ફિલ્મો જોઇને ડિરેક્શન શીખી શકાય છે, ફિલ્મોનું technical અને creative knowledge મેળવી શકાય છે, અને ડિરેક્શન improve કરી શકાય છે, આમ ફિલ્મો જોઇને તેમાંથી ઘણું બધું શીખી શકાય છે, જેના વિષે આપણે આગળના blog માં જાણ્યું. હવે આ subject ઉપર થોડા વધુ deep માં જઈએ.
આ blog માં ફિલ્મ જોતી વખતે ફિલ્મના 15 cinematic points ને ધ્યાનથી study, research અને analysis કરશો તો ડિરેક્શન આસાનીથી અને જલ્દી શીખી શકશો? તેના વિષે details માં જાણીએ અને સમજીએ.
15 cinematic points – જેને ફિલ્મ જોતી વખતે ધ્યાનથી Study, Research, Analysis કરશો તો ડિરેક્શન જલ્દી શીખશો
01. ઓપનીંગ સીન
ફિલ્મ જોતી વખતે સૌથી પહેલા ફિલ્મનો ઓપનીંગ સીન, સિક્વન્સ ધ્યાન પૂર્વક study કરવો. આ સીનનું ફિલ્મ ડિરેક્શનમાં એક ખાસ મહત્વ હોય છે.
ફિલ્મ ક્યા સીન દ્વારા શરુ થાય છે? તે ડિરેક્શનનો એક most important point છે, કારણ કે આ opening scene તે ફિલ્મને reflect કરવાનું કામ કરે છે, આ સીન ફિલ્મ જોવામાં interest બનાવવાનું, અને ઓડીયન્સને ફિલ્મ સાથે connect કરવાનું કામ પણ કરે છે. જેથી ફિલ્મનો opening scene ખુબ જ મહત્વનો હોય છે.
ઓપનીંગ સીનના આ 3 points વિષે ખાસ study કરો, (1). આ ઓપનીંગ સીન કઈ ઘટના, situation માં બનાવ્યો છે? (2). તેને કેવી રીતે? અને કઈ technique દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે? (3). તે ફિલ્મ ઉપર શું? અને કેવી અસર કરે છે? આ 3 points દ્વારા કોઈપણ ફિલ્મનો ઓપનીંગ સીન કેવો હોવો જોઈએ? તેના વિષે જાણવા અને શીખવા મળશે.
02. Characters, characterization, character development
કોઈપણ એક્ટર્સ ફિલ્મમાં કેવું એક્ટિંગ perform કરે છે? તે તેના characters અને characterization ને કેવું બનાવવામાં આવ્યું છે, તેના ઉપર જ આધાર રાખે છે, માટે ફિલ્મમાં એક્ટર્સ અને તેમાં પણ ખાસ કરીને ફિલ્મના લીડ અને મુખ્ય એક્ટર્સનું character અને characterization ને ધ્યાનથી analysis કરવું. જેમકે.
(1). ફિલ્મમાં ક્યા ક્યા એક્ટર્સ છે? ફિલ્મમાં મહત્વના characters કેટલા છે? (2). ફિલ્મની સ્ટોરી મુજબ ફિલ્મના એક્ટર્સનું characters શું છે? તેમના characterization કેવા છે? (3). એક્ટર્સના character કેવા પ્રકારના development કરવામાં આવ્યા છે? (4). એક્ટર્સને પોતાના character માં એક્ટિંગનો chance છે?
(5). તેમણે character ને કેટલું? અને કઈ હદ સુધી accept કર્યું છે? તેઓ તેમના character માં કેટલા perfectly ફિટ બેસે છે? (6). ફિલ્મના characters audience સાથે well connect થઇ શકે છે? (7). ફિલ્મના characters ફિલ્મ ઉપર એક અલગ impact ઉભી કરી શકે છે?
ત્યારબાદ તેમણે ફિલ્મમાં કેવી એક્ટિંગ કરી છે? એક્ટર્સના expressions, reactions, variation, body language, emotions, voice/speech, તેના વિષે study કરવું.
03. ફિલ્મની સ્ટોરી
દરેક ફિલ્મમાં એક સ્ટોરી હોય છે, જે સ્ટોરી ઉપરથી ફિલ્મ બને છે. ફિલ્મની સ્ટોરી શું છે? સૌથી પહેલા ફિલ્મની સ્ટોરીને proper સમજવી, જેના માટે ફિલ્મને ખુબ ધ્યાનથી જોવી.
હકીકતમાં ફિલ્મને જોવી અને સમજવી તે બંને અલગ અલગ task છે, જેથી ફિલ્મને સમજવામાં ખાસ ધ્યાન આપવું. ખાસ કરીને હોલીવુડની અમુક ફિલ્મોની સ્ટોરી સમજવી એકદમ આસાન નથી હોતી, જેથી અમુક ફિલ્મોને બીજી વાર પણ જોવી. બીજી વાર કોઇપણ સ્ટોરીને સમજવી વધુ easy છે.
04. Way of storytelling
સ્ટોરીને ફિલ્મ દ્વારા દર્શાવવાની રીતે એટલે storytelling. ફિલ્મની સ્ટોરીને કેવી રીતે present કરી છે? ફિલ્મમાં સ્ટોરીને કેવી રીતે બતાવવામાં આવી છે? સ્ટોરીનો flow કેવો છે? સ્ટોરીનું structure, format કેવું છે? વગેરે points study કરવા.
05. લીડ એક્ટર્સનો પહેલો સીન
ફિલ્મમાં લીડ એક્ટર્સના પહેલા સીન ક્યા છે? તે સીનની ઘટના શું છે? આ સીન ખાસ એટલા માટે હોય છે કે મોટાભાગે આ સીનમાં લીડ એક્ટર્સનું characterization બતાવવામાં આવતું હોય છે.
આ સિવાય ફિલ્મની લીડ એક્ટર્સની pair પહેલી વાર ક્યા? કઈ situations માં? તે પણ સ્ટોરીનો એક interesting point છે. ખાસ કરીને romance genre ફિલ્મોમાં તેનું મહત્વ ખુબ વધારે હોય છે. માટે જો romance genre ની ફિલ્મ હોય તો આ સીન ઉપર વધુ analysis કરવું.
06. સીન્સ presentation
ફિલ્મના સીન્સ presentation, એટલે સ્ટોરીની ઘટનાઓને કેવી રીતે ફિલ્મ સીન્સમાં present કરવામાં આવ્યા છે? જે ડિરેક્શનનો એક અતિ મહત્વનો ભાગ છે.
સ્ટોરીમાં કોઈપણ ઘટના હોય, તેને બસ ફિલ્મમાં એમજ નથી બતાવવામાં આવતી, પણ તે ઘટનાનો સૌથી પહેલા ફિલ્મ સીનમાં convert કરવામાં આવે છે, અને યારબાદ તે સીનને બેસ્ટ કેવી રીતે ડિરેક્ટ કરી શકાય? તેની સૌથી best ડિરેક્શન treatment આપીને તેને શૂટ કરવામાં આવે છે.
07. ફિલ્મ dialogues
ફિલ્મ dialogues નું પણ એક અલગ મહત્વ હોય છે. ફિલ્મ dialogues એટલે ફક્ત વાતચીત જ નહી, પણ પોતાની વાત અને પોતાના વિચારોને wordings અને conversation દ્વારા present કરવાની technique પણ છે. ફિલ્મના dialogues કેટલા catchy છે? Audience ને તે કેટલા attract કરે છે? કેવી situations ને. કેવા dialogues દ્બારા, અને કેવી રીતે present કરવામાં આવ્યા છે? તે points study કરવા.
08. Production value
ફિલ્મની production value તે ફિલ્મની production design, sets, locations, properties, costumes, special effects વગેરે ઉપર આધાર રાખે છે. આ બધાથી ફિલ્મમાં એક visual look બનાવામાં આવે છે, જેના ઉપરથી ફિલ્મની એક overall quality અને standard level પણ નક્કી થાય છે.
09. સિનેમેટોગ્રાફી
સિનેમેટોગ્રાફીમાં સૌથી પહેલા ફિલ્મની સિનેમેટોગ્રાફી દ્વારા storytelling કેવી રીતે કરવામાં આવી છે? ત્યારબાદ ફિલ્મની સિનેમેટોગ્રાફી કેવી છે? ફિલ્મમાં ક્યા ક્યા કેમેરા શોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે? ખાસ કરીને કઈ situations માં ક્યો કેમેરા શોટ use કરવામાં આવ્યો છે?
આ સિવાય સિનેમેટોગ્રાફીમાં કમ્પોઝીશન અને ફ્રેમીંગથી શરુ કરીને ફોકસ, અલગ અલગ કેમેરા શોટ્સ, કેમેરા એન્ગલ્સ, કેમેરા મુવમેન્ટસ, વગેરે વિષે પણ ખાસ study કરવું.
10. એડીટીંગ
ફિલ્મ કેવી રીતે એડિટ કરવામાં આવી છે? તે જાણવા માટે basic ફિલ્મ એડીટીંગનું technical knowledge હોવું જરૂરી છે. ફિલ્મમાં કોઈપણ બે સીન્સને વીડિઓ એડીટીંગની કઈ cuts and transitions techniques દ્વારા એડિટ કરવામાં આવ્યા છે? તે એડીટીંગમાં સૌથી main છે.
ત્યારબાદ next level માં ફિલ્મનું special effects, VFX, color correction અને સૌથી છેલ્લે ફિલ્મના subject, genre પ્રમાણે ફિલ્મનું color grading વગેરે.
11. પસંદગીના સીન્સ અને situations
ફિલ્મમાંથી ક્યા સીન્સ, કઈ situations તમને વધુ પસંદ આવી છે? શેના કારણે તમને તે સીન્સ અને situations વધુ પસંદ આવ્યા છે? ક્યા સીન્સ તમને ઓછા પસંદ આવ્યા છે? અને ક્યા સીન્સમાં તમને કંટાળો આવે છે? તેને mind માં રાખો.
આ સીન બે પ્રકારના હોય છે, એક તો audience ની પસંદગીના સીન્સ અને બીજા critic choice સીન. બંનેની પસંદગી એકદમ અલગ અલગ હોય છે.
12. ફિલ્મની પક્કડ ગુમાવતા સીન્સ અને situations
ફિલ્મના એવી કઈ ઘટના, situations છે, જેમાં તમે audience તરીકે ફિલ્મ જોવામાં પક્કડ ગુમાવો છો? તે સીન્સને અન્ય કઈ કઈ situations માં બનાવી શકાય? દરેક ફિલ્મોમાં અમુક એવા સીન્સ ચોક્કસ હોય છે જયારે audience થોડી ઘણી કંટાળે છે, ફિલ્મમાંથી તેનું થોડું ધ્યાન હટે છે.
આ સિવાય પણ ફિલ્મના unique સીન્સ, જે અન્ય ફિલ્મમાં ના આવ્યા હોય. ફિલ્મના એવા સીન્સ જે ઘણી ફિલ્મોમાં આવી ગયા હોય.
13. Audience ને ફિલ્મ સાથે connect કરતા સીન્સ અને situations
ફિલ્મના અમુક સીન્સ, અને situations દ્વારા ફિલ્મ સાથે audience attache થતી હોય છે, અમુક ફિલ્મોના ઓપનીંગ સીન એવા હોય છે કે તે સીન દ્વારા જ audience તે ફિલ્મ સાથે attache થઇ જાય છે. માટે ફિલ્મમાં આ પ્રકારના સીન્સ ક્યા ક્યા છે? અને કઈ situations માં છે? તેના વિષે study કરવી.
14. કલોઝિંગ સીન
Closing Scene એટલે જે સીન દ્વારા ફિલ્મ પૂરી થાય છે તે સીન. સ્ટોરીની કઈ ઘટના દ્વારા ફિલ્મ પૂરી થાય છે? તેને ક્યા સીનમાં convert કરીને present કરવામાં આવ્યો છે? તેના વિષે પણ study કરવું. કારણ કે ફિલ્મમેકિંગમાં જેવી રીતે opening scene નું ખાસ મહત્વ હોય છે, તેવી રીતે આ closing scene પણ અમુક વખતે, અમુક situations માં ખાસ મહત્વનો બનતો હોય છે.
15. ફિલ્મના plus points, negative points અને critic’s choice
ફિલ્મના અમુક plus points હોય છે, ફિલ્મમાં technically અને creatively ક્યા ક્યા plus points છે, બસ તેવી જ રીતે ફિલ્મના અમુક negative points પણ હોઈ શકે છે, આ બંને points ને ખાસ note કરો. તે સિવાય ફિલ્મમાં એવું શું છે જે critics ની પસંદગી બની શકે તેવું છે? તેના વિષે પણ study કરો.
ફિલ્મ ડિરેક્શન શીખવા માટે આ 15 points નું proper અને complete knowledge હોવું જોઈએ
ફિલ્મ ડિરેક્શન શીખવા માટે આ 15 points નું proper અને complete knowledge હોવું જોઈએ, જેથી ફિલ્મ જોતી વખતે આ points ને ખાસ study, research, analysis કરો. ફિલ્મના દરેક elements ને એક સાથે study કરવા અઘરા હોય છે, માટે બની શકે તો ફિલ્મ બીજી વાર પણ જોવી, બીજી વાર ફિલ્મ જોતી વખતે તેને વધુ સારી રીતે સમજી શકશો.
કોઈપણ ફિલ્મ જોયા પછી ખાસ વિચારો કે આ ફિલ્મને વધુ સારી કેવી રીતે બનાવી શકાઈ હોત. જો આ ફિલ્મ તમે પોતે ડિરેક્ટ કરી હોત તો તમે કેવી રીતે બનાવી હોત? શું શું change કર્યું હોત? વગેરે વગેરે.
Conclusion
ફિલ્મ ડિરેક્શન શીખવા માટે, ફિલ્મ જોતી વખતે ફિલ્મના આ 15 cinematic points ને ધ્યાનપૂર્વક study, research અને analysis કરવા, કારણ કે આ 15 cinematic points હકીકતમાં almost દરેક પ્રકારના ડિરેક્શનને lead કરે છે.
આ રીતે regular ફિલ્મો જોવાથી, એક ટાઈમ પછી તમારું mind આ અલગ અલગ cinematic points ને તેની જાતે જ notice કરી લેશે. આ techniques દ્વારા regular ફિલ્મ જોવાના બહોળા અનુભવ દ્વારા ડિરેક્શન આસાનીથી શીખી શકાય છે, અને લાંબા ટાઈમે તેમાં mastery પણ મેળવી શકાય છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.