એક ડિરેક્ટર તરીકે જયારે તમે ફિલ્મ બનાવવા માટે તમારી સ્ક્રિપ્ટ લઈને પ્રોડક્શન હાઉસમાં જાઓ છો ત્યારે સૌ પહેલા સ્ક્રિપ્ટ દ્વારા ખ્યાલ આવી જાય છે કે તમે કેવા અને ક્યા પ્રકારના ડિરેક્ટર છો. કારણ કે એક professional ડિરેક્ટરની સ્ક્રિપ્ટ પણ professionally જ લખાયેલી હોય છે.
Screenplay એટલે શું?
સ્ક્રીનપ્લે એક written document છે જેમાં ફિલ્મના પરદા ઉપર જોવામાં અને સાંભળવામાં આવતા દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે ફિલ્મની story, plot, characters, dialogues, action, event, location વગેરે, ફિલ્મના આ દરેક elements જેને એક ચોક્કસ format માં ઢાળવામાં આવે તેને screenplay કહેવાય છે.
સ્ક્રીનપ્લે લખવાની એક ચોક્કસ technique અને format હોય છે
સ્ટોરી, નોવેલ અને સ્ક્રીનપ્લે આ ત્રણેયમાં ખુબ difference છે. સ્ટોરી, નોવેલ મોટાભાગે રાઈટની વ્યક્તિગત પસંદગી પ્રમાણે જ લખવામાં આવે છે, જયારે સ્ક્રીનપ્લે લખવા માટેની એક ચોક્કસ technique અને format હોય છે, સાથે સાથે અનેક નિયમો હોય છે, અને તેના દ્વારા જ એક professional સ્ક્રીનપ્લે લખવામાં આવે છે.
ફિલ્મનો સ્ક્રીનપ્લે કેવી રીતે લખવો? એક professional સ્ક્રીનપ્લે કેવી રીતે, ક્યા format માં અને ક્યા method થી બનવો જોઈએ?
આ blog માં ફિલ્મનો સ્ક્રીનપ્લે કેવી રીતે લખવો? એક professional સ્ક્રીનપ્લે કઈ technique દ્વારા અને ક્યા method દ્વારા બનવો જોઈએ? સ્ક્રીનપ્લે ક્યા format માં લખવો તેના વિષે જાણીએ અને સમજીએ.
Screenplay development
ફિલ્મ સ્ટોરી, characters, પ્લોટ અને સીન લખાયા પછી complete સ્ક્રીનપ્લે બનાવવામાં આવે, જેનું એક ચોક્કસ format હોય છે. મોટાભાગે સ્ક્રીનપ્લે અલગ અલગ 5 elements નો યુઝ કરીને બનાવવામાં આવે છે, જેમકે…
(1) Slug line, Scene heading
(2) Action
(3) Character name
(4) Dialogues
(5) Transition
આ 5 elements નો યુઝ કરીને સ્ક્રીનપ્લે કેવી રીતે લખવામાં આવે છે તેના વિષે જાણીએ.
01. Slug line, Scene heading – સ્ક્રિપ્ટની પહેલી લાઈન
01. INT./EXT., LOCATION, DAY/NIGHT, CONTINUOUS
1st લાઈનમાં સૌથી પહેલા સીન નંબર લખવામાં આવે છે. ત્યારબાદ જો સીન જો લોકેશનની અંદરનો સીન હોય તો Interior અને સીન બહારનો હોય તો exterior લખવામાં આવે છે. તેના પછી location નું નામ લખવામાં આવે છે. અને સૌથી છેલ્લે DAY/NIGHT તરીકે ટાઈમ દર્શાવવામાં આવે છે. જો લાસ્ટ સીનની ઘટના આગળ પણ ચાલુ હોય તો CONTINUOUS લખવું.
02. Action
2nd લાઈનમાં action આવશે, જેમાં સીન દરમ્યાન કઈ ઘટના થઇ રહી છે, તેના વિષે એકદમ શોર્ટમાં description લખવામાં આવે છે. Action ને હંમેશા present tense માજ લખવામાં આવે છે.
03. Character name
3rd લાઈનમાં ફિલ્મના character નું નામ લખવામાં આવે છે. જયારે કોઈપણ character પહેલીવાર સ્ક્રીન ઉપર આવે ત્યારે તેનું નામ CAPITAL અક્ષરમાં જ લખવું. Character ના નામની નીચે બ્રેકેટમાં character ના expressions અને reactions લખવા.
04. Dialogues
4th લાઈનમાં બે અથવા તેથી વધુ characters વચ્ચેનું communication એટલે dialogues લખવામાં આવશે.
05. Transition
છેલ્લે સીન પૂરો થાય ત્યાં સૌથી છેલ્લે CUT TO, DISSOLVE TO, SMASH CUT, QUICK CUT, FADE TO, INTER CUT WITH, વગેરે transition ની જે પણ requirement હોય તે પ્રમાણે લખવું.
સ્ક્રીનપ્લે કેટલો મોટો હોવો જોઈએ?
મોટાભાગે સ્ક્રીનપ્લે 90 થી 120 પેજ આસપાસનો હોવો જોઈએ, જેમાં એક પેજ એટલે સ્ક્રીન ટાઈમની average એક મિનીટ બરાબર ગણાય છે.
સ્ક્રીનપ્લે writing software
સ્ક્રિપ્ટ લખવા માટેના અનેક software available છે. Final draft, Celtx, WriteDuet, Scrivener, Fade In, વગેરે જેમાંથી ઘણા software ફી પણ છે.
Conclusion
એક તો સ્ક્રીનપ્લે માં ઘણું બધું આવે છે પણ એક simple સ્ક્રીનપ્લે આ format માં લખવામાં આવે છે. હોલીવુડની કોઈપણ ફિલ્મનો સ્ક્રીનપ્લે download કરીને ચેક કરી જુવો, જે આજ format માં લખાયેલ હશે. એક professional સ્ક્રીનપ્લે લખવાની આજ એક techniques અને format છે.