ફિલ્મોના અમુક સીન્સનો દેખાવ reality કરતા એકદમ અલગ જ હોય છે, આવો look ફક્ત ફિલ્મોમાંજ જોવા મળતો હોય છે real life માં તે બિલકુલ possible નથી. આવા સીન્સ દેખાવમાં ખૂબ જ attractive લગતા હોય છે, અને ફિલ્મના visual look ઉપર તે ઘણી મોટી અસર ઉભી કરતા હોય છે.
Cinematic Look એટલે શું?
Cinematic look એટલે ફિલ્મના કોઈપણ સીન્સમાં હકીકત કરતા એકદમ અલગ આકર્ષક visual look ઉભો કરવો, ફિલ્મમાં reality કરતા અલગ એક better, કાલ્પનિક અને unique visual look એટલે cinematic looks.
ફિલ્મને reality કરતા અલગ અને વધુ અસરકારક બતાવવા માટે સીન્સને આ પ્રકારે specially cinematic looks, filmy look આપવામાં આવે છે.
ફિલ્મમાં cinematic look નું શું મહત્વ છે? ફિલ્મમાં તે શા માટે જરૂરી છે?
કોઇપણ visual look audience ના mind ઉપર એક psychological effect કરે છે, visual look mood બનાવવાનું કામ કરે છે અને એક feeling ઉત્પન કરે છે, Cinematic looks કોઈપણ સીનના દેખાવને વધુ better બનાવવાનું કામ કરે છે.
ફિલ્મની quality અને richness વધે તે માટે કેટલાક cinematic looks ધરાવતા સીન્સ compulsory ફિલ્મમાં હોવા જ જોઈએ. Cinematic look ના કારણે ફિલ્મનો એક દેખાવ બને છે, cinematic look ના કારણે ફિલ્મનો દેખાવ real કરતા અલગ અને unique લાગે છે, જે જોવામાં વધુ સારા લાગે છે.
ફિલ્મને cinematic look કેવી રીતે આપવું? Professional cinematic look ક્યા ક્યા elements દ્વારા મેળવી શકાય?
ફિલ્મમાં cinematic looks મેળવવા માટેના અલગ અલગ અનેક technical અને creative elements છે. ફિલ્મ શૂટિંગ દરમ્યાન અને પોસ્ટ પ્રોડક્શન દરમ્યાન process કરવામાં આવે છે.
આ blog માં cinematic સીન્સ કેવી રીતે બનાવી શકાય? ફિલ્મના કોઈપણ સીન્સને better visually look કેવી રીતે આપી શકાય? ફિલ્મને cinematic looks કેવી રીતે આપવું? Professional cinematic looks ક્યા ક્યા elements દ્વારા મેળવી શકાય? તેના વિષે જાણીએ.
9 Elements and techniques – જેના દ્વારા ફિલ્મને professional cinematic looks આપી શકાય છે
01. ફ્રેમીંગ અને બ્લોકીંગ

કોઈપણ subject ને ફ્રેમમાં proper જગ્યા ઉપર સેટ કરવાથી તે દેખાવમાં વધુ cinematic લાગી શકે છે. Subject ને ફ્રેમના વન થર્ડ point ઉપર રાખવામાં આવે તો તે વધુ interactive લાગે છે, આ rule ને the rule of third કહેવાય છે. જયારે ફક્ત subject ઉપર focus કરવું હોય ત્યારે તેને ફ્રેમની સેન્ટરમાં રાખી શકાય છે. ફ્રેમીંગના આ rules ને follow કરીને ફ્રેમને વધુ better બનવી શકાય છે.
02. ડેપ્થ ઓફ ફિલ્ડ

વીડીઓમાં ફોકસ રેંજ ઓછી રાખીને foreground ને ફોકસમાં રાખીને background ને આઉટ ઓફ ફોકસ કરીને સીન શૂટ કરવાથી cinematic feel આવે છે. આ ફોકસ રેંજને ડેપ્થ ઓફ ફિલ્ડ કહેવાય છે. ડેપ્થ ઓફ ફિલ્ડ (ફોકસ રેંજ) દ્વારા, મોટાભાગે subject ઉપર focus કરવા માટે તેનો use થાય છે.
તે સિવાય કોઈપણ વિડિઓ ઈમેજની શાર્પનેસ વધારીને પણ વિડિઓમાં cinematic looks, filmy look મેળવી શકાય છે.
03. 24 Frame per second
24 FPS ઉપર ફિલ્મ શૂટ કરવાથી cinematic look મેળવવામાં help કરે છે, કારણ કે 24 FPS ઉપર વિડીઓમાં એક જર્ક દેખાય છે જે અન્ય FPS માં ઓછા દેખાય છે, 24 FPS ઉપર વિડીઓમાં એક unique blur હોય છે, 24 FPS પછી જેમ જેમ FPS વધે તેમ તેમ વીડિઓમાં ધીરે ધીરે શાર્પનેસ વધુ આવતી જાય છે.
વર્ષોથી અને મોટાભાગની ફિલ્મો 24 FPS ઉપર જ શૂટ થાય છે, જોકે હવેના સિનેમેટોગ્રાફર 48 અને 60 FPS ઉપર શૂટ કરવાનું પણ વધુ પસંદ કરે છે, પણ તે 24 FPS ઉપર શૂટ થયેલ ફિલ્મો જેવો look તે ક્યારેય નહી આપી શકે.
04. લાઈટીંગ

લાઈટીંગ દ્વારા કોઈપણ સીન્સનો mood બનાવી શકાય છે, સીનને અલગ અલગ પ્રકારની effects આપી શકાય છે, અને cinematic look આપી શકાય છે.
લાઈટીંગ દ્વારા એક્ટર્સના ચહેરા ઉપર, વાળ ઉપર શેડો આપીને એક્ટર્સના દેખાવને ઘણા અલગ અલગ રૂપ આપી શકાય છે. જેના દ્વારા cinematic looks, filmy look ની અસર ઉભી કરી શકાય છે.
જયારે black and white ફિલ્મો બનતી હતી ત્યારે લાઈટીંગ જ એક એવો element હતો જેના દ્વારા અલગ અલગ ભાવ ઉત્પન કરાતા હતા.
05. Background light

Subject ના background માં કોઈપણ પ્રકારની એકદમ heavy અને blight light નો use કરીને સીનમાં cinematic looks મેળવી શકાય છે. હવેની મોર્ડન ફિલ્મોમાં backlight નો use વધુ થઇ રહ્યો છે. સ્ટીવન સ્પિલબર્ગબી મોટાભાગની ફિલ્મોમાં background light નો ખુબ સારો use જોવા મળે છે.
હોલીવુડની અત્યારની મોટાભાગની ફિલ્મોમાં ખાસ માર્ક કરજો કે અમુક સીનના background માં કોઈપણ લાઈટીંગ ખાસ સેટ કરવામાં આવે છે, આ backlight દ્વારા સીનને કોઈપણ પ્રકારનો look આપી શકાય છે.
06. Slow motion અને slow move શોટ્સ

કોઇપણ સીનને high frame rate ઉપર શૂટ કરીને તેને slow motion બનાવવામાં આવે તો તે સીન જોવામાં real કરતા cinematic વધુ લાગે છે. હોલીવુડની ફિલ્મોમાં slow motion સીન વધુ જોવા મળે છે.
Tripod ઉપર સેટ કરીને કેમેરા દ્વારા લેવાતા સ્ટેટિક શોટ્સ મોટાભાગે એક રીતે કંટાળા જનક પણ લાગી શકે છે, માટે કેમેરાને gimbal ઉપર સેટ કરીને એકદમ slow movement આપો, બસ આટલી trick enough છે કોઈપણ સીનને cinematic look આપવા માટે.
07. ફિલ્મી કલર્સ

ફિલ્મના શૂટિંગ દરમ્યાન સ્પેશિયલ લાઈટ્સ દ્વારા અથવા પોસ્ટ-પ્રોડક્શન દરમ્યાન ફિલ્મના કોઈપણ ચોક્કસ સીનને requirement પ્રમાણેના કલર્સ દ્વારા ઓપ આપીને તે સીન્સને વધુ cinematic બનાવી શકાય છે.
દરેક સીનમાં એક ચોક્કસ emotions, એક ટોન ખાસ હોય છે, બસ આ emotions ના પ્રકાર મુજબ કલર્સ select કરીને સીનમાં સેટ કરો. તે સિવાય કેટલાક સીન્સમાં ચોક્કસ moods show કરવા માટે પણ અમુક ફિલ્મી કલર્સનો ઉપયોગ કરવામાં આવે છે તેના દ્વારા પણ સીનને એક અલગ look મળી શકે છે.
Blade Runner 2049 (2017) ફિલ્મમાં almost દરેક ફિલ્મી કલર્સનો સૌથી વધુ use કરવામાં આવ્યો છે. Mad Max: Fury Road (2015) અને Enter The Void (2009) ફિલ્મમાં પણ કલર્સનો ઘણો creative use કરવામાં આવ્યો છે.
ફિલ્મોમાં કલર્સ ખુબ ધ્યાન પૂર્વક use કરવા, કારણ કે દરેક કલર્સ એક સાથે ક્યારેય use થતા નથી હોતા, તેમજ દરેક કલર્સની એક ચોક્કસ પેટર્ન પણ હોય છે.
08. કલર ગ્રેડિંગ

પોસ્ટ-પ્રોડક્શનમાં કલર ગ્રેડિંગ પ્રોસેસ કોઈપણ વીડિઓને cinematic look માં કન્વર્ટ કરવામાં સૌથી વધુ અને સૌથી મોટો ભાગ ભજવે છે. કલર ગ્રેડિંગ પ્રોસેસ દ્વારા કોઈપણ સીનના કલર્સને improve કરી સીન્સને cinematic look આપવામાં આવે છે.
દરેક ફિલ્મના subject, theme પ્રમાણે તેનો એક tone હોય છે, આ tone કલર ગ્રેડિંગ પ્રોસેસમાં બનાવવામાં આવે છે. કલર ગ્રેડિંગ પ્રોસેસમાં કોઈપણ સીન્સનો સંપૂર્ણ look change કરી શકાય છે, તેના કલર્સ અને તેની effect પણ બદલાવી શકાય છે. કલર ગ્રેડિંગ પ્રોસેસ ખુબ advance, technical, creative સાથે સાથે ખુબ લાંબી અને ખુબ ખર્ચાળ પ્રોસેસ છે.
હોલીવુડની બજેટ ફિલ્મોમાં proper કલર ગ્રેડિંગ કરવામાં આવતું હોય છે, જેના કારણે તે ફિલ્મો દેખાવમાં વધુ cinematic લાગતી હોય છે.
Conclusion
આજની મોર્ડન ફિલ્મોમાં cinematic look નું એક ખાસ સ્થાન ધરાવે છે, જેના દ્વારા ફિલ્મનો visual look બને છે, જે વધુ attractive અને rich લાગતો હોય છે, જે સીધો audience ના mind ઉપર એક effect ઉભી કરે છે, જેથી audience ફિલ્મ સાથે connect થાય છે અને ફિલ્મ જોવામાં વધુ interest પેદા કરે છે.
Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.