Latest Posts:

એક ફિલ્મ બનવાની શરૂઆત ફિલ્મની સ્ક્રિપ્ટ લખવાની સાથે શરુ થાય છે, અને ફિલ્મની આ સ્ક્રિપ્ટ લખનાર રાઈટરને સ્ક્રિપ્ટ રાઈટર અથવા સ્ક્રીનપ્લે રાઈટર કહેવામાં આવે છે. જેમનુ મુખ્ય કામ છે ફિલ્મની સ્ટોરી, ડાઈલોગ્સ અને સ્ક્રીનપ્લે લખવો.

સ્ક્રિપ્ટ રાઈટીંગ તે ફિલ્મમેકિંગનું એક મહત્વનું કામ હોવાથી ફિલ્મમાં સ્ક્રિપ્ટ રાઈટરની designation ખુબ જ મહત્વની હોય છે, જેથી સ્ક્રિપ્ટ લખનાર રાઈટરમાં અનેક પ્રકારની qualities અને skills ખાસ હોવી જોઈએ, જેથી એક મજબુત સ્ક્રિપ્ટ બની શકે છે

સ્ક્રિપ્ટ રાઈટર બનવા માટે કઈ કઈ qualities અને skills હોવી જોઈએ?

સ્ક્રિપ્ટ રાઈટર બનવા માટે રાઈટરમાં અલગ અલગ subject નું ખુબ સારા પ્રમાણમાં knowledge હોવું જોઈએ, તે સિવાય most important રાઈટરમાં અનેક પ્રકારની અલગ અલગ qualities અને skills ખાસ હોવી જોઈએ, જેના દ્વારા એક skillful સ્ક્રિપ્ટ રાઈટર બની શકાય છે.

સ્ક્રિપ્ટ રાઈટર બનવા માટે આ 6 પ્રકારની અલગ અલગ qualities અને skills હોવી જોઈએ

(1). સૌથી પહેલા તો રાઈટીંગનું passion અથવા શોખ હોવો જોઈએ. (2). સ્ક્રીનપ્લે રાઈટીંગનું complete technical અને creative knowledge હોવું જોઈએ. (3). એક idea ઉપરથી સ્ટોરી, અને તે સ્ટોરી ઉપરથી એક ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવવી? તેમાં રાઈટરની ખુબ સારી grip હોવી જોઈએ.

(4). રાઈટર broad and open minded, creative, mature, mind reader, અને psychologist ના ગુણો ધરાવનાર હોવો જોઈએ. (5). રાઈટરની વિચારવાની શક્તિ અને કલ્પના શક્તિ ખુબ મોટા પ્રમાણમાં હોવી જોઈએ, પોતાના વિચારોને wordings દ્વારા વ્યક્ત કરતા સારી રીતે આવડવું જોઈએ, શબ્દો ઉપરની પક્કડ ખુબ સારી હોવી જોઈએ.

(6). અલગ અલગ subjects ઉપર knowledge ધરાવનાર, તેમજ news & current affairs નો ખુબ સારો જાણકાર હોવો જોઈએ. (7). ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં long time સુધી patience રાખીને અઘરી મહેનત અને struggle કરવાની તૈયારી હોવી જોઈએ. જો આટલી qualities અને skills હોય તો સ્ક્રિપ્ટ રાઈટર બની શકાય છે.

સ્ક્રિપ્ટ રાઈટર કેવી રીતે બની શકાય? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રીનપ્લે રાઈટર તરીકે કેરિયર કેવી રીતે શરુ કરવી?

આ blog માં જાણીએ કે એક સ્ક્રિપ્ટ રાઈટર કેવી રીતે બની શકાય છે? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રીનપ્લે રાઈટર તરીકે step by step કેરિયર કેવી રીતે શરુ કરવી? ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસ સુધી પોતાની સ્ક્રિપ્ટ કેવી રીતે મોકલાવવી? વગેરે.

6 planning અને preparation, જેને follow કરીને ફિલ્મોમાં સ્ક્રિપ્ટ રાઈટર તરીકે કેરિયર શરુ કરી શકાય છે

01. સ્ક્રિપ્ટ રાઈટીંગનું technical knowledge મેળવો

સ્ક્રિપ્ટ રાઈટર બનવા માટે સૌથી પહેલા સ્ક્રિપ્ટ રાઈટીંગનું complete technical knowledge હોવું જોઈએ, જેના ઉપરથી સ્ક્રિપ્ટ લખવામાં આવે છે.

સ્ક્રિપ્ટ રાઈટર બનવા માટે આ 6 પ્રકારનું technical knowledge હોવું જોઈએ

(1). ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે, ક્યા method થી અને કઈ techniques થી બને છે? (2). Professional સ્ક્રીનપ્લે ક્યા format માં લખવામાં આવે છે? (3). કોઈપણ એક idea અથવા event ને ફિલ્મ સ્ટોરીમાં કેવી રીતે convert કરવા? (4). Storyline, plot, sysnopsis, oneline, logline એટલે શું? (5). ફિલ્મમાં સ્ક્રિપ્ટ રાઈટરની main responsibilities શું હોય છે? વગેરે.

સ્ક્રિપ્ટ રાઈટીંગનું આ technical knowledge મેળવવાથી તમને completely ખ્યાલ આવશે કે એક professional ફિલ્મ સ્ક્રિપ્ટ કેવી રીતે બનાવવામાં આવે છે.

સ્ક્રિપ્ટ રાઈટીંગનું technical knowledge કેવી રીતે મેળવવું?

સ્ક્રિપ્ટ રાઈટીંગનું technical knowledge કોઈપણ અનુભવી વ્યક્તિ દ્વારા, internet ઉપરથી search કરીને, અથવા books વાંચીને મેળવી શકાય છે.

સૌથી best option છે film institute જોઈન કરીને આ knowledge મેળવવું, film institute દ્વારા ઓછા ટાઈમમાં વધુ અને advance knowledge મેળવી શકશો. આ technical knowledge પછી હવે creative knowledge મેળવો.

02. સ્ક્રિપ્ટ રાઈટીંગનું creative knowledge મેળવો

સ્ક્રિપ્ટ રાઈટીંગનું creative knowledge મેળવવું તે થોડું અઘરું અને time consuming work છે. લખવા માટેની creativity તમારી અંદર જ હોવી જોઈએ, જે એક natural girt છે, જેથી આ talent ને પેદા કરી શકાતું નથી, પણ અલગ અલગ activities અને અનુભવ દ્વારા આ talent ને થોડા અંશે વધારીને improve ચોક્કસ કરી શકાય છે.

એક quality સ્ક્રિપ્ટ લખવા માટે આ 6 પ્રકારનું creative knowledge હોવું જ જોઈએ

(1). ફિલ્મ સ્ટોરીને cinematic structure ના format માં કેવી રીતે લખવી? (2). એક strong character અને તેનું characterization કેવી રીતે develop કરવું? (3). ફિલ્મ સ્ટોરીના dialogues કેવા હોવા જોઈએ? સ્ક્રિપ્ટમાં ક્યા ક્યા પ્રકારના dialogues હોવા જોઈએ?

(4). ફિલ્મમાં અલગ અલગ situations ને કેવી રીતે develop કરવી? (5). સ્ક્રિપ્ટ લખતી વખતે તેમાં ક્યા ક્યા creative points add કરવા? સ્ક્રિપ્ટમાં ક્યા ક્યા cinematic points હોવા જોઈએ? (6). Audience નો interest સ્ક્રિપ્ટમાં કેવી રીતે બનાવીને રાખવો? વગેરે.

સ્ક્રિપ્ટ રાઈટીંગનું આ પ્રકારનું creative knowledge તમને એક step advance, professional સ્ક્રિપ્ટ રાઈટર તરીકે establish કરી શકે છે, કારણ કે આ knowledge દ્વારા જ તમે સાચા અર્થમાં રાઈટર બની શકો છો.

સ્ક્રિપ્ટ રાઈટીંગનું creative knowledge મેળવવામાં ચોક્કસ ટાઈમ લાગશે

સ્ક્રિપ્ટ રાઈટીંગનું આ પ્રકારનું knowledge તમને રાતો રાત નહી મળી શકે, તેમાં ચોક્કસ ટાઈમ લાગશે. આ એક એવી skill છે જે ધીમે ધીમે તમારી અંદર develop થશે.

જેમ જેમ તમને લખવાનો અનુભવ થતો જશે તેમ તેમ તમારી આ creativity વધતી જશે, અને તમારા લખાણમાં professional touch આવતો જશે. સ્ક્રિપ્ટ રાઈટીંગનું creative knowledge વધારવા માટે અલગ અલગ પ્રકારની activities કરતા રહો.

03. Regular ફિલ્મો જોવાની શરુ કરો

ફિલ્મો જોવાથી ઘણું બધું નવું જાણવા અને શીખવા મળે છે. એક રાઈટર તરીકે પોતાનું knowledge વધારવા, નવા subject અને અલગ અલગ ઘટના, પ્રસંગ વિષે જાણવા, અને પોતાની રાઈટીંગ skill develop કરવા માટે ફિલ્મો જોવી ખુબ જરૂરી છે.

ફિલ્મોને ખાસ કરીને સ્ટોરીની દ્રષ્ટીએ જુઓ, ફિલ્મો જોવાથી એક રાઈટર તરીકે તમારા વિચારો ખુલશે, તમને નવા નવા અને creative ideas આવશે, જેનાથી તમારી creativity વધશે, જે સ્ક્રિપ્ટ રાઈટીંગ માટે સૌથી વધુ જરૂરી છે.

સ્ટોરી, નોવેલ રીડીંગ શરુ કરો

લખવા માટે વાંચવું પણ એટલું જ જરૂરી છે, માટે રીડીંગ શરુ કરો. Regular રીડીંગ કરવાથી તમે તમારા વિચારો અને તમારી ફિલિંગને શબ્દો દ્વારા સારી રીતે વ્યક્ત કરી શકશો. રીડીંગ કરવાથી તમારું રાઈટીંગ પણ improve થશે.

રાઈટર તરીકે પોતાનો main genre choose કરો

દરેક રાઈટરનો એક favorite genre હોય છે, જેમાં તેની ખાસ માસ્ટરી હોય છે જેમકે, comedy, romance, drama, action, thriller, suspense, mystery વગેરે. આ બધા માંથી તમારું પોતાનું favorite genre કયુ છે? જેમાં તમારી ફાવટ સારી હોય તે genre ને પસંદ કરો, અને તેના ઉપર લખવાનું શરુ કરો.

04. ફિલ્મ સ્ક્રિપ્ટ લખવાની શરુઆત કરો

આટલું knowledge અને આટલો experience મેળવ્યા બાદ હવે ધીમે ધીમે ફિલ્મ સ્ક્રિપ્ટ લખવાની શરુઆત કરો.

સૌ પહેલા અલગ અલગ subject ઉપરથી અલગ અલગ storyline બનાવો

સૌથી પહેલા તમારા પસંદગીના અલગ અલગ genres, subject ઉપરથી 5, 10, 15 લાઈન્સની અલગ અલગ storyline બનાવો અને ત્યારબાદ basic plot બનાવવાની શરૂઆત કરો.

શરૂઆતમાં ફક્ત storyline અને basic plot જ લખો, જેના માટે અલગ અલગ storyline બનાવવા માટે તમારા mind માં જે પણ નવા આઈડિયા આવે તેને note કરતા જાઓ.

હંમેશા નવી નવી સ્ટોરી શોધતા રહો

હંમેશા નવા નવા અને અલગ અલગ વિષયની અલગ અલગ સ્ટોરી શોધતા રહો. કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને હવે આવનાર ટાઈમમાં થોડા નવા અને અલગ વિષયની ચોક્કસ જરૂર પડશે.

Storyline ઉપરથી complete સ્ટોરી લખો

હવે આ storyline અને basic plot ઉપરથી સ્ટોરીને details માં લખવાની શરૂઆત કરો, અને 2 થી 5 પેજની complete સ્ટોરી બનાવો. આ સ્ટોરી કોઈ ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસને share કરવામાં કામમાં આવી શકે છે, અથવા તેના ઉપરથી સ્ક્રિપ્ટ પણ લખી શકાય છે.

વધુમાં વધુ storyline અને basic plot લખતા રહો, તમારી પાસે આવી જેટલી વધુ સ્ટોરી હશે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારી struggle એટલી ઓછી હશે.

સ્ટોરી ઉપરથી સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરો

હવે ધીમે ધીમે આ સ્ટોરીમાંથી સ્ક્રિપ્ટ બનાવવાની શરૂઆત કરો. એક professional સ્ક્રિપ્ટ બનાવવામાં સારો એવો ટાઈમ લાગશે, કારણ કે આ complete process ખુબ lengthy છે. માટે સતત લખતા રહો, અને સાથે સાથે તેને એડિટ કરતા રહો, જેથી સ્ક્રિપ્ટ વધુ better અને strong બનતી જશે.

સ્ક્રિપ્ટ હંમેશા તેના standard format માં જ બનાવો

સ્ક્રિપ્ટ લખવા માટે screenplay software નો જ use કરો, કારણ કે તેના દ્વારા સ્ક્રિપ્ટ એક standard format માં બનશે, એક professional સ્ક્રિપ્ટ હંમેશા તેના standard format માં જ બનતી હોય છે.

પણ તેના બદલે ફક્ત ટાઈપ કરીને જ સ્ક્રિપ્ટ કોઈ professional ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસને મોકલશો તો આ સ્ક્રિપ્ટને તેઓ ત્યારેજ reject કરી દેશે.

કારણ કે તમારી સ્ક્રિપ્ટ જોઇને જ તેઓ સમજી જશે કે તમે professional રાઈટર નથી, અને તમે હજી learning stage માજ છો, માટે સ્ક્રિપ્ટ હંમેશા તેના standard format માં જ બનાવો.

સ્ટોરી, સ્ક્રિપ્ટ લખ્યા પછી તેને રજીસ્ટર કરાવો

તમારી લખેલી દરેક સ્ટોરી અને સ્ક્રિપ્ટને હંમેશા રજીસ્ટર કરાવો, અને ત્યારબાદ જ કોઈ વ્યક્તિને તેને send કરો. જેથી અન્ય કોઈપણ વ્યક્તિ તેને કોપી અથવા તેનો યુઝ ના કરી શકે. સ્ટોરી, સ્ક્રિપ્ટ રજીસ્ટર કરવા માટે તમારે રાઈટર એસોસિયેશનની membership મેળવવી પડશે.

સ્ક્રિપ્ટ લખવી એક અલગ કામ છે, અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાઈટર બનવું તે અલગ કામ છે 

જો તમે આવું વિચારતા હશો કે ઘરે બેસીને computer, laptop ઉપર સ્ક્રિપ્ટ લખીને જ તમે એક રાઈટર બની શકો છો, તો એ તમારી ભૂલ છે. હકીકતમાં સ્ક્રિપ્ટ લખવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ક્રિપ્ટ રાઈટર બનવું તે બંને અલગ અલગ કામ છે.

તમે કદાચ સ્ક્રિપ્ટ આસાનીથી ચોક્કસ લખી શકશો, પણ ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાઈટર તરીકે કામ કરવા માટે તમારે સૌ પહેલા તો તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોચવું પડશે, તેમાં enter થવું પડશે, અને તેમાં contact બનાવવા પડશે.

05. ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસને contact કરો અને તેમને તમારી સ્ટોરી, સ્ક્રિપ્ટ send કરો

ડિરેક્ટરને અને ફિલ્મ પ્રોડક્શન હાઉસને contact કરો, અને ત્યારબાદ તમારી લખેલ સ્ટોરી, સ્ક્રિપ્ટ send કરો. જો કદાચ તેમને તમારી લખેલ સ્ટોરી અથવા સ્ક્રિપ્ટ પસંદ આવે તો તેના ઉપરથી ફિલ્મ બની શકે છે, અથવા તો તમને સ્ક્રિપ્ટ રાઈટર તરીકે hire કરી શકે છે.

ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસનો contact કેવી રીતે કરવો?

ગુજરાતી ફિલ્મો માટે અમદાવાદ, અને બોલીવુડ ફિલ્મો માટે મુંબઈમાં અલગ અલગ ડિરેક્ટર્સ અને પ્રોડક્શન હાઉસનો contact કરી શકો છો.

જો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા બોલીવુડમાં તમારા કોઈ contact હોય તો તેના દ્વારા અન્ય contact બનાવો, અને જો ના હોય તો તમારે જાતે contact બનાવવા પડશે અને ડિરેક્ટર, પ્રોડક્શન હાઉસ સુધી પહોચવું પડશે. જેમાંથી નાના ડિરેક્ટર, પ્રોડક્શન હાઉસનો contact કરવો અને તેમને મળવું થોડુ આસાન છે, પણ મોટા ડિરેક્ટર, પ્રોડક્શન હાઉસ સુધી પહોચવું ઘણું અઘરું છે.

Contact કરવા માટેનો સૌથી આસાન રસ્તો છે સોશિયલ મીડિયા. તે સિવાય internet ઉપર search કરી શકો છો, જેમાંથી પ્રોડક્શન હાઉસની website ચોક્કસ મળી શકશે. આ website દ્વારા તમને તેમની office address, contact numbers, અને email ID ખુબ આસાનીથી મળી જશે.

આ રીતે વધુમાં વધુ contacts collect કરો, કારણ કે આ contacts અત્યારે નહી તો કદાચ future માં તમારા ચોક્કસ કામમાં આવી શકે છે. Contacts મેળવ્યા પછી તેમને approach કરો.

ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસને સામેથી approach કરો

ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસનો contact કર્યા બાદ હવે તેમને સામેથી તમારે approach કરવાનો છે, અને તમારો approach professional way માં હોવો જોઈએ. જેના માટે સૌથી પહેલા તેમને office ટાઈમ દરમ્યાન phone call કરો. જો call રીસીવ ના થાય તો થોડા કલાકો પછી પ્રયત્ન કરો અથવા બીજા દિવસે કરો, પણ સતત call ક્યારેય ના કરો.

અને call રીસીવ થાય તો એકદમ politely અને એકદમ ટૂંકમાં તમારી identy આપીને કહો, હું એક સ્ક્રિપ્ટ રાઈટર છું, મે કેટલીક સ્ટોરી, સ્ક્રિપ્ટ લખેલી છે, અને હું મારી લખેલ સ્ટોરી, સ્ક્રિપ્ટ તમારા સુધી પહોચાડવા માંગુ છું, તો કેવી રીતે મોકલી શકું?

આટલું કહેશો તો સામેથી મોટાભાગે email ઉપર જ સ્ટોરી, સ્ક્રિપ્ટ મોકલવાનું કહેશે. બસ હવે તેમના email ઉપર તમારી સ્ટોરી, સ્ક્રિપ્ટ મોકલો દો.

Reply મેળવવા માટે call, email ક્યારેય પણ ના કરો

સ્ટોરી, સ્ક્રિપ્ટ મોકલ્યા પછી ક્યારેય જવાબ માટે ક્યારેય call, email કરીને એવું ના પૂછો કે સ્ટોરી, સ્ક્રિપ્ટ વાચી? કેવી લાગી? તેના ઉપરથી ફિલ્મ બની શકે છે? Reply ક્યારે આપશો? વગેરે.

કારણ કે તેઓ એટલા free નહી હોય, મોટાભાગે ડિરેક્ટર અને પ્રોડક્શન હાઉસ પાસે આવી ઘણી સ્ટોરી, સ્ક્રિપ્ટ પહેલેથી હોય જ છે, અને સતત નવી આવતી પણ રહે છે, જેથી તેઓ જલ્દી નહી પણ પોતાના અનુકુળ ટાઈમે વાંચતા હોય છે, જેમાં ખુબ સારો એવો ટાઈમ લાગી શકે છે.

માટે ક્યારેય તેમનો જવાબ મેળવવા માટે સામેથી call અથવા email ના કરો. તેના બદલે 3 થી 4 મહીને એકવાર સ્ટોરી, સ્ક્રિપ્ટનું updated version તેમને email ચોક્કસ કરતા રહો, જેનાથી તેમના contact માં રહેવાશે અને તમે તેમના ધ્યાનમાં પણ આવતા રહેશો.

રાઈટર તરીકે તમારી struggle હવે શરુ થશે

જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમારા કોઈ મોટા contact ના હોય તો પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં enter થઈને કામ મેળવવું આસાન નથી, માટે ખુબ મહેનત અને struggle કરવાની તૈયારી સાથે reject થવાની માનસિક તૈયારી પણ ખાસ રાખવી.

રાઈટર તરીકે પહેલી ફિલ્મમાં કામ મેળવવા માટે ઘણા બધા વ્યક્તિઓને મળવું પડશે, એક વ્યક્તિ સાથે ઘણી બધી મિટિંગ કરવી પડશે, ઘણી બધી વખત reject થવું પડશે, અને આ બધા પાછળ ઘણો બધો ટાઈમ આપવો પડશે, સિવાય કે તમારા નસીબ ખુબ સારા હોય, મોટાભાગે આવી રીતે જ કામ મળતું હોય છે.

તમારી સ્ક્રિપ્ટના select થવાના chances કેટલા હોય છે?

એક વાત અહી ખાસ યાદ રાખો કે તમારી સ્ક્રિપ્ટ તેમને પસંદ આવે તેના chances તમારી સ્ક્રિપ્ટ ઉપર આધાર રાખે છે, જો તમે professional ડિરેક્ટરને અથવા મોટા પ્રોડક્શન હાઉસને send કરશો તો મોટાભાગે reject થવાની તૈયારી પણ રાખવી, કારણ કે તેના ઘણા બધા genuine reasons છે, જેમકે…

(1). Professional ડિરેક્ટર અને મોટા પ્રોડક્શન હાઉસ પાસે ફિલ્મ બનાવવા માટે મોટાભાગે કોઈને કોઈ સ્ટોરી, સ્ક્રિપ્ટ હોય જ છે. (2). તેઓ પહેલાથી clear હોય છે કે તેમને ક્યા genre અને subject ઉપર ફિલ્મ બનાવવી છે. (3). તેમની પાસે અન્ય ઘણા well experienced અને professional રાઈટર્સ હોઈ શકે છે. (4). અમુક ડિરેક્ટર્સ જાતે પણ સ્ક્રિપ્ટ લખવાનું પસંદ કરતા હોય છે, વગેરે.

આમ જો તમારી સ્ક્રિપ્ટ select થવાના chance ઓછા હોય તો પણ નિરાશ થવાની જરૂર નથી, તેની અન્ય સાઈડ જોઈએ તો સ્ક્રિપ્ટ send કરવાના બીજા અનેક ફાયદાઓ ચોક્કસ છે.

ડિરેક્ટર અથવા ફિલ્મ પ્રોડક્શન હાઉસને સ્ટોરી, સ્ક્રિપ્ટ મોકલવાથી શું ફાયદો થઇ શકે છે?

ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડક્શન હાઉસને સ્ક્રિપ્ટ મોકલવાથી ફાયદો એ થઇ શકે છે કે તમારી લખેલ સ્ક્રિપ્ટ દ્વારા તેઓ તમારું talent જાણી શકે છે, તમે કેવું લખી શકો છો તે સમજી શકે છે, તમારા રાઈટીંગથી તમારું level તેઓ માપી શકે છે, તમે ક્યાં પ્રકારના રાઈટર છો તે જાણી શકે છે.

ત્યારબાદ જો તેઓ તમારી સ્ક્રિપ્ટ અથવા તમારામાં થોડા ઘણા પણ interested હશે તો તમને મિટિંગ માટે બોલાવવામાં આવશે. આ મિટિંગ દરમ્યાન તેઓ તમને અને તમારા talent ને વધુ જાણવાનો પ્રયત્ન કરશે, અને આવી મિટિંગ અન્ય રાઈટર્સ સાથે પણ ચોક્કસ થશે જ. ત્યારબાદ તેઓ અનેક points ઉપર વિચારીને છેલ્લે કોઈ decision લેશે.

ક્યા પ્રકારની સ્ક્રિપ્ટ ઉપરથી કોઈ ડિરેક્ટર અથવા પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવવા માટે તૈયાર થશે?

(1). જો તમારી સ્ક્રિપ્ટ એક ફિલ્મના structure માં લખાયેલ હશે. (2). જો તમારી સ્ક્રિપ્ટ સ્ક્રીનપ્લેના ચોક્કસ format માં લખાયેલ હશે. (3). જો તમારો વિષય થોડો અલગ હશે. (4). જો તમારી સ્ક્રિપ્ટ audience attract કરી શકે તેવી હશે. (5). જો તમારી સ્ક્રિપ્ટ invest કરેલ amount recover કરી આપે તેવી હશે, તોજ તેના ઉપરથી કોઈ ડિરેક્ટર અથવા પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવવા માટે તૈયાર થશે.

માટે સ્ટોરી, સ્ક્રિપ્ટ બને એટલી મજબુત બનાવો. સ્ટોરી, સ્ક્રિપ્ટ ઉપર જેટલી વધુ મહેનત કરશો result એટલું positive આવશે.

06. રાઈટર તરીકે પહેલી ફિલ્મમાં selection

કોઈપણ ડિરેક્ટર, પ્રોડક્શન હાઉસ જયારે ફિલ્મ બનાવવાનો planning કરી રહ્યા હોય ત્યારે સ્ક્રિપ્ટ રાઈટર તરીકે તેમની કેટલીક requirement હોય છે, જેના ઉપરથી તેઓ રાઈટરને select અથવા reject કરતા હોય છે.

સ્ક્રિપ્ટ રાઈટર તરીકે તમે ફિલ્મમાં select ક્યારે થઇ શકશો?

(1). જો તમારામાં next level talent હશે. (2). જો રાઈટર તરીકે તમે અન્ય કરતા strong, better, extra ordinary હશો. (3). તમારૂ રાઈટીંગ advance અને unique હશે. (4). જો રાઈટર તરીકેની દરેક requirement માં તમે એકદમ feet થતા હશો. (5). જો તમને ઓફર થયેલ ફીસમાં કામ કરવા તૈયાર હશો, તો તમને ફિલ્મ માટે રાઈટર તરીકે hire કરવામાં આવી શકે છે.

કોઈપણ professional ડિરેક્ટર અને ફિલ્મ પ્રોડક્શન હાઉસ આ પ્રકારના રાઈટરને જ વધુ પસંદ કરશે, માટે એક રાઈટર તરીકે તમે જો આટલી skills ધરાવતા હશો તો તમે જલ્દી select થશો અને જલ્દી એક ફિલ્મના part બનશો.

ત્યારબાદ તમારી સાથે એક legal contract કરવામાં આવશે, જેમાં તેમની terms & conditions, fees, working deadline, વગેરે mention કરેલ હોય છે.

ફિલ્મમાં રાઈટરની main responsibility

Legal contract કર્યા પછી ફિલ્મ સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત થાય છે. જેમાં રાઈટર તરીકે તમારે ડિરેક્ટરના vision, choice અને requirement સમજીને તે પ્રમાણે તેમને follow કરીને, પોતાના talent, imagination, creativity દ્વારા સ્ક્રિપ્ટ લખવાની છે, રાઈટરની આ એક સૌથી મોટી responsibility અને main duty છે.

એક રાઈટર તરીકે હવે તમારી કેરિયરની શરૂઆત થાય છે

પહેલી ફિલ્મમાં કામ મેળવ્યા બાદ હવે એક રાઈટર તરીકે હવે તમારી કેરિયરની શરૂઆત થાય છે, આ ફિલ્મ રીલીઝ થયા પછી તમારા નામની પાછળ રાઈટર તરીકેનું ટેગ લાગી ગયું હશે. હવે અહીંથી તમારી કેરિયર કેવી હશે તે તમારી મહેનત, તમારા contacts, અને તમારા luck ઉપર આધાર રાખે છે.

પહેલી ફિલ્મ મેળવ્યા પછીના કેરિયર goal અને planning

પહેલી ફિલ્મ મેળવ્યા પછી હવે તમારો એ goal હોવો જોઈએ કે તમને regular કામ મળતું રહે. સતત કામ કરતા રહીને તમે એક establish રાઈટર બની શકો છો, અને રાઈટર તરીકે establish થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે એક સફળ રાઈટર બની શકો છો.

આમ રાઈટર તરીકે પહેલી ફિલ્મ મેળવવાથી લઈને એક સફળ રાઈટર બનવા સુધીની એક ખુબ લાંબી journey હોય છે.

ગુજરાતી ફિલ્મ અથવા બોલીવુડ ફિલ્મ? શરૂઆત ક્યાંથી કરવી?

રાઈટર તરીકે કેરિયર શરુ કરવા માટે તમારી પાસે બે options છે, ગુજરાતી ફિલ્મ અથવા બોલીવુડ. મોટાભાગના બોલીવુડ જ પસંદ કરશે, પણ કોઈ નિર્ણય કરતા પહેલા બંને વચ્ચેના ફર્કને સમજી લો.

(1). ગુજરાતી ફિલ્મમાં રાઈટર તરીકે શરૂઆત કરવી જેટલું easy છે, બોલીવુડ ફિલ્મમાં તેના કરતા અનેક ગણું hard છે. (2). ગુજરાતી ફિલ્મ માટે ગુજરાતમાં રહીને opportunity મળી શકે છે, જયારે બોલીવુડ ફિલ્મ માટે તમારે મુંબઈ જઈને રહેવું પડશે.

(3). બોલીવુડ કરતા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં struggle ઓછી છે. (4). ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો તમે contact મેળવવાનો પ્રયત્ન કરશો તો મળી જશે, જયારે બોલીવુડમાં મોટાભાગે મુશ્કેલ છે.

આ હકીકત ઉપરથી નક્કી કરો કે તમારે રાઈટર તરીકે ક્યાંથી શરૂઆત કરવી છે? જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મ દ્વારા કેરિયરની શરૂઆત કરવી તે best છે, એક વાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થયા પછી બોલીવુડ ફિલ્મોમાં પ્રયત્ન ચોક્કસ કરી શકાય છે.

Conclusion

એક professional સ્ક્રિપ્ટ રાઈટર, સ્ક્રીનપ્લે રાઈટર બનવા માટેની આ એક process અને technique છે, જેને follow કરીને તમે સ્ક્રિપ્ટ રાઈટર તરીકે એક ફિલ્મના official part બની શકશો, અને ત્યારબાદ professional કેરિયરની શરુઆત કરી શકશો.

Note: This blog and all text content has been copyright by author, under the Indian copyright act.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment