કોઈપણ સીનને ડિરેક્ટ કરવા માટે અલગ અલગ cinematic elements નો use કરવામાં આવે છે, જેના દ્વારા કોઈપણ એક સીનને અલગ અલગ cinematic techniques દ્વારા અલગ અલગ રીતે ડિરેક્ટ કરી શકાય છે. તેમજ આ cinematic elements દ્વારા કોઈપણ સીનને વધુ improve અને વધુ effective પણ બનાવી શકાય છે.
આમ કોઈપણ એક સીનને અલગ અલગ techniques દ્વારા ડિરેક્ટ કરવાના અનેક options હોય છે, અને સીનને વધુ improve કરવા માટે, અને વધુ effective બનાવવા માટેના પણ અનેક options હોય છે.
સીન ડિરેક્શન એ ફિલ્મ ડિરેક્શનના most important subjects માંથી એક છે
ફિલ્મના કોઈપણ સીનને ડિરેક્ટ કરવાની technique ને સીન ડિરેક્શન કહેવાય છે, અને સીન ડિરેક્શન તે ફિલ્મ ડિરેક્શનનો એક ખુબ જ મહત્વનો point છે.
કારણ કે, ફિલ્મના સીન્સ કેવી રીતે ડિરેક્ટ થયા છે? તેના ઉપરથી ફિલ્મની સફળતા અને નિષ્ફળતાનો ઘણો મોટો આધાર રહેલો હોય છે. જો ફિલ્મના maximum સીન્સ audience ને પસંદ આવશે તો ફિલ્મના હીટ થવાના chance ખુબ વધારે છે, માટે સીન ડિરેક્શન પાછળ ચોક્કસ મહેનત કરવી અને સારો એવો ટાઈમ spend કરવો.
કોઈપણ સીનને અલગ અલગ cinematic elements દ્વારા અલગ અલગ રીતે ડિરેક્ટ કરી શકાય છે, તેને વધુ improve, effective બનાવી શકાય છે
For example: ફિલ્મના એક સીનમાં કોલેજના 5 ફ્રેન્ડસ મળે છે, અને routine discuss કરે છે. Youth base ફિલ્મોનો આ એક ખુબ સામાન્ય સીન છે, હવે આ સીનને ઘણી અલગ અલગ રીતે ડિરેક્ટ કરી શકાય છે, તેના વિષે જાણીએ.
5 ફ્રેન્ડસ restaurants માં મળે છે, careen માં મળે છે, swimming pool પાસે discuss કરે છે, playground ઉપર રમતા રમતા વાતો કરે છે, કોલેજના campus માં જ્યાં અન્ય students પણ હોય છે, અથવા કોઈ એક ફ્રેન્ડના ઘરે વગેરે.
આ બધા લોકેશન એવા છે જેને change કરવાથી સીનની situations માં લગભગ કોઈ ખાસ ફર્ક પડતો નથી. માટે આ લોકેશનને આસાનીથી change કરી શકાય છે. તે સિવાય પણ ફિલ્મમાં એવા ઘણા સીન્સ હોય છે, જેમાં લોકેશન બદલવાથી ફિલ્મની સ્ટોરીમાં કોઈપણ ફર્ક પડતો નથી હોતો.
સમજો લો કે ફ્રેન્ડસ restaurant માં મળે છે, તો restaurant indoor હોઈ શકે અને outdoor પણ, લોકેશનમાં આ બીજો option છે. ત્યારબાદ restaurant નું interior કેવું છે? ત્યાં કઈ કઈ props છે? ત્યાં કઈ activity ચાલી રહી છે? તે અન્ય options છે.
આમ ફિલ્મના કોઈપણ સીનને ડિરેક્ટ કરવાના અનેક options હોય છે, એક સીનને અલગ અલગ રીતે ડિરેક્ટ કરી શકાય છે. અહી લોકેશનને ડિરેક્શનના એક technical option તરીકે લીધું છે, તે સિવાય ડિરેક્શનમાં આવા અનેક cinematic elements હોય છે, જેનાથી કોઈપણ સીનને અલગ અલગ રીતે ડિરેક્ટ કરી શકાય છે.
એક સીનને ડિરેક્ટ કરવા માટે અનેક options હોય છે
સ્ટોરીની કોઈપણ ઘટનાને ફિલ્મ સીન દ્વારા બતાવવાના અનેક options હોય છે. ફિલ્મની કોઈપણ એક ઘટનાને અનેક સીન્સ દ્વારા દર્શાવી શકાય છે.
For example: ફિલ્મ સ્ટોરીની કોઈપણ ઘટના, જેમ કે એક્ટર અને એક્ટ્રેસ પહેલીવાર મળે છે, અને sub situation માં બંને એકબીજાથી attraction થાય, સામાન્ય વાતચીત દ્વારા introduction થાય છે, અથવા બંને વચ્ચે જગડો થાય છે.
હવે આ sub situation ની સંપૂર્ણ ઘટનાને ફિલ્મમાં દર્શાવવાના પણ અનેક options હોય છે, જેમ કે બંને ક્યા મળે છે? કેવી રીતે અથવા કઈ situation માં મળે છે? કેવી રીતે તેઓ attract થાય છે? અથવા કેવી રીતે જગડો થાય છે? ક્યા કારણોથી થાય છે? અને ક્યા dialogues, conversations દ્વારા થાય છે? વગેરે.
આમ સીન presentation ના અનેક options હોય છે, આટલા options માંથી સૌથી best option પસંદ કરીને effectively સીન presentation કેવી રીતે કરવું તે ડિરેક્ટર ઉપર depend કરે છે.
એક સીનને અલગ અલગ cinematic techniques થી ડિરેક્ટ કેવી રીતે કરી શકાય?
આ blog માં જાણીએ અને સમજીએ કે… (1). કોઈપણ સીનને કઈ કઈ cinematic techniques દ્વારા ડિરેક્ટ કરી શકાય? (2). સીનને ડિરેક્ટ કરવાના ક્યા અલગ અલગ cinematic options હોય છે? કોઈપણ સીન્સને વધુ improve કેવી રીતે કરવા? સીન્સને વધુ effective કેવી રીતે બનાવવા? (3). એક સીનને અલગ અલગ cinematic techniques થી ડિરેક્ટ કેવી રીતે કરી શકાય?
કોઈપણ સીનને આ 7 elements દ્વારા અલગ અલગ cinematic techniques અને options દ્વારા ડિરેક્ટ કરી શકાય છે
01. Locations

લોકેશન ફિલ્મના કોઈપણ સીનમાં દેખાવ ઉભો કરવામાં સૌથી વધુ અસર કરે છે. સીનની requirement મુજબ હમેશા rich દેખાવના લોકેશન્સ પસંદ કરો, rich લોકેશન્સ ઉપર સીન શૂટ કરવાથી સીનના દેખાવમાં સારી એવી positive અસર ઉભી કરી શકાય છે. કારણ કે eye catchy લોકેશન્સ audience ને સૌથી વધુ attract કરે છે. એટલા માટે જ અનેક ફિલ્મોના શૂટ માટે foreign લોકેશન પસંદ કરવામાં આવે છે.
આમ તો સીન્સના લોકેશન્સ મોટા ભાગે ફિલ્મની સ્ટોરી અને situations ઉપર વધુ depend કરે છે. પણ જો કોઈ ચોક્કસ સીન કોઈ special લોકેશન ઉપર જ શૂટ કરવો હોય તો situations ને થોડી ઘણી change કરવી પડી શકે છે, જે almost possible છે.
આમ સીનને અલગ અલગ રીતે ડિરેક્ટ કરવામાં લોકેશન સૌથી મોટો ભાગ ભજવે છે. માટે લોકેશન્સ selection માં અનેક options વિષે વિચારીને છેલ્લે તેમાંથી સૌથી બેસ્ટ લોકેશન્સ પસંદ કરો.
02. Camera Shots

કેમેરા શોટ સૌથી પહેલા સીનની situations ઉપર depend કરે છે, અને ત્યારબાદ તે લોકેશન ઉપર પણ આધાર રાખે છે. ચોક્કસ સીનને ચોક્કસ કેમેરા શોટ દ્વારા શૂટ કરવો, અથવા તો ડિરેક્ટર તરીકે તમારા favorite કેમેરા શોટ્સને ફિલ્મના કોઈપણ અન્ય સીનમાં set કરી શકાય છે.
એક સીનને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા ડિરેક્ટ કરી શકાય છે
એક સીનમાં બે એક્ટર્સ વાતચીત કરી રહ્યા છે, હવે આ સીનને two shot, revers shot, 180 degree, ark shot, OTS વગેરે કેમેરા શોટ્સના combination દ્વારા ડિરેક્ટ કરી શકાય છે. આમ એક સીનને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા ખુબ આસાનીથી ડિરેક્ટ કરી શકાય છે, અને ફિલ્મમાં આવા અનેક સીન્સ હશે જેને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા આસાનીથી શૂટ કરી શકાય.
કોઈ એક સીનને દરેક કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવો possible નથી, પણ 5, 10, 15 કેમેરા શોટ્સ માંથી કોઈ એકમાં ચોક્કસ શૂટ કરી શકાય છે. મતલબ કે એક સીનને શૂટ કરવાના 15 જેટલા options છે, બસ હવે તમારે તેનો બેસ્ટ option જ શોધવાનો છે, જે ડિરેક્ટરની choice ઉપર depend કરે છે.
અને જો બની શકે તો ફિલ્મમાં maximum કેમેરા શોટ્સનો use કરો, જેથી ફિલ્મ best cinematography નું એક example બની શકે.
03. Lighting

લાઈટીંગનો મુખ્ય ઉપયોગ ફિલ્મમાં એક subject/object ને highlight કરવા અથવા cinematic effect ઉભી કરવામાં use કરી શકાય છે.
લાઈટીંગ mainly outdoor અથવા indoor લોકેશન ઉપર આધાર રાખે છે. બંનેમાં કી લાઈટીંગ અલગ અલગ હશે. જેમાંથી outdoor સીન્સની લાઈટીંગમાં તમે કઈ ખાસ વધુ નહી કરી શકો, પણ indoor લોકેશનની લાઈટીંગમાં તમે ઘણી બધી creativity આપી શકો છો.
કોઈપણ indoor સીનમાં, કી લાઈટ, ફિલ લાઈટ, બેક લાઈટ, સોફ્ટ લાઈટ, હાર્ડ લાઈટ્સ, પ્રેક્ટીકલ લાઈટ વગેરેનો use કરીને કોઈપણ સીનમાં unique variation લાવી શકાય છે.
ટૂંકમાં લાઈટીંગ એક એવો element છે, જેના દ્વારા કોઈપણ સીનમાં સારી એવી effect ઉભી કરી શકાય છે, એક ચોક્કસ atmosphere ઉભું કરી શકાય છે, તેના દ્વારા mood બનાવી શકાય છે, character ને એક અલગ ઓપ આપી શકાય છે. પણ સાથે સાથે તે એક time consuming task છે. આમ લાઈટીંગ પણ સીનને ડિરેક્ટ કરવાનો એક વધુ અસરકારક creative option છે.
04. Props

કોઈપણ સીનના props મોટાભાગે લોકેશન, situation અને action અનુસાર નક્કી થતા હોય છે.
હોલીવુડની ઓલમોસ્ટ ફિલ્મોમાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનર વગેરેના સીન્સ ખુબ સામાન્ય હોય છે, અને લગભગ દરેક ફિલ્મોમાં આ સીન્સ હોય છે. ધ્યાનથી જોતા ઘણી વાર એવું લાગશે કે જરૂરિયાત કરતા પણ વધુ food તે સીનમાં જોવા મળશે. હકીકતમાં આ food નો ઉપયોગ આ સીનમાં props તરીકે થતો હોય છે.
મોટાભાગે props બે પ્રકારના હોય છે, એક જેની સીનમાં ખરેખર જરૂર છે જેથી તેને રાખવા ફરજીયાત છે, અને બીજા જેની ફિલ્મમાં કોઈ જરૂર નથી, પણ ફિલ્મની production value વધારવા માંટે સીનમાં તેનો use કરવામાં આવે છે. અમુક props નો ઉપયોગ frame ને ભરવામાં અને તેને વધુ rich બનાવવામાં કરી શકાય છે.
આ સિવાય કોઈપણ સીન્સને અનુરૂપ props use કરવાથી તે સીન વધુ real લાગે છે, appealing લાગે છે, audience ને તે જોવો વધુ પસંદ આવે છે, સીનનો એક visual look બને છે, માટે કોઈપણ સીનને વધુ અસરકારક બનાવવા માટે props નો બને તેટલો વધુ creative use કરવો.
05. Actor activities

સીન દરમ્યાન એક્ટર જે પણ activities કરે છે, તે mainly situation અને ત્યારબાદ characterization ઉપર આધાર રાખે છે. પણ normal સીન્સ દરમ્યાન એક્ટર્સને કોઈને કોઈ activities કરતા ખાસ બતાવો. જેનાથી તે સીન અને situation વધુ real લાગે છે.
હોલીવુડની ફિલ્મોમાં મોટાભાગે આ પ્રકારના સામાન્ય સીન્સમાં કોઈપણ character હંમેશા કોઈને કોઈ activities કરતું હોય છે, આ activities કોઈ ખાસ અથવા એકદમ સામાન્ય કોઈપણ પ્રકારની હોઈ શકે છે.
તે સિવાય પણ એકટરની activity તેનું characterization show કરતું હોય છે, આ activities audience ને તેના character સાથે attach પણ કરી શકે છે, માટે સીનમાં એક્ટર્સને હંમેશા કોઈપણ activities કરતા ખાસ બતાવો.
06. Editing techniques

Editing કેવી રીતે અને કઈ techniques થી કરવું? તે મોટાભાગે સીનના લોકેશન, situations, action, conversation અને સીનની length, સીન કેટલો લાંબો છે તેના ઉપર પણ નક્કી થાય છે.
(1). એક સીન ખત્મ થાય અને બીજો સીન શરુ થાય ત્યારે બંને સીન્સને જોડવાની techniques ને transitions કહેવાય છે, જેમાં ઘણા અલગ અલગ options હોય છે, તેમાં dissolve, wipe, fade in, fade out, L cut અથવા J cut નો use કરી શકાય છે.
(2). બે એક્ટર્સ વાત કરતા હોય એ નોર્મલ સીનને 180 degree શોટમાં edit કરી શકાય છે. (3). જો સીન વધુ લાંબો હોય અને તેમાં અનેક લોકેશન use થયા હોય તો cutting on action દ્વારા તે સીન્સને edit કરી શકાય છે.
(4). એક જ situation related અલગ અલગ ઘટનાઓ બનતી હોય તો તેને montage use કરી શકાય છે. (5). બે એક્ટર્સ જયારે ફોન ઉપર વાત કરતા હોય ત્યારે તે સીનને cross cutting, parallel cutting માં edit કરી શકાય છે. આમ સીનને બનાવવામાં editing techniques ખુબ અસરકારક element છે.
07. Colors

જે તે સીનના કલર્સ mainly લોકેશન અને ત્યારબાદ થોડા ઘણા એક્ટર્સના કોસ્ચ્યુમ્સ ઉપર પણ આધાર રાખે છે. તે સિવાય કોઈપણ સીનનો tone અને atmosphere set કરવામાં, તેમજ સીનની જે જે feeling, emotion છે તેને અનુરૂપ કલર્સ add કરીને એડિટ કરી શકાય છે.
જે ડિરેક્શનમાં થોડું different અને unique ચોક્કસ લાગશે. ફિલ્મમાં અમુક rare સીનમાં આ રીતે કલર્સનો use કરીને તેને ડિરેક્ટ કરી શકાય છે.
આ એક એવો element છે જેનો ઉપયોગ ખુબ ઓછો થાય છે, પણ અત્યારની મોર્ડન ફિલ્મોમાં તેનો ઉપયોગ ધીમે ધીમે વધવા લાગ્યો છે.
સૌથી best ડિરેક્શન options વિચારીને કોઈપણ સીન ડિરેક્ટ કરો
કોઈપણ સીન્સમાં ઉપર મુજબના અલગ અલગ elements સૌથી વધુ અસર કરતા હોય છે. આ અલગ અલગ elements દ્વારા એક સીનને ડિરેક્ટ કરવાના અલગ અલગ અનેક options મળી શકે છે.
જેથી કોઈપણ સીન્સને ડિરેક્ટ કરવાના અલગ અલગ options માંથી તેના બેસ્ટ ડિરેક્શન option વિષે વિચારીને તેને ડિરેક્ટ કરો.
સીન્સને ડિરેક્ટ કરવાના અલગ અલગ options વિષે તમે જેટલું વધુ વિચારશો, અને જેટલો વધુ ટાઈમ આપશો એટલા વધુ options તમને મળતા રહેશે, આ એક creative task પણ છે. વધુ વિચારવામાં વધુ ટાઈમ પણ લાગશે, પણ તેનાથી unique result મળશે.
ફિલ્મના એક એક સીનને એવી રીતે ડિરેક્ટ કરો જેથી audience ને ફિલ્મના almost દરેક સીન maximum પસંદ આવે
ફિલ્મના એક એક સીનને એવી રીતે ડિરેક્ટ કરો જેથી audience ને સીન maximum પસંદ આવે, સીન ડિરેક્શનનો પહેલો rule એ છે કે તે સીન audience ની પસંદગીનો બનવો જોઈએ અને audience ને પસંદ આવવો જોઈએ. સીન audience ને જેટલો પસંદ આવશે એટલું audience તેની સાથે વધુ connect થઇ શકશે.
એક audience અને એક ડિરેક્ટર તરીકે પોતાની પસંદગીના સીન્સનું collection કરો, અને તેને study, analysis કરો, કે તે સીન તમને કેમ પસંદ છે? આ સીન ફિલ્મમાં શું અને કેવી અસર ઉભી કરશે? આવી રીતે research કર્યા બાદ ધીમે ધીમે કોઈપણ સીનને વધુ સારી રીતે ડિરેક્ટ કેમ કરવો તેની techniques તમે સારી રીતે શીખી શકશો.
Conclusion
સીન ડિરેક્શન તે ફિલ્મ ડિરેક્શનનો એક main base છે, અલગ અલગ સીન્સ દ્વારા એક complete ફિલ્મ બને છે, કોઇપણ એક સીનને ડિરેક્ટ કરવાના અલગ અલગ અનેક options હોય છે. માટે ડિરેક્શનનો best option શોધીને સીન ડિરેક્શન કરો.
બેસ્ટ ડિરેક્શન દ્વારા કોઈપણ એક સામાન્ય સ્ટોરીને પણ વધુ interesting બનાવી શકાય છે, કોઈ એક સ્ટોરીને પણ ઘણી અલગ અલગ રીતે present કરી શકાય છે. આખરે તે બધું જ એક ડિરેક્શન ઉપર depend કરે છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.