ઘણી વાર એક ફિલ્મમાં સાથે કામ કરતી વખતે ડિરેક્ટર અને એક્ટર્સ વચ્ચે એક પ્રકારની good understanding અને bonding બની જતી હોય છે. ડિરેક્ટર અને એક્ટર્સ વચ્ચેની આ good chemistry જે એક ફિલ્મમા ખુબ જ સારું result મેળવી શકાય છે.
સાથે સાથે કામ કરતી વખતે આવું થવું સામાન્ય છે, અને તે તેના ઉપર depend કરે છે કે ડિરેક્ટર એક્ટર્સને કેવી રીતે ડિરેક્ટ કરે છે? તેને કેવી રીતે હેન્ડલ કરે છે? તેને કેવી રીતે treat કરે છે? Yes, ફિલ્મમાં એક્ટર્સને ડિરેક્ટ કરવાની પણ એક specific techniques હોય છે.
એક્ટર્સનું એક્ટિંગ perform 50% પોતાના ઉપર આધાર રાખે છે કે તે પોતે કેવી એક્ટિંગ કરે છે, અને બાકીનું 50% ડિરેક્ટર ઉપર પણ આધાર રાખે છે કે ડિરેક્ટર તેમની પાસેથી કેવી રીતે એક્ટિંગ કઢાવે છે.
ડિરેક્ટિંગ એક્ટર્સ તે ફિલ્મ ડિરેક્શનનો સૌથી અલગ phase છે
એક્ટર્સને ડિરેક્ટ કરવા તે ફિલ્મ ડિરેક્શનનો સૌથી અલગ પ્રકારનો phase છે, કારણ કે તેમાં તમારે person સાથે deal કરવાની છે. કોઈપણ object ને ડિરેક્ટ કરવું અને એક person ને ડિરેક્ટ કરવું તેમાં ઘણો difference રહેલો છે.
Object ને ડિરેક્ટ કરવામાં talent જરૂરી છે, જયારે એક્ટર્સને ડિરેક્ટ કરવામાં તમારા talent કરતા તમારો nature વધુ કામ કરે છે. કોઈપણ વ્યક્તિને mentally અને psychology હેન્ડલ કરવા વધુ અઘરું છે. તેમાં પણ એક્ટર્સ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે… ફ્રેશ, experienced, established, અને સ્ટાર એક્ટર્સ વગેરે, દરેક પ્રકારના એક્ટર્સને ડિરેક્ટ કરવા તે એક challenging task છે જ.
એક્ટર્સ દરેક પ્રકારના હોય છે, ફ્રેશ, experienced, established, અને સ્ટાર એક્ટર્સને કેવી રીતે ડિરેક્ટ કરવા
તમે સારામાં સારી સ્ક્રિપ્ટ લખી હોય, દરેક પ્રકારના કેમેરા શોટ દ્વારા શોટ division કર્યું હોય, છતાં પણ તે બધા કરતા એક્ટર્સને ડિરેક્ટ કરવા તે ડિરેક્શનમાં સૌથી અલગ અને challenging task છે.
ફિલ્મ હીટ બનવામાં એક્ટર્સનું શું અને કેટલું contribution હોય છે?
ફિલ્મ હીટ થવામાં એક્ટર્સ પણ ખુબ જ મોટો ભાગ ભજવે છે, અમુક એક્ટર્સ ફિલ્મના character માં perfect રીતે સેટ થઈને આખી ફિલ્મનો ભાર પોતાના ઉપર લઇ શકે છે, જયારે અમુક બધી રીતે પરીપૂર્ણ અનુભવી અને સ્ટાર એક્ટર્સ પણ ફિલ્મમાં સેટ થઇ શકતા નથી હોતા.
એક્ટર્સ અલગ અલગ પ્રકારના nature ધરાવતા હોય છે
દરેક એક્ટર્સના nature પણ અલગ અલગ પ્રકારના હોય છે, કેટલાક down to earth હોય છે, સ્ટાર હોવા છતાં પણ તેઓ સ્વભાવે નમ્ર અને વિવેકી હોય છે. કેટલાક egoist હોય છે, નાની નાની બાબતોમાં પણ issue ઉભા કરતા હોય છે. કેટલાક એકદમ calm nature ના હોય છે, જેમને વધુ ફર્ક નથી પડતો હોતો. કેટલાક ફ્રેશ એક્ટર્સ જેઓ તમને અનુકુળ થઈને કામ કરે છે, વગેરે વગેરે.
આમ એક્ટર્સ અલગ અલગ nature ધરાવતા હોય છે, અને ડિરેક્ટર તરીકે તમારે તેમને ડિરેક્ટ કરવાની સાથે સાથે હેન્ડલ પણ કરવાના હોય છે.
એક ડિરેક્ટરે એક્ટર્સ માટે અલગ અલગ ટાઈમે અલગ અલગ ભૂમિકાઓ ભજવવાની હોય છે
એક્ટર્સ માટે એક ડિરેક્ટરે અલગ અલગ ટાઈમે અલગ અલગ પ્રકારની ભૂમિકા ભજવવાની હોય છે. ક્યારેક તેમના friend બનવું પડશે, ક્યારેક તેમને coach, અને ક્યારેક તેમના boss બનવું પડશે.
એક ડિરેક્ટર અને એક્ટર એક ફિલ્મ માટે કામ કરી રહ્યા હોય છે, એક્ટર્સ તમારી ટીમના એક part છે, એક્ટર જેટલું સારું કામ કરશે તેટલી ફિલ્મ સારી બનશે, માટે એક્ટર્સના friend બનો, તેમના genuine problems ને સમજીને તેને દુર કરો, તેમનું best perform કઢાવવામાં તેમની help કરો.
એક્ટર્સ પાસેથી એક્ટિંગ કઢાવવા દરમ્યાન તમે તેમના coach પણ છો, તેમને અમુક બાબતો શીખવાડવી પડશે, તેમને advise, suggestion આપવી પડશે. તે સિવાય ડિરેક્ટર્સની દરેક professional instructions ને follow તે દરેક એક્ટર્સની સાથી મોટી responsibility છે, જેથી ડિરેક્ટર એક્ટર્સ માટે boss પણ છે.
ફિલ્મમાં એક્ટર્સ selection થી લઈને ફિલ્મ રીલીઝ સુધી અલગ અલગ ટાઈમમાં એક્ટર્સ માટે તમારી ભૂમિકા ટાઈમ બદલાય તેમ સતત બદલાતી રહેશે.
અલગ અલગ ડિરેક્ટર્સની અલગ અલગ techniques હોય છે
અલગ અલગ ડિરેક્ટર્સની અલગ અલગ techniques હોય છે, કેટલાક ડિરેક્ટર્સ ઓછું બોલીને સમજાવવાનું કામ કરે છે, તો કેટલાક ડિરેક્ટર્સની વધારે, તેમાં પણ અનેક examples આપીને સમજાવવાનું પસંદ કરે છે.
એક્ટર્સના mind માં તમારી એક professional ડિરેક્ટર તરીકેની image હોવી અથવા બનવી જોઈએ
એક્ટર્સ કોઈપણ હોય પણ, ફ્રેશ હોય કે સ્ટાર, તે તમને એક ડિરેક્ટર તરીકે ચોક્કસ judge કરશે. ખાસ કરીને જયારે તમે નવા હોવ અથવા ઓછો અનુભવ હોય ત્યારે. માટે એક્ટર્સના mind માં તમારી image એક professional ડિરેક્ટર તરીકેની હોવી જોઈએ.
જો ફ્રેશ એક્ટર્સ હશે તો તમે જેમ કહેશો તેમ કરશે. અનુભવી એક્ટર્સ તમારા કામ કરવાની મેથડ ઉપરથી તમને judge કરશે, સ્ટાર એક્ટર્સ તમારું dedication અને knowledge ઉપરથી તમને judge કરશે. આ image તમારી વાતોથી નહી પણ તમારા કામથી બને છે. તમે શું કહો છો? તેના કરતા તમે શું કરો છો તેના દ્વારા તમારી image બનતી હોય છે.
જો તેમના mind માં તમારી image એક professional ડિરેક્ટરની હશે તો તેઓ તમને completely follow કરશે, તમારી, instruction decision ને માનીને કામ કરશે અને દિલથી કામ કરશે.
Best એક્ટર્સ અને એક્ટિંગ
90% direction is casting… હોલીવુડમાં આ કહેવત છે.
જો ફિલ્મમાં strong અને professional એક્ટર્સ હશે તો ડિરેક્ટર તેની requirement પ્રમાણેનું result મેળવી શકશે અને એક્ટિંગ department નું મોટાભાગનું ડિરેક્શન work ઓછું થઇ જશે. Best એક્ટર્સ તેમની એક્ટિંગ દ્વારા ફિલ્મનું standard વધારીને તેને ફિલ્મને વધુ ઊંચાઈઓ પર લઇ જઈ શકે છે.
Batman: The dark knight (2008) ફિલ્મમાં Heath Ledger ની એક્ટિંગ વિષે એવું કહેવાય છે કે ફક્ત Heath Ledger એક એવો વિલન છે જેના ફિલ્મના હીરો કરતા પણ વધુ fans છે, reason??? ફક્ત એક્ટિંગ. માટે તમારી ફિલ્મ માટે હંમેશા best એક્ટર્સ જ પસંદ કરો.
એક્ટર્સ selection આ 3 base ઉપર કરવું
ફિલ્મમાં એક્ટર્સ selection આ 3 points દ્વારા કરો. (1) જે ફિલ્મના character માં દરેક રીતે perfectly ફીટ થતા હોય. (2) જે ડિરેક્ટરની requirement 100% proper સમજીને તે પ્રમાણે પોતાનું best perform આપી શકે. (3) એક્ટર પોતાના તરફથી પણ best improvisation પણ આપી શકે.
Character પ્રમાણે ફિલ્મમાં એક્ટર્સ select કરો
Character ના characterization માં સેટ થતા એક્ટર્સને જ select કરો, દરેક સારા એક્ટર્સ પણ ફિલ્મના દરેક characterization માં suit થતા નથી હોતા એટલે એક્ટર્સ selection માં થોડું પણ compromise ના કરો કારણ કે એક્ટર્સ ફિલ્મમા દેખાવાના છે, audience તેમને ખુબ ધ્યાનથી જોતા હોય છે, અને તેમની દરેક નાની નાની વાતો notice પણ કરતા હોય છે.
એક્ટર્સને proper guidance આપો
ફિલ્મના creative અને artistic reasons ક્યારેય કોઈ બીજી વ્યક્તિને 100% સમજાવી શકાતા નથી, તેને 100% તો ફક્ત ડિરેક્ટર પોતેજ સમજી શકે છે.
ઘણી વાર એવું થાય છે કે ખુબ અનુભવી એક્ટર્સ પણ ફિલ્મમાં ડિરેક્ટરનું real vision નથી સમજી શકતા, for example રણબીર કપૂરે તેના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે Barfi (2012) ફિલ્મના શૂટિંગમાં મને કઈ ખબર જ નહોતી પડતી કે શૂટિંગમાં શું થઇ રહ્યું છે? ડિરેક્ટર જેમ કહેતા હતા તેમ હું કરતો હતો, પણ ફિલ્મ રિલીઝ થઇ અને જયારે મેં ફિલ્મ જોઈ ત્યારે મને સમજાયું કે ડિરેક્ટર ફિલ્મમાં શું બતાવવા માંગતા હતા.
આવું ના થાય માટે એક્ટર્સ સાથે હંમેશા એકદમ ખુલ્લીને વાત કરો, તેમને ફિલ્મ અને તેના character વિષે પૂરેપૂરું knowledge આપો, તેમના mind માં કોઈ પણ પ્રકારની confusion ના રહેવી જોઈએ.
એક્ટર્સને તમારું vision ખાસ સમજાવો
જયારે ડિરેક્ટર અને એક્ટર્સ પહેલી વખત સાથે કામ કરી રહ્યા હોવ ત્યારે એક્ટર્સને ફક્ત સ્ટોરી અથવા character વિષે જ નહીં પણ તમારું vision અને motto વિષે પણ તેમને પૂરેપૂરું સમજાવો, કે ડિરેક્ટર તરીકે તમારું vision શું છે? તમારા શું planing શું છે? તમે ફિલ્મને કેવી રીતે present કરવા માંગો છો?, ફિલ્મ બને ત્યારે કેવી લાગશે અને ફિલ્મ પરદા પર કેવી અસર ઉભી કરશે વગેરે.
એક્ટર્સ તમને judge કરીને પોતાના mind માં જે આવે તે અથવા ગમે તે સમજી લે તેના કરતા better છે કે તમે તેમને સમજાવો, જેથી તે તમારા according કામ કરી શકે, અને તમારા vision ને follow કરી શકે. એક્ટર્સ selection બાદ સૌથી પહેલા આ કામ કરો, જેથી તેઓ જલ્દી તમારા thoughts મુજબ set થઇ શકે.
તમારું vision સમજી જાય તે પછી તેમના માટે એક્ટિંગ વધુ easy બનશે
એક્ટર્સને સ્ટોરી સમજાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે એક્ટર્સ એજ સમજે જે તમારા mind માં છે અને જે તમારું vision છે.
તેના પછી એક્ટરનું characterization શું છે તે સારી રીતે સમજાવો.
સ્ટોરી, character અને ડિરેક્ટરનું vision એક્ટર્સ ખુબ સારી રીતે સમજી ચુક્યા હશે તો તેના પછી એક્ટર્સ માટે એક્ટિંગ એ ખુબ સામાન્ય બની જશે, પણ જો આ બધું સરખી રીતે સમજશે નહીં તો એક્ટર્સ ખોટી દિશામાં કામ કરશે.
Born એક્ટર્સને પણ proper guidance ની જરૂર તો પડે છે
Born એક્ટર્સને પણ proper guidance ની જરૂર પડે જ છે, કારણ કે અનુભવી એક્ટર કોઈ એક સીનમાં એક્ટિંગના અલગ અલગ 10 પ્રકારના variation આપી શકશે, પણ એક ડિરેક્ટરને ખબર હોય છે કે આ 10 પ્રકારના variation માંથી ફિલ્મમાં ક્યાં પ્રકારની એક્ટિંગની જરૂર છે, કારણ કે એક ફિલ્મની requirement એક્ટર્સ કરતા ડિરેક્ટર વધુ સારી રીતે જાણતા હોય છે.
આજ કારણે great એક્ટર્સ પણ ફિલ્મમાં તેમની એક્ટીંગ વિષે હંમેશા તેમના ડિરેક્ટર ઉપર depended હોય છે અને શૂટ દરમ્યાન પણ તેમની એક્ટિંગ વિષે ડિરેક્ટર સાથે હંમેશા discuss કરતા રહેતા હોય છે, અને સતત તેમનું guidance લેતા રહેતા હોય છે.
તેમને ક્યારેય એવો problem નથી નડતો કે “એક્ટિંગ કેમ કરવી તે હું ડિરેક્ટર કરતા સારી રીતે જાણું છું”, કારણ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે, ફિલ્મના ક્યાં સીનમાં કેવી એક્ટિંગની જરૂર છે તે subject ડિરેક્ટરનો છે એક્ટરનો નહીં.
ડિરેક્ટરનુ vision અને instruction ને એક્ટર્સ ખુબ સારી રીતે સમજતા હોવા જોઈએ
એક્ટર્સને એટલી સમજ હોવી જોઈએ કે તમે ક્યા પ્રકારના ડિરેક્ટર છો? કેવી મહેનત કરો છો? કેવું result મેળવવા ઈચ્છો છો? ડિરેક્શનમાં તમારું vision શું છે? આ દરેક points તેઓ શૂટિંગ પહેલા જ સમજી, અને સૌથી છેલ્લે તમે ક્યાં level ના ડિરેક્ટર છો?
ડિરેક્ટરનુ vision અને instruction ને એક્ટર્સ ખુબ સારી રીતે સમજતા હોવા જોઈએ.
ફ્રેશ એક્ટર્સને ખીલવાની તક આપો
એક્ટર્સને જો એક્ટર્સ નવા હોય તો ખાસ પોતાની રીતે ખીલવાની તેમજ તેઓ પોતાની રીતે તેમનું best આપી શકે તેવું atmosphere create કરો provide કરો, એક્ટર્સને confident બનાવો, સારું કામ કરતા હોય તો તેના વખાણ પણ કરો, અને જ્યાં ભૂલ કરે ત્યાં તેમની સાથે રહી ભૂલને સુધારવામાં help કરો, દરેક વસ્તુ પાછળનું કારણ દ્વારા તેમને સમજાવો, જેથી તેઓ દરેક બાબતે clear બને, ક્યારેક એક્ટર્સના friend બનો તો ક્યારેક teacher બનો.
એક્ટર્સ સામે એક positive atmosphere create કરો
એક્ટર્સ ને તમારી working system positive લાગવી જોઈએ, જેથી તેઓ અંદરથી good feel કરી શકે. તેઓની care પણ કરો, જેથી તેમને એક્ટર્સ સામે એક positive atmosphere create કરો
દરેક ઉમરના એક્ટર્સને હેન્ડલ કરવાની technique શીખો
ફિલ્મમાં દરેક ઉમરના એક્ટર્સ હશે, 5 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના અલગ અલગ એક્ટર્સ ફિલ્મમાં કામ કરતા હશે. અલગ અલગ ઉમરના એક્ટર્સને ડિરેક્ટ કરવા માટે.
માટે દરેક ઉમરના એક્ટર્સને હેન્ડલ કરતા શીખો, તેમની પાસેથી કામ કઢાવતા શીખો.
Senior એક્ટર્સ પાસે કામ લેવાની રીત
ડિરેક્ટર તરીકે તમે નવા હશો તો તમારી સાથે કેટલાયે senior, good experienced અને high profile એક્ટર્સ કામ કરતા હશે, આ બધા લોકો સાથે એવી રીતે કામ કરવું જેથી તેમનું સ્વમાન ના ઘવાય અને તેમની dignity જળવાઈ રહે. ડિરેક્ટર તરીકે તમારી ઉમર કરતા વધુ ઉમરના એક્ટર્સ સાથે તમારો relation કંઇક અલગ પ્રકારનો હોવો જોઈએ.
અમુક એક્ટર્સની advise ને કેવી રીતે હેન્ડલ કરવી?
અગાઉ જણાવ્યા મુજબ એક્ટર્સ અલગ અલગ પ્રકારના હોય છે, જેમાંથી અમુક અમુક સીનીયર એક્ટર્સ એવા પણ હશે કે પોતાની રીતે કોઈપણ બાબત ઉપર ડિરેક્ટરને advise આપતા હશે, જયારે એક professional પોતાની રીતે દરેક બાબતો ઉપર એકદમ prepare હોય છે, ત્યારે અમુક એક્ટર્સ તેમને વણમાંગી સલાહ પણ આપતા હોય છે.
આવા ટાઈમ સૌથી પહેલા તો તેમની advise ને સાંભળો, જેથી તેમને લાગે કે તેમની વાત ઉપર તમે ધ્યાન આપ્યું, હવે તમારી પાસસે બે options છે, એક તેમને એકદમ politely કહો કે તમારું vision આ છે, ફાયનલ આજ થયું છે, અને preparation પણ આજ થઇ છે.
અમુક એક્ટર્સને આવી આદત હોય છે, કે ડિરેક્ટરને થોડી સલાહ સૂચન આપ્યા કરતા હોય છે.
અન્ય option એ છે કે જો possible હોય તો અને વધુ ટાઈમ નાં બગડે તે રીતે તેમના કહેવા પ્રમાણે પણ કરો, આખરે એડીટીંગમાં તમારી પસંદી મુજબ કરો, પણ તેમનું કહ્યું કરવામાં ક્યારેક તેઓ ત્યારબાદ વધુ સલાહ પણ આપ્યા કરશે.
અમુક એક્ટર્સના option પહેલેથી તૈયાર રાખો
જરૂર નથી કે ફિલ્મમાં જે એક્ટર્સને પસંદ કરો તેજ એક્ટર્સ આખરે ફિલ્મમાં કામ પણ કરે. ટાઈમ ગમે ત્યારે change થઇ શકે છે અને future માં ગમે તે થઇ શકે છે, માટે અમુક એક્ટર્સના option પહેલેથી તૈયાર રાખો.
Conclusion
એક્ટર્સના અનેક પ્રકારો હોય છે, જેથી તે બધા જ એક્ટર્સને ડિરેક્ટ કરવાની techniques પણ અલગ અલગ પ્રકારની હોય છે. એક ડિરેક્ટર તરીકે દરેક એક્ટર્સને ડિરેક્ટ કરવાની રીત સારી રીતે જાણતા હોવા જોઈએ. એક્ટર્સને કેવી રીતે ડિરેક્ટ કરવા તે તમારા nature ઉપર સૌથી વધુ આધાર રાખે છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.