Latest Posts:

એક ફિલ્મમાં બધુ જ અને કંઈપણ possible છે, જેમ કે જીવતા ડાઈનાસોર, એલિયન, ટોર્નેડોનો વંટોડીઓ, ભૂકંપ, સ્પેસમાં ઉડતી સ્પેસશટલ વગેરે. આ બધા સીન્સ real માં શૂટ કરવા કોઈપણ રીતે possible જ નથી, જેથી ફિલ્મના આવા સીન્સ પોસ્ટ-પ્રોડક્શનમાં એટલે કે ફિલ્મ એડીટીંગમાં special VFX દ્વારા બનાવવામાં આવે છે.

વિઝ્યુલ ઈફેક્ટસ (VFX) એટલે શું?

વિઝ્યુલ ઈફેક્ટસ (VFX) એ પોસ્ટ પ્રોડક્શનની એક technical process છે, જેના દ્વારા ફિલ્મના અમુક અશક્ય લાગતા સીનના એક્શનની વિડીઓ ઈમેજ બનાવવામાં આવે છે.

વિઝ્યુલ ઈફેક્ટસમાં લાઈવ એક્શન ફૂટેજ (સ્પેશિયલ ઈફેક્ટસ) અને ક્રિએટ કરેલી ઈમેજને (ડિજિટલ/ઓપ્ટિકલ ઇફેક્ટ્સ) સંકલન કરીને, અમુક શક્ય ના હોય અથવા શૂટ કરવી ખુબ ખર્ચાળ થાય તેવી વિડિઓ ઈમેજ બનાવવામાં આવે છે.

ફિલ્મમાં વિઝ્યુલ ઈફેક્ટસ કેવી હશે તેનું પ્રિ-પ્રોડક્શનમાં પ્લાનીગ બનાવવામાં આવે છે, જે મુજબ ફિલ્મના સ્ટોરી બોર્ડ તૈયાર કરવામાં આવે છે, અને તે મુજબ જ જરૂરી શૂટ કરવામાં આવે છે.

VFX વગર આજની મોટાભાગની ફિલ્મોની કલ્પના કરવી મુશ્કેલ છે

અત્યારના ટાઈમમાં ફિલ્મોમાં technology વધી હોવાથી VFX વગર આજની મોટાભાગની ફિલ્મોની કલ્પના કરવી એકદમ મુશ્કેલ છે.

બાહુબલી ફિલ્મનો મહેલ અને પાણીનો ધોધ રીયલ નહોતા, એક બિલ્ડીંગ ઉપરથી કૂદતો spiderman, Avengers ફિલ્મ સીરીઝના એક્શન સીન્સ, આ બધા જ સીન્સ વિઝ્યુલ ઈફેક્ટસને (VFX) કારણે શક્ય બન્યા છે, જેને રીયલમાં શૂટ કરવા માટે વિચાર કરવો પણ possible નથી.

તે સિવાય કોઈપણ લાઈવ એક્શન દરમ્યાનમાં તેની સાથે થતી અન્ય અસરો, જેવી કે ગનમાંથી બુલેટ છૂટે અને એક્ટર હટી જાય અને તેની એકદમ નજીકથી બુલેટ નીકળી જાય તે સ્પેશિયલ ઈફેક્ટસ દ્વારા બને છે.

VFX કઈ કઈ અલગ અલગ process દ્વારા થાય છે?

સંપૂર્ણ VFX અલગ અલગ part અને process માં કરવામાં આવે છે, જેમકે, (1) સ્પેશિયલ ઈફેક્ટસ (SFX). (2) ડિજિટલ ઇફેક્ટ્સ (FX). (3) કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી (CGI). (4) મોશન કેપ્ચર. (5) મેટ્ટ પેઇન્ટિંગ.

01. સ્પેશિયલ ઈફેક્ટસ (SFX)

સ્પેશિયલ ઈફેક્ટસ શૂટિંગ દરમ્યાન થતી process છે. ફિલ્મ શૂટિંગ દરમ્યાન બ્લૂ અથવા ગ્રીન સ્ક્રિનનો યુઝ કરીને પોસ્ટ-પ્રોડક્શનમાં background change કરવું, મતલબ કે શૂટિંગના વિડીઓને અન્ય ઈફેક્ટસ સાથે integration કરીને complete સીન્સ બનાવવા.

આમ સ્પેશિયલ ઈફેક્ટસ તે થોડી જૂની technology છે. જૂની ફિલ્મોમાં સ્પેશિયલ ઈફેક્ટસનો ઉપયોગ કરીને જ અમુક સીન્સ બનાવવામાં આવતા હતા, જેમાં મહેનત અને ખર્ચ ઓછો થતો હતો.

02. ડિજિટલ ઇફેક્ટ્સ (FX)

શૂટિંગ કર્યા વગર જ અમુક ચોક્કસ એક્શનની વિડીઓ ઈમેજને સંપૂર્ણ રીતે પોસ્ટ પ્રોડક્શનમાં still photography અને computer-generated imagery (CGI) દ્વારા દેખાવમાં એકદમ real અને natural લાગે તેવા બનાવવામાં આવે છે.

જેમકે ફિલ્મના અમુક લોકેશન્સ, કોઈપણ live animal, હજારો ઓડીયન્સથી ભરેલું સ્ટેડીયમ વગેરે. એવા દરેક સીન્સ જે શૂટ કરવા possible ના હોય તેવા દરેક સીન્સ ડિજિટલ ઇફેક્ટ્સ/ઓપ્ટિકલ દ્વારા બનાવવામાં આવે છે.

03. કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજરી (CGI)

CGI એ પોસ્ટ પ્રોડક્શન દરમ્યાન થતી એક technical process છે, ફિલ્મમાં કોઈપણ કાલ્પનિક પાત્ર અથવા કોઈપણ પ્રાણીને CGI દ્વારા બનાવી શકાય છે.

CGI ની સૌથી પહેલી process છે modelling, જેમાં સૌથી પહેલા પાત્ર, પ્રાણીનું દેખાવનું 3D model બનાવવામાં આવે છે, ત્યારબાદ તેમાં texturing દ્વારા કલર્સ દ્વારા તેને ઓપ આપવામાં આવે છે, shaders દ્વારા તે બંનેને proper જોડવામાં આવે છે, સૌથી છેલ્લે camera ની movement મુજબ virtual camera ની movement મુજબ બંનેની movement match કરીને આખા સીનને composite કરવામાં આવે છે.

Jurassic Park (1993) ફિલ્મના ડાઈનાસોર્સ જેને CGI technology નું સૌથી best example માનવામાં આવે છે.

04. મોશન કેપ્ચર

મોશન કેપ્ચર જેમાં કોઈપણ એક્ટર્સના movement ને digitally record કરવામાં આવે છે. ત્યારબાદ તેને CGI દ્વારા બનાવેલ 3D model માં transfer કરવામાં આવે છે.

જેમાં એક્ટર્સના ચહેરાના હાવભાવ પણ record કરવામાં આવે છે, તેને record કરવા માટે એક્ટરને એક મોશન કેપ્ચર શૂટ પહેરાવવામાં આવે છે. જેમાં special marks લાગેલા હોય છે, જેને કેમેરા track કરે છે, અને સોફ્ટવેરની help થી જે data record કરવામાં આવે છે, તેને CGI દ્વારા બનાવેલ model માં transfer કરવામાં આવે છે.

05. મેટ્ટ પેઇન્ટિંગ

કોઈપણ સીનના foreground  ને same  રાખીને તેના background ને અમુક પેઇન્ટિંગ દ્વારા change કરવાની technical process ને મેટ્ટ પેઇન્ટિંગ કહેવાય છે. હકીકતમાં જૂની ફિલ્મોમાં આ technique નો ખુબ ઉપયોગ થતો હતો જયારે આજે થોડો ઓછો થાય છે.

Conclusion

Visual Effects (VFX) એ અશક્ય લાગતા સીન બનાવવા માટેની એક technology છે જેને અલગ અલગ steps અને processes દ્વારા બનાવવામાં આવે છે.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment