ફિલ્મમેકિંગ 100 વર્ષથી પણ જુનો business છે, પહેલાના ટાઈમમાં ફિલ્મ બનાવવામાં જોખમ હતું, કારણ કે ત્યારે ફિલ્મોનો income source ફક્ત સિનેમા હોલ જ હતો, પણ આજના ટાઈમમાં ફિલ્મ એ 100% profit ધરાવતો business છે. કારણ કે અત્યારે ફિલ્મના income sources અનેક ગણા વધી ગયા છે, જેના કારણે દર વર્ષે વધુને વધુ ફિલ્મો બની રહી છે.
બોલીવુડમાં વર્ષે 1000 જેટલી ફિલ્મો બને છે, તે સિવાય તમિલ, તેલુગુ, કન્નડ, મરાઠી ફિલ્મો અલગ. વર્ષ 2018 માં 70 થી પણ વધારે ગુજરાતી ફિલ્મો રીલીઝ થઇ હતી. દર વર્ષે જયારે આટલી બધી ફિલ્મો બને છે ત્યારે એ પ્રશ્ન પણ ઉત્પન્ન થાય છે કે આખરે આટલી બધી ફિલ્મો કેવી રીતે કમાય છે? અને કેટલું કમાય છે?
એક ફિલ્મ કેવી રીતે કમાઈ છે? ફિલ્મ દ્વારા કેવી રીતે income અને profit મેળવવામાં આવે છે?
આ blog માં સમજીએ કે, એક ફિલ્મ કેવી રીતે કમાય છે? એક ફિલ્મના ક્યા ક્યા income sources છે? ફિલ્મ બનાવનાર પ્રોડક્શન કંપની અથવા ફિલ્મમાં invest કરનાર પ્રોડ્યુસરને કેવી રીતે પૈસા મળે છે? અને કેવી રીતે એક ફિલ્મ રીલીઝ થતાની પહેલા જ profit મેળવી લે છે? તેને details માં જાણીએ અને સમજીએ.
ફિલ્મમેકિંગ business
ડિરેક્ટર અને પ્રોડ્યુસર બંને વચ્ચે સૌ પહેલા ફિલ્મ બનાવવા માટેની deal થાય છે, જેમાં ડિરેક્ટરનું કામ છે ફિલ્મ બનાવવી, જેની સામે તેને ડિરેક્શન fees મળે છે, અથવા ફિલ્મના profit માં તેનો અમુક હિસ્સો હોય છે.
જયારે પ્રોડ્યુસરનું કામ છે તે ફિલ્મમાં invest, finance કરવું. આ સિવાય ઘણા ફિલ્મ પ્રોડક્શન હાઉસ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે ફિલ્મને જાતે રીલીઝ પણ કરે છે, જેની સામે ફિલ્મમાંથી જે જે income થાય તેનો બધો profit પ્રોડ્યુસર અથવા આ પ્રોડક્શન હાઉસ મેળવે છે.
ફિલ્મ બનાવવામાં ક્યા ક્યા expenses થાય છે?
ડિરેક્ટર પોતાના vision, thoughts અને planning પ્રમાણે ફિલ્મ બનાવવાની શરૂઆત કરે છે. સૌથી પહેલા સ્ક્રિપ્ટ રાઈટીંગ, ત્યારબાદ પ્રિ-પ્રોડક્શનમાં ફિલ્મના અલગ અલગ કામો કરવામાં આવે છે, જેના માટે અલગ અલગ ક્રુ-મેમ્બર્સ અને ટેકનિશિયન્સ hire કરવામાં આવે છે.
જેવા કે, રાઈટર, આસિસ્ટંટ ડિરેક્ટર, પ્રોડક્શન મેનેજર, સીનેમેટોગ્રાફર, લાઇટ ટીમ, સાઉન્ડ મિક્સર, મેકઅપ ટીમ, હેર ડ્રેસર, કોસ્ચ્યુમ ડિઝાઈનર, આર્ટ ડિરેક્ટર, કોરિઓગ્રાફર, એડિટર, કલરિસ્ટ અને એક્ટર્સ વગેરે. આ દરેક ટેકનિશિયન્સને તેમની ફીસ ચુકવીને ડિરેક્ટર તેમની પાસેથી કામ લે છે.
ત્યારબાદ પ્રોડક્શન (શૂટિંગ) જેમાં ફિલ્મનું શૂટિંગ થાય છે, શૂટિંગ બાદ પોસ્ટ પ્રોડક્શન (એડીટીંગ અને ડબિંગ), માર્કેટિંગ અને પ્રમોશન, અને છેલ્લે સેન્સર સર્ટીફીકેટ મેળવ્યા બાદ હવે ફિલ્મ બનીને રીલીઝ માટે એકદમ તૈયાર થાય છે.
ફિલ્મ દ્વારા પ્રોડ્યુસર કેવી રીતે financial profit મેળવે છે?
ફિલ્મ બનીને તૈયાર થયા બાદ, હવે આ ફિલ્મ દ્વારા income મેળવવાના અનેક income sources એટલે કે અનેક rights હોય છે. આ અલગ અલગ rights વેચીને પ્રોડ્યુસર financial profit મેળવે છે.
જેવા કે, (1) Theatrical rights. (2) Satellite rights. (3) Digital rights. (4) Music rights. (5) Blu-ray, DVD, CD rights. (6) Overseas rights. (7) Sponsorship. (8) Out rights વગેરે.
8 અલગ અલગ rights દ્વારા ફિલ્મમાંથી financial profit મેળવાય છે
01. Theatrical rights – પ્રોડ્યુસર ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટરને વેચીને profit મેળવે છે

ફિલ્મ બન્યા બાદ, પ્રોડ્યુસર ફિલ્મને રીલીઝ કરાવવાનાં rights ડિસ્ટ્રીબ્યુટરને વેચે છે. ફિલ્મ રીલીઝ કરવાના આ rights ને theatrical rights કહેવાય છે. આ એક rights દ્વારા જ પ્રોડ્યુસર ફિલ્મ બનાવવાનો બધો ખર્ચ નીકાળીને પોતાનો profit મેળવી લે છે.
ડિસ્ટ્રીબ્યુટર અને એક્ઝિબિટર્સનો profit
ડિસ્ટ્રીબ્યુટરનું મેઈન કામ છે પ્રોડયુસર પાસેથી ફિલ્મ રીલીઝ કરવાના theatrical rights મેળવીને, એક્ઝિબિટર્સ એટલે કે સિનેમા હોલ દ્વારા ફિલ્મને રીલીઝ કરવી. ફિલ્મ રીલીઝ બાદ ફિલ્મના બોક્ષ-ઓફીસ કલેક્શનમાંથી જે income થાય તેમાંથી ડિસ્ટ્રીબ્યુટર અને એક્ઝિબિટર્સ બંને વચ્ચે profit share થાય છે.
For example
Dangal (2016) ફિલ્મ 70 કરોડમાં બની હતી. પ્રોડ્યુસર્સ આમીર ખાન, કિરણ રાવ અને આદિત્ય રોય કપૂરે ફિલ્મના theatrical rights 110 કરોડમાં ડિસ્ટ્રીબ્યુટર UTV Motion Pictures ને વેચ્યા. ડિસ્ટ્રીબ્યુટર UTV Motion Pictures એ એક્ઝિબિટર્સ દ્વારા ફિલ્મ રીલીઝ કરી, અને બોક્સ ઓફીસ ઉપર આ ફિલ્મે 2000 કરોડની કમાણી કરી, જેમાંથી UTV Motion Pictures અને એક્ઝિબિટર્સે તેમનો profit share કર્યો.
બસ આજ રીતે Race 3 (2018) ફિલ્મ 100 કરોડમાં બની હતી, ડિસ્ટ્રીબ્યુટર Tips Industries અને Yash Raj Films ને 140 કરોડમાં theatrical rights વેચ્યા. Sanju (2018) ફિલ્મ 100 કરોડમાં બની હતી, Fox Star Studios ને 110 કરોડમાં theatrical rights વેચ્યા. Padmaavat (2018) ફિલ્મના rights 80 કરોડમાં વેચાયા હતા.
આમ પ્રોડ્યુસર ફિલ્મ બનાવે છે, અને ફિલ્મ બનાવ્યા બાદ તેને ડિસ્ટ્રીબ્યુટરને વેચી દે છે. એક ફિલ્મ દ્વારા પ્રોડ્યુસર, ડિસ્ટ્રીબ્યુટર અને એક્ઝિબિટર ત્રણેય પૈસા કમાય છે.
બોલીવુડના ટોપના ડિસ્ટ્રીબ્યુટર્સ
બોલીવુડમાં અત્યારના મોટા ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે Dharma Productions, Eros International, Excel Entertainment, Fox Star Studios, PVR Pictures, Rajshri Productions, Red Chillies Entertainment, Reliance Entertainment, Sahara One, Tips Music Films, Ultra Media & Entertainment, UTV Motion Pictures, Yash Raj Films, Zee Studios વગેરે.
આ સિવાય અનેક mid-level અને નાના ડિસ્ટ્રીબ્યુટર્સ પણ છે, જેઓ બોલીવુડની medium અને low બજેટની અને regional ફિલ્મો ખરીદી, ફિલ્મને રીલીઝ કરી, અને તેમાંથી profit મેળવે છે.
02. Satellite rights – ફિલ્મને TV channel ઉપર broadcasting કરવાના rights

પ્રોડ્યુસર માટે income મેળવવાનો આ બીજો સૌથી મોટો source છે. TV channels પ્રોડ્યુસર્સ પાસેથી તેમની ફિલ્મ પોતાની channel ઉપર broadcast કરવાના rights અમુક વર્ષ માટે ખરીદે છે. જેને Satellite rights કહેવાય છે.
ત્યારબાદ TV channels આ ફિલ્મને પોતાની channel ઉપર બતાવીને ફિલ્મ દરમ્યાન આવતી એડ્વર્ટાઇઝ દ્વારા પોતે કમાઈને profit મેળવે છે.
For example, Dangal (2016) ના satellite rights 75 કરોડમાં Zee channel એ ખરીદ્યા હતા. Race 3 (2018) ફિલ્મના rights 130 કરોડમાં વેચાયા. 2.0 (2018) ફિલ્મના rights 110 કરોડમાં Zee channel એ ખરીદ્યા હતા. Sanju (2018) ફિલ્મના rights 50 કરોડમાં StarPlus channel એ ખરીદ્યા.
1992 પછી અનેક TV channels શરુ થઇ જેમાંની ઘણી ફિલ્મ channels છે, જેમાંથી મોટી channels એટલે Sony, Star, Zee, HBO, UTV, B4u વગેરે. ગુજરાતી ફિલ્મો માટે Shemaroo Gujarati channel ફિલ્મ ખરીદે છે.
03. Digital rights – ફિલ્મ ઓનલાઈન બતાવવાના rights

Digital rights એટલે internet દ્વારા ફિલ્મ, સોન્ગ્સ, ટ્રેઇલર અને કન્ટેન્ટને ઓનલાઈન Mobile Application અથવા Youtube, Website ઉપર બતાવવા માટેના rights.
Dangal (2016) ફિલ્મના digital rights 20 કરોડમાં Netflix કંપનીએ ખરીદ્યા હતા. Sanju (2018) ફિલ્મના rights પણ 20 કરોડમાં Netflix એ ખરીદ્યા. Padmaavat (2018) ફિલ્મના rights 25 કરોડમાં Amazon Prime એ ખરીદ્યા.
અત્યારની ટોપ digital streaming કંપનીઓ એટલે Netflix, Amazon prime, Hotstar, ZEE5, ALT balaji, Voot, BigFlix, Viu, Sony Liv, Hotstar વગેરે. Mobile ઉપર આ કન્ટેન્ટ વધુ જોવામાં આવે છે, જેના કારણે હાલમાં આ માર્કેટ ખુબ જ વધી રહ્યું છે, અને ભવિષ્યમાં આ ખુબ વધવાનું છે.
04. Music rights – ફિલ્મના સોન્ગ્સના rights

Music rights એટલે ફિલ્મના વીડિઓ અને ઓડીઓ સોન્ગ્સના rights. પ્રોડ્યુસર ફિલ્મના સોન્ગ્સના rights આ music company ને વેચે છે. અને આ music company તે સોન્ગ્સને પોતાની YouTube channel ઉપર અપલોડ કરી, ઓનલાઈન સેલ કરી, અથવા સોન્ગ્સની Blu-ray, DVD, CD બનાવીને માર્કેટમાં સેલ કરે છે.
હાલની ટોપની music company એટલે T-Series, Zee Music Company, Sony Music India, Tips Industries, Saregama India Limited, Universal Music India, Times Music, HMV, Venus Records, Tapes Manufacturing વગેરે.
05. Blu-ray, DVD, CD rights

ફિલ્મની DVD, CD બનાવીને સેલ કરવાનો business ખુબ વર્ષો જુનો છે. સમય બદલાતા આ business માં થોડું પરિવર્તન આવ્યુ. જેમ કે સૌથી પહેલા ફિલ્મના સોન્ગ્સની ઓડિયો કેસેટ્સ વેચાતી, ત્યારબાદ વીડિઓ કેસેટ્સ માર્કેટમાં આવી, ત્યારબાદ DVD, CD અને અત્યારે Blu-ray વેચાઈ છે.
Shemaroo, Goldmines, Pen, Ultra, T-series, Vinus, Eros, Rajshree વગેરે જેવી અન્ય કંપનીઓ વર્ષોથી આ business માં છે અને આજે પણ ખુબ જ એક્ટીવ છે.
આ કંપનીઓ પ્રોડ્યુસર પાસેથી auction દ્વારા જે તે ફિલ્મોના આ rights મેળવીને, Blu-ray, DVD, CD બનાવી, તેને સેલ કરી પોતે profit મેળવે છે.
06. Overseas rights
Overseas rights એટલે ફિલ્મને foreign countries માં રીલીઝ કરવાના rights. ડિસ્ટ્રીબ્યુટર પ્રોડ્યુસર પાસેથી ફિલ્મના overseas rights ખરીદીને તેને અલગ અલગ દેશોમાં રીલીઝ કરે છે, અને ફિલ્મના બોક્ષ-ઓફીસ કલેક્શન દ્વારા પોતે profit મેળવે છે.
07. Sponsorship – In film branding

ફિલ્મ શરુ થતા પહેલા અમુક brands ના જે logo બતાવાય છે તે sponsors log હોય છે. આ brands પ્રોડ્યુસર્સને અમુક amount આપે છે, જેની સામે ફિલ્મમાં અને ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશન દરમ્યાન તે brands નું માર્કેટિંગ કરવામાં આવે છે. આ brands માર્કેટિંગ દ્વારા publicity મેળવે છે, જેના કારણે તેમનો business વધે છે.
08. Out rights
Out rights એટલે ફિલ્મના A to Z બધા જ rights. ફિલ્મ બની જાય એટલે અમુક કંપનીઓ પ્રોડ્યુસર્સ પાસેથી ફિલ્મના તમામ પ્રકારના rights ખરીદી લે છે, અને તેના દ્વારા પોતે business મેળવીને profit મેળવે છે.
આમ પ્રોડ્યુસર અથવા પ્રોડક્શન હાઉસ એક ફિલ્મ બનાવીને તેના અલગ અલગ પ્રકારના rights દ્વારા કમાઈ શકે છે, અને day by day આ rights ની સંખ્યા પણ વધતી જાય છે, કારણ કે ફિલ્મમેકિંગ આખરે એક business છે.
કેટલીક ફિલ્મો રીલીઝ થતા પહેલા જ profit મેળવી લે છે
અત્યારે ઘણી ફિલ્મો રીલીઝ થતાની પહેલા જ કમાઈને profit મેળવીને લે છે.
For example, Sanju (2018) ફિલ્મનું બજેટ હતું 100 કરોડ, ફિલ્મના theatrical rights 110 કરોડમાં વેચાયા. Satellite rights 50 કરોડમાં વેચાયા. Digital rights 20 કરોડમાં વેચાયા. મતલબ કે ફિલ્મે રીલીઝ થતા પહેલા જ 100 કરોડમાં બનેલી ફિલ્મે 180 કરોડ કમાઈ લીધા. આ સિવાય ફિલ્મના અન્ય rights ની income તો અલગ.
ફિલ્મના અલગ અલગ rights ની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
ફિલ્મના અલગ અલગ rights વેચતી વખતે ફિલ્મના ઘણા points જોવામાં આવે છે. જેમ કે ફિલ્મની સ્ટારકાસ્ટ, ફિલ્મનો subject, ફિલ્મનું બજેટ વગેરે વગેરે.
મોટી સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મોના rights સૌથી વધુ કિંમતે વેચાઈ છે. જેમકે ફિલ્મમાં અમિતાભ, આમીર ખાન, અક્ષય કુમાર, સલમાન ખાન જેવા A listed એક્ટર્સ હોય તો ફિલ્મ 100 કરોડ ઉપર ખુબ આસાનીથી વેચાઈ જાય છે.
જયારે મીડીયમ બજેટ અને well established એક્ટર્સ જેવાકે કાર્તિક આર્યન, રાજકુમાર રાવ. વીકી કૌશલ જેવા એક્ટર્સ ધરાવતી ફિલ્મ 50 કરોડ આસપાસ વેચાઈ જાય છે. લો બજેટ અને નવા સ્ટાર કાસ્ટ ધરાવતી ફિલ્મો ઓછી કિંમતે વેચાઈ છે.
બોલીવુડ ફિલ્મમેકિંગ અત્યારે 100% profit ધરાવતો business છે
આજના ટાઈમમાં ફિલ્મમેકિંગ એ 100% profit ધરાવતો business છે, એક ફિલ્મ બનાવીને પ્રોડ્યુસર અલગ અલગ rights દ્વારા કમાઈ છે.
જયારે ડિસ્ટ્રીબ્યુટર વર્ષે ફિલ્મોમાં લગભગ 1000 કરોડ આસપાસ invest કરે છે તેમાંથી વર્ષે 1500 કરોડ આસપાસ income મેળવે છે. માટે કોઈ એક ફિલ્મ ના ચાલી તો પણ તેમને ખાસ ફર્ક નથી પડતો, કારણ કે છેલ્લે તો તેઓ profit માંજ હોય છે, જેથી તેઓ જેટલી વધુ ફિલ્મો ખરીદે છે તેટલો વધુ profit મેળવે છે.
કોઈપણ business માં જયારે સેલિંગ વધુ થતું હોય ત્યારે પ્રોડક્શન પણ વધુ થતું હોય છે. જયારે પ્રોડક્શન અને સેલિંગ બંને વધુ થતા હોય, ત્યારે તે business હંમેશા આગળ વધતો રહે છે.
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું વાર્ષિક turnover
બોલીવુડ ફિલ્મોનું વાર્ષિક turnover 2018 માં 138 અબજ ડોલર (13,800 કરોડ) હતું, જે વર્ષ 2020 માં 11.5% ના દરે વધીને 238 અબજ ડોલર (23,800 કરોડ) સુધી પહોંચશે તેવી ધારણા છે.
ગુજરાતી ફિલ્મ business

2015 થી ગુજરાતી ફિલ્મમેકિંગ business ખુબ પણ ખુબ વધ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 250 થી વધુ ગુજરાતી ફિલ્મો રીલીઝ થઇ છે.
સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મો જેટલું નથી કમાઈ શકતી અને તેનું budget પણ હિન્દી જેટલું નથી હોતું. એક સામાન્ય ગુજરાતી ફિલ્મ 50 લાખથી 2.5 કરોડમાં બનતી હોય છે, સામે તેનો profit પણ તે પ્રમાણે જ મળતો હોય છે.
છેલ્લા 10 વર્ષમાં ગુજરાતીમાં સૌથી સફળ ફિલ્મોમાં Chhello Divas (2015), 1.75 કરોડ બજેટની સામે 18 કરોડ income, અને Gujjubhai The Great (2015), 1.5 કરોડ બજેટની સામે 15 કરોડની income મેળવીને સૌથી સફળ ફિલ્મો રહી છે.
ગુજરાતી ફિલ્મ સબસીડી
ગુજરાત ગવર્નમેન્ટ ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતી ફિલ્મોને તેમના points દ્વારા અલગ અલગ category નક્કી કરીને 5 લાખથી લઈને 75 લાખ સુધી સબસીડી આપે છે.
(1). Rs. 75,00,000. A+: category 81-100 points.
(2). Rs. 50,00,000. A: category 71-80 points.
(3). Rs. 40,00,000. B: category 61-70 points.
(4). Rs. 30,00,000. C: category 51-60 points.
(5). Rs. 20,00,000. D: category 41-50 points.
(6). Rs. 10,00,000. E: category 31-40 points.
(7). Rs. 5,00,000, 21-30 points, F: category.
Conclusion
અત્યારનો ટાઈમ ફિલ્મમેકિંગ business માટે બેસ્ટ અને ગોલ્ડન ટાઈમ છે. કારણ કે ફિલ્મના income source વધવાના કારણે દરેક ફિલ્મો કમાઈ રહી છે, ત્યાં સુધી કે ફિલ્મ રીલીઝ થતા પહેલા જ પ્રોડ્યુસર profit મેળવી લે છે. જેના કારણે બોલીવુડમાં અત્યારે risk free ફિલ્મો બને છે.
Note: This blog content has been copyright by author.