Latest Posts:

ફિલ્મ જોતી વખતે ઘણી વાર એવું feel થાય છે કે, ફિલ્મની સ્ટોરી ખુબ સારી હોવા છતાં પણ ફિલ્મને એટલી હદે enjoy નથી કરી શકાતી હોતી, સ્ટોરીમાં કંઇક missing હોય તેવું લાગ્યા કરે છે, audience તરીકે આપણે ફિલ્મમાં હજી વધુ expect કરતા હોઈએ છીએ.

તેના માટે સ્ટોરીને ફિલ્મમાં એવી અસરકારક રીતે present કરવામાં આવે છે કે જેથી audience ફિલ્મ સાથે આસાનીથી connect થઇ શકે, ફિલ્મ સાથે જલ્દી attach થઇ શકે, ફિલ્મ જોવામાં તેમનો interest જળવાઈ રહે, અને ફિલ્મને ખુબ enjoy કરીને જોઈ શકે.

કોઈપણ સ્ટોરીને ફિલ્મમાં વધુ effectively અને interesting way દ્વારા present કેવી રીતે કરી શકાય?

કોઈપણ સ્ટોરીને ફિલ્મમાં બતાવવાની એક કળા હોય છે, સ્ટોરીને ફિલ્મના પરદા ઉપર present કરવાની એક techniques હોય છે, જેને storytelling કહેવાય છે. જેના વિષે details માં આપણે આગળના blog માં જાણ્યું હતું.

આ blog માં જાણીએ અને સમજીએ કે કોઈપણ સ્ટોરીને ફિલ્મમાં વધુ effectively present કેવી રીતે કરી શકાય? કે જેથી audience ને વધુ પસંદ આવે.

Audience ને વધુ પસંદ આવે તે રીતે કોઈપણ ફિલ્મની સ્ટોરીમાં અમુક creative points add કરીને સ્ટોરીને વધુ interesting બનાવી શકાય છે

11 Techniques of Storytelling – જેના દ્વારા કોઈપણ સ્ટોરીને ફિલ્મમાં વધુ effectively present કરી શકાય છે

01. ફિલ્મમાં કોઈપણ ઘટનાને dramatic, interesting way માં convert કરીને બતાવો

ફિલ્મની કોઈપણ ઘટનાને એકદમ આસાનીથી ક્યારેય ના બતાવવી, કારણ કે આસાનીથી બતાવવામાં audience ને કોઈ ખાસ interest બનશે નહી.

જેથી ફિલ્મની કોઈપણ situation ને થોડી ઘણી dramatic way માં, અને ખુબ interesting બનાવીને બતાવવી, આ ઘટનામાં કંઇક ને કંઇક problem આવવો જ જોઈએ, જેથી તેમાં curiosity વધે, અને audience ને તેમાં interest બની શકે.

હોલીવુડની કોઈપણ commercial ફિલ્મ જોઈ લો, તેની સ્ટોરીમાં ups and downs નું પ્રમાણ સારું એવું હશે, કદાચ તેના કારણે જ હોલીવુડ ફિલ્મો હવે audience ની પસંદ બનતી જાય છે.

02. સ્ટોરીમાં curiosity પેદા કરો

સ્ટોરીમાં અમુક સીન્સ દ્વારા audience ના mind માં curiosity પેદા કરો, ફિલ્મની કોઈપણ ઘટનામાં curiosity પેદા કરવાથી audience ફિલ્મને વધારે ધ્યાન આપીને અને વધુ ગંભીરતાથી જુવે છે.

For example: Jaws (1975) ફિલ્મના ઓપનીંગ સીન્સમાં શાર્ક નથી બતાવવામાં આવી, બસ આજ રીતે Jurassic Park (1993) ફિલ્મના ઓપનીંગ સીન્સમાં ડાઈનાસોર નથી બતાવવામાં આવ્યું, છતાં પણ બંને સીનમાં કોઈ પ્રાણીનો ડર ખાસ બતાવીને, આ સીન દ્વારા audience માં એક પ્રકારની curiosity create કરવામાં આવી છે.

03. Tension create કરો

ફિલ્મમાં અમુક situation માં જરૂર લાગે ત્યાં થોડું ઘણું tension create કરો. ફિલ્મ જોતી વખતે light tension પણ વધુ એક એવો point છે જેના દ્વારા audience ફિલ્મ સાથે વધુ attach, અને involve થાય છે, કારણ કે તેઓ આ tension ને અમુક વખતે જાતે feel પણ કરી શકે છે.

04. Confusion create કરો

ફિલ્મમાં સ્ટોરી બતાવવામાં અમુક સીન્સ દ્વારા audience ને થોડાક ટાઈમ માટે થોડી ઘણી confuse પણ કરો, audience વિચારતી રહે કે સીનમાં શું થઇ રહ્યું છે?

For example: Close Encounters of the Third Kind (1977) ફિલ્મના ઓપનીંગ સીનમાં વાવાઝોડા લાવવાનું કારણ જ એ હતું કે અહી થી જ confusion પેદા કરવું. Jurassic Park (1993) ફિલ્મની શરૂઆતમાં અચાનક હેલીકોપ્ટર આવે છે અને સેમ નીલ દોડે છે, ત્યારે audience ને જલ્દી સમજમાં નથી આવતું. War of the World (2005) માં પણ એલિયન એટેક વખતે audience ને જલ્દી ખ્યાલ નથી આવતો કે શું થઇ રહ્યું છે?

ફિલ્મમાં આ રીતે visually confuse કરતા સીન્સ ખાસ બનાવો. Audience જેમ confuse થશે તેમ તે વધુ વિચારશે, અને જેમ વધુ વિચારશે તેમ ફિલ્મ સાથે વધુ connect થતી જશે.

05. Expectation કરતા opposite બતાવો

ફિલ્મમાં કોઈપણ ઘટનાને audience ની expectation કરતા થોડું અલગ, અથવા તેનાથી એકદમ opposite બતાવો. For example: Dumb and Dumber (1994) ફિલ્મનો છેલ્લો સીન. આ પ્રકારની ઘટના audience ને થોડા ટાઈમ માટે ચોક્કસ વિચારતી કરી દે છે. કારણ કે ફિલ્મ જોનારની આશા કરતા કંઈક અલગ અથવા તેનાથી તદ્દન વિરુદ્ધની ઘટના અહી થઇ છે.

06. Speed દ્વારા audience ને જકડી રાખો

ફિલ્મમાં બનતી અમુક ઘટનાઓને થોડી speed માં બતાવી શકાય છે, કારણ કે speed માં બનતી ઘટનાઓ audience ને ફિલ્મ સાથે સારી રીતે જકડી રાખે છે, અને તેના કારણે ફિલ્મ સાથે audience જલ્દી connect થઇ શકે છે, speed માં બનતી ઘટનાઓથી audience મોટાભાગે કંટાળતી નથી, અને ફિલ્મને વધુ enjoy કરીને જોઈ શકે છે.

07. Dialogues કરતા visual action દ્વારા પણ ઘટના બતાવો

ફિલ્મની કેટલીક ઘટનાઓ, તેની અસર વગેરે dialogues દ્વારા વ્યક્ત કરવી તેના કરતા અમુક ઘટનાઓને ફક્ત visual action દ્વારા પણ બતાવો, જેની અસર વધુ થશે. જયારે સીનમાં dialogues નથી હોતા ત્યારે audience તે સીનને તેની action દ્વારા સમજવાનો પ્રયત્ન કરે છે.

08. None verbal સીન્સ દ્વારા પણ ઘટના દર્શાવો

આવા સીન્સમાં એક્ટર્સની activity એવી હોવી જોઈએ જેથી audience બોર ના થાય, Psycho (1960) માં ઘણા આવા સીન્સ છે, પણ ફિલ્મમાં એક્ટર્સ activity એવી strong છે કે audience તેની activity સાથે એકદમ connect થઇ જાય છે.

આવા સીન્સ ખુબ લાંબા ના લો. કોઈપણ સીનમાં કારણ વગર વધુ અથવા લાંબુ footage ના લો, તેનાથી audience કંટાળશે, અને ફિલ્મની ધીમી લાગશે. જો લાંબુ footage લેવું હોય તો તે ઘટના અથવા એક્ટર્સની activity જડપી બતાવો.

જો dialogues વગરનો સીન્સ હોય તો તેમાં એક્ટર્સની activity, અથવા બની રહેલ ઘટના જડપથી બતાવો, જેથી audience કંટાળશે નહિ અને ફિલ્મની speed પણ fast લાગશે.

09. કોઈપણ ઘટનાનું importance, તેની influence અને effect ખાસ દર્શાવો

કોઈપણ થઇ ગયેલ અથવા થઇ રહેલ ઘટના, તેની અસરની ઓછી, વધુ તીવ્રતા વગેરે, તે એક્ટર્સના ઓછા, વધતા expressions and reactions દ્વારા એકદમ સચોટ રીતે દર્શાવી શકાય છે. તેના માટે ચોક્કસ શોટ પણ લેવો, જેથી તે clearly highlight થઇ શકે અને audience તેને આસાનીથી સમજી શકે.

10. ડિરેક્શનમાં હંમેશા સૌથી અલગ અને unique કરવાનો પ્રયત્ન કરો

સૌથી અલગ અને unique ડિરેક્શન કરવા માટે સ્ટોરીની કોઈપણ situations માટેના અલગ અલગ options શોધો. કોઈ એક situations, ઘટના, સીનને અલગ અલગ રીતો દ્વારા કઈ રીતે ડિરેક્ટ કરવો તેના અલગ અલગ options શોધો. જો તેમાં તમે સફળ થયા તો સમજી લો તમેં success key મેળવી લીધી.

જો તમે કોઈપણ સીનને કઈ કઈ અલગ અલગ રીતો દ્વારા ડિરેક્ટ કરી શકાય તે શીખી ગયા તો ડિરેક્ટર તરીકે ખુબ નામ બનાવી શકશો.

11. હંમેશા કંઇક નવું અને અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કરો

ફિલ્મની કોઈપણ ઘટના, સીન્સને અન્ય ફિલ્મમાં જે રીતે typical રીતે બતાવ્યા હોય તેના કરતા થોડું, હટકે, બિલકુલ અલગ જ ડિરેક્શન દ્વારા બતાવવાનો પ્રયત્ન કરો. For example: Sairat (2016) ફિલ્મમાં બંને લીડ એક્ટર્સના murder અને તેના બાળકના reaction નો સીન.

સ્ટીવન સ્પિલબર્ગની ફિલ્મો art of storytelling ની best example છે

સ્ટીવન સ્પિલબર્ગ એક એવા ડિરેક્ટર છે, જેઓની art of storytelling માં ખરેખર mastery છે. તેઓની મોટાભાગની ફિલ્મોમાં તેમની way of storytelling ખુબ અસરકારક રીતે આસાનીથી દેખાઈ આવે છે. કદાચ તેમની આ skill જ તેમને મહાન બનાવ્યા છે.

જો storytelling વિષે જાણવું, સમજવું, શીખવું હોય તો સ્ટીવન સ્પિલબર્ગની કોઈપણ ફિલ્મ જોઈ લો. કોઈપણ સ્ટોરીને ફિલ્મમાં કેવી રીતે present કરવી તેના ઉત્તમ ઉદાહરણો તેમની ફિલ્મમાં જોવા મળશે.

સારો subject પણ ખરાબ presentation ધરાવતી ફિલ્મો

83 (2021) ફિલ્મ એક ખુબ જ સારો subject ધરાવતી હતી, Indian ક્રિકેટ ઈતિહાસની અને ક્રિકેટ પ્રેમીઓ માટે આ એક સૌથી મોટી ઘટના હોવા છતાં પણ ખરાબ presentation ના કારણે ફિલ્મ ફ્લોપ ગઈ. બાકી આ ફિલ્મમાં ઘણું બધું નવું બતાવી શકાયું હોત.

ગુજરાતીમાં તો એવી અસંખ્ય ફિલ્મો છે, જેની સ્ટોરી ખુબ સારી હોવા છતાં ફિલ્મ નિષ્ફળ ગઈ છે. જેમાં સૌથી પહેલા યાદ આવે છે Tame Keva? (2018) ફિલ્મ, જેનો વિષય ખરેખર સારો હતો, આવા વિષય ઉપર ફિલ્મ ચોક્કસ બનવી જ જોઈએ, પણ આ ફિલ્મ પણ તેના presentation નાં કારણે જ ફ્લોપ ગઈ.

જો ફિલ્મનો subject, સ્ટોરી સારી હોય, તો તેને ફિલ્મ દ્વારા તેને એટલી જ સારી રીતે દર્શાવવી પણ ખુબ જરૂરી છે. જો storytelling નહી હોય તો કોઈપણ વિષય, સ્ટોરીની ફિલ્મો ફ્લોપ જ જશે.

Conclusion

ફિલ્મની સ્ટોરી કોઈપણ હોય, પણ તેને ફિલ્મમાં કેવી રીતે બતાવવામાં આવે છે? તેના ઉપર મુખ્ય આધાર રાખે છે કે તે ફિલ્મ audience કેવી? અને કેટલી પસંદ આવશે?

જેથી સ્ટોરીને થોડી વધુ interesting બનાવી, તેને અલગ રીતે ડિરેક્ટ કરીને present કરવી, જેથી ફિલ્મ જોવામાં વધુ fresh લાગી શકે, audience તેમાં આસાનીથી connect થઇ શકે, અને audience તેને વધુ enjoy કરી શકે.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment