Latest Posts:

ફિલ્મના કોઈપણ બે characters વચ્ચેની વાતચીતના sentence ને ફિલ્મમેકિંગની language માં dialogues કહેવાય છે. Dialogues ફિલ્મનું એક most important element છે, તેના વગર ફિલ્મ બનવી impossible છે.

ફિલ્મમાં dialogues નું શું મહત્વ છે?

Dialogues સૌથી પહેલા એક ફિલ્મમાં storytelling નું કામ કરે છે. જેના દ્વારા ફિલ્મની સ્ટોરી નિર્માણ પામે છે, situations સમજમાં આવે છે, ફિલ્મ આગળ વધે છે અને છેલ્લે ફિલ્મ ખત્મ થાય છે.

ત્યારબાદ dialogues audience ઉપર એક ગ્રીપ મેળવવાનું કામ પણ કરે છે, જેમાં audience dialogues સાંભળે છે જેથી ફિલ્મ જોવામાં interest પેદા થાય છે, અને audience ફિલ્મ સાથે connect થાય છે.

તે સિવાય ફિલ્મના dialogues દ્વારા કોઈપણ situation ને clear કરી શકાય છે, thoughts explain કરી શકાય છે, emotions દર્શાવી શકાય છે. અમુક dialogues ફિલ્મની ઓળખ બની જતા હોય છે. આમ dialogues ફિલ્મમાં અનેક પ્રકારના કામ કરે છે, જેથી ફિલ્મમાં ખુબ જ મોટું મહત્વ ધરાવે છે, કોઈપણ ફિલ્મ dialogues વગર શક્ય જ નથી.

ફિલ્મ dialogues શેના ઉપર depend કરે છે?

ફિલ્મના dialogues કેવા અને ક્યા પ્રકારના હોવા જોઈએ, તે સૌથી પહેલા ફિલ્મના genres અને subject ઉપર depend કરે છે, અને ત્યાર બાદ ફિલ્મની situation અને સીન્સની requirement ઉપર આધાર રાખે છે.

મોટાભાગે ફિલ્મના dialogues સીન્સના અનુરૂપ, અને સીન્સની requirement પ્રમાણે જ dialogues લખવામાં આવે છે, dialogues લખવાની આ એક ખુબ common રીત છે, જેને દરેક screen writers follow કરતા હોય છે.

ફિલ્મ dialogues કેવા? અને ક્યા પ્રકારના હોવા જોઈએ?

ફિલ્મ dialogues ના અલગ અલગ અનેક પ્રકાર હોય છે, સામાન્ય રીતે ફિલ્મ dialogues audience ને ફિલ્મ જોવામાં interest create કરે તેવા, audience નું ધ્યાન ખેંચે તેવા અને જેમાં audience તે situation માં involve થઇ જાય તેવા catchy હોવા જોઈએ.

આ blog માં સમજીએ કે ફિલ્મના dialogues કેવા હોવા જોઈએ? સ્ક્રિપ્ટમાં ક્યા ક્યા પ્રકારના dialogues હોવા જોઈએ? એક creativity ની દ્રષ્ટીયે dialogues કેવા હોવા જોઈએ?

ફિલ્મમાં આ 10 પ્રકારના dialogues ચોક્કસ હોવા જોઈએ

01. સ્ટોરીને આગળ વધારતા communication based most important dialogues

ફિલ્મમાં સૌથી જરૂરી dialogues એટલે સ્ટોરીને આગળ વધારતા most important dialogues. જેમાં અમુક characters વચ્ચેની મહત્વની ઘટના દર્શાવતા અને situation ને explain કરતા dialogues હોય છે. ફિલ્મમાં સૌથી વધારે આ પ્રકારના dialogues હોય છે, જે situation ને clear કરીને સ્ટોરીને direct આગળ વધારવાનું કામ કરે છે.

02. Characterization દર્શાવતા dialogues

દરેક character નું એક characterization હોય છે, અને તે character તેના characterization પ્રમાણે જ વાતચીત કરતો હોય છે.

ફિલ્મમાં અમુક dialogues એવા હોય છે કે જેના દ્વારા તે characters નું characterization વધુ clear થાય, અને audience ને તેનું characterization તેના dialogues દ્વારા આસાનીથી સમજમાં આવે. મોટાભાગે આવા dialogues ફિલ્મની શરૂઆતથી લઈને end સુધી ગમે ત્યાં મૂકી શકાય છે.

03. Routine life ના normal dialogues

Routine life માં આપડે દરેક જે પ્રમાણે normal language માં બોલીએ, પૂછીએ, જવાબ આપીએ છીએ તે પ્રકારના અમુક normal dialogues situation પ્રમાણે ફિલ્મમાં હોવા જોઈએ. ફિલ્મની સામાન્ય ઘટનાઓ, situations માં આ પ્રકારના normal dialogues મૂકી શકાય છે.

04. Light communication dialogues

બે characters વચ્ચે હંમેશા ખુબ મહત્વપૂર્ણ વાતચીત જ થતી હોય તે જરૂરી નથી, ફિલ્મમાં મુખ્ય subject થી હટીને અલગ, ખાસ કરીને અમુક light situation દરમ્યાન એકદમ normal, અમુક હલકા ફૂલકા અથવા comic અથવા meaningless dialogues પણ ફિલ્મમાં હોવા જોઈએ.

જે વાતચીત સ્ટોરી related ના હોય, અને ફિલ્મમાં તેનું કોઈ ખાસ મહત્વ ના હોય, છતાં ફિલ્મની અમુક situation માં તે ચોક્કસ હોય છે.

ફિલ્મની શરૂઆતમાં આવા dialogues ખાસ મુકી શકાય છે. અને અમુક ટાઈમે આવા dialogues ફિલ્મમાં એક base બનાવતા હોય છે, ચોક્કસ વિરામ દર્શાવે છે. કોઈ મહત્વની ઘટના પહેલાની situation દર્શાવી શકે છે, અથવા તેનો એક base તૈયાર કરતા હોય છે.

05. પોતાના thoughts દર્શાવતા dialogues

દરેક વ્યક્તિના દરેક situations, events, points ઉપર પોતાના ચોક્કસ વિચારો હોય છે, positive અથવા negative કોઈપણ પ્રકારનું એક opinion હોય છે. ફિલ્મની કોઈપણ ઘટનામાં પોતાના વિચારો દર્શાવતા dialogues, જેમાં કોઈપણ character પોતાનો મત આ પ્રકારના dialogues દ્વારા પ્રગટ કરે છે.

આ પ્રકારના dialogues પણ ફિલ્મમાં ગમે ત્યાં મૂકી શકાય છે. જે મોટાભાગે discussion, અથવા situation નું base બનાવવાનું કામ કરે છે.

06. Reaction cum advisable dialogues

Reaction અથવા advice આપનાર dialogues. જયારે કોઈ એક character કંઇક કહે છે ત્યારે અન્ય character તેને reply આપે છે, અને આ reply ગમે તે પ્રકારના હોઈ શકે છે, તે reaction રૂપે પણ હોઈ શકે છે અથવા advice રૂપે પણ હોઈ શકે છે, જે મોટાભાગે situation ઉપર depend કરે છે. ડ્રામા genre ની ફિલ્મોમાં આવા dialogues વધુ હોય છે.

07. Information based & knowledgeable dialogues

અમુક એવા dialogues જેના દ્વારા audience ને કંઇક નવું અને અલગ જાણવા મળે, કોઈપણ subject નું knowledge મળે, તેવી information ધરાવતા અથવા general knowledge ધરાવતા dialogues. આવા dialogues ફિલ્મની quality અને richness gain કરતા હોય છે, જેથી આવા અમુક dialogues ફિલ્મમાં જરૂર મુકવા.

08. Examples based dialogues

કોઇપણ વાતને સમજાવવા માટેનો એકદમ unique way છે examples આપીને સમજાવવું. કારણ કે કોઈપણ વાતને એક examples દ્વારા ખુબ જ આસાનીથી અને સારી રીતે સમજાવી શકાય છે, અને examples દ્વારા તે dialogues ની એક positive effect પડી શકે છે. ફિલ્મમાં આવા dialogues audience ને ફિલ્મ સાથે attach કરવાનું કામ પણ કરે છે.

09. Proverb based dialogues

કોઇપણ dialogues માં જયારે proverbs નો use કરવામાં આવે ત્યારે તે dialogues નું importance હંમેશા વધી જાય છે, માટે ફિલ્મના dialogues લખતી વખતે અમુક situation ઉપર અમુક પ્રકારની suitable proverbs ચોક્કસ add કરવી. અને આ પ્રકારની proverbs બને એટલી easy હોવી જોઈએ, જેથી audience ને તે આસાનીથી સમજમાં આવે અને તેનું મહત્વ સમજાય.

10. Quote dialogues

આ પ્રકારના dialogues જે મોટાભાગે advise આપવાનું, અથવા inspire કરવા માટે અને motivational speech તરીકેનું કામ કરે છે. ફિલ્મ કોઈપણ subject ઉપર હોય, પણ ફિલ્મમાં આવા અમુક dialogues ખાસ add કરવા, કારણ કે આવા dialogues ફિલ્મની ખાસ identy બની શકે છે.

દરેક characters ને એક મહત્વનો dialogue ચોક્કસ આપો

ફિલ્મના નાના મોટા દરેક characters ને કમસે કમ એક મહત્વનો dialogue તો મળવો જ જોઈએ. આ dialogue દ્વારા તેઓ કોઈપણ સીનમાં highlight થઇ શકે, ફિલ્મમાં તેમની presence notice થઇ શકે, તેઓને તેમની એક્ટિંગ બતાવવાનો chance મળી શકે, તેમનું characterization વધુ clear થઇ શકે.

ફિલ્મમાં લીડ એક્ટર્સને મોટાભાગે આવા dialogues મળે જ છે, પણ ખાસ કરીને supporting અને નાના characters માટે ફિલ્મમાં કોઈ પણ situation માં એક આવો મહત્વનો dialogue હોવો જ જોઈએ. જેથી તેઓ એક showpiece બનીને રહી ના જાય, ફિલ્મમાં એક્ટિંગનું level વધશે તો ફિલ્મની quality પણ વધશે.

Conclusion

ફિલ્મના કોઈપણ characters વચ્ચેની વાતચીત એટલે dialogues. ફિલ્મના dialogues ફિલ્મનો એક ખુબ જરૂરી element છે, જે ફિલ્મમાં સૌથી પહેલા storytelling નું કામ કરે છે.

ફિલ્મના dialogues એવા હોવા જોઈએ જેથી, સ્ટોરી audience ના સમજમાં આવે છે, audience કંટાળે નહી અને ફિલ્મ જોવામાં interest પેદા થાય છે, audience ને ફિલ્મ સાથે attach કરી શકે છે.

માટે એક ફિલ્મમાં અલગ અલગ અનેક પ્રકારના dialogues હોવા જોઈએ. અનેક dialogues નું એક perfect combination ફિલ્મમાં હોવું જોઈએ. એક ફિલ્મને popular બનાવવામાં dialogues એક મહત્વનો ભાગ ભજવે છે.

Note: This blog content has been copyright by author.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment