Latest Posts:

સફળ એક્ટર બનવા માટે સૌથી પહેલા passion જોઈએ, અને ત્યારબાદ એક્ટિંગ talent અને સૌથી છેલ્લે hard work, એક great એક્ટર બનવા માટે આ ત્રણ qualities ની સૌથી વધુ જરૂર છે. આ સિવાય સફળ બનવા માટે તમારો nature અને તમારા decisions પણ ખુબ મોટો ભાગ ભજવે છે.

એક્ટર્સના અમુક decisions તેની કેરિયર બનાવી શકે છે, તેને સ્ટ્રગલર એક્ટરમાંથી સ્ટાર એક્ટર બનાવી શકે છે, અને અમુક decisions તેની કેરિયર બગાડી પણ શકે છે.

સ્ક્રીનરાઈટર તરીકે વધુ ફીસ અથવા lead character તરીકે ઓછી ફીસ, બંનેમાંથી સિલ્વેસ્ટર સ્ટેલોનની પસંદગી

સ્ક્રીનરાઈટર તરીકે વધુ ફીસ અથવા એક lead character તરીકે ઓછી ફીસ, બંનેમાંથી સિલ્વેસ્ટર સ્ટેલોનની પસંદગીનો આ popular incident ખરેખર સમજવા જેવો છે, જો તમારી પાસે બે options હોય એકમાં વધુ પૈસા મળતા હોય અને બીજામાં તમારી પસંદગીની કેરિયર, તો બંનેમાંથી શું પસંદ કરશો? વધુ પૈસા અથવા કેરિયર?

આ પ્રસંગને આજે એક most inspiration incident તરીકે ગણવામાં આવે છે. આજે આ પ્રસંગને જાણીએ અને સમજીએ કે ક્યાં બે નિર્ણયોએ સિલ્વેસ્ટરને એક સ્ટ્રગલર એક્ટરમાંથી એક સફળ એક્ટર બનાવ્યા.

સિલ્વેસ્ટરની કેરિયરની શરૂઆત

સિલ્વેસ્ટર સ્ટેલોને 1969 માં હોલીવુડમાં એક struggler એક્ટર તરીકે ખુબ જ નાના રોલ કરતા હતા. તેમને 1969 થી 1976 સુધીમાં 13 ફિલ્મો અને ટીવી સીરીયલ્સમાં ખુબ જ નાનું કામ કર્યું હતું, તેમાંથી અમુક રોલ એટલા નાના હતા કે ફિલ્મમાં તેમને credit name પણ આપવામાં આવી નહતી.

આ ટાઈમ દરમ્યાન તેમણે અલગ અલગ જોબ કરીને survive કરવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં પણ કોઈ ખાસ પૈસા મળતા નહતા, અને એક્ટર તરીકે તેમનું કોઈ future નહતું, માટે એક્ટિંગ છોડીને અન્ય જોબ માટે વિચારવાનું શરુ કર્યું.

પણ તેમનામાં એક્ટિંગ માટેનું passion ખુબ જ હતું. આ passion દ્વારા તેમને એક unique decision લીધો જેનાથી તેમની લાઈફ એકદમ change થઇ ગયી.

બોક્સિંગ મેચ જોઈને તેના ઉપરથી સ્ક્રિપ્ટ લખવાનો વિચાર આવ્યો

1975 માં તેમને એક શોપની બહારની TV ઉપર મહાન બોક્સર મહમ્મદ અલી અને ચક વેપનરની એક બોક્સિંગ મેચ જોઈ, મેચ ખુબ જ interesting બની, કારણ કે વેપનર અલીને ખુબ સારી ફાઈટ આપી રહ્યા હતા, અલી વેપનરને પંચ માર્યે જતા હતા અને વેપનર હાર માનવાને બદલે સતત લડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

બસ મેચની આ એક નાની ઘટના તેમના મગજ ઉપર અસર કરી ગઈ. મેચ જોઇને તેમને આ subject ઉપર સ્ક્રિપ્ટ લખવાનો વિચાર આવ્યો, અને આ નિર્ણય તેમની કેરિયર બદલાવી નાખનાર નિર્ણય હતો.

તેમને પોતાને જ લીડ એક્ટર તરીકે ધ્યાનમાં રાખીને Rocky (1976) ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાનું શરુ કર્યું.

સ્ક્રિપ્ટ ઉપરથી ફિલ્મ બનાવવા તેઓ પ્રોડ્યુસર્સને મળ્યા

સ્ક્રિપ્ટ લખ્યા બાદ તેના ઉપરથી ફિલ્મ બનાવવા માટે તેઓ પ્રોડ્યુસર ઇર્વિન વિન્કલર અને રોબર્ટ ચેરટોફેને મળ્યા, બંનેએ સ્ક્રિપ્ટ વાચી અને બંનેને સ્ક્રિપ્ટ ખુબ જ ગમી ગઈ, તેઓ સ્ક્રિપ્ટથી ખુબ જ પ્રભાવિત થયા અને તેઓ આ સ્ક્રિપ્ટ ઉપરથી ફિલ્મ બનાવવા તૈયાર થઇ ગયા, પણ તેમાં એક પ્રોબ્લેમ આવ્યો.

સિલ્વેસ્ટર આ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરવા માંગતા હતા

સિલ્વેસ્ટરે આ સ્ક્રિપ્ટ પોતાને લીડ એક્ટર તરીકે ધ્યાનમાં રાખીને જ લખી હતી, જેથી ફિલ્મમાં પોતે લીડ એક્ટર તરીકે કામ કરવા માંગતા હતા, પણ બંને પ્રોડ્યુસર ફિલ્મમાં લીડ એક્ટર તરીકે અન્ય કોઈ મોટા એક્ટરને લેવા માંગતા હતા.

પ્રોડ્યુસર્સે સિલ્વેસ્ટરને સ્ક્રિપ્ટ વેચવા માટે 2,50,000 ડોલરની ઓફર કરી

બંને પ્રોડ્યુસરને સ્ક્રિપ્ટમાં interest હતો, જેથી તેમને સિલ્વેસ્ટરને સ્ક્રિપ્ટ વેચવા માટે ખુબજ મોટી કહી શકાય તેવી ફીસ એટલે કે 2,50,000 ડોલરની (લગભગ 3 કરોડ 25 લાખ રૂપિયા) ઓફર કરી. આજે પણ આ રકમ ખુબ મોટી ગણાય છે તો તે વખતે આ ફીસ ખુબ જ મોટી ગણાતી હતી.

પણ સિલ્વેસ્ટર પોતે જ ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરવા માંગતા હોવાથી તેમને આટલી મોટી ફીસ મળતી હોવા છતાં પણ તેને આ ઓફર reject કરી દીધી.

પ્રોડ્યુસર્સે સ્ક્રિપ્ટ વેચવા માટે ફીસ વધારીને 3,50,000 ડોલરની ફરી ઓફર કરી

પણ બંને પ્રોડ્યૂસરને ફિલ્મની સ્ક્રિપ્ટમાં ખુબ જ interest હતો, જેથી તેમણે ફરી ઓફર કરી, અને આ વખતે amount હતી 3,50,000 ડોલર (લગભગ 4 કરોડ 65 લાખ રૂપિયા). બંનેને વિશ્વાસ હતો કે આટલી રકમના કારણે સિલ્વેસ્ટરનો નિર્ણય બદલાઈ જશે.

પણ આટલી મોટી ફીસની ઓફર થઈ હોવા છતાંયે સિલ્વેસ્ટરે ફરી ના પાડી. આ રકમ દ્વારા તેઓ ખુબ સારી લાઈફ શરુ કરી શકે તેમ હતા, અને સારું જીવન જીવી શકે તેમ હતા, પણ તેમના માટે ત્યારે વધુ પૈસા કરતા એક્ટર તરીકે કેરિયર બનાવવી વધુ priority હતી.

પ્રોડ્યુસર્સે  ફક્ત 35,000 ડોલરમાં સિલ્વેસ્ટરને લીડ એકટર તરીકે ઓફર કરી

અનેક ડિસ્કશન બાદ છેલ્લે બંને પ્રોડ્યુસરે એટલું તો સમજી ગયા હતા કે સિલ્વેસ્ટર કોઈપણ ભોગે ફિલ્મમાં લીડ એક્ટર તરીકે જ કામ કરવા માંગે છે, એટલે ગમે તેટલી મોટી ફીસ પણ તેમને લલચાવી નહિ શકે, તેથી તેમને સિલ્વેસ્ટરને એકદમ નવી ઓફર કરી.

જો સિલ્વેસ્ટર ફિલ્મમાં લીડ રોલ કરવા માંગતા હોય તેની રકમ હશે 35,000 ડોલર (50 લાખ રૂપિયા) જેમાં રાઇટર તરીકે કોઈ ફીસ નહી મળે, તેઓને લાગ્યું કે આટલી નાની રકમના કારણે સિલ્વેસ્ટર ના કહી દેશે અને વધુ ફીસમાં સ્ક્રિપ્ટ વેચવા તૈયાર થઇ જશે, પણ તેવું થયું નહી.

સિલ્વેસ્ટરે 35,000 ડોલરમાં લીડ એકટર તરીકે કામ કરવાનું વધુ પસંદ કર્યું

અહી સિલ્વેસ્ટરે તેમની લાઈફનો અતિ મહત્વનો બીજો નિર્ણય લીધો, સિલ્વેસ્ટરે આ ઓફર accept કરી લીધી. તેમનો આ નિર્ણય કેટલો સાચો હતો તે આવનાર ટાઈમ કહેશે.

બંને પ્રોડ્યુસર્સ તેમના આ નિર્ણયથી ખરેખર નવાઈ પામ્યા. દુનિયામાં અમુક rare વ્યક્તિઓ એવા હોય છે જે અન્યને સમજમાં નથી આવતા, તેઓ અન્યની સમજની બહાર હોય છે.

રાઇટર તરીકે 3,50,000 ડોલર જેટલી મોટી ફીસ ઠુકરાવીને તેના કરતા 10 ગણી ઓછી ફીસ એટલે કે 35,000 ડોલરમાં લીડ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવાનું સિલ્વેસ્ટરે accept કર્યું,

કારણ કે તેમના માટે વધુ ફીસ કરતા એક ફિલ્મમાં લીડ એક્ટર તરીકે કામ કરીને લોંગ ટર્મ કેરિયર બનાવવી વધુ મહત્વનું હતું.

સિલ્વેસ્ટરે કેમ આટલી મોટી રકમની ઓફર reject કરી?

સૌથી મહત્વની વાત તો હજી બાકી છે, હવે દરેકને તે પ્રશ્ન ચોકસ થશે કે સિલ્વેસ્ટરે શા માટે આટલી મોટી રકમ reject કરી? શું સિલ્વેસ્ટર એક રીચ ફેમીલીથી belong કરતા હતા? અથવા આ રકમ તેમના માટે ખુબ સામાન્ય હતી? ના આવું બિલકુલ નહતું.

જયારે સ્ટેલોને 3,50,000 ડોલરની ઓફર reject કરી ત્યારે તેઓ ખુબ જ ખરાબ સ્થિતિમાં જીવી રહ્યા હતા. ગરીબીના કારણે તેમની પત્ની તેમને છોડીને જતી રહી હતી, રહેવા માટે ઘર નહતું, અમુક દિવસો તેમને બસ સ્ટેશન ઉપર વિતાવ્યા હતા, પેટ ભરીને જમવા પણ મળતું નહતું અને bank balance હતું ફક્ત 106 ડોલર.

તેમની પાસે તેમનો એક ખુબ જ પ્રિય ડોગ હતો જેને ખવડાવવાનો ખર્ચ પણ તેઓ ઉઠાવી શકતા નહતા, માટે તેમને મજબુરીથી તેને 50 ડોલરમાં વેચવો પડ્યો, અને જયારે તેને વેચ્યો ત્યારે તેઓ ખુબ રડ્યા હતા. આવી પરિસ્થિતિમાં તેમણે 3,50,000 ડોલરની ઓફર reject કરી હતી.

આ ટાઈમે ત્યારે તેમનું vision શું હતું? કારણ કે તેમની પાસે એક strong vision હતું.

સિલ્વેસ્ટરનું vision શું હતું?

જયારે તેમને 3,50,000 ડોલરની ઓફર reject કરી હતી આ સમયે સિલ્વેસ્ટરે ખુબ લાંબુ વિચાર્યું હતું, તેમની પાસે એક long time planning હતો, જે હકીકતમાં ખુબ જ ઓછા વ્યક્તિઓ પાસે હોય છે. જેમાં તેઓ સફળ પણ થયા.

Long time planning એટલે સૌથી પહેલા એક કેરિયર બનાવવી, ત્યારબાદ તેમાં સફળ થવું, અને સફળ થયા બાદ પૈસા કમાવા ઉપર ધ્યાન આપવું. આ તેમનું clear vision હતું, જેમાં તેઓ ખુબ sure હતા. બસ આજ કારણે તેમને એકદમ ગરીબ સ્થિતિમાં પણ 3,50,000 ડોલરની ઓફર reject કરી.

સફળ એક્ટર બન્યા પછી પૈસા મળવાના જ છે તેઓ સારી રીતે જાણતા હતા.

સિલ્વેસ્ટર એક strong character નું મહત્વ ખુબ સારી રીતે જાણતા હતા

સિલ્વેસ્ટર ખુબ સારી રીતે જાણતા હતા કે એક સ્ટ્રગલર એક્ટરની લાઈફમાં એક strong લીડ character નું મહત્વ શું છે? તેમને લખેલી આ સ્ક્રિપ્ટનું મહત્વ શું છે? આ ફિલ્મ તેમની કેરિયર ઉપર શું અસર કરી શકે છે? એક strong character એક એક્ટરની લાઈફ બનાવી શકે છે.

આ character તેમની કેરિયર ક્યા પહોચાડશે તેઓ સારી રીતે જાણતા હતા. જયારે પૈસા તો એક વાર સફળ થયા પછી આસાનીથી કમાઈ શકાય છે તે પણ ખુબ સારી રીતે સમજતા હતા. તેમણે લખેલી સ્ક્રિપ્ટ ઉપર તેમને એટલો વિશ્વાસ હતો કે આ સ્ક્રિપ્ટ તેમને એક સફળ લીડ એક્ટર બનાવશે.

અને થયું પણ એવુ જ, ફિલ્મ બની, રીલીઝ થઇ, સુપર હીટ ગઈ અને તેઓ રાતોરાત એક સ્ટ્રગલર એક્ટરમાંથી A-Listed એક્ટરની કેટેગરીમાં આવી ગયા.

ગરીબ પરિસ્થિતિમાં તેમને જયારે 3,50,000 ડોલરની ઓફર reject કરી હતી, ત્યારે તેમને શું વિચારીને ઓફર reject કરી હશે? તે સમજદાર વ્યક્તિઓ હવે એકદમ સારી રીતે સમજી ગયા હશે, અને અમુક confuse હશે.

ખુબ rare એક્ટરમાં આવી સમજદારી હોય છે

શું તમે એવું ક્યારેય વિચાર્યું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર બનવાની રેસમાં અને સફળ થવાની competition માં કેમ અમુક એક્ટર્સ જ સફળ થાય છે, અને મોટાભાગના એક્ટર્સ ફેઈલ જાય છે?

કારણ કે મોટાભાગના એક્ટર્સ લાંબુ વિચારતા જ નથી, તેમની પાસે long time planning હોતો જ નથી, મોટાભાગના એક્ટર્સને જલ્દી જલ્દી સફળતા જોઈએ છે, અને પહેલી ફિલ્મ દ્વારા જ કમાઈ લેવા માંગે છે. Success કેવી રીતે અને શેના દ્વારા મળશે તે વિષે મોટાભાગના એક્ટર્સ વિચારતા જ નથી.

આવું કામ ફક્ત highly intellectual person જ કરી શકે છે. બાકી સામાન્ય વ્યક્તિઓ મોટી ફીસની લાલચ સામે પોતાની કેરિયર પણ દાવ ઉપર મૂકી દેતા હોય છે.

35,000 ડોલરમાંથી તેમણે સૌથી પહેલા શું કર્યું?

આ 35,000 માંથી તેમને સૌથી પહેલા પોતાનો ડોગ પાછો મેળવ્યો. જ્યાંથી તેમને ડોગ વેચ્યો હતો ત્યાં તેઓ થોડા દિવસ ઉભા રહ્યા, જે વ્યક્તિને વેચ્યો હતો તેને ડોગ પાછો આપવાની નાં પાડી. પણ સિલ્વેસ્ટરનો તે ખુબ માનીતો ડોગ હતો, અને મજબુરીમાં વેચ્યો હોવાથી તેઓ કોઈપણ કિંમતે તેને પાછો મેળવવા ઇચ્છતા હતા.

સિલ્વેસ્ટરે તેને 50 ની સામે બે ગણા એટલે કે 100 ડોલરની ઓફર કરી, પણ તે વ્યક્તિએ ના પાડી, સિલ્વેસ્ટરે 200, 300, 500 ની ઓફર કરી છતાં પણ તેને નાં પાડી, આખરે તેમને 15,૦૦૦ ડોલરમાં તેમનો માનીતી ડોગ પાછો મેળવ્યો.

આમ 35,000 માંથી 15,000 ડોગને પાછો મેળવવામાં જ ખર્ચાઈ ગયા. ફિલ્મમાં સિલ્વેસ્ટર પાસે જે ડોગ છે તે તેમનો real ડોગ છે.

સિલ્વેસ્ટર ખરેખર કેટલા emotional અને brave વ્યક્તિ કહેવાય, જેમણે ડોગ પાછો મેળવવા માટે 15,000 ડોલર જેવી મોટી રકમ ખર્ચી નાખી. દુનિયામાં અમુક rare વ્યક્તિઓ એવા હોય છે જેમને પૈસા મેળવવાથી નહી પણ પોતાના ઇચ્છા મુજબનું કામ કરવામાં વધુ ખુશી મળતી હોય છે.

Rocky (1976) ફિલ્મ દ્વારા સિલ્વેસ્ટરની કેરિયર કેવી રીતે બદલાઈ?

ફિલ્મ રીલીઝ થઇ અને ફિલ્મે ઈતિહાસ રચ્યો, 1976 ના વર્ષમાં તે ફિલ્મ હોલીવુડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ સાબિત થઇ, 1 મિલિયનના બજેટમાં બનેલી ફિલ્મે world-wide 225 મિલિયનની કમાણી કરી. ફિલ્મને Best Picture, Best Director અને Best Film Editing ના 3 academy award મેળવ્યા. સિલ્વેસ્ટને academy award for best actor માટે nominees મળ્યું.

30 વર્ષે સિલ્વેસ્ટરને લાઈફની પહેલી સફળતા મળી. ફિલ્મ દ્વારા તેમના નસીબ રાતોરાત બદલાઈ ગયા. આ ફિલ્મે સિલ્વેસ્ટરની સફળ કેરિયર ખુબ મોટો ભાગ ભજવ્યો છે. ત્યારબાદ આ ફિલ્મના કુલ 8 ભાગ પણ બન્યા.

આજે આ ફિલ્મ એક most inspirational ફિલ્મોમાંથી એક ગણાય છે, કારણ કે ફિલ્મમાં પણ તેઓ એક જીવવા માટે સંઘર્ષ કરી રહેલા એક સ્ટ્રગલર ફાઈટરમાંથી એક સફળ ફાઈટર બને છે. ફિલ્મની સ્ટોરી inspirational તો છે જ, પણ હકીકતમાં તો ફિલ્મ પાછળની આ ઘટના વધુ inspirational છે.

બે unique decisions ના કારણે એક struggler એક્ટર રાતોરાત સ્ટાર એક્ટર બન્યો

Long time planning ના એક effective decision ને એક સ્ટ્રગલર એકટરની સફળ લાઈફ બનાવી. સિલ્વેસ્ટરે એમ જ વિચાર્યું હતું કે પહેલા લીડ એક્ટર તરીકે ફિલ્મમાં કામ કરવું, એક એક્ટર તરીકે establish થવું અને પછી મોટો chance મેળવવો, અને આ planning માં તે ખુબ સારી રીતે સફળ થયા.

હકીકતમાં તો ખુબ જ ઓછા વ્યક્તિઓ આ long time planning ને સમજી શકે છે, અને તેને follow કરી શકે છે.

વ્યક્તિના અમુક નિર્ણયો જ તેમને સફળ બનાવે છે

જો તેમને જાતે સ્ક્રિપ્ટ લખવાનો નિર્ણય ના લીધો હોત તો? રાઈટર તરીકે 3,50,00 ફીસ accept કરી લીધી હોત તો? અથવા તેમને એક્ટર તરીકે વધુ ફીસ માંગી હોત તો?

તો કદાચ તેઓ સફળ એક્ટર બન્યા જ નાં હોત, સિલ્વેસ્ટરને સ્ટ્રગલર એક્ટર તરીકે પણ કોઈ ઓળખતું નાં હોત. અથવા ફિલ્મ બની જ નાં હોત,

આમ કોઈપણ વ્યક્તિના અમુક અઘરા નિર્ણયો જ તેમને સફળ બનાવે છે. જો તમે એક્ટર હોવ અને સફળ થવા માંગતા હોવ તો તમારા નિર્ણય બધા કરતા અલગ હોવા જોઈએ.

સફળ એક્ટર બનવા માટે તમારા decisions સૌથી અલગ હોવા જોઈએ

જે એક્ટર્સ great બન્યા છે તેઓ પણ તેમની કેરિયરના કેટલાક અઘરા અને unique decisions નાં કારણે great બન્યા છે. માટે એક્ટર તરીકે તમારા decisions બધાથી અલગ અને unique હોવા જોઈએ. સફળ બનવા માટે તમારા decisions long terms માટેના જોવા જોઈએ.

અનેક એક્ટર્સ પોતાની જ ભૂલોના કારણે સફળ એક્ટર બની શકતા નથી

અમુક વખતે વધુ પૈસાની લાલચ ઘણા એક્ટરને સફળ એક્ટર બનતા રોકે છે. અને આ ખુબ જ મહત્વની વાત મોટાભાગના એક્ટર્સ સમજતા નથી હોતા. અને જયારે સમજે છે ત્યારે ખુબ મોડું થઇ ગયું હોય છે, અને રાઈટ ટાઈમ જતો રહ્યો હોય છે.

પણ આજના મોટાભાગના એક્ટર્સને જલ્દી જલ્દી કમાઈ લેવું છે, સફળ થયા વગર જ બેંક બેલેન્સ બનાવી લેવું છે. અને તેના પ્રયત્નોમાં કેરિયર બની શકતી નથી, આ તેમની સૌથી મોટી ભૂલ છે. જયારે તેઓ નિષ્ફળ જાય છે ત્યારે જ તેઓ ને આ ભૂલ વિષે સમજાય છે કે તેમને કઈ કઈ ભૂલો કરી.

સિલ્વેસ્ટરના આ પ્રસંગ દ્વારા અન્ય એક્ટર્સે શું શીખ લેવી?

(1) સૌથી પહેલા તો long time planning ને સમજો, તેના ફાયદાઓ વિષે જાણો, અને ત્યારબાદ long time planning બનાવો. (2) કેરિયરની શરૂઆતમાં એટલે કે જ્યાં સધી સફળ ના થાઓ ત્યાં સુધી પહેલા કેરિયરને બનાવવામાં priority આપો, અને કેરિયરમાં સેટ થયા બાદ પૈસા કમાવવા વિષે વિચારો. (3) લાલચથી થોડો ટાઈમ દુર રહીને કેરીયરને ફાયદો થાય તેવા મહત્વના નિર્ણયો લેવાનું શરુ કરો. (4) Temporary ફાયદાના કારણે લોંગ ટાઈમ નુકશાન ના થાય તે ખાસ સમજવું.

સિલ્વેસ્ટરનો આ પ્રસંગ આજે most motivational incident તરીકે share કરવામાં આવે છે

સફળ થવા માટે તમારી લાઈફમાં શું priority હોવી જોઈએ? પૈસા અથવા કેરિયર? કેમ અમુક વ્યક્તિઓ જ સફળ થાય છે? અને મોટાભાગના નિષ્ફળ જાય છે? કારણ કે અમુક નિર્ણયો તેમને સફળ બનાવે છે.

Conclusion

જયારે તમે એક્ટર તરીકે કેરિયરની શરૂઆત કરતા હોવ ત્યારે તમારું સૌથી પહેલું vision એક્ટર તરીકે establish થવાનું હોવું જોઈએ. અને એક્ટર તરીકે સફળ થવાની હોવી જોઈએ. વધુ ફીસ મેળવવાના બદલે એક strong character ભજવવા ઉપર વધુ focus રાખો વધી ધ્યાન આપો. પૈસા તો સફળ થયા પછી પણ કમાઈ શકાય છે.

પણ તેની જગયાએ શરૂઆત થીજ એક્ટર તરીકે આટલી ફીસ મળવીજ જોઈએ પછી ભલે તે માટે ફિલ્મ છોડવી પડે અથવા કેરિયર બને કે ના બને, જો તેવી mentality રાખશો તો નિષ્ફળ જશો.

અમુક વ્યક્તિઓ માટે આ ઘટના એક સામાન્ય ઘટના છે, જયારે અમુક માટે ઘણું બધું શીખવનાર છે.

એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment