Latest Posts:

હોલીવુડ અને બોલીવુડની એવી અનેક ફિલ્મો છે જે અન્ય ફિલ્મો કરતા એકદમ અલગ અને હટકે છે, આ ફિલ્મો સૌથી અલગ જ subjects ધરાવે છે. કઇંક નવું, અલગ કરવાના vision થી ક્યારેક આવી experimental ફિલ્મો બનતી હોય છે.

ઓછા characters, ઓછા locations અને એકદમ અલગ જ સ્ટોરી ધરાવતી આ ફિલ્મો એક experiment કરવાના vision થી બનતી હોય છે. તેમાંથી અમુક ફિલ્મો typical subjects કરતા એકદમ અલગ જ subject હોવાને કારણે આ ફિલ્મો movie lovers માટે ખરેખર enjoy કરવા જેવી છે.

જયારે ફિલ્મમેકર્સ માટે આ પ્રકારની ફિલ્મો કંઇક નવું શીખવા, જાણવા માટે હોય છે, આવી ફિલ્મોનો main plus point એ છે કે ઓછા characters અને ઓછા locations હોવાના કારણે તે ઓછા બજેટમાં બની શકે છે. તો આ  blog માં આવી કેટલીક famous experimental ફિલ્મો વિષે જાણીએ.

ઓછા characters, ઓછા locations અને એકદમ અલગ subject ધરાવતી experimental ફિલ્મો

Arctic (2018)

ડિરેક્ટર: જૉ પેન્ના. કાસ્ટ્સ: મેડ્સ મિકેલસેન, સ્મારાડોટીર. બજેટ: $2 મિલિયન. બોક્સ ઓફિસ: $4.1 મિલિયન.

Story – ઓવરગાર્ડ નામના વ્યક્તિનું વિમાન આર્ક્ટિકમાં ક્રેશ થવાથી તે ત્યાં ફસાઈ જાય છે, જ્યાં ચારે બાજુ બરફ જ છે, તે ક્રેશ થયેલ વિમાનમાં જ રહીને તેને બચાવવા માટેની રાહ જોઈ છે, અહીંથી બહાર નીકળવા માટે પ્રયત્નો પણ કરે છે, અને બરફની પાણી અને માછલી દ્વારા તે દિવસો વિતાવે છે.

તે રોજ એક ઉંચી ટેકરી ઉપર આવીને રેડીઓ દ્વારા મેસેજ મોકલવાનો પ્રયત્નો કરે છે, અને એક વાર તેનો મેસેજ કોઈ રીસીવ પણ કરે છે અને તેને બચાવવા એક હેલીકોપ્ટર તેની તરફ આવે છે, પણ બરફના તોફાનના કારણે હેલીકોપ્ટર તેનો કાબુ ગુમાવીને ક્રેશ થઇ જાય છે.

વિમાનનો પાયલોટ મૃત્યુ પામ્યો છે, પણ તેની પત્ની બચી જાય છે, જે ખુબ ખરાબ રીતે ઘવાઈ છે ઓવરગાર્ડ તેને પોતાના વિમાનમાં લઇ જાય છે, અને પાછો તે વિમાન પાસે આવી તેમાંથી જરૂરી વસ્તુઓ અને મેપ મેળવે છે. હવે તેની પાસે મેપ હોવાથી તે અહીથી નીકળવાનો પ્લાન બનાવે છે.

Trivia – આ ફિલ્મનું શૂટ ફક્ત 19 દિવસમાં પૂરું થયું છે, ફિલ્મમાં ફક્ત બે જીવિત એક્ટર્સ છે. એક્ટર મેડ્સ મિકેલસેને આ ફિલ્મને તેની કેરિયરની સૌથી મુશ્કેલ શૂટ તરીકે ગણાવી હતી. Survival ફિલ્મો જોવાનો શોખ ધરાવનાર audience ને આ ફિલ્મ પસંદ આવી શકે છે.

Gravity (2013)

ડિરેક્ટર: આલ્ફોન્સો કુઆરોન. કાસ્ટ્સ: સાન્દ્રા બુલોક, જ્યોર્જ ક્લુની. બજેટ: $80 – 130 મિલિયન. બોક્સ ઓફિસ: $723.2 મિલિયન.

Story – ડૉ. રાયન સ્ટોન તેના પ્રથમ space mission ઉપર જ હ્યુસ્ટનમાં મિશન કંટ્રોલ એક્સપ્લોરરના ક્રૂને તેમના તરફ આગળ વધી રહેલ અવકાશના કાટમાળ વિશે ચેતવણી આપી ક્રૂને તરત જ પૃથ્વી પર પાછા ફરવાનો આદેશ આપે છે, જેને આકસ્મિક રીતે રશિયનોએ એક નિષ્ક્રિય જાસૂસ ઉપગ્રહને તોડી પાડ્યો હતો.

ડૉ. રાયન સ્ટોન હવે અવકાશમાં વારંવાર વરસી રહેલ કાટમાળ સામે સંઘર્ષ કરીને તેણીએ પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા જવાનો માર્ગ શોધવા માટે તેના તમામ જ્ઞાન અને બુદ્ધિનો ઉપયોગ કરીને અહીં અવકાશમાંથી પૃથ્વી તરફ આવવા માટેના અશક્ય લાગતા પ્રયત્નો શરુ કરે છે.

Trivia – આખી ફિલ્મમાં ફક્ત 2 characters છે, સાન્દ્રા બુલોક અને જ્યોર્જ ક્લુની, આખી ફિલ્મ સ્ટુડીઓમાં શૂટ થઇ છે.

All Is Lost (2013)

ડિરેક્ટર: જે.સી. ચંદોર. કાસ્ટ્સ: રોબર્ટ રેડફોર્ડ. બજેટ: $8.5 million. બોક્સ ઓફિસ: $13.6 million.

Story – હિન્દ મહાસાગરની વચ્ચે રોબર્ટ રેડફોર્ડ તેની બોટ બગડી હોવાથી તે અહી એકલો ફસાઈ જાય છે, એક શિપિંગ કન્ટેનર સાથે તેની બોટ અથડાવાથી તેની બોટમાં પાણી ભરાઈ રહ્યું છે, અને તેની નેવિગેશન અને રેડિયો સીસ્ટમ બગડી જાય છે, પરિસ્થિતિ સુધરે તે પહેલા એક દરિયાઈ તોફાન આવે છે, જેમાંથી તે માંડ માંડ બચે છે પણ તેની બોટમાં વધુ પાણી ભરાઈ જવાથી તેની બોટ ડૂબવા લાગે છે.

જેથી તે એક નાની life raft લઈને બોટની બહાર નીકળી જાય છે, હવે તે આ life raft માં રહીને અહીંથી બચવા માટેના અનેક પ્રયત્નો કરે છે, પણ તેની સામે એક પછી એક અનેક મુશ્કેલીઓ આવતી જાય છે, અને તેના બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય છે, અને આ દરમિયાન તે ધીમે ધીમે બધું જ ગુમાવી દે છે.

Trivia – આખી ફિલ્મમાં ફક્ત એક જ character છે, ફિલ્મમાં ફક્ત નામ પૂરતા જ dialogues છે, એટલે કે આખી ફિલ્મમાં ફક્ત 52 શબ્દોનો જ યુઝ થયો છે. આ પણ એક survival ફિલ્મ છે.

Venus in Fur (2013)

ડિરેક્ટર: રોમન પોલાન્સકી. કાસ્ટ્સ: ઇમેન્યુએલ સિગ્નર, મેથ્યુ અમાલિક.

Story – એક થીયેટરમાં પ્લેના ડિરેક્ટર થોમસ ફોન ઉપર તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી રહ્યો છે, અને કહે છે કે Venus in fur પ્લેના ઓડીશન માંટે તેને 35 ઓડીશન લીધા છે, પણ વાંડા નામનું લીડ character હજી મળ્યું નથી. ત્યાં વાંડા નામની એક એજેડ સ્ત્રી ઓડીશન માટે આવે છે, તે કહે છે કે આ character માટે જ તેનો જન્મ થયો છે.

શરૂઆતમાં ના કહ્યા પછી થોમસ વાંડાનું ઓડીશન લેવાનું શરુ છે. Venus in fur પ્લે જેના ઉપરથી છે તે 1870 ની controversial books છે. થોમસ વાંડાને તે book અને તેના character વિષે કહે છે પણ વાંડા પહેલેથી જ બધું જાણતી હોય છે. ત્યારબાદ વાંડા હવે એક્ટિંગ શરુ કરે છે, તેને character માં જોઇને થોમસ પણ હવે તેને join કરે છે.

સાથે સાથે બંને વચ્ચે book, તેના characters ઉપર discuss થાય છે, અને હવે આગળ અનેક unexpected dramatic અને twists & turns ઘટનાઓ બનતી જાય છે, અને છેલ્લે રીવીલ થાય છે કે વાંડા હકીકતમાં કોણ છે.

Trivia – ફિલ્મમાં ફક્ત બે જ character છે, અને આખી ફિલ્મ એક થીયેટરની અંદર જ પૂરી થાય છે.

127 hours (2010)

ડિરેક્ટર: ડેની બોયલ. કાસ્ટ્સ: જેમ્સ ફ્રેન્કો, બજેટ: $18 million. બોક્સ ઓફિસ: $60.7 million.

Story – પર્વતારોહક એરોન રાલ્સ્ટન કોઈને કહ્યા વિના એકલો હાઇકિંગ કરવા જાય છે. જ્યાં તેને અન્ય હાઇકર્સ ક્રિસ્ટી અને મેગન સાથે મુલાકાત થાય છે, જેને તે એક ભૂગર્ભમાં પાણીનો પૂલ બતાવવા લઇ જાય છે, અને તેમની વચ્ચે મિત્રતા થાય છે.

ત્યારબાદ તે બંનેથી એરોનથી છુટો પડીને એકલો જ આગળ વધે છે, જ્યાં સ્લોટ ખીણની વચ્ચેથી નીચે ઉતરતા તે ખીણની નીચે પડે છે અને તેની સાથે એક ઓટો વજનદાર પથ્થર પણ નીચે પડે છે, અને તે પથ્થર નીચે તેનો હાથ ફસાઈ જાય છે. અનેક પ્રયત્નો કરવા છતાં તેનો હાથ પથ્થરની નીચેથી નીકળતો નથી, તેની પાસે ફક્ત થોડું ફૂડ અને 300 ml પાણી છે, જેના દ્વારા survive કરવાનું છે.

આમને આમ સમય પસાર થાય છે. પથરોની એકદમ સાંકડી બે ખીણની એકદમ નીચે પોતે અને તેના હાથ ઉપર એકદમ મોટો પથ્થર, અને આસપાસ કોઈ જ નથી, તે ખુબ ખરાબ રીતે ફસાઈ ગયો છે, હવે અહીંથી નીકળવાનું તેના માટે આસાન નથી.

Trivia – અમેરિકન પર્વતારોહક એરોન રાલ્સ્ટનની સત્ય ઘટના ઉપરની આ ફિલ્મ છે, જ્યારે રાલ્સ્ટન ઉટાહ રણમાં બ્લુજોન કેન્યોનમાં કેન્યોનિયરિંગ કરી રહ્યો હતો, જ્યાં તે પાંચ દિવસ સુધી ફસાયેલો રહ્યો હતો.

Paranormal Activity (2007)

ડિરેક્ટર: ઓરેન પેલી. કાસ્ટ્સ: કેટી ફેધરસ્ટોન, મીકાહ સ્લોટ. બજેટ: $15,000. કલેશન: $7.9 million.

Story – યંગ કપલ કેટી ફેધરસ્ટન અને મીકાહ સ્લોટને તેમના નવા ઘરમાં શિફ્ટ થાય છે, કેટી મીકાહને કહે છે કે તે 8 વર્ષની હતી ત્યારથી એક એવિલ તેને અને તેની બહેનને હેરાન કરે છે. જેથી મીકાહ ઘરમાં કેમેરા લગાવે છે. ત્યારબાદ કેટી ડૉ. ફ્રેડરિશનો કોન્ટેક્ટ કરી તેને ઘરમાં બોલાવે છે. હવે ઘરમાં વિચિત્ર પ્રવુતિઓ વધવા લાગે છે, જે કેમેરામાં જોઈ શકાય છે.

Trivia – આ ફિલ્મ ફક્ત એક ઘરમાં અને ફક્ત 15,000 ડોલરના બજેટમાં બનાવવામાં આવી હતી.

Hard Candy (2005)

જોનર: સાયકોલોજિકલ થ્રિલર. ડિરેક્ટર: ડેવિડ સ્લેડ. કાસ્ટ્સ: ઇલિયટ પેજ, જેફ કોહલ્વર. બજેટ: $9,50,000. બોક્સ ઓફિસ: $8.3 million.

Story – 14 વર્ષની હેલી સ્ટાર્ક અને 32 વર્ષીય ફોટોગ્રાફર જેફ કોહલ્વરના ​​ઓનલાઈન ચેટ દ્વારા એક બીજાના સંપર્કમાં આવે છે, અને તેઓ એક કોફી હાઉસમાં પહેલી વાર મળે છે. જ્યાંથી જેફ હેલીને પોતાના ઘરે આવવા માટે કહે છે, અને હેલી તેના ઘરે આવે છે. શરૂઆતમાં બધું નોર્મલ ચાલે છે પણ અહીંથી વાર્તામાં અચાનક એક વળાંક આવે છે.

Trivia – ફિલ્મના મુખ્ય 2 એક્ટર્સ છે, આ ફિલ્મ ફક્ત 18 દિવસમાં શૂટ કરવામાં આવી હતી, YIFY ઉપર આ ફિલ્મ ઉપલબ્ધ છે, આ ફિલ્મ ઉપરથી 2016 માં એક ગુજરાતી ફિલ્મ બની હતી, જેમાં સેમ સ્ટોરી સાથે ઘણા સીન્સ પણ એક સરખા જ હતા.

The Shape of Things (2003)

જોનર: રોમાન્સ, ડ્રામા. ડિરેક્ટર: ગેઇલ મુટ્રક્સ. કાસ્ટ્સ: પોલ રૂડ, રશેલ વેઇઝ, ગ્રેચેન મોલ, ફ્રેડ વેલર. બજેટ: $4,000,000. બોક્સ ઓફિસ: $826,617.

Story – નર્ડી એડમ સોરેન્સન (પોલ રુડ), એવલિન એન થોમ્પસન (રશેલ વેઇઝ) ને મ્યુઝીયમમાં મળે છે અને ત્યારબાદ તેઓ સબંધમાં આગળ વધે છે.

એવલિન, નર્ડીનો physical look change કરીને તેના જીવનમાં અનેક બદલાવ લાવે છે. જેનાથી નર્ડી ખુશ છે, તેનો ફ્રેન્ડ ફિલિપ (ફ્રેડરિક વેલર) અને જેની (ગ્રેચેન મોલ) તેના આ પરિવર્તનથી ખુબ ખુશ છે. પણ નર્ડીને જયારે ખબર પડે છે કે પોતે હકીકતમાં એવલિનના MFA થીસીસ પ્રોજેક્ટનો ફક્ત એક ભાગ છે, ત્યારબાદ બંને વચ્ચે problem શરુ થાય છે.

Trivia – ફિલ્મના મુખ્ય 4 એક્ટર્સ છે, તે સિવાય ફિલ્મમાં dialogues વગરના અનેક જુનીયર આર્ટીસ્ટ પણ હોવાથી ફિલ્મ ઓછા એક્ટર્સ ધરાવતી હોય તેવું મોટાભાગે લાગતું નથી.

Gerry (2002)

ડિરેક્ટર: ગુસ વેન સેન્ટ. કાસ્ટ્સ: મેટ્ટ ડેમન, કેસી એફ્લેક.

Story – બે મિત્રો હાઇકિંગ કરવા માટે ગાડી લઈને ઘરથી ખુબ દૂરની એક જગ્યાએ આવે છે, ત્યાં ગાડી પાર્ક કરીને તેઓ ચાલતા ચાલતા આગળ વધે છે. ખુબ જ આગળ આવ્યા પછી એક જગ્યા ઉપર અટકીને હવે તેઓ ત્યાંથી પાછા ફરવાનું નક્કી કરે છે, પણ તેઓ રસ્તો ભૂલી જાય છે.

પહાડોનો એરિયા હોવાથી આસપાસ કોઈ જ નથી, ધીમે ધીમે રાત પડે છે, બીજે દિવસે સવારે તેઓ અહીથી બહાર નીકળવાનો રસ્તો શોધે છે, જેમાં તેઓ વધુ ફસાતા જાય છે.

Trivia – ફિલ્મમાં dialogues ખુબ જ ઓછા છે, મોટાભાગની ફિલ્મમાં બંને characters મૌન જ હોય છે. આ ફિલ્મ હકીકતમાં 1999 ના એક real event ઉપર આધારિત છે. આખી ફિલ્મ ફક્ત 2 characters જ છે, કેસી અફ્લેક અને મેટ ડેમન. તેઓયે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ લખી છે.

Before Sunrise (1995)

જોનર: રોમાન્સ, ડ્રામા. ડિરેક્ટર: રિચાર્ડ લિંકલેટર. કાસ્ટ્સ: એથન હોક, જુલી ડેલ્પી. બજેટ: $2.5 million. બોક્સ ઓફિસ: $5.5 million.

Story – સેલિન, જેસી નામના અમેરિકન છોકરાને ટ્રેઈનમાં મળે છે. બંને વચ્ચે વાત શરુ થાય છે, ટ્રેઈન વિયેના પહોચે છે અહીંથી જેસીને અમેરિકા જવા માટે ફ્લાઈટ પકડવાની હોય છે, તે ટ્રેઈનની નીચે ઉતરે છે પણ અચાનક પાછો આવીને સેલીનને પોતાની સાથે બીજા દિવસ સુધી ટાઈમ સ્પેન્ડ કરવા માટે કહે છે, અને સેલિન કન્વીન્સ થઇ જાય છે.

બંને ટ્રેઈનમાંથી ઉતરીને વિયેના શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર ફરીને ટાઈમ સ્પેન્ડ કરે છે, બંને વચ્ચે અલગ અલગ વિષયો ઉપર વાતચીત થાય છે. આ દરમ્યાન બંને એકબીજાને ભવિષ્યમાં ક્યારેય ન મળવાનું પણ નક્કી કરે છે, પણ ધીમે ધીમે બંને એકબીજા તરફ attract થાય છે, છતાં પણ તેઓ સબંધમાં આગળ વધતા નથી.

બીજા દિવસે છુટા પડતી વખતે જેસી સેલિનને ફરી મળવા માટે કહે છે, જેથી બંને આ સ્ટેશન ઉપર 6 મહિના પછી ફરી મળવાનું નક્કી કરીને સેલિન તેની ટ્રેઈનમાં બેસી પેરીસ જાય છે અને જેસી એક બસમાં બેસીને એરપોર્ટ ઉપર જવા નીકળે છે.

Trivia – આ ફિલ્મની સ્ટોરી હકીકતમાં ડિરેક્ટરની લાઈફનો એક પ્રસંગ છે. આ ફિલ્મના બીજા બે પાર્ટ છે Before Sunset (2004), Before Midnight (2013),

Dead Calm (1989)

જોનર: સાયકોલોજિકલ થ્રિલર. ડિરેક્ટર: ફિલિપ નોયસ. કાસ્ટ્સ: સેમ નીલ, નિકોલ કિડમેન, બિલી ઝેન.

Story – એક કાર અકસ્માતમાં પોતાના બાળકનું મૃત્યુ થવાથી, પતિ પત્ની રાય ઇન્ગ્રામ અને જોન ઈન્ગ્રામ બંને આ આઘાતમાંથી બહાર આવવા માટે પોતાની બોટ ઉપર પેસિફિક મહાસાગરમાં વેકેશન ઉપર જવાનુ નક્કી કરે છે.

અહી તેમને હ્યુગી વોરીનર નામનો વ્યક્તિ મળે છે, જે કહે છે કે તેમનું જહાજ ડૂબી રહ્યું છે જેમાં તે એકલો છે. જોન હકીકતમાં નેવી ઓફિસર હોવાથી તેને હ્યુગીની વાત સાચી નથી લાગતી, જેથી તે હકીકત ચેક કરવા માટે પોતે હ્યુગીના જહાંજ ઉપર જાય છે, જ્યાંથી તેને હ્યુગી વિષે થોડી માહિતી મળે છે, અને હવે બંને પતિ પત્ની માટે મુશ્કેલીઓની શરૂઆત થાય છે.

Trivia – ફિલ્મમાં ફક્ત 3 એક્ટર્સ જ છે, અને બધા જ A લીસ્ટેડ એક્ટર્સ છે, ફિલ્મનું મોટાભાગનું શૂટ દરિયામાં બે બોટ ઉપર થયું છે.

Conclusion

ઓછા characters, ઓછા locations અને એક અલગ જ પ્રકારની સ્ટોરી ધરાવતી આ ફિલ્મો હકીકતમાં કંઇક અલગ પ્રયોગ કરવાના vision સાથે બનાવવામાં આવે છે. તેમાંથી કેટલીક ફિલ્મોમાં A category ના એક્ટર્સે પણ કામ કર્યું છે.

ગુજરાતી ફિલ્મોમાં બજેટનો મોટાભાગે problem રહ્યો છે, જેથી અનેક ગુજરાતી ફિલ્મમેકર્સ હંમેશા ઓછા characters અને locations ધરાવતી સ્ટોરીને વધુ પસંદ કરે છે, આ પ્રકારની ફિલ્મો વિષેની information તેમને કદાચ નવા ideas, inspiration આપી શકે છે.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment