Latest Posts:

ફિલ્મના strong characters તે audience ને સૌથી પહેલા અને સૌથી વધુ connect કરે છે, આ characters lead હોય કે પછી negative તેનાથી કોઈ જ ફર્ક નથી પડતો, બસ તેનું characterization strong અને clear હોવું જોઈએ. આવા characters નું characterization ફિલ્મમાં ખુબ મોટી impact ઉભી કરી શકે છે, અને આસાનીથી notice થઇ જાય છે.

સ્ક્રિપ્ટ રાઈટીંગમાં ફિલ્મની basic storyline લખાયા બાદ, અથવા ફિલ્મની સ્ટોરી લખ્યા પછી તે સ્ટોરીના characters બનાવવામાં આવે છે,

Character development તે સ્ક્રિપ્ટ રાઈટીંગની આ એક ખુબ મહત્વની process છે, જેમાં કોઈપણ characters નું characterization clear કરવામાં આવે છે, જેને character development કહેવાય છે.

કેટલાક characters નું characterization direct સ્ટોરી ઉપર જ depended હોય છે, જયારે તે સિવાયના characters નું characterization બનાવવામાં આવતું હોય છે.

6 Points દ્વારા strong character develop કરવામાં આવે છે, characterization clear કરવામાં આવે છે

6 Points જે કોઈપણ character ના characterization develop કરવામાં આવે છે જેમ કે, (1) Character નો human nature. (2) Behavior and body language. (3) Communication skills, Language tone. (4) Habits વગેરે, આ points જે કોઈપણ character ના characterization ને આસાનીથી show કરતા હોય છે.

ફિલ્મના main characters કેવા હોવા જોઈએ? કેવા બનાવવા જોઈએ?

ફિલ્મના main characterization એવું હોવું જોઈએ જેથી audience સૌથી પહેલા તેના human nature ને ઓળખી શકે.

ફિલ્મના main characters audience ને સાથી વધુ attract કરે છે, માટે ફિલ્મમાં main characters અથવા અન્ય કોઈપણ characters એવા હોવા જોઈએ કે તેનું characterization audience ને જલ્દી અને આસાનીથી સમજમાં આવે.

આ સિવાય અમુક સીન્સમાં કોઈપણ characters જ્યાંરે સ્ક્રીન ઉપર આવે ત્યારે તેમનું થોડું ઘણું characterization દેખાઈ આવવું જોઈએ. જેથી audience તેના characterization વિષે આસાનીથી જાણી શકે. જો possible હોય તો આવો એક સીન special create પણ કરી શકાય છે.

Character development

Characterization નો એક nature હોય છે, તેની અમુક ટેવ હોય છે, તેની બોલવાની રીત, character ની background સ્ટોરી, વગેરે.

ફિલ્મમાં એક strong character અને તેનું characterization કેવી રીતે develop કરવું?

Character development માટેનો સૌથી પહેલો rule સમજી લો, કોઈપણ character હંમેશા ફિલ્મના subject અને genres ઉપર depend કરે છે, ફિલ્મના subject અને genres પ્રમાણે જ character બનાવવામાં આવે છે અને ત્યારબાદ જ તેનું characterization બનાવવામાં આવતું હોય છે.

ફિલ્મના દરેક main characters નું characterization ફિલ્મની સ્ટોરી સાથે એકદમ સીધો સબંધ ધરાવે છે,

Character નો એક ચોક્કસ human nature હોય છે

દરેક character નો એક ચોક્કસ basic human nature હોય છે, જે almost આસાનીથી દેખાઈ શકતો હોય છે, તે સિવાય તેનો main nature ના અલગ અલગ પ્રકારો હોય છે, જેમકે…

(1) Smart: કોઈપણ પરિસ્થિતિને પહોચી શકે તેવો nature. (2) Dual personality: અંદરથી અલગ અને બહારથી પણ અલગ. (3) Kind nature: એકદમ સારો સ્વભાવ. (4) Mature: શાંત અને ધીર ગંભીર. (5) Negative. (6) Selfish, Covetous વગેરે, લીસ્ટ ખુબ લાંબુ થઇ શકે છે.

આટલા પ્રકારના nature માંથી ફિલ્મના characters નો કોઈ એક nature હોય શકે છે, જે ફિલ્મની સ્ટોરી ઉપર આધાર રાખે છે.

Character નું behavior

દરેક character નું એક ચોક્કસ behavior હોય છે. આ character કોઈપણ સામાન્ય પરિસ્થિતિમાં શું કરે છે? અને કોઈ ખાસ પરિસ્થિતિમાં કેવું વર્તન કરે છે? તેનું આ behavior સૌથી પહેલા તેના nature ઉપર અને ત્યારબાદ સ્ટોરીની જે તે ઘટના, સીન ઉપર આધાર રાખે છે.

Character ની આદતો

દરેક character ની અમુક ટેવો અને આદતો હોય છે, તેની બોલવાની રીત, તેનો language tone, તે કેવી રીતે communicate કરે છે, વગેરે દરેક points પણ 100% તેના nature ઉપર જ આધાર રાખે છે.

દરેક character ની કેટલીક ચોક્કસ wish, desire, planning હોય છે

દરેક character ની કેટલીક ઈચ્છાઓ અને અમુક planning હોય છે, તેની લાઈફનું ચોક્કસ vision, goal અને motto હોય છે. અને આ ઈચ્છાઓ અને planning પૂરા કરવા માટે તે તેના માટે સતત પ્રયત્નો કરતો હોય છે, જેમાં મોટાભાગે તેને અત્યાર સુધીમાં નિષ્ફળતા મળેલ હોય છે, માટે આ character સ્ટોરીમાં તેની wish, desire, planning પુરા કરવા માટે સતત કંઇકને કંઇક કરતો રહેતો હોય છે.

Character નું ફેમીલી background

દરેક character નું એક ફેમીલી background હોય છે, કે તે કેવા ફેમીલીથી belong કરે છે? ગરીબ, મિડલ ક્લાસ, અપર, ક્લાસ, રીચ ફેમીલી વગેરે. ફિલ્મના મુખ્ય character ના ફેમીલી background ને ફિલ્માં બતાવવું જરૂરી છે જ, પણ અન્ય characters ફિલ્મમાં તેને બતાવવાની જરૂર પડે કે નાં પડે પણ તે clear કરવું જરૂરી છે.

Character Introducing

કોઈપણ character ને ફિલ્મમાં introduce કેવી રીતે કરવું? તે પણ એક art અને creativity છે. મોટાભાગે ફિલ્મની શરૂઆતમાં જ character introduce થતા હોય છે, ફિલ્મમાં આવી કોઈ ઘટના create કરી શકાય છે.

Main characters ને ફિલ્મના અમુક સીન્સમાં તેના characterization ને બતાવવાનો chance મળવો જોઈએ

એક strong character અને તેનું characterization બનાવ્યા બાદ, ફિલ્મના અમુક સીન્સમાં તે character ને તેનું characterization બતાવવાનો, show કરવાનો પૂરો chance મળવો જોઈએ.

આમ તો ફિલ્મમાં મોટાભાગના સીન્સમાં characters નુ characterization દેખાઈ શકે તે રીતે જ બનાવવામાં આવ્યા હોય છે, છતાં પણ જરૂર પડે તો આવો સીન પણ બનાવવો. અથવા તો ફિલ્મમાં એવો કોઈ special સીન બનાવી દો, જેમાં તેને તેનો special chance મળી શકે.

દરેક characters નુ characterization તેની વાતચીત અને તેના વર્તનમાં આસાનીથી દેખાઈ આવવું જોઈએ.

આવા સીનથી audience તેની સાથે well connect થઇ શકે છે. માટે આવા એક બે સીન્સ ફિલ્મમાં ચોક્કસ add કરવા.

કોઈપણ character વાતચીત દ્વારા સૌથી વધુ clear થાય છે

Character develop કરવા માટે dialogues effective elements છે, કારણ કે કોઈપણ character નું characterization વાતચીત દ્વારા સૌથી વધુ clear થતું હોય છે, માટે character ના dialogues હંમેશા એ પ્રકારના જ લખવા જેમાં તેનું characterization વધુ show થાય. આ character ના dialogues તેના characterization ને ધ્યાનમાં રાખીને જ લખવા.

ક્યારેય કોઈપણ નાના character ને એક એવો મહત્વના dialogues આપી દો કે તે કોઈ વાત ખુબ સારી રીતે સામેના વ્યક્તિને સમજાવી દે

ફિલ્મ history ના કેટલાક famous ફિલ્મી characters

બોલીવુડમાં આનંદ, ગબ્બર સિંહ, શાકાલ, મોગેમ્બો, વિજય દીનાનાથ ચૌહાણ, રાજ મલ્હોત્રા, બાબુરાવ ગણપતરાવ, મુન્ના ભાઈ, ગીત કૌર, રેંચો, PK વગેરે famous ફિલ્મી characters છે.

જયારે હોલીવુડમાં જેમ્સ બોન્ડ, નોર્મન બેટ્સ, રોકી બાલ્બોઆ, ઇન્ડિયાના જોન્સ, ડૉક બ્રાઉન, હેનીબલ લેક્ટર, ફોરેસ્ટ ગમ્પ, હેરી પોટર, ઈથન હન્ટ, વોલ્વરીન, જેક્સ સ્પેરો, જોકર, ટોની સ્ટાર્ક વગેરે famous ફિલ્મી characters છે.

Conclusion

Character અને તેનું characterization ફિલ્મમાં એક ખુબ મહત્વની કડી છે, કારણ કે તેની સાથે અન્ય ઘણા બધા અગત્યના points જોડાયેલ હોય છે. માટે સ્ટોરીમાં આ character અને તેનું characterization ખુબ મજબુતીથી અને ખુબ અસરકારક રીતે બનવું જોઈએ, જેથી તેની સાથે આસાનીથી connect થઇ શકાય.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment