Cinematography એ ફોટોગ્રાફિકલ ઈમેજને અલગ અલગ technical process દ્વારા capture કરવાની એક આર્ટ છે, જેમાં કેમેરા, લેન્સીસ અને લાઈટ્સનો proper ઉપયોગ કરીને, અલગ અલગ camera shots દ્વારા શૂટ કરવામાં આવે છે.
Cinematography એટલે ફક્ત કેમેરા રેકોર્ડીંગને on અથવા off કરવું તેજ નથી, professional અને high quality cinematography શીખવા માટે કેમેરાના basic elements ને જાણવા, સમજવા અત્યંત જરૂરી છે, તેની મદદથી અને તેનો proper use કરવાથી વિડીઓ ઈમેજનું વધુ સારું result મેળવી શકાય છે.
આ blog માં જાણીએ કે cinematography ના ક્યા ક્યા basic elements હોય છે, અને cinematography માં તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે?
01. Exposure
Exposure તે લાઈટ્સને કંટ્રોલ કરવાનું એક મહત્વનું કામ કરે છે. કેમેરાને જેટલી લાઈટ્સની જરૂર હોય તે પ્રમાણે exposure સેટ કરીને તેટલી લાઈટ્સ કેમેરા દ્વારા પ્રવેશવા દેવામાં આવે છે. જેથી આ exposure તે વિડીઓ ઈમેજની brightness અને darkness સાથે એકદમ સીધો સંબંધ ધરાવે છે. Exposure મુખ્ય 3 elements ઉપર depend કરે છે, (1). Aperture. (2). Shutter Speed. (3). I.S.O., આ ત્રણેય વિષે જાણીએ.
Aperture
કેમેરા લેન્સનું aperture અનેક બ્લેડ્સનું બનેલુ એક હોલ કહી શકાય, જેના દ્વારા લાઈટ્સ કેમેરાની અંદર પ્રવેશ કરે છે. Aperture અલગ અલગ નંબર્સમાં મપાય છે, જેમ કે f/1.4, f/2.8, f/4, f/5.6, f/8, f/11, f/16 વગેરે, આ નંબર્સને F-stops, aperture value અથવા aperture નંબર્સ પણ કહેવામાં આવે છે.
રાતમાં જયારે લાઈટની જરૂર વધારે હોય ત્યારે aperture value ઓછું રાખવામાં આવે છે, જેથી aperture ઓપનીંગ વધુ થશે અને લાઈટ્સ વધુ આવશે. દિવસે જયારે લાઈટની જરૂરિયાત ઓછી હશે ત્યારે aperture value વધુ રાખવામાં આવે છે, જેથી aperture ઓપનીંગ ઓછું થશે અને લાઈટ્સ ઓછી આવશે.
Shutter speed
કેમેરામાં રહેલ shutter ની ખુલવાની અને બંધ થવાની speed ને shutter speed કહેવામાં આવે છે, જેમકે 1/100, 1/500 અથવા 1 second, 5 second વગેરે.
વધુ લાઈટ્સમાં shutter speed ફાસ્ટ યુઝ કરવી જોઈએ, ઓછી લાઈટ્સ માં shutter speed સ્લો કરવામાં આવે છે. Fast moving activity કેપ્ચર કરવા માટે shutter speed ફાસ્ટ યુઝ કરવી જોઈએ, જયારે non removable activity કેપ્ચર કરવા માટે shutter speed સ્લો યુઝ કરવી જોઈએ.
I.S.O.
ISO, exposure ને એક્જેસ કરે છે. ISO નું માપ તેના numbers દ્વારા થાય છે, 50 થી લઈને કેમેરાની કેપેસીટી પ્રમાણે તેના numbers આપેલા હોય છે. જેમ જેમ ISO numbers વધતા જાય છે, તેમ તેમ ઈમેજ સેન્સરની સેન્સીવિટી સાથે સાથે exposure પણ વધતું જાય છે.
Exposure ને maintain કરવા માટે જેમ જેમ ISO વધારવામાં આવે તેમ તેમ shutter speed પણ વધારવુ પડે છે, અને જેમ જેમ ISO ઘટાડવામાં આવે તેમ તેમ shutter speed પણ ઘટાડવુ પડે છે.
આ જ રીતે જેમ જેમ ISO વધારવામાં આવે તેમ તેમ aperture value પણ વધારવી પડે છે, અને જેમ જેમ ISO ઘટાડવામાં આવે તેમ તેમ aperture number પણ ઘટાડવા પડે છે.
02. Composition
Composition એટલે subject/object ને ફ્રેમમાં કોઈપણ જગ્યા ઉપર સેટ કરવો, જેમકે left, right, center, foreground, middle ground, background વગેરે. ફ્રેમમાં અથવા શોટમાં શું શું મૂકવું છે, શું દુર કરવું છે, ફ્રેમમાં દરેક વસ્તુઓ કેવી રીતે ગોઠવવી છે? તેને composition કહેવાય છે.
Composition માટે અમુક ચોક્કસ rules & regulations પણ follow કરવામાં આવે છે. અને આ નિયમો ઘણા જુના છે, ખુબ પહેલાના painters પાસેથી આ ટેકનિક્સ ફિલ્મ ડિરેક્ટર્સ અને સિનેમેટોગ્રાફરે શીખી છે.
03. Focus
વિડીઓ ઈમેજની overall sharpness અને clarity ને focus કહેવાય છે. તેની રેંજ very soft થી very sharp હોઈ શકે છે. Focus મુખ્ય 4 elements ઉપર depend કરે છે, જેમકે (1). Deep focus. (2). Depth of field. (3). Shallow focus. (4). Pullfocus / Rack focus, વગેરે આ ચારેય વિષે જાણીએ.
Deep focus
વિડીઓમાં foreground થી લઈને middleground અને background સુધીનો બધો જ ભાગ એકસરખા ફોકસમાં રાખવામાં આવે તેને deep focus કહેવાય છે.
D.O.F. (Depth of field)
Subject ના foreground અને background સુધીમાં જેટલો એરિયા focus માં હોય તે એરિયાને depth of field અથવા focus range કહેવાય છે. જો subject ફ્રેમમાં નજીક હશે તો depth of field ઓછું હશે અને subject ફ્રેમથી દુર હશે તેમ depth of field વધારે હશે.
Depth of field આ 3 elements ઉપર depend કરે છે, જેમકે (1). Aperture, aperture numbers જેમ વધારે તેમ depth of field વધારે મળે છે, અને aperture numbers જેમ ઓછું તેમ depth of field ઓછું મળે છે. (2). Distance between camera and subject, કેમેરા અને લેન્સ જેમ subject થી દુર તેમ depth of field વધારે મળે છે, અને લેન્સ જેમ જેમ subject થી નજીક તેમ depth of field ઓછું મળે છે. (3). કેમેરા અને લેન્સ વચ્ચેનું અંતર જેમ વધારે તેમ depth of field વધારે મળે છે.
Shallow focus
વિડીઓમાં main subject સિવાય તેની આસપાસનો બાકી બધો જ વિસ્તાર out of focus રાખવામાં આવે. તેને shallow focus કહેવામાં આવે છે.
Pullfocus / Rack focus
વિડીઓમાં main subject સાથે સાથે અન્ય subject ને, એટલે કે બંને subject ઉપર એક પછી એક રીતે કરવામાં આવતા focus ને pullfocus અથવા rack focus કહેવાય છે.
04. Frame rate
વિડિઓનો standard rate એક સેકંડમાં 24 ફ્રેમ કેપ્ચર કરે છે. જો એક સેકંડમાં 24 ફ્રેમ કરતા જેમ જેમ વધુ ફ્રેમ કેપ્ચર થાય તેમ તેમ વિડિઓ ઈમેજની એક્શન સ્લો થતી જાય છે, અને સેકંડમાં 24 ફ્રેમ કરતા જેમ જેમ ઓછી થતી જાય તેમ તેમ વિડીઓ ઈમેજની એક્શન ફાસ્ટ થતી જાય છે.
વિડીઓ એક સેકન્ડમાં 24 ફ્રેમ કેપ્ચર કરે છે. મતલબ કે જો 24 ફોટોસ એક પછી એક ક્રમ પ્રમાણે એક સેકન્ડમાં બતાવવામાં આવે, તો તે એક સેકન્ડનો વિડીઓ બની જાય છે, પણ હકીકતમાં તો તે એક ફ્રેમ એટલે કે એક ફોટો હોય જ છે, આમ આપડે જે વિડિઓ જોઈએ છીએ તે હકીકતમાં ફોટો ઈમેજ જ હોય છે.
Conclusion
Cinematography ના આ 4 basic elements તે ખુબ જ મહત્વના elements છે, તે cinematography નો પાયો છે, અને તે સંપૂર્ણ રીતે technical છે, જેથી તે ઓછા સમયમાં અને આસાનીથી તેને શીખી શકાય છે, પણ હા તેમાં માસ્ટરી આવતા સમય ચોક્કસ લાગી શકે છે.
જો તમે એ cinematographer તરીકે કેરીયર શરુ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા આ elements ને સંપૂર્ણ રીતે સમજી લો, જાણી લો, અને ત્યારબાદ આગળ વધો.