એક બ્લોકબસ્ટર, સુપરહીટ, અથવા હીટ ફિલ્મ એક એક્ટરની કેરિયર બનાવી શકે છે, સ્ટ્રગલર એક્ટરને success એક્ટર બનાવી શકે છે, અને આ એક હીટ ફિલ્મ સફળતાના અનેક દ્વાર ખોલી આપે છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ, સ્ટાર, સુપરસ્ટાર એક્ટર બનવા માટે, અને લાંબા સમય સુધી ફિલ્મોમાં કામ કરવા માટે regular સફળ ફિલ્મો આપવી ખુબ જરૂરી છે.
ક્યારેક હીટ ફિલ્મનો એક્ટરને ફાયદો મળતો નથી હોતો
પણ ઘણી વાર તેનાથી એકદમ ઉલટુ પણ થાય છે, એક હીટ ફિલ્મમાં કામ કર્યા બાદ પણ એક્ટર્સને તે ફિલ્મ દ્વારા કોઈપણ પ્રકારનો ફાયદો નથી મળી શકતો. જેમાં ક્યારેક હીટ ફિલ્મના લીડ એક્ટર હોવા છતાં ફિલ્મના success ની બધીજ credit અન્ય એક્ટર્સને મળી જતી હોય છે. અથવા ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ એક્ટરને ફિલ્મોમાં જેવી જોઈએ તેવી સફળતા નથી મળતી હોતી.
હીટ ફિલ્મોના પાર્ટ હોવા છતાં પણ ઘણા એક્ટર્સની કેરિયરનો ગ્રાફ ઉપર જવાને બદલે નીચે જતો હોય છે. અમુક એક્ટર્સની કેરિયર તો અચાનક ખત્મ પણ થઇ જતી હોય છે. આ problems ઘણા બધા એક્ટર્સનો હોય છે, અને આ બધાની પાછળ એક નહી પણ અનેક કારણો હોય છે.
હીટ ફિલ્મોના નિષ્ફળ એક્ટર્સ
ગુજરાતી ફિલ્મનું example લઈને તો Chhello Divas (2015) ફિલ્મમાં લીડ એક્ટર યશ સોની હતો જયારે મલ્હાર ઠાકર સેકંડ લીડ હતો, છતાં પણ ફિલ્મના success ની બધી જ કેડીટ મલ્હાર ઠાકરને મળી અને મલ્હાર ગુજરાતી ફિલ્મનો સ્ટાર બની ગયો, જયારે યશની કેરિયરને એટલો ફાયદો નથી થયો.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા બધા એક્ટર્સ અને એક્ટ્રેસીસ છે, જેમને હીટ, સુપર હીટ કે બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું હોવા છતાં પણ તેમની કેરિયરમાં કોઈપણ પ્રકારનો ખાસ ફાયદો થયો નથી. અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અનેક એક્ટર્સ છે જેમને દસ, પંદર ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેના પછી ક્યાય ખોવાઈ ગયા છે. એક્ટર તરીકે તમારી સાથે પણ આવું ના થાય તે માટે શું કરવું?
ફિલ્મોમાં સફળ એક્ટર બનવા માટે શું કરવું? ફિલ્મોમાં સ્ટાર, સુપરસ્ટાર એક્ટર બનવા માટે કેવા characters નિભાવવા? કયા પ્રકારના characters એક્ટરને સફળ અને સ્ટાર બનાવે છે?
નવા અને અનુભવી એક્ટર્સને પણ ઘણી વાર આ પ્રશ્નો મુંજવતો હોય છે, કે ફિલ્મોમાં successful એક્ટર બનવા માટે શું કરવું? ક્યા પ્રકારના characters ભજવવાથી એક્ટિંગ કેરિયરમાં ફાયદો થઇ શકે? અથવા કેવા characters ભજવવાથી તેની કેરિયરને નુકશાન થઇ શકે? ફિલ્મમાં ક્યા પ્રકારનું character પસંદ કરવું?
આ blog દ્વારા જાણીએ કે ફિલ્મોમાં successful, સ્ટાર, સુપરસ્ટાર એક્ટર એક્ટ્રેસ બનવા કેવા પ્રકારના characters નિભાવવા? કેવા characters ભજવવાથી એક્ટરને સફળતા મળી શકે? અને તેમની ફિલ્મી કેરિયર ખુબ લાંબા સમય સુધી ચાલી શકે.?
સફળ, સ્ટાર, સુપરસ્ટાર એક્ટર બનવા માટે આ 9 rules & regulation ને follow કરો
01. એક્ટિંગના પૂરા chance મળતા હોય તેવા strong અને challenging characters પસંદ કરો

ફિલ્મમાં એક્ટરનું character strong અથવા challenging હોવું જોઈએ, જેના દ્વારા એક્ટરને પોતાની એક્ટિંગ પુરેપુરી બતાવી શકવાના 100% chance મળી શકતા હોય. જો આ પ્રકારનું character હશે, ઉપરાંત ફિલ્મ હીટ જશે તો એક્ટરની કેરિયરને ખુબ ફાયદો થશે અને એક્ટરના સફળ બનવાના chance સૌથી સારા હશે.
પણ જો ફિલ્મમાં એક્ટરનું character ખુબ સામાન્ય અથવા જેમાં એક્ટિંગનો કોઈ ખાસ chance ના હોય તો તમે એક હીટ ફિલ્મના એક્ટર હોવ તો પણ એક્ટરને હીટ ફિલ્મનો કોઈ ખાસ ફાયદો નહિ મળી શકે.
દરેક ફિલ્મોના characters એવા નથી હોતા જેમાં તમે તમારી એક્ટિંગ skill બતાવી શકો, જેના કારણે સ્ટાર એક્ટર્સ અમુક ફિલ્મોની સ્ક્રિપ્ટ વાંચીને ફિલ્મ reject કરી દેતા હોય છે, કારણ કે સામાન્ય characters ભજવીને સ્ટાર એક્ટર્સ પોતાની સફળ કેરિયર ઉપર કોઈપણ પ્રકારનું રિસ્ક નથી લેવા માંગતા હોતા.
માટે હંમેશા strong અને challenging characters ભજવવા, જેમાં એક્ટિંગના પુરા chance હોય, સાથે સાથે અનેક પડકાર હોય, એક્ટિંગમાં કંઇક નવું અથવા અલગ કરી શકવાની તકો પણ હોય.
02. એક્ટર તરીકે એક ચોક્કસ image માં ક્યારેય ના બંધાવ
અમુક એક્ટર્સ તેમની મોટાભાગની ફિલ્મોમાં એક જ પ્રકારના જ characters નિભાવીને એક ચોક્કસ image માં બંધાઈ ગયા હોય છે, જેના કારણે future માં પણ તેમની image મુજબના જ characters ઓફર થયા કરે છે. આ situation માં એક્ટર્સ પાસે તે characters નિભાવવા સિવાય કોઈ બીજો option પણ નથી હોતો.
તેનો minus point એ છે કે એક્ટરને એક જ પ્રકારના character માં વારંવાર જોયા પછી જયારે આ એક્ટર્સ જો તેમની image કરતા અલગ પ્રકારનું પાત્ર ભજવે, ત્યારે ક્યારેક audience તેમને નવા character માં જલ્દી accept નથી કરી શકતી. જેના કારણે ફિલ્મ ફ્લોપ થવાના પણ પુરા chance છે.
કારણ કે એક પ્રકારની image માં બંધાઈને એક જ સરખા પાત્રો ભજવીને ફિલ્મોમાં સફળ એક્ટર નથી બની શકાતું, અથવા લાંબા ટાઈમ સુધી કામ નથી કરી શકાતું. માટે ભૂલથી પણ કોઈ ચોક્કસ પ્રકારની image માં ક્યારેય ના બંધાવ.
03. કોઈપણ character accept ના કરો, હંમેશા selected character ભજવો

દરેક ફિલ્મ accept કરવાના બદલે ફક્ત selected ફિલ્મો જ કરો. જો તમે એક established એક્ટર હશો તો તમને regular ફિલ્મો ઓફર થતી હશે, અને મોટાભાગના established એક્ટર્સ તેમને ઓફર થતી ફિલ્મોમાંથી અમુક selected અને strong character ધરાવતી ફિલ્મો જ પસંદ કરતા હોય છે.
પણ ફ્રેશ એક્ટર્સ જેમની કેરિયર હજી શરૂઆતના stage ઉપર છે, તેઓ જે પણ ફિલ્મ ઓફર થાય તે accept કરી લેવાની ભૂલ કરતા હોય છે. હકીકતમાં કોઈપણ characters accept કરવાથી ફ્રેશ એક્ટરની ફિલ્મોની સંખ્યામાં ચોક્કસ વધારો થાય છે, પણ સાથે સાથે નુકશાન થવાના chance પણ ઘણા છે.
જો તમને 100% લાગતું હોય કે આ ફિલ્મ કરવાથી એક્ટિંગ કેરિયરમાં કોઈપણ પ્રકારનો ફાયદો થઇ શકે તેમ નથી, અથવા ફાયદા કરતા નુકશાન થઇ શકે તેમ છે, તો તે ફિલ્મને reject કરી દો. કારણ કે અમુક પ્રકારના characters ભજવવાથી એક્ટરની image ને ઘણું નુકશાન થતું હોય છે. માટે ઓફર થઇ રહેલ દરેક character નહી પણ હંમેશા selected character ભજવો
04. અલગ અલગ અને variation ધરાવતા characters વધુ નિભાવો
એક સફળ એક્ટિંગ કેરિયર માંટે variation ધરાવતા અલગ અલગ characters ભજવવા ખુબ જરૂરી છે. જેના અનેક ફાયદો છે,
જેમ કે અલગ અલગ characters નિભાવવાથી તેમાં દરેક પ્રકારની એક્ટિંગ કરી શકવાના chance મળી શકે છે, એક્ટર મોટાભાગે કોઈપણ characters માં આસાનીથી set થઇ શકતા હોય છે, જેના કારણે તમે એક complete એક્ટર બની શકશો, અને audience તમને કોઈપણ characters માં આસાનીથી accept કરી શકે છે.
બોલીવુડમાં અત્યારના સુપરસ્ટાર એક્ટર્સમાં આમીર ખાન એવો એક્ટર છે જેને તેની ફિલ્મી કેરિયરમાં દરેક પ્રકારના characters નિભાવ્યા છે, તેમનું એક ફિલ્મનું character બીજી ફિલ્મ કરતા એકદમ અલગ જ હોય છે, અને દરેક characters માં તે perfect suit પણ થયો છે.
તે સિવાય અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાને પણ ઘણા અલગ અલગ characters નિભાવ્યા છે. જેના કારણે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એક્ટર્સ છે, તેમની ફિલ્મી કેરિયર ખુબ સફળ અને લાંબી ચાલી છે. આમ એક એક્ટરે દરેક પ્રકારના પાત્રો ભજવવા જોઈએ.
05. Negative પાત્ર પણ ભજવો, ઘણીવાર લીડ character કરતા negative character વધુ સફળ થાય છે

હોલીવુડ અને બોલીવુડની એવી ઘણી ફિલ્મો છે જેમાં લીડ એક્ટર કરતા negative character ને વધુ સફળતા મળી હોય જેમકે, The Dark Knight (2008) ફિલ્મ એટલે સૌ પહેલા જોકર (હીથ લીઝર) જ યાદ આવે, ફિલ્મના લીડ એક્ટર બેટમેનને (ક્રિસ્ટીયન બેલ) કોઈ યાદ કરતુ નથી. એવી જ રીતે Sholay (1975) ફિલ્મ એટલે સૌથી પહેલા ગબ્બર યાદ આવે, ફિલ્મના લીડ એક્ટર ધર્મેદ્ર અથવા અમિતાભ નહિ.
સ્ક્રિપ્ટમાં negative character દમદાર હોય તો ક્યારેક negative character પણ નિભાવો. શાહરૂખ ખાને તેની શરૂઆતની ફિલ્મોમાં ઘણી negative ભૂમિકાઓ ભજવીને સફળતા મેળવી હતી, જેમ કે ફિલ્મ Baazigar (1993), Darr (1993), Anjaam (1994) વગેરે.
આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે તેની ફિલ્મી કેરિયર 1973 માં શરુ કરી હતી પણ તેને હોલીવુડમાં પહેલી સફળતા ફિલ્મ The Terminator (1984) માં negative રોલ નિભાવીને જ મેળવી હતી. Titanic ફેમ લિયોનાર્ડોએ પણ The Man in the Iron Mask (1998) અને Django Unchained (2012) ફિલ્મમાં negative રોલ કર્યો હતો.
આ examples ઉપર સાબિત થાય છે કે હોલીવુડ હોય કે બોલીવુડ જો character સારું હશે તો audience હીરો કરતા વિલનને વધુ પસંદ કરશે. માટે character strong હોય તો negative પાત્ર પણ ચોક્કસ ભજવો.
06. નાના supporting characters, પણ effective અને important characters ભજવો
જરૂરી નથી કે ફિલ્મના લીડ એક્ટરના character જ મજબુત હોય, ઘણી વાર ફિલ્મના લીડ એક્ટર કરતા સેકંડ લીડ અથવા supporting એક્ટરનું character પણ વધુ મહત્વનું હોય છે, જેમાં એક્ટિંગના chance વધુ હોય છે.
જેમકે… Raees (2017) ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીનો મેઈન રોલ નહતો, છતાં પણ તેના રોલને ખુબ વખાણવામાં આવ્યો છે. Sanju (2018), ફિલ્મમાં વીકી કૌશલનો supporting રોલ છે, છતાં તેને પણ ખુબ વખાણવામાં આવ્યો છે. એવીજ રીતે Kapoor & Sons (2016) ફિલ્મમાં રિશી કપૂરનું character, Ek Villain (2014) માં રીતેશ દેશમુખનું character જે અત્યાર સુધીનું તેનું સૌથી અલગ character હતું.
Supporting રોલમાં હંમેશા એવા characters ભજવો જેનાથી audience સાથે connect થઇ શકાય, અને ફિલ્મ જોયા બાદ એક સામાન્ય વ્યક્તિ પણ તમારા character ને પસંદ કરે.
આમ નાનો supporting રોલ પણ અસરકારક અને મહત્વનો રોલ પણ ભજવો. ફિલ્મમાં તમારા રોલની લંબાઈ કેટલી છે તે મહત્વની નથી પણ તમારો character કેવું છે? અને તે character ભજવતી વખતે તમે એક્ટિંગમાં કેવું? અને કેટલું આપો છો? તે મહત્વનું છે.
07. મસાલા ફિલ્મો કરતા ડ્રામાં જોનર અને serious subjects ધરાવતી ફિલ્મો વધુ કરો

મસાલા ફિલ્મો એટલે રોમાન્સ, કોમેડી, એક્શન ફિલ્મો. જેમાં સિક્સ-પેક અને પરફેક્ટ ફિગર ધરાવતા હીરો હિરોઈન ફોરેન લોકેશન ઉપર ગીતો ગાતા હોય, mindless કોમેડી હોય, ફાઈટ સીન્સ હોય વગેરે. આવી ફિલ્મો ફક્ત audience ના entertainment માટે બનાવવામાં આવતી હોય છે, જેથી તે હીટ જાય તો પણ ક્રિટીક્સ દ્વારા તેને એટલુ ખાસ મહત્વ અપાતું નથી.
ડ્રામાં જોનર અને serious subjects ધરાવતી ફિલ્મોમાં એક્ટિંગનો chance વધુ હોય છે
જયારે ડ્રામાં જોનર, reality base અને serious subjects ધરાવતી ફિલ્મોમાં normal look ધરાવતા એક્ટર્સ એક્ટ્રેસ મોટાભાગે opposite situation ને ફેસ કરીને તેમાંથી બહાર આવવાનો સંઘર્ષ વધુ બતાવાયો હોય છે, જેમાં તેમને એક્ટિંગ બતાવી શકવાના પૂરેપૂરા chance મળે છે.
જેના કારણે આવી ફિલ્મો વધુ સફળ ના થાય તો પણ એક્ટર્સને ચોક્કસ ફાયદો થતો હોય છે. જેમાં એવોર્ડ્સના chance પણ વધુ હોય છે, અને ક્રિટીક્સ દ્વારા ફિલ્મોને ખુબ સરાહના કરવામાં આવે છે.
માટે એક સફળ એક્ટર્સ બનવા મસાલા ફિલ્મો કરતા reality base અને serious subjects ધરાવતી ફિલ્મો વધુ પસંદ કરવી.
08. Audience ની પસંદગીના નહિ પણ ડિરેક્ટર્સ અને ક્રિટીક્સની પસંદગીના એક્ટર બનો
ગ્લેમર ધરાવતા characters ભજવીને તમે young generation માં popular થઇ શકશો, પણ તેનાથી તમારી કેરિયરમાં કોઈ પણ પ્રકારનો ખાસ ફાયદો નહિ થાય. હા એક્ટર તરીકે તમારી fan following ચોક્કસ વધશે.
જયારે challenging characters ભજવવાથી તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર્સ, અને ક્રિટીક્સની પસંદગીના એક્ટર્સ બની શકશો. પણ તમને ફિલ્મો ત્યારે મળશે જયારે તમે ડિરેક્ટર્સની પસંદગીના એક્ટર હોવ.
જેનાથી તમને કેરિયરમાં ઘણો ફાયદો પણ થઇ શકશે, કારણ કે ડિરેક્ટર્સ, ક્રિટીક્સ તમારું look અથવા style નહિ પણ ફક્ત તમારી એક્ટિંગ skill જોતા હોય છે.
હકીકતમાં મોટાભાગના ફ્રેશ એક્ટર્સ ફિલ્મોમાં ગ્લેમર જોઇને ફિલ્મોમાં એક્ટર બનવા માટે પ્રેરાય છે, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા બાદ તેમને સમજાય છે કે સામાન્ય audience ની પસંદગી, ફિલ્મ ડિરેક્ટર્સ અને ક્રિટીક્સની પસંદગી બંને અલગ અલગ અલગ હોય છે.
Audience ની એક્ટર્સ choice
સામાન્ય audience ફિલ્મોમાં હેન્ડસમ એક્ટર્સ, બ્યુટીફૂલ એક્ટ્રેસીસ, ફિલ્મ સોન્ગ્સ વગેરે પસંદ કરતા હોય છે. મોટાભાગના audience તેમના favorite એક્ટર્સ અને એક્ટ્રેસીસને તેમની એક્ટિંગના કારણે નહિ પણ બીજા કોઈ કારણોસર તેમને પસંદ કરતા હોય છે.
ડિરેક્ટર્સ અને ક્રિટીક્સની એક્ટર્સ choice
જયારે ડિરેક્ટર્સ, ક્રિટીક્સ એક્ટર્સનું એક્ટિંગ talent અને તેની ક્ષમતા પ્રમાણે તેમનું valuation કરતા હોય છે. ઈરફાન ખાન, નાવાઝુદ્દીન સિદ્દીકી, રાજકુમાર રાવ, વીકી કૌશલ વગેરે જેવા ઘણા એક્ટર્સ young generation ના favorite એક્ટર્સ નથી, પણ ક્રિટીક્સની દ્રષ્ટીએ એક્ટિંગ ફિલ્ડમાં પોતાની યોગ્યતા સાબિત કરી ચુક્યા હોવાથી તેઓ હાલની ફિલ્મોના સફળ એક્ટર્સ છે.
09. Glamour vs Acting: Glamour characters કરતા challenging characters વધુ નિભાવો

Glamour characters ફ્રેશ એક્ટર્સની પહેલી પસંદગી હોય છે
ફ્રેશ એક્ટર્સને ગ્લેમર character નો વધુ શોખ હોય છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવનાર મોટાભાગના ફ્રેશ એક્ટર્સને ગ્લેમર રોલ વધુ પસંદ આવતા હોય છે, તેમની ઈચ્છા હોય છે કે તેઓ ગ્લેમર રોલ મળે જેથી તેઓ young generation માં popular થઇ શકે, અને આ તેમની સૌથી મોટું ભૂલ છે.
હકીકતમાં ફિલ્મોમાં સફળતા ત્યારે મળે છે જ્યારે તેઓ પડકારજનક ભૂમિકા ભજવે. For example… Student of the Year (2012) ફિલ્મ દ્વારા વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમની ફિલ્મી કેરિયર શરુ કરી હતી અને પહેલી ફિલ્મ દ્વારા જ તેઓ young generation માં ખુબ popular થઇ ગયા હતા. પણ ત્રણેયને સફળતા મળી અન્ય characters દ્વારા.
વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કેરિયર બેસ્ટ એક્ટિંગ
આ ત્રણેય એક્ટર્સની કેરિયર બેસ્ટ એક્ટિંગ વિષે જાણીએ તો વરુણ ધવનની કેરિયર બેસ્ટ એક્ટિંગ Badlapur (2015) ફિલ્મમાં જોવા મળી હતી, અને આ ફિલ્મના performance ઉપર તેને Filmfare Award for Best Actor માટે nomination મેળવ્યું હતું. સિદ્ધાર્થ મલ્હોત્રાની બેસ્ટ એક્ટિંગ ફિલ્મ Ek Villain (2014) માં જોવા મળી હતી.
અનેક challenging characters ભજવીને આલિયા ભટ્ટે પોતાની image change કરી
પહેલી ફિલ્મ દ્વારા આલિયા ભટ્ટની image ગ્લેમર ગર્લ તરીકે બની ગઈ હતી, પણ અલગ અલગ પ્રકારના challenging characters ભજવીને ખુબ જલ્દીથી તેને પોતાની આ image change કરી લીધી.
આલિયાની કેરિયર બેસ્ટ એક્ટિંગ ફિલ્મ Highway (2014) માં જોવા મળી હતી, જેમાં તેને Filmfare Critics Award for Best Actress નો એવોર્ડ જીત્યો, ઉપરાંત Udta Punjab (2016) અને Raazi (2018) બંને ફિલ્મોમાં મજબુત ભૂમિકાઓ બદલ તેને Filmfare Award for Best Actress મેળવ્યો. અને આ ત્રણેય ગ્લેમર રોલ નહિ પણ પડકારજનક રોલ હતા.
આ એ એક્ટ્રેસ છે જેની કેરિયરની શરૂઆતમાં તેની ઉપર સોશિયલ મીડિયા ઉપર જોક્સ પોસ્ટ થતા હતા, અને આજે તે ટોપની એક્ટ્રેસ કહેવાય છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવાનું top secret
દરેક એક્ટર્સે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા મેળવવાનું એક top secret ખુબ જલ્દી સમજી લેવુ જોઈએ, ફિલ્મોમાં રોલ જેટલો વધુ અઘરો અને પડકારજનક હશે, ફિલ્મોમાં સફળતા પણ એટલી જ વધારે મળતી હોય છે.
બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસ એવોર્ડ મેળવનાર character હંમેશા challenging હોય છે
બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ત્યારે મળે છે જયારે character ખુબ challenging હોય. છેલ્લા 7 વર્ષમાં બોલીવુડમાં બેસ્ટ એક્ટર્સ અને બેસ્ટ એક્ટ્રેસીસ એવોર્ડનું લીસ્ટ જોઈયે તો…
બેસ્ટ એક્ટર્સમાં… ઈરફાન ખાન ફિલ્મ Angrezi Medium (2020), રણવીર સિંહ Gully Boy (2019), રણબીર કપૂર Sanju (2018), ઈરફાન ખાન Hindi Medium (2017), આમીર ખાન Dangal (2016), રણવીર સિંઘ Bajirao Mastani (2015), શાહિદ કપૂર Haider (2014), ફરહાન અખ્તર Bhag Milkha Bhag (2013) વગેરે.
જયારે બેસ્ટ એક્ટ્રેસીસમાં… તાપસી પન્નુ ફિલ્મ Thappad (2020), આલિયા ભટ્ટ Gully Boy (2019), આલિયા ભટ્ટ ફિલ્મ Raazi (2018), વિદ્યા બાલન Tumhari Sulu (2017), આલિયા ભટ્ટ Udta Punjab (2016), દીપિકા પાદુકોણે Piku (2015), કંગના રાનાવત Queen (2014), દીપિકા પાદુકોણે Ram-Leela (2013) વગેરે.
ગ્લેમર character ને મોટાભાગે બેસ્ટ એક્ટર એક્ટ્રેસનો એવોર્ડ મળતો નથી
2 points notice કરજો, બેસ્ટ એક્ટર એક્ટ્રેસનો એવોર્ડ મેળવનાર characters મોટાભાગે ગ્લેમર characters નથી હોતા, અને આ બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસના એવોર્ડ મેળવેલા એક્ટર્સની ફિલ્મી કેરિયર હંમેશા લાંબી જ ચાલી છે.
એટલા માટે જ તો મોટાભાગના એક્ટર્સ ઈન્ટરવ્યુંમાં એવું કહેતા હોય છે કે, “હું કોઈ પડકારજનક પાત્ર, અથવા હું એક મજબુત સ્ક્રીપ્ટની તલાશમાં છું, જેમાં હું મારા પાત્રને 100% ન્યાય આપી શકું”,
કારણ કે તેઓ ખુબ સારી રીતે જાણતા હોય છે કે આવા strong characters નીભાવવાથી જ સફળ એક્ટર બની શકાય છે, એક્ટરની કેરિયર લાંબી ચાલી શકે છે, અને બોલીવુડમાં લાંબા સમય સુધી કામ કરી શકાય છે.
ફિલ્મોમાં success થવા માટે, અથવા સ્ટાર, સુપરસ્ટાર એક્ટર બનવા માટે આ પ્રકારના challenging character વધુ નિભાવવા
એક્ટર તરીકે તમારી પાસે 2 ચોઈસ છે, (1) પોતાની પસંદગીના રોલ નિભાવવા, અથવા (2) કેરિયરને ફાયદો થાય તેવા પડકારજનક રોલ નિભાવવા, બંનેમાંથી શું કરવું તે તમારી ઉપર depend કરે છે.
હકીકતમાં પડકારજનક રોલ જ એક એકટરની કેરિયર બનાવી અથવા બચાવી શકે છે. એક strong character એક unknown એક્ટરને પણ સ્ટાર બનાવે છે, અને એક weak character એક સ્ટાર એક્ટરને પણ ફ્લોપ એક્ટર બનાવે છે.
જો તમારી પાસે 2 ફિલ્મોની ઓફર હોય, એકમાં ગ્લેમર character હોય અને બીજામાં strong character હોય અને બંનેમાંથી કોઈ એક ફિલ્મ પસંદ કરવાની હોય તો વધુ વિચાર કર્યા વગર strong character ને પસંદ કરજો.
Conclusion
એક strong character કોઈપણ એક્ટરને સ્ટાર એક્ટર બનાવે છે, અને એક weak character સ્ટાર એક્ટરને પણ ફ્લોપ એક્ટર બનાવે છે. માટે સફળ, સ્ટાર, સુપરસ્ટાર એક્ટર બનવા માટે હંમેશા challenging characters નિભાવો. જેટલા strong characters નીભાવશો એટલી કેરિયર લાંબી ચાલશે.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.