Latest Posts:

દુનિયામાં ફક્ત અમુક જ એવા વ્યક્તિઓ હોય છે જેમને પોતાના પસંદગીના ફિલ્ડમાં ખુબ અઘરી મહેનત કરવામાં ખરેખર ખુબ મજા આવતી છે, જે તેમનો શોખ નહિ પણ passion છે.

જેમાંથી અમુક વ્યક્તિઓ તેનાથી પણ બે કદમ આગળ વધીને જીવના જોખમે પોતાના passion ને પુરા કરવામાં મજા લેતા હોય છે, જેમકે… એકલા જ બોટ ઉપર મહાસાગર પાર કરવો, હિમાલયની ટોચ ઉપર ચડવું, આકાશમાં 30,000 ફીટની ઉંચાઈથી વિમાનમાંથી પેરેશુટ લઈને કુદકો મારવો, વગેરે વગેરે.

આવા વ્યક્તિઓ તેમનું passion પૂરું કરવા માટે ગમે તેટલી મહેનત કરવા અને તેની પાછળ ટાઈમ આપવા તૈયાર જ હોય છે. કારણ કે હકીકતમાં આ passion જ તેમનું જીવન હોય છે. આવા passion lover વ્યક્તિઓને પોતાના passion પુરા કર્યા વગર ચાલતું નથી, તેના વગર તેમને life અધુરી લાગતી હોય છે, અને આ passion તેમના જન્મ થીજ તેમના સ્વભાવમાં હોય છે.

બસ આ જ રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક એવા rare ડિરેક્ટર્સ હોય છે જેઓ ફિલ્મ ડિરેક્શનનું born passion ધરાવતા હોય છે. આવા ડિરેક્ટર્સ અન્ય typical ડિરેક્ટર્સ કરતા ઘણા અલગ હોય છે, અને સૌથી અલગ રીતે કામ કરતા હોય છે.

ફિલ્મ ડિરેક્શનનું Passion

જો તમે space related ફિલ્મ બનાવતા હોવ તો ફિલ્મ સ્ટુડિયોમાં space નો સેટ બનાવીને શૂટ કરો કે પછી સાચે જ space માં જઈને શૂટ કરો? જવાબ છે કે સ્ટુડીઓમાંજ સેટ બનાવીને શૂટ કરાય તેના માટે space માં ના જવાય, પણ જો કોઈ ડિરેક્ટર એવું નક્કી કરે કે ફિલ્મ space માંજ જઈને શૂટ કરવી છે તો?

જવાબ છે થઇ શકે, પણ space માં જઈને ફિલ્મ શૂટ કરવામાં ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે. પણ હકીકતમાં આવી તકલીફોનો સામનો કરીને પોતાનું passion પૂરું કરવાની પણ એક અલગ મજા હોય છે. જે ફક્ત passion lover જ કરી શકે છે, સામાન્ય વ્યક્તિઓનું તે કામ નથી. ફિલ્મ ડિરેક્શનનું passion ધરાવનાર ડિરેક્ટર્સ આ પ્રકારના હોય છે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમુક rare ડિરેક્ટર્સ છે જેઓ પોતાના અલગ vision, thoughts અને rules & regulations ઉપર જ ફિલ્મ બનાવે છે, આ ફિલ્મ પણ આવી રીતે જ બની હતી.

The Revenant (2015)

હોલીવુડમાં ફિલ્મ કેવી રીતે બનવાય છે? ફિલ્મ પાછળ કેટલી મહેનત કરવામાં આવે છે? ત્યાં ફિલ્મમેકિંગને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે? ત્યાના ડિરેક્ટર્સમાં ફિલ્મમેકિંગનું કેટલું passion હોય છે? તેનું એક નાનું example ફિલ્મ The Revenant (2015) દ્વારા સમજીએ.

ડિરેક્ટર અલહાન્દ્રો ઈનારિટુ લીડમાં લિયોનાર્ડો ડીકેપ્રિઓને લેવા માંગતા હતા, પણ ત્યારે લિયોનાર્ડો ફિલ્મ The Wolf of Wall Street (2013) માં બીઝી હતો, જેથી અલહાન્દ્રોએ આ ફિલ્મ બનાવતા પહેલા ફિલ્મ Birdman (2014) બનાવવાનું નક્કી કર્યું. જેમાં તેમને પહેલો Academy Award for best Director નો એવોર્ડ મેળવ્યો, અને તેઓ રાતોરાત મહાન ડિરેક્ટર્સની કેટેગરીમાં આવી ગયા.

2012 માં અલહાન્દ્રોએ આ ફિલ્મ શરુ કરતા પહેલા જ ફિલ્મના દરેક ટેકનિશિયન અને કૃ-મેમ્બર્સને કહી દીધું કે ફિલ્મનું શૂટ ખુબ અઘરું થવાનું છે, કારણ કે તેમણે અમુક અઘરા નિર્ણયો દ્વારા ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

ડિરેક્ટર અલહાન્દ્રોએ કંઇક નવું કરવાના ઈરાદા સાથે 3 hard decisions દ્વારા ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું

અલહાન્દ્રો આ ફિલ્મમાં કંઇક નવું અને unique કરવા માંગતા હતા. માટે તેઓએ અમુક અઘરા નિયમો દ્વારા ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું, જેમકે…

(1) ફિલ્મ green screen માં નહિ પણ real locations ઉપર શૂટ કરવી છે. ત્યારે ઘણા બધા ટેકનિશિયન્સ અને કૃ-મેમ્બર્સ shock થઇ ગયા હતા.

(2) અલહાન્દ્રો સાથે સિનેમેટોગ્રાફર ઈમેન્યુએલ લુબેઝ્કીએ પણ નક્કી કર્યું કે real locations ઉપરાંત ફિલ્મને natural lights માંજ શૂટ કરવી, જે વધુ એક અઘરો નિર્ણય (હકીકતમાં જાટકો) હતો.

(3) છેલ્લો નિર્ણય, ફિલ્મ તેના locations મુજબ નહિ પણ સ્ક્રિપ્ટના સીન્સ પ્રમાણે જ શૂટ કરવી. જે કંઇક બાકી હતું તે આ નિર્ણયે પૂરું કરી દીધું.

3 નિર્ણયોને ખુબ criticize કરવામાં આવ્યા

ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે connected કોઈપણ વ્યક્તિ આસાનીથી સમજી શકે છે કે આ ત્રણેય કામો કેટલા અઘરા છે. પણ આવા અઘરા કામો કરીને તેના દ્વારા જોઈતું result મેળવવા પણ એક અલગ મજા હોય છે.

અમુક વ્યક્તિઓયે અલહાન્દ્રોને સમજાવ્યા કે આ રીતે ફિલ્મ શૂટ કરવામાં ખુબ તકલીફોનો સામનો કરવો પડશે, પણ અલહાન્દ્રો અને ઈમેન્યુએલ કંઇક અલગ રીતે જ ફિલ્મ બનાવવા માંગતા હતા. ફિલ્મના અમુક ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સે સમજી લીધું કે બંનેની છેલી ફિલ્મ The Birdman (2014) માં Academy Award મેળવીને બંને પાગલ થઇ ગયા છે.

ફિલ્મ શરુ થઇ અને સાથે સાથે અનેક તકલીફો પણ શરુ થઇ

પ્રી-પ્રોડક્શન ખત્મ થયા પછી ઓક્ટોબર 2014 માં ફિલ્મનું શૂટિંગ શરુ થયું અને તેની સાથે જ અનેક તકલીફોની શરૂઆત થઈ, જેની કોઈએ કલ્પના પણ નહી કરી હોય કે તેઓ એક અત્યંત અઘરા શૂટિંગ માટે જઈ રહ્યા છે.

01. શૂટિંગના location ઉપર બરફના તોફાની પવનો વચ્ચે ચાલીને જવું પડતું હતું

ફિલ્મના મોટાભાગના શૂટ location એવા હતા જ્યાં direct transportation શક્ય નહોતું, જેથી ત્યાં ચાલીને જવું પડતું, અનેક વાર બરફના ખુબ જ તોફાની પવન વચ્ચે ચાલીને શૂટ લોકેશન ઉપર જવું પડતું હતું. ચાલીને જવાના કારણે location પર પહોચતા જ અમુક કલાકો થઇ જતા હતા.

02. શૂટ location નું વાતાવરણ ગમે ત્યારે અને સતત change થયા કરતું હતું

શૂટિંગનું વાતાવરણ ગમે ત્યારે અને સતત change થયા કરતું, ઉપરથી sun light પણ વધ-ઘટ સતત થયા કરતી હતી. ગમે ત્યારે વરસાદ વરસતો અને બરફના તોફાની પવનો ફૂંકાતા હતા. જેમાં શૂટ કરવું બિલકુલ શક્ય નહોતું. માટે ઘણી વાર થોડું શૂટ કરીને પછી શૂટ અટકાવું પડતું હતું, અને રાહ જોવી પડતી હતી, જેના કારણે શૂટિંગનું શીડ્યુલ એકદમ અસ્તવ્યસ્ત થઇ ગયું.

03. ખરાબ વાતાવરણના કારણે શૂટ માટે ટાઈમ ખુબ જ ઓછો મળી શકતો હતો

શૂટિંગ દરમ્યાન અનેક પ્રકારની awkward situations ને કારણે દિવસ દરમ્યાન શૂટ માટે ફક્ત અમુક કલાકનો જ ટાઈમ મળતો હતો, જે પુરતો નહતો, પણ કંઈ થઇ શકે તેમ નહતું. જેથી બાકીના ટાઈમમાં rehearsal થતું હતું, જેના કારણે શૂટિંગ schedule સતત લાંબુ અને લાંબુ ચાલતું ગયું.

04. ફિલ્મનું શૂટ 9 મહિના સુધી ચાલ્યું હતું

ફિલ્મનું આખું શૂટ અલગ અલગ 3 દેશોમાં થયું છે, જેમાં મુખ્ય 12 locations હતા, અને કુલ 9 મહિના ચાલેલા શૂટિંગમાં ફક્ત 80 દિવસ જ શૂટના હતા.

05. 6 મિનીટના એક સીન માટે 1 મહિના સુધી rehearsal કર્યા

ફિલ્મની શરૂઆતમાં અરિકારા અને લિયોનાર્ડોની ટીમ વચ્ચે જે 6 મિનીટનો fight sequence છે, તે 6 મિનીટના sequence માટે આખી ટીમે એક મહિના સુધી rehearsal કર્યું હતું. ફિલ્મમાં આ sequence Long Take Shot દ્વારા શૂટ કર્યો હતો, normally આ શોટમાં લેવામાં ખુબ જ ટાઈમ લાગતો હોય છે.

06. શૂટિંગનું વાતાવરણ અનેક વાર તનાવ ભર્યું થઇ જતું હતું

અનેક problems અને મુશ્કેલીઓના કારણે ફિલ્મના શૂટિંગ દરમ્યાન ઘણીવાર વાતાવરણ ઘણું જ તનાવ ભર્યું થઇ જતું હતું, કારણ કે. જયારે situations control માં ના હોય ત્યારે તેવી પરિસ્થિતિમાં શૂટ કરવું ઘણું અઘરું થઇ જતું હોય છે. ફક્ત professional વ્યક્તિઓ જ આવી situations ને સારી રીતે handle કરી શકતા હોય છે.

07. લિયોનાર્ડોના મેકઅપ માટે 4 કલાકનો ટાઈમ લાગતો હતો

લિયોનાર્ડોની injury બતાવવા માટેનો જે મેકઅપ કરવામાં આવતો હતો તેમાં 4 કલાક જેટલો ટાઈમ લાગતો હતો. ફિલ્મ ખત્મ થયા બાદ સિનેમેટોગ્રાફર ઈમેન્યુએલ લુબેઝ્કીએ કહ્યું કે લિયોનાર્ડોનો મેકઅપ મેં મારી લાઈફમાં જોયેલ અત્યાર સુધીનો કદાચ સૌથી અવિશ્વસનીય હતો.

08. લિયોનાર્ડોએ minus 20 degree temperature માં બરફની જામેલી નદીના પાણીમાં શૂટ કર્યું હતું

ફિલ્મના અનેક સીન્સમાં લિયોનાર્ડો બરફથી જામેલ નદીમાં ઉતર્યો છે. અન્ય એક સીનમાં તે રેડ ઇન્ડીયનથી બચવા માટે minus 20 degree temperature માં બરફની જામેલી નદીના પાણીમાં under water તરીને બહાર આવવાનો ખુબ જ મુશ્કેલ સીન આપ્યો છે.

09. લિયોનાર્ડોએ સીનને real બનાવવા બાઇસનનું કાચું લીવર ખાધું હતું

ફિલ્મના એક સીનમાં લિયોનાર્ડો અસહ્ય ભૂખના કારણે મરેલી બાઇસનનું કાચું લીવર ખાય છે. લિયોનાર્ડોના કો-એક્ટર આર્થર રેડક્લાઉડ (હિકુક) રિહર્સલ દરમિયાન આખો દિવસ કાચું બાઇસનનું માંસ ખાતો હતો.

પણ જયારે તે સીન શૂટ વખતે લિયોનાર્ડોને અસલી લીવર લેવી દેખાતી લાલ જિલેટીનસ પેનકેક ખાવા માટે આપી, તેને ખાતી વખતે કોઈપણ રીતે તે real નહોતું લાગતું, જેથી તે અસલી લીવર ખાવા માટે સામેથી તૈયાર થયો, જેને ખાતી વખતે તેને ઉબકા પણ આવ્યા. આ સીન વખતે લિયોનાર્ડોના ચહેરા ઉપરના જે expression હતા તે એકદમ real હતા.

10. ફિલ્મના શૂટિંગ દરમ્યાન લિયોનાર્ડો અનેક વખત બીમાર પડ્યો હતો

લિયોનાર્ડો શૂટિંગ દરમ્યાન એટલી અઘરી મહેનત કરી હતી કે 9 મહિનાના શૂટિંગ દરમ્યાન તે અનેક વખત બીમાર થયો હતો, ઘણી વાર ફ્લૂ થયો, તેમજ હાઇપોથર્મિયા જેવી બીમારી પણ થઇ ગઇ હતી, છતાં પણ અનેક વખત બીમારીમાં અથવા તેમાંથી સાજા થઈને તેને ફરીથી કામ શરુ કર્યું.

“I’ll never do again” લિયોનાર્ડો

આ શબ્દો છે લિયોનાર્ડોના, તેના જેવા હોલીવુડના A લીસ્ટેડ એક્ટર જો આવું કહેતો હોય તો તેને આ ફિલ્મમાં કેટલી તકલીફ વેઠી હશે?

શૂટના 9 મહિના દરમ્યાનની મહેનત બાદ લિયોનાર્ડોએ છેલ્લે કહ્યું “I won’t go through that again” કારણ કે minus 20 degree temperature માં બરફથી થીજેલી નદીમાં તરીને બહાર નીકળતી વખતે જે અનુભવ થાય તે એક્ટિંગ નહી પણ reality હોય છે.

તેણે કહ્યું “ફિલ્મના 30 થી 40 એવા સીન હું ગણાવી શકું છું જેમાં શરીરને અપાર શારીરિક ત્રાસ આપવામાં આવ્યો હતો” એવું કહી શકાય કે લીયોએ આ ફિલ્મમાં એક્ટિંગ નથી કરી પણ ફિલ્મને સહન કરી છે, ફિલ્મમાં જે મહેનત કરી છે તે જોવા માટે આ ફિલ્મ ખાસ જોવી પડશે.

11. ફિલ્મનું બજેટ સવા બે ગણું વધી ગયું હતું

મોટાભાગની ફિલ્મોમાં થાય છે તેમ આ ફિલ્મમાં પણ શરૂઆતનું બજેટ 60 મિલિયન આસપાસ હતું, પાછળથી તે વધીને 95 મિલિયન થયું, અને છેલ્લે તે 135 મિલિયન સુધી પહોચ્યું. તેનું મુખ્ય કારણ શૂટિંગને કેનેડામાંથી આર્જેન્ટિનામાં ખસેડવાનું હતું.

આ ફિલ્મ સૌથી ખરાબ વાતાવરણમાં અને અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટ થનારી ફિલ્મોમાંથી એક છે

મેં કરેલી આ સૌથી મુશ્કેલ ફિલ્મ છે. તમે જાણો છો કે હવામાન અને કુદરત સામે મોંઘાદાટ રીતે લડવાનું કામ ખૂબ જ પડકારજનક હતું” આ શબ્દો છે સિનેમેટોગ્રાફર ઈમેન્યુએલ લુબેઝ્કીના.

આ ફિલ્મ સૌથી ખરાબ વાતાવરણમાં અને અનેક અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં શૂટ થનારી ફિલ્મોમાંથી એક છે. પણ જયારે history બનાવવી હોય ત્યારે આ પ્રકારની madness ચોક્કસ હોવી જોઈએ, safe game રમીને ક્યારેય history બની શકતી નથી.

ફિલ્મ વચ્ચેથી છોડી દીધેલા કૃ-મેમ્બર્સનું મીડિયામાં statements

તમે ગમે તેવું મોટું achievement મેળવ્યું હોય, પણ તમારી negative વાતો કરવા માટે અનેક લોકો ready હોય જ છે.

અલહાન્દ્રોનો temperamental nature, ફિલ્મનું high-pressure schedule, અનેક મુશ્કેલ પરિસ્થિતિઓના કારણે ફિલ્મનું શૂટિંગ ખૂબ મુશ્કેલ સાબિત થઇ રહ્યું હતું. જેના કારણે ફિલ્મમાંથી અમુક crew members ફિલ્મ દરમ્યાન નીકળી ગયા હતા અને અમુકને નીકાળી દેવામાં આવ્યા હતા, જેમને media સામે ફિલ્મના શૂટિંગ દરમ્યાન થયેલી તકલીફો અને મુશ્કેલીઓ વર્ણવી હતી.

જેનો reply અલહાન્દ્રોએ ખુબ સારી રીતે આપ્યો હતો As a director, if I identify a violin that is out of tune, I have to take that from the orchestra.” સમજદાર માટે ફક્ત ઈશારો પુરતો છે.

અલહાન્દ્રોએ રીછના હુમલાના સીન માટે ડિરેક્ટર વર્નર હર્ઝોગ સાથે advise લીધી

ફિલ્મમાં રીછના હુમલાના સીનને વધુ વાસ્તવિક રીતે નિર્દેશિત કરવા માટે અલહાન્દ્રોએ Grizzly Man (2005) ફિલ્મના ડિરેક્ટર વર્નર હર્ઝોગ સાથે advise લીધી હતી.

એક ડિરેક્ટર તરીકે અલહાન્દ્રો કેટલો down to earth વ્યક્તિ કહેવાય કે જેને Birdman (2014) ફિલ્મમાં બેસ્ટ ડિરેક્ટરનો એકેડેમી એવોર્ડ મેળવ્યા પછી પણ તેમને પોતાનાથી નાની work profile ધરાવનાર અન્ય ડિરેક્ટરની એડવાઈઝ લીધી, એ પણ કોઈપણ પ્રકારના ego વગર.

આ ઘટના કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે તેના માટે પણ એક હિમ્મત જોઈએ. પોતાનાથી નાના વ્યક્તિ પાસે સલાહ માંગવી તે ખુબ જ હિમ્મતનું કામ છે, દરેક જે વ્યક્તિ નથી કરી શકતા હોતા. હકીકતમાં આ એ quality છે જે કોઈપણ વ્યક્તિને great બનાવે છે.

જયારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત ફિલ્મ બનાવનાર નવા ડિરેક્ટર્સ પણ અન્ય કોઈપણ ડિરેક્ટરની કોઈપણ પ્રકારની હેલ્પ તો શું advise પણ કયારેય લેતા નથી.

ખુબ જ મહેનત અને અનેક અઘરી તકલીફો બાદ ફિલ્મ પૂરી થઇ

ફિલ્મ પાછળ દરેક ટેકનિશિયન્સ અને ક્રુ-મેમ્બર્સ ખુબ મહેનત કરી હતી, પણ સૌથી વધુ મહેનત કરનાર 3 વ્યક્તિઓ હતા… (1). ડિરેક્ટર અલહાન્દ્રો ઈનારિટુ. (2). સિનેમેટોગ્રાફર ઈમેન્યુએલ લુબેઝ્કી. (3). એક્ટર લિયોનાર્ડો ડીકેપ્રિઓ, આ ત્રણેય વ્યક્તિઓએ તેમની કેરિયરની best અને સૌથી અઘરી મહેનત આ ફિલ્મ માટે કરી છે.

આટલી આટલી મહેનત કર્યા પછી ફિલ્મ બની, અત્યાર સુધી અનેક તકલીફો વેઠીને ફિલ્મ બનાવી, જેને against all odds કહેવાય છે.

આ બધું સાંભળવામાં કદાચ આસાન લાગી શકે છે પણ તે ફક્ત અનુભવ દ્વારા જ ખ્યાલ આવે છે કે હકીકતમાં કેટલી મહેનત થઇ છે. એક audience તરીકે આ ફિલ્મ જોતી વખતે ફિલ્મ બનાવવા પાછળની મહેનત અને તકલીફો કદાચ આપણે ક્યારેય નહી સમજી શકીએ.

અને હવે આવનાર એ ટાઈમ હતો તે તકલીફોને enjoy કરીને કરેલી મહેનતનું result મેળવવાનો.

ફિલ્મના achievements અને મહેનત પછીના rewards

17 જુલાઈ, 2015 ના રોજ ટ્રેલર રિલીઝ થયાના 36 કલાકથી ઓછા સમયમાં 7,000,000 થી વધુ વ્યૂઝ પાર કર્યા. 25 ડિસેમ્બર 2015, ફિલ્મ રીલીઝ થઇ અને 135 મિલિયનના ખર્ચે બનેલી ફિલ્મે વર્લ્ડવાઈડ 532 મિલિયનની કમાણી કરી.

અલહાન્દ્રોએ સતત બીજી વાર Academy Award for best Director નો એવોર્ડ મેળવ્યો

અલહાન્દ્રો ઈનારિટુએ Academy Award for best Director નો એવોર્ડ મેળવ્યો, ઈમેન્યુઅલ લ્યુબેઝ્કીને Academy Award for best Cinematography એવોર્ડ મેળવ્યો,

અલહાન્દ્રોએ સતત બીજા વર્ષે બીજી વાર આ એવોર્ડ મેળવ્યો, જયારે ઈમેન્યુઅલ લ્યુબેઝ્કી હોલીવુડનો નહી પણ દુનિયાનો એવો પહેલો સિનેમેટોગ્રાફર બન્યો જેને સતત ત્રીજી વાર Academy Award for best Cinematography નો એવોર્ડ મેળવ્યો.

લિયોનાર્ડોએ તેની 23 વર્ષની કેરીયરમાં પહેલી વાર Academy Award for best Actor નો એવોર્ડ મેળવ્યો

અગાઉ 3 વાર બેસ્ટ એક્ટરનો નોમીનેશન મેળવવા છતાં પણ એવોર્ડ મેળવવામાં રહી ગયેલ એક્ટર લિયોનાર્ડો ડી કેપ્રિઓને 23 વર્ષમાં પહેલી વખત Academy Award for best Actor નો એવોર્ડ મેળવ્યો. જે બીજા દિવસે મોટાભાગના newspaper ની headline હતી. લિયોનાર્ડોએ આખરે સાબિત કર્યું કે તે શા માટે બેસ્ટ છે.

સાથે સાથે હોલીવુડ હિસ્ટ્રીની આ ત્રીજી ફિલ્મ છે જેને best director, best cinematography અને best actor નો એવોર્ડ મેળવ્યો હોય.

આ ફિલ્મ સ્ટુડીઓમાં green screen માં ખુબ આરામથી અને આસાનીથી શૂટ થઇ શકી હોત

હોલીવુડની મોટાભાગની ફિલ્મો હંમેશા સ્ટુડીઓની અંદર ગ્રીન અથવા બ્લ્યુ સ્ક્રીનમાં ખુબ આરામથી અને આસાનીથી બનાંવવામાં આવે છે. ગમે તેવા અઘરા લોકેશન્સના કોઈપણ સીન્સ પણ ગ્રીન અથવા બ્લ્યુ સ્ક્રીનમાં ખુબ આસાનીથી શૂટ થતા હોય છે.

આ ફિલ્મ પણ સ્ટુડીઓમાં સીન ગ્રીન, બ્લ્યુ સ્ક્રીનમાં ખુબ જ આરામથી કોઈપણ જાતની વધારાની મહેનત વગર ખુબ સારી રીતે બની શકી હોત, પણ આ ફિલ્મ હકીકતમાં ડિરેક્ટરના passion ના લીધે બની હતી.

આ ફિલ્મ ફકત ડિરેક્શનના passion ના કારણે બની હતી

ફિલ્મ બનાવતી વખતે મહેનત ઓછી થાય, ઓછો ટાઈમ જાય અને વધુ તકલીફ ના પડે, તેના માટે અમુક સીન્સ નકલી સેટ બનાવીને શૂટ કરવામાં આવે છે, પણ આ ફિલ્મ ફક્ત passion ના કારણે બનાવવામાં આવી હતી.

જે ડિરેક્ટર આવી passion સાથે ફિલ્મ બનાવતા હોય તે પોતાના ટેકનિશિયન્સ, કૃ-મેમ્બર્સ અને એક્ટર્સ પાસે પણ આવા passion થી કામ કરવાની expectation રાખતા હોય છે. જેથી કામમાં passion ના હોય તો આવા ડિરેક્ટરથી દુર જ રહેવું.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આ પ્રકારના ડિરેક્ટર્સની અત્યંત જરૂર છે

ફિલ્મમેકિંગ હકીકતમાં એક આર્ટ છે, જેથી તેને સૌથી પહેલા આર્ટ સમજીને જ બનાવવી જોઈએ. હોલીવુડમાં જે passion થી, જે મહેનતથી ફિલ્મ બનાવવામાં આવે છે, તેને જોઇને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બસ આવા ડિરેક્ટર્સની જરૂર છે.

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ ત્યારે ચોક્કસ આગળ વધશે જયારે આવા passion ધરાવતા ડિરેક્ટર્સ ફિલ્મો બનાવશે. હાલ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવા ડિરેક્ટર્સની ખરેખર ખુબ જ જરૂર છે.

જેઓ આવું passion નથી ધરાવતા અને જેઓ આવી મહેનત નથી કરી શકતા તેમાંથી કેટલાક વ્યક્તિઓ આવા passion lover ની નિંદા કરવાનું કામ કરે છે.

Conclusion

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા કેટલાક ડિરેક્ટર્સ છે જેઓ passion માટે ફિલ્મ બનાવે છે. તેઓ આ passion ના કારણે તેઓ દિલથી કામ કરતા હોય છે, એકદમ અઘરી મહેનત કરતા હોય છે, અને ગમે તેટલો ટાઈમ આપીને hard-work કરતા હોય છે, અને આવા ડિરેક્ટર્સના કારણે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રી business કરતી હોય છે.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment