દરેક એક્ટર્સ દરેક ફિલ્મમાં select નથી થઇ શકતા, ઘણી વાર well known અને ખુબ અનુભવી એક્ટર્સ પણ ફિલ્મના selection માટે reject થાય છે.
જેમકે, Titanic (1997) ફિલ્મના ઓડીશનમાં ત્યારના મોટા મોટા એક્ટર્સ પણ નિષ્ફળ ગયા હતા. જેવા કે ટોમ ક્રુઝ. તે સિવાય James Bond ફિલ્મ સીરીઝ માટે પણ હોલીવુડ history ના અનેક સુપર સ્ટાર એકટર્સ પણ reject થયા છે.
હોલીવુડ હોય કે બોલીવુડ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક કિસ્સાઓ છે જેમાં અનેક popular, well-known, well experienced અને સ્ટાર એક્ટર્સ પણ reject થયા છે. ફિલ્મ selection process માં કેટલાક એવા reasons પણ છે જેનાથી કોઈપણ well known અને અનુભવી એક્ટર્સ પણ reject થઇ શકે છે.
આ blog માં જાણીએ કે Well known અને અનુભવી એક્ટર્સ પણ ફિલ્મના selection માં ક્યારે reject થઇ શકે? Perfect એક્ટર્સ પણ ક્યા ક્યા કારણોથી ફિલ્મ માટે reject થઇ શકે?
5 reasons – જેના દ્વારા અનુભવી, સ્ટાર એક્ટર્સ પણ ફિલ્મના selection માં reject થઇ શકે છે
01. Character માં એક્ટરનું set ના થવું
ફિલ્મમાં character કેવું છે? તેના ઉપરથી જ એક્ટર્સ selection થાય છે. રાઈટર અથવા ડિરેક્ટરે ફિલ્મની સ્ટોરી પ્રમાણે દરેક character નું characterization પહેલેથી જ નક્કી કરેલું હોય છે. જો સ્ટોરીની demand પ્રમાણે નક્કી કરેલા character માં કોઈ પણ well known અને અનુભવી એક્ટર્સ ફિટ નહીં થતા હોય તો તેમનું selection નહીં થાય.
For example: સંજીવ કુમારે જયારે ફિલ્મ Sholay (1975) ની સ્ક્રીપ્ટ વાંચી ત્યારે તેમને ઠાકુરના રોલ કરતા ગબ્બરના રોલમાં વધુ interest પડ્યો, અને તેમને ડિરેક્ટર રમેશ સિપ્પી પાસે સામેથી ગબ્બરનો રોલ પણ માંગ્યો.
પણ રમેશ સિપ્પી ખુબ સારી રીતે જાણતા હતા કે audience માં એક્ટર તરીકે સંજીવ કુમારની એક soft image છે, અને ગબ્બરનું character એકદમ ક્રૂર છે. તેથી એક soft image ધરાવનાર એક્ટરને એક ક્રૂર character તરીકે audience મોટાભાગે accept ના કરી શકે, જેથી તેઓ ગબ્બરના રોલ માટે select ના થયા.
આમ દરેક એક્ટર દરેક character માં સેટ નથી થતા હોતા. એવા એક્ટર્સ ખુબજ ઓછા હોય છે જે મોટાભાગના characterization માં ફિટ થઇ શકતા હોય છે.
02. Character ના look કરતા એક્ટરનો look એકદમ different હોવો
અલગ અલગ એક્ટર્સનું અલગ અલગ look હોય છે like… Innocent look, smart look, rich look, dull look, normal look, hot look, beautiful look, cute look, chocolaty look, young look, mature look, aged look, fair look, dark look, Indian look, western look વગેરે વગેરે.
એક્ટર્સનો physical look જેવો હશે તેમને રોલ પણ એવા જ ઓફર થતા હોય છે. જો એક્ટર્સનો look, characterization ના look કરતા અલગ પડતો હોય તો તેમનું selection ના પણ થઇ શકે. અમુક એક્ટર્સ એવા પણ હોય છે કે તેમના look ના લીધે તેમની એક image બંધાઈ ગયી હોય છે.
For example: મોડેલ કમ એક્ટર મિલિન્દ સોમન અને ડીનો મારિયા modeling world માં ખુબ જ સફળ થયા છે, પણ over rich look ના કારણે તેમને ફક્ત rich character ના રોલ જ મળ્યા છે, તેઓને કોઈ અન્ય પ્રકારના રોલ મળ્યા જ નથી, કદાચ આ કારણે ફિલ્મોમાં તે એટલા સફળ થયા નથી.
આ point પર discuss ચોક્કસ થઇ શકે છે કે look ને change અથવા તેનાથી better કે different પણ કરી શકાય, પણ reality એ પણ છે કે look change કરવાની પણ એક limit પણ છે.
03. ફિલ્મના character ની ચોક્કસ age limit
ફિલ્મમાં એક્ટરની screen age, તેના character ની age આસપાસની લાગવી જોઈએ. ફિલ્મમાં character ની age 20 હોય તો એક્ટરની real age ગમે તેટલી હોય, પણ તે ફિલ્મમાં 20 વર્ષ આસપાસનો લાગવો જ જોઈએ.
જો એક્ટર્સ આ age limit માં ફિટ નહીં થતા હોય તો તેમનું selection નહીં થાય. ઘણા એક્ટર્સ વધુ age ના હોય તો પણ તેમનો look young હોય છે, તો કેટલાક young એક્ટર્સનો look પણ mature look જેવો હોય છે.
For example: 3 Idiots (2009) ફિલ્મમાં આમિર ખાને 44 વર્ષે કોલેજ student નું character ભજવ્યું હતું, કારણ કે તેનો young look કોલેજ student ના character માં set થતો હતો. પણ તે રોલ 44 વર્ષે શાહરુખ, સલમાન, અક્ષયે કર્યો હોત તો તેમાં ફિટ ના બેસત. આમ character ની age માં એક્ટર set ના થતો હોય તો એક્ટર reject થશે.
04. એક્ટરની image
અમુક પ્રકારના જ રોલ કરીને અમુક એક્ટર્સની એક ચોક્કસ image બની ગઈ હોય છે, અને તે image એટલી બધી strong હોય છે કે audience તેમને કોઈ બીજા character માં accept કરી જ શકતા નથી હોતા.
For example: રામાયણ અથવા મહાભારતના કોઈ મહત્વના રોલ માટે સન્ની લિઓન કે રાખી સાવંત કોઈપણ સંજોગોમાં ના ચાલે, કારણ કે આ એક્ટ્રેસીસની image તે character ની image કરતા એકદમ અલગ છે, જેના કારણે audience તેમને આ રોલમાં ક્યારેય accept ના કરી શકે.
05. ચોક્કસ પ્રકારના એક્ટરની જ requirement હોવી
જેમ્સ કેમેરૂને Avtar (2009) ફિલ્મ બનાવતી વખતે પહેલેથી જ નક્કી કર્યું હતું કે ફિલ્મના લીડ character માટે કોઈ unknown એક્ટરને જ લેવો, જે એટલો popular ના હોય અને હજી સુધી તેની કોઈ image બની ના હોય. જેથી આ character તરીકે જ audience તેમને ઓળખે અને આ character દ્વારા જ એક્ટર તરીકે તેની એક identy બને.
જેમકે લિયોનાર્ડો ડીકેપ્રિઓનું નામ સાંભળીયે એટલે ફક્ત ફિલ્મ Titanic (1997) યાદ આવે, આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર એટલે સૌથી પહેલા Terminator 2. Judgment Day (1991) ફિલ્મ જ યાદ આવે.
જયારે એક્ટર selection માં આવી requirement હોય, ત્યારે well-known અને high profile એક્ટર્સ પણ આસાનીથી reject થાય છે.
ફિલ્મમાં એક્ટરના reject થવાના અનેક genuine reasons હોય છે
આમ આ અલગ અલગ 5 કારણો સિવાય પણ reject થવાના અનેક કારણો હોઈ શકે છે, એક્ટર જયારે આ પ્રકારના genuine reasons થી reject થાય ત્યારે situation ને સમજવી જોઈએ.
ખાસ કરીને લીડ એક્ટર્સ કે એક્ટ્રેસના character માટે તો ખુબ નાના reason થી પણ કોઈ પણ એક્ટર reject થઇ શકે છે, કારણ કે લીડ માટેની expectation સૌથી વધારે હોય છે.
જો તમે આવા genuine reasons થી reject થાઓ તો તેનો એ મતલબ થાય છે કે તમારી એક્ટર તરીકેની profile ફિલ્મના character ની profile સાથે મેચ થતી નથી, અને જયારે પણ આવું થાય ત્યારે confidence પર અસર પાડ્યા વગર situation ને સમજીને accept કરો.
Conclusion
ફિલ્મમાં એક્ટરના select ના થવાના અનેક કારણો હોઈ શકે છે. ફિલ્મમાં એક્ટર selection માં અનેક reasons અને criteria હોય છે. જેમાં અનુભવી, સ્ટાર એક્ટર્સ પણ આસાનીથી reject થઇ શકે છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક નિયમ છે. જે દરેક એક્ટરે જાણવો અને સમજવો જોઈએ.
એક્ટર અથવા એક્ટિંગ related કોઈપણ question, query માટે WhatsApp કરો 8758110999, અથવા Email કરો gujarati.filmmaking@gmail.com
Note: This blog content has been copyright by author.