Latest Posts:

એક strong સ્ક્રિપ્ટ ફિલ્મને હીટ કરાવી શકે છે, અને એક weak સ્ક્રિપ્ટ ફિલ્મને ફ્લોપ પણ બનાવી શકે છે. ફિલ્મ ડિરેક્શનમાં સ્ક્રિપ્ટનું આટલું મોટું important હોય છે. ફિલ્મની વાર્તા ગમે તે હોઈ, પણ તેને એક સ્ક્રિપ્ટમાં કેવી રીતે લખવામાં આવી છે, તે ખુબ જ અગત્યનો પોઈન્ટ છે.

જેના કારણે એક સ્ક્રિપ્ટ જેટલી વધુ strong હશે ફિલ્મ હીટ થવાના chance એટલા જ વધારે હશે, કારણ કે audience સૌથી પહેલા ફિલ્મમાં એક મજબુત સ્ટોરીને પસંદ કરે છે, અને એક સ્ટોરી ઉપરથી એક સ્ક્રિપ્ટ બને છે. સાથે સાથે આ સ્ક્રિપ્ટ ઉપર જ ફિલ્મનું ડિરેક્શન depend કરે છે.

જેથી એક હિટ ફિલ્મ બનાવવા માટે સૌથી પહેલા સ્ક્રિપ્ટ એકદમ strong હોવી જોઈએ, અને એક strong સ્ક્રિપ્ટ લખવા માટેની ચોક્કસ process, techniques અને rules હોય છે.

સ્ક્રિપ્ટ લખવાની ચોક્કસ process, techniques અને rules હોય છે

દરેક screenwriter અથવા ડિરેક્ટર પોતાની અલગ અલગ method થી સ્ક્રિપ્ટ લખતા હોય છે. પણ ફિલ્મ સ્ક્રિપ્ટ લખવાની ચોક્કસ process, techniques અને ઘણા rules હોય છે. આ process, techniques અને rules ને follow કરીને એક સ્ક્રિપ્ટ લખવામાં આવે તો એક professional અને technically strong ફિલ્મ સ્ક્રિપ્ટ બની શકે છે.

એક strong સ્ક્રિપ્ટ લખવા માટે એક professional screenwriter ને hire કરવા, જેમને સ્ક્રિપ્ટ રાઈટીંગનું proper knowledge હોય.

ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી? Professional ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે, અને કઈ techniques થી બનાવવી?

ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી હોય છે? કેવી રીતે બને છે? અને કેવી રીતે લખવામાં આવે છે? તેની અલગ અલગ અનેક techniques હોય છે.

આ blog માં એક professional ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે લખવી? Technically ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે અને કઈ method થી લખવી? સ્ક્રિપ્ટ કઈ techniques થી બનાવવી? તેની સૌથી easy અને એકદમ best technique વિષે જાણીએ અને સમજીએ.

ફિલ્મ સ્ક્રિપ્ટ 3 stage માં બને છે

ફિલ્મ સ્ક્રિપ્ટ અલગ અલગ ત્રણ stages માં બનતી હોય છે, (1). Script development. (2). Script editing & improvement. (3). Script study & analysis, વગેરે.

હવે સ્ક્રિપ્ટ રાઈટીંગના ત્રણેય stage માં ક્યા ક્યા અલગ અલગ task દ્વારા, કેવી રીતે સ્ક્રિપ્ટ લખવામાં આવે છે? તેના વિષે details માં જાણીએ.

Stage 1: Script development

Stage 1 માં સૌથી પહેલા સ્ક્રિપ્ટને લખવામાં આવે છે, જેમકે ફિલ્મની storyline લખવી, characters બનાવવા, plot લખવો, સીન બનાવવા અને dialogues લખવા.

01. ફિલ્મની storyline લખવી

50 First Dates (2004)

સ્ક્રિપ્ટ રાઈટીંગની શરૂઆત થાય છે storyline દ્વારા. સૌથી પહેલા storyline લખવામાં આવે છે, storyline એટલે ફિલ્મની મેઈન સ્ટોરીને બને તેટલી ટૂંકમાં લખવી.

For example: RMS ટાઈટેનિક નામના ભવ્ય જહાજ તેની પહેલી સફર માટે ઇંગ્લેન્ડથી અમેરિકા જવા નીકળે છે. આર્ટીસ્ટ જેક ડોસન ગેમમાં ટાઈટેનિકની ટીકીટ જીતે છે. જહાજ ઉપર તેની મુકાલાત રોઝ સાથે થાય છે, જે તેના ફિયાન્સ સાથે અમેરિકા જઈ રહી છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. ટાઈટેનિક એક હિમશીલા સાથે અથડાઈ અને જહાજ ડૂબવા લાગે છે. જહાજને બચાવવાના અસંખ્ય પ્રયત્નો વચ્ચે છેલ્લે જહાજ ડૂબી જાય છે, અને છેલ્લે જેક મૃત્યુ પામે છે.

Titanic (1997) ફિલ્મની આ storyline છે, જેને logline, synopsis પણ કહી શકાય. એક સ્ટોરીને ઓછામાં ઓછી લાઈન્સમાં explain કરવી તેને Logline કહેવાય છે. Storyline લખવા માટે જે genre અને subject ઉપર ફિલ્મ બનાવવાનું final કર્યું હોય, તે સ્ટોરીને સૌથી પહેલા એકદમ શોર્ટમાં લખો, અને ત્યારબાદ તેને વધુ detail માં લખો.

02. Characters અને તેના characterization બનાવવા

Rowan Atkinson, Johnny Depp and Heath Ledger

સ્ટોરીની requirements મુજબ હવે અલગ અલગ characters બનાવવા. ફિલ્મ સ્ટોરીમાં દરેક characters નું એક ચોક્કસ મહત્વ હોય છે, માટે characters બનાવવાની સાથે સાથે તેનું characterization ખાસ નક્કી કરવું.

Characters બનાવતી વખતે સૌથી પહેલા તેનો nature ખાસ clear કરવો, કારણ કે કોઈપણ character તેના nature મુજબ behave, react, express, communicate કરતું હોય છે, અને તેની ટેવો પણ તે મુજબની જ હોય છે. જેને તે character નું characterization કહેવામાં આવે છે.

Strong characterization બનાવવાથી audience તે characters સાથે આસાનીથી attach થઇ શકે છે. માટે લીડ એક્ટર્સનું characterization બતાવવા માટે જો special સીન લખવાની જરૂર પડે, તો સીન બનાવતી વખતે આવો સીન ચોક્કસ બનાવવો.

03. ફિલ્મનો plot બનાવવો

Eternal Sunshine of the Spotless Mind (2004)

(1). Plot writing

ફિલ્મની storyline ઉપરથી હવે ફિલ્મનો plot લખવાની શરૂઆત કરવી. ફિલ્મ plot એટલે ફિલ્મ જ્યાંથી શરુ થાય છે, ફિલ્મ આગળ વધે છે, એક પછી એક ઘટના બનતી જાય છે, અને છેલ્લે ફિલ્મ પૂરી થાય ત્યાં સુધીના એક પછી એક sequence પ્રમાણેના અલગ અલગ events.

સ્ટોરી અને plot ની વચ્ચે ઘણો જ difference છે. ઉપર આપણે ફિલ્મ Titanic (1997) ની storyline જોઈ, પણ ફિલ્મનો plot કહીકતમાં સ્ટોરી કરતા એકદમ અલગ છે.

For example: 1996 માં બ્રોક લોવેટ તેના સાથીઓ સાથે દરિયામાં ડૂબેલ ટાઇટેનિક જહાંજના ભંગારમાંથી heart of the ocean નામના હીરાના હારની શોધ કરી રહ્યા છે. ફિલ્મનો plot અહીંથી શરુ થાય છે. આમ storyline અને plot બંને અલગ અલગ છે.

(2). Cinematic story structure ના format પ્રમાણે જ plot લખવો

કોઈપણ એક idea, event, novel, સ્ટોરી ઉપરથી એક ફિલ્મ બનાવવી હોય, ત્યારે તેને એક ચોક્કસ structure માં ઢાળવી પડે છે. જેને cinematic story structure કહેવાય છે. કારણ કે સ્ટોરી, novel અને ફિલ્મ બધાનું structure અલગ અલગ હોય છે.

માટે જયારે કોઈપણ famous novel ઉપરથી ફિલ્મ બનાવવામાં આવે, ત્યારે તે novel માંથી એક સ્ક્રિપ્ટ બનાવતી વખતે સૌ પહેલા તેને એક ફિલ્મનું રૂપ આપવામાં આવે છે, તેના માટે તેને ફિલ્મના structure માં ઢાળવી પડે છે.

હવે આ novel ને ફિલ્મના structure માં ઢાળવા માટે, તેની મુખ્ય સ્ટોરી બદલાઈ નહી તેવી રીતે તેમાં થોડો બદલાવ કરવામાં આવે છે, ત્યારબાદ તેમાં અમુક નવી ઘટનાઓ add કરવામાં આવે છે, અને છેલ્લે ફિલ્મ માટે સૌથી જરૂરી તેવા અનેક cinematic elements add કરવામાં આવે છે, જેથી ફિલ્મ જોવામાં interesting બને, અને તેને વધુ enjoy કરીને જોઈ શકાય.

આમ કોઈપણ idea, event, novel, સ્ટોરીને ફિલ્મમાં convert કરવા માટે એક ચોક્કસ structure હોય છે, જેને cinematic story structure કહેવાય છે. માટે એક ફિલ્મ બનાવવા માટેની સ્ટોરીના plot ને cinematic story structure ના format પ્રમાણે જ લખવો.

(3). Storytelling presentation નક્કી કરીને plot લખવો

કોઈપણ સ્ટોરીને પરદા ઉપર રજુ કરવાના અનેક options હોય છે, એક સ્ટોરીને અલગ અલગ રીતે present કરવાની સેંકડો techniques હોય છે. સ્ટોરીને પરદા ઉપર રજુ કરવાની આ techniques ને storytelling presentation, story presentation, story treatment અથવા screen presentation વગેરે કહેવાય છે.

Storytelling presentation ના અનેક options હોય છે. માટે ફિલ્મના genre અને subject ઉપરથી સ્ટોરીને કેવી રીતે present કરવા માંગો છો? તે final કર્યા બાદ જ ફિલ્મનો plot લખવો.

(4). Plot નો final draft બનાવવો

આ method થી plot લખતી વખતે તેમાં ઘણી નવી situations અને events add થતા જશે, ઘણા નાના characters ઉમેરાતા જશે, ઘણા changes આવતા જશે, અને plot લાંબો થતો જશે. આવા અનેક drafts બનાવ્યા બાદ હવે છેલ્લે કોઈ એક point ઉપર આવીને plot lock કરી તેનો final draft બનાવવો.

થોડો ટાઈમ rest લઇને ફરીથી plot editing અને updating કરો

આટલું સતત કામ કર્યા બાદ તમારી energy થોડા ટાઈમ માટે temporary ઓછી થઇ ગઈ હશે, માટે લખવાનું હવે થોડા ટાઈમ માટે બંધ કરી દો. જોકે તમે આ situation માં પણ કામ કરી શકશો, અને કામ થશે પણ ખરું, પણ આ ટાઈમમાં થયેલ કામમાં best result અને quality ક્યારેય નહી મળે.

માટે થોડો ટાઈમ rest કરો અને mind ને fresh થવા દો. અને થોડા ટાઈમ બાદ ફરીથી plot editing અને updating કરો. Fresh mind માં તમે જે કામ કરશો તેના દ્વારા હંમેશા great result અને quality મળશે.

04. સ્ટોરીના અલગ અલગ સીન્સ બનાવવા

Forrest Gump (1994)

Plot ના અલગ અલગ events અને locations પ્રમાણે તેને index નંબર આપીને, દરેક ઘટનાના અલગ અલગ સીન્સ બનાવવા. સ્ક્રિપ્ટના આ compulsory સીન્સ છે. પણ આટલા જ સીન્સથી ફિલ્મ નહી બની શકે. સ્ક્રિપ્ટના દરેક સીન્સ બનાવતા પહેલા એક ખુબ મહત્વનું કામ કરો, ફિલ્મની ડિરેક્શન treatment બનાવો.

સીન્સ બનાવતા પહેલા ફિલ્મની ડિરેક્શન treatment બનાવો

ડિરેક્શન treatment એટલે ફિલ્મને અલગ અલગ technical અને creative elements દ્વારા ફિલ્મને ડિરેક્ટ કરવા માટેની એક specific techniques. જેને ડિરેક્શન treatment કહેવાય છે.

કોઇપણ professional ડિરેક્ટર જયારે કોઈ subject ઉપર ફિલ્મ બનાવવાનું નક્કી કરે છે, ત્યારે તેના mind માં પહેલેથી નક્કી હોય છે કે ફિલ્મને કેવી રીતે? અને કઈ treatment દ્વારા ડિરેક્ટ કરવી છે? અને તે ફિલ્મમાં શું શું બતાવવા માંગે છે? અને કેવી રીતે બતાવવા માંગે છે? ક્યા ક્યા અને કેટલા પ્રમાણમાં cinematic elements use કરવા માંગે છે? જેમાં દરેક ડિરેક્ટર્સની પોતાની અલગ choice હોય છે.

ડિરેક્શન treatment તે સ્ક્રિપ્ટનો આ સૌથી મહત્વનો પાર્ટ છે, જેના દ્વારા ફિલ્મ હીટ અથવા ફ્લોપ થઇ શકે છે. માટે ડિરેક્શન treatment બનાવ્યા પછી જ સીન્સ બનાવવા.

ડિરેક્શન treatment ફાયનલ કર્યા બાદ સ્ક્રિપ્ટમાં અમુક નવી situations ઉભી થશે, જેના નવા સીન્સ બનશે. અથવા આ situations ને અન્ય સીન્સ સાથે merge કરી દેવા. હવે સ્ક્રિપ્ટના index પ્રમાણે અલગ અલગ સીન્સ બનાવવાનું શરુ કરો.

સીન મોટાભાગે 5 પ્રકારના બની શકે છે.

(1). સ્ટોરીને આગળ વધારતા compulsory સીન્સ

સ્ટોરીને આગળ વધારતા સૌથી compulsory સીન્સ. સ્ક્રિપ્ટમાં સૌથી વધુ આ સીન્સ હોવા જોઈએ જે સ્ટોરીને step by step ઘટના ક્રમમાં આગળ વધારે છે.

(2). સ્ટોરી related તેની આસપાસના optional સીન્સ

દરેક સીન સ્ટોરીને આગળ વધારતો હોય તે જરૂરી નથી. માટે સ્ટોરી related સીન્સ, સ્ટોરી આસપાસના સીન્સ અને અમુક micro સીન્સ પણ ખાસ બનાવવા. સ્ક્રિપ્ટમાં 5% થી 10% આવા optional સીન્સ ચોક્કસ હોવા જોઈએ.

(3). ડિરેક્ટરનું vision, thoughts, choice મુજબના સીન્સ

ડિરેક્ટર તરીકે તમારું vision, તમારા thoughts, તમારી choice બધાને સમાવતા અમુક સીન્સ. આમતો ફિલ્મના દરેક સીન્સ ડિરેક્ટરના vision, thoughts, choice પ્રમાણે જ બનતા હોય છે, પણ અમુક સીન્સમાં તે વધુ clear કરવા માટે તમારે આવા અમુક સીન્સ ચોક્કસ બનાવવા પડશે. ફિલ્મમાં આવા 5% થી 10% સીન્સ હોવા જોઈએ.

(4). ડિરેક્શન treatment ધરાવતા સીન્સ, ફિલ્મી સીન્સ

કોઈપણ સ્ટોરીને ફિલ્મી structure આપનાર ફિલ્મી સીન્સ. જે એક ફિલ્મમાં જ હોય છે, real life માં તે possible નથી. જેવા કે સ્ટોરીને વધુ interesting બનાવનાર સીન્સ, audience curiosity સીન્સ, normal life થી ખુબ દુરના સીન્સ, thrilling સીન્સ, chase સીન, exciting સીન્સ, climax સીન વગેરે.

આ પ્રકારના સીન્સ સ્ટોરીને totally ફિલ્મી structure આપે છે, જેથી આવા અમુક સીન્સ ફિલ્મને વધુ interesting બનાવવા માટે special બનાવવામાં આવે છે. ફિલ્મમાં 15% 20% આવા સીન્સ હોવા જોઈએ જેનાથી audience ને ફિલ્મમાં interest બની રહે, અને ફિલ્મને વધુ સારી રીતે enjoy કરી શકે.

(5). Critics choice સીન્સ

એક ફિલ્મમાં, તેની સ્ટોરીમાં અને ડિરેક્શનમાં એવું કંઈક ચોક્કસ હોવું જોઈએ, જેના કારણે ફિલ્મને praise મળી શકે, ફિલ્મના plus point બની શકે, ફિલ્મની quality standard વધી શકે, technically and creatively ફિલ્મની overall value વધારી શકે, જેથી ફિલ્મ critics choice પણ બની શકે.

એક critics ફિલ્મમાં આ બધું જ જોતા હોય છે, જેના દ્વારા તેઓ ફિલ્મને ratings અને reviews આપતા હોય છે. આ point સ્ક્રિપ્ટમાં ઘણું બધું મહત્વ ધરાવે છે. એવી ઘણી ફિલ્મો છે જે financial failure છે, પણ critics ની નજરથી તે great ફિલ્મો છે. માટે ફિલ્મમાં આવા અમુક critics choice સીન્સ ખાસ હોવા જોઈએ.

દરેક સીન્સનું proper balance બનાવી, છેલ્લે તેનું combination બનાવવુ

મોટાભાગે આ 5 પ્રકારના સીન્સ અલગ અલગ નહી પણ અન્ય સીનની સાથે combine કરીને બનાવેલા હોય છે.

કોઈપણ ફિલ્મ આ 5 પ્રકારના સીન્સથી બનેલી હોય છે. માટે ફિલ્મના genre અને subject મુજબ ફિલ્મના total સીન્સમાંથી, આ 5 પ્રકારના સીન્સનું પ્રમાણ કેટલું વધતું ઓછું રાખવું? તેનું એક proper balance નક્કી કરીને, છેલ્લે આ બધા જ સીનનું એક combination બનાવવું. આ રીતે સ્ક્રિપ્ટના દરેક સીન્સ બનાવવા.

05. Dialogues writing

One Day (2011)

સીન્સ બની ગયા પછી દરેક સીનના dialogues લખવા. Dialogues ના અલગ અલગ પ્રકાર હોય છે જેમ કે, (1). સ્ટોરી based main dialogues. (2). Routine life dialogues. (3). Characterization dialogues. (4). Information & knowledge base dialogues. (5). Example based dialogues. (6). Proverb based dialogues. (7). Subtext dialogues. (8). Long conversation dialogues and short dialogues વગેરે.

ફિલ્મના dialogues લખતી વખતે આ 4 points ધ્યાનમાં રાખવા

(1). કોઈપણ characters ના dialogues સૌથી પહેલા situations અને ત્યારબાદ તેના characterization ને ધ્યાનમાં રાખીને લખવા. (2). સીનની situation અને તેનું importance proper સમજીને ત્યારબાદ dialogues ને ફિલ્મી treatment આપીને લખવા. (3). અમુક dialogues એકદમ સીધેસીધા નહી પણ શબ્દોને થોડા ઘુમાવીને લખવા. કોઈપણ વાતને અલગ રીતે કહેવી. (4). અમુક dialogues આપણી routine life થી બને એટલા દુર હોવા જોઈએ.

Stage 2: Script editing & Improvement

કોઇપણ વસ્તુ સૌથી પહેલા બને છે અને ત્યારબાદ ધીરે ધીરે તે improve થાય છે. આ એક universal rules છે. બનવાની સાથે જ તે best અથવા perfect હોતી નથી, બનવું અને improve થવું બંને અલગ અલગ પ્રક્રિયા છે.

સ્ક્રિપ્ટના first draft માં અત્યાર સુધી જે જે લખ્યું તેને second draft માં edit કરીને તેને વધુમાં વધુ improve કરવામાં આવશે, સ્ક્રિપ્ટની quality standards ને વધારવામાં આવશે.

06. સ્ટોરીનો flow ચેક કરવો

સ્ટોરીના બધા જ સીન્સ બની ગયા પછી દરેક સીન્સ નંબર્સની સાથે સીનમાં થઇ રહેલ ઘટના અને sequence નુ એક લીસ્ટ બનાવો.

હવે સ્ટોરીનો complete flow ચેક કરવો. સ્ટોરી step by step આગળ વધે છે, સ્ટોરી ક્યાય આગળ પાછળ ના થાય, ક્યાય ધીમી ના પડે, ક્યાય વધુ ફાસ્ટ ના થઇ જાય, ક્યાય કારણ વગર લાંબી ના ખેંચાઈ, વગેરે વગેરે points ચેક કરવા અને જ્યાં જરૂરી હોય ત્યાં change, improve કરવું.

07. દરેક સીન્સને વધુ improve કરવા

દરેક સીન્સને ફરીથી technically અને creatively બંને રીતે improve કરવા. જેમાં દરેક સીન્સને locations, situations, events, props, camera shots, lighting, colors, editing, એક્ટિંગ, storytelling, direction treatment દ્વારા વધુમાં વધુ બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેના અનેક options વિષે વિચારીને તેને improve કરવા. જરૂર પડે તો અમુક સીન્સને recreate પણ કરવા.

08. Dialogues improve કરવા

Main dialogues લખાયા પછી અલગ અલગ સીનના dialogues માં ફિલ્મના genre અને subject પ્રમાણે એક્ટર્સના dialogues improvement ની સાથે સાથે effective proverb lines, quote lines, punch lines વગેરે add કરવી. તેનાથી overall સ્ક્રિપ્ટની quality વધશે.

સ્ક્રિપ્ટનો second draft અહી ખત્મ થયો, પણ સ્ક્રિપ્ટ improvement અહી ખત્મ ના થવું જોઈએ, સ્ક્રિપ્ટને બને તેટલી વધુ improve કરવી.

Script editing & Improvement પાછળ ચોક્કસ ટાઈમ લાગશે

Script Editing & Improvement એક creative task હોવાથી તેની પાછળ સારો એવો ટાઈમ ચોક્કસ લાગી શકે છે. જેટલો વધુ ટાઈમ આપશો એટલી સ્ક્રિપ્ટ વધુ સારી બનશે. માટે તેની પાછળ કેટલો ટાઈમ spend કરવો તે તમારા ઉપર depend કરે છે.

જ્યાં સુધી તમને લાગે કે સ્ક્રિપ્ટ improvement થઇ શકે છે ત્યાં સુધી તેને Improve કરો. જ્યાં સુધી તમે તેને improve કરી શકતા હોવ ત્યાં સુધી કરો. અને જ્યાં સુધી improve કરવામાં result મળતું હોય ત્યાં સુધી કરો, કારણ કે એક હીટ ફિલ્મ તમારી કેરિયર બનાવી શકે છે, અને તમારી life change કરી શકે છે.

Stage 3: Study & analysis

Stage 3 માં complete સ્ક્રિપ્ટને study અને analysis કરવામાં આવે છે.

09. Script study & analysis

એક ડિરેક્ટરે ફિલ્મ ડિરેક્ટ કરવાની હોવાથી, અમુક ટાઈમ સુધી complete સ્ક્રિપ્ટને પોતાના vision અને thoughts પ્રમાણે ડિરેક્ટરે જાતે analysis કરવી. ફિલ્મની એક એક ઘટના, એક એક સીન્સ અને તેની એક એક lines વાંચીને તેને study અને analysis કરવી. અથવા અન્ય professional screenwriters, experts દ્વારા પણ સ્ક્રિપ્ટ analysis કરાવી શકાય.

સ્ક્રિપ્ટ analysis એટલે શું? અને તેનું શું મહત્વ છે?

Complete સ્ક્રિપ્ટને પોતાના ડિરેક્શન vision, thoughts અને choice પ્રમાણે ચેક કરવી. સ્ક્રિપ્ટનું important, standard level અને value નક્કી કરવી. આ એકદમ મહત્વની process ને સ્ક્રિપ્ટ analysis કહેવાય છે.

ફિલ્મની દરેક ઘટના સીન્સ, dialogues, વગેરે આખરે કંઇક show કરે છે, કંઇક conduct કરે જ છે, કંઇક તો represent ચોક્કસ કરે છે. આ બધા વિચારો તમને લખતી વખતે નહી યાદ આવે, સ્ક્રિપ્ટ લખતી વખતે તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત લખવામાં જ હશે.

પણ લખ્યા બાદ તમે જયારે તેને વાંચશો, તેને analysis કરશો ત્યારે તેમાંથી કેટલીક ભૂલો ચોક્કસ દેખાશે. ફિલ્મની technical ભૂલો જલ્દી શોધી શકાય છે, પણ creative ભૂલો જલ્દી શોધી નહિ શકો, સ્ટોરીમાં logic ની એકદમ નાની નાની ભૂલો જલ્દી દેખાશે નહિ. માટે સ્ક્રિપ્ટ લખ્યા બાદ સૌથી છેલ્લે તેને analysis કરવામાં આવે છે.

સ્ક્રિપ્ટ analysis ક્યા points ઉપર કરવામાં આવે છે?

(1). સ્ક્રિપ્ટમાં કોઈપણ પ્રકારની technical, creative અને logic ની નાની મોટી ભૂલો છે? (2). સ્ક્રિપ્ટ દરેક પ્રકારના audience ને પસંદ આવી શકે છે? (3). ડિરેક્ટર તરીકે તમે જે assume કરો છો તે મુજબ જ સ્ક્રિપ્ટ બની છે? (4). ડિરેક્ટર તરીકે તમારા thoughts, vision અને choice સાથે સ્ક્રિપ્ટ match થાય છે? (5). આ સ્ક્રિપ્ટ દ્વારા તમે તમારું બેસ્ટ ડિરેક્શન આપી શકો છો?

(6). સ્ક્રિપ્ટ critical acclaim થઇ શકે તેવા જરૂરી દરેક points ધરાવે છે? (7). સ્ક્રિપ્ટ overall શું show, describe કરે છે? (8). સ્ક્રિપ્ટ overall શું value ધરાવે છે? (9). સ્ક્રિપ્ટ ફિલ્મોના એક ચોક્કસ standards level મુજબની છે? (10). સ્ક્રિપ્ટ એક professional touch ધરાવે છે? વગેરે.

આટલા points દ્વારા સ્ક્રિપ્ટ analysis કરવામાં આવે છે. સ્ક્રિપ્ટ study અને analysis એક દિવસનું કામ નથી, તેમાં પણ સારો એવો ટાઈમ થઇ શકે છે. જેમાં તમારે સ્ક્રિપ્ટમાં ભૂલો શોધવાનું, વિચારવાનું અને સાથે તેને judge કરવાનું પણ છે.

10. Final draft

આ process પ્રમાણે complete સ્ક્રિપ્ટ લખ્યા બાદ એટલે કે, (1). ફિલ્મની storyline લખીને. (2). Characters અને તેના characterization બનાવી. (3). Cinematic format પ્રમાણે plot લખી, story & screen presentation નક્કી કરીને plot લખીને. (4). ફિલ્મ ડિરેક્શન treatment બનાવીને, સ્ક્રિપ્ટના અલગ અલગ સીન્સ બનાવી, અને દરેક સીન્સનું proper balance બનાવી. (5). Complete dialogues લખ્યા બાદ.  

(6). સ્ટોરીનો flow ચેક કરી. (7). દરેક સીનને વધુ improve કરી. (8). Dialogues improve કરી. (9). આવા અનેક changes અને improvisation સાથેના અનેક drafts બાદ, સૌથી છેલ્લે સ્ક્રિપ્ટ study અને analysis કર્યા બાદ, (10). સ્ટોરીનો final draft બનતો હોય છે.

આટલા multiprocessing work બાદ સ્ક્રિપ્ટનો final draft તૈયાર થાય છે, અને આ final draft પ્રમાણે ફિલ્મ શૂટ કરવામાં આવે છે. આ method પ્રમાણે professionally તૈયાર થયેલ સ્ક્રિપ્ટ સૌથી best જ બનશે.

સ્ક્રિપ્ટ રાઈટીંગ single task work નથી પણ multiprocessing work છે

સ્ક્રિપ્ટ રાઈટીંગ એટલે 125 પેજ લખી નાખ્યા એટલે સ્ક્રિપ્ટ બની ગઈ, તે પ્રકારનું single task work નથી, કે બસ ફક્ત લખ્યું એટલે કામ ખત્મ.

સ્ક્રિપ્ટ રાઈટીંગ હકીકતમાં એક multiprocessing work છે, જેમાં લખવું, વિચારવું, add કરવું, remove કરવું, edit કરવું, અનેક વખત improvement કરવા, ભૂલો સુધારવી, અનેક ડ્રાફ્ટ બનાવવા, અને છેલ્લે તે બધાનું analysis કરવું વગેરે.

આમ સ્ક્રિપ્ટ રાઈટીંગ અનેક process માંથી પસાર થઈને તેમાંથી છેલ્લે એક ફાઈનલ સ્ક્રિપ્ટ બનતી હોય છે. અને આ બધા જ multiprocessing કામોમાં ખુબ સારો time spend થતો હોય છે.

સ્ક્રિપ્ટ હંમેશા enough time આપીને લખો

સ્ક્રિપ્ટ રાઈટીંગ હકીકતમાં creative અને imaginative related, long multiprocessing work હોવાથી સ્ક્રિપ્ટને લખવામાં, improve કરવામાં અને છેલ્લે તેને analysis કરવામાં ખુબ ટાઈમ લાગતો હોય છે.

સ્ક્રિપ્ટ જેમ જેમ લખાતી જશે તેમ તેમ તમારા mind માં ઘણા બધા પ્રકારના નવા અને creative thoughts આવતા જશે. શરૂઆતમાં જે લખ્યું હશે તેમાં પાછળથી change આવશે, કોઈપણ point ઉપર તમારા thoughts change પણ થશે. અમુક points ઉપર તમે અટકશો અથવા થોડા ઘણા confuse થશો, જેને solve કરવામાં ટાઈમ જશે. અને છેલ્લે આ બધામાંથી clear થવામાં પણ ચોક્કસ ટાઈમ લાગશે.

માટે સ્ક્રિપ્ટ લખવામાં, improve કરવામાં અને analysis કરવામાં માટે સારો એવો ટાઈમ આપવો.

થોડો ટાઈમ break લઈને, rest કરો, અને ફરી start કરો

સ્ક્રિપ્ટ રાઈટીંગ દરમ્યાન એક એવો stage ચોક્કસ આવશે જયારે તમને અંદરથી feel થશે કે તમારા mind માંથી હવે કોઈ નવા thoughts, ideas નથી નીકળી રહ્યા. આવા ટાઈમે થોડા દિવસ માટે બ્રેક લઇ લો.

બ્રેક લેવો એટલા માટે જરૂર છે, કારણ કે જયારે કોઈ એક કામ તમે સતત કરતા રહો છો ત્યારે તમે તેનાથી થોડા ઘણા કંટાળશો પણ ચોક્કસ, અને સતત વિચારીને કામ કરવાથી mind consume થતું રહે છે, અને ત્યારે mind માંથી કોઈ creative thoughts નહી નીકળી શકતા.

આવા ટાઈમે ચોક્કસ રેસ્ટ લઇ લો. જેથી mind થોડો ટાઈમ fresh થઇ શકે અને તે દરમ્યાન નવા વિચારો પણ આવી શકે. થોડા દિવસનો રેસ્ટ લીધા પછી ફરી લખવાનું શરુ કરો, આ technique થી કામ કરશો તો best result મેળવી શકશો.

એક સ્ક્રિપ્ટ લખવામાં કેટલો ટાઈમ લાગે છે?

આ process અને technique દ્વારા સ્ક્રિપ્ટ લખવામાં આવે તો સ્ક્રિપ્ટને બનતા 1 વર્ષનો ટાઈમ લાગે છે. સામાન્ય રીતે સ્ક્રિપ્ટ ડેવલપમેન્ટમાં કેટલો ટાઈમ લાગશે તે ફિલ્મની સ્ટોરી અને રાઈટર ઉપર પણ આધાર રાખે છે કે, ફિલ્મની સ્ટોરી કેવી છે? ત્યારબાદ રાઈટર સ્ક્રિપ્ટ કેવી રીતે? ક્યા vision થી? અને કેટલી મહેનત કરીને લખે છે?

Normally બોલીવુડ ફિલ્મોની બજેટ ફિલ્મોની સ્ક્રિપ્ટ તૈયાર થવામાં 1 થી 2 વર્ષનો ટાઈમ લાગતો હોય છે. બાકી અમુક રાઈટર બે ચાર મહિનામાં કે તેનાથી પણ ઓછા ટાઈમમાં સ્ક્રિપ્ટ લખતા હોય છે, પણ આવી ફિલ્મો મોટાભાગે ફ્લોપ જાય છે.

બે ચાર મહિનામાં સ્ક્રિપ્ટ ચોક્કસ લખી શકાય છે, પણ એક હીટ ફિલ્મની સ્ક્રિપ્ટ આટલા ઓછા ટાઈમમાં ક્યારેય પણ બનતી નથી હોતી. જેથી એક હીટ ફિલ્મ બનાવવા માટેની સ્ક્રિપ્ટ પાછળ ઓછામાં ઓછો 1 વર્ષનો ટાઈમ ચોક્કસ આપવો જોઈએ.

3 Idiots (2009) ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં 3 વર્ષનો ટાઈમ લાગ્યો હતો. PK (2014) ની સ્ક્રિપ્ટમાં પણ 3 વર્ષનો ટાઈમ લાગ્યો હતો.

સ્ક્રિપ્ટ લખવા માટેની આ સૌથી best અને એક professional technique છે

સ્ક્રિપ્ટ લખવા માટેની આ સૌથી best અને એક professional technique છે. જેમાં સ્ક્રિપ્ટ રાઈટીંગના દરેક task ને 3 ભાગમાં વહેચીને, સૌથી પહેલા સ્ક્રિપ્ટને લખવામાં આવે છે, ત્યારબાદ તેને improve કરવામાં અને છેલ્લે તેને analysis કરવામાં આવે છે.

લખવું, improve કરવું અને analysis કરવું, આ complete process માં સ્ક્રિપ્ટના દરેક task ઉપર enough time spend કરીને તેના ઉપર proper મહેનત થાય છે, જેથી સ્ક્રિપ્ટ એકદમ strong બને છે. આ techniques દ્વારા જ મોટાભાગના professional screenwriter સ્ક્રિપ્ટ લખતા હોય છે..

Conclusion

ફિલ્મ સ્ક્રિપ્ટ હંમેશા ફિલ્મના ચોક્કસ structure પ્રમાણે, અનેક cinematic elements add કરીને, સ્ક્રિપ્ટ રાઈટીંગના અનેક rules & regulations ને follow કરીને, અનેક updates અને improvement દ્વારા, છેલ્લે એક professional સ્ક્રિપ્ટ બનતી હોય છે.

સ્ક્રિપ્ટ રાઈટીંગ એક technical અને creative વર્ક છે, તેમજ સ્ક્રિપ્ટ રાઈટીંગના દરેક task multiprocessing હોવાથી તે time consuming છે, જેથી સ્ક્રિપ્ટ તૈયાર થવામાં સારો ટાઈમ લાગતો હોય છે.

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment