Latest Posts:

કોઈપણ ડિરેક્ટર જયારે ફિલ્મ બનાવે છે ત્યારે ફિલ્મ બનાવવા પાછળ એક ચોક્કસ reason હોય છે, કે તે શા માટે ફિલ્મ બનાવે છે? જેમાં દરેક ડિરેક્ટર્સના અલગ અલગ reason હોય છે.

ફિલ્મ બનાવવાનું vision, goal અને intent અલગ અલગ હોવાના કારણે, સૌથી પહેલા તો ડિરેક્ટરની strength, તેની કામ કરવાની working system, ફિલ્મ બનાવવા પાછળ કરવામાં આવતી મહેનત વગેરે પણ અલગ અલગ પ્રકારની હોય છે.

અને આ બધા દ્વારા છેલ્લે જયારે ફિલ્મ બનીને જયારે રીલીઝ થાય છે ત્યારે ફિલ્મની સફળતા અને નિષ્ફળતાનું result પણ અલગ અલગ હોય છે.

દરેક ડિરેક્ટર્સ અલગ અલગ vision અને goal દ્વારા ફિલ્મો બનાવે છે, તમે ક્યા intent થી ફિલ્મ બનાવો છો?

ફિલ્મ બનાવવા પાછળ દરેક ડિરેક્ટરનું એક ચોક્કસ vision હોય છે, કે તે ક્યા vision, goal અને intent થી ફિલ્મ બનાવે છો?

ડિરેક્ટર તરીકે જયારે તમે એક ફિલ્મ બનાવવાનું વિચારો છો, તો સૌથી પહેલા એ clear કરો કે તમે ક્યાં motto/reason થી ફિલ્મ બનાવવા માંગો છો? ફિલ્મ બનાવવા પાછળ main 5 reasons હોઈ શકે છે. ડિરેક્ટર, એક્ટર અને ટેકનિશિયન તરીકે તમે આ 6 ફિલ્મોમાંથી કોઈ એક ફિલ્મના part છો.

આ blog માં જાણીએ કે અલગ અલગ ડિરેક્ટર્સના ફિલ્મ બનાવવા પાછળ ક્યા ક્યા vision, goal અને intent હોય છે?

ફિલ્મ બનાવવા પાછળના 5 Vision, goal અને intent – જેનાં દ્વારા અલગ અલગ ડિરેક્ટર ફિલ્મ બનાવે છે

01. ફિલ્મ ડિરેક્શનનું passion હોવાથી ફિલ્મ બનાવવી

ડિરેક્ટરનું Vision

અવા ડિરેક્ટર્સને ફિલ્મ ડિરેક્શનનું passion હોય છે, તેઓ ફક્ત ડિરેક્શનના passion ના કારણે જ ફિલ્મો બનાવતા હોય છે. તેઓ ખુબ અઘરી મહેનત, hard work કરવામાં અને તેના દ્વારા better result મેળવવામાં માનતા હોય છે, એક proper ડિરેક્શન અને quality ફિલ્મ બનાવવી તેમનો મુખ્ય ધ્યેય હોય છે.

ડિરેક્ટરની Strength

આવા ડિરેક્ટર ખુબ passionate હોય છે, ફિલ્મમેકિંગનું તેમનામાં એક ગાંડપણ હોય છે. ડિરેક્શનનું તેમને complete knowledge હોય છે. એક quality ડિરેક્શન ધરાવતી ફિલ્મ બનાવવા માટેની દરેક આવડત તેમનામાં હોય છે. ડિરેક્ટર તરીકે તેઓ દરેક પ્રકારની qualities, skills અને talent ધરાવતા હોય છે.

Art અને creativity તેમની ફિલ્મોમાં ખાસ હોય છે. કામમાં તેઓ એકદમ professional હોય છે. તેમના દરેક decision પાછળ ચોક્કસ reasons હોય છે, અને તેમના દરેક reasons ફિલ્મના ફાયદામાં હોય છે. પોતાના ફિલ્ડ વિષે કંઇકને કંઇક નવું નવું જાણવાનો અને શીખવાનો તેમને શોખ હોય છે, અને ડિરેક્ટર તરીકે તેઓ સતત update થતા હોય છે.

આવા ડિરેક્ટરનું passion તેમની મહેનત અને કામ ઉપરથી દેખાઈ આવે છે, જેમ જેમ ટાઈમ જાય તેમ તેમ તેઓ પોતાના કામમાં વધુ mature બનતા જાય છે.

ડિરેક્ટર્સની working system

તેઓ એક professional way દ્વારા ફિલ્મ બનાવતા હોય છે. ફિલ્મ બનાવતા પહેલા તેઓ subject ઉપર study, research અને analysis કરતા હોય છે. એક quality ફિલ્મ બનાવવા માટે ફિલ્મમેકિંગના દરેક rules regulations ને strictly follow કરીને ફિલ્મ બનાવતા હોય છે, અને ફિલ્મ બનાવવા માટેની complete preparations અને planning કર્યા બાદ જ તેઓ ફિલ્મ બનાવે છે.

ફિલ્મ બનાવવામાં તેઓ ખુબ નાની નાની વાતોનું પણ ખાસ ધ્યાન રાખતા હોય છે. ફિલ્મ બનાવતી વખતે તેઓનું complete focus ફક્ત કામ ઉપર જ હોય છે, એક સફળ ફિલ્મ બનાવવા માટે જેટલી પણ મહેનત પણ કરવામાં આવે તે દરેક પ્રકારની અઘરી મહેનત કરતા હોય છે, મેહનત કરવી તેમને ખરેખર ગમતી હોય છે.

તેઓ વાતો કરવાને બદલે કામ કરવામાં વધુ માનતા હોય છે, તેમના કામ કરવાની રીત દ્વારા તેમની એક professional image બનતી હોય છે.

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મનું result

આવા ડિરેક્ટર્સની ફિલ્મ અને આવી રીતે બનતી ફિલ્મ મોટાભાગે સફળ જવાના chance વધારે હોય છે. ડિરેક્ટરે કરેલી મહેનત તેમની ફિલ્મ દ્વારા આસાનીથી દેખાઈ આવે છે.

આવા ડિરેક્ટર્સની Career

આવા passionate ડિરેક્ટર્સની કેરિયર મોટાભાગે ખુબ લાંબી ચાલે છે. ઘણી વાર પોતાની ફિલ્મોમાં વધુ experiments કરતા હોય છે, પણ તેના કારણે ક્યારેક તેઓ નિષ્ફળ પણ જાય છે.

02. ડિરેક્ટર તરીકેના profession, career માટે ફિલ્મ બનાવવી

ડિરેક્ટરનું Vision

પોતાના talent દ્વારા એક હીટ ફિલ્મ બનાવીને તેના દ્વારા પૈસા કમાવવાના ધેય સાથે ફિલ્મ બનાવવી. તેમનો મુખ્ય ધ્યેય એક commercial success ફિલ્મ બનાવવાનો હોય છે. ફિલ્મ બનાવતી વખતે તેઓ audience ની પસંદગીને જ ધ્યાનમાં રાખીને ફિલ્મ બનાવે છે, જેના કારણે સફળ થવાના chance વધુ હોય છે.

ડિરેક્ટરની Strength

તેઓને ફિલ્મમેકિંગનું born passion નથી હોતું પણ ડિરેક્શનનું talent ચોક્કસ હોય છે, પોતાના આ talent નો ઉપયોગ તેઓ પોતાની career બનાવવા, profession માટે અને income source તરીકે કરે છે, જેના કારણે તેઓને commercial ડિરેક્ટર કહેવામાં આવે છે. ફિલ્મમેકિંગ તેમનો main profession, career અને main income source હોય છે.

તેઓ એક સફળ ડિરેક્ટર બની શકે છે, કારણ કે audience ને પસંદ આવે તેવી સફળ ફિલ્મ કેવી રીતે બનાવવી? તે સારી રીતે જાણતા હોય છે.

ડિરેક્ટર્સની working system

કેરિયરની શરૂઆતમાં તેઓ સારી મહેનત વધુ કરે છે, ત્યારબાદ ધીમે ધીમે તેઓ પોતે વધુ મહેનત કરવાને બદલે smart work વધુ કરે છે, અને તેમના ટેકનિશિયન્સ પાસે વધુ મહેનત કરાવે છે.

અન્ય વ્યક્તિઓના talent ને ઓળખીને તેમની પાસે સારું કામ લેવાની કળા તેમની પાસે હોવાથી, મોટા એક્ટર્સને લઈને, અને અન્ય professional અને experienced ટેકનિશિયન્સના talent દ્વારા તેઓ સારી ફિલ્મ બનાવી શકે છે.

તેમની working system professional હોય છે, કારણ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે આ રીતે કામ કરવાથી જ quality ફિલ્મ બની શકે છે. ફિલ્મ બનાવતી વખતે તેઓ ફિલ્મમેકિંગના દરેક rules & regulations ને follow કરતા હોય છે.

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મનું result

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મો મોટાભાગે સફળ વધુ થાય છે, કારણ કે ફિલ્મ commercial subject પસંદ કરીને અને audience ની પસંદગીને ધ્યાનમાં રાખીને, પુરતી મહેનત કરીને બનાવી હોય છે.

આવા ડિરેક્ટર્સની Career

આવા ડિરેક્ટર્સ સફળ ફિલ્મોની એક ચોક્કસ ફોર્મ્યુલા તેઓ જાણતા હોય છે. ડિરેક્ટર્સ જેમ જેમ અનુભવ મેળવતા જાય છે તેમ તેમ તેઓ વધુ સારી અને સફળ ફિલ્મો બનાવતા જાય છે.

03. ફિલ્મ ડિરેક્ટ કરવાનો શોખ હોવાથી ફિલ્મ બનાવવી

ડિરેક્ટરનું Vision

ફિલ્મ ડિરેક્ટ કરવાનો શોખ હોવાથી, એક સારી ફિલ્મ બનાવવાના ધેય સાથે ફિલ્મ બનાવતા હોય છે, અને એક સફળ ફિલ્મ બનાવવાનો અને સફળ ડિરેક્ટર બનવાનો પ્રયત્ન કરતા હોય છે.

ડિરેક્ટરની Strength

તેઓને ફિલ્મમેકિંગનું passion નથી હોતું અને એટલા over talented પણ નથી હોતા, ડિરેક્ટર તરીકે પોતાની limit કેટલી અને ક્યાં સુધીની છે તે સારી રીતે જાણતા હોય છે. છતાં તેઓ એક મીડીયમ બજેટ અને મીડીયમ, નાના અથવા નવા એક્ટર્સને લઈને એક સારી કહી શકાય તેવી ફિલ્મ બનાવી પણ શકે છે, અને ક્યારેક ખુબ સફળ ફિલ્મ પણ બનતી હોય છે.

ડિરેક્ટર્સની working system

તેઓ પોતાના talent અને હાયર કરેલા ટેકનિશિયન્સના talent દ્વારા બને એટલું સારું કામ કરવાનો સતત પ્રયત્ન કરતા હોય છે..

આવા ડિરેક્ટર્સ secure & safe game વધુ રમતા હોય છે. તેઓ ડિરેક્શનમાં કોઈ ખાસ વધારાના experiments નથી કરતા હોતા, તેમની મહેનત કરવાની એક ચોક્કસ limit હોય છે. તેમનું કામ ચોક્કસ સારું હોય છે, પણ unique, advance અથવા different નથી હોતું,

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મનું result

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મોનું પરિણામ ફિક્સ નથી હોતું, ક્યારેક ક્યારેક ફિલ્મ સફળ થાય છે, ક્યારેક થોડી ઓછી સફળ થાય છે, તો ક્યારેક સારી ફિલ્મ હોવા છતાં પણ ફિલ્મ ફેઈલ પણ જાય છે, અને ક્યારેક ફિલ્મ સંપૂર્ણ રીતે fail જાય છે.

આવા ડિરેક્ટર્સની Career

આવા ડિરેક્ટર્સ મીડીયમ પ્રોફાઈલ ધરાવનાર હોય છે, અને તેમના રેકોર્ડમાં ફ્લોપ, સારી, સફળ, એમ દરેક પ્રકારની ફિલ્મો હોય છે.

04. Financial profit મેળવવાના vision દ્વારા ફિલ્મ બનાવવી

ડિરેક્ટરનું Vision

ફિલ્મ બનાવવાથી, અને ફિલ્મ હીટ જવાથી ખુબ પૈસા મળે છે, અથવા આ ફિલ્મે આટલો business કર્યો માટે આવી એક ફિલ્મ બનાવીને તેમાંથી ખુબ પૈસા કમાઈ લેવા, આવા ધ્યેયથી ફિલ્મ બનાવવી. ફક્ત પૈસાને ધ્યાનમાં રાખીને ફિલ્મ એક ફિલ્મ દ્વારા પૈસા કમાઈ લેવાના ધ્યેય સાથે ફિલ્મ બનાવવી.

તેઓ સમજતા નથી હોતા કે ફિલ્મ સૌથી પહેલા એક આર્ટ છે, ત્યારબાદ ફિલ્મ એક બીઝનેસ છે. ફિલ્મ આર્ટ હોવાના કારણે સૌ પહેલા ફિલ્મ વિષે creatively વિચારીને ફિલ્મ બનાવવી જોઈએ અને ત્યાર બાદ તેમાંથી બીઝનેસ કરીને કમાવવા વિષે વિચારવું જોઈએ.

ડિરેક્ટર્સની working system

બીજી સફળ ફિલ્મો દ્વારા તેઓ inspire થયેલા હોય છે. તેઓ ફિલ્મમાંથી પૈસા કમાવવા માટે એક સારી ફિલ્મ બનાવવા માંગે છે, પણ ફિલ્મમેકિંગનું passion અને એટલું talent ના હોવાના કારણે, અને ફિલ્મ પાછળ proper મહેનત ના કરવાથી જેમ જેમ ફિલ્મ બનતી જાય તેમ તેમ અનેક problems ઉભા થતા જાય છે.

અધૂરા knowledge અને અધુરી preparation સાથે ફિલ્મ બનાવવાના કારણે ફિલ્મ બનાવતી વખતે જાણ્યે અજાણ્યે થતી ભૂલો થતી જાય છે, જેથી છેલ્લે એક સારી ફિલ્મ બની શકતી નથી. ફિલ્મ બનાવતી વખતે ફિલ્મના ટેકનિશિયન્સ આસાનીથી સમજી જાય છે કે ડિરેક્ટરને વધુ knowledge નથી. માટે પોતે પોતાની રીતે અને પોતાનુ જ ચલાવીને કામ કરતા હોય છે.

તેઓ ક્યારેય નવું શીખવાનો જાણવાનો અથવા અપડેટ થવાનો પ્રયત્ન નથી કરતા હોતા. કારણ કે તેવી તેમને જરૂર જ નથી હોતી. પોતાને જે ગમે છે તે audience ને ગમશે જ, તેવું તેમનું thinking હોય છે. માટે તેઓ ક્યારેય audience ની પસંદગી જાણવાનો પ્રયત્ન નથી કરતા હોતા.

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મનું result

આવા ડિરેક્ટરની અને આવી રીતે બનતી ફિલ્મો મોટાભાગે ફ્લોપ જ જાય છે, ફિલ્મ ફ્લોપ થાય ત્યારે જ તેઓ માને છે કે ભૂલ થઇ. બાકી ત્યાં સુધી તો તેઓ એવું જ માને છે કે ફિલ્મ ખુબ સારી બની છે.

આવા ડિરેક્ટર્સની Career

આવા ડિરેક્ટર્સની કોઈખાસ કેરિયર હોતી નથી, બે, ચાર ફિલ્મ બનાવી તેઓ બીજા profession માં જતા રહે છે.

05. ડિરેક્ટર બનવાનો અથવા ફિલ્મ બનાવવાનો ફક્ત શોખ હોવાથી ફિલ્મ બનાવવી

ડિરેક્ટરનું Vision

પબ્લિક તેમને ફિલ્મ ડિરેક્ટર તરીકે ઓળખે તેવા ધ્યેયના કારણે ફિલ્મ બનાવવી. અથવા તો ફક્ત ફિલ્મ બનાવવાનો શોખ હોવાથી, પછી ભલે ફિલ્મ બનવાનું talent ના હોય તો પણ વાંધો નહી

તેમનાં માટે ફક્ત ફિલ્મ બનાવવી તે જ સૌથી મોટો plus point, કેવી ફિલ્મ કેવી quality ની બનાવવી તે નહી. એક સારી ફિલ્મ બનાવવાની જગ્યાએ ફક્ત ફિલ્મ બનાવવાના ધ્યેય સાથે (પછી ભલે ગમે તેવી ફિલ્મ બને) ફિલ્મ બનાવવી.

ડિરેક્ટર્સની working system

તેમના કામમાં કોઈ planing જેવું કંઇ હોતું નથી. તેમને જેવું આવડે છે તેવું બનાવે છે. પોતાને ગમે, ફાવે અને માફક આવે તેવું કામ કરી, અને પોતાને અનુકુળ પડે તેવા જ નિયમો પ્રમાણે ફિલ્મ બનાવતા હોય છે, અને છતાં પણ આશા રાખતા હોય છે કે ફિલ્મ હીટ જાય.

ફિલ્મમાં એકદમ ઓછું talent ધરાવનાર ટેકનિશિયન્સને hire કરતા હોય છે, અને તેમની પાસે best result મેળવવાની આશા રાખતા હોય છે.

આવા ડિરેક્ટર્સ એવું સમજે છે કે તેઓ બધું જ જાણે છે. પોતાના દરેક કામ અને પોતાનું talent ફક્ત પોતાની જ દ્રષ્ટીએ જજ કરતા હોય છે, માટે પોતાના કામમાં તેમને ક્યારેક કોઈ ભૂલ દેખાતી નથી હોતી, પોતે જે પણ કંઇ કરે છે તે બેસ્ટ છે, એમ સમજીને દરેક કામો કરતા હોય છે.

પોતાના decisions વારંવાર બદલ્યા કરે છે, આવા લોકો ક્યારેક કોઈની અલાહ સામેથી લેતા નથી, અને કોઈ તેમને સલાહ આપે તેના વિષે વિચારતા પણ નથી.

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મનું result

ફિલ્મ આવા ડિરેક્ટર્સની અને આવી રીતે બનતી ફિલ્મ પહેલાથી જ ફ્લોપ હોય છે. ફિલ્મ ફ્લોપ જવાથી તેમને કોઈ ખાસ દુખ થતું નથી.

આવા ડિરેક્ટર્સની Career

આવા ડિરેક્ટર્સની દરેક ફિલ્મો ફ્લોપ જ હોય છે, અને ફ્લોપ ફિલ્મો બનાવવામાં તેવો ટેવાઈ ગયા હોય છે. પોતાની દરેક ફિલ્મ ફ્લોપ ગયા પછી પણ ડિરેક્ટર પોતાની ફિલ્મના વખાણ કરતા હોય છે, કારણ કે તેમની ફિલ્મ કોઈએ જોઈ હોતી નથી.

06. Personal બેંક બેલેન્સ બનાવવાના vision સાથે, ખુબ ઓછા પૈસે, અને ફક્ત નામની ફિલ્મ બનાવવી

ડિરેક્ટરનું Vision

ફક્ત પોતાના ફાયદા માટે ફિલ્મ બનાવવી. ડિરેક્ટર તરીકે ફક્ત ફાયદો મેળવવાના ધ્યેય સાથે ફિલ્મ બનાવવી. એક પ્રોડ્યુસરને અનેક લાલચો અને પૈસા કમાવવાની વાતોમાં લાવીને તેમને ફિલ્મમાં finance કરવા માટે રેડી કરવા, ત્યારબાદ ફિલ્મના બજેટમાંથી ખુબ ઓછા પૈસે અને ફક્ત નામની ફિલ્મ બનાવવી, અને બાકીના પૈસા દ્વારા પોતાનું બેંક બેલેન્સ બનાવવું. આ તેમનો મુખ્ય ધેય હોય છે.

ડિરેક્ટરની Strength

આવા ડિરેક્ટર પાસે ફક્ત એક જ talent હોય છે, મોટી મોટી વાતો કરવી, અને કોઈપણ પ્રોડ્યુસરને ફિલ્મમાં invest કરવા માટે રેડી કેવી રીતે કરવા. અને તેમાં પણ તેમનો success ratio સારો નથી હોતો, કારણ કે તેમના contact માં આવનાર દરેક વ્યક્તિઓને તેઓ finance કરવાનું કહેતા હોય છે.

Genuine પ્રોડ્યુસર તેમની વાતોમાં ક્યારેય નથી આવતા પણ કાચા unprofessional વ્યક્તિઓ તેમની વાતોમાં આવીને ફાયનાન્સ કરીને ફસાતા હોય છે. કારણ કે આવી ફિલ્મ ક્યારેય profit મેળવી શકતી નથી હોતી.

ડિરેક્ટર્સની working system

પ્રોડ્યુસર મળ્યા પછી એક્ટિંગમાં કઈ ખાસ ના હોય તેવા એક્ટર્સ અને ટેકનિશિયન્સને લઈને, જેમ બને તેમ જલ્દી શૂટિંગ શરુ કરવું, કારણ કે તેને એ ડર ખાસ હોય છે કે પ્રોડ્યુસર વચ્ચેથી જ ક્યાય નીકળી ના જાય.

તેમનું સંપૂર્ણ ધ્યાન એ point ઉપર હોય છે કે આ ફિલ્મ દ્વારા તેમને વધુમાં વધુ ફાયદો કેવી રીતે? અને ક્યાંથી મળે? જેથી ફિલ્મ બનાવવામાં તેનું થોડું પણ ધ્યાન હોતું નથી, અને તેમની ફિલ્મમાં પણ એવા એક્ટર્સ અને ટેકનિશિયન્સ હોય છે જેમને થોડા ઘણા પૈસા મળે છે એટલે તેઓ કામ કરે છે.

શૂટિંગ કર્યા પછી અને ખાસ કરીને એડીટીંગ કર્યા પછી ડિરેક્ટરને ફિલ્મમાં કોઈપણ પ્રકારનો રસ રહેતો નથી, કારણ કે તેનું કામ થઇ ચુક્યું હોય છે. ત્યારબાદ ડિરેક્ટર અને પ્રોડ્યુસર વચ્ચે સબંધો બગડે છે, જગડો થાય છે અને કોર્ટ કેસ પણ થાય છે.

આવા ડિરેક્ટર્સ અને આવી રીતે બનતી ફિલ્મનું result

આવી રીતે બનતી ફિલ્મો બનતા પહેલાની સાથે 100% નિષ્ફળ જાય છે, અને ફાયનાન્સરે ઇન્વેસ્ટ કરેલ પૈસા ડૂબી જતા હોય છે. ત્યારબાદ ડિરેક્ટર ફરીથી નવા પ્રોડ્યુસરને શોધવાનું (ફસાવવાનું) કામ શરુ કરે છે.

આવા ડિરેક્ટર્સની Career

આવા ડિરેક્ટરની કેરિયર મોટાભાગે જલ્દી ખત્મ થઇ જાય છે, પણ જો વધુ પ્રોડ્યુસરને ફસાવવામાં જો તે સફળ થાય તો તેમના રેકોર્ડમાં 5, 10 ફિલ્મો હોય છે, છતાં પણ તેઓ ફક્ત નામના ડિરેક્ટર હોય છે.

એક ફિલ્મ બનાવીને બીજો પ્રોડ્યુસર શોધવો તેમનું મુખ્ય કામ હોય છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમની ખાસ કિંમત હોતી નથી, પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહાર એક ડિરેક્ટર તરીકે તેની સારી એવી કિંમત હોત છે, કારણ કે તેમની ફિલ્મો કોઈએ પણ જોઈ નથી હોતી.

Conclusion

ફિલ્મ બનાવવાની અનેક રીતો હોય છે, અલગ અલગ reasons દ્વારા ફિલ્મો બનતી હોય છે. કોઈપણ ડિરેક્ટર્સ. આ 6 રીતમાંથી એક એક રીત દ્વારા તેઓ ફિલ્મ બનાવતા હોય છે.

ડિરેક્ટર તરીકે તમે પોતાની ફિલ્મ શરુ છો, એક્ટર તરીકે એક ફિલ્મમાં કરો છો, અથવા ટેકનિશિયન તરીકે તમે ફિલ્મમાં કામ કરો છો, ત્યારે તમે આ 6 માંથી કોઈ એક ફિલ્મમાં કામ કરી રહ્યા છો.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment