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... My true passion lies in the world of movies and film direction... I express my perspective on filmmaking, direction, and acting through my blog, GujaratiFilmmaking.com. Additionally, I share my thoughts on film reviews and analysis on GujaratiFilmreview.com.

10 Comments

  1. मेरे को भी डायरेक्टर बनना हे
    में गुजरात में ‌खेडा जीला से

  2. Ahaa, its nice discussion about this post at this place at this blog, I have read all that, so at
    this time me also commenting at this place.

  3. Hi there I am so grateful I found your website, I really
    found you by error, while I was looking on Digg for something else, Anyways I
    am here now and would just like to say thank you for a fantastic
    post and a all round thrilling blog (I also
    love the theme/design), I don’t have time to read it all at the minute but I have bookmarked it and also added in your RSS feeds, so when I have
    time I will be back to read much more, Please do keep up the awesome b.

  4. You’re so cool! I do not think I’ve truly read anything like this before.
    So nice to find somebody with some genuine thoughts on this subject.
    Really.. thanks for starting this up. This site is something that’s needed on the
    internet, someone with a bit of originality!

  5. What’s Happening i’m new to this, I stumbled upon this I’ve found It absolutely useful and it has aided me out loads.
    I hope to contribute & help other users like its helped me.
    Great job.

  6. Its such as you learn my mind! You seem to grasp a lot approximately this,
    such as you wrote the e-book in it or something.
    I think that you simply can do with some p.c. to power the message house a little bit,
    but other than that, that is great blog.

    An excellent read. I’ll certainly be back.

Write A Comment