ફિલ્મનો review કરવો તે સૌથી પહેલા તો ખુબ જ મોટી responsibility ધરાવતું task છે. કારણ કે કોઈને પણ judge કરવું, analysis કરવું અને તેની true value કાઢવી તે દુનિયાના સૌથી મુશ્કિલ કામો માંથી એક છે.
તે સિવાય ફિલ્મનો review લખવો તે એક serious અને ખુબ accuracy ધરાવતું task એટલા માટે પણ છે કે આ review ફિલ્મને define કરે છે, તે ફિલ્મનું valuation કરે છે, અને ફિલ્મ દ્વારા ડિરેક્ટરે કરેલ મહેનતને તોલવાનું કામ કરે છે.
Detailed અને genuine ફિલ્મ review કેવો હોવો જોઈએ? ક્યા અને કેટલા phase માં હોવો જોઈએ
(1). ફિલ્મ review એકદમ honest હોવો જોઈએ
સૌ પ્રથમ તો ફિલ્મ review એકદમ honest હોવો જોઈએ, જેથી review માં જે પણ mention કરો તેમાં એકદમ સચ્ચાઈ હોવી જોઈએ. આ review કરવાનું vision ફક્ત પ્રશંસા કરવા માટે અથવા ભૂલો કાઢવા માટેનો જ નહી, પણ ફિલ્મ જેવી છે તેવી જ તેને audience ની સામે દર્શાવવાનો હોવો જોઈએ.
(2). ફિલ્મના દરેક departments cover થવા જોઈએ
ડિરેક્શન અને ફિલ્મમેકિંગના દરેક departments completely cover થવા જોઈએ. કારણ કે ફિલ્મના કોઈપણ બે ચાર points ઉપરથી જ તેની complete value કાઢવી તે એક રીતે યોગ્ય નથી. ફિલ્મના અમુક points weak હોય અમુક strong હોઈ શકે છે. જેથી એક ફિલ્મની સાચું મૂલ્યાંકન કરવા માટે તેના વધુમાં વધુ અને maximum points cover થવા જોઈએ.
(3). દરેક points વિષે details માં explanation હોવું જોઈએ
ફિલ્મના દરેક departments તેમજ દરેક technical અને creative points નું ઉપરછલ્લું જ નહી પણ તેનું એકદમ details માં explanation સાથેની complete information હોવી જોઈએ.
(4). ફિલ્મની એક true value થવી જોઈએ
ફિલ્મને complete review અને analysis કર્યા બાદ, છેલ્લે ફિલ્મ કેવી છે? ક્યા પ્રકારની છે? કેવી quality ધરાવે છે? ક્યા standard level ની છે? તે દરેક points ઉપરથી ફિલ્મની એક true value નીકળવી જોઈએ. આ પ્રકારના review ને એક professional ફિલ્મ review કહી શકાય છે.
Honest, detailed અને genuine ફિલ્મ review કેવી રીતે લખવો? ક્યા base ઉપર લખવો? ફિલ્મ review કેવો હોવો જોઈએ?
ફિલ્મ review લખવા માટેની કોઈ ચોક્કસ method નથી હોતી, તે લખનારના vision ઉપર આધાર રાખે છે કે તે શું લખવા માંગે છે? અને કેવી રીતે લખવા માંગે છે?
આ blog માં જાણીએ અને સમજીએ કે, એક detailed, honest અને genuine ફિલ્મ review કેવી રીતે લખવો? ક્યા base ઉપર લખવો? ફિલ્મ review કેવો હોવો જોઈએ? એક professional ફિલ્મ review લખવા માટે ફિલ્મના ક્યા ક્યા cinematic elements ને cover કરીને તેના વિષે લખવું? વગેરે.
20 Cinematic points – જેને completely cover કરીને એક detailed ફિલ્મ review લખવામાં આવે છે
01. ફિલ્મ સ્ટોરી
દરેક ફિલ્મમાં એક સ્ટોરી હોય છે, જે સ્ટોરી ઉપરથી ફિલ્મ બને છે. ફિલ્મની સ્ટોરી શું છે? સૌથી પહેલા ફિલ્મની સ્ટોરીની basic details વિષે લખવું, આ સ્ટોરી બને એટલી ટૂંકમાં લખવી, અને ખાસ કરીને એવી રીતે લખવી જેથી તે completely disclose ના થઇ જાય.
ફિલ્મની સ્ટોરી વિષે લખવા માટે ફિલ્મને ખુબ ધ્યાનથી જોવી અને તેને proper સમજવી. હકીકતમાં ફિલ્મને જોવી અને સમજવી તે બંને અલગ અલગ task છે, જેથી ફિલ્મને સમજવામાં ખાસ ધ્યાન આપવું. મોટાભાગની ગુજરાતી ફિલ્મોની સ્ટોરી સમજવી એકદમ સહેલી હોય છે, છતાં પણ સ્ટોરીનો કોઈ point રહી ના જાય તેનું ધ્યાન રાખવું.
02. Story presentation
એક સ્ટોરીને ફિલ્મમાં present કરવાની અલગ અલગ અનેક techniques હોય છે, તેમાંથી કઈ techniques દ્વારા સ્ટોરીને ફિલ્મમાં present કરવામાં આવી છે, તેના વિષે details માં લખવું. Storytelling એ ડિરેક્શનનો એક અતિ મહત્વનો point છે.
03. ફિલ્મનો opening scene
ફિલ્મનો પહેલો સીન, એટલે ફિલ્મનો opening scene, તેના 3 points મહત્વના વિષે લખી શકાય છે, (1). આ સીન સ્ટોરીની કઈ ઘટના, situation માંથી બનાવ્યો છે? અને તેને ફિલ્મમાં ક્યા સીન દ્વારા present કરવામાં આવ્યો છે? (2). તે ફિલ્મ ઉપર શું? અને કેવી અસર ઉભી કરે છે? (3). તેને કેવી રીતે? અને કઈ treatment દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યો છે?.
ફિલ્મ કઈ ઘટના દ્વારા શરુ થાય છે? તે ડિરેક્શનનો એક most important point છે, કારણ કે આ opening scene તે ફિલ્મને reflect કરવાનું કામ કરે છે, આ સીન ફિલ્મ જોવામાં interest બનાવવાનું, અને ઓડીયન્સને ફિલ્મ સાથે જોડવાનું કામ પણ કરે છે. જેથી કોઈપણ ફિલ્મનો opening scene ખુબ જ મહત્વનો હોય છે.
સામાન્ય રીતે ફિલ્મના opening scene દર્શાવવા માટેની અમુક ચોક્કસ techniques હોય છે, જેથી review લખવા માટે તે techniques ને ખાસ જાણવી અને સમજવી.
04. Actors, acting, characters, characterization, character development
ફિલ્મના main એક્ટર્સ વિષે વધુ લખવું. ખાસ કરીને એક્ટર્સ related કોઈપણ નાનો મોટો અન્ય points હોય તો તે પણ લખવો, કારણ કે એક્ટર્સ વિષે જાણવામાં audience ને સૌથી વધુ interest હોય છે.
(1). ફિલ્મમાં ક્યા ક્યા એક્ટર્સ છે? (2). ફિલ્મમાં મહત્વના characters કેટલા છે? આ characters ના characterization કેવા છે? તે દરેકના character development કેવા પ્રકારના બનાવવામાં આવ્યા છે? (3). એક્ટર્સ તેમના character માં કેટલા ફિટ બેસે છે, તેમજ તેમણે character ને કેટલું અને કઈ હદ સુધી accept કર્યું છે?
(4). ફિલ્મના characters audience સાથે well connect થઇ શકે છે? (5). ફિલ્મના characters ફિલ્મની સ્ટોરી ઉપર એક અલગ impact ઉભી કરી શકે છે? (6). એક્ટર્સને પોતાના character માં એક્ટિંગનો chance છે? (7). ત્યારબાદ તેમણે ફિલ્મમાં કેવી એક્ટિંગ કરી છે? એક્ટર્સના expressions, reactions, variation, body language, emotions, voice/speech, તેના વિષે લખવું.
આ બધા જ points ને સમજવા માટે એક્ટિંગ sense હોવી ખાસ જરૂરી છે, નહી તો દરેક એક્ટર્સની એક્ટિંગ સારી જ લાગશે.
05. Screenplay
ફિલ્મના screenplay નો real meaning થાય છે કે complete સ્ક્રિપ્ટ, જેમાં ફિલ્મના પરદા ઉપર દેખાતી દરેક વસ્તુઓ, જેમ કે ફિલ્મના સીન્સ, situations, actions, movements, characters, ફિલ્મના dialogues વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક points વિષે લખી શકાય છે.
06. Cinematography
Cinematography નું મુખ્ય કામ છે ફિલ્મમાં visual storyteling કરવી. ફિલ્મ review લખનારને ફિલ્મમાં cinematography નું મહત્વ સમજાય એટલું basic cinematography knowledge ચોક્કસ હોવું જરૂરી છે, તો જ આ વિષય ઉપર પણ review માં લખી શકાશે.
ફિલ્મની cinematography એક ખુબ ઊંડો વિષય છે, જેમાં કમ્પોઝીશન અને ફ્રેમીંગથી શરુ કરીને ફોકસ, અલગ અલગ કેમેરા શોટ્સ, કેમેરા એન્ગલ્સ, કેમેરા મુવમેન્ટસ, વગેરે main છે.
આ સિવાય ફિલ્મના કોઈપણ સીન્સને શૂટ કરવા માટે cinematography માં ચોક્કસ rules & regulations હોય છે, અને અલગ અલગ situations મુજબ કોઈપણ સીન્સને શૂટ કરવામાં આવે છે, આમ review માં cinematography વિષે લખવા જેવું ઘણું બધું છે.
07. Songs, music
ફિલ્મના songs, music વગેરે ઉપર લખવું ઘણું આસાન છે. ફિલ્મના songs કેવા છે? ક્યા પ્રકારના છે? તેના wordings, lyrics writer, music director, singers વગેરે ખાસ mention કરવું. ત્યારબાદ ફિલ્મના background music, theme music વિષે પણ લખી શકાય છે.
08. Production Value
ફિલ્મની production value, આ point ને સમજવો તે વધુ આસાન છે. ફિલ્મમાં જોવા મળતા દરેક પ્રકારના સેટ ડિઝાઈન્સ, લોકેશન્સ, props, કોસ્ચ્યુમ્સ, special effects વગેરે, જેના દ્વારા ફિલ્મની એક overall quality અને standard level નક્કી થતા હોય છે. ઘણી વાર production value ઉપરથી ફિલ્મમેકિંગના બજેટનો અંદાજ પણ જાણવા મળી શકે છે.
09. Editing
ફિલ્મ કેવી રીતે એડિટ કરવામાં આવી છે? તે લખવા માટે basic ફિલ્મ એડીટીંગનું technical knowledge હોવું જરૂરી છે. ફિલ્મમાં કોઈપણ બે સીન્સને વીડિઓ એડીટીંગની કઈ cuts and transitions techniques દ્વારા એડિટ કરવામાં આવ્યા છે? તે એડીટીંગમાં સૌથી main છે.
ત્યારબાદ next level માં ફિલ્મનું special effects, VFX, color correction અને સૌથી છેલ્લે ફિલ્મના subject, genre પ્રમાણે ફિલ્મનું color grading વગેરે. Hollywood માં તો ફિલ્મની credit list name વિષે પણ review માં લખવામાં આવે છે.
10. Closing scene
Closing Scene, જે સીન દ્વારા ફિલ્મ પૂરી થાય છે. સ્ટોરીની કઈ ઘટના દ્વારા ફિલ્મ પૂરી થાય છે, તેને ક્યા સીનમાં convert કરીને present કરવામાં આવ્યો છે, તેના વિષે પણ લખી શકાય છે. કારણ કે ફિલ્મમેકિંગમાં જેમ opening scene નું ખાસ મહત્વ હોય છે તેમ closing scene નું પણ એક અલગ મહત્વ હોય છે.
જેથી ફિલ્મ ક્યા સીન અને કઈ ઘટના દ્વારા પૂરી થાય છે, તે point પણ અમુક વખતે મહત્વનો બનતો હોવાથી તેના વિષે દરેક review માં નહી પણ ક્યારેક તેના વિષે ચોક્કસ લખી શકાય છે.
11. ડિરેક્શન
ફિલ્મનો most important element એટલે ફિલ્મ ડિરેક્શન, જેના ઉપરથી ફિલ્મ સફળ અથવા નિષ્ફળ થવાના સૌથી વધુ chance છે. આમ તો ડિરેક્શન ખુબ જ deep subject હોવાના કારણે આ point ઉપર અહી સીન presentation, સીન ડિરેક્શન અને ડિરેક્શન treatment, તેમજ ફિલ્મનું overall ડિરેક્શન વિષે લખવું.
12. Art and Creativity
ફિલ્મની Art અને Creativity ને જાણવી અને સમજવી તે થોડો અઘરો અને ગંભીર વિષય છે. તે ફિલ્મના કોઈપણ cinematic elements માં, કોઈપણ સીનમાં, કોઈપણ શોટમાં અને કોઈપણ ફ્રેમમાં હોઈ શકે છે. બસ તેને જોવા, જાણવા અને સમજવા માટેનું vision અને knowledge તમારામાં હોવું જોઈએ, અને ફિલ્મમાં તેનું મહત્વ સમજાવું પણ જોઈએ.
13. Strong, plus points
ફિલ્મના ક્યા ક્યા plus points છે? અથવા તો શું શું plus points બની શકે તેમ છે? તેના વિષે લખવું. આ points genuinely હોવા જોઈએ. એક ફિલ્મમાં technically, creatively ઘણા બધા strong અને plus points હોઈ શકે છે, જેમાંથી અમુક points તમને આસાનીથી જોવા મળશે તો અમુક points તમારે શોધવા પણ પડશે.
14. Weak, minus points
ફિલ્મના ક્યા ક્યા minus points છે? અથવા શું શું minus points બની શકે તેમ છે? જો એક રીતે જોવા જઈએ તો દરેક ફિલ્મમાંથી અમુક minus points ચોક્કસ નીકળી શકે છે, પણ આ minus points એવા હોવા જોઈએ કે ફિલ્મને ખરેખર direct અસર કરતા હોય.
15. Technical points
ફિલ્મના કોઈપણ પ્રકારના technical points જે ખાસ અને મહત્વના લાગતા હોય તેના વિષે લખો. ફિલ્મના આ technical points ને સમજવા માટે પણ તેનું top level નું અને deep knowledge હોવું જોઈએ.
16. Goofs
ફિલ્મની જે તે સામાન્ય ભૂલો, જે મોટાભાગની દરેક ફિલ્મોમાં જોવા મળતી હોય છે, પછી તે બોલીવુડ ફિલ્મ હોય કે પછી હોલીવુડ ફિલ્મ, અને ગુજરાતી ફિલ્મોમાં તો સારી એવી ભૂલો જોવા મળી શકે છે, technically, logically કોઈપણ. તે સિવાય મોટાભાગની ફિલ્મમાં continuity ની સામાન્ય ભૂલો પણ હોય જ છે.
ફિલ્મોની આવી ભૂલો વિષે ખુબ જ details માં લખાય પણ છે, આ પ્રકારના goofs વિષે લખવા માટે ફિલ્મને ખાસ ધ્યાનથી જોવી પડતી હોય છે.
17. Critics claimed points
ફિલ્મમાં critics ને પસંદ આવી શકે તેવા કોઈપણ points, જે મોટાભાગે art ની સાથે connected હોય છે. ફિલ્મ માંથી આ પ્રકારના points ને શોધવા અઘરા હોય છે.
તે સિવાય જોઈએ તો સામાન્ય રીતે against all odds કહી શકાય તેવી ફિલ્મો, અને તે પ્રકારના સીન્સ critics ને વધુ પસંદ આવતા હોય છે. જેમાં વિપરીત પરિસ્થિતિઓની સામે સાચા અર્થનો સંઘર્ષ અને ઘર્ષણ હોય, તેવી ફિલ્મો અને તેવા સીન્સ critics ની પહેલી પસંદગીના હોય છે.
ત્યારબાદ મનુષ્યની લાગણીઓનું જેમાં ખુબ અસરકારક રીતે નિરૂપણ થયેલ હોય, તેવા સીન્સ પણ critics સૌથી વધુ પસંદ આવે છે, એટલે તો art ફિલ્મોને તેઓ હંમેશા full marks આપતા હોય છે.
18. Movie trivia
એક ફિલ્મની પાછળ અનેક પ્રકારની interesting અને જાણવા લાયક વાતો, વાર્તાઓ અને પ્રસંગો હોય છે, અમુક audience ને આ પ્રકારની જાણકારી મેળવવી ખરેખર ગમતી હોય છે, જેથી ફિલ્મ related કોઈપણ નાનો મોટો મહત્વનો પ્રસંગ હોય, તો તેના વિષે ખાસ લખવું. IMDB માં trivia ના માટેનું એક અલગ section આવે છે, જેમાં ફિલ્મ related ઘણી બધી વાતો લખાયેલ હોય છે.
19. Release, collection, awards
ફિલ્મ ક્યારે રીલીઝ થઇ હતી તેની details. ફિલ્મ કેટલું કમાઈ છે, તેનું box-office collection કેટલું છે? ફિલ્મનું worldwide collection વગેરે. તે સિવાય ફિલ્મ કઈ કઈ categories માટે nominate થઇ છે? તેને ક્યા ક્યા awards મળેલા છે? તેના વિષે પણ ચોક્કસ લખવું.
20. Overall conclusion
સૌથી છેલ્લે overall conclusion એટલે કે ફિલ્મનો સાર, સંપૂર્ણ ફિલ્મને અને ફિલ્મના દરેક પાસાઓને આવરી લઈને એકદમ બારીકાઈથી કરવામાં આવતો ફિલ્મનો સાર, કે આખરે ફિલ્મ કેવી છે?
ફિલ્મનો review કરવા માટે આ 20 cinematic points નું complete knowledge હોવું જોઈએ
ફિલ્મનો review કરવા માટે તમે આ 20 cinematic points ના ખુબ સારા જાણકાર હોવા જોઈએ. Technically આટલા cinematic points માંથી જ કેટલાક points ને highlight કરીને ફિલ્મ review લખવામાં આવે છે.
Critics, reviewers ને ફિલ્મના દરેક points વિષે લખવાનો પૂરો હક છે
ફિલ્મ વિષેની કોઈપણ બાબતે લખવાનો એક ક્રિટીક્સને પુરેપુરો હક હોય છે, જેથી ફિલ્મ વિશે જે પણ વિચારો હોય તે લખી શકો છે, બસ તે ફક્ત તમારી જ વ્યક્તિગત પસંદગી ના હોવી જોઈએ.
ફિલ્મના plus points વિષે જો લખાતું હોય, તો પછી ફિલ્મના negative points વિષે પણ લખવાનો critics, reviewers ને પૂરો હક છે, અને આ negative points પણ rules & regulations મુજબ genuine હોવા જોઈએ.
દુનિયાની કોઈપણ રચના 100% perfect ક્યારેય નથી હોતી, તેમાં ક્યાંક અને થોડા ઘણા સુધારા વધારાની જરૂર ચોક્કસ હોય છે. સિક્કાની બીજી સાઈડની જેમ કોઈપણ વસ્તુની અન્ય સાઈડ પણ હોય જ છે, positivity ની સાથે negativity હંમેશા જોડાયેલ હોય જ છે.
Review માં personal choice ના હોવી જોઈએ
જો મારી વાત કરું તો એક movie lover તરીકે Hollywood movies મારી first choice છે, અને તેની સાથે Bollywood અને ગુજરાતી ફિલ્મો પણ regular જોઉં છું.
પણ Hollywood ફિલ્મો વધુ જોવાના કારણે અમુક હિન્દી ફિલ્મો હવે થોડી બોરિંગ પણ લાગે છે, અને ગુજરાતી ફિલ્મો તો તેનાથી વધુ. પણ તે મારી પોતાની choice છે, જરૂરી નથી કે જે મને પોતાને બોરિંગ લાગે તે અન્ય ને પણ લાગતું જ હોય, અથવા જે મને પસંદ હોય તે અન્યને પણ હોય.
આ રીતે personal choice મુજબ ફિલ્મને ક્યારેય judge ના કરી શકાય. ફિલ્મ review માં પોતાની personal choice શું છે? તેનું કોઈ મહત્વ નથી હોતું. એક reviewer તરીકે ફિલ્મને હંમેશા neutral person તરીકે જ જુવો, અને ત્યારબાદ જ તેને analysis કરવી જોઈએ.
Critique, reviewer તરીકેની એક અલગ sense હોવી જોઈએ
એક આખી ફિલ્મ, ફિલ્મનો એક એક સીન, એક એક શોટ, એક એક ફ્રેમ કંઇકને કંઇક show કરે છે. બસ એક reviewer તરીકે તમને તે ખુબ સારી રીતે ખબર હોવી જોઈએ કે તે શું show કરે છે, અને ત્યારબાદ તેનું મહત્વ શું છે? કેટલું છે? કેમ છે? તે જાણતા અને સમજતા હોવા જોઈએ. જો આ બધું સારી રીતે જાણતા અને સમજતા હશો તો તમે એક successful critique, reviewer બની શકશો.
Better review કરવા માટે awards માટે nominate થયેલ ફિલ્મો ખાસ જુવો
ફિલ્મ review વધુ અસરકારક રીતે લખવા માટે દર વર્ષે Awards માટે nominate થયેલ ફિલ્મો જોશો તો ફિલ્મ review અને analysis જલ્દી શીખી શકશો. પણ હા આ ફિલ્મો જોવી આસાન બિલકુલ નથી, awards માટે nominate થયેલ અમુક ફિલ્મો સામાન્ય રીતે બોરિંગ વધુ હોય છે, પણ જો ફિલ્મો વિષે જાણવું, શીખવું હોય, તો આ ફિલ્મો જેવી બીજી કોઈ ફિલ્મો નથી, શીખવા માટે આ ફિલ્મો સૌથી best છે.
તમારા review ઉપરથી તમારી mentality clear થાય છે
ફિલ્મ review લખવામાં તમારી માનસિકતા પણ છતી થાય છે, કે તમે ફિલ્મમાં શું જુવો છો? અને તેનું કેવું મુલ્યાંકન કરો છો? તે દેખાઈ આવે છે, સાથે સાથે તમારું knowledge, ફિલ્મો વિશેની તમારી sense પણ આસાનીથી દેખાઈ આવે છે.
એક ફિલ્મ review લખવાની આ એક સૌથી professional અને best technique છે
એક ફિલ્મ review લખવા માટેની આ એક સૌથી professional અને સૌથી best technique છે, કારણ કે આ technique માં complete ફિલ્મને દરેક points દ્વારા આવરી લેવામાં આવે છે. કોઈપણની true value કરવા માટે તેના દરેક પાસાને cover કરવા જરૂરી છે.
Conclusion
ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું complete knowledge મેળવ્યા બાદ, અને ફિલ્મોની સારી સમજ હોવા છતાં પણ એક ફિલ્મનો review કરવો તે અઘરું કામ તો છે, કારણ કે judge કરવું, true value કરવી તે સૌથી અઘરા કામ માંથી એક છે.
એક professional, honest અને detailed ફિલ્મ review લખવા માટે, સૌથી પહેલા ફિલ્મ ફિલ્મના દરેક cinematic elements ના maximum points ને આવરી લેવા, ત્યારબાદ તેના ઉપર એકદમ details માં લખવું, અને deep માં explain કરવું, છેલ્લે તેની true value કરવી.
આ રીતે લખવામાં આવતા review ને હકીકતમાં એક detailed review કહી શકાય છે, અને તેને ખરેખર ગંભીરતા પૂર્વક લેવામાં આવે છે.