Latest Posts:

બોલીવુડ ફિલ્મોમાં songs નું ખુબ જ મહત્વ હોય છે, એક ટાઈમ એવો હતો કે બોલીવુડ ફિલ્મોમાં 10, 12 songs તો સામાન્ય કહેવાતા હતા, અને ફિલ્મ સ્ટોરીના કારણે નહિ પણ ગીતોના કારણે ફિલ્મ હીટ જતી હતી, પણ ટાઈમની સાથે સાથે પરિવર્તન આવવા લાગ્યું, આજે ફિલ્મોમાં songs નું મહત્વ પહેલા કરતા ઘટ્યું હોવા છતાં પણ આજે ફિલ્મના songs ફિલ્મમાં એક મહત્વના elements કહેવાય છે.

બોલીવુડ ફિલ્મોના songs વિષે આપડે ઘણું બધું જાણીએ છીએ, એક રીતે તે આપણી લાઈફનો એક હિસ્સો પણ કહી શકાય. પણ હોલીવુડ ફિલ્મોના songs વિષે આપણે વધુ જાણતા નથી, just for fun વિચારો કે હોલીવુડની ફિલ્મોમાંથી તમારું favorite song કયું છે? જવાબ આપવો ઘણો જ અઘરો છે.

હોલીવુડ ફિલ્મોના All time hit, Evergreen અને Most popular songs

હોલીવુડના ફિલ્મના songs અલગ પ્રકારના હોય છે, જેમાં બોલીવુડ જેવા ડાન્સ હોતી નથી હોતા, તેની length એકદમ ટૂંકી હોય છે, તેની treatment પણ અલગ પ્રકારની હોય છે. મોટા ભાગે તે કોઈ સીનના background music તરીકે તેનો યુઝ કરવામાં આવતો હોય છે. આ Blog માં હોલીવુડના evergreen songs વિષે જાણીએ.

Raindrop keep falling… Butch Cassidy and the Sundance Kid (1969)

સિંગર: બર્ટ બેચ્રેચ, હોલ ડેવિડ, રાઈટર: બર્ટ બેચ્રેચ, હોલ ડેવિડ. ફિલ્મ: બુચ કેસિડી અને સનડેન્સ કિડ

ફિલ્મ રીલીઝ પહેલા આ song જયારે રીલીઝ થયું ત્યારે શરુઆતમાં તેને કેટલાક ખરાબ રીવ્યુ આપવામાં આવ્યા હતા, કારણ કે song ઘણું બધું અલગ, slow અને વિચિત્ર અવાજ ધરાવતું હતું. પણ જયારે ફિલ્મ રીલીઝ થઇ અને ફિલ્મ હીટ થઇ ત્યારે song ખુબ popular બન્યું હતું.

વર્ષો પછી વોડાફોનની એડના બેકગ્રાઉન્ડ મુઝીકમાં આ song નો યુઝ થયો હતો. Song માં પોલ ન્યુમેન અને કેથરિન રોસ, song ની સિનેમેટોગ્રાફી ખુબ જ સારી છે.

Stayin’ alive… Saturday Night Fever (1977)

ફિલ્મના ઓપનીંગ સીનમાં હેન્ડ હેલ્ડ શોટ દ્વારા જ્હોન ટ્રવોલ્ટાના footstap થી શરુ થતું આ song હોલીવુડ ફિલ્મ હિસ્ટ્રીનું સૌથી popular song છે. અને હોલીવુડનું એકમાત્ર એવું song છે જે અનેક ફિલ્મોમાં background માં લેવામાં આવ્યું છે, અથવા આ પ્રકારનો સીન પણ જોવા મળે છે.

આ song અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મોમાં આવી ગયું છે જેવી કે, Airplane! (1980), Neighbors (1981), Blue Money (1985), Look Who’s Talking (1989), Honey I Blew Up The Kid (1992), A Night at the Roxbury (1998), Madagascar 1 (2005), The Ted-1 (2012), Secret Life of Pets (2016) વગેરે.

આ ફિલ્મની સફળતા પછી જ્હોન ટ્રવોલ્ટા સ્ટાર એક્ટરની કેટેગરીમાં આવી ગયો હતો. ફિલ્મના પોસ્ટરમાં જ્હોન ટ્રવોલ્ટા જે ડાન્સ સ્ટેપ ઉપર ઉભો છે તે સ્ટેપનું WhatsApp emoji બન્યું છે, WhatsApp માં ચેક કરી શકો છો.

Summer Nights… Grease (1978)

જ્હોન ટ્રવોલ્ટાની વધુ એક મ્યુઝીકલ ફિલ્મનું વધુ એક song, હોલીવુડ ફિલ્મોના songs માં આ એક જ song એવું છે જે બોલીવુડ song સાથે ઘણું બધું મળતું આવે છે. આ musical ફિલ્મ હોવાથી ફિલ્મમાં ઘણા બધા song છે, પણ આ songs હોલીવુડ ફિલ્મોમાં સૌથી અલગ song છે.

It’s a cool, cool summer… The Karate Kid (1984)

ટીન એજ રાલ્ફ માચિઓ અને એલિઝાબેથ શુ વચ્ચે ડેવલપ થતી ફ્રેન્ડશીપ, સ્કુલના ફૂટબોલ મેદાન ઉપરની ફાઈટ અને 1980 ના દાયકાનું પરફેક્ટ સ્કુલ atmosphere આ song માં બતાવવામાં આવ્યું છે. હકીકતમાં આ song 1982 ના એક આલ્બમનું છે. આ ફિલ્મ બાદ તે song વધુ હીટ બન્યું હતું.

My heart will go on… Titanic (1997)

કેનેડીયન સિંગર સેલિન ડીયોને જેમ્સ કેમેરુનની ફિલ્મ Titanic (1997) માટે ગાયેલું આ થીમ song છે, ફિલ્મની સાથે આ song પણ international hit થયું હતું.

On this perfect day… Legally Blonde (2001)

ડેટ ઉપર જવા માટે પ્રિપેર થઇ રહેલ રીસ વિધરસ્પૂન, અને ગ્લેમરનું પરફેક્ટ કોમ્બીનેશન આ song માં જોવા મળે છે. સિંગર Ingrid Michaelson દ્વારા ગાયેલ આ song દ્વારા ફિલ્મનો ઓપનીંગ સીન શરુ થાય છે.

I wonder if you know… Tokyo Drift (2006)

ફિલ્મ રીલીઝ થઇ ત્યારે આ song નો એક ખુબ મોટો ક્રેઝ ઉભો થયો હતો, હોલીવુડ ફિલ્મોના songs માંથી આ song India માં બીજા નંબરે સૌથી વધુ popular થનાર song છે.

Everybody wants to love… LOL (2012)

ફિલ્મના ઓપનીંગ સીનમાં માઇલી સાયરસ તેના કોલેજ ફ્રેન્ડસ સાથે hangout વખતનું આ song, સિંગર Ingrid Michaelson નું વધુ એક પોપ્યુલર song છે.

Conclusion

હોલીવુડના ફિલ્મોના songs નો ઇતીહાસ આમ તો ઘણો જુનો છે, જેથી અહી ખુબ ઓછા songs વિષે mention કરવામાં આવ્યું છે. એક ટાઈમ હતો જયારે આ songs નો golden period હતો, અને આજે આ songs ફિલ્મ history માં પોતાનું નામ લખાવીને અમર થઇ ગયા છે.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment