આજકાલ social media ઉપર ફિલ્મોના review ખુબ જોવા મળી રહ્યા છે, ફિલ્મ જોયા બાદ ફિલ્મનો review કરવો તે હવે ખુબ જ સામાન્ય બાબત થઇ ગઈ છે.
જેઓને ફિલ્મ ગમી હોય તો તે ફિલ્મના વખાણ કરે છે, અને જેઓને પસંદ ના આવી હોય તેઓ ફિલ્મની ટીકા કરે છે, મોટાભાગે ફિલ્મ review તે જોનાર ઉપર આધાર રાખે છે, પણ શું હકીકતમાં તેને ખરેખર ફિલ્મ review કહેવાય છે? આખરે ફિલ્મ review ની વ્યાખ્યા શું છે?
ફિલ્મ review એટલે શું? તેની real definition શું છે?
ફિલ્મ review એટલે ફિલ્મને જોઇને, સમજીને, ફિલ્મના અલગ અલગ department ને completely cover કરીને, ફિલ્મ વિષે એકદમ details માં લખીને છેલ્લે તેની true value કાઢવામાં આવે, તેને ફિલ્મ review કહેવાય છે.
આ રીતે લખાયેલ review ને એક detailed ફિલ્મ review કહેવાય છે. તે સિવાયના મોટાભાગના basic review હોય છે, જે ફક્ત audience ને જ ધ્યાનમાં રાખીને ટૂંકમાં લખવામાં આવે છે.
ફિલ્મ reviewers ની વધતી જતી સંખ્યા એક ચિંતાજનક બાબત છે
ફિલ્મોના review વાંચીને ફિલ્મો જોવા જતી audience ની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી છે. જેના કારણે હવે professional ફિલ્મ critics, reviewers, columnists, writers સિવાય પણ ફિલ્મ review કરનાર reviewers ની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી છે, જે એક રીતે ચિંતાજનક બાબત પણ છે.
અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ vision મુજબ ફિલ્મ review કરતા હોય છે
(1). Professional ફિલ્મ critics, reviewers જેમણે આ વિષયનું study કર્યું હોય છે, તેઓના review professional હોય છે. (2). અનુભવી columnists, writers પોતાના profession માટે newspaper માં ફિલ્મ review લખતા હોય છે. (3). ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું જેઓને ખરેખર knowledge છે, અને ફિલ્મોની actual sense છે, તેઓ ફક્ત passion ના કારણે ફિલ્મ review લખે છે.
(4). અમુક writers બસ એમ જ ફક્ત લખવા ખાતર જ પોતાની નજરથી ફિલ્મની valuation આંકીને ફિલ્મ વિષે લખતા હોય છે, જેમાં વ્યક્તિગત પસંદગી વધુ હોય છે. (5). અમુક movie lovers જેમને ફિલ્મ કેવી લાગી? તેના વિષે IMDB અને rotten tomatoes જેવા professional platform ઉપર review લખતા હોય છે.
(6). ફિલ્મ ઇન્ડસ્ટ્રી અથવા મીડિયાની અમુક વ્યક્તિ તેના સર્કલના અન્ય વ્યક્તિને ખુશ કરવા માટે social media ઉપર, ફિલ્મ ગમે તેવી હોય તો પણ ફિલ્મ વિષે સારું સારું લખતા હોય છે. (7). અમુક youtubers પોતાના subscribers માટે પોતાનામાં જેટલું knowledge અને સમજ હોય તે મુજબ ફિલ્મ review નો વિડિઓ બનાવીને કોઈપણ ફિલ્મની ખબર લઇ નાખતા હોય છે.
આમ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ધોરણ મુજબ ફિલ્મ review કરતા હોય છે, જેથી અલગ અલગ વ્યક્તિના review માં ઘણો મોટો ફર્ક પણ હોય છે.
ગુજરાતી ફિલ્મ review
ગુજરાતી ફિલ્મ જોઇને તેનો review કરવો તે અત્યારનો એક hot trend છે. જેમાં professional critics, reviewers, writers, columnist જેઓ Divya bhaskar, Gujarat samachar, Sandesh, Times of India વગેરે જેવા અનેક newspapers માં વર્ષોથી regular review લખે છે, તેમના reviews એકદમ genuine, honest, અને સચોટ હોય છે.
કારણ કે તેઓએ તેના વિષે study કર્યું છે. ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું તેઓને સારું knowledge હોય છે. તેમને ફિલ્મો જોવાનો vast experience અને તેમનામાં ફિલ્મોની એક great sense હોય છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને મીડિયાના અમુક known person પણ social media ઉપર નવી રીલીઝ થયેલ ગુજરાતી ફિલ્મો વિષે ટૂંકમાં review લખે છે. જે review મોટાભાગે ફિલ્મની marketing ના ભાગ રૂપે જ લખાતા હોય છે, જેથી ફિલ્મનું positive marketing થઇ શકે અને ઓડીયન્સ ફિલ્મ જોવા જાય. તે સિવાય આ review નું કોઈ ખાસ મહત્વ હોતું નથી.
તે સિવાય ત્રીજી કેટેગરીના કેટલા વ્યક્તિઓ છે, જેઓયે હવે ફિલ્મ review લખવાનું શરુ કર્યું છે, અને તેઓની સંખ્યા સતત વધતી જાય છે.
Professional critics, writers સિવાય પણ હવે અનેક unprofessional વ્યક્તિઓ ફિલ્મ review લખવાનું શરુ કર્યું છે
Professional critics, reviewers, writers, columnist સિવાય પણ એવા અનેક વ્યક્તિઓ છે, જેઓનો ફિલ્મ review વિષય જ નથી, અને જેમને ડિરેક્શન અને ફિલ્મમેકિંગ સાથે કોઈ પ્રકારની લેવા દેવા નથી તેવા વ્યક્તિઓ પણ હવે review કરવા લાગ્યા છે.
હકીકતમાં ફિલ્મ review કરવો તે કોઈપણ વ્યક્તિની personal choice છે, કોઈના લખવા ઉપર કોઈ પ્રતિબંધ ના મૂકી શકાય, પણ જો લખવું જ હોય તો સૌથી પહેલા તે વિષયનું complete knowledge લઈને લખવું જોઈએ. જેથી ભૂલથી પણ ફિલ્મ અને ડિરેક્ટરનું અવમૂલ્યન ના થાય.
આ blog એ unprofessional વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યો છે, જેઓ review ના નામે કંઈપણ કહે છે. અહી એ વ્યક્તિઓનો વિરોધ કરવામાં આવ્યો છે, જેઓના review થી સામાન્ય ઓડીયન્સ ગેરમાર્ગે દોરાય છે, અને ફિલ્મને ખરેખર નુકશાન કરે છે.
આ unprofessional review મેકર્સને ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું ખરેખર કેટલું knowledge હોય છે? તેઓ ક્યા base ઉપર review લખે છે?
હવે main question એ છે કે, આ પ્રકારના unprofessional review મેકર્સને ફિલ્મોનું, ડિરેક્શન અને ફિલ્મમેકિંગ વિષે કેવું અને કેટલું knowledge હોય છે? તેઓને ફિલ્મોની કેવી અને કેટલી sense હોય છે?
હકીકતમાં આ બધામાંથી મોટાભાગના વ્યક્તિઓને ડિરેક્શન અને ફિલ્મમેકિંગના અલગ અલગ departments જેવા કે, screenplay, acting, cinematography, editing, direction વિષે કોઈપણ પ્રકારનું સામાન્ય knowledge પણ નથી હોતું, કે નથી તેમની પાસે ફિલ્મો વિશેની actual sense.
હવે બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે, ડિરેક્શન અને ફિલ્મમેકિંગ વિષે 10% પણ knowledge ના ધરાવનાર વ્યક્તિઓ ક્યા base ઉપર અને ક્યા vision થી ફિલ્મ review લખે છે?
હકીકતમાં આ પ્રકારના વ્યક્તિઓ ફક્ત પોતાની વ્યક્તિગત પસંદ, નાપસંદ ઉપર જ review લખતા હોય છે. તેમને વ્યક્તિગત રીતે ફિલ્મ કેવી લાગી? તેમને ફિલ્મ ગમી? અથવા નથી ગમી? બસ આ 3 points તેમના માટે મહત્વના છે, જેના ઉપર તેઓ review ના નામે કંઈપણ લખતા હોય છે.
ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું basic knowledge પણ ના ધરાવનાર વ્યક્તિ, એક professional ડિરેક્ટરની ફિલ્મનું analysis કેવી રીતે કરી શકે?
હવે અહી ત્રીજો મહત્વનો પ્રશ્ન છે કે ફિલ્મો, ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું સામાન્ય knowledge પણ ના ધરાવનાર વ્યક્તિ, ખાસ કરીને એક professional ડિરેક્ટરે બનાવેલ ફિલ્મનો review કેવી રીતે કરી શકે? તેઓ ફિલ્મ ઉપર analysis કેવી રીતે કરી શકે? અને તેની true value કેવી રીતે કરી શકે?
આ એક એવી વાત થઇ કે 1st standard ના students 10th ના students ના પેપર્સ ચેક કરશે અને નક્કી કરશે કે તેઓ પાસ થશે કે નહી. શિષ્ય, ગુરુનો ઈન્ટરવ્યું લઈને નક્કી કરશે કે ગુરુ કેવું ભણાવે છે? હવે આ વાત કેટલી હદે સાચી અને યોગ્ય કહેવાય?
ડિરેક્શન અને ફિલ્મમેકિંગના knowledge વગર, ફિલ્મની art, creativity, plus points ને ઓળખ્યા, જાણ્યા, સમજ્યા વગર તેના વિષે કેવી રીતે લખી શકાય?
હવે વધુ એક પ્રશ્ન એ છે કે, ડિરેક્શન અને ફિલ્મમેકિંગના knowledge વગર ફિલ્મની art, creativity અને ફિલ્મના અલગ અલગ plus points તેઓ કેવી રીતે ઓળખી શકશે? જાણી શકશે? સમજી શકશે? અને તેના વિષે લખી શકશે?
For example: ડિરેક્ટરે ફિલ્મમાં chiaroscuro નો use કર્યો છે, અને chiaroscuro વિષે તેઓ કંઈપણ જાણતા ના હોય, તેનું નામ પણ સાંભળ્યું નાં હોય, તો ફિલ્મ જોયા પછી પણ તેમને ખબર નહી હોય કે ક્યા સીનમાં chiaroscuro use કર્યો છે.
અથવા જો તેઓ chiaroscuro વિષે ફક્ત જાણતા જ હોય, પણ ફિલ્મમાં તેનું શું મહત્વ છે? ફિલ્મમાં તે ક્યારે use કરવામાં આવે છે? ડિરેક્ટરે ક્યા vision થી chiaroscuro ફિલ્મમાં use કર્યો છે? તે તેમને ખબર જ નથી. તો પછી તેઓ ફિલ્મમાં તેના વિષે કેવી રીતે લખી શકે?
કારણ કે લખવાની વાત તો ત્યારે આવે જયારે તેઓ સૌથી પહેલા તેને ઓળખતા હોય, જાણતા હોય, સમજતા હોય. પણ ફિલ્મના આવા આવા અનેક plus points ને ઓળખ્યા, જાણ્યા, સમજ્યા વગર જ તેના વિષે કેવી રીતે લખી શકાય? તેનાં વિષે કેવી રીતે કંઈપણ કહી શકાય? બોલી શકાય? Opinion આપી શકાય? તેની કિંમત આંકી શકાય?
જો આ રીતે ફિલ્મના આવા ખુબ જ મહત્વના plus points ને ignore કરીને ફિલ્મ વિષે ફક્ત ઉપર છલ્લું જ લખશો, તો તે ફિલ્મ અને ડિરેક્ટરની મહેનતનું તમે devaluation કર્યું કહેવાશે, તે પણ તમારી અજ્ઞાનતાના કારણે.
Knowledge વગર ખોટી રીતે લખાયેલા review ના કારણે છેલ્લે ફિલ્મ અને ડિરેક્ટર બંને devaluate થાય છે
શું તમે ફિલ્મ ઉપરથી ડિરેક્ટરે કરેલી મહેનતનો અંદાજો કેવી રીતે લગાવી શકો છો? એક ડિરેક્ટરની મહેનતને કેવી રીતે પોતાના limited knowledge, personal choice અને thoughts દ્વારા તોલવી શકો છો? ફિલ્મના plus points અને ડિરેક્ટરની creativity ને કેવી રીતે જાણી, સમજી શકો છો? તેનું valuation કરી શકો છો?
શું આ devaluation નથી? અને જો તે devaluation હોય તો પછી પોતાની અજ્ઞાનતાના કારણે ફિલ્મ અને કોઈપણની મહેનતને valuation કરવી તે એક સમજદારી ધરાવતું કામ છે કે પછી મૂર્ખતા ધરાવતું?
જે ડિરેક્ટર્સ પૂરી મહેનતથી એક ફિલ્મ બનાવે છે, તે ફિલ્મને ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું કોઈપણ પ્રકારનું knowledge નથી, તેઓ ફિલ્મ review લખીને ડિરેક્ટરની મહેનત અને ફિલ્મ બંનેનું devaluation કરે છે.
અધૂરા knowledge દ્વારા લખાયેલ review ની શું value હોય છે?
સામાન્ય audience માં આ review નું થોડું ઘણું મહત્વ હોઈ શકે છે, પણ professional critics, reviewers, writers, columnist, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ડિરેક્ટર્સ, એક્ટર્સ, ટેકનિશિયન્સમાં તેમના આ review ની કોઈ જ value નથી હોતી, કારણ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે લખનારની ફિલ્મોની સમજ કેવી અને કેટલી છે? તેમનું knowledge કેવું અને કેટલું છે? અને તેમણે ક્યા vision થી લખ્યું છે.
આ પ્રકારના review શું અસર કરે છે?
આ પ્રકારે લખેલા review ની મોટાભાગે બે શક્યતાઓ રહેલી છે, (1). સારી ફિલ્મોને કદાચ devaluate કરવામાં પણ આવશે. (2). એકદમ સામાન્ય ફિલ્મોને કદાચ જોવાલાયક ફિલ્મ તરીકેનું certificate પણ આપી દેવામાં આવશે. જેમાં ખાસ કરીને negative review ની અસર જલ્દી અને વધારે થાય છે.
Professional, genuine અને detailed review લખવા માટે કઈ કઈ quality, skill અને knowledge હોવું જોઈએ?
એક ફિલ્મ review કરવા માટે આટલી quality, skill અને knowledge જરૂરી છે જેમકે… (1). ફિલ્મો સમજવા માટેની actual sense. (2). બોલીવુડ અને હોલીવુડની જૂની નવી દરેક પ્રકારની ફિલ્મો જોવાનો બહોળો અનુભવ.
(3). ફિલ્મ ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું complete knowledge. (4). ફિલ્મના અલગ અલગ technical અને creative દરેક cinematic elements નું advance knowledge. (5). Art અને creativity ને ઓળખનાર vision. (6). Mature mind set, વગેરે.
ટૂંકમાં એક detailed review લખવા માટે એક professional ડિરેક્ટરમાં જે level નું knowledge હોય તે level નું knowledge હોવું જોઈએ. જો આ level નું knowledge તમારી પાસે હશે તો તમે એક genuine અને proper review લખી શકશો, અને તમાંરા review ને ખરેખર ગંભીરતાથી લેવામાં પણ આવશે.
Detailed અને genuine review કેવી રીતે લખવો?
ફિલ્મ review લખવા માટેની કોઈ specific method નથી, જેથી તે મોટાભાગે લખનારના vision ઉપર આધાર રાખે છે. પણ જેમ કોઈપણ વ્યક્તિના બે ચાર points ઉપરથી જ તેને 100% judge ના કરી શકાય, તેમ ફિલ્મને પણ તેના બે ચાર points ઉપરથી જ 100% judge ના કરી શકાય.
માટે એક detailed review લખવા માટે ડિરેક્શન અને ફિલ્મમેકિંગના દરેક departments અને cinematic points ને cover કરીને લખવો જોઈએ, જેમકે…
(1). Storyline. (2). Story presentation (3). Opening scene. (4). Actors, acting. (5). Characters, characterization, character development. (6). Screenplay. (7). Cinematography. (8). Songs, music. (9). Production value. (10). Editing. (11). Closing scene. (12). Direction. (13). Art and creativity. (14). Strong, plus points. (15). Weak, minus points. (16). Technical points. (17). Goofs. (18). Critics claimed points. (19). Movie trivia. (20). Release, collection, awards, વગેરે.
આ બધા જ cinematic elements ફિલ્મને ખુબ જ સારી રીતે define કરે છે. એક ફિલ્મનો review અને તેની value કરવા માટે આટલા points enough છે. જેથી આટલા points માંથી maximum points cover કરીને, એકદમ પ્રમાણિકથી લખાયેલ review ને હકીકતમાં એક detailed અને genuine ફિલ્મ review કહેવાય છે.
Conclusion
English માં એક proverb છે “Don’t judge a book by its cover” એવી જ રીતે જો તમે કોઈપણ વિષય ઉપર લખતા હોવ છો, opinion આપતા હોવ તો ચોક્કસ લખો.
પણ જે વિષય ઉપર લખો છો તેનું 100% knowledge તમને હોવું જોઈએ, અને જો આ knowledge ના હોય તો સૌથી પહેલા તે knowledge મેળવો, તેના વિષે પૂરેપૂરું study & analysis કરો અને પછી તેના વિષે લખો.
ફિલ્મ review કરવા માટે સૌ પહેલા ફિલ્મ ડિરેક્શન અને ફિલ્મમેકિંગનું complete knowledge મેળવો, ત્યારબાદ જૂની નવી બોલીવુડ હોલીવુડની સેંકડો ફિલ્મો જોવાની શરુ કરો. જેથી ફિલ્મોનું technical અને creative knowledge વધશે, ફિલ્મોની actual sense આવશે અને ફિલ્મની art અને creativity ની real value સમજાશે.
આટલું કર્યા પછી ફિલ્મ વિષે લખવાનું શરુ કરો. જેનાથી તમે એક genuine review લખી શકશો, અને તમારા review ને ગંભીરતાથી લેવામાં આવશે.