Latest Posts:

કોઈપણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલગ અલગ પ્રકારના અનેક ડિરેક્ટર્સ હોય છે, અને આ અલગ અલગ ડિરેક્ટર્સનું ડિરેક્શન અને ફિલ્મમેકિંગ માટેનું તેમનું passion, vision, talent, dedication, working system, knowledge, hard-work વગેરેમાં ઘણો મોટો ફર્ક હોય છે. જેમાંથી એક category છે professional ડિરેક્ટર.

અગાઉ અનેક blogs માં professional ડિરેક્ટરનો અનેક વાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો આ blog માં તેના વિષે details માં જાણીએ કે, professional ડિરેક્ટર એટલે શું? Professional ડિરેક્ટર કોને કહેવાય? Professional ડિરેક્ટરની સાચી definition શું છે?

સૌથી પહેલા તો એ સમજી લઇયે કે professional ડિરેક્ટર એટલે તે ડિરેક્ટર નહી જેઓ વર્ષોથી regular ફિલ્મો બનાવે છે, જેઓયે કેટલીક હીટ ફિલ્મો બનાવી છે, જેમનું ખુબ જ મોટુ નામ છે, અથવા જેઓ high profile ધરાવે છે. Professional ડિરેક્ટરની definition આ બધા જ કરતા એકદમ અલગ છે.

Professional ડિરેક્ટર એટલે શું? Professional ડિરેક્ટર કોને કહેવાય? Professional ડિરેક્ટરની definition શું છે?

(1). જે ડિરેક્ટર્સને ફિલ્મ ડિરેક્શનનું passion હોય છે. (2). જેઓનું vision ફક્ત ફિલ્મ બનાવવાનું નહી, પણ quality ફિલ્મ બનાવવાનું હોય છે. (3). જેઓને ફિલ્મ ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું top-level નું technical અને creative knowledge હોય છે.

(4). જેઓ art અને creativity માં strongly believe કરતા હોય છે. (5). જેઓ પોતાના દરેક vision, goal અને plan માં એકદમ clear હોય છે. (6). જેઓની first priority તેમની ફિલ્મ હોય છે, અને જેમના દરેક decisions ફક્ત ફિલ્મના ફાયદા માટે જ હોય છે.

(7). તેઓ પોતાની દરેક responsibilities ખુબ સારી રીતે સમજે છે, અને તેને proper નિભાવે છે. (8). જેઓને મહેનત કરવી ખરેખર ગમે છે, અને એક સારી ફિલ્મ બનાવવા માટે દરેક પ્રકારની અઘરી મહેનત કરવા માટે હંમેશા તૈયાર હોય છે.

(9). જેઓની કામ કરવાની એક professional working system હોય છે. (10). જેઓ ફિલ્મના દરેક કામ પાછળ enough time આપીને complete preparation અને proper planning દ્વારા ફિલ્મ બનાવે છે.

આ પ્રકારનો nature, thoughts, quality અને skill ધરાવનાર ડિરેક્ટરને એક professional ડિરેક્ટર કહેવાય છે, પછી તે ડિરેક્ટર તરીકે નવા હોય કે ખુબ જ અનુભવી હોય, તેમની ફિલ્મો સફળ હોય કે નિષ્ફળ હોય, ડિરેક્ટર તરીકે પોતે સફળ હોય કે નિષ્ફળ, તે matter બિલકુલ નથી કરતુ. Professional ડિરેક્ટરની આ true definition છે?

Professional ડિરેક્ટર્સ કેટલાક examples, જે અન્ય દરેક ડિરેક્ટર્સે જાણવા જોઈએ

Professional ડિરેક્ટરના nature, thoughts, quality અને skill વિષે જાણ્યા પછી હવે આગળ તેમના અનુભવો દ્વારા તેમને જાણીએ અને સમજીએ કે શા માટે તેઓને ડિરેક્ટરની category માં ગણવામાં આવે છે.

સત્યજીત રે

સત્યજીત રે જયારે Pather Panchali (1955) ફિલ્મ બનાવતા હતા ત્યારે તેમને એક ફૂલનો સીન લેવો હતો, પણ એ ફૂલની season જતી રહી હતી અને ફરીથી season આવતા 1 વર્ષ લાગે તેમ હતું, તેમને એક વર્ષ રાહ જોઈ અને પછી તે સીન શૂટ કર્યો.

જો તેમના બદલે કોઈ અન્ય ડિરેક્ટર હોત તો તેઓયે practical બનીને આ સીનને avoid કર્યો હોત. પણ professional ડિરેક્ટર હંમેશા પોતાની જરૂરીયાત અને પોતાને જોઈતા પરિણામો મેળવવા માટે કલ્પના બહારની મહેનત પણ કરતા હોય છે.

જેમ્સ કેમેરુન

Titanic (1997) ફિલ્મ જયારે edit થઇ ત્યારે ફિલ્મની લંબાઈ 3 કલાક 14 મિનીટની થતી હોવાથી Foxe studio ના એક્ઝિક્યુટિવ્ઝે ફિલ્મમાં 1 કલાકનો કટ suggest કર્યો. પણ જેમ્સ કેમેરુને તેનો વિરોધ કરીને કહ્યું કે “જો તમે મારી ફિલ્મને કટ કરવા માંગતા હોવ, તો પહેલા તમારે મને ડિરેક્ટર તરીકે હટાવવો પડશે” જે કોઈ રીતે possible નહોતું.

ફિલ્મ કટ ના થાય તે માટે જેમ્સ કેમેરુન પોતાની fees ઓછી કરવા તૈયાર હતા, ઉપરાંત sharing માં પણ પોતાનો profit છોડવા તૈયાર હતા. પણ તેઓ ફિલ્મ કોઈપણ ભોગે કટ કરવા નહોતા માંગતા. કેમેરુનની આવી dedication જોઇને આખરે ફિલ્મમાં એક કલાકના કટને cancel કરવામાં આવ્યો.

જો તેમના બદલે કોઈ સામાન્ય ડિરેક્ટર હોત તો studio ની સામે સંઘર્ષ કરવાના બદલે પોતાને વધુ secure કર્યા હોત, જેથી બીજી ફિલ્મ ડિરેક્ટ કરવા મળી શકે.

સ્ટીવન સ્પીલબર્ગ

સ્ટીવન સ્પીલબર્ગએ એક્ટર ડેનિયલ ડે લુઇસને Lincoln (2012) ફિલ્મ માટે cast કરવા માટે 10 વર્ષ રાહ જોઈ, તેમણે ત્યાં સુધી કહ્યું કે જો ડેનિયલ હશે તો જ તે Lincoln ફિલ્મ બનાવશે, નહીં તો નહીં બનાવે. ડેનિયલના કહેવા પ્રમાણે ત્રણ વાર સ્ક્રિપ્ટ change કરી, ત્યારબાદ ડેનિયલ ફિલ્મ માટે તૈયાર થયા.

કોઈપણ ડિરેક્ટર્સ માટે આટલી હદ સુધી down to earth બનવું possible નથી હોતું, ડિરેક્ટર એટલે ફિલ્મની સૌથી મોટી designation, અને જયારે કોઈપણ વ્યક્તિ એકદમ મોટી designation ઉપર હોય ત્યારે તેમનામાં થોડો ઘણો ego આવીજ જતો હોય છે.

અલહાન્દ્રો ઈનારિટુ

The Revenant (2015) ફિલ્મમાં રીછના હુમલાના સીનને વધુ વાસ્તવિક રીતે નિર્દેશિત કરવા માટે અલહાન્દ્રોએ Grizzly Man (2005) ફિલ્મના ડિરેક્ટર વર્નર હર્ઝોગ સાથે advise લીધી હતી. Birdman (2014) ફિલ્મમાં બેસ્ટ ડિરેક્ટરનો એકેડેમી એવોર્ડ મેળવ્યા પછી પણ તેમને પોતાનાથી નાની work profile ધરાવનાર અન્ય ડિરેક્ટરની advise લીધી.

આવા કામ માટે ખરેખર હિમ્મત જોઈએ, એક અનુભવી પણ પોતાનાથી low profile ધરાવનાર વ્યક્તિ પાસે સલાહ માંગવી તે ખુબ જ હિમ્મતનું કામ છે, એ પણ કોઈપણ પ્રકારના ego વગર, જે દરેક ડિરેક્ટર નથી કરી શકતા હોતા.

આ 4 અનુભવ તે દુનિયાના મહાન ડિરેક્ટર્સના છે. જેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને અનેક વાર સાબિત કરી છે. જો અન્ય કોઈપણ ડિરેક્ટર્સ જો ધારે તો તેમાંથી કંઇક શીખી શકે છે, અને તેમાંથી inspiration પણ મેળવી શકે છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારના professional ડિરેક્ટર્સની ખુબ જ જરૂર છે

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દરેક પ્રકારના ડિરેક્ટર્સના છે, જેમાંથી અમુક unprofessional ડિરેક્ટર્સ પણ છે, જેઓ…

(1). 2 કરોડનું બજેટ બતાવીને 30 લાખમાં ફિલ્મ પૂરી કરીને 1.70 ઘર ભેગા કરે છે. (2). શૂટિંગ દરમ્યાન જયારે એક્ટર્સ પોતાના dialogues માંગે ત્યારે dialogues લખવાનું શરુ કરે છે. (3). સામાન્ય ફિલ્મ બનાવીને પોતાને મહાન ડિરેક્ટર તરીકે show કરે છે.

આ પ્રકારના ફક્ત નામના કહેવાતા ડિરેક્ટર્સના કારણે જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ ધકેલાઈ છે. અત્યારે ઇન્ડસ્ટ્રીની જે હાલત છે તે આવા ડિરેક્ટર્સના કારણે જ છે. Thanks to that kind of some professional directors, જેઓની મહેનતના કારણે આ ઇન્ડસ્ટ્રી હજી સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે.

Conclusion

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવા ડિરેક્ટર્સ હોય છે, જેઓ અન્ય કરતા સૌથી અલગ હોય છે, જેના કારણે મોટાભાગની ઇન્ડસ્ટ્રી ચાલતી હોય છે, આ પ્રકારના ડિરેક્ટરની અલગ જ qualities, skills હોય છે, જે તેમને એક professional ફિલ્મ ડિરેક્ટરની category માં મુકે છે.

Professional ફિલ્મ ડિરેક્ટર બની શકાતું નથી કારણ કે આ quality ફક્ત nature માંજ હોય છે, જેથી તે create કરી શકાતી નથી.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અત્યારે આ પ્રકારના professional ડિરેક્ટર્સની ખુબ જ જરૂર છે, જયારે આ પ્રકારના 20 જેટલા ડિરેક્ટર્સ હશે ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આગળ આવશે, અને ગુજરાતી ફિલ્મોનો golden time ફરી આવશે.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment