અમુક ફિલ્મો જોતી વખતે audience નું mind ફિલ્મ સાથે જલ્દી connect થઇ જાય છે, ફિલ્મ જોવામાં audience નો એક mood બને છે, interest ઉભો થાય છે, અને છેલ્લે આ બધાના કારણે audience ફિલ્મને વધુમાં વધુ enjoy કરે છે, તેનું સૌથી પહેલું કારણ છે ફિલ્મની ડિરેક્શન treatment. કોઈપણ ફિલ્મનું સફળ થવાનું સૌથી મોટું કારણ હોય છે તેની ડિરેક્શન treatment.
ડિરેક્શન treatment એટલે શું?
એક complete ફિલ્મને અલગ અલગ creative elements દ્વારા ડિરેક્ટ કરવાની technique ને ડિરેક્શન treatment કહેવાય છે.
ફિલ્મને કેવી treatment આપીને બનાવવી છે? ક્યા પ્રકારના ડિરેક્શન દ્વારા પરદા ઉપર રજુ કરવી છે? અને ક્યા ક્યા creative elements નો use કરીને ડિરેક્ટ કરવી છે? તેની specific techniques ને ડિરેક્શન treatment કહેવાય છે.
ફિલ્મમાં ડિરેક્શન treatment નું શું મહત્વ હોય છે? અને તે ફિલ્મમાં કેવી અસર ઉભી કરે છે?
ડિરેક્શન treatmentના કારણે સૌ પહેલા ફિલ્મની એક લય, એક પ્રવાહ નક્કી થાય છે. ફિલ્મની એક test, એક flavor નક્કી થાય છે. ફિલ્મમાં સતત બદલાવ, અનેક ઉતાર અને ચઢાવ આવે છે. ફિલ્મ સ્ટોરીમાં specific atmosphere બને છે, જે audience ને ફિલ્મ સાથે જોડે છે, અને ફિલ્મ જોવાની curiosity વધે છે, અને આ બધાના કારણે audience ફિલ્મને વધુ enjoy કરી શકે છે.
એક audience તરીકે તમે 25 romance genre ની ફિલ્મો જોઈ છે, તેમાંથી તમને 3, 4 ફિલ્મો ખુબ પસંદ આવી છે, જે તમારી favorite romantic ફિલ્મો છે. એક audience તરીકે તમને ફિલ્મમાં જે જે parts, elements ગમ્યા તે ડિરેક્શન treatment છે.
જો ડિરેક્શન treatment નહિ કરવામાં આવે તો આખી ફિલ્મ એક જ લય અને પ્રવાહમાં જતી હોય તેવું લાગશે, આજની મોટાભાગની ગુજરાતી ફિલ્મોમાં તેની જ કમી દેખાય છે.
ડિરેક્શન treatment કેવી રીતે બનાવવી?
ડિરેક્શન treatment બનાવવા માટે સૌ પહેલા સ્ટોરીને cinematic structure માં convert કરો, અથવા સ્ટોરીને ફિલ્મના cinematic structure પ્રમાણે જ લખો.
ત્યારબાદ ફિલ્મની storytelling, screen presentation ફાઈનલ કરો, અને સ્ટોરીને તેમાં convert કરો, અથવા સ્ટોરીને ફિલ્મના storytelling, screen presentation પ્રમાણે જ લખો.
આ બંને process ડિરેક્શન treatment નો એક ભાગ છે, જેને આપણે અગાઉના blog માં સમજી લીધી છે.
ફિલ્મને ડિરેક્શન treatment ક્યા ક્યા creative elements દ્વારા આપી શકાય છે?
ફિલ્મની ડિરેક્શન treatment બનાવવા માટે આટલા points ધ્યાનમાં રાખવા. આ points હકીકતમાં ડિરેક્શન treatmentને lead કરે છે.
(1). Storytelling – સ્ટોરી દર્શાવવાની રીત.
(2). Test, flavor – અલગ અલગ વ્યક્તિગત પસંદગી.
(3). Speed, rhythm, flow – સ્ટોરીની આગળ વધવાની ગતી અને તેનો પ્રવાહ.
(4). Variation – સ્ટોરીમાં આવી રહેલ સતત બદલાવ, ups and downs, inconstancy, inconstancy
(5). Curiosity – શું થયું, શું થઇ રહ્યું છે અને હવે શું થશે તેની સતત ઉત્કંઠના.
(6). Psychological effect – કોઈપણ ઘટના, લોકેશન, દેખાવ અને અન્ય points ની mind ઉપર પેદા થતી એક અસર.
(7). Atmosphere – એક ચોક્કસ વાતાવરણ ઉભું થવું.
(8). Concentration – ફિલ્મ અને audience બંને વચ્ચેનું connection.
(9). Attachment – ફિલ્મ જોવાનો mood અને interest પેદા કરનાર elements.
(10). Music – Mind ઉપર અસર પેદા કરનાર અને mood બનાવનાર સૌથી મોટું element.
આ creative elements ડિરેક્શન treatment ને lead કરે છે. ફિલ્મમાં આટલા creative elements add કરવાથી એક perfect ડિરેક્શન treatment બનાવી શકાય છે. જો ફિલ્મના આ creative elements નું મહત્વ જાણીને તમે તેને proper સમજી શકતા હશો, તો તમારા માટે ફિલ્મ ડિરેક્શન enjoy કરવાનો વિષય બની રહેશે.
Conclusion
હોલીવુડની ફિલ્મો આપણા બધાને વધુ attract કરે છે, તેના અનેક કારણો છે. તેનું સૌથી મોટું કારણ તે ફિલ્મો ડિરેક્શન treatment, જેની પાછળ ખુબ મહેનત કરવામાં આવે છે, અને સારો એવો ટાઈમ પણ આપવામાં આવે છે.
ડિરેક્ટર કોઈપણ સીન કેવી રીતે ડિરેક્ટ કરવો? સીન કેવી રીતે visualize કરવો? તેના માટે special ટાઈમ કાઢે છે, તેની પાછળ મહેનત કરે છે.
ફિલ્મ audience ને maximum પસંદ આવે અને ફિલ્મને audience વધુમાં વધુ enjoy કરીને જોઈ શકે, તે vision થી અલગ અલગ creative elements દ્વારા બનાવવામાં આવતું એક presentation અથવા techniques એટલે ડિરેક્શન treatment.