Latest Posts:

Camera Shots ના આગળના blog માં આપણે 8 Camera Movement વિષે જાણ્યું, હવે આ blog માં આપણે Editing Shots વિષે, તેની definition, તેની techniques, તેને ક્યારે અને કઈ situations માં use કરવામાં આવે છે, અને તેના example વિષે જાણીએ અને સમજીએ.

Editing Shotsએડીટીંગ કરીને બનાવવામાં આવતા શોટ

01. બ્રીજીંગ શોટ

એક place અથવા time માંથી પસાર થઈને બીજા place, time માં જવાની ઘટનાને jump cut દ્વારા (calendar pages, railroad wheels, newspaper headlines and seasonal changes) અલગ અલગ નાના નાના શોટ દ્વારા દર્શાવવામાં આવે તેને bridging shot કહે છે.

02. ટ્રિકી મિરર શોટ, મિરર શોટ

Character, subject મીરરની એકદમ સામે હોવા છતાં પણ મિરરમાં કેમેરા ના દેખાય તે રીતે special trick દ્વારા લેવામાં આવતા શોટને tricky mirror shot કહેવામાં આવે છે.

તે સિવાય character, subject અને તેમની કોઈપણ activity mirror, glass દ્વારા reflect થઈને દેખાય, જેમાં કેમેરા ના દેખાય તે રીતે લેવામાં આવતા શોટને, સીનમાં mirror/glass નો કોઈપણ રીતે creatively ઉપયોગ કરીને લેવાતા શોટને mirror shot અથવા tricky mirror shot કહે છે.

આ શોટ cinematography નો એક most creative શોટ છે. આ શોટની લેવાની અનેક અલગ અલગ techniques છે, તે સિવાય ડિરેક્ટર, સિનેમેટોગ્રાફરની creativity ઉપર પણ depend કરે છે. મોટાભાગે આ શોટ લેવામાં ખુબ જ મહેનત અને ટાઈમ સ્પેન્ડ થાય છે.

03. ફ્રિજ ફ્રેમ શોટ

એકથી વધારે character/subject ફ્રેમમા હોય, અને કોઈ એક character/subject ને ફ્રેમમા સ્થિર કરીને અને અન્ય character/subject ની action ચાલુ રહે તે રીતે બનાવવામાં આવતા શોટને freeze frame shot કહે છે.

04. કટ ઈન શોટ

ચાલુ સીનની વચ્ચે character અને subject related કોઈ અન્ય સીનનો નાનો કટ બતાવવામાં આવે તેને cut in shot કહેવાય છે.

05. કટ અવે શોટ

ચાલુ સીનની વચ્ચે subject અને situation થી એકદમ દૂરનો subject અને situation નો થોડો મોટો કટ details માં બતાવવામાં આવે તેને cut away shot કહે છે.

06. જમ્પ કટ શોટ

સીનમાં જે action થઇ રહી હોય, તે action ને પહેલેથી છેલ્લે સુધી પૂરો ટાઈમ આપીને સળંગ બતાવ્યા વગર, વચ્ચે વચ્ચે કટ કરીને ઓછા ટાઈમમાં action ને આગળ વધતી બતાવવામાં આવે તેને jump cut કહેવાય છે.

07. મેચ કટ શોટ

એક સીનના end માં જે action થઇ રહી હોય, તેવી જ action દ્વારા બીજો સીન શરુ થતો હોય, તે પ્રકારના બે અલગ સીનના કટને જોડીને બનાવવામાં આવતા સીનને match cut કહે છે.

08. મેટ્ટ શોટ

બે અથવા તેથી વધુ images ને combine/edit કરીને એક image બનાવીને તૈયાર કરવામાં આવતા શોટ, અથવા ફોટો images ને વીડિઓ images સાથે કોઈપણ રીતે combine/edit કરીને બનાવવામાં આવતા શોટને matte shot કહે છે.

મોટાભાગે ફ્રેમમા, background મા કંઇક change કરવું હોય, edit કરવું હોય, અથવા તેમાં કોઈ અન્ય ભાગ add કરવો હોય ત્યારે special editing કરીને આ શોટ બનાવવામાં આવે છે.

Conclusion

ફિલ્મના અલગ અલગ સીન્સને અલગ અલગ કેમેરા શોટ્સ દ્વારા શૂટ કરવામાં આવે છે, કોઈપણ એક સીન અલગ અલગ શોટ્સ દ્વારા શૂટ થઇ શકે છે, તેને શૂટ કરવા માટેના ચોક્કસ નિયમો પણ છે, અને દરેક શોટ્સનું અલગ important, value હોય છે.

માટે shot division કરતી વખતે દરેક સીન્સ તેના ક્યા બેસ્ટ શોટ દ્વારા શૂટ થઇ શકે છે તેના વિષે study કરીને, અને ત્યારબાદ તે સીન માટે best prove થતા શોટમાં તેને શૂટ કરો.

Author

Hey there, I am Rahul... Watching movies, and Film direction is my real passion... I share my thoughts by writing blog about Film direction, Filmmaking and Acting @ GujaratiFilmmaking.com and Gujarati Film Review & Analysis @ GujaratiFilmreview.com

Write A Comment