સ્ટોરીની કોઈપણ એક ઘટનાનો એક ફિલ્મ સીન બનતો હોય છે, અને આવા અલગ અલગ સીન્સ દ્વારા એક complete ફિલ્મ બનતી હોય છે. જેથી ફિલ્મના એક એક સીન્સ audience ને પસંદ આવે તે મુજબના બનાવવા ખુબ જરૂરી છે, જેના માટે સીન presentation techniques દ્વારા ફિલ્મ સીન્સ બનાવવામાં આવે છે.
સીન presentation એટલે શું?
સીન presentation એટલે, સ્ટોરીની અલગ અલગ ઘટનાઓ અને situations માંથી અલગ અલગ ફિલ્મ સીન્સ બનાવવા. સ્ટોરીની કોઈપણ એક ઘટનાને, એક ફિલ્મ સીન દ્વારા દર્શાવવી. સ્ટોરીની કોઈ ચોક્કસ ઘટના અથવા તેની situation ને કોઈપણ સીન દ્વારા ખુબ અસરકારક રીતે રજુ કરવી.
Technical language માં કહીએ તો, સ્ટોરીની કોઈપણ ઘટનાને ફિલ્મ સીન દ્વારા present કરવાની techniques ને સીન presentation કહેવાય છે.
ફિલ્મ ડિરેક્શનમાં સીન presentation નું શું મહત્વ હોય છે?
સીન્સનું presentation તે ફિલ્મ ડિરેક્શનનો એક સૌથી મોટો અને મહત્વનો પાર્ટ છે. ફિલ્મમાં કોઈપણ સીન્સને કેવી રીતે રીતે present કરવામાં આવ્યા છે? તેના ઉપર જ આધાર રાખે છે કે આ ફિલ્મ સીન્સ audience ને પસંદ આવશે કે નહી?
સ્ટોરીની કોઈપણ ઘટના ઉપરથી બનાવેલ ફિલ્મ સીન્સ audience ને પસંદ આવવા જોઈએ, ફિલ્મ જોતી વખતે મોટાભાગના સીન્સ audience ને પસંદ આવશે તો તે ફિલ્મ કોઈપણ subject ની હશે, તે ફિલ્મના હિટ થવાના chance વધારે છે. સીન presentation ફિલ્મની સફળતામાં આટલો મોટો ભાગ ભજવે છે.
કોઇપણ ફિલ્મ આ 5 પ્રકારના સીન્સ દ્વારા બનતી હોય છે
કોઈપણ ફિલ્મ આ 5 પ્રકારના અલગ અલગ સીન્સ દ્વારા બનતી હોય છે જેમકે… (1). સ્ટોરીને step by step આગળ વધારતા સીન્સ. (2). સ્ટોરી related અને સ્ટોરી આસપાસના સીન્સ. (3). ડિરેક્ટરનું vision, thoughts, choice પ્રમાણેના સીન્સ. (4). Storytelling અને ડિરેક્શન treatment ધરાવતા ફિલ્મી સીન્સ. (5). ફિલ્મની quality, standard અને richness વધારતા અને critics choice સીન્સ.
સ્ટોરીની કોઇપણ ઘટનાને ફિલ્મ સીનમાં કેવી રીતે convert, present કરી શકાય? એક ફિલ્મમાં normally ક્યા ક્યા સીન્સ હોવા જોઈએ?
આ blog માં જાણીએ કે… (1). સ્ટોરીની કોઇપણ ઘટનાને ફિલ્મ સીનમાં કેવી રીતે present કરી શકાય? (2). સ્ટોરીની કોઇપણ situations ને ક્યા ક્યા ફિલ્મ સીન્સમાં convert કરી શકાય? (3). સ્ટોરીની અલગ અલગ ઘટનાઓમાંથી અલગ અલગ ફિલ્મ સીન્સ કેવી રીતે બનાવવા? (4). એક ફિલ્મમાં સામાન્ય રીતે ક્યા ક્યા સીન્સ હોવા જોઈએ?
સ્ટોરીની કોઈપણ situations ને આ 27 સીન્સ દ્વારા present કરી શકાય છે. એક ફિલ્મમાં આ 27 પ્રકારના સીન્સ હોવા જોઈએ.
01. Strong opening scene
ફિલ્મનો ઓપનીંગ સીન જેમાં કોઈ એક મહત્વની ઘટના દ્વારા ફિલ્મ શરુ થતી હોય છે. આ સીનને દર્શાવવા માટેના અનેક options હોય છે. સામાન્ય રીતે આ સીન ફિલ્મના genre અને subject પ્રમાણે present કરી શકાય છે. જે ડિરેક્ટરની પસંદગી ઉપર depend કરે છે.
આ સીન ફિલ્મનો mirror છે, જે ફિલ્મને reflect કરે છે, માટે આ સીન એટલો strong અને effective હોવો જોઈએ કે ઓપનીંગ સીન જોયા પછી audience ને આગળ ફિલ્મ જોવાની વધુ ઈચ્છા થાય.
02. Characterization showing scene
ફિલ્મની શરૂઆતના કોઈપણ સીન દ્વારા મોટાભાગે લીડ એક્ટર્સ અથવા અન્ય મહત્વના એક્ટર્સના characterization ને establish કરતો સીન ચોક્કસ હોવો જોઈએ. આ પ્રકારની ઘટના મોટાભાગે ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવે છે.
આ સીનની ઘટના ફિલ્મના subject related હોય કે ના હોય, પણ આ સીન દ્વારા એક્ટર્સનું characterization આસાનીથી show થવું જોઈએ. ટૂંકમાં આ સીનમાં એક્ટર્સનું characterization audience ને આસાનીથી સમજમાં આવી જાય તેવી રીતે present કરવો જોઈએ. જેથી audience એક્ટર્સનું characterization જાણી શકે. અને characterization જાણવાથી audience તે character સાથે આસાનીથી connect થઇ શકે છે.
03. એક્ટર્સ background showing scene
ફિલ્મની શૃરૂઆતમાં લીડ એક્ટર્સનું ફિલ્મની સ્ટોરી મુજબનું background દર્શાવતો સીન. ફિલ્મમાં દરેક એક્ટર્સ, ખાસ કરીને લીડ એક્ટર્સ અને અન્ય મહત્વના એકટર્સનું એક ચોક્કસ background હોય છે, જેમ કે એક્ટર શું છે? કોણ છે? ક્યાં થી belong કરે છે? તેની અન્ય information વગેરે.
આ background ને show કરતો સીન ફિલ્મમાં ચોક્કસ હોવો જોઈએ, જેથી audience ને સ્ટોરીમાં તેનું importance સમજમાં આવે છે. આવા સીન સ્ટોરીને આગળ વધારતા ના હોય તો પણ ચાલી શકે છે.
04. Establishing scene
ફિલ્મમાં કોઈપણ મહત્વના location, landmark ને introduce કરવા માટેનો establishing સીન. ખાસ કરીને એવું કોઈ location જે પરદા ઉપર પહેલીવાર આવતું હોય, જેને એકદમ બારીકાઈથી બતાવવાની જરૂર હોય, અથવા location ને deep માં highlight કરવું હોય ત્યારે ફિલ્મમાં આ સીન ખાસ મુકવામાં આવે છે.
મોટાભાગે આ સીન્સ તે location નું importance દર્શાવીને તેને establish કરતો હોય છે. આ સીન સામાન્ય રીતે location ને master shot, high angle, top angle અથવા aerial shot દ્વારા કવર કરીને લેવામાં આવતો હોય છે.
05. Soft, light, normal scene
Soft, light સીન્સમાં કોઈપણ ખાસ ઘટના નથી બનતી હોતી, આ સીન્સ 3 પ્રકારની situations ઉપર વધુ સેટ થાય છે. (1). ફિલ્મની શરૂઆતમાં મોટાભાગે soft, light સીન દ્વારા સ્ટોરી develop કરી શકાય છે. (2). ફિલ્મના અમુક અતિ મહત્વના સીન પછી આવો એક soft, light સીન રાખવામાં આવે છે. જેથી heavy સીનની effect માંથી બહાર આવવા માટે audience ને થોડો ટાઈમ મળી શકે.
(3). ફિલ્મની એકધારી ફાસ્ટ speed ને થોડો break આપવા માટે અહી આ પ્રકારનો સીન add કરી શકાય છે, જેથી audience થોડો rest મેળવી શકે.
06. Montage sequence
ફિલ્મની કોઈપણ અલગ અલગ એકદમ નાની ઘટનાઓ જે એક જ મોટી situation સાથે connected હોય. અથવા ફિલ્મની એવી કોઈ એક main situation જેના અલગ અલગ સીન્સ/સિક્વન્સ બની શકતા હોય, આવી અલગ અલગ ઘટનાઓને જોડીને તેનો એક montage સિક્વન્સ બનાવી શકાય છે.
ફિલ્મમાં montage નો use કરવાથી કોઈપણ situation ને typical સીન કરતા થોડો અલગ અને વધુ effective રીતે દર્શાવી શકાય છે. Montage સિક્વન્સ દ્વારા ફિલ્મની સ્પીડ ફાસ્ટ લાગતી હોય છે. આવા સીન્સ ડિરેક્શન treatment બનાવવામાં અને ફિલ્મની સ્પીડ વધારવામાં help કરતા હોય છે.
07. Daily work, regular activity, routine situation
ફિલ્મની અમુક normal situations ને ફિલ્મના normal સીનમાં એક્ટર્સને daily work, regular activity કરતા બતાવી શકાય છે. અથવા અમુક routine situation માં natural activity કરતા બતાવી શકાય છે. સાથે સાથે આવા કેટલાક સીન્સને જરૂરિયાત પ્રમાણે અમુક સીન એક્ટર્સની એકદમ fast activity દ્વારા અથવા slow activity દ્વારા બતાવી શકાય.
08. Fast communication ધરાવતા સીન
અમુક ઘટનામાં જ્યાં ચોક્કસ characters વચ્ચે કોઈપણ પ્રકારનું communication થતું હોય, effective discussion થતું હોય, ખાસ કરીને જયારે આ communication serious ના હોય, ત્યારે audience ને વધુ વિચારવાનો ટાઈમ આપ્યા વગર તે સીનને fast communication દ્વારા વધુ અસરકારક રીતે દર્શાવી શકાય છે.
આવા સીન situation મુજબ ફિલ્મમાં ગમે ત્યાં મૂકી શકાય છે. આવા સીન્સ ફિલ્મની routine pattern તોડીને ફિલ્મને fast બનાવવાનું કામ કરે છે, અને તેને મોટા ભાગે ડિરેક્શન treatment બનાવવા માટે use કરવામાં આવે છે.
09. Slow communication ધરાવતા સીન
અમુક સીન જ્યાં characters વચ્ચે કોઈપણ પ્રકારની એકદમ ધીમી ગતિની વાતચીત દ્વારા present કરી શકાય છે. ફિલ્મમાં slow communication ત્યારે વધુ અસરકારક સાબિત થઇ શકે છે, જયારે સ્ટોરીમાં કોઈ ખાસ મહત્વની ઘટના બની રહી હોય, અથવા serious discussion થઇ રહ્યું હોય.
10. Sign, gesture language, nonverbal communication
દર વખતે dialogues દ્વારા જ કંઈપણ કહેવું બિલકુલ જરૂરી નથી. અમુક ચોક્કસ સીનમાં characters ને ફક્ત ઈશારામાં વાતચીત કરતા અથવા reply આપતા બતાવી શકાય છે.
અમુક ચોક્કસ situation માં જયારે dialogues બોલવા શક્ય નથી હોતા અથવા બે characters એકબીજાથી ચોક્કસ અંતરે હોય. પણ મોટાભાગે આવા સીન્સ ખુબ rare situation માંજ બનતા હોય છે, પણ typical સીન્સ કરતા તે થોડા અલગ પડતા હોય છે. આવા સીન્સ variation લાવવામાં help કરતા હોય છે.
11. Nonverbal action, event
ફિલ્મની અમુક ચોક્કસ ઘટનાઓ communication વગર ફક્ત એક્ટર્સની action અને activity દ્વારા પણ દર્શાવી શકાય છે. દરેક સીન્સમાં communication દ્વારા જ ઘટના થાય અથવા સ્ટોરી આગળ વધે તે જરૂરી નથી. જયારે સીન્સમાં dialogues નથી હોતા ત્યારે audience નું complete focus એક્ટર્સની activity ઉપર હોય છે. Audience attention મેળવવા આવા સીન્સ ખાસ help કરે છે.
For example: There Will Be Blood (2007) ફિલ્મ શરુ થાય ત્યારબાદ અનેક ઘટનાઓ ઘટે છે અને 14 મિનીટે ફિલ્મનો પહેલો dialogue સાંભળવામાં આવે છે. Alien (1979) ફિલ્મની શરૂઆત પણ આવીજ રીતે થઇ હતી, જેમાં 6:40 મિનીટ પછી પહેલો dialogue છે.
12. Background music
Background music નો ઉપયોગ સીન્સમાં ઘણી બધી અલગ અલગ રીતે થઇ શકે છે. સામાન્ય રીતે સીનની requirement પ્રમાણે background music નો ઉપયોગ થતો હોય છે, nonverbal સીન્સમાં ફક્ત background music દ્વારા અથવા અમુક સીનમાં થયેલ ઘટનાની અસર દર્શાવવા ફક્ત background music દ્વારા પણ સીન્સ દર્શાવી શકાય છે, background music કોઈપણ સીન્સની અસર વધારવાનું કામ કરે છે.
તે સિવાય ફિલ્મમાં અમુક સીન્સ એવા બનાવી શકાય જેમાં કોઈ નવો સીન fast background mus, song થી શરુ થતો હોય, અને સીન જેમ આગળ વધે તેમ તેમ background music, song slow થતું જાય અને ત્યાંથી conversation start થતું હોય.
13. Without music
અમુક સીન કોઈપણ પ્રકારના background music વગર પણ દર્શાવી શકાય છે. અમુક nonverbal સીનમાં અથવા અમુક અતિ મહત્વના communication માં, જ્યાં શબ્દો ઉપર વધુ ભાર મુકવાની જરૂર લાગતી હોય ત્યાં background music મુકવું જરૂરી નથી. Background music વગર પણ સીનની એક અલગ effect પડી શકે છે. આવા સીન્સ મોટાભાગે situation ઉપર વધુ depend કરે છે.
There Will Be Blood (2007) ફિલ્મમાં ઘણા બધા સીન્સ છે જેમાં background music નો use નથી કરવામાં આવ્યો.
14. Few lines of song
ફિલ્મની અમુક normal situations અને dialogues દરમ્યાન background song તરીકે સીનમાં ઉપયોગ કરી શકાય છે. ફિલ્મની ચોક્કસ situations માં, સીનની શરૂઆતમાં વચ્ચે છેલ્લે, અથવા montage માં, ખાસ કરીને nonverbal સીનમાં કોઈપણ જગ્યાએ song ની અમુક lines દ્વારા સીનને ખુબ effectively present કરી શકાય છે.
Romance અને comedy genres ની ફિલ્મોમાં આવા સીન્સ વધુ હોય છે. હોલીવુડની ફિલ્મોમાં આવા સીન્સ ખુબ જ હોય છે. ઘણીવાર આવા સીન્સ mood બનાવવાનું કામ પણ કરતા હોય છે.
15. Slow motion scene
સ્ટોરીની requirement પ્રમાણે ફિલ્મના અમુક સીન slow motion માં ચોક્કસ બતાવી શકાય છે. ફિલ્મની અમુક ઘટના જેને highlight કરવી હોય અથવા ઘટનાની થયેલ અસર બતાવવા માટે slow motion સીન સાથે background માં એકદમ suitable music નો use કરી શકાય છે. ફિલ્મના genre, subject પ્રમાણે બે ત્રણ slow motion scene ચોક્કસ add કરવા.
16. Dream sequence scene
ફિલ્મના દરેક character ની અમુક ચોક્કસ wish, dream અને desire હોય છે. અમુક સીન્સમાં character કંઇક વિચારતો હોય, imagine કરતો હોય અથવા કંઇક અનુભવતો હોય, તે ઘટનાને dream sequence દ્વારા બતાવી શકાય છે. આવા સીન્સ હંમેશા જલ્દી ખત્મ થાય તેવા ટૂંકા હોવા જોઈએ. આવા સીન્સ એક રીતે એક્ટરનું characterization show પણ કરતા હોય છે.
17. Micro, insert scenes
ફિલ્મમાં જ્યાં જરૂર લાગે ત્યાં નાના નાના micro સીન અથવા insert સીન add કરી શકાય છે. આવા micro, insert સીનથી ફિલ્મ સ્ટોરીની speed વધુ fast લાગશે. આવા સીન્સ મોટાભાગે ફિલ્મની શરૂઆતથી લઈને half way દરમ્યાન, અને ખાસ કરીને સ્ટોરી develop કરવા માટે બતાવી શકાય છે.
પણ જયારે સ્ટોરી સ્પીડ પકડે ત્યારે આવા સીન્સનો use ઓછો કરવો, જેથી audience નું concentration break ના થાય.
18. Characters ના light & strong expression અને reaction scene
Character શું વિચારે છે? શું react કરે છે? કોઈપણ ઘટનાની તેના ઉપર શું અસર થાય છે? વગેરેને એકદમ બારીકાઇથી બતાવવા માટેના સીન. આવા insert સીન્સ light અને strong કોઈપણ પ્રકારના હોઈ શકે છે, સામાન્ય રીતે તેને reaction shot પણ કહેવાય છે. આવા સીન્સ સાથે audience નું connection આસાનીથી શકે છે.
Effect of situation
કોઈ ઘટનાની થયેલ અસર બતાવવા માટેના special સીન. ફિલ્મમાં કોઈપણ મહત્વની ઘટના બની હોય તો તે ઘટનાની અસર બતાવવા માટે આવા સીન્સ ખાસ બનાવવામાં આવે છે.
19. Feelings, emotions ને show, express કરતા scene
આ સીન્સ expression & reaction ના સીન કરતા ઘણા અલગ છે. ફિલ્મમાં કોઈપણ ઘટનાની post effect જરૂર હોય છે, કોઈપણ situations ની અસર એક્ટર્સ ઉપર ચોક્કસ પડે છે, કેટલીક situations માં એક્ટર્સની feelings, emotions, enthusiasm ને પૂરી રીતે વ્યક્ત કરતા special સીન્સ.
આવા સીન ફિલ્મમાં જાન લાવવાનું કામ કરે છે. For example: Titanic (1997) ફિલ્મમાં કેટ અને લિઓનાર્ડોનો જહાંજની ડેક ઉપરનો iconic સીન.
20. Human emotions ને touch કરતા scene
અમુક સીનમાં જરૂરી human emotions add કરીને બતાવી શકાય છે. ફિલ્મના અમુક સીનમાં human emotions ચોક્કસ હોવા જોઈએ, જેમકે love, anger, feeling, curiosity, excitement, frustration, positivity, negativity વગેરે. Human emotions દ્વારા આ પ્રકારના સીન સાથે audience ખુબ જલ્દી attach થઇ શકે છે.
ફિલ્મમાં storytelling બનાવવા, અને ડિરેક્શન treatment આપવા માટે આ પ્રકારના સીન્સ special બનાવવામાં આવે છે.
21. Visually beautiful scene
ફિલ્મમાં અમુક સીન્સ એવા હોવા જોઈએ જે visually beautiful હોય, જેને જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય, એવા સીન્સ જે આંખોને જોવા ગમે. મોટાભાગે આવા સીન ડિરેક્ટરની creativity અને imagination નો પૂરો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય છે, અને આવા સીન બનાવવામાં સારો એવો ટાઈમ અને ખુબ મહેનત થતી હોય છે.
22. Unique cinematography base scene
ફિલ્મમાં અમુક સીન બેસ્ટ સિનેમેટોગ્રાફીના example બની શકે તેવા હોવા જોઈએ. ફિલ્મમેકિંગ books માં અનેક પ્રકારના કેમેરા શોટ્સ આવેલા છે, તે શોટ્સમાંથી અમુક શોટ્સ ફિલ્મના કોઈપણ સીનમા use કરો. આવા સીન્સમાં મોટાભાગે ફિલ્મની ઘટનાનું બહુ મહત્વ નથી પણ હોતું. જેથી કોઈપણ suitable situation માં તેને add કરી શકાય છે.
23. Art, creativity base scene
ફિલ્મમેકિંગ એક art છે અને creativity નો વિષય છે, જેથી ફિલ્મમાં કોઈપણ પ્રકારની art અને creativity ચોક્કસ હોવી જ જોઈએ, ફિલ્મમાં acting, dialogues, cinematography, lighting, editing વગેરે જેવા અન્ય કોઈપણ cinematic elements દ્વારા art અને creativity બતાવી શકાય છે.
આવા સીન્સમાં ઘટના, situation કરતા art, creativity ને વધુ મહત્વ આપવામાં આવતું હોય છે. આ પ્રકારના સીન્સ ફિલ્મની quality, richness અને standard level ને ખુબ વધારતા હોય છે.
24. Filmy scene
એક ફિલ્મ અને real life બંને વચ્ચે ઘણો difference હોય છે. અમુક એવા સીન્સ જે ફક્ત ફિલ્મો માજ possible હોય છે, real life માં ઓછા possible હોય તેવા ફિલ્મી સીન્સ એક ફિલ્મમાં ચોક્કસ હોવા જોઈએ. આવા સીન્સ કોઈપણ સ્ટોરીને એક ફિલ્મનું structure provide કરે છે.
25. Interesting, thrilling, exciting scene
ફિલ્મને વધુ interesting બનાવનાર સીન્સ. ફિલ્મમાં genre, subject પ્રમાણે અમુક સીન્સ હોવા જોઈએ જેમાં audience ને તે સીન્સ સાથે મજબુતીથી જોડવાનું કામ કરી શકે, audience ને જગ્યા પરથી હટવાનું મન ના થાય, અથવા શ્વાસ અધ્ધર કરી દે, તેવા interesting, thrilling, exciting, chasing સીન્સ ફિલ્મમાં ચોક્કસ હોવા જોઈએ.
Commercial ફિલ્મોમાં આવા સીન્સ ખાસ મુકવામાં આવે છે, આવા સીન્સ મોટાભાગે ડિરેક્શન treatment બનાવવા માટે use થાય છે. જેથી audience નો ફિલ્મમાં interest જળવાઈ રહે અને ફિલ્મને વધુ enjoy કરી શકે.
26. Climax scene
ફિલ્મનો climax સીન જેમાં બે અલગ અલગ power વચ્ચેનો છેલ્લો જંગ, જેમાં અનેક interesting ઘટનાઓ સાથે છેલ્લે એકની જીત થાય છે અને એકની હાર થાય છે. આવા climax સીન્સ મોટાભાગે audience ને વધુ પસંદ આવે તેવા ખાસ બનાવવામાં આવે છે. Commercial ફિલ્મોમાં આ પ્રકારના climax સીન્સ ફિલ્મની એક મોટી requirement છે.
27. Closing scene
ફિલ્મનો છેલ્લો સીન જેના દ્વારા ફિલ્મનો end આવતો હોય તેને closing સીન કહેવાય છે. ફિલ્મનો end કઈ રીતે લાવવો એ પણ એક creativity છે, કારણ કે તેમાં પણ options ઘણા બધા હોય છે. મોટાભાગે happy ending ધરાવતા સીન્સ દ્વારા તેને present કરવામાં આવે છે.
છેલ્લે દરેક સીન્સને study અને analysis કરો
ફિલ્મના સીન્સ બનાવ્યા બાદ છેલ્લે દરેક સીન્સને study અને analysis ખાસ કરો, જેમકે… (1). સીન્સ audience ને easily, quickly અને strongly connect કરે છે? (2). ફિલ્મનો એક એક સીન, ફિલ્મમાં શું મહત્વ ધરાવે છે? (3). આ સીનની જરૂરિયાત કેમ છે? તે સીન ફિલ્મમાં ના હોય તો શું ફર્ક પડી શકે છે? (4). આ સીન દર્શનોને પસંદ આવશે?
એક ફિલ્મમાં અલગ અલગ સીન્સનું એક perfect combination હોવું જોઈએ
કોઈપણ ફિલ્મ અલગ અલગ સીન્સના combination દ્વારા બનતી હોય છે. માટે એક ફિલ્મમાં ક્યા ક્યા સીન્સ હોવા જોઈએ? અને આ સીન્સ કેવા હોવા જોઈએ? તેને કેવી રીતે દર્શાવવા જોઈએ? તે ફિલ્મના genre, subject ઉપર અને અને ડિરેક્ટરની પસંદગી ઉપર આધાર રાખે છે.
એક complete ફિલ્મ અલગ અલગ સીન્સના combination દ્વારા બનતી હોય છે
એક સંપૂર્ણ ફિલ્મમાં અલગ અલગ ઘટનાઓ, situations અને ups and downs સતત આવ્યા જ કરે છે. આ બધી અલગ અલગ ઘટનાઓના અલગ અલગ સીન્સ બનાવીને તેને ફિલ્મમાં બતાવવામાં આવે છે. આમ એક complete ફિલ્મ અલગ અલગ સીન્સના combination દ્વારા બનતી હોય છે.
Conclusion
સામાન્ય રીતે ફિલ્મમાં બધુ જ હોવું જોઈએ, ખાસ કરીને એક commercial ફિલ્મ એટલે complete life ના દરેક colors તેમાં હોવા જોઈએ, અને life ના આ દરેક colors ને અલગ અલગ સીન દ્વારા બતાવી શકાય છે. ફિલ્મના અલગ અલગ genre, theme, subject, story પ્રમાણે આ 27 સીન્સમાંથી maximum સીન ફિલ્મમાં add કરશો, તો એક ચોક્કસ cinematic structure ધરાવતી ફિલ્મ બની શકશે.
ફિલ્મ સ્ટોરીની કોઈપણ ઘટનાને કેવા સીન દ્વારા ફિલ્મમાં દર્શાવો છો? તેના ઉપર આધાર રાખે છે કે audience ને કોઈપણ ફિલ્મ સીન કેવો અને કેટલો પસંદ આવે છે? જો audience ને ફિલ્મના maximum સીન્સ પસંદ આવશે તો ફિલ્મ hit થવાના chances સૌથી વધારે છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.