એક ફિલ્મ અને એક high quality ફિલ્મ બંનેમાં ખુબ જ મોટો ફર્ક હોય છે. ફિલ્મ બનાવવી આસાન છે, પણ એક high quality ફિલ્મ બનાવવી તે ખરેખર મુશ્કેલ છે. દર વર્ષે સેંકડો ફિલ્મો release થાય છે, પણ એક quality ફિલ્મને વર્ષો પછી પણ યાદ રાખવામાં આવે છે.
ફિલ્મમાં quality નું શું importance અને value હોય છે?
ફિલ્મ history ચેક કરો, તેની evergreen ફિલ્મો જુવો, તેમાં શું છે જે અન્ય ફિલ્મો કરતા તેને એકદમ અલગ category માં મુકે છે? કેમ Mughal-E-Azam (1960), Sholay (1975), Dilwale Dulhania Le Jayenge (1995) જેવી ફિલ્મોને આજે પણ યાદ કરવામાં આવે છે?
કારણ છે આ ફિલ્મો સફળ તો છે જ, પણ સાથે સાથે અન્ય કારણ છે આ ફિલ્મોની quality, આ ફિલ્મોમાં quality ઠાંસી ઠાંસીને ભરવામાં આવી હતી. આ quality જ છે જે કોઈપણ ફિલ્મનો plus point અથવા strong point બની શકે.
ફિલ્મમાં quality અને value એક ખુબ જ important point છે. જેથી ફિલ્મમાં quality હોવી જ જોઈએ. ફિલ્મમાં અમુક એવા points હોવા જોઈએ જેનાથી ફિલ્મની richness વધે, ફિલ્મમાં અમુક એવા elements હોવા જોઇયે જે લાંબા ટાઈમ સુધી તે યાદ રહે, અન્ય ફિલ્મો કરતા તે અલગ પડે.
ફિલ્મની અમુક quality audience આસાનીથી સમજી શકશે, જયારે અમુક quality ફક્ત ડિરેક્ટર્સ, ફિલ્મમેકર્સ અને ક્રિટીક્સ જ સમજી શકે છે. તેમના દ્વારા જ ફિલ્મનું true value થતું હોય છે. બાકી આમ દર્શકોને ફક્ત ફિલ્મ પસંદ આવવી જોઈએ, ફિલ્મની અમુક qualities થી તેમને લગભગ કોઈ લેવા દેવા નથી હોતી, પણ તેનાથી ફિલ્મને એક નવી hype ચોક્કસ મળે છે.
ફિલ્મની quality કેવી રીતે વધારવી? ક્યા ક્યા cinematic elements દ્વારા ફિલ્મની overall quality વધારી શકાય છે?
આ blog માં જાણીએ અને સમજીએ કે એક ફિલ્મની quality કેવી રીતે વધારવી? ક્યા ક્યા cinematic elements દ્વારા ફિલ્મની overall quality વધારી શકાય છે? Quality ફિલ્મ કેવી રીતે બનાવવી?
8 Tips and techniques – જેના દ્વારા ફિલ્મની quality gain કરી શકાય છે
01. Strong ઓપનીંગ – ફિલ્મના પહેલા જ સીન દ્વારા ફિલ્મની એક strong positive image બનાવો

ફિલ્મની શરૂઆત કોઈ એવા સીન દ્વારા કરો જેના દ્વારા audience ફિલ્મ સાથે શરૂઆતમાં જ connect થઇ શકે. ઓપનીંગ સીન દ્વારા જ ઓડીયન્સના mind માં એક positive effect ઉભી થઇ શકે. એક ફિલ્મમાં ઓપેનીંગ સીન બનાવવાના અનેક options હોવાના કારણે એક અસરકારક ઓપેનીંગ સીન આસાનીથી બનાવી શકાય છે.
એક strong ઓપનીંગ સીન ફિલ્મનો સૌથી પહેલે cinematic element હોવાથી, ફિલ્મની quality gain કરવામાં ઓપનીંગ સીન સૌથી પહેલા help કરે છે.
02. ફિલ્મમાં એક લોંગ ટેક શોટ, ટ્રેકિંગ શોટ add કરો

ફિલ્મમાં 2 થી 3 મીનીટનો અથવા તો બની શકે એટલો લાંબો એક લોંગ ટેક શોટ ઉમેરો, જેને શૂટ કરવામાં સારો એવો ટાઈમ જશે અને ઘણા બધા problems પણ આવશે. પણ આ પ્રકારના શોટના કારણે ફિલ્મ બેસ્ટ સિનેમેટોગ્રાફીની કેટેગરીમાં આવી શકે છે, ઉપરાંત આ શોટ સિનેમેટોગ્રાફીનો એક example શોટ પણ બની શકે છે.
તે સિવાય ફિલ્મમાં જો dolly zoom શોટ એડ કરશો તો પણ તે વધુ effective રહેશે, કારણ કે dolly zoom હકીકતમાં પહેલેથી જ એક rich શોટ અથવા rich સિનેમેટોગ્રાફીમાં તેની ગણતરી થાય છે. બસ ફિલ્મમાં આ પ્રકારના 4 થી 5 શોટ એડ કરવાથી ફિલ્મની quality વધશે.
03. Quote dialogues – ફિલ્મની identy બને તેવા અમુક special quote dialogues add કરો
ફિલ્મ કોઈપણ subject અથવા genre ની હોય ફિલ્મમાં situation પ્રમાણે કેટલાક quote dialogues ચોક્કસ હોવા જોઈએ, આ quote dialogues આગળ જતા ફિલ્મની identy બની શકે છે.
For example: ફિલ્મ Waqt (1968) નો famous dialogues, जिस के घर शीशे के होते है, वो दुसरोके घर पथ्थर फेंका नही करते. ફિલ્મ Chakde! India (2007) નો famous dialogues, सुत्तर मिनट, सुत्तर मिनट है तुम्हारे पास, शायद तुम्हारे ज़िन्दगी के सबसे ख़ास सुत्तर मिनट, आज तुम अच्चा खेलो या बुरा, यह सुत्तर मिनट तुम्हे ज़िन्दगी भर याद रहेगे…
આ પ્રકારના આ quote dialogues હકીકતમાં એક motivational અને inspirational speech તરીકેનું કામ તો કરે જ છે, પણ સાથે સાથે તેને વર્ષો સુધી યાદ રાખવામાં આવે છે.
ગુલઝાર, સલીમ ખાન, જાવેદ અખ્તર વગેરે રાઈટરે લખેલી કોઈપણ ફિલ્મો જુવો, આ ફિલ્મોના dialogues સાંભળો, dialogues ની real quality તેને કહેવાય છે.
04. Montage sequence add કરો

ફિલ્મમાં કોઈ એક એવી situation તો ચોક્કસ હશે જ જેમાં dialogues ઓછા અને action વધુ હશે, અથવા તો dialogues કરતા action નું મહત્વ વધારે હશે, તેમજ multiple situations ને એક સાથે connect કરવી, આવી situations માં montage સીન ચોક્કસ add કરી શકાય છે.
Montage ના અલગ અલગ અનેક પ્રકારો હોય છે, background song અથવા background music દ્વારા, fast અથવા slow action દ્વારા વગેરે. હકીકતમાં એક montage ને દર્શાવના અનેક way હોય છે. Montage ને ડિરેક્ટ કરવા માટે અનેક options હોય છે. જેના દ્વારા એક ડિરેક્ટરને તેની creativity બતાવવાના ફૂલ chance છે.
Montage હકીકતમાં ફિલ્મની સ્પીડને થોડી વધારવાનું અને ફિલ્મને refresh કરવાનું કામ કરે છે, જેમાં typical ઘટના કરતા audience થોડું અલગ પણ ફિલ થશે. Montage દ્વારા ડિરેક્શનમાં એક પ્રકારે creativity આપી શકાય છે
05. Visually beautiful scenes

ફિલ્મમાં અમુક સીન્સ એવા હોવા જોઈએ જે visually beautiful હોય, જેને જોઇને મંત્રમુગ્ધ થઇ જવાય, એવા સીન્સ જે આંખોને જોવા ગમે. મોટાભાગે આવા સીન ડિરેક્ટરની creativity અને imagination નો પૂરો ઉપયોગ કરીને બનાવવામાં આવતા હોય છે. અને આવા સીન બનાવવામાં સારો એવો ટાઈમ અને ખુબ મહેનત થતી હોય છે.
કોઈપણ લોકેશનના દેખાવને maximum વધારનાર visually beautiful સીન્સ. સીનને visually beautiful બનાવવામાં લોકેશન સૌથી મોટી અસર કરે છે, તે સિવાય સિનેમેટોગ્રાફી, લાઈટીંગ, પ્રોપ્સ, કલર્સ વગેરે દ્વારા પણ visual look બનાવી શકાય છે.
06. Critical acclaim સીન્સ add કરો

ફિલ્મમાં અમુક સીન્સ એવા હોવા જોઈએ જે critical acclaim બની શકે. Critics acclaimed ફિલ્મોનો એક સૌથી મોટો plus point એ છે કે ફિલ્મ financial flop જાય તો પણ તે ફિલ્મની ગણતરી cult classic ફિલ્મોમાં થાય છે.
જેમકે, Kaagaz Ke Phool (1959), Mera Naam Joker (1970), Jaane Bhi Do Yaaro (1983), Agneepath (1990) વગેરે ફિલ્મો financial flop હતી, પણ આજે તે ફિલ્મો cult classic ગણાય છે.
Deewaar (1975) ફિલ્મમાં અમિતાભ અને શશી વચ્ચેનો સીન. આ સીન dialogues ના કારણે વધુ યાદ રખાય છે, પણ હકીકતમાં તો dialogues કરતા પણ કેવી situation માં dialogues બોલ્યો છે તે situation તે સીન વધુ મહત્વનો છે.
આમ ફિલ્મમાં critical acclaim સીન્સ ચોક્કસ હોવા જોઈએ, કારણ કે ફિલ્મ એટલે just fun જ નહી, fun સિવાય પણ એક ફિલ્મમાં કંઇક વધુ ચોક્કસ હોવું જોઈએ, જે ફિલ્મની quality માં સૌથી વધુ વધારો કરે છે.
07. ફિલ્મમાં કોઈપણ એક plus point add કરો

ફિલ્મ Jaane Bhi Do Yaaro (1983) નો climax sequence નો મહાભારતનો સીન જુવો, critics ની દ્રષ્ટીએ આ સીન ક્લાસિક ફિલ્મોનો સૌથી બેસ્ટ સીન્સ માંથી એક હતો. ફક્ત આ એક sequence ના કારણે આજે આ ફિલ્મની ગણતરી એક cult classic ફિલ્મમાં થાય છે. કોમેડી ફિલ્મોમાં આવા quality points add કરવા ખુબ મુશ્કેલ હોય છે, જયારે ડ્રામા ફિલ્મોમાં quality points add કરવા વધુ આસાન હોય છે.
અમિતાભ બચ્ચનની ક્લાસિક ફિલ્મ Namak Halaal (1982) માં અમિતાભનો English knowledge ઉપરનો સીન. Pyaar Ka Punchnama (2011) ફિલ્મમાં કાર્તિક આર્યનના long dialogues નો સીન, આવા સીન audience નું ધ્યાન ચોક્કસ attract કરે છે.
તે સિવાય અમિતાભ બચ્ચનની અન્ય ફિલ્મ Naseeb (1981) ના સોંગ “john jani janardhan” માં તે વખતના અનેક બોલીવુડ સ્ટારને એક સાથે એક સોંગમાં ભેગા કરવાનો cameo ખરેખર એક unique experiment હતો. આ પ્રકારના points પણ ફિલ્મની quality ચોક્કસ વધારે છે.
દરેક characters ને એક મહત્વનો dialogue ચોક્કસ આપો

ફિલ્મના dialogues દ્વારા ફિલ્મ popular બની હોય તેના અનેક examples છે. જેથી ફિલ્મના નાના મોટા દરેક characters ને કમસે કમ એક મહત્વનો dialogue તો આપવો જ જોઈએ. આ dialogue દ્વારા તેઓ કોઈપણ સીનમાં highlight થઇ શકે, ફિલ્મમાં તેમની presence notice થઇ શકે, તેઓને તેમની એક્ટિંગ બતાવવાનો chance મળી શકે, તેમનું characterization વધુ clear થઇ શકે.
ફિલ્મમાં લીડ એક્ટર્સને મોટાભાગે આવા dialogues મળે જ છે, પણ ખાસ કરીને supporting અને નાના characters માટે ફિલ્મમાં કોઈ પણ situation માં એક આવો મહત્વનો dialogue હોવો જ જોઈએ. જેથી તેઓ એક showpiece બનીને રહી ના જાય, ફિલ્મમાં એક્ટિંગનું level વધશે તો ફિલ્મની quality પણ વધશે.
ફિલ્મમાં કોઈપણ એક strong plus point ચોક્કસ હોવો જ જોઈએ
ફિલ્મના અલગ અલગ અનેક cinematic elements માંથી કોઈ એકમાં, નાનો મોટો કોઈપણ પ્રકારનો plus point તો હોવો જ જોઈએ, જેમકે…
(1). ફિલ્મ box office ઉપર financial સફળ થવી જોઈએ. (2). ફિલ્મ audience ને જરૂર પસંદ આવવી જોઈએ. (3). ફિલ્મ award માટે nominate થવી હોવી જોઈએ, અથવા ફિલ્મ award ની અલગ અલગ categories માંથી કોઈ એક category માં nominate થઇ શકે તેવું કોઈ એક strong element ફિલ્મમાં હોવો જોઈએ.
(4). Technically અથવા creatively ફિલ્મમાં કોઈ એક strong plus point હોવો જોઈએ. (5). ફિલ્મમાં audience ને attract કરી શકે, અને media નું ધ્યાન ખેંચે તેવું કંઈક હોવું જોઈએ. (6). ફિલ્મ critics acclaimed હોવી જોઈએ. (7). છેલ્લે ફિલ્મના કોઈપણ એક plus point વિષે લખી શકાય, બોલી શકાય અથવા discuss કરી શકાય તેવું કંઇક તો હોવું જ જોઈએ.
In short ફિલ્મમાં કંઈક એવું તો હોવુ જ જોઈએ જે તેનો plus point બની શકે. જો આ બધામાંથી ફિલ્મમાં કંઈપણ ના હોય તો ફિલ્મ બધીજ રીતે 100% fail છે, અને આવી ફિલ્મ બનાવવાનો કોઈ જ મતલબ નથી. ફિલ્મની સાથે સાથે ડિરેક્ટર પણ fail છે, કારણ કે એક ફિલ્મમાં ક્યા અને કેવા plus points મુકવા તે એક ડિરેક્ટરનું કામ છે, અને ડિરેક્ટર તેમની આ એક મહત્વની જવાબદારી ચુક્યા છે.
Conclusion
ફિલ્મો અનેક બને છે પણ audience હંમેશા એક quality ફિલ્મને વધુ પસંદ કરે છે, quality વગરની અનેક ફિલ્મો આવે છે અને જાય છે, જે ક્યારેય notice પણ નથી થતી હોતી. માટે એક ડિરેક્ટર તરીકે ફિલ્મ એવી બનાવો જેનું quality લેવલ ઊંચું હોય.
ફિલ્મ ડિરેક્શનમાં એવા અનેક cinematic elements છે, જેના દ્વારા ફિલ્મને quality આપી શકાય છે, તેની richness gain કરી શકાય છે, એક quality ફિલ્મના સફળ થવાના ચાન્સ સૌથી વધારે હોય છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.